23,710
edits
No edit summary |
(Replaced Re-proof Read Text) |
||
| Line 5: | Line 5: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શનિવારની મધરાતે નલિનભાઈ વીસીઆર પર 'કમ ઍન્ડ ગેટ ઈટ' ફિલ્મ પૂરી કરી ઝોકાં ખાવા લાગ્યા. પૂજાના ઓરડામાં વિજયાબહેને ગીતાપાઠ પૂરો કર્યો. વિજયાબહેન બાથરૂમ જઈ, પાણી પીને બેડરૂમમાં આવ્યાં. પથારીમાં પડ્યાં. નલિનભાઈએ હાથ લંબાવી લાઈટ બંધ કરી. એમની અને વિજયાબહેન વચ્ચે ખાસ્સી જગ્યા હતી. નલિનભાઈ સહેજ વિજયાબહેન તરફ ખસ્યા. વિજયા- બહેનનો હાથ દબાવ્યો. એમને પોતાની તરફ ખેંચ્યાં. વિજયાબહેન ખેંચાયા નહીં. | શનિવારની મધરાતે નલિનભાઈ વીસીઆર પર 'કમ ઍન્ડ ગેટ ઈટ' ફિલ્મ પૂરી કરી ઝોકાં ખાવા લાગ્યા. પૂજાના ઓરડામાં વિજયાબહેને ગીતાપાઠ પૂરો કર્યો. વિજયાબહેન બાથરૂમ જઈ, પાણી પીને બેડરૂમમાં આવ્યાં. પથારીમાં પડ્યાં. નલિનભાઈએ હાથ લંબાવી લાઈટ બંધ કરી. એમની અને વિજયાબહેન વચ્ચે ખાસ્સી જગ્યા હતી. નલિનભાઈ સહેજ વિજયાબહેન તરફ ખસ્યા. વિજયા- બહેનનો હાથ દબાવ્યો. એમને પોતાની તરફ ખેંચ્યાં. વિજયાબહેન ખેંચાયા નહીં. | ||
'કાર્યક્રમ કરવો છે?' | |||
‘ના’ | ‘ના’ | ||
‘કેમ?’ | ‘કેમ?’ | ||
'મારું માથું દુઃખે છે.' વિજયાબહેને કહ્યું. | |||
'બહાનાં, બહાનાં, બહાનાં. જયારે પૂછું ત્યારે તારું માથું જ દુઃખતું હોય છે.’ | |||
'તમને ગંદી ફિલ્મો અને અશ્લીલ મૅગેઝીનોએ બહેકાવ્યા છે. લોકો પંચાવનમે વાનપ્રસ્થ થતા હોય છે. તમે ભૂલી જાવ છો કે તમારા દીકરાને ત્યાં દીકરો છે. આવી ફિલ્મો જોવાની બંધ કરો ને માળા જપો.’ | |||
‘તું ગીતાપાઠ બંધ કર ને પ્રેમ કર.' | ‘તું ગીતાપાઠ બંધ કર ને પ્રેમ કર.' | ||
'સૂઈ જાવ હવે છાનામાના. પ્રેમના વિચાર બંધ કરો.' | |||
'શું કામ બંધ કરું? તું દર રવિવારે 'સ્વાધ્યાય'માં જાય છે – એ બંધ કરે છે? ત્યાં બેસીને તું શું કરતી હોઈશ એની મને ખબર છે.' | |||
'બોલો, બોલો, શું કરતી હોઈશ? ત્રેવડ હોય તો કહો.' | |||
‘તે તને એમ કે મારામાં કહેવાની ત્રેવડ નથી? મેં બંગડી પહેરી છે? | ‘તે તને એમ કે મારામાં કહેવાની ત્રેવડ નથી? મેં બંગડી પહેરી છે? | ||
‘પહેરો તો કંઈ ખોટું નથી. તમારા કર્કશ અવાજને બદલે મંજુલ રણકાર તો સાંભળવા મળશે.' | ‘પહેરો તો કંઈ ખોટું નથી. તમારા કર્કશ અવાજને બદલે મંજુલ રણકાર તો સાંભળવા મળશે.' | ||
'એક તો નજીક આવવું નથી ને ઉપરથી બંગડી પહેરવાનું કહે છે? કોઈવાર તો એવું થાય છે ને કે–' | |||
‘બોલો, કેવું થાય છે? કોઈ ધોળીને ઘરમાં ઘાલું, એમ જ ને?' | ‘બોલો, કેવું થાય છે? કોઈ ધોળીને ઘરમાં ઘાલું, એમ જ ને?' | ||
‘એવું કાંઈ કરીશને તો મારા જેવો ભૂંડો કોઈ નહીં.' | ‘એવું કાંઈ કરીશને તો મારા જેવો ભૂંડો કોઈ નહીં.' | ||
'રહેવા દોને તમારી વાત. પાંત્રીસ પાંત્રીસ વરસ સુધી જે બોલ બોલ કરે એનું કાંઈ ઊપજે નહીં. ભગવાનનું નામ લઈ છાનામાન પડી રહો જાવ.' વિજયાબહેન રજાઈ ઓઢીને પડખું ફરી ગયાં. | |||
નલિનભાઈનું લોહી ઊકળતું હતું. એ બેઠા થયા. માથા નીચેનું ઓશીકું હાથમાં લીધું. વિજયાબહેન તરફ ખસ્યા અને એમના મોઢા પર દબાવી દીધું. વિજયાબહેન બૂમ પાડવા ગયાં પણ પાડી ન શક્યાં. શ્વાસ રૂંધાતા હાથ-પગ તરફડવા લાગ્યા. | નલિનભાઈનું લોહી ઊકળતું હતું. એ બેઠા થયા. માથા નીચેનું ઓશીકું હાથમાં લીધું. વિજયાબહેન તરફ ખસ્યા અને એમના મોઢા પર દબાવી દીધું. વિજયાબહેન બૂમ પાડવા ગયાં પણ પાડી ન શક્યાં. શ્વાસ રૂંધાતા હાથ-પગ તરફડવા લાગ્યા. | ||
નલિનભાઈએ મિત્ર ડૉક્ટર સચીન ભટ્ટને બોલાવ્યા. વિજયાબહેનને તપાસી ડૉકટર ભટ્ટે જાહેર કર્યું કે વિજયાબહેન હૃદયરોગના હુમલાને કારણે ગુજરી ગયાં. | નલિનભાઈએ મિત્ર ડૉક્ટર સચીન ભટ્ટને બોલાવ્યા. વિજયાબહેનને તપાસી ડૉકટર ભટ્ટે જાહેર કર્યું કે વિજયાબહેન હૃદયરોગના હુમલાને કારણે ગુજરી ગયાં. | ||
સવાર થતામાં તો વિજયાબહેનના મરણના સમાચાર સૌ ઓળખીતાપાળખીતાને પહોંચી ગયા. મિત્રોને જે સૂઝ્યું તે એકબીજાને કહ્યું : ‘બિચારા નલિનભાઈ, આ ઉંમરે રંડાયા.' | સવાર થતામાં તો વિજયાબહેનના મરણના સમાચાર સૌ ઓળખીતાપાળખીતાને પહોંચી ગયા. મિત્રોને જે સૂઝ્યું તે એકબીજાને કહ્યું : ‘બિચારા નલિનભાઈ, આ ઉંમરે રંડાયા.' | ||
'ખાવાપીવાની કેટલી અગવડ પડશે!' બીજું બોલ્યું. | |||
'એકલા પુરુષને ઘર ચલાવવાની સૂઝેય ના હોય’, ત્રીજાએ સૂર પુરાવ્યો. | |||
'દીકરાની વહુ અમેરિકન છે એટલે એ ઘરનાં બારણાં તો એમને માટે હંમેશનાં બંધ જ સમજો.' ચોથાએ ભવિષ્ય ભાખ્યું. | |||
નલિનભાઈના મિત્રોએ વેસ્ટ હિલ સેમેટરીના સ્મશાનગૃહમાં વિજયાબહેનના અગ્નિસંસ્કાર કરવાનું નક્કી કર્યું. અમેરિકન રિવાજ પ્રમાણે શબને ઘરમાંથી ફ્યુનરલ હોમમાં ખસેડયું. અગ્નિસંસ્કાર પહેલાં શોકસભા કરવી એવું પણ ઠરાવ્યું. | નલિનભાઈના મિત્રોએ વેસ્ટ હિલ સેમેટરીના સ્મશાનગૃહમાં વિજયાબહેનના અગ્નિસંસ્કાર કરવાનું નક્કી કર્યું. અમેરિકન રિવાજ પ્રમાણે શબને ઘરમાંથી ફ્યુનરલ હોમમાં ખસેડયું. અગ્નિસંસ્કાર પહેલાં શોકસભા કરવી એવું પણ ઠરાવ્યું. | ||
શોકસભામાં થોડાં સગાં-વહાલાં, થોડા મિત્રો, સહેજસાજ ઓળખાણવાળા અને વધુ તો કુતૂહલવાળા આવ્યા. ભારતીય સ્ત્રીઓ સફેદ સાલ્લામાં હતી. પુરુષોમાં કોઈએ સૂટ પહેરેલો હતો, કોઈએ લેંઘો-ઝભ્ભો, કોઈ ટી-શર્ટ અને જીન્સમાં હતું. | શોકસભામાં થોડાં સગાં-વહાલાં, થોડા મિત્રો, સહેજસાજ ઓળખાણવાળા અને વધુ તો કુતૂહલવાળા આવ્યા. ભારતીય સ્ત્રીઓ સફેદ સાલ્લામાં હતી. પુરુષોમાં કોઈએ સૂટ પહેરેલો હતો, કોઈએ લેંઘો-ઝભ્ભો, કોઈ ટી-શર્ટ અને જીન્સમાં હતું. | ||
| Line 35: | Line 35: | ||
‘મારે નલિનભાઈને કહેવું છે કે વિજયાબહેનનો ભલે દેહાંત થયો પણ અમે હજી મરી નથી ગયાં. હું અને બીજી બહેનો એમને પડખે ઊભાં રહીશું. કોઈ કહેતું હતું કે બિચારા નલિનભાઈ ખાવાપીવાનું શું કરશે? નલિનભાઈને એની ચિંતા કરવાનો વારો જ નહીં આવે. અમે વારાફરતી સોમ, બુધ અને શુક્ર એમને ઘરે જમવાનું આપી આવશું. બાકીના દિવસોએ એ અમારે ત્યાં જમશે. નલિનભાઈના આવા કપરા દિવસોમાં હું એમને એકલા નહીં મૂકું.’ ઘેર આવીને જમવાનું આપી જવાની વ્યવસ્થા નલિનભાઈને ખૂબ ભાવી ગઈ. નલિનભાઈ વિચારતા હતા કે વારાફરતી કોણ કોણ આવશે? કેટલા વાગે આવશે? કેટલો વખત રોકાશે? જમવાનું પૂછીને બનાવશે? સ્વાદિષ્ટ રસોઈ બનાવવામાં કોનો હાથ સરસ હશે? આભાર માનવા એ માથું ધુણાવશે, હાથ મિલાવશે, કે ઔપચારિક આલિંગન આપશે? | ‘મારે નલિનભાઈને કહેવું છે કે વિજયાબહેનનો ભલે દેહાંત થયો પણ અમે હજી મરી નથી ગયાં. હું અને બીજી બહેનો એમને પડખે ઊભાં રહીશું. કોઈ કહેતું હતું કે બિચારા નલિનભાઈ ખાવાપીવાનું શું કરશે? નલિનભાઈને એની ચિંતા કરવાનો વારો જ નહીં આવે. અમે વારાફરતી સોમ, બુધ અને શુક્ર એમને ઘરે જમવાનું આપી આવશું. બાકીના દિવસોએ એ અમારે ત્યાં જમશે. નલિનભાઈના આવા કપરા દિવસોમાં હું એમને એકલા નહીં મૂકું.’ ઘેર આવીને જમવાનું આપી જવાની વ્યવસ્થા નલિનભાઈને ખૂબ ભાવી ગઈ. નલિનભાઈ વિચારતા હતા કે વારાફરતી કોણ કોણ આવશે? કેટલા વાગે આવશે? કેટલો વખત રોકાશે? જમવાનું પૂછીને બનાવશે? સ્વાદિષ્ટ રસોઈ બનાવવામાં કોનો હાથ સરસ હશે? આભાર માનવા એ માથું ધુણાવશે, હાથ મિલાવશે, કે ઔપચારિક આલિંગન આપશે? | ||
નલિનભાઈ હજુ આગળ વિચારે ત્યાં તો દલસુખભાઈ બોલવા ઊભા થયા : 'મારી ઘરવાળી ચન્દ્રકાન્તા કહે છે કે આપણે પુરુષોને ઘર સારું રાખતાં, સાફ કરતાં આવડતું નથી. અમેરિકામાં રહીને પણ અહીંના જેવી ચોખ્ખાઈની આપણામાં કચાશ છે. મારો જ દાખલો લો. હું કપડાં બદલીને બાથરૂમના હેમ્પરમાં નાંખતો નથી પણ બેડરૂમ વચ્ચોવચ્ચ ઢગલો કરું છું. એ કપડાં બેડરૂમની વચ્ચોવચ્ચ પડયાં છે એ મને દેખાતું જ નથી. જમી રહ્યા પછી ટેબલ પરની મારી ડિશ સીન્ક સુધી પણ લઈ જતો નથી. ટોઈલેટ સીટ ઊંચી કરવાનું હજુ ભૂલી જાઉં છું.’ | નલિનભાઈ હજુ આગળ વિચારે ત્યાં તો દલસુખભાઈ બોલવા ઊભા થયા : 'મારી ઘરવાળી ચન્દ્રકાન્તા કહે છે કે આપણે પુરુષોને ઘર સારું રાખતાં, સાફ કરતાં આવડતું નથી. અમેરિકામાં રહીને પણ અહીંના જેવી ચોખ્ખાઈની આપણામાં કચાશ છે. મારો જ દાખલો લો. હું કપડાં બદલીને બાથરૂમના હેમ્પરમાં નાંખતો નથી પણ બેડરૂમ વચ્ચોવચ્ચ ઢગલો કરું છું. એ કપડાં બેડરૂમની વચ્ચોવચ્ચ પડયાં છે એ મને દેખાતું જ નથી. જમી રહ્યા પછી ટેબલ પરની મારી ડિશ સીન્ક સુધી પણ લઈ જતો નથી. ટોઈલેટ સીટ ઊંચી કરવાનું હજુ ભૂલી જાઉં છું.’ | ||
'દલસુખભાઈ, શોકસભામાં આત્મકથા કરો મા.' મનસુખભાઈ બોલનારની નજીક સરકી કાનમાં કહી આવ્યા. | |||
'હા, હા, નલિનભાઈની વાત પર જ આવું છું. હું માનું છું કે નલિનભાઈ મારાથી બહુ જુદા નહીં હોય. મારું કહેવાનું છે તે આ : મારા 'ડન્કીન ડોનટસ' સ્ટોરમાં મેરી વિલ્સન સાફસૂફી માટે આવે છે. એને પૈસા આપીને નલિનભાઈને ઘેર સાફસૂફી માટે મોકલવાની જવાબદારી હું માથે લઉં છું. | |||
નલિનભાઈને થયું આ મેરી વિલ્સન કોણ હશે? નાની ઉંમરની હશે કે આધેડ? બાંધો કેવો હશે? ભણેલી હશે કે અભણ? નલિનભાઈ સોફા પર બેઠા હશે ત્યાં સામે જ વૅક્યુમ કરશે કે એમને બીજા રૂમમાં જવાનું કહેશે? એને ઈન્ડિયન ખાવાનું ભાવતું હશે? વેજિટેરિયન હોય તો સારું. | નલિનભાઈને થયું આ મેરી વિલ્સન કોણ હશે? નાની ઉંમરની હશે કે આધેડ? બાંધો કેવો હશે? ભણેલી હશે કે અભણ? નલિનભાઈ સોફા પર બેઠા હશે ત્યાં સામે જ વૅક્યુમ કરશે કે એમને બીજા રૂમમાં જવાનું કહેશે? એને ઈન્ડિયન ખાવાનું ભાવતું હશે? વેજિટેરિયન હોય તો સારું. | ||
લોકોએ તાળી પાડી. નલિનભાઈએ મેરી વિલ્સનના વિચારો વચ્ચે જોરથી એક ધ્રુસકું ભર્યું. | લોકોએ તાળી પાડી. નલિનભાઈએ મેરી વિલ્સનના વિચારો વચ્ચે જોરથી એક ધ્રુસકું ભર્યું. | ||
| Line 42: | Line 42: | ||
શિવશંકર જટાશંકર ત્રિવેદીએ સૂરીલા અવાજમાં ગીતાના બારમા અધ્યાય અને શાંતિમંત્રનું પઠન કર્યું. પછી મનસુખભાઈ નલિનભાઈ પાસે ગયા. વિજયાબહેનની શબપેટીની પ્રદક્ષિણાની શરૂઆત નલિનભાઈએ કરવી જોઈએ એ સૂચવ્યું. | શિવશંકર જટાશંકર ત્રિવેદીએ સૂરીલા અવાજમાં ગીતાના બારમા અધ્યાય અને શાંતિમંત્રનું પઠન કર્યું. પછી મનસુખભાઈ નલિનભાઈ પાસે ગયા. વિજયાબહેનની શબપેટીની પ્રદક્ષિણાની શરૂઆત નલિનભાઈએ કરવી જોઈએ એ સૂચવ્યું. | ||
નલિનભાઈ ઊભા થયા. શબપેટી પાસે ગયા. વિજયાબહેનના મોઢા સામે જોઈ રહ્યા. | નલિનભાઈ ઊભા થયા. શબપેટી પાસે ગયા. વિજયાબહેનના મોઢા સામે જોઈ રહ્યા. | ||
'અરેરે, તું ચૂડીચાંલ્લો પહેરીને જાય છે. મને અહીં સાવ નોંધારો છોડી દીધો. મારી વાડી સાવ ઉજ્જડ થઈ ગઈ. તારા વના મારું શું થશે? હવે કેમ કરીને જીવવું? કોઈનીય છાતીમાં ચીરા પડે એમ નલિનભાઈ આક્રંદ કરતા હતા. હૉલમાં હાજર સૌની આંખોમાંથી પાણી વહી જતાં હતાં. 'બસ નલિન બસ, ઈશ્વરને જે ગમ્યું તે ખરું.' મનસુખભાઈ સાંત્વન આપતા હતા. | |||
થોડીવાર લોકો બેસી રહ્યા. કેટલાક મૂંગા બેઠા. કેટલાક ગુસપુસ કરતા હતા. | થોડીવાર લોકો બેસી રહ્યા. કેટલાક મૂંગા બેઠા. કેટલાક ગુસપુસ કરતા હતા. | ||
ફ્યુનરલ હોમનો અન્ડરટેકર આવ્યો. શબપેટી બંધ કરી સ્મશાનગૃહમાં લઈ ગયો. શબપેટી ભઠ્ઠીમાં મૂકી. લોકો વિખેરાવા લાગ્યા. | ફ્યુનરલ હોમનો અન્ડરટેકર આવ્યો. શબપેટી બંધ કરી સ્મશાનગૃહમાં લઈ ગયો. શબપેટી ભઠ્ઠીમાં મૂકી. લોકો વિખેરાવા લાગ્યા. | ||
'નલિન, મારે ઘેર આવવું છે?' | |||
'મનસુખ, મારા પગ ભારે થઈ ગયા છે, પણ હું ઘેર જ જઈશ.' નલિનભાઈએ કહ્યું. | |||
નલિનભાઈ ઘેર આવ્યા. વિજયાબહેનની કચકચ વિનાનું ઘર એમને ગમ્યું. હાશકારા સાથે નલિનભાઈએ કપડાં બદલી પથારીમાં લંબાવ્યું. ટીવી ચાલુ કર્યું. એમની આંખો કયારે મળી ગઈ ખબર પણ ના પડી. | નલિનભાઈ ઘેર આવ્યા. વિજયાબહેનની કચકચ વિનાનું ઘર એમને ગમ્યું. હાશકારા સાથે નલિનભાઈએ કપડાં બદલી પથારીમાં લંબાવ્યું. ટીવી ચાલુ કર્યું. એમની આંખો કયારે મળી ગઈ ખબર પણ ના પડી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|<nowiki>***</nowiki>}} | {{center|<nowiki>***</nowiki>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નક્કી કર્યા પ્રમાણે સોમ બુધ શુક્ર જમવાનું ઘેર આવવા માંડ્યું. બાકીના દિવસોએ જમવાનાં નિમંત્રણ હતાં. ઘરસફાઈ માટે 'ડન્કીન ડોનટ્સ'ની મેરી વિલ્સન આવવા માંડી. દલસુખભાઈએ ચોખવટ નહોતી કરી કે મેરી વિલ્સન બ્લૅક છે. નલિનભાઈને એમ કે કોઈ ધોળી છોકરી કે બાઈ આવશે. એ કરતી હશે ત્યારે નલિનભાઈ સોફા પર બેઠા બેઠા એની સાથે ઈન્ડિયાની વાતો કરશે. છોકરીને કુતૂહલ હશે તો ઈન્ડિયાની કાસ્ટ સિસ્ટમ, સ્ટુપિડ મૅરેજ સિસ્ટમ, સંયુક્ત કુટુંબના {{Poem2Close}} | નક્કી કર્યા પ્રમાણે સોમ બુધ શુક્ર જમવાનું ઘેર આવવા માંડ્યું. બાકીના દિવસોએ જમવાનાં નિમંત્રણ હતાં. ઘરસફાઈ માટે 'ડન્કીન ડોનટ્સ'ની મેરી વિલ્સન આવવા માંડી. દલસુખભાઈએ ચોખવટ નહોતી કરી કે મેરી વિલ્સન બ્લૅક છે. નલિનભાઈને એમ કે કોઈ ધોળી છોકરી કે બાઈ આવશે. એ કરતી હશે ત્યારે નલિનભાઈ સોફા પર બેઠા બેઠા એની સાથે ઈન્ડિયાની વાતો કરશે. છોકરીને કુતૂહલ હશે તો ઈન્ડિયાની કાસ્ટ સિસ્ટમ, સ્ટુપિડ મૅરેજ સિસ્ટમ, સંયુક્ત કુટુંબના ફાયદા અને ગેરફાયદા, હિંદુ રીતરિવાજો વગેરે વિશે સમજાવશે. છોકરી ગમી જાય એવી હશે તો ટીવી પર ફિલ્મ સાથે જોશે. સિક્રેટલી ડેટીંગ કરશે. એને બદલે - છટ્, કાળા સાથે તે વાતો કે પ્રેમ થતા હશે? નલિનભાઈ મનેમાં બબડયા. | ||
{{Poem2Close}} | |||
{{center|<nowiki>***</nowiki>}} | {{center|<nowiki>***</nowiki>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એક દિવસ સાંજે જયવતીબહેન એકલાં જમવાનું લઈને આવ્યાં. | એક દિવસ સાંજે જયવતીબહેન એકલાં જમવાનું લઈને આવ્યાં. | ||
‘કેમ હરિવદન નહીં આવ્યો?' | ‘કેમ હરિવદન નહીં આવ્યો?' | ||
'એનું માથું દુઃખે છે.' કહી જયવતીબહેને જમવાનું પીરસ્યું. | |||
'તમને રોજ રોજ દાળ-ભાત-શાક રોટલી ખાઈને કંટાળો નથી આવતો?’ | |||
'આવે છે ને,' નલિનભાઈએ કહ્યું. | |||
'તો.' | |||
'તો શું?' | |||
‘તમને પીઝ્ઝા ભાવે?' | ‘તમને પીઝ્ઝા ભાવે?' | ||
'અરે, બહુ ભાવે. કાંદા અને મરચાંવાળો.' | |||
'પરમ દિવસે હરિવદન બહાર જવાનો છે. આપણે 'પીઝા હટ'માં જવું છે?' જયવતીબહેને સૂચવ્યું. | |||
'તું કહે છે તો વ્હાય નોટ? ઈટ વીલ બી માઈ ટ્રીટ. ઓ.કે.?’ જયવતીબહેને બીજી રોટલી પીરસી. | |||
'મારે બીજી પણ વાત કરવી' તી.' | |||
'શી વાત? બોલ ને.' નલિનભાઈએ કહ્યું. | |||
'કહું કે નહીં?' | |||
'મારા સમ. કહી દે જે મનમાં હોય તે.’ | 'મારા સમ. કહી દે જે મનમાં હોય તે.’ | ||
‘તમે કોઈની સાથે બહેનપણા કરોને. તમે કાંઈ ઘરડા નથી થયા.' જયવતીબહેન બોલ્યાં. | ‘તમે કોઈની સાથે બહેનપણા કરોને. તમે કાંઈ ઘરડા નથી થયા.' જયવતીબહેન બોલ્યાં. | ||
'તારા ધ્યાનમાં કોઈ છે?’ | |||
'અમારા સ્વાધ્યાયમાં કેટલીય એકલી આવે છે.' | |||
'મને 'સ્વાધ્યાય'વાળી સ્ત્રી નહીં જોઈએ. કોઈ રસિક એટલે કે—' | |||
‘તે તમે એમ માનો છો કે 'સ્વાધ્યાય'વાળીને બીજો રસ જ નહીં હોય?' જયવતી બહેન ત્રીજી રોટલી પીરસતાં બોલ્યાં. | ‘તે તમે એમ માનો છો કે 'સ્વાધ્યાય'વાળીને બીજો રસ જ નહીં હોય?' જયવતી બહેન ત્રીજી રોટલી પીરસતાં બોલ્યાં. | ||
'સાચે જ? મને તો મીઠી મીઠી વાતો કરે, મારી સાથે ફરવા આવે, મારી સાથે બેસીને ફિલ્મ જુએ એવી સ્ત્રી ગમે. તને એવું ગમે?' નલિનભાઈએ જયવતીબહેનનો ચોથી રોટલી પીરસતો હાથ પકડીને પૂછ્યું. 'અત્યારે જમી લો.' જયવતીબહેન નલિનભાઈનો હાથ છોડાવતાં બોલ્યાં. જયવતીબહેન ગયા પછી નલિનભાઈ વિચારે ચડ્યા. | |||
જયવતીને હરિવદન બહુ ગમતો નહીં હોય. કેવો જાડોપાડો થઈ ગયો છે. જ્યારે જુઓ ત્યારે ટર્ટલ નેક, સ્વેટરમાંથી એની ફાંદ ડોકાતી હોય છે. પાછો મારો બેટો, એકસો વીસ તમાકુમાં ચૂનો ચોળીને ખાય છે. એનું મોં કેવું ગંધાતું હશે? જયવતી એવાને થોડી ચૂમવાની છે? 'સ્વાધ્યાય'માં ન જાય તો શું કરે? | જયવતીને હરિવદન બહુ ગમતો નહીં હોય. કેવો જાડોપાડો થઈ ગયો છે. જ્યારે જુઓ ત્યારે ટર્ટલ નેક, સ્વેટરમાંથી એની ફાંદ ડોકાતી હોય છે. પાછો મારો બેટો, એકસો વીસ તમાકુમાં ચૂનો ચોળીને ખાય છે. એનું મોં કેવું ગંધાતું હશે? જયવતી એવાને થોડી ચૂમવાની છે? 'સ્વાધ્યાય'માં ન જાય તો શું કરે? | ||
નલિનભાઈ બુધવારની રાહ જોવા માંડયા. જયવતી આવશે એટલે સાથે 'પીઝ્ઝા હટ'માં જશે. થીન ક્રસ્ટ પીઝ્ઝા વિથ અનિયન્સ ઍન્ડ હોટ પેપર્સ ઓર્ડર કરશે. પીઝ્ઝા ખાતા ખાતા અલકમલકની વાતો કરશે ને હિલોળા લેશે. | નલિનભાઈ બુધવારની રાહ જોવા માંડયા. જયવતી આવશે એટલે સાથે 'પીઝ્ઝા હટ'માં જશે. થીન ક્રસ્ટ પીઝ્ઝા વિથ અનિયન્સ ઍન્ડ હોટ પેપર્સ ઓર્ડર કરશે. પીઝ્ઝા ખાતા ખાતા અલકમલકની વાતો કરશે ને હિલોળા લેશે. | ||
છેવટે બુધવાર આવ્યો. સાંજે પાંચ વાગ્યા. જયવતી સાત વાગે આવે છે. નલિનભાઈ બાથરૂમમાં ગયા. ઘસી ઘસીને મોઢું ધોયું. કોલોન સ્પ્રે કર્યું. અરીસામાં જોઈને વાળ ઓળ્યા. પછી પલંગ પર લંબાવી ટીવી પર ઈવનિંગ ન્યૂઝ શરૂ કર્યા. ન્યૂઝ જોતાં જોતાં ઝોકું આવી ગયું. બારણું થપથપાવવાના અવાજે જાગી ગયા. જયવતી હશે, બારણું હજી જોરથી ખટખટતું હતું. -આવું છું, આવું છું, કહી નલિનભાઈએ બારણું ખોલ્યું. | છેવટે બુધવાર આવ્યો. સાંજે પાંચ વાગ્યા. જયવતી સાત વાગે આવે છે. નલિનભાઈ બાથરૂમમાં ગયા. ઘસી ઘસીને મોઢું ધોયું. કોલોન સ્પ્રે કર્યું. અરીસામાં જોઈને વાળ ઓળ્યા. પછી પલંગ પર લંબાવી ટીવી પર ઈવનિંગ ન્યૂઝ શરૂ કર્યા. ન્યૂઝ જોતાં જોતાં ઝોકું આવી ગયું. બારણું થપથપાવવાના અવાજે જાગી ગયા. જયવતી હશે, બારણું હજી જોરથી ખટખટતું હતું. -આવું છું, આવું છું, કહી નલિનભાઈએ બારણું ખોલ્યું. | ||
{{Poem2Close}} | |||
{{center|<nowiki>***</nowiki>}} | |||
{{Poem2Open}} | |||
કેમ આટલી વાર લાગી? રવિવારની મોડી સવારેય પેલી ફિલ્મ જોતા'તા કે શું? હું સવારે ઉતાવળમાં સ્વાધ્યાયમાં જવા નીકળી. ચાવી અંદર રહી ગઈ ને બારણું લૉક થઈ ગયું. આટલી ઘંટડી મારી એય સાંભળતા નથી? છેવટે બારણું થપથપાવવું પડયું. કેવા ધણી સાથે પનારો પડયો છે, મારો? સ્વાધ્યાય માટે ઘર બહાર પગ મૂક્યો નથી ને અહીં ફિલ્મ શરૂ થઈ નથી... | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|<nowiki>***</nowiki>}} | {{center|<nowiki>***</nowiki>}} | ||