23,710
edits
No edit summary |
No edit summary |
||
| Line 24: | Line 24: | ||
નલિનભાઈએ મિત્ર ડૉક્ટર સચીન ભટ્ટને બોલાવ્યા. વિજયાબહેનને તપાસી ડૉકટર ભટ્ટે જાહેર કર્યું કે વિજયાબહેન હૃદયરોગના હુમલાને કારણે ગુજરી ગયાં. | નલિનભાઈએ મિત્ર ડૉક્ટર સચીન ભટ્ટને બોલાવ્યા. વિજયાબહેનને તપાસી ડૉકટર ભટ્ટે જાહેર કર્યું કે વિજયાબહેન હૃદયરોગના હુમલાને કારણે ગુજરી ગયાં. | ||
સવાર થતામાં તો વિજયાબહેનના મરણના સમાચાર સૌ ઓળખીતાપાળખીતાને પહોંચી ગયા. મિત્રોને જે સૂઝ્યું તે એકબીજાને કહ્યું : ‘બિચારા નલિનભાઈ, આ ઉંમરે રંડાયા.' | સવાર થતામાં તો વિજયાબહેનના મરણના સમાચાર સૌ ઓળખીતાપાળખીતાને પહોંચી ગયા. મિત્રોને જે સૂઝ્યું તે એકબીજાને કહ્યું : ‘બિચારા નલિનભાઈ, આ ઉંમરે રંડાયા.' | ||
‘ખાવાપીવાની કેટલી અગવડ પડશે!' બીજું બોલ્યું. | |||
‘એકલા પુરુષને ઘર ચલાવવાની સૂઝેય ના હોય’, ત્રીજાએ સૂર પુરાવ્યો. | |||
‘દીકરાની વહુ અમેરિકન છે એટલે એ ઘરનાં બારણાં તો એમને માટે હંમેશનાં બંધ જ સમજો.' ચોથાએ ભવિષ્ય ભાખ્યું. | |||
નલિનભાઈના મિત્રોએ વેસ્ટ હિલ સેમેટરીના સ્મશાનગૃહમાં વિજયાબહેનના અગ્નિસંસ્કાર કરવાનું નક્કી કર્યું. અમેરિકન રિવાજ પ્રમાણે શબને ઘરમાંથી ફ્યુનરલ હોમમાં ખસેડયું. અગ્નિસંસ્કાર પહેલાં શોકસભા કરવી એવું પણ ઠરાવ્યું. | નલિનભાઈના મિત્રોએ વેસ્ટ હિલ સેમેટરીના સ્મશાનગૃહમાં વિજયાબહેનના અગ્નિસંસ્કાર કરવાનું નક્કી કર્યું. અમેરિકન રિવાજ પ્રમાણે શબને ઘરમાંથી ફ્યુનરલ હોમમાં ખસેડયું. અગ્નિસંસ્કાર પહેલાં શોકસભા કરવી એવું પણ ઠરાવ્યું. | ||
શોકસભામાં થોડાં સગાં-વહાલાં, થોડા મિત્રો, સહેજસાજ ઓળખાણવાળા અને વધુ તો કુતૂહલવાળા આવ્યા. ભારતીય સ્ત્રીઓ સફેદ સાલ્લામાં હતી. પુરુષોમાં કોઈએ સૂટ પહેરેલો હતો, કોઈએ લેંઘો-ઝભ્ભો, કોઈ ટી-શર્ટ અને જીન્સમાં હતું. | શોકસભામાં થોડાં સગાં-વહાલાં, થોડા મિત્રો, સહેજસાજ ઓળખાણવાળા અને વધુ તો કુતૂહલવાળા આવ્યા. ભારતીય સ્ત્રીઓ સફેદ સાલ્લામાં હતી. પુરુષોમાં કોઈએ સૂટ પહેરેલો હતો, કોઈએ લેંઘો-ઝભ્ભો, કોઈ ટી-શર્ટ અને જીન્સમાં હતું. | ||