23,710
edits
m (Meghdhanu moved page પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા - જયંત કોઠારી/કાવ્યનું લક્ષ્ય – આનંદ to પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/કાવ્યનું લક્ષ્ય – આનંદ without leaving a redirect) |
(Reference Corrections) |
||
| Line 5: | Line 5: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કવિતા પાસે આપણે કૅથાર્સિસ માટે જઈએ છીએ એવું ઍરિસ્ટૉટલ નથી કહેતા. પરંતુ કવિતા પાસેથી આપણી અપેક્ષા આનંદની હોય છે એવું તો તે સ્પષ્ટપણે કહે છે : “ટ્રૅજેડી પાસેથી આપણે ગમે તેવા આનંદની અપેક્ષા રાખવી જોઈએ નહીં, પણ એને યોગ્ય આનંદની જ અપેક્ષા રાખવી જોઈએ...” ‘પોએટિક્સ’માં ઍરિસ્ટૉટલ કૅથાર્સિસનું નામ એક જ વખત લે છે, જ્યારે આનંદનો ઉલ્લેખ નહીં નહીં તોયે દશબાર વખત કરે છે. કાવ્યનાટકના ઘણાંબધાં અંગોની તપાસ પણ એ આનંદને ધોરણે કરે છે. આ ઉપરથી એમ સમજાય છે કે આનંદ એમને મતે કાવ્યનું મુખ્ય અને અનિવાર્ય લક્ષ્ય છે. | કવિતા પાસે આપણે કૅથાર્સિસ માટે જઈએ છીએ એવું ઍરિસ્ટૉટલ નથી કહેતા. પરંતુ કવિતા પાસેથી આપણી અપેક્ષા આનંદની હોય છે એવું તો તે સ્પષ્ટપણે કહે છે : “ટ્રૅજેડી પાસેથી આપણે ગમે તેવા આનંદની અપેક્ષા રાખવી જોઈએ નહીં, પણ એને યોગ્ય આનંદની જ અપેક્ષા રાખવી જોઈએ...” ‘પોએટિક્સ’માં ઍરિસ્ટૉટલ કૅથાર્સિસનું નામ એક જ વખત લે છે, જ્યારે આનંદનો ઉલ્લેખ નહીં નહીં તોયે દશબાર વખત કરે છે. કાવ્યનાટકના ઘણાંબધાં અંગોની તપાસ પણ એ આનંદને ધોરણે કરે છે. આ ઉપરથી એમ સમજાય છે કે આનંદ એમને મતે કાવ્યનું મુખ્ય અને અનિવાર્ય લક્ષ્ય છે. | ||
પણ કવિતામાંથી આનંદ પ્રાપ્ત થાય છે શા કારણથી? ટ્રૅજેડીના કાર્યની વાત કરતાં ઍરિસ્ટૉટલે કરુણા અને ભયની લાગણીઓનું કૅથાર્સિસ સાધે છે એટલું જ કહ્યું છે; પણ કૅથાર્સિસને પરિણામે આનંદનો અનુભવ થાય છે એમ ઍરિસ્ટૉટલ માને છે ખરા.૨૮ તેથી કવિતાના લક્ષ્ય તરીકે એમને આ કેથાર્સિસજન્ય આનંદ જ અભિપ્રેત હશે એવું અનુમાન કરી શકાય. આ અનુમાન ખોટું નથી, પરંતુ આ આનંદને કવિતાનું ચરમ અને પરમ લક્ષ્ય ગણી શકાય ખરું? આ તો મનની સ્વાસ્થ્યસિદ્ધિનો આનંદ થયો, એને કલાત્મક આનંદ કહી શકાય ખરો? બધા માણસોને કવિતામાંથી આ સ્વાસ્થ્યસિદ્ધિનો આનંદ મળે ખરો? | પણ કવિતામાંથી આનંદ પ્રાપ્ત થાય છે શા કારણથી? ટ્રૅજેડીના કાર્યની વાત કરતાં ઍરિસ્ટૉટલે કરુણા અને ભયની લાગણીઓનું કૅથાર્સિસ સાધે છે એટલું જ કહ્યું છે; પણ કૅથાર્સિસને પરિણામે આનંદનો અનુભવ થાય છે એમ ઍરિસ્ટૉટલ માને છે ખરા.૨૮ <ref>“All experience a certain catharsis and pleasant relief.” – પૉલિટિક્સ, ઉદ્ધૃત, હમ્ફ્રી હાઉસ, ઍરિસ્ટૉટલ્ઝ પોએટિક્સ, પૃ. ૧૦૭.</ref> તેથી કવિતાના લક્ષ્ય તરીકે એમને આ કેથાર્સિસજન્ય આનંદ જ અભિપ્રેત હશે એવું અનુમાન કરી શકાય. આ અનુમાન ખોટું નથી, પરંતુ આ આનંદને કવિતાનું ચરમ અને પરમ લક્ષ્ય ગણી શકાય ખરું? આ તો મનની સ્વાસ્થ્યસિદ્ધિનો આનંદ થયો, એને કલાત્મક આનંદ કહી શકાય ખરો? બધા માણસોને કવિતામાંથી આ સ્વાસ્થ્યસિદ્ધિનો આનંદ મળે ખરો? | ||
ઍરિસ્ટૉટલ પોતે આનંદના બે પ્રકારો પાડે છે. કોઈ પણ ઊણપ દૂર થવાથી જે આનંદ જન્મે છે તેને એ પ્રાસંગિક કે આકસ્મિક (ઇન્સિડેન્ટલ) આનંદ ગણે છે; જ્યારે, પૂર્વજરૂરિયાતના ભાન વિના આપણે કોઈ પણ વસ્તુ કરીએ અને તેમાં આપણી શક્તિઓનું પ્રવર્તન થાય તો એને કારણે નીપજતા આનંદને તે શુદ્ધ આનંદ કહે છે. | ઍરિસ્ટૉટલ પોતે આનંદના બે પ્રકારો પાડે છે. કોઈ પણ ઊણપ દૂર થવાથી જે આનંદ જન્મે છે તેને એ પ્રાસંગિક કે આકસ્મિક (ઇન્સિડેન્ટલ) આનંદ ગણે છે; જ્યારે, પૂર્વજરૂરિયાતના ભાન વિના આપણે કોઈ પણ વસ્તુ કરીએ અને તેમાં આપણી શક્તિઓનું પ્રવર્તન થાય તો એને કારણે નીપજતા આનંદને તે શુદ્ધ આનંદ કહે છે.<ref>હમ્ફ્રી હાઉસ, ઍરિસ્ટૉટલ્ઝ પોએટિક્સ, પૃ. ૧૧૩-૧૪.</ref> આ રીતે જોઈએ તો કૅથાર્સિસને કારણે ઊપજતો આનંદ તે આકસ્મિક આનંદ કહેવાય. શુદ્ધ આનંદ નહીં. તો, કવિતામાંથી કોઈ શુદ્ધ આનંદ પ્રાપ્ત થાય છે કે નહીં? વળી આપણે આગળ જોયું તેમ આદર્શ ઍરિસ્ટૉટેલિઅન માણસને જો કૅથાર્સિસ ન થતું હોય તો તેમાંથી પરિણમતો આનંદ તેને કેમ પ્રાપ્ત થાય? બધા માણસોને પ્રાપ્ત થાય એવો કવિતાનો કોઈ આનંદ ખરો કે નહીં? | ||
આનો જવાબ શોધવામાં ઍરિસ્ટૉટલનું એક વિધાન માર્ગદર્શક થાય એવું છે. એ કહે છે કે “ટ્રૅજેડી પાસેથી આપણે ગમે તેવા આનંદની અપેક્ષા રાખવી નહીં જોઈએ, પણ યોગ્ય આનંદની અપેક્ષા રાખવી જોઈએ; અને કવિએ જે આનંદ આપવાનો છે તે અનુકરણ પામેલ કરુણા અને ભયમાંથી જન્મે છે તેથી એ દેખીતું છે કે પ્રસંગો પર આ ગુણની મુદ્રા અંકિત થવી જોઈએ.” અહીં એમણે કરુણા અને ભયની વાત કરી છે, પણ કૅથાર્સિસની નહીં. દરેક કળાનો અને કવિતાપ્રકારનો આનંદ જુદો હોય છે. વિશિષ્ટ છાપવાળો હોય છે એમ ઍરિસ્ટૉટલ માને છે અને તે મુજબ એમણે અહીં કરુણા અને ભયની છાપવાળા આનંદને ટ્રૅજેડીનો વિશિષ્ટ આનંદ કહ્યો છે. એ જ રીતે, કૉમેડીના આનંદને પણ હાંસીમશ્કરીનો રંગ લાગેલો હોય છે, પરંતુ આ આનંદ કૅથાર્સિસ પામેલ કરુણા અને ભયને કારણે જન્મે છે એમ ઍરિસ્ટૉટલ નથી કહેતા. અનુકરણ પામેલ કરુણા અને ભયને કારણે જન્મે છે એમ કહે છે એટલે કે કેથાર્સિસજન્ય નહીં પણ અનુકરણ કે નિરૂપણજન્ય આનંદની અહીં એ વાત કરી રહ્યા છે. આ આનંદ તો શુદ્ધ અને સાર્વત્રિક ગણાયને? અને જો આ આનંદની આપણે કવિતા પાસેથી અપેક્ષા રાખવાની હોય અને કવિએ એ આનંદ જ આપણને આપવાનો હોય તો કવિતાના મુખ્ય અને અનિવાર્ય લક્ષ્ય તરીકે ઍરિસ્ટૉટલને આ આનંદ જ અભિપ્રેત છે એમ માનવું જોઈએને? | આનો જવાબ શોધવામાં ઍરિસ્ટૉટલનું એક વિધાન માર્ગદર્શક થાય એવું છે. એ કહે છે કે “ટ્રૅજેડી પાસેથી આપણે ગમે તેવા આનંદની અપેક્ષા રાખવી નહીં જોઈએ, પણ યોગ્ય આનંદની અપેક્ષા રાખવી જોઈએ; અને કવિએ જે આનંદ આપવાનો છે તે અનુકરણ પામેલ કરુણા અને ભયમાંથી જન્મે છે તેથી એ દેખીતું છે કે પ્રસંગો પર આ ગુણની મુદ્રા અંકિત થવી જોઈએ.” અહીં એમણે કરુણા અને ભયની વાત કરી છે, પણ કૅથાર્સિસની નહીં. દરેક કળાનો અને કવિતાપ્રકારનો આનંદ જુદો હોય છે. વિશિષ્ટ છાપવાળો હોય છે એમ ઍરિસ્ટૉટલ માને છે અને તે મુજબ એમણે અહીં કરુણા અને ભયની છાપવાળા આનંદને ટ્રૅજેડીનો વિશિષ્ટ આનંદ કહ્યો છે. એ જ રીતે, કૉમેડીના આનંદને પણ હાંસીમશ્કરીનો રંગ લાગેલો હોય છે, પરંતુ આ આનંદ કૅથાર્સિસ પામેલ કરુણા અને ભયને કારણે જન્મે છે એમ ઍરિસ્ટૉટલ નથી કહેતા. અનુકરણ પામેલ કરુણા અને ભયને કારણે જન્મે છે એમ કહે છે એટલે કે કેથાર્સિસજન્ય નહીં પણ અનુકરણ કે નિરૂપણજન્ય આનંદની અહીં એ વાત કરી રહ્યા છે. આ આનંદ તો શુદ્ધ અને સાર્વત્રિક ગણાયને? અને જો આ આનંદની આપણે કવિતા પાસેથી અપેક્ષા રાખવાની હોય અને કવિએ એ આનંદ જ આપણને આપવાનો હોય તો કવિતાના મુખ્ય અને અનિવાર્ય લક્ષ્ય તરીકે ઍરિસ્ટૉટલને આ આનંદ જ અભિપ્રેત છે એમ માનવું જોઈએને? | ||
અનુકરણની વૃત્તિ કાવ્યના મૂળમાં છે એવું ઍરિસ્ટૉટલે ‘પોએટિક્સ’ના એક ચર્ચાસ્પદ ખંડમાં કહેલું છે તે આપણે શરૂઆતમાં જોઈ ગયા છીએ. અનુકરણથી થતા આનંદની વાત પણ ઍરિસ્ટૉટલ ત્યાં કરે છે : “...અનુકૃત વસ્તુઓમાંથી અનુભવાતો આનંદ કંઈ ઓછો સાર્વત્રિક નથી... જે પદાર્થોને આપણે પીડાની લાગણીથી જોઈએ છીએ તેમનું જ્યારે સૂક્ષ્મ યથાતથતાથી પુનર્નિર્માણ કરવામાં આવે છે ત્યારે તેમનું વિમર્શન કરતાં આપણને આનંદ આવે છે. જેમ કે, અત્યંત કદરૂપાં પ્રાણીઓની કે મૃતદેહોની આકૃતિઓ. આનું કારણ વળી એ છે કે ઓળખવાની ક્રિયા તત્ત્વચિંતકોને જ નહીં, માનવમાત્રને અત્યંત રમણીય આનંદ આપે છે... આમ, લોકો સાદૃશ્ય જોવામાં કેમ આનંદ અનુભવે છે એનું કારણ એ છે કે એનું વિમર્શન કરતાં તેઓ અભિજ્ઞાન પામતા કે અનુમાન કરતા, અને કદાચ કહેતા હોય છે : ‘અરે, આ તો તે છે.’ ” | અનુકરણની વૃત્તિ કાવ્યના મૂળમાં છે એવું ઍરિસ્ટૉટલે ‘પોએટિક્સ’ના એક ચર્ચાસ્પદ ખંડમાં કહેલું છે તે આપણે શરૂઆતમાં જોઈ ગયા છીએ. અનુકરણથી થતા આનંદની વાત પણ ઍરિસ્ટૉટલ ત્યાં કરે છે : “...અનુકૃત વસ્તુઓમાંથી અનુભવાતો આનંદ કંઈ ઓછો સાર્વત્રિક નથી... જે પદાર્થોને આપણે પીડાની લાગણીથી જોઈએ છીએ તેમનું જ્યારે સૂક્ષ્મ યથાતથતાથી પુનર્નિર્માણ કરવામાં આવે છે ત્યારે તેમનું વિમર્શન કરતાં આપણને આનંદ આવે છે. જેમ કે, અત્યંત કદરૂપાં પ્રાણીઓની કે મૃતદેહોની આકૃતિઓ. આનું કારણ વળી એ છે કે ઓળખવાની ક્રિયા તત્ત્વચિંતકોને જ નહીં, માનવમાત્રને અત્યંત રમણીય આનંદ આપે છે... આમ, લોકો સાદૃશ્ય જોવામાં કેમ આનંદ અનુભવે છે એનું કારણ એ છે કે એનું વિમર્શન કરતાં તેઓ અભિજ્ઞાન પામતા કે અનુમાન કરતા, અને કદાચ કહેતા હોય છે : ‘અરે, આ તો તે છે.’ ” | ||
| Line 17: | Line 17: | ||
નિરુપયોગી કળાનું આવું ગૌરવ ઍરિસ્ટૉટલ જ કરી શકે. | નિરુપયોગી કળાનું આવું ગૌરવ ઍરિસ્ટૉટલ જ કરી શકે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''પાદટીપ''' | |||
{{reflist}} | |||
{{HeaderNav2 | |||
|previous = કાવ્યનું ફલ : કૅથાર્સિસ | |||
|next = કૅથાર્સિસ-અનુકરણ-આનંદ | |||
}} | |||