23,710
edits
No edit summary |
No edit summary |
||
| Line 110: | Line 110: | ||
છેલ્લા પાંચ દાયકામાં ગુજરાતી નાટક સંસ્કૃત નાટકની પ્રણાલિકા મૂકી પાશ્ચાત્ય નાટકની પ્રણાલિકા તરફ ઉત્તરોત્તર વિશેષ પ્રમાણમાં ઢળતું ગયું છે. કવિશ્રી ન્હાનાલાલનાં લાક્ષણિક કવિતાઈ ભાવનાપ્રધાન નાટ્યસર્જનો, પાશ્ચાત્ય ત્રિઅંકી અને નાનાં ગદ્યનાટકોના સ્વરૂપનાં શ્રી મુનશી અને શ્રી.ચંદ્રવદન મહેતા જેવાનાં ગંભીર અને પ્રહસનાત્મક નાટકો, બટુભાઈ ઉમરવાડિયા, પ્રાણજીવન પાઠક અને ભારતીદેવી જેવાંનાં ઇબ્સન-શૈલીનાં વિચારલક્ષી સંવાદપ્રધાન નાટકો, શ્રી ઉમાશંકર જોશી, શ્રી જયંતિ દલાલ, શ્રી દુર્ગેશ શુક્લ, શ્રી ચુનીલાલ મડિયા, શ્રી શિવકુમાર જોશી જેવાનાં એકાંકી નાટકો, અને બીજા કેટલાકોનાં બાળનાટકો, સંગીતનાટકો, રેડિયો-રૂપકો, એમ ઘણા નવા નાટ્યપ્રકાર ‘રાઈનો પર્વત’ પછી આપણે ત્યાં સર્જાયા છે, જેણે ગુજરાતી નાટકસાહિત્યને જથ્થા ને ગુણવત્તાની દૃષ્ટિએ સમૃદ્ધ કરવામાં ઠીક ફાળો આપ્યો છે. એમાં નાટકનું બાહ્ય કલાવિધાન સુરેખ ને સચોટ બન્યું છે, વાસ્તવાલેખન વધ્યું છે, સંવાદની ચબરાકી અને જીવન્તતા આવી છે, પ્રયોગશીલતા અને રંગભૂમિદૃષ્ટિ પણ વધતી ચાલી છે. આમ છતાં આંતરિક સામગ્રીની બાબતમાં ‘રાઈનો પર્વત’ જેવાં પક્વતા, ગરવાપણું અને શિષ્ટોન્નતતા તેની પછીનાં નાટકોમાં વિરલ જ દેખાય છે. બાહ્ય ચમકમાં ‘રાઈનો પર્વત’ અનુગામી ગુજરાતી નાટકો આગળ કદાચ ઝાંખું પડશે, પણ તેના આંતર સત્ત્વથી તે એ બધાંના મોટા ભાગને ઝાંખો પાડે તેમ છે. ગુજરાતી નાટકસાહિત્યના એક સીમાચિહ્ન જેવું સ્વસ્થ (Classical) શૈલીનું આ નાટક ગુજરાતી સાહિત્યની એક મૂલ્યવાન ચિરંજીવ પ્રશિષ્ટ કૃતિ (Classic) બની ગયું છે. | છેલ્લા પાંચ દાયકામાં ગુજરાતી નાટક સંસ્કૃત નાટકની પ્રણાલિકા મૂકી પાશ્ચાત્ય નાટકની પ્રણાલિકા તરફ ઉત્તરોત્તર વિશેષ પ્રમાણમાં ઢળતું ગયું છે. કવિશ્રી ન્હાનાલાલનાં લાક્ષણિક કવિતાઈ ભાવનાપ્રધાન નાટ્યસર્જનો, પાશ્ચાત્ય ત્રિઅંકી અને નાનાં ગદ્યનાટકોના સ્વરૂપનાં શ્રી મુનશી અને શ્રી.ચંદ્રવદન મહેતા જેવાનાં ગંભીર અને પ્રહસનાત્મક નાટકો, બટુભાઈ ઉમરવાડિયા, પ્રાણજીવન પાઠક અને ભારતીદેવી જેવાંનાં ઇબ્સન-શૈલીનાં વિચારલક્ષી સંવાદપ્રધાન નાટકો, શ્રી ઉમાશંકર જોશી, શ્રી જયંતિ દલાલ, શ્રી દુર્ગેશ શુક્લ, શ્રી ચુનીલાલ મડિયા, શ્રી શિવકુમાર જોશી જેવાનાં એકાંકી નાટકો, અને બીજા કેટલાકોનાં બાળનાટકો, સંગીતનાટકો, રેડિયો-રૂપકો, એમ ઘણા નવા નાટ્યપ્રકાર ‘રાઈનો પર્વત’ પછી આપણે ત્યાં સર્જાયા છે, જેણે ગુજરાતી નાટકસાહિત્યને જથ્થા ને ગુણવત્તાની દૃષ્ટિએ સમૃદ્ધ કરવામાં ઠીક ફાળો આપ્યો છે. એમાં નાટકનું બાહ્ય કલાવિધાન સુરેખ ને સચોટ બન્યું છે, વાસ્તવાલેખન વધ્યું છે, સંવાદની ચબરાકી અને જીવન્તતા આવી છે, પ્રયોગશીલતા અને રંગભૂમિદૃષ્ટિ પણ વધતી ચાલી છે. આમ છતાં આંતરિક સામગ્રીની બાબતમાં ‘રાઈનો પર્વત’ જેવાં પક્વતા, ગરવાપણું અને શિષ્ટોન્નતતા તેની પછીનાં નાટકોમાં વિરલ જ દેખાય છે. બાહ્ય ચમકમાં ‘રાઈનો પર્વત’ અનુગામી ગુજરાતી નાટકો આગળ કદાચ ઝાંખું પડશે, પણ તેના આંતર સત્ત્વથી તે એ બધાંના મોટા ભાગને ઝાંખો પાડે તેમ છે. ગુજરાતી નાટકસાહિત્યના એક સીમાચિહ્ન જેવું સ્વસ્થ (Classical) શૈલીનું આ નાટક ગુજરાતી સાહિત્યની એક મૂલ્યવાન ચિરંજીવ પ્રશિષ્ટ કૃતિ (Classic) બની ગયું છે. | ||
એવા આ નાટકે વાજબી રીતે જ ગુજરાતના સંમાન્ય વિદ્વાનો ને વિવેચકોને પોતાના પ્રશંસકો બનાવ્યા છે. સ્વ. નરસિંહરાવે ‘ઈ.સ. ૧૯૧૪ની સાલનાં બે નવાં ગુજરાતી નાટકો’ એ મથાળા નીચે ‘વસંત’માં પોતે આરંભેલી લેખમાળાના પહેલા મણકામાં ‘જયા અને જયન્ત’ની સાથે આ નાટકને ‘અપૂર્વ’ એ વિશેષણથી નવાજી, તેને ગુર્જર સાહિત્યના નભોમંડળમાં અસાધારણ દીપ્તિથી દીપી નીકળનાર નાટક રહ્યું છે. ‘રાઈનો પર્વત’ વિશે તેઓ લખી શક્યા નહિ. નહિતર એની વિશેષ પ્રશસ્તિ તથા વિવેચના આપણને એમની પાસેથી મળત. શ્રી નરહિર પરીખ, શ્રી. હિંમતલાલ અંજારિયા, શ્રી. રામનારાયણ પાઠક, શ્રી. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, આદિ વિદ્વાનોએ પણ એની ખૂબીઓ ને કોઈ કોઈ કચાશોની સમાલોચના ઉત્સાહથી કરી છે, જે સરવાળે આ નાટકનું સામર્થ્ય જ બતાવે છે. જેના કલાવિધાનની એકાદ-બે કચાશો બતાવો તોપણ એને ઢાંકી દેતી જેની ગુણસમૃદ્ધિનો મુક્તકંઠે સ્વીકાર કરવો જ પડે, એમ કડક વિવેચના ખમી પોતાના ગુણબળે ટટ્ટાર ઊભું રહી શકે તેવા આ નાટકના ઉલ્લેખ કે નોંધ વિના ગુજરાતી નાટકનો ઇતિહાસ અધૂરો જ ગણાશે. વસ્તુસંકલના, પાત્રનિરૂપણ, સંવાદ, ઉદ્દિષ્ટ પ્રયોજનનો વણાટ—આ સર્વમાં પ્રશસ્ય કૌશલ બતાવનાર રમણભાઈએ આ ઉપરાંત કોઈ બીજું નાટક ‘હાસ્યમંદિર’માંનાં સંવાદનાટિકા સિવાય લખ્યું નથી. એ રીતે ‘કરણઘેલો’ના લેખકની માફક તે એક જ સંગ્રામના સંગ્રામજિત્ વીર (Hero of one battle) રહ્યા છે. આ વિચારતાં મણિલાલ દ્વિવેદી માટે તેમણે ‘કાન્તા’ને અનુલક્ષીને લખેલું વાક્ય જ, તેમાં ‘મણિલાલ’ને ઠેકાણે ‘રમણભાઈ’ એ શબ્દ મૂકી, ખુશીથી વાપરી શકાય : ‘પોતાની શક્તિને અનુકૂળ આ માર્ગ મૂકી દઈ રમણભાઈએ જેટલો પોતાની કીર્તિને તેટલો જ ગુજરાતી ભાષાને અન્યાય કર્યો છે.’<ref>‘કવિતા અને સાહિત્ય’, પુ. ૧, પૃષ્ઠ ૪૪</ref> પણ સાહિત્યમાં જથ્થો નહિ, મૂલ્યવત્તા જ મપાય. ‘રાઈનો પર્વત’ એ રીતે રમણભાઈની ‘એકે હજારાં’ જેવી યશોદાયી ચિરંજીવ કૃતિ છે. | એવા આ નાટકે વાજબી રીતે જ ગુજરાતના સંમાન્ય વિદ્વાનો ને વિવેચકોને પોતાના પ્રશંસકો બનાવ્યા છે. સ્વ. નરસિંહરાવે ‘ઈ.સ. ૧૯૧૪ની સાલનાં બે નવાં ગુજરાતી નાટકો’ એ મથાળા નીચે ‘વસંત’માં પોતે આરંભેલી લેખમાળાના પહેલા મણકામાં ‘જયા અને જયન્ત’ની સાથે આ નાટકને ‘અપૂર્વ’ એ વિશેષણથી નવાજી, તેને ગુર્જર સાહિત્યના નભોમંડળમાં અસાધારણ દીપ્તિથી દીપી નીકળનાર નાટક રહ્યું છે. ‘રાઈનો પર્વત’ વિશે તેઓ લખી શક્યા નહિ. નહિતર એની વિશેષ પ્રશસ્તિ તથા વિવેચના આપણને એમની પાસેથી મળત. શ્રી નરહિર પરીખ, શ્રી. હિંમતલાલ અંજારિયા, શ્રી. રામનારાયણ પાઠક, શ્રી. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, આદિ વિદ્વાનોએ પણ એની ખૂબીઓ ને કોઈ કોઈ કચાશોની સમાલોચના ઉત્સાહથી કરી છે, જે સરવાળે આ નાટકનું સામર્થ્ય જ બતાવે છે. જેના કલાવિધાનની એકાદ-બે કચાશો બતાવો તોપણ એને ઢાંકી દેતી જેની ગુણસમૃદ્ધિનો મુક્તકંઠે સ્વીકાર કરવો જ પડે, એમ કડક વિવેચના ખમી પોતાના ગુણબળે ટટ્ટાર ઊભું રહી શકે તેવા આ નાટકના ઉલ્લેખ કે નોંધ વિના ગુજરાતી નાટકનો ઇતિહાસ અધૂરો જ ગણાશે. વસ્તુસંકલના, પાત્રનિરૂપણ, સંવાદ, ઉદ્દિષ્ટ પ્રયોજનનો વણાટ—આ સર્વમાં પ્રશસ્ય કૌશલ બતાવનાર રમણભાઈએ આ ઉપરાંત કોઈ બીજું નાટક ‘હાસ્યમંદિર’માંનાં સંવાદનાટિકા સિવાય લખ્યું નથી. એ રીતે ‘કરણઘેલો’ના લેખકની માફક તે એક જ સંગ્રામના સંગ્રામજિત્ વીર (Hero of one battle) રહ્યા છે. આ વિચારતાં મણિલાલ દ્વિવેદી માટે તેમણે ‘કાન્તા’ને અનુલક્ષીને લખેલું વાક્ય જ, તેમાં ‘મણિલાલ’ને ઠેકાણે ‘રમણભાઈ’ એ શબ્દ મૂકી, ખુશીથી વાપરી શકાય : ‘પોતાની શક્તિને અનુકૂળ આ માર્ગ મૂકી દઈ રમણભાઈએ જેટલો પોતાની કીર્તિને તેટલો જ ગુજરાતી ભાષાને અન્યાય કર્યો છે.’<ref>‘કવિતા અને સાહિત્ય’, પુ. ૧, પૃષ્ઠ ૪૪</ref> પણ સાહિત્યમાં જથ્થો નહિ, મૂલ્યવત્તા જ મપાય. ‘રાઈનો પર્વત’ એ રીતે રમણભાઈની ‘એકે હજારાં’ જેવી યશોદાયી ચિરંજીવ કૃતિ છે. | ||
{{Poem2Close}} | |||
નોંધ: | નોંધ: | ||
{{reflist}} | {{reflist}} | ||
* 10‘કવિતા અને સાહિત્ય’–પુ. ૧, પૃ. ૫૨. | * 10‘કવિતા અને સાહિત્ય’–પુ. ૧, પૃ. ૫૨. | ||
{{right|("કવિ પ્રેમાનંદકૃત ‘નળાખ્યાન’, સંપા. અનંતરાય રાવળ-માંથી આખ્યાનસ્વરૂપ અંગે)}} | {{right|("કવિ પ્રેમાનંદકૃત ‘નળાખ્યાન’, સંપા. અનંતરાય રાવળ-માંથી આખ્યાનસ્વરૂપ અંગે)}} | ||