23,710
edits
No edit summary |
No edit summary |
||
| Line 8: | Line 8: | ||
સંપ્રજ્ઞ એવા આ સર્જકના કાવ્યોમાંથી પસાર થઈને પ્રતિનિધિ કાવ્યો શોધવા એ એકાધિક રીતે મૂંઝવણનો અનુભવ કરાવે છે. આ મૂંઝવણનાં કારણો જોઈએ તો પહેલું એની સંપ્રજ્ઞતા, બીજું, એમના કાવ્યોમાં નિરુપાતી તળપદ જીવનરીતિ અને ત્રીજું, જેને ચંદ્રકાન્ત ટોપીવાળા પ્રતિભાષાનું કવચ કહે છે તેવું કવચ રચતી તેમની તીવ્ર આધુનિક બોધ કરાવતી કાવ્યભાષા. કવિ જ્યાં સર્જનાત્મક સામર્થ્ય વડે ઉપરોક્ત બાબતોને કાવ્યરૂપ આપી શક્યા છે ત્યાં ગુજરાતી કવિતાનો એક આગવો અવાજ રચાયો છે. બાબુ સુથારની સર્જકતાથી સંપૃક્ત કાવ્યસાહસો અહીં પસંદ થયેલી પ્રતિનિધિ રચનાઓ રૂપે મૂકાયા છે અને એના સકળ અધ્યાસોની ઓળખ આપવાની મથામણ એટલે આ સંપાદકીય. અહીં જે કાવ્યો પસંદ કર્યાં છે એમાં કેવળ યદૃચ્છા નથી બલ્કે આ સર્જક પ્રારંભથી જે નિસ્બતથી કાવ્યસર્જન કરતા આવ્યા છે એ નિસ્બત સાથે એમણે છેડો ફાડ્યો નથી, એ આજે પણ એ જ અભિનિવેશથી સર્જનકાર્યમાં રત છે એ દર્શાવવાનો છે. શબ્દ તથા અર્થ સાથેનો સંબંધ અને ભાષાની ચિંતા આજે પણ એમને એટલી જ છે. આધુનિક કવિતાનો આગવો ભાવબોધ, ભાષાની સૂક્ષ્મ સંરચના અને અનુઆધુનિક કવિતાની ભારતીય અધ્યાત્મ પરંપરાથી લઈને દેશી જીવનરીતિ, ગ્રામજગતનું આદિમપોત, વતનઝુરાપો જેવી સામગ્રીનો વિનિયોગ સાધવાની રીત આ સર્જકના આઠ કાવ્યોસંગ્રહોમાંથી પસંદ કરેલા કાવ્યોમાં કેવી નીવડી આવી છે તે દરેક કાવ્યસંગ્રહને ધ્યાનમાં રાખીને જોઈએ. | સંપ્રજ્ઞ એવા આ સર્જકના કાવ્યોમાંથી પસાર થઈને પ્રતિનિધિ કાવ્યો શોધવા એ એકાધિક રીતે મૂંઝવણનો અનુભવ કરાવે છે. આ મૂંઝવણનાં કારણો જોઈએ તો પહેલું એની સંપ્રજ્ઞતા, બીજું, એમના કાવ્યોમાં નિરુપાતી તળપદ જીવનરીતિ અને ત્રીજું, જેને ચંદ્રકાન્ત ટોપીવાળા પ્રતિભાષાનું કવચ કહે છે તેવું કવચ રચતી તેમની તીવ્ર આધુનિક બોધ કરાવતી કાવ્યભાષા. કવિ જ્યાં સર્જનાત્મક સામર્થ્ય વડે ઉપરોક્ત બાબતોને કાવ્યરૂપ આપી શક્યા છે ત્યાં ગુજરાતી કવિતાનો એક આગવો અવાજ રચાયો છે. બાબુ સુથારની સર્જકતાથી સંપૃક્ત કાવ્યસાહસો અહીં પસંદ થયેલી પ્રતિનિધિ રચનાઓ રૂપે મૂકાયા છે અને એના સકળ અધ્યાસોની ઓળખ આપવાની મથામણ એટલે આ સંપાદકીય. અહીં જે કાવ્યો પસંદ કર્યાં છે એમાં કેવળ યદૃચ્છા નથી બલ્કે આ સર્જક પ્રારંભથી જે નિસ્બતથી કાવ્યસર્જન કરતા આવ્યા છે એ નિસ્બત સાથે એમણે છેડો ફાડ્યો નથી, એ આજે પણ એ જ અભિનિવેશથી સર્જનકાર્યમાં રત છે એ દર્શાવવાનો છે. શબ્દ તથા અર્થ સાથેનો સંબંધ અને ભાષાની ચિંતા આજે પણ એમને એટલી જ છે. આધુનિક કવિતાનો આગવો ભાવબોધ, ભાષાની સૂક્ષ્મ સંરચના અને અનુઆધુનિક કવિતાની ભારતીય અધ્યાત્મ પરંપરાથી લઈને દેશી જીવનરીતિ, ગ્રામજગતનું આદિમપોત, વતનઝુરાપો જેવી સામગ્રીનો વિનિયોગ સાધવાની રીત આ સર્જકના આઠ કાવ્યોસંગ્રહોમાંથી પસંદ કરેલા કાવ્યોમાં કેવી નીવડી આવી છે તે દરેક કાવ્યસંગ્રહને ધ્યાનમાં રાખીને જોઈએ. | ||
૨૦૦૩માં પ્રગટ થયેલા પ્રથમ કાવ્યસંગ્રહ ‘ગુરુજાપ’ અને ‘માંલ્લું’માં (‘ગુરુજાપ’માં દસ અને ‘માંલ્લું’માં પાંચ એમ કુલ મળીને) પંદર કાવ્યો છે. આ તમામ કાવ્યોનો પ્રારંભ એકસમાન છેઃ | ૨૦૦૩માં પ્રગટ થયેલા પ્રથમ કાવ્યસંગ્રહ ‘ગુરુજાપ’ અને ‘માંલ્લું’માં (‘ગુરુજાપ’માં દસ અને ‘માંલ્લું’માં પાંચ એમ કુલ મળીને) પંદર કાવ્યો છે. આ તમામ કાવ્યોનો પ્રારંભ એકસમાન છેઃ | ||
‘ૐ અંતરમંતર/જાદુ તંતર/મેલડી વંતરી/ભૂત શિકોતર/નાડાછડીને ચડ્યાં વેતર/એક નહીં/બે નહીં/ પૂરાં સાડાં તેતર/ ગુરુ પરતાપે હમ જૂઠ નહીં બોલતા/સૂરજ મેરા ગુરુ/આકાશ મેરા ગુરુ/બોડી બામણી મેરા ગુરુ.’ (અહીં પ્રયોજાયેલી સાધુક્કડી બોલી સહેતુક છે.) | '''‘ૐ અંતરમંતર/જાદુ તંતર/મેલડી વંતરી/ભૂત શિકોતર/નાડાછડીને ચડ્યાં વેતર/એક નહીં/બે નહીં/ પૂરાં સાડાં તેતર/ ગુરુ પરતાપે હમ જૂઠ નહીં બોલતા/સૂરજ મેરા ગુરુ/આકાશ મેરા ગુરુ/બોડી બામણી મેરા ગુરુ.’''' (અહીં પ્રયોજાયેલી સાધુક્કડી બોલી સહેતુક છે.) | ||
‘ગુરુજાપ’ના પ્રથમ કાવ્યમાં શબ્દ અને સત્ વચ્ચે બોલાચાલી થાય છેઃ ‘શબ્દ હઠે ભરાયો, કહેઃ /સત નહીં બોલું/સત્ કહેઃ /શબ્દ વિના હું/ન બોલું/ન ચાલું.’ જેથી શબ્દનો સ્વામી એવો ગુરુ પાસે જઈને શબ્દ તથા સતને ઉગારવાની પ્રાર્થના કરે છેઃ ‘અમે આવ્યા તમારા ચરણોમાં ગુરુ/કરગર્યા અમે તમનેઃ/શબ્દને ઉગારો/સતને ઉગારો/બોલતો કરો શબ્દને/રમતું કરો સતને.’ | ‘ગુરુજાપ’ના પ્રથમ કાવ્યમાં શબ્દ અને સત્ વચ્ચે બોલાચાલી થાય છેઃ ‘શબ્દ હઠે ભરાયો, કહેઃ /સત નહીં બોલું/સત્ કહેઃ /શબ્દ વિના હું/ન બોલું/ન ચાલું.’ જેથી શબ્દનો સ્વામી એવો ગુરુ પાસે જઈને શબ્દ તથા સતને ઉગારવાની પ્રાર્થના કરે છેઃ ‘અમે આવ્યા તમારા ચરણોમાં ગુરુ/કરગર્યા અમે તમનેઃ/શબ્દને ઉગારો/સતને ઉગારો/બોલતો કરો શબ્દને/રમતું કરો સતને.’ | ||
આ ગુરુ દસેય કાવ્યોમાં ઉપસ્થિત છે જુદા જુદા સંદર્ભો સાથે. (ગુરુ એ પરંપરા છે. પૂર્વજ છે. જ્ઞાન છે.) ભારતીય તળપદ અને ભારતીય આધ્યાત્મિક પરંપરાને જાણનારા ભાવકને દત્તાત્રેયના ચોવીસ ગુરુનું સ્મરણ થઈ આવે. ગુરુશિષ્ય સંવાદની જે પરંપરા ઉપનિષદકાળથી મધ્યકાળ સુધી ચાલી આવી છે તેનો પણ સમુચિત વિનિયોગ અહીં કવિએ કર્યો છે. ગુરુ જંતરમંતર કરી શબ્દ અને સતને ઉગારવાનો પ્રયાસ પોતાની વિદ્યા વડે કરે છે અને કવિતા રચાતી જાય છે જેમ કે ‘ત્યાર પછીની આ પહેલી કવિતા; ત્યાર પછીની આ બીજી કવિતા’ વગેરે વગેરે. વચ્ચે વચ્ચે જિજ્ઞાસુ કાવ્યનાયક પ્રશ્ન પણ પૂછે અને ગુરુ તેનો ઉત્તર અને ઉકેલ આપતા જાય. આ પ્રશ્નો અને ઉકેલ તંત્ર-મંત્ર-મેલીવિદ્યાના સંદર્ભો સાથે આવે છે. અહીં પરંપરાગત પ્રશ્નો જેમ કે જીવ, પીડા, સત, આત્મા શું છેની સાથે ‘કૂલા એટલે શું’, ‘ઘા એટલે શું’, ‘ગળામાં સળગતી બાપાની દોણીની પીડાને ક્યાં બાંધવી’ જેવા પૂછાતા પ્રશ્નો ક્યાંક પરંપરાની ઠેકડી ઉડાવતા લાગે. એનું કારણ સાંપ્રત સમયમાં બની બેઠેલા ગુરુઓ પાસે જ્ઞાનની કોઈ સમૃદ્ધ પરંપરા જ નથી એ છે. આ પ્રશ્નોમાં પીડાની સાથે કટાક્ષ પણ ભળે છે. શબ્દનો મહિમા સમજાવતા ગુરુ કહે છે કે શબ્દ ન હોય તો આ પંચતત્ત્વનું બનેલું જગત પણ ન રહે. કવિ ઈશ્વરને ગુરુ ચીંધ્યાં માર્ગે પ્રસન્ન કરી શબ્દ અને સતને બચાવવાનો પ્રયત્ન કરે છેઃ ‘અમે માગ્યું: શબદને સાચો કરો/બોલતો કરો શબદને/રમતો કરો શબદને/સતમાં/ને સત/શબ્દમાં/લોહીમાં ઉઘાડ કાઢો/તથાસ્તુ કહી/અંતરજામી થઈ ગયા/અલોપ.’ | આ ગુરુ દસેય કાવ્યોમાં ઉપસ્થિત છે જુદા જુદા સંદર્ભો સાથે. (ગુરુ એ પરંપરા છે. પૂર્વજ છે. જ્ઞાન છે.) ભારતીય તળપદ અને ભારતીય આધ્યાત્મિક પરંપરાને જાણનારા ભાવકને દત્તાત્રેયના ચોવીસ ગુરુનું સ્મરણ થઈ આવે. ગુરુશિષ્ય સંવાદની જે પરંપરા ઉપનિષદકાળથી મધ્યકાળ સુધી ચાલી આવી છે તેનો પણ સમુચિત વિનિયોગ અહીં કવિએ કર્યો છે. ગુરુ જંતરમંતર કરી શબ્દ અને સતને ઉગારવાનો પ્રયાસ પોતાની વિદ્યા વડે કરે છે અને કવિતા રચાતી જાય છે જેમ કે ‘ત્યાર પછીની આ પહેલી કવિતા; ત્યાર પછીની આ બીજી કવિતા’ વગેરે વગેરે. વચ્ચે વચ્ચે જિજ્ઞાસુ કાવ્યનાયક પ્રશ્ન પણ પૂછે અને ગુરુ તેનો ઉત્તર અને ઉકેલ આપતા જાય. આ પ્રશ્નો અને ઉકેલ તંત્ર-મંત્ર-મેલીવિદ્યાના સંદર્ભો સાથે આવે છે. અહીં પરંપરાગત પ્રશ્નો જેમ કે જીવ, પીડા, સત, આત્મા શું છેની સાથે ‘કૂલા એટલે શું’, ‘ઘા એટલે શું’, ‘ગળામાં સળગતી બાપાની દોણીની પીડાને ક્યાં બાંધવી’ જેવા પૂછાતા પ્રશ્નો ક્યાંક પરંપરાની ઠેકડી ઉડાવતા લાગે. એનું કારણ સાંપ્રત સમયમાં બની બેઠેલા ગુરુઓ પાસે જ્ઞાનની કોઈ સમૃદ્ધ પરંપરા જ નથી એ છે. આ પ્રશ્નોમાં પીડાની સાથે કટાક્ષ પણ ભળે છે. શબ્દનો મહિમા સમજાવતા ગુરુ કહે છે કે શબ્દ ન હોય તો આ પંચતત્ત્વનું બનેલું જગત પણ ન રહે. કવિ ઈશ્વરને ગુરુ ચીંધ્યાં માર્ગે પ્રસન્ન કરી શબ્દ અને સતને બચાવવાનો પ્રયત્ન કરે છેઃ ‘અમે માગ્યું: શબદને સાચો કરો/બોલતો કરો શબદને/રમતો કરો શબદને/સતમાં/ને સત/શબ્દમાં/લોહીમાં ઉઘાડ કાઢો/તથાસ્તુ કહી/અંતરજામી થઈ ગયા/અલોપ.’ | ||