બાબુ સુથારની કવિતા/બાબુ સુથારની કવિતાના વિશેષોઃ મનીષા દવે: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 52: Line 52:
શરીર અને મન, ભૌતિકતા અને આંતરચેતના વચ્ચેનો સંબંધ સ્થાપવાનું અતિવાસ્તવિક વલણ આ કવિતાના કેન્દ્રમાં છે. જાગતિક કે સ્વકીય દર્શન સ્વપ્ન અને મૃત્યુના ચિત્રણ દ્વારા ભારપૂર્વક પ્રગટ થઈ શકે છે. જેમ સ્વપ્નમાં બધું શક્ય છે તેમ સર્જનપ્રક્રિયામાં બધું શક્ય હોય છે. આ કાવ્યમાં શોધયાત્રા દરમ્યાન પણ સર્જકનો અતીતરાગ પણ પ્રગટે છે. અંત અને અનંતની વચ્ચે એક સમયે વહેતી નદી, લાખા વણઝારાની પોઠોનાં પગલાંમાં વેરાઈ ગયેલું ગામ, પીપળાનાં પાંદડાંમાં ડૂબી ગયેલો ગામનો ફેરકૂવો, પૂર્વજોના અવાજ અને દૂરસુદૂરના ભૂતકાળના હડપ્પા અને મૂએં-જો-દડો જેવા સંદર્ભોમાં અતીતરાગી અનુરાગ છે, તો બકરાની લીંડીમાં સાત માથોડું ઊતરી ગયેલો મહાવાક્યોનો મુગુટ, લણાતો કક્કા-બારાખડીનો પાક ભાષાની ચિંતાના સૂચક છે.

‘લાલની પાસે પીળો’ કાવ્યમાં મુંડકોપનિષદ-શ્વેતાશ્વતારોપનિષદના પ્રસિદ્ધ શ્લોક ‘દ્વા સુપર્ણા સયુજા’ સામે વાન હોખના સુપ્રસિદ્ધ ચિત્ર ‘સૂરજમુખીનાં ફૂલો’નો સંદર્ભ વ્યંગ્યાત્મક સહોપસ્થિતિ રચે છેઃ

‘સૂરજમુખીના ફૂલની ધારે ધારે / ડાંગરના છોડ / છોડને કણસલે કણસલે / બબ્બે પક્ષી / એક / ડાબે / એક / જમણે/ એક બેઠું બેઠું / ખાય / બીજું / ફોતરાં / ગણે.’
'''‘સૂરજમુખીના ફૂલની ધારે ધારે / ડાંગરના છોડ / છોડને કણસલે કણસલે / બબ્બે પક્ષી / એક / ડાબે / એક / જમણે/ એક બેઠું બેઠું / ખાય / બીજું / ફોતરાં / ગણે.’'''
અહીં રંગોની એક સૃષ્ટિ પણ વિખરાયેલી પડી છેઃ ‘લાલની પાસે/પીળો//લોહીની પાસે/લીલો/પીળા પાસે/લીલો.’  

આ કાવ્યમાં રાવજી પટેલના મૃત્યુના સંદર્ભે મરી ગયેલો ઘોડો, કરચલો, ઈયળ, લોહીની ભાગોળ આકાશ જેવા અચેતન મનમાં રહેલાં મૃત્યુના પ્રતીકો પણ છે તો એના વિરોધમાં સૂરજમુખીની નાભિમાં એક ચાકુના હાથા પર ફૂટેલી કૂંપળો જીવનનો સંદર્ભ સૂચવે છે. જે ખોવાઈ ગયું છે તેને શોધવાના પ્રયત્નરૂપે નાયક વાન હોખનાં ચિત્રો જુએ છે. ને હાડકાંના રાફડામાં રહેતા પૂર્વજો સાથે બારાખડી વ્યવહાર કરે છે - એ જાણે છે એમ નદી નથી મળવાની છતાં.  

Line 60: Line 60:
૧૯ વર્ષના લાંબા અંતરાલ પછી બાબુ સુથાર ૨૦૨૩માં બે કાવ્યસંગ્રહો ‘ડોશી, બાપ અને બીજાં કાવ્યો’ અને ગદ્યકાવ્યોનો સંગ્રહ ‘ઉદ્વેગ’ આપે છે. બંનેનું ભાવવિશ્વ એકમેકથી સર્વથા ભિન્ન છે. બા અને બાપુજીના અવસાન નિમિત્તે પોતે જઈ શક્યા નહોતા એનો અપરાધભાવ અને એમના પ્રતિની લાગણી એમને ‘ડોશી, બાપા અને બીજાં કાવ્યો’ લખાવે છે.

‘ડોશી, બાપા અને બીજાં કાવ્યો’માંના ‘ડોશી’ અને ‘બાપા’ જૂથનાં કાવ્યોમાં બા અને બાપાનાં મૃત્યુની સાથે ઘણે ઠેકાણે, અલબત્ત, સ્વપ્નમાં જ કરેલો પોતાના મૃત્યુનો સહજ સ્વીકાર કેન્દ્રમાં છે. આ સંગ્રહ ચાર ભાગમાં વિભાજિત છે; ‘ડોશી’, ‘બાપા’, ‘પૂર્વજો’ અને ‘ઘરઝુરાપો’. ચાર ખંડ ભલે હોય પણ એ સર્વને જોડે છે કવિનું ગામ, ખેતર, ઢોરઢાંખર, નદી, વૃક્ષો અને આદિમ જગતની લોકમાનસમાં દૃઢ થયેલી શિકોતર, વંતરી, બાબરિયો, મશાણિયો, લાખો વણઝારો, ગામછેડાની માતા, પૂર્વજો વગેરેની રહસ્યમય સૃષ્ટિ. અને એ રીતે કવિનો ભૂતકાળ સાથેનો સંબંધ આલેખાતો રહે છે. ચૈતસિક સમયની સાથે આકાંક્ષા, માનસિક રઝળપાટ, અભાવ, ઝુરાપો પણ અહીં છે. આ સંગ્રહમાં પૂરી તટસ્થતાથી-નિર્મમતાથી નહીં- મા-બાપના મૃત્યુનો સ્વીકાર છે. મા અને પિતાનાં મૃત્યુ સમયે પોતે હાજર નહોતા રહી શક્યાના દુઃખ સાથે માબાપા કેવા અલગારી જીવ હતાં તેનું નિરુપણ કવિએ કર્યું છે. કવિનાં મા (અને પિતા પણ) મૃત્યુને જે રીતે સ્વીકારે છે/આવકારે છે એ આખીય સંરચના કવિએ કરેલા પરકાયાપ્રવેશને કારણે રસપ્રદ બની છેઃ

‘ડોશીને લાગ્યું કે/એનો અંત હવે નજીક છે/ત્યારે તે ચૂપચાપ ઊભી થઈ./કાતરિયામાં વરસોથી મૂકી રાખેલાં/વાંસના ચાર લાકડાં/અને કાથીનું પિલ્લું/નીચે ઉતારી બાંધી દીધી/એની પોતાની એક ઠાઠડી.’ પછી જાતે નનામીના ચાર ખૂણે નાળિયેર લગાવે છે, કોરીકટ માટલીમાં છાણાં મૂકી ઉપર દેવતા મૂકે છે અને પિયરથી લાવેલાં કોરાં લુગડાં પહેરીને સૂઈ જાય છે. નાળિયેર, કોરાં લુગડાં, વાંસના લાકડાં, કોરી માટલી, છાણાં, દેવતા - આમાંની કેટલીક વસ્તુઓ શુભ અને અશુભ બેઉ પ્રસંગમાં આવશ્યક હોય છે - ઇત્યાદિ સંદર્ભો ભારતીય સંસ્કૃતિને પણ સૂચવે છે. અન્ય એક કાવ્યમાં પૂર્વજો ડોશીને પોતાની સાથે લઈ જવા આવે છે ત્યારે ‘જેમ ખોળામાંથી બાળક ઊભું થાય’ એવી સહજતાથી ડોશી ચાલી નીકળે છે. મૃત્યુનો નિર્લેપતાથી સ્વીકાર કરતી માનો જીવ ભેંશને પાણી નથી પીવડાવ્યું, ક્યાંક વાલોળનું શાક કરવાનું બાકી છે, જેવા દુન્યવી કારણોસર જતો નથી. તો વૈતરણી પાર કરવા એને ગાય નહીં પણ એમની બોડી ભેંસ જોઈએ છે. એમને મહિષ સાથે જવા કેવડાનું ફૂલ નહીં પણ મગફળીનું ફૂલ ખપે છે. આ કારણો શહેરીજનો અથવા આધુનિક લોકોને સાવ ક્ષુલ્લક લાગે એમ બને, પણ જેમનાં મૂળ આ ધરતી સાથે મજબૂત રીતે જોડાયેલાં છે તેવા લોકો અહીં ડોશીના જીવ ન જવાનાં કારણોને સંવેદી શકશે.
'''‘ડોશીને લાગ્યું કે/એનો અંત હવે નજીક છે/ત્યારે તે ચૂપચાપ ઊભી થઈ./કાતરિયામાં વરસોથી મૂકી રાખેલાં/વાંસના ચાર લાકડાં/અને કાથીનું પિલ્લું/નીચે ઉતારી બાંધી દીધી/એની પોતાની એક ઠાઠડી.’''' પછી જાતે નનામીના ચાર ખૂણે નાળિયેર લગાવે છે, કોરીકટ માટલીમાં છાણાં મૂકી ઉપર દેવતા મૂકે છે અને પિયરથી લાવેલાં કોરાં લુગડાં પહેરીને સૂઈ જાય છે. નાળિયેર, કોરાં લુગડાં, વાંસના લાકડાં, કોરી માટલી, છાણાં, દેવતા - આમાંની કેટલીક વસ્તુઓ શુભ અને અશુભ બેઉ પ્રસંગમાં આવશ્યક હોય છે - ઇત્યાદિ સંદર્ભો ભારતીય સંસ્કૃતિને પણ સૂચવે છે. અન્ય એક કાવ્યમાં પૂર્વજો ડોશીને પોતાની સાથે લઈ જવા આવે છે ત્યારે ‘જેમ ખોળામાંથી બાળક ઊભું થાય’ એવી સહજતાથી ડોશી ચાલી નીકળે છે. મૃત્યુનો નિર્લેપતાથી સ્વીકાર કરતી માનો જીવ ભેંશને પાણી નથી પીવડાવ્યું, ક્યાંક વાલોળનું શાક કરવાનું બાકી છે, જેવા દુન્યવી કારણોસર જતો નથી. તો વૈતરણી પાર કરવા એને ગાય નહીં પણ એમની બોડી ભેંસ જોઈએ છે. એમને મહિષ સાથે જવા કેવડાનું ફૂલ નહીં પણ મગફળીનું ફૂલ ખપે છે. આ કારણો શહેરીજનો અથવા આધુનિક લોકોને સાવ ક્ષુલ્લક લાગે એમ બને, પણ જેમનાં મૂળ આ ધરતી સાથે મજબૂત રીતે જોડાયેલાં છે તેવા લોકો અહીં ડોશીના જીવ ન જવાનાં કારણોને સંવેદી શકશે.
કાવ્યના બીજા ખંડ ‘બાપા’માં કોયા ઠાર તરીકે પંથકમાં ઓળખાતા ભડ અને કાર્યદક્ષ પિતા ગામમાં આવતી કોઈ પણ આપત્તિને દૂર કરવાની આવડત અથવા શક્તિ ધરાવે છે. એ પછી ગામમાં આવતું વાવાઝોડું હોય કે ચઢી આવેલા બહારવટિયા હોય, સૂકો દુકાળ પડ્યો હોય કે પછી નદીમાં આવતાં પૂર હોય. એક કાવ્યમાં એથી ગામલોકો કહે છે ‘એ જ આપણને રાજા બનાવે/એ જ આપણને વનમાં લઈ જાય/ એ જ આપણને વનમાંથી હેમખેમ પાછો લાવે/એ જ કોયો ઠાર.’ આવા જોરુકા કોયા ઠાર દાણા જૂએ છે. આ દાણા બોલતા નથી ત્યારે મનોમન પોતાને કહે છે કે ‘પણ, હું હારું તો કોયો ઠાર શાનો? આ કોયો ઠારના મૃત્યુનો દિવસ યમરાજ ભૂલી જાય છે, પણ કોયા ઠાર નથી ભૂલતા. યમરાજાના પાડા પર બેસનાર કોયા ઠારને યમરાજ કહે છે હજી તમારો સમય નથી થયો ત્યારે કોયા ઠાર કહે છે કે,

‘તમે તપાસ કરો/મારો સમય તો ક્યારનો થઈ ગયેલો/તમે મોડા આવ્યા/યમરાજાએ તપાસ કરી તો એમને કોયા ઠાર સાચા લાગ્યા.’
'''‘તમે તપાસ કરો/મારો સમય તો ક્યારનો થઈ ગયેલો/તમે મોડા આવ્યા/યમરાજાએ તપાસ કરી તો એમને કોયા ઠાર સાચા લાગ્યા.’'''
અહીં પણ મૃત્યુનો સહજ અને તટસ્થ સ્વીકાર છે.

‘બધું જ બરાબર કરેલું’ કાવ્યમાં પિતાની જેમ લાકડાનો ઘોડો બનાવવા બેસતો નાયક બરાબર માપ લે છે તો ય ઘોડો વાંકો બને છે. નાયક સમજી શકતો નથી કે આમ કેમ બન્યું? પણ પછી ખ્યાલ આવે છે કે ઘોડો બનાવતી વખતે એણે પેન્સિલ બાપાની જેમ કાને નહોતી ભરાવી... કેટલાં ઓછાં શબ્દોમાં સુથારીકામ કરતા પિતાનું ચિત્ર તાદૃશ થયું છે!