સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ/નન્દશંકરની નવલકથા (કરણઘેલો વિશે): Difference between revisions

+1
()
(+1)
Line 4: Line 4:


{{Poem2Open}}
{{Poem2Open}}
નર્મદયુગ એ આપણા અર્વાચીન વાડ્મયનો આરંભકાળ છે. અત્યારના ઘણાખરા ઘૂઘવતા સાહિત્યપ્રવાહોનો ઊગમ એમાંથી જ થયો છે. આજે અડાબીડ વૃક્ષરૂપ બની ગએલા મુખ્ય મુખ્ય વાડ્મયપ્રકારો આપણી ભૂમિમાં સૌથી પહેલાં એણે જ રોપ્યા છે. નવલકથા, નાટક, નિબંધ, જીવનચરિત્ર, ઇતિહાસ આદિ ક્ષેત્રોમાં પહેલો ફાલ રજૂ કરવાનો યશ એને જ છે. ઉપલક નજરે જોઈએ કે આજની પેદાશ સાથે સરખાવીએ તો એ ફાલ નીરસ કે તુચ્છ લાગે એ સંભવિત છે, પણ એનો ક્યાસ એવી રીતે કરવાનો જ નથી. એનો ક્યાસ તો કંઈ યે નહોતું એમાંથી એ યુગના કૃષિકારોએ એ ફળ નીપજાવ્યાં એ વાત લક્ષમાં રાખીને એ ધોરણે જ કરવાનો છે. એ રીતે શૂન્યમાંથી નવી સૃષ્ટિ ઊભી કરી એમાં જ એ યુગના સાહિત્યકારોની મહત્તા રહેલી છે. આગળ ખડી થઈ ગઈ હોય એ કારણે કંઈ એ આરંભની સૃષ્ટિનું મૂલ્ય ઘટતું નથી. કેમકે વસ્તુતઃ આરંભકાળમાં પરિપક્વતાને અવકાશ જ હોતો નથી. એ વખતે જે શક્ય હોય છે તે તો કેવળ બીજારોપણ અને આછો ઉછેર જ. આમ હોવાથી નર્મદયુગના વાડ્મયનું વિવેચન કરતી વખતે એકલી રસદૃષ્ટિ આપણને યથાર્થ નિર્ણય પર નહિ લાવી શકે. રસદૃષ્ટિની સાથે સાથે ઇતિહાસદૃષ્ટિ પણ આપણે રાખવી પડશે. તો જ એ જમાનાએ જુદા જુદા વિષયોમાં જે પહેલ કરી છે તેને આપણે પૂરો ન્યાય આપી શકશું. આપણે ત્યાં નવલકથાના વિષયમાં આવી પહેલ નન્દશંકરે ‘કરણઘેલો' લખીને કરી એ વાત જાણીતી છે. એની પહેલાં પણ ‘સુબોધ’ અને ‘રમુજ’ સહિત વારતા રૂપે ખરી છબી૧<ref>૧. ખુદ ગ્રંન્થકારે જ નામપૃષ્ઠ પર વાપરેલા સ્વરૂપબોધક શબ્દો. નામ પૃષ્ઠની યોજના આવી છેઃ- <br>સાસુ વહુની લઢાઈ<br>વારતા રૂપે ખરી છબી<br>સુબોધ અને રમુજ સહિત</ref> દોરવાનો પ્રયાસ કરતી 'સાસુ વહુની લઢાઈ' નામે મહીપતરામની એક વાર્તા ગુજરાતીમાં પ્રકટ થએલી અને તે ઠીક ઠીક લોકપ્રિય પણ બનેલી, પણ આપણે જેને નવલકથા કહીએ છીએ તેનાં લક્ષણો સૌથી પહેલાં સૌથી વિશેષ પ્રમાણમાં વ્યક્ત કર્યાં તેમ સાહિત્યની દુનિયામાં અચૂક છાપ પાડી નવલકથાની આખી પરંપરા પોતાની પાછળ ઊભી કરી તે તો નન્દશંકરના 'કરણઘેલા'એ' ૨<ref>૨. આંહીં શું લખવું જોઈએ, “કરણઘેલાએ” કે “કરણઘેલોએ'? અવતરણચિહ્નનો સામાન્ય નિયમ તો 'કરણઘેલો' એ', એમ જ લખવાનું કહે પણ એ રચના દેખીતી જ કઢંગી છે, એટલે ગુજરાતીભાષાનું બંધારણ લક્ષમાં લઈને એ સામાન્ય નિયમમાં આવે પ્રસંગે આટલો અપવાદ કરવો એ જ યોગ્ય લાગે છે. સાધારણ વાતચીતમાં આપણે એમ કરીએ પણ છીએ. ઉદાહરણ તરીકે વાતચીતમાં આપણે  'રાઈના પર્વત'માં ('રાઈનો પર્વત'માં નહિ) લેખકે વિધવાવિવાહનો પ્રશ્ન લીધો છે,’ 'વનરાજ ચાવડા',માં ('વનરાજ ચાવડો'માં નહિ) ઘણી બાલવાર્તાઓ આવે છે’ એમ જ બોલીએ છીએ. તો લખતી વખતે પણ એ જ રૂઢિને અનુસરવું જોઈએ. ગમે તેટલો પ્રયત્ન કરીએ તો પણ ગુજરાતી ભાષાનું બંધારણ આપણને અવતરણચિહ્નના સામાન્ય નિયમને સર્વાશે વળગી રહેવા દેતું જ નથી. કેટલેક સ્થળે તો અનિવાર્ય રીતે તેનો ભંગ કરવાની એ આપણને ફરજ પાડે જ છે. જેમકે ગ્રન્થનું નામ અકારાન્ત હોય, અને પછી તેને ત્રીજી વિભક્તિનો પ્રત્યય લગાડવાનો પ્રસંગ આવે છે-'રા. મુનશીને વિખ્યાત કર્યા તે તો 'ગુજરાતના નાથે' જ કે ‘નર્મદનો સ્વાતંત્ર્યજુસ્સો પૂર બહારમાં પ્રકટ કર્યો તે તો એના ‘વીરસિંહે’ જ  એવું કંઈક લખવાનો પ્રસંગ આવે છે-ત્યારે મૂળ ગ્રન્થનામમાં 'એ' નહિ હોવા છતાં ‘એ’ અવતરણ ચિહ્નમાં મૂક્યા વગર ચાલતુ નથી, તો એ જ ન્યાયે ભાષારૂઢિને માન આપીને આવે સ્થળે આટલી છૂટ લઈ મૂલની માત્રા ખેરવી નાખવી એ જ યોગ્ય છે.</ref>  જ, એટલે એને ગુજરાતી ભાષાની પહેલી નવલકથા ગણવામાં આવે છે તે યોગ્ય જ છે. નવલકથાના ક્ષેત્રમાં આમ પહેલે જ સપાટે એણે જે સિદ્ધિ મેળવી છે તે આશ્ચર્યજનક છે. આપણી ભાષામાં કોઈપણ સાહિત્યપ્રકારની શરૂઆત આવા સુન્દર સબળ સ્વરૂપમાં થઈ હોય એવું લાગતું નથી. ક્યાંકથી આણીને આપણી ભૂમિમાં રોપેલો પ્રથમ જ છોડ આટલો રસાળ ને સંગીન નીવડયો જાણ્યો નથી. હિન્દની ઇતર ભાષાઓમાં પણ સૌથી પહેલી રચાએલી કોઈ પણ નવલકથાએ 'કરણઘેલા' જેટલું સામર્થ દાખવ્યું નથી. એટલે, કેવળ રસદૃષ્ટિએ જોનાર આધુનિક વાચકને એમાં કેટલીક કચાશ માલૂમ પડે એવું અવશ્ય હોવા છતાં ઉપર સૂચવેલી ઇતિહાસદૃષ્ટિએ જોઈએ તો ‘કરણઘેલો’ એ નર્મદયુગની બહુ મૂલ્યવાન કૃતિ ઠરે છે. આ કૃતિ તે કઈ ભૂમિનો ફાલ? ક્યા વૃક્ષનું એ ફળ?
નર્મદયુગ એ આપણા અર્વાચીન વાડ્મયનો આરંભકાળ છે. અત્યારના ઘણાખરા ઘૂઘવતા સાહિત્યપ્રવાહોનો ઊગમ એમાંથી જ થયો છે. આજે અડાબીડ વૃક્ષરૂપ બની ગએલા મુખ્ય મુખ્ય વાડ્મયપ્રકારો આપણી ભૂમિમાં સૌથી પહેલાં એણે જ રોપ્યા છે. નવલકથા, નાટક, નિબંધ, જીવનચરિત્ર, ઇતિહાસ આદિ ક્ષેત્રોમાં પહેલો ફાલ રજૂ કરવાનો યશ એને જ છે. ઉપલક નજરે જોઈએ કે આજની પેદાશ સાથે સરખાવીએ તો એ ફાલ નીરસ કે તુચ્છ લાગે એ સંભવિત છે, પણ એનો ક્યાસ એવી રીતે કરવાનો જ નથી. એનો ક્યાસ તો કંઈ યે નહોતું એમાંથી એ યુગના કૃષિકારોએ એ ફળ નીપજાવ્યાં એ વાત લક્ષમાં રાખીને એ ધોરણે જ કરવાનો છે. એ રીતે શૂન્યમાંથી નવી સૃષ્ટિ ઊભી કરી એમાં જ એ યુગના સાહિત્યકારોની મહત્તા રહેલી છે. આગળ ખડી થઈ ગઈ હોય એ કારણે કંઈ એ આરંભની સૃષ્ટિનું મૂલ્ય ઘટતું નથી. કેમકે વસ્તુતઃ આરંભકાળમાં પરિપક્વતાને અવકાશ જ હોતો નથી. એ વખતે જે શક્ય હોય છે તે તો કેવળ બીજારોપણ અને આછો ઉછેર જ. આમ હોવાથી નર્મદયુગના વાડ્મયનું વિવેચન કરતી વખતે એકલી રસદૃષ્ટિ આપણને યથાર્થ નિર્ણય પર નહિ લાવી શકે. રસદૃષ્ટિની સાથે સાથે ઇતિહાસદૃષ્ટિ પણ આપણે રાખવી પડશે. તો જ એ જમાનાએ જુદા જુદા વિષયોમાં જે પહેલ કરી છે તેને આપણે પૂરો ન્યાય આપી શકશું. આપણે ત્યાં નવલકથાના વિષયમાં આવી પહેલ નન્દશંકરે ‘કરણઘેલો' લખીને કરી એ વાત જાણીતી છે. એની પહેલાં પણ ‘સુબોધ’ અને ‘રમુજ’ સહિત વારતા રૂપે ખરી છબી૧<ref>૧. ખુદ ગ્રંન્થકારે જ નામપૃષ્ઠ પર વાપરેલા સ્વરૂપબોધક શબ્દો. નામ પૃષ્ઠની યોજના આવી છેઃ- <br>સાસુ વહુની લઢાઈ<br>વારતા રૂપે ખરી છબી<br>સુબોધ અને રમુજ સહિત</ref> દોરવાનો પ્રયાસ કરતી ‘સાસુ વહુની લઢાઈ' નામે મહીપતરામની એક વાર્તા ગુજરાતીમાં પ્રકટ થએલી અને તે ઠીક ઠીક લોકપ્રિય પણ બનેલી, પણ આપણે જેને નવલકથા કહીએ છીએ તેનાં લક્ષણો સૌથી પહેલાં સૌથી વિશેષ પ્રમાણમાં વ્યક્ત કર્યાં તેમ સાહિત્યની દુનિયામાં અચૂક છાપ પાડી નવલકથાની આખી પરંપરા પોતાની પાછળ ઊભી કરી તે તો નન્દશંકરના ‘કરણઘેલા'એ' ૨<ref>૨. આંહીં શું લખવું જોઈએ, “કરણઘેલાએ” કે “કરણઘેલોએ'? અવતરણચિહ્નનો સામાન્ય નિયમ તો ‘કરણઘેલો' એ', એમ જ લખવાનું કહે પણ એ રચના દેખીતી જ કઢંગી છે, એટલે ગુજરાતીભાષાનું બંધારણ લક્ષમાં લઈને એ સામાન્ય નિયમમાં આવે પ્રસંગે આટલો અપવાદ કરવો એ જ યોગ્ય લાગે છે. સાધારણ વાતચીતમાં આપણે એમ કરીએ પણ છીએ. ઉદાહરણ તરીકે વાતચીતમાં આપણે  ‘રાઈના પર્વત'માં ('રાઈનો પર્વત'માં નહિ) લેખકે વિધવાવિવાહનો પ્રશ્ન લીધો છે,’ ‘વનરાજ ચાવડા',માં ('વનરાજ ચાવડો'માં નહિ) ઘણી બાલવાર્તાઓ આવે છે’ એમ જ બોલીએ છીએ. તો લખતી વખતે પણ એ જ રૂઢિને અનુસરવું જોઈએ. ગમે તેટલો પ્રયત્ન કરીએ તો પણ ગુજરાતી ભાષાનું બંધારણ આપણને અવતરણચિહ્નના સામાન્ય નિયમને સર્વાશે વળગી રહેવા દેતું જ નથી. કેટલેક સ્થળે તો અનિવાર્ય રીતે તેનો ભંગ કરવાની એ આપણને ફરજ પાડે જ છે. જેમકે ગ્રન્થનું નામ અકારાન્ત હોય, અને પછી તેને ત્રીજી વિભક્તિનો પ્રત્યય લગાડવાનો પ્રસંગ આવે છે-'રા. મુનશીને વિખ્યાત કર્યા તે તો ‘ગુજરાતના નાથે' જ કે ‘નર્મદનો સ્વાતંત્ર્યજુસ્સો પૂર બહારમાં પ્રકટ કર્યો તે તો એના ‘વીરસિંહે’ જ  એવું કંઈક લખવાનો પ્રસંગ આવે છે-ત્યારે મૂળ ગ્રન્થનામમાં ‘એ' નહિ હોવા છતાં ‘એ’ અવતરણ ચિહ્નમાં મૂક્યા વગર ચાલતુ નથી, તો એ જ ન્યાયે ભાષારૂઢિને માન આપીને આવે સ્થળે આટલી છૂટ લઈ મૂલની માત્રા ખેરવી નાખવી એ જ યોગ્ય છે.</ref>  જ, એટલે એને ગુજરાતી ભાષાની પહેલી નવલકથા ગણવામાં આવે છે તે યોગ્ય જ છે. નવલકથાના ક્ષેત્રમાં આમ પહેલે જ સપાટે એણે જે સિદ્ધિ મેળવી છે તે આશ્ચર્યજનક છે. આપણી ભાષામાં કોઈપણ સાહિત્યપ્રકારની શરૂઆત આવા સુન્દર સબળ સ્વરૂપમાં થઈ હોય એવું લાગતું નથી. ક્યાંકથી આણીને આપણી ભૂમિમાં રોપેલો પ્રથમ જ છોડ આટલો રસાળ ને સંગીન નીવડયો જાણ્યો નથી. હિન્દની ઇતર ભાષાઓમાં પણ સૌથી પહેલી રચાએલી કોઈ પણ નવલકથાએ ‘કરણઘેલા' જેટલું સામર્થ દાખવ્યું નથી. એટલે, કેવળ રસદૃષ્ટિએ જોનાર આધુનિક વાચકને એમાં કેટલીક કચાશ માલૂમ પડે એવું અવશ્ય હોવા છતાં ઉપર સૂચવેલી ઇતિહાસદૃષ્ટિએ જોઈએ તો ‘કરણઘેલો’ એ નર્મદયુગની બહુ મૂલ્યવાન કૃતિ ઠરે છે. આ કૃતિ તે કઈ ભૂમિનો ફાલ? ક્યા વૃક્ષનું એ ફળ?


પહેલાં ભૂમિનો વિચાર કરીએ તો આ ગ્રન્થરૂપી ફળની ઉત્પાદક ભૂમિ કઈ? એને રસકસ કોણે પૂરો પાડ્યો? એની દેહઘટનામાં મહત્ત્વનો હિસ્સો કોનો? અલબત્ત, સૂરતનો જ. ‘કરણઘેલો'  સં. ૧૯૨૨-સને ૧૮૬૬ ૩<ref>૩. 'કરણઘેલા'ની પ્રકાશન સાલ બાબત કંઈક ભ્રમ લાંબા વખતથી ચાલ્યો આવતો લાગે છે. સ્વ. રમણભાઈ, રા. દેરાસરી, દી. બ. કૃષ્ણલાલ ઝવેરી, રા. વિનાયક મહેતા, અને છેલ્લે ‘કરણઘેલા’ની ગઈ સાલ બહાર પડેલી શતાબ્દી આવૃત્તિ એ સૌ એની પ્રકાશનસાલ સને ૧૮૬૮ આપે છે. પણ આ સાલ દેખીતી જ ખોટી છે. કેમકે એનાં બે સમકાલીન અવલોકનો સને ૧૮૬૭માં પ્રકટ થયેલાં : (૧) નવલરામનું ૩૧મી માર્ચ સને ૧૮૯૭ના (‘ગુજરાતમિત્ર'માં(જુઓ 'નવલગ્રન્થાવલિ’ ર ૧૮૭) અને (૨) ‘બુદ્ધિવર્ધકગના 'ના ૧૮૬૭ ના મેના અંકમાં, એટલે રા. હીરાલાલ પારેખે ૧૯૭ અને ગ્રંથકાર'માં (પુ.૫, પૃ. ૫૨) ૧૮૬૬ ની સાલ આપી છે તે જ સાચી ગણવાની છે. </ref> માં પ્રગટ થયો. એટલે વિક્રમની વીસમી સદીની પહેલી પચીસી સમયનું સૂરત એ જ એનાં કેટલાંક જીવાતુભૂત તત્ત્વોનું નિર્માણ કરનારી ભૂમિ. 'કરણઘેલા'ને એનાં કેટલાંક મુખ્ય લક્ષણો સૂરતે જ આપ્યાં છે. ત્યારે આ લક્ષણો ક્યાં? પહેલાં તો એની રસિકતા. ગુજરાતનાં શહેરોમાં સૂરતનું સ્થાન કંઈક ન્યારું જ છે. કોઈ સમર્થ લેખક અર્વાચીન શૈલીમાં એનો આદિકાળથી આજ લગીનો વૃત્તાન્ત લખે તો રોમાંચક વાર્તા જેવો આકર્ષક થઈ પડે એવો રસિક એનો ઇતિહાસ છે. એના જેવી રસીલી નગરી ગુજરાતમાં થોડી જ મળશે. ગોવર્ધનરામના શબ્દોમાં કહીએ તો સમૃદ્ધિકાળનું સૂરત એટલે તો સાગરસુન્દરીસમું ગુજરાતનું વેનિસ. મલબારી પણ એ જ કહે છે :
પહેલાં ભૂમિનો વિચાર કરીએ તો આ ગ્રન્થરૂપી ફળની ઉત્પાદક ભૂમિ કઈ? એને રસકસ કોણે પૂરો પાડ્યો? એની દેહઘટનામાં મહત્ત્વનો હિસ્સો કોનો? અલબત્ત, સૂરતનો જ. ‘કરણઘેલો'  સં. ૧૯૨૨-સને ૧૮૬૬ ૩<ref>૩. ‘કરણઘેલા'ની પ્રકાશન સાલ બાબત કંઈક ભ્રમ લાંબા વખતથી ચાલ્યો આવતો લાગે છે. સ્વ. રમણભાઈ, રા. દેરાસરી, દી. બ. કૃષ્ણલાલ ઝવેરી, રા. વિનાયક મહેતા, અને છેલ્લે ‘કરણઘેલા’ની ગઈ સાલ બહાર પડેલી શતાબ્દી આવૃત્તિ એ સૌ એની પ્રકાશનસાલ સને ૧૮૬૮ આપે છે. પણ આ સાલ દેખીતી જ ખોટી છે. કેમકે એનાં બે સમકાલીન અવલોકનો સને ૧૮૬૭માં પ્રકટ થયેલાં : (૧) નવલરામનું ૩૧મી માર્ચ સને ૧૮૯૭ના (‘ગુજરાતમિત્ર'માં(જુઓ ‘નવલગ્રન્થાવલિ’ ર ૧૮૭) અને (૨) ‘બુદ્ધિવર્ધકગના ‘ના ૧૮૬૭ ના મેના અંકમાં, એટલે રા. હીરાલાલ પારેખે ૧૯૭ અને ગ્રંથકાર'માં (પુ.૫, પૃ. ૫૨) ૧૮૬૬ ની સાલ આપી છે તે જ સાચી ગણવાની છે. </ref> માં પ્રગટ થયો. એટલે વિક્રમની વીસમી સદીની પહેલી પચીસી સમયનું સૂરત એ જ એનાં કેટલાંક જીવાતુભૂત તત્ત્વોનું નિર્માણ કરનારી ભૂમિ. ‘કરણઘેલા'ને એનાં કેટલાંક મુખ્ય લક્ષણો સૂરતે જ આપ્યાં છે. ત્યારે આ લક્ષણો ક્યાં? પહેલાં તો એની રસિકતા. ગુજરાતનાં શહેરોમાં સૂરતનું સ્થાન કંઈક ન્યારું જ છે. કોઈ સમર્થ લેખક અર્વાચીન શૈલીમાં એનો આદિકાળથી આજ લગીનો વૃત્તાન્ત લખે તો રોમાંચક વાર્તા જેવો આકર્ષક થઈ પડે એવો રસિક એનો ઇતિહાસ છે. એના જેવી રસીલી નગરી ગુજરાતમાં થોડી જ મળશે. ગોવર્ધનરામના શબ્દોમાં કહીએ તો સમૃદ્ધિકાળનું સૂરત એટલે તો સાગરસુન્દરીસમું ગુજરાતનું વેનિસ. મલબારી પણ એ જ કહે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>સૂરત તરફ ફરી આંખ હવે, જ્યાં પહેલાં તો જંગલ વેરાન,  
{{Block center|<poem>સૂરત તરફ ફરી આંખ હવે, જ્યાં પહેલાં તો જંગલ વેરાન,  
Line 15: Line 15:
પણ એકેક શ્રીમાન જ એવો, બે રાજા ગજવે મૂકે.
પણ એકેક શ્રીમાન જ એવો, બે રાજા ગજવે મૂકે.
સોદાગરસંસ્થાન તું સૂરત! શું વેનિસ શું ઈસ્તમબોલ?
સોદાગરસંસ્થાન તું સૂરત! શું વેનિસ શું ઈસ્તમબોલ?
તારા આગળ જાય વટાવે, દોલતમહિમાનું નહિ તોલ ૪<ref>૪. 'મલબારીનાં કાવ્યરત્નો,' પૃ. ૭૫.</ref> </poem>}}
તારા આગળ જાય વટાવે, દોલતમહિમાનું નહિ તોલ ૪<ref>૪. ‘મલબારીનાં કાવ્યરત્નો,' પૃ. ૭૫.</ref> </poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અર્થાત્, આજે જે સ્થાન મુંબઈનું છે તે એક કાળે સૂરતનું હતું. એના બારામાં દેશ દેશનાં વહાણો નાગરતાં અને એના ચૌટામાં દૂર દૂરની પચરંગી પ્રજાઓ ઊભરાતી. વિદેશો સાથેના વેપારે ખેંચી આણેલી સમૃદ્ધિથી સુરત એક કાળે ‘સૂનાની મૂરત' બની ગએલું. એ સમૃદ્ધિએ એક પ્રકારની સુઘડ રસિક્તા તેનામાં આણેલી. સમય જતાં એ સમૃદ્ધિ તો પાછી તણાઈ ગઈ, પણ પેલી રસિકતા તેની પ્રજામાં પ્રકૃતિરૂપ બનીને રહી. તેથી જ એ જમાનામાં નવલરામે સૂરતીઓ વિષે ગાએલું કે:
અર્થાત્, આજે જે સ્થાન મુંબઈનું છે તે એક કાળે સૂરતનું હતું. એના બારામાં દેશ દેશનાં વહાણો નાગરતાં અને એના ચૌટામાં દૂર દૂરની પચરંગી પ્રજાઓ ઊભરાતી. વિદેશો સાથેના વેપારે ખેંચી આણેલી સમૃદ્ધિથી સુરત એક કાળે ‘સૂનાની મૂરત' બની ગએલું. એ સમૃદ્ધિએ એક પ્રકારની સુઘડ રસિક્તા તેનામાં આણેલી. સમય જતાં એ સમૃદ્ધિ તો પાછી તણાઈ ગઈ, પણ પેલી રસિકતા તેની પ્રજામાં પ્રકૃતિરૂપ બનીને રહી. તેથી જ એ જમાનામાં નવલરામે સૂરતીઓ વિષે ગાએલું કે:
Line 26: Line 26:
હસતાં રમતાં જ દીસે સૌ, કરતાં હશે શું કામ?'</poem>}}  
હસતાં રમતાં જ દીસે સૌ, કરતાં હશે શું કામ?'</poem>}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
જીવનને ઠેઠ સુધી પૂરેપુરું માણવાની સૂરતીઓની આ ઉદામ વૃત્તિનાં બે જ દૃષ્ટાન્તો આંહી બસ થશે : ઉત્તરાયણને દિવસે ઘરડા ડોસા પણ પતંગ ચગાવવા માટે નાના બાળકની પેઠે છાપરાં પર કૂદાકૂદ કરી મૂકે, તેમ હોળીના દિવસોમાં સિત્તેરની ઉંમરે પણ ઘેરૈયા બનીને જંગ મચાવતાં અથવા પોતાના જ પુત્રને ધૂળથી ભરી મૂકતાં ન અચકાય એવી મસ્ત ઉલ્લાસવૃત્તિ સૂરત સિવાય બીજે ક્યાંય નહિ મળે. સૂરતવાસીઓનું નાનામાં નાનું કાર્ય પણ ઉલ્લાસ ને રસવૃત્તિથી રંગાયા વિના રહેતું નહિ. તેથી જ રા. વિનાયક મહેતા કહે છે તેમ એ જમાનામાં ‘શાક મોળવું એ પણ એક કળા! અન્ન પીરસવું એક હુન્નર! પીરસતાં બોલવું એમાં કવન અને વક્તત્વશક્તિનું સંઘટ્ટન!.ઓચ્છવલાલ દેસાઈ કારેલાં સમારે તે જોવા મ્હેતાઓ તો શું પણ દેસાઈઓ પણ પરસ્પરની સ્પર્ધા છોડી દઈ આવે!' ૫<ref>૫. 'નંદશંકર જીવનચરિત્ર', પૃ. ૫૭</ref>  આજે પણ આ રસિક્તા એ જ સૂરતવાસીઓનું વિશિષ્ટ લક્ષણ છે. એમાં ફેર પડયો હોય તો તે એટલો જ કે શિક્ષણના સંસ્કારને લીધે એની અંદરનો ઉન્મત્તાઈનો મૅલ ગળાઈ ગયો છે, અને અત્યારે તેણે શુદ્ધ, સૌમ્ય. સુઘડ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. સૂરતીઓ આજે ગુજરાતમાં જુદા તરી આવે છે તે એમની આવી સુઘડ રસિકતા વડે 'કરણઘેલો' એટલે સૂરતવાસીની આ સ્વભાવરૂપ બની ગયેલી સુઘડ રસિક્તાનું મિષ્ટ ફળ અલબત્ત પણ સૂક્ષ્મરૂપે એ જમાનો ઊપજાવી શકે એવું શિષ્ટ ફળ. અને રસિકતા એમાં પ્રકટ રૂપે તરી આવતી નથી, પણ સૂક્ષ્મરૂપે એમાં સર્વત્ર વ્યાપી ગએલી છે. કોઈ અમુક જ પ્રસંગોમાં એ વ્યક્ત થઈ છે એમ નથી, પણ એની સમગ્ર રચનામાં એ કામ કરી રહી છે. જીવનને ઉલ્લાસપૂર્વક માણી રહેલા ને એનાં સર્વ પાસાંમાં ઊંડો રસ લઈ રહેલા, પ્રકૃતિ તેમ માનવ એ ઉભય તત્ત્વોનું આનન્દપૂર્વક અવલોકન ચિન્તન કરી રહેલા કોઈ રસિક પંડિતની આ કૃતિ છે એમ વાંચનારને એમાં પગલે પગલે પ્રતીત થયા વગર રહેતું નથી. એનાં વર્ણનોમાં સ્થળે સ્થળે જે કવિત્વ ઝબકી રહ્યું છે, એના ભાવોમાં ઠેર ઠેર જે સુકુમારતા પ્રત્યક્ષ થઈ રહી છે, અને એની ભાષામાં સર્વત્ર જે લાલિત્ય વિલસી રહ્યું છે તે સઘળું સૂરત-વાસીની આ પ્રકૃતિસ્થ રસિકતાનું જ પરિણામ છે. આજે આટલાં વરસના ગાળા પછી આપણને એમાં ક્વચિત ખામી દેખાય તો તે સમજી શકાય એમ છે, પણ નર્મદયુગની સાહિત્યસૃષ્ટિમાં તો એના જેટલી સુઘડ રસિકતા છતી કરતાં પુસ્તક બહુ થોડાં દેખાડી શકાય એમ છે, અને આજે આપણને એમાં ગમે તેટલી ખોડખાંપણ ભાસે, તો પણ એ જમાનામાં તો આવી આવી રસિકતાનો પણ સંભવ સૂરત સિવાય બીજે ક્યાં યે કલ્પી શકાય એમ નથી. સૂરતે ‘કરણઘેલા’ને આપેલું પહેલું મુખ્ય તત્ત્વ તે એની અંદરની રસિકતા, તો તેણે એને આપેલું બીજું મુખ્ય તત્ત્વ તે એની અંદરનો કૌતુકપ્રેમ ('રોમાન્ટિસિઝમ'). 'કરણઘેલો’ એટલે ગુજરાતી ભાષાની પહેલી કૌતુકપ્રિય નવલકથા, અને એના આ કૌતુકમય અંશો એને તત્કાલીન સૂરતના વાતાવરણમાંથી જ મળેલા. ઉદાહરણ તરીકે 'કરણઘેલા'નું સૌથી કૌતુકમય ગણાય એવું સાતમું પ્રકરણ લ્યો. એ પ્રકરણમાં પહેલેથી છેલ્લે સુધી કરણના સમયના પાટણને નામે નન્દશંકરના સમયના સૂરતનું જ વર્ણન કરેલું જણાઈ આવે છે. નન્દશંકરના જમાનાના સૂરતનું વાતાવરણ અનેક પ્રકારના વહેમોથી ભરપૂર હતું. સને ૧૮૩૭માં સૂરતમાં થયેલી મહાભયંકર આગે આ વહેમોમાં ખૂબ વધારો કરી મૂકેલો. એ આગ ત્રણ માઈલના ઘેરાવામાં ફેલાએલી, ને શહેરનો દસ માઈલ જેટલો વિસ્તાર એથી ખંડિયેર બની ગએલો. એમાં લાખોનો માલ બળી ગએલો, હજારો મકાનો ખાખ થઈ ગએલાં, અને સેંકડોબૈરાં ઘરમાં સડસડી ગએલાં. આ આગ વખતે નન્દશંકરની ઉંમર તો બે જ વરસની હતી, તેથી તેમણે જાતે આ આગ જોઈ હોય તો પણ એ પ્રત્યક્ષ દર્શનના સંસ્કાર ભાગ્યે જ તેમના ચિત્ત પર ચાલુ રહ્યા હોય. પણ આ આગથી સૂરતની સઘળી રોનક નાશ પામેલી, અને જાનમાલની પારાવાર ખુવારી થએલી, તેથી લોકોના ચિત્તમાંથી તેનું સ્મરણ કેટલાં યે વર્ષો સુધી લુપ્ત થએલું નહિ. એટલે એ ભયંકર હોનારતની વાતો તેમણે તેમની બાલ્યાવસ્થામાં લોકોને મોંએથી ફરી ફરીને સાંભળેલી, અને એની છાપ તેમના ચિત્તમાં ઊંડી કોતરાઈ ગએલી. એ છાપ આ સાતમું પ્રકરણ લખતી વખતે નન્દશંકરના મનમાં ફરી ઊપસી આવેલી, અને એ પ્રકરણમાં વર્ણવેલી પ્રચંડ આગના ચિતાર વખતે આ સાડત્રીસી આગના સંસ્કારોએ જ સઘળી સામગ્રી પૂરી પાડેલી. સૂરતની સાડત્રીસી આગ લોકોને કોઈ સામાન્ય અકસ્માત કરતાં ભયંકર દૈવકોપ જેવી જ લાગેલી, અને જેમ જેમ પાણી છાંટતા ગએલા તેમ તેમ બૂઝાવાને બદલે તે વધુ ને વધુ ફેલાતી ગએલી. પાટણની આગના વર્ણનમાં પણ આ જ વાત આવે છે. એટલે પાટણની આગને નામે એમાં આપણે સુરતની સાડત્રીસી આગનું જ વર્ણન વાંચીએ છીએ એમ સમજવાનું છે. સાડત્રીસી આગને લીધે સુરતમાં જાતજાતના વહેમો પ્રવર્તવા લાગેલા. રા. વિનાયક મહેતા કહે છે તેમ એથી “કલ્પનાશક્તિથી ભરપૂર હેમીલા બુકમાં હઝારુ સુવાવડી સંખણી બની ગાફેલ મહોલ્લાવાળાને કનડે છે. અહીં તો ધડાધડ કોઈ ભૂસકા મારે છે. પેલી તરફ તો ભડકું નાચ્યા કરે છે. આ કમહોલ્લામાં તો દાટેલા દ્રવ્યનું રક્ષણ કરતું ભૂત ભમે છે. વગેરે વગેરે અનેક વહેમોથી લોકો ભયભીત થવા લાગ્યા.૬<ref>૬. 'નંદશંકર જીવનચિત્ર', પૃ. ૨૭ - ૮.</ref>  'કરણઘેલા' માં કેશવ મરાયા પછીની પટ્ટણીઓની જે મનોદશા વર્ણવી છે તે પણ બરાબર આવી જ છે. અને 'કરણઘેલો' ઉઘાડતાં જ આપણે મધ્યકાલના કોઈ કૌતુકમય પ્રદેશમાં વિહરીએ છીએ એવો ખ્યાલ આપનારો એના બીજા પ્રકરણમાં વર્ણવેલો કરણ અને વંતરીઓ વચ્ચેનો પેલો પ્રસંગ (શતાબ્દી આવૃત્તિ પૃ. ૪૦-૨. 'કરણઘેલા'નો આ લેખમાં આપેલો પૃષ્ઠાંક સર્વત્ર એ આવૃત્તિ પ્રમાણે જ સમજવાનો છે.) પણ આ જમાનાની વહેમી વાતો ઉપરથી જ યોજાયો છે. અલબત્ત, એમાં શેક્સપિયરના ‘મેકબેથ'ની છાયા છે જ, પણ એ વંતરીઓ પોતાનો જે ઇતિહાસ આપે છે કે અમે સુવાવડમાં મરી ગએલ નથી અવગતિ પામેલ છીએ તેમાં તો આ સાડત્રીસી આગ પછીના વાતાવરણની જ અસર સ્પષ્ટ જોઈ શકાય છે. 'કરણઘેલા'માં બાબરાભૂતે જે ઉપદ્રવ કરેલો અને હરપાળે તેને વશ કરવાને જે સાધના કરેલી તેમાં પણ એ સમયના સૂરતનું જ વાતાવરણ તાદશ પ્રતિબિંબિત થએલું છે. સાડત્રીસી આગ પછી સાત વરસે સને ૧૮૪૪માં નામાંકિત દુર્ગારામ મહેતાજીએ ભૂતપ્રેત તથા જાદૂમત્રના વહેમોને જડમૂળથી નાબૂદ કરવા જબરું યુદ્ધ આદરેલું. એ યુદ્ધના અહેવાલ ઉપરથી જોઈ શકાય છે કે એ વખતના સૂરતીઓ ભૂતપ્રેતની મેલી ઉપાસનામાં રચ્યાપચ્યા રહેતા હતા. તેનું એક કારણ ઉપર કહેલી સાડત્રીસી આગે લીધે ઉત્પન્ન થએલી વહેમી મનોદશા, તો બીજું કારણ મલબારી કહે છે તેમ પૈસે ટકે ખાલી થઈ ગએલા સૂરતીઓની યેનકેન ઉપાયેન ફરીથી તવંગર બનવાની તાલાવેલી. મલબારીએ 'સૂરતી લાલા સહેલાણી' માં આ વસ્તુનો અચ્છો ચિતાર રજૂ કર્યો છે :-
જીવનને ઠેઠ સુધી પૂરેપુરું માણવાની સૂરતીઓની આ ઉદામ વૃત્તિનાં બે જ દૃષ્ટાન્તો આંહી બસ થશે : ઉત્તરાયણને દિવસે ઘરડા ડોસા પણ પતંગ ચગાવવા માટે નાના બાળકની પેઠે છાપરાં પર કૂદાકૂદ કરી મૂકે, તેમ હોળીના દિવસોમાં સિત્તેરની ઉંમરે પણ ઘેરૈયા બનીને જંગ મચાવતાં અથવા પોતાના જ પુત્રને ધૂળથી ભરી મૂકતાં ન અચકાય એવી મસ્ત ઉલ્લાસવૃત્તિ સૂરત સિવાય બીજે ક્યાંય નહિ મળે. સૂરતવાસીઓનું નાનામાં નાનું કાર્ય પણ ઉલ્લાસ ને રસવૃત્તિથી રંગાયા વિના રહેતું નહિ. તેથી જ રા. વિનાયક મહેતા કહે છે તેમ એ જમાનામાં ‘શાક મોળવું એ પણ એક કળા! અન્ન પીરસવું એક હુન્નર! પીરસતાં બોલવું એમાં કવન અને વક્તત્વશક્તિનું સંઘટ્ટન!.ઓચ્છવલાલ દેસાઈ કારેલાં સમારે તે જોવા મ્હેતાઓ તો શું પણ દેસાઈઓ પણ પરસ્પરની સ્પર્ધા છોડી દઈ આવે!' ૫<ref>૫. ‘નંદશંકર જીવનચરિત્ર', પૃ. ૫૭</ref>  આજે પણ આ રસિક્તા એ જ સૂરતવાસીઓનું વિશિષ્ટ લક્ષણ છે. એમાં ફેર પડયો હોય તો તે એટલો જ કે શિક્ષણના સંસ્કારને લીધે એની અંદરનો ઉન્મત્તાઈનો મૅલ ગળાઈ ગયો છે, અને અત્યારે તેણે શુદ્ધ, સૌમ્ય. સુઘડ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. સૂરતીઓ આજે ગુજરાતમાં જુદા તરી આવે છે તે એમની આવી સુઘડ રસિકતા વડે ‘કરણઘેલો' એટલે સૂરતવાસીની આ સ્વભાવરૂપ બની ગયેલી સુઘડ રસિક્તાનું મિષ્ટ ફળ અલબત્ત પણ સૂક્ષ્મરૂપે એ જમાનો ઊપજાવી શકે એવું શિષ્ટ ફળ. અને રસિકતા એમાં પ્રકટ રૂપે તરી આવતી નથી, પણ સૂક્ષ્મરૂપે એમાં સર્વત્ર વ્યાપી ગએલી છે. કોઈ અમુક જ પ્રસંગોમાં એ વ્યક્ત થઈ છે એમ નથી, પણ એની સમગ્ર રચનામાં એ કામ કરી રહી છે. જીવનને ઉલ્લાસપૂર્વક માણી રહેલા ને એનાં સર્વ પાસાંમાં ઊંડો રસ લઈ રહેલા, પ્રકૃતિ તેમ માનવ એ ઉભય તત્ત્વોનું આનન્દપૂર્વક અવલોકન ચિન્તન કરી રહેલા કોઈ રસિક પંડિતની આ કૃતિ છે એમ વાંચનારને એમાં પગલે પગલે પ્રતીત થયા વગર રહેતું નથી. એનાં વર્ણનોમાં સ્થળે સ્થળે જે કવિત્વ ઝબકી રહ્યું છે, એના ભાવોમાં ઠેર ઠેર જે સુકુમારતા પ્રત્યક્ષ થઈ રહી છે, અને એની ભાષામાં સર્વત્ર જે લાલિત્ય વિલસી રહ્યું છે તે સઘળું સૂરત-વાસીની આ પ્રકૃતિસ્થ રસિકતાનું જ પરિણામ છે. આજે આટલાં વરસના ગાળા પછી આપણને એમાં ક્વચિત ખામી દેખાય તો તે સમજી શકાય એમ છે, પણ નર્મદયુગની સાહિત્યસૃષ્ટિમાં તો એના જેટલી સુઘડ રસિકતા છતી કરતાં પુસ્તક બહુ થોડાં દેખાડી શકાય એમ છે, અને આજે આપણને એમાં ગમે તેટલી ખોડખાંપણ ભાસે, તો પણ એ જમાનામાં તો આવી આવી રસિકતાનો પણ સંભવ સૂરત સિવાય બીજે ક્યાં યે કલ્પી શકાય એમ નથી. સૂરતે ‘કરણઘેલા’ને આપેલું પહેલું મુખ્ય તત્ત્વ તે એની અંદરની રસિકતા, તો તેણે એને આપેલું બીજું મુખ્ય તત્ત્વ તે એની અંદરનો કૌતુકપ્રેમ ('રોમાન્ટિસિઝમ'). ‘કરણઘેલો’ એટલે ગુજરાતી ભાષાની પહેલી કૌતુકપ્રિય નવલકથા, અને એના આ કૌતુકમય અંશો એને તત્કાલીન સૂરતના વાતાવરણમાંથી જ મળેલા. ઉદાહરણ તરીકે ‘કરણઘેલા'નું સૌથી કૌતુકમય ગણાય એવું સાતમું પ્રકરણ લ્યો. એ પ્રકરણમાં પહેલેથી છેલ્લે સુધી કરણના સમયના પાટણને નામે નન્દશંકરના સમયના સૂરતનું જ વર્ણન કરેલું જણાઈ આવે છે. નન્દશંકરના જમાનાના સૂરતનું વાતાવરણ અનેક પ્રકારના વહેમોથી ભરપૂર હતું. સને ૧૮૩૭માં સૂરતમાં થયેલી મહાભયંકર આગે આ વહેમોમાં ખૂબ વધારો કરી મૂકેલો. એ આગ ત્રણ માઈલના ઘેરાવામાં ફેલાએલી, ને શહેરનો દસ માઈલ જેટલો વિસ્તાર એથી ખંડિયેર બની ગએલો. એમાં લાખોનો માલ બળી ગએલો, હજારો મકાનો ખાખ થઈ ગએલાં, અને સેંકડોબૈરાં ઘરમાં સડસડી ગએલાં. આ આગ વખતે નન્દશંકરની ઉંમર તો બે જ વરસની હતી, તેથી તેમણે જાતે આ આગ જોઈ હોય તો પણ એ પ્રત્યક્ષ દર્શનના સંસ્કાર ભાગ્યે જ તેમના ચિત્ત પર ચાલુ રહ્યા હોય. પણ આ આગથી સૂરતની સઘળી રોનક નાશ પામેલી, અને જાનમાલની પારાવાર ખુવારી થએલી, તેથી લોકોના ચિત્તમાંથી તેનું સ્મરણ કેટલાં યે વર્ષો સુધી લુપ્ત થએલું નહિ. એટલે એ ભયંકર હોનારતની વાતો તેમણે તેમની બાલ્યાવસ્થામાં લોકોને મોંએથી ફરી ફરીને સાંભળેલી, અને એની છાપ તેમના ચિત્તમાં ઊંડી કોતરાઈ ગએલી. એ છાપ આ સાતમું પ્રકરણ લખતી વખતે નન્દશંકરના મનમાં ફરી ઊપસી આવેલી, અને એ પ્રકરણમાં વર્ણવેલી પ્રચંડ આગના ચિતાર વખતે આ સાડત્રીસી આગના સંસ્કારોએ જ સઘળી સામગ્રી પૂરી પાડેલી. સૂરતની સાડત્રીસી આગ લોકોને કોઈ સામાન્ય અકસ્માત કરતાં ભયંકર દૈવકોપ જેવી જ લાગેલી, અને જેમ જેમ પાણી છાંટતા ગએલા તેમ તેમ બૂઝાવાને બદલે તે વધુ ને વધુ ફેલાતી ગએલી. પાટણની આગના વર્ણનમાં પણ આ જ વાત આવે છે. એટલે પાટણની આગને નામે એમાં આપણે સુરતની સાડત્રીસી આગનું જ વર્ણન વાંચીએ છીએ એમ સમજવાનું છે. સાડત્રીસી આગને લીધે સુરતમાં જાતજાતના વહેમો પ્રવર્તવા લાગેલા. રા. વિનાયક મહેતા કહે છે તેમ એથી “કલ્પનાશક્તિથી ભરપૂર હેમીલા બુકમાં હઝારુ સુવાવડી સંખણી બની ગાફેલ મહોલ્લાવાળાને કનડે છે. અહીં તો ધડાધડ કોઈ ભૂસકા મારે છે. પેલી તરફ તો ભડકું નાચ્યા કરે છે. આ કમહોલ્લામાં તો દાટેલા દ્રવ્યનું રક્ષણ કરતું ભૂત ભમે છે. વગેરે વગેરે અનેક વહેમોથી લોકો ભયભીત થવા લાગ્યા.૬<ref>૬. ‘નંદશંકર જીવનચિત્ર', પૃ. ૨૭ - ૮.</ref>  ‘કરણઘેલા' માં કેશવ મરાયા પછીની પટ્ટણીઓની જે મનોદશા વર્ણવી છે તે પણ બરાબર આવી જ છે. અને ‘કરણઘેલો' ઉઘાડતાં જ આપણે મધ્યકાલના કોઈ કૌતુકમય પ્રદેશમાં વિહરીએ છીએ એવો ખ્યાલ આપનારો એના બીજા પ્રકરણમાં વર્ણવેલો કરણ અને વંતરીઓ વચ્ચેનો પેલો પ્રસંગ (શતાબ્દી આવૃત્તિ પૃ. ૪૦-૨. ‘કરણઘેલા'નો આ લેખમાં આપેલો પૃષ્ઠાંક સર્વત્ર એ આવૃત્તિ પ્રમાણે જ સમજવાનો છે.) પણ આ જમાનાની વહેમી વાતો ઉપરથી જ યોજાયો છે. અલબત્ત, એમાં શેક્સપિયરના ‘મેકબેથ'ની છાયા છે જ, પણ એ વંતરીઓ પોતાનો જે ઇતિહાસ આપે છે કે અમે સુવાવડમાં મરી ગએલ નથી અવગતિ પામેલ છીએ તેમાં તો આ સાડત્રીસી આગ પછીના વાતાવરણની જ અસર સ્પષ્ટ જોઈ શકાય છે. ‘કરણઘેલા'માં બાબરાભૂતે જે ઉપદ્રવ કરેલો અને હરપાળે તેને વશ કરવાને જે સાધના કરેલી તેમાં પણ એ સમયના સૂરતનું જ વાતાવરણ તાદશ પ્રતિબિંબિત થએલું છે. સાડત્રીસી આગ પછી સાત વરસે સને ૧૮૪૪માં નામાંકિત દુર્ગારામ મહેતાજીએ ભૂતપ્રેત તથા જાદૂમત્રના વહેમોને જડમૂળથી નાબૂદ કરવા જબરું યુદ્ધ આદરેલું. એ યુદ્ધના અહેવાલ ઉપરથી જોઈ શકાય છે કે એ વખતના સૂરતીઓ ભૂતપ્રેતની મેલી ઉપાસનામાં રચ્યાપચ્યા રહેતા હતા. તેનું એક કારણ ઉપર કહેલી સાડત્રીસી આગે લીધે ઉત્પન્ન થએલી વહેમી મનોદશા, તો બીજું કારણ મલબારી કહે છે તેમ પૈસે ટકે ખાલી થઈ ગએલા સૂરતીઓની યેનકેન ઉપાયેન ફરીથી તવંગર બનવાની તાલાવેલી. મલબારીએ ‘સૂરતી લાલા સહેલાણી' માં આ વસ્તુનો અચ્છો ચિતાર રજૂ કર્યો છે :-
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘કોઈ જાદુ કૌતુકે તણાયે, કોઈ કિમિયામાં જાય ચસી.  
{{Block center|<poem>‘કોઈ જાદુ કૌતુકે તણાયે, કોઈ કિમિયામાં જાય ચસી.  
Line 41: Line 41:
ઘાતક એવી ક્રિયા થકી, શેઠ! ગઈ દોલત શું મળવાની?’ ૭<ref>૭. ‘મલબારીનાં કાવ્યરત્નો,' પૃ. ૮૨.</ref> </poem>}}
ઘાતક એવી ક્રિયા થકી, શેઠ! ગઈ દોલત શું મળવાની?’ ૭<ref>૭. ‘મલબારીનાં કાવ્યરત્નો,' પૃ. ૮૨.</ref> </poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સૂરતમાં એ વખતે આ ઘેલછા એટલી બધી વધી પડી હતી કે દુર્ગારામ મહેતાજીએ જાદુગરોની વાતો જૂઠી છે એમ પુરવાર કરવા માટે ભરેલી સભામાં વિઠ્ઠલદાસ મુલતાની નામના એક ગૃહસ્થે એકરાર કરેલો કે જાદુમન્ત્રના બધા પ્રયોગો અજમાવી જોવા પોતે પચીસ હજાર રૂપિયા ખરાબ કરેલા. બીજા પણ કેટલાક માણસોએ પોતે મારણ, વશીકરણ વગેરે મંત્રોની સિદ્ધિ અર્થ હનુમાન વગેરે જુદા જુદા દેવોની જે ઉપાસના કરેલી તથા સ્મશાનમાં જઈને સાધના કરેલી તેની કેફિયતો રજૂ કરેલી. સૂરતના ચોકબજારમાંના બક્ષીજીના દરિયામહેલમાં દુર્ગારામની આ બધી સભાઓ ભરાતી તે વખતે નન્દશંકરની ઉંમર નવ વરસની હતી, એટલે આ બધા પ્રયોગોની વાતો તેણે શહેરમાં સાંભળી હશે અને કદાચ પોતાના સહાધ્યાયી મહીપતરામની પેઠે આ કુતૂહલપ્રિય બાળક પણ આ બધા તમાસા જોવામાં તથા કેફિયતો સાંભળવામાં જાતે હાજર પણ હશે, અને તેથી ‘કરણઘેલા’માંનો હરપાળવાળો આખો પ્રસંગ તેમણે આ બધી તેમ એવી બીજી વાતો ઉપરથી જ ઉપજાવી કાઢેલો એમાં શંકા નથી. આ રીતે 'કરણઘેલો' એટલે ગુજરાતની જેવી તેવી તો પણ પહેલી કૌતુકપ્રિય નવલકથા, અને એમાંના ઘણાખરા કૌતુકમય પ્રસંગો તત્કાલીન સૂરતના વાતાવરણે જ આપેલા.
સૂરતમાં એ વખતે આ ઘેલછા એટલી બધી વધી પડી હતી કે દુર્ગારામ મહેતાજીએ જાદુગરોની વાતો જૂઠી છે એમ પુરવાર કરવા માટે ભરેલી સભામાં વિઠ્ઠલદાસ મુલતાની નામના એક ગૃહસ્થે એકરાર કરેલો કે જાદુમન્ત્રના બધા પ્રયોગો અજમાવી જોવા પોતે પચીસ હજાર રૂપિયા ખરાબ કરેલા. બીજા પણ કેટલાક માણસોએ પોતે મારણ, વશીકરણ વગેરે મંત્રોની સિદ્ધિ અર્થ હનુમાન વગેરે જુદા જુદા દેવોની જે ઉપાસના કરેલી તથા સ્મશાનમાં જઈને સાધના કરેલી તેની કેફિયતો રજૂ કરેલી. સૂરતના ચોકબજારમાંના બક્ષીજીના દરિયામહેલમાં દુર્ગારામની આ બધી સભાઓ ભરાતી તે વખતે નન્દશંકરની ઉંમર નવ વરસની હતી, એટલે આ બધા પ્રયોગોની વાતો તેણે શહેરમાં સાંભળી હશે અને કદાચ પોતાના સહાધ્યાયી મહીપતરામની પેઠે આ કુતૂહલપ્રિય બાળક પણ આ બધા તમાસા જોવામાં તથા કેફિયતો સાંભળવામાં જાતે હાજર પણ હશે, અને તેથી ‘કરણઘેલા’માંનો હરપાળવાળો આખો પ્રસંગ તેમણે આ બધી તેમ એવી બીજી વાતો ઉપરથી જ ઉપજાવી કાઢેલો એમાં શંકા નથી. આ રીતે ‘કરણઘેલો' એટલે ગુજરાતની જેવી તેવી તો પણ પહેલી કૌતુકપ્રિય નવલકથા, અને એમાંના ઘણાખરા કૌતુકમય પ્રસંગો તત્કાલીન સૂરતના વાતાવરણે જ આપેલા.
‘કરણઘેલા’ને સૂરતે આપેલું ત્રીજું તત્ત્વ તે એનો સંસ્કારપ્રેમ એ જમાનાનો શબ્દ વાપરીએ તો, એની સુધારાની ધગશ. નર્મદયુગ એટલે ગુજરાતના પ્રબોધકાળનું પ્રભાત એ તો આપણે સૌ જાણીએ છીએ. એ પ્રબોધકાળનાં પ્રભાતકિરણો તળ ગુજરાતમાં એટલે કે મુંબઈ બહાર સૌથી પહેલાં પડ્યાં તે સૂરતમાં જ. એટલે એ જમાનામાં તો સૂરત અમુક રીતે ગુજરાતનું નાનકડું સંસ્કૃતિકેન્દ્ર ગણાય એવું નગર હતું જેવું બંગાળામાં કલકત્તા હતું તેવું જ. બંગાળીઓ અંગ્રેજો સાથે સૌથી પહેલાં સંપર્કમાં આવ્યા તે જેમ કલકત્તામાં, અને તેથી નવયુગના સુધારાપ્રવૃત્તિનું તે જેમ મુખ્ય મથક થઈ પડેલું, તેમ ગુજરાતીઓ પણ અંગ્રેજો સાથે સૌથી પહેલા સંપર્કમાં આવ્યા તે સૂરતમાં જ, અને તેથી તે પણ કેટલાંક વરસ સુધી ગુજરાતીસુધારાપ્રવૃત્તિનું મુખ્ય મથક થઈ પડેલું. ગુજરાતી સુધારાનો પ્રભાતશુક્ર દુર્ગારામ મહેતાજી, તે સૌથી પહેલો સૂરતમાં જ ચમકેલો. સુધારાની પહેલી બાંગ એણે જ સૂરતમાંથી ગુજરાતને સંભળાવેલી. ગુજરાતને ઘડનારાં કેટલાંક બળોનો ઉદ્ગમ પણ આંહીંથી જ થએલો. નર્મદાશંકર, નવલરામ, મહીપતરામ આદિ નવયુગના કેટલાક સમર્થ સંસ્કારસેવકોનું ઘડતર આંહી સૂરતમાં જ થએલું, અને એમને શિક્ષણ આદિથી સુસજ્જ કરીને સૂરતે જ જુદે જુદે સ્થળે રવાના કરી દીધેલા. એટલે સૂરત એટલે અર્વાચીન ગુજરાતનું આદ્ય જ્યોતિર્ધર નગર, અને એવા જ્યોતિર્ધર નગરમાં એવા સંસ્કારપરાયણ વાતાવરણ વચ્ચે વસીને નન્દશંકરે 'કરણઘેલો' રચેલો, તેથી સંસ્કાર અને જ્ઞાનના એ જ્યોતિને પોતાના બન્ધુઓ સમક્ષ ધરવાની ઉત્કટ ઈચ્છા એમાં દેખાઈ આવે એ સ્વાભાવિક જ છે. 'કરણઘેલા'માં આધુનિક વાચકને અળખામણાં લાગતાં અને શુદ્ધ વાર્તા તરીકે એને વિરૂપ બનાવતાં જે વર્ણનચિન્તનો ઠેરઠેર જોવામાં આવે છે તે એ આદ્ય જ્યોતિર્ધર સૂરતનો જ વારસો છે. નવી અંગ્રેજી કેળવણી શરૂ થએલી તેનો પોતાને પહેલવહેલો લાભ મળેલો, અને એ દ્વારા પોતાને નવું જ્ઞાન મળેલું, તેથી કુદરતી રીતે જ કોઈ નવસૃષ્ટિના દર્શનથી થાય તેમ નન્દશંકરનું ચિત્ત પ્રફુલ્લ બનીને ઉલ્લાસમાં આવી ગએલું. ‘કરણઘેલા'માં ઇતિહાસ, ભૂગોળ, ચિત્તશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, આદિ વિષયો પર જે વર્ણન વિચારણાઓ સ્થળે સ્થળે નજરે પડે છે તે આવા નૂતનજ્ઞાનદર્શનથી ઉલ્લાસમાં આવી ગએલા ચિત્તના અનિવાર્ય ઉદ્ગારો જેવાં જ છે. એ સઘળી નિબન્ધાવલિ તે જ્ઞાન ને સંસ્કારની નવવર્ષાને દેખી નાચી ઊઠેલા કોઈ જલદરસિક નીલકંઠની મસ્ત કેકાવલિ જેવી જ છે. એને લીધે વાર્તાનું સ્વરૂપ બદલાઈ ગયું છે, અને શુદ્ધ નવલકથા કરતાં એ નિબન્ધમાલા જેવી વિશેષ બની ગઈ છે, તથા આજે એમાંનું ઘણું ખરું જ્ઞાન ઘરગથ્થુ બની જતાં એની અંદરની નવીનતાની ચમક ચાલી ગઈ છે, પણ એ દોષ લેખકનો છે તે કરતાં તેના જમાનાનો અને તેની પરિસ્થિતિનો વિશેષ છે. એ જમાનાના લોકોમાં સામાન્ય જ્ઞાન કહીએ એવી માહિતી પણ બહુ ઓછી હતી, એવી માહિતી પ્રાપ્ત કરવાના સાધન પણ અત્યાર જેટલાં સુલભ નહોતાં, પુસ્તકો પણ આજ જેટલાં વાંચી શકે એવી સગવડ નહોતી, એટલે આવી દશામાં દરેક લેખકને પુસ્તક લખતી વખતે એમ થતું કે પોતાના એ પુસ્તક દ્વારા આસપાસના અંધકારમય પ્રદેશને અજવાળે એવો નાનકડો દીવો પોતે પેટાવવાનો છે, અને તેથી તેમાં પોતે જેટલું જ્ઞાન, જેટલો બોધ, જેટલું જીવનદર્શન ગૂંથી શકે તેટલું પોતાનું કાર્ય વિશેષ સફળ ગણાશે એવું એને લાગતું. નન્દશંકરની એ નિબન્ધાવલિમાં એ જ વૃત્તિ કામ કરી રહેલ છે. A great poet, who appears in illiterate times, absorbs into his sphere all the light which is anywhere radiating. Every intellectual jewel, every flower of sentiment, it is his fine office to bring to his people, and he comes to value his memory equally with his invention. He is therefore little solicitous whence his thoughts have been derived, whether through translation whether through tradition, whether by travel in distant countries, whether by inspiration; from whatever source, they are equally welcome to his uncritical audience.' એ ઇમર્સનના શબ્દોનું ‘કરણઘેલા'માંની આ લેખમાળા સુન્દર ઉદાહરણ છે. એ લેખમાળામાં ઔચિત્યબુદ્ધિ તેમ પ્રમાણભાન સર્વત્ર જળવાયાં નથી એ ખરું, તેમ શુદ્ધ નવલકથા તરીકે 'કરણઘેલા'માં આજની દૃષ્ટિએ તે આપણને ખૂંચે એ પણ સ્વાભાવિક, પણ એ જમાનાની દૃષ્ટિએ તો નન્દશંકરે પોતાના દેશકાળે પોતા પર નાખેલી સંસ્કારવિતરણની પવિત્ર ફરજ બજાવવાનો જ એમાં યત્ન કર્યો છે, અને એમાં એમનો તો ઊલટો યશ ગણવાનો છે કે એ કાર્ય એમણે પોતાના સમયના મહીપતરામ જેવા ઇતર લેખકોની પેઠે શુષ્ક નીરસ ઢબે નથી કર્યું, પણ છૂટક નિબન્ધરૂપે આજે પણ વાંચવા ગમે એવી શિષ્ટ, રસમય, ચેતનવંતી બાનીમાં એ લેખો રજૂ કરી પોતાનું એ કર્તવ્ય પ્રશસ્ય રીતે પાર પાડ્યું છે.  
‘કરણઘેલા’ને સૂરતે આપેલું ત્રીજું તત્ત્વ તે એનો સંસ્કારપ્રેમ એ જમાનાનો શબ્દ વાપરીએ તો, એની સુધારાની ધગશ. નર્મદયુગ એટલે ગુજરાતના પ્રબોધકાળનું પ્રભાત એ તો આપણે સૌ જાણીએ છીએ. એ પ્રબોધકાળનાં પ્રભાતકિરણો તળ ગુજરાતમાં એટલે કે મુંબઈ બહાર સૌથી પહેલાં પડ્યાં તે સૂરતમાં જ. એટલે એ જમાનામાં તો સૂરત અમુક રીતે ગુજરાતનું નાનકડું સંસ્કૃતિકેન્દ્ર ગણાય એવું નગર હતું જેવું બંગાળામાં કલકત્તા હતું તેવું જ. બંગાળીઓ અંગ્રેજો સાથે સૌથી પહેલાં સંપર્કમાં આવ્યા તે જેમ કલકત્તામાં, અને તેથી નવયુગના સુધારાપ્રવૃત્તિનું તે જેમ મુખ્ય મથક થઈ પડેલું, તેમ ગુજરાતીઓ પણ અંગ્રેજો સાથે સૌથી પહેલા સંપર્કમાં આવ્યા તે સૂરતમાં જ, અને તેથી તે પણ કેટલાંક વરસ સુધી ગુજરાતીસુધારાપ્રવૃત્તિનું મુખ્ય મથક થઈ પડેલું. ગુજરાતી સુધારાનો પ્રભાતશુક્ર દુર્ગારામ મહેતાજી, તે સૌથી પહેલો સૂરતમાં જ ચમકેલો. સુધારાની પહેલી બાંગ એણે જ સૂરતમાંથી ગુજરાતને સંભળાવેલી. ગુજરાતને ઘડનારાં કેટલાંક બળોનો ઉદ્ગમ પણ આંહીંથી જ થએલો. નર્મદાશંકર, નવલરામ, મહીપતરામ આદિ નવયુગના કેટલાક સમર્થ સંસ્કારસેવકોનું ઘડતર આંહી સૂરતમાં જ થએલું, અને એમને શિક્ષણ આદિથી સુસજ્જ કરીને સૂરતે જ જુદે જુદે સ્થળે રવાના કરી દીધેલા. એટલે સૂરત એટલે અર્વાચીન ગુજરાતનું આદ્ય જ્યોતિર્ધર નગર, અને એવા જ્યોતિર્ધર નગરમાં એવા સંસ્કારપરાયણ વાતાવરણ વચ્ચે વસીને નન્દશંકરે ‘કરણઘેલો' રચેલો, તેથી સંસ્કાર અને જ્ઞાનના એ જ્યોતિને પોતાના બન્ધુઓ સમક્ષ ધરવાની ઉત્કટ ઈચ્છા એમાં દેખાઈ આવે એ સ્વાભાવિક જ છે. ‘કરણઘેલા'માં આધુનિક વાચકને અળખામણાં લાગતાં અને શુદ્ધ વાર્તા તરીકે એને વિરૂપ બનાવતાં જે વર્ણનચિન્તનો ઠેરઠેર જોવામાં આવે છે તે એ આદ્ય જ્યોતિર્ધર સૂરતનો જ વારસો છે. નવી અંગ્રેજી કેળવણી શરૂ થએલી તેનો પોતાને પહેલવહેલો લાભ મળેલો, અને એ દ્વારા પોતાને નવું જ્ઞાન મળેલું, તેથી કુદરતી રીતે જ કોઈ નવસૃષ્ટિના દર્શનથી થાય તેમ નન્દશંકરનું ચિત્ત પ્રફુલ્લ બનીને ઉલ્લાસમાં આવી ગએલું. ‘કરણઘેલા'માં ઇતિહાસ, ભૂગોળ, ચિત્તશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, આદિ વિષયો પર જે વર્ણન વિચારણાઓ સ્થળે સ્થળે નજરે પડે છે તે આવા નૂતનજ્ઞાનદર્શનથી ઉલ્લાસમાં આવી ગએલા ચિત્તના અનિવાર્ય ઉદ્ગારો જેવાં જ છે. એ સઘળી નિબન્ધાવલિ તે જ્ઞાન ને સંસ્કારની નવવર્ષાને દેખી નાચી ઊઠેલા કોઈ જલદરસિક નીલકંઠની મસ્ત કેકાવલિ જેવી જ છે. એને લીધે વાર્તાનું સ્વરૂપ બદલાઈ ગયું છે, અને શુદ્ધ નવલકથા કરતાં એ નિબન્ધમાલા જેવી વિશેષ બની ગઈ છે, તથા આજે એમાંનું ઘણું ખરું જ્ઞાન ઘરગથ્થુ બની જતાં એની અંદરની નવીનતાની ચમક ચાલી ગઈ છે, પણ એ દોષ લેખકનો છે તે કરતાં તેના જમાનાનો અને તેની પરિસ્થિતિનો વિશેષ છે. એ જમાનાના લોકોમાં સામાન્ય જ્ઞાન કહીએ એવી માહિતી પણ બહુ ઓછી હતી, એવી માહિતી પ્રાપ્ત કરવાના સાધન પણ અત્યાર જેટલાં સુલભ નહોતાં, પુસ્તકો પણ આજ જેટલાં વાંચી શકે એવી સગવડ નહોતી, એટલે આવી દશામાં દરેક લેખકને પુસ્તક લખતી વખતે એમ થતું કે પોતાના એ પુસ્તક દ્વારા આસપાસના અંધકારમય પ્રદેશને અજવાળે એવો નાનકડો દીવો પોતે પેટાવવાનો છે, અને તેથી તેમાં પોતે જેટલું જ્ઞાન, જેટલો બોધ, જેટલું જીવનદર્શન ગૂંથી શકે તેટલું પોતાનું કાર્ય વિશેષ સફળ ગણાશે એવું એને લાગતું. નન્દશંકરની એ નિબન્ધાવલિમાં એ જ વૃત્તિ કામ કરી રહેલ છે. A great poet, who appears in illiterate times, absorbs into his sphere all the light which is anywhere radiating. Every intellectual jewel, every flower of sentiment, it is his fine office to bring to his people, and he comes to value his memory equally with his invention. He is therefore little solicitous whence his thoughts have been derived, whether through translation whether through tradition, whether by travel in distant countries, whether by inspiration; from whatever source, they are equally welcome to his uncritical audience.' એ ઇમર્સનના શબ્દોનું ‘કરણઘેલા'માંની આ લેખમાળા સુન્દર ઉદાહરણ છે. એ લેખમાળામાં ઔચિત્યબુદ્ધિ તેમ પ્રમાણભાન સર્વત્ર જળવાયાં નથી એ ખરું, તેમ શુદ્ધ નવલકથા તરીકે ‘કરણઘેલા'માં આજની દૃષ્ટિએ તે આપણને ખૂંચે એ પણ સ્વાભાવિક, પણ એ જમાનાની દૃષ્ટિએ તો નન્દશંકરે પોતાના દેશકાળે પોતા પર નાખેલી સંસ્કારવિતરણની પવિત્ર ફરજ બજાવવાનો જ એમાં યત્ન કર્યો છે, અને એમાં એમનો તો ઊલટો યશ ગણવાનો છે કે એ કાર્ય એમણે પોતાના સમયના મહીપતરામ જેવા ઇતર લેખકોની પેઠે શુષ્ક નીરસ ઢબે નથી કર્યું, પણ છૂટક નિબન્ધરૂપે આજે પણ વાંચવા ગમે એવી શિષ્ટ, રસમય, ચેતનવંતી બાનીમાં એ લેખો રજૂ કરી પોતાનું એ કર્તવ્ય પ્રશસ્ય રીતે પાર પાડ્યું છે.  
અને એનું છેલ્લું સૂરતી તત્ત્વ તે એક દહાડો એની 'સોનાની થાળીમાં લોઢાની મેખ જેવો' ગણાએલો એનો ફારસીપ્રેમ. 'કરણઘેલા'ની ભાષા જોઈએ તો એમાં મુસલમાની શબ્દોનું પ્રમાણ સામાન્ય શિષ્ટ હિન્દુ લેખકના ગ્રન્થોમાં હોય તેથી વિશેષ માલૂમ પડે છે. પણ આ મુસલમાની શબ્દોનું બાહુલ્ય પણ તે વખતના સૂરતી જીવનમાંથી જ ઊતરી આવ્યું છે. સૂરતમાં એક વખતે નવાબી રાજ્ય હતું, તેથી તેની સેવામાં આગળ પડતી એવી નાગર, કાયસ્થ આદિ મુત્સદી કોમોમાં ફારસી ભાષાનો અભ્યાસ કાળજીપૂર્વક કરવામાં આવતો હતો. પછી તો સમય જતાં એ કોમના લોકોને ફારસી ભાષાનો નાદ જ લાગેલો, અને તેથી એમાંના કેટલાકોએ તો પોતાનાં કુટુંબીઓનાં નામ હિન્દુ હતાં તે બદલીને 'સાહેબરાય,' ‘મિજલસરાય,' 'હકુમતરાય' એવા ફારસી રાખેલાં. આ ઘેલછા એટલે સુધી વધી પડેલી કે ઉચ્ચ કુટુંબનો એક બ્રાહ્મણ જુવાન તો સંધ્યા પણ ફારસીમાં બોલતો, નવરાશને વખતે આ બધા સૂરતીઓ ફારસી બેતબાજી ચલાવતા, ફારસી પદ્યરચના કરનાર કવિઓના ડાયરા જમાવતા, અને બાદશાહને પ્રસન્ન કરવાને માટે ફારસીમાં કસીદા રચીને દિલ્હી મોકલતા.૯<ref>૯. જુઓ દી. બ. કૃષ્ણલાલ ઝવેરીના શબ્દોઃ ના સૂરતી જીવનમાંથી જ ઊતરી આવ્યું છે. Kayasths of Surat wrote Kasidas (eulogistic poems) in Persian, and sent them for favour of Imperial acceptance to Delhi. One Nagar Brahmin of Surat was so enamoured of Persian that he used to recite his સંધ્યા (evening prayers) in that language. -The Present state of Gujarati Literature, p. 109.</ref>  ફારસી ભાષાના આ હદ બહારના શોખે સ્વાભાવિક રીતે જ લોકોની રોજિંદી ગુજરાતી ભાષા પર પણ અસર કરેલી, અને તેથી તેમાં ફારસી શબ્દો મોટા પ્રમાણમાં પેસી ગએલા. 'કરણઘેલા'ની ફારસીપ્રધાન ભાષામાં આ પરિસ્થિતિનું જ પ્રતિબિંબ પડેલું છે.  
અને એનું છેલ્લું સૂરતી તત્ત્વ તે એક દહાડો એની ‘સોનાની થાળીમાં લોઢાની મેખ જેવો' ગણાએલો એનો ફારસીપ્રેમ. ‘કરણઘેલા'ની ભાષા જોઈએ તો એમાં મુસલમાની શબ્દોનું પ્રમાણ સામાન્ય શિષ્ટ હિન્દુ લેખકના ગ્રન્થોમાં હોય તેથી વિશેષ માલૂમ પડે છે. પણ આ મુસલમાની શબ્દોનું બાહુલ્ય પણ તે વખતના સૂરતી જીવનમાંથી જ ઊતરી આવ્યું છે. સૂરતમાં એક વખતે નવાબી રાજ્ય હતું, તેથી તેની સેવામાં આગળ પડતી એવી નાગર, કાયસ્થ આદિ મુત્સદી કોમોમાં ફારસી ભાષાનો અભ્યાસ કાળજીપૂર્વક કરવામાં આવતો હતો. પછી તો સમય જતાં એ કોમના લોકોને ફારસી ભાષાનો નાદ જ લાગેલો, અને તેથી એમાંના કેટલાકોએ તો પોતાનાં કુટુંબીઓનાં નામ હિન્દુ હતાં તે બદલીને ‘સાહેબરાય,' ‘મિજલસરાય,' ‘હકુમતરાય' એવા ફારસી રાખેલાં. આ ઘેલછા એટલે સુધી વધી પડેલી કે ઉચ્ચ કુટુંબનો એક બ્રાહ્મણ જુવાન તો સંધ્યા પણ ફારસીમાં બોલતો, નવરાશને વખતે આ બધા સૂરતીઓ ફારસી બેતબાજી ચલાવતા, ફારસી પદ્યરચના કરનાર કવિઓના ડાયરા જમાવતા, અને બાદશાહને પ્રસન્ન કરવાને માટે ફારસીમાં કસીદા રચીને દિલ્હી મોકલતા.૯<ref>૯. જુઓ દી. બ. કૃષ્ણલાલ ઝવેરીના શબ્દોઃ ના સૂરતી જીવનમાંથી જ ઊતરી આવ્યું છે. Kayasths of Surat wrote Kasidas (eulogistic poems) in Persian, and sent them for favour of Imperial acceptance to Delhi. One Nagar Brahmin of Surat was so enamoured of Persian that he used to recite his સંધ્યા (evening prayers) in that language. -The Present state of Gujarati Literature, p. 109.</ref>  ફારસી ભાષાના આ હદ બહારના શોખે સ્વાભાવિક રીતે જ લોકોની રોજિંદી ગુજરાતી ભાષા પર પણ અસર કરેલી, અને તેથી તેમાં ફારસી શબ્દો મોટા પ્રમાણમાં પેસી ગએલા. ‘કરણઘેલા'ની ફારસીપ્રધાન ભાષામાં આ પરિસ્થિતિનું જ પ્રતિબિંબ પડેલું છે.  
આ રીતે 'કરણઘેલા'માં તત્કાલીન સુરતનાં કેટલાંક તળપદાં તત્ત્વો સ્પષ્ટ રૂપે સાકાર થયાં દેખાય છે. અને આ તો સામાન્ય તત્ત્વોની વાત થઈ, પણ વિશેષ પ્રસંગોમાં પણ ઠેર ઠેર એ સમયના સૂરતના બનાવો રૂપાન્તર પામીને ગૂંથાઈ ગયા લાગે છે. ઉદાહરણ તરીકે દશેરાને દિવસે સાથિયાની હરીફાઈ કરતી પાટણની સુન્દરીઓની વાત વાંચતાં દિવાળીને દિવસે સાથિયા પૂરવાની સરસાઈ કરતી સૂરતવાસિનીનું સ્મરણ થાય છે, માધવને ત્યાંના માતાના હવનની તથા એની અંબાજી ઉપરની આસ્થાની વાત વાંચતાં સૂરતી નાગરોની અંબાજીની ભક્તિ તેમ તેમનું નવરાત્રિપૂજન૧૦<ref>૧૦. કોઈ પણ પરલક્ષી કૃતિમાં સમકાલીન જીવનના ટકા કેટલા પેસી ગયા છે તે એ કૃતિ રચાઈ હોય તે સમયનાં માણસો સૌથી વિશેષ જાણી શકે છે, એટલે આવી બાબતમાં એમનો પુરાવો સૌથી વિશેષ વિશ્વાસપાત્ર હોય છે. તો 'કરણઘેલા'નું અવલોકન કરતાં નન્દશંકરના એક વખતના સહાધ્યાયી મહીપતરામે એ વખતે શું કહેલું તે જુઓઃ- ‘તે વખતને નામે હાલના ગુજરાતીઓની અવસ્થાનું ઘણું સારું ચિત્ર પાડયું છે. અર્થાત્, 'કરણઘેલા'માં ભૂતકાળને રૂપે તત્કાલીન સૂરતની સ્થિતિ જ ગૂંથાએલી છે એમ મહીપતરામ પણ કહે છે. એમનો ઉપલો અભિપ્રાય તો સમગ્ર ગ્રન્થ વિશેનું એમનું સામાન્ય કથન છે. પણ તે ઉપરાંત આ માતાના હવનવાળો આખો પ્રસંગ નન્દશંકરે એ દિવસોમાં સુરતમાં ખરેખર બનેલા કોઈ બનાવ પરથી જ યોજેલો એમ મહીપતરામના એ અવલોકન ઉપરથી લાગે છે, તેથી એમાંનો કેટલોક ભાગ આંહીં ઉતારવા જેવો છે. આજની દૃષ્ટિએ કોઈ વાચકને એમાં સુરુચિભંગ જેવું લાગે તો તેણે એટલું સ્મરણમાં રાખવું કે મહીપતરામ જેવા એ જમાનાના ચુસ્ત વિશુદ્ધિભક્તે એ લખેલ છે :-
આ રીતે ‘કરણઘેલા'માં તત્કાલીન સુરતનાં કેટલાંક તળપદાં તત્ત્વો સ્પષ્ટ રૂપે સાકાર થયાં દેખાય છે. અને આ તો સામાન્ય તત્ત્વોની વાત થઈ, પણ વિશેષ પ્રસંગોમાં પણ ઠેર ઠેર એ સમયના સૂરતના બનાવો રૂપાન્તર પામીને ગૂંથાઈ ગયા લાગે છે. ઉદાહરણ તરીકે દશેરાને દિવસે સાથિયાની હરીફાઈ કરતી પાટણની સુન્દરીઓની વાત વાંચતાં દિવાળીને દિવસે સાથિયા પૂરવાની સરસાઈ કરતી સૂરતવાસિનીનું સ્મરણ થાય છે, માધવને ત્યાંના માતાના હવનની તથા એની અંબાજી ઉપરની આસ્થાની વાત વાંચતાં સૂરતી નાગરોની અંબાજીની ભક્તિ તેમ તેમનું નવરાત્રિપૂજન૧૦<ref>૧૦. કોઈ પણ પરલક્ષી કૃતિમાં સમકાલીન જીવનના ટકા કેટલા પેસી ગયા છે તે એ કૃતિ રચાઈ હોય તે સમયનાં માણસો સૌથી વિશેષ જાણી શકે છે, એટલે આવી બાબતમાં એમનો પુરાવો સૌથી વિશેષ વિશ્વાસપાત્ર હોય છે. તો ‘કરણઘેલા'નું અવલોકન કરતાં નન્દશંકરના એક વખતના સહાધ્યાયી મહીપતરામે એ વખતે શું કહેલું તે જુઓઃ- ‘તે વખતને નામે હાલના ગુજરાતીઓની અવસ્થાનું ઘણું સારું ચિત્ર પાડયું છે. અર્થાત્, ‘કરણઘેલા'માં ભૂતકાળને રૂપે તત્કાલીન સૂરતની સ્થિતિ જ ગૂંથાએલી છે એમ મહીપતરામ પણ કહે છે. એમનો ઉપલો અભિપ્રાય તો સમગ્ર ગ્રન્થ વિશેનું એમનું સામાન્ય કથન છે. પણ તે ઉપરાંત આ માતાના હવનવાળો આખો પ્રસંગ નન્દશંકરે એ દિવસોમાં સુરતમાં ખરેખર બનેલા કોઈ બનાવ પરથી જ યોજેલો એમ મહીપતરામના એ અવલોકન ઉપરથી લાગે છે, તેથી એમાંનો કેટલોક ભાગ આંહીં ઉતારવા જેવો છે. આજની દૃષ્ટિએ કોઈ વાચકને એમાં સુરુચિભંગ જેવું લાગે તો તેણે એટલું સ્મરણમાં રાખવું કે મહીપતરામ જેવા એ જમાનાના ચુસ્ત વિશુદ્ધિભક્તે એ લખેલ છે :-
‘પહેલા પ્રકરણમાં જેઠાશાને વર્ણવ્યા છે તે પુણાના ઘાસીરામ કોટવાળના સસરાજીને મળતા આવે છે...આ તથા બીજા પ્રકરણો પરથી ભાઈ નન્દશંકરની વર્ણન કરવાની શક્તિ ઉંચી જાતની જણાય છે. તે વખતે નામે હાલના વખતની ગુજરાતીઓની અવસ્થાનું ઘણું સારું ચીત્ર પાડયું છે. બીજા પ્રકરણમાં દશેરાને દહાડે રાજા કરણને ત્યાં દરબાર થયું હતું તેનું બ્યાન હાલના યુરોપના તથા માજીકાળના મોગલ અને મરાઠાઓના દરબારનાં વર્ણનો પરથી લખ્યું હોય એવું જણાય છે. રાજાના શરીરનો, સ્વભાવનો, અને વસ્ત્ર તથા શણગારનો હેવાલ ખૂબ જેબ આપે છે...માસ્તર સાહેબને હવનનું વૃત્તાન્ત જેમાંથી મળ્યું છે તેમાં એક રમુજી બીના મૂકી દીધેલી જણાય છે. જાણવાલ ગૌર વિજયાદત્ત પંડ્યા છોકરાઓમાં પ્રસાદ લૂંટાવતા હતા તે વારે ફેંકતા ફેંકતા બારણા બહાર આવ્યા ત્યારે એક અટકચાળા છોકરાએ પંડયાજીની કાછડી કાઢી. તે ખોસવાનું કરે છે એવામાં બીજાએ આગલી કાઢીને આંચકો માર્યો તેથી પોતીયું ભોંએ પડયું. એક છોકરે તે લઈને નાસવા માંડયું. પંડયાજીએ ઝડપ લઈને એક છેડો પકડયો. બીજો પેલા છોકરાના હાથમાં રહ્યો, તે તાણીને દોડે; કેવળ નગ્ન થયેલા પંડયાજી પોતાના પાસે રહેલો છેડો બે હાથે ખેંચે. પણ છોકરાની મદદે બીજા છોકરા આવ્યા હતા તેથી (પંડ્યા)ઘસડાયા જાય.  જંગલી છોકરા હો હો કરે, તાળીઓ પાડે,  'ગોરજી નાગા, ગોરજી નાગા,’ એમ બોલી બૂમો પાડે. પંડ્યાજી પૂર્ણ ક્રોધમાં ભરાયેલા કહે,  'આ આ આ શો ઉદ્માત! સાલા લુ લુ લુચ્ચાઓ, હું પ્ર પ્ર પ્રસાદ આપવા આવ્યો છું ને હું ને હું ને આમ કરો છો?!! એવામાં સીપાઈઓએ આવી ધોતીયું છોડાવ્યું ને છોકરાંને હાકી કાઢ્યાં. નામાંકિત પંડ્યાજીની લાજ ગઈતી તેથી વિલાં પડી ગયા. હેવે વહેલું પોતિયું પહેરી રિસાઈ ગયા. સભામાં પંડ્યાજીની ફજેતીની ખબર થતાં જ કોઈનું હસવું માય નહિ. સ્ત્રીમંડળ મૂખે હાથ દઈને હસે, ને પુરુષો તો ખડખડાટ હસી પડ્યા....'- 'ગુજરાત શાળાપત્ર', પુ ૬, પૃ. ૪૦૦.</ref>  યાદ આવે છે. ને બાગલાણમાં ઘેરાએલી વસ્તીમાં ફાટી નીકળેલા દુકાળનું વર્ણન વાંચતાં સૂરતના સુડતાળા દુકાળના ભણકારા વાગે છે, અને એ રીતે એ જમાનાના સૂરતનો જેમ જેમ સાચો ખ્યાલ આવતો જાય છે તેમ તેમ, ‘પ્રધાનની પ્રતિજ્ઞા'૧૧<ref>૧૧ . જુઓ પૃ. ૧૨૩ અને ૧૨૭. (આવૃત્તિ બીજી)</ref> માં ઉદયનને છોડાવવા માટે ઉજ્જયિનીમાં નોકરરૂપે વૈશબદલા કરી રહેલા કૌશાંબીના માણસોને અસલ સ્વરૂપમાં પ્રકટ થતાં દેખી જેમ એક જણ બોલી ઊઠે છે. કે 'ઓહો, આ તો ચારે બાજૂ કૌશાંબી જ તરવરે છે ને શું?' તેમ 'કરણઘેલા'ના વાચક પણ રા. વિનાયકકૃત 'નન્દશંકરજીવનચિત્ર' જેવા પુસ્તક દ્વારા એની અંદરના આવા બધા પ્રસંગોનો વેશપલટો પરખાઈ જતાં બોલી ઊઠે છે કે 'ઓહો, આંહીં તો ચારે બાજૂ જ્યાં જોઈએ ત્યાં સૂરત જ તરવરી રહ્યું છે ને શું?  
‘પહેલા પ્રકરણમાં જેઠાશાને વર્ણવ્યા છે તે પુણાના ઘાસીરામ કોટવાળના સસરાજીને મળતા આવે છે...આ તથા બીજા પ્રકરણો પરથી ભાઈ નન્દશંકરની વર્ણન કરવાની શક્તિ ઉંચી જાતની જણાય છે. તે વખતે નામે હાલના વખતની ગુજરાતીઓની અવસ્થાનું ઘણું સારું ચીત્ર પાડયું છે. બીજા પ્રકરણમાં દશેરાને દહાડે રાજા કરણને ત્યાં દરબાર થયું હતું તેનું બ્યાન હાલના યુરોપના તથા માજીકાળના મોગલ અને મરાઠાઓના દરબારનાં વર્ણનો પરથી લખ્યું હોય એવું જણાય છે. રાજાના શરીરનો, સ્વભાવનો, અને વસ્ત્ર તથા શણગારનો હેવાલ ખૂબ જેબ આપે છે...માસ્તર સાહેબને હવનનું વૃત્તાન્ત જેમાંથી મળ્યું છે તેમાં એક રમુજી બીના મૂકી દીધેલી જણાય છે. જાણવાલ ગૌર વિજયાદત્ત પંડ્યા છોકરાઓમાં પ્રસાદ લૂંટાવતા હતા તે વારે ફેંકતા ફેંકતા બારણા બહાર આવ્યા ત્યારે એક અટકચાળા છોકરાએ પંડયાજીની કાછડી કાઢી. તે ખોસવાનું કરે છે એવામાં બીજાએ આગલી કાઢીને આંચકો માર્યો તેથી પોતીયું ભોંએ પડયું. એક છોકરે તે લઈને નાસવા માંડયું. પંડયાજીએ ઝડપ લઈને એક છેડો પકડયો. બીજો પેલા છોકરાના હાથમાં રહ્યો, તે તાણીને દોડે; કેવળ નગ્ન થયેલા પંડયાજી પોતાના પાસે રહેલો છેડો બે હાથે ખેંચે. પણ છોકરાની મદદે બીજા છોકરા આવ્યા હતા તેથી (પંડ્યા)ઘસડાયા જાય.  જંગલી છોકરા હો હો કરે, તાળીઓ પાડે,  ‘ગોરજી નાગા, ગોરજી નાગા,’ એમ બોલી બૂમો પાડે. પંડ્યાજી પૂર્ણ ક્રોધમાં ભરાયેલા કહે,  ‘આ આ આ શો ઉદ્માત! સાલા લુ લુ લુચ્ચાઓ, હું પ્ર પ્ર પ્રસાદ આપવા આવ્યો છું ને હું ને હું ને આમ કરો છો?!! એવામાં સીપાઈઓએ આવી ધોતીયું છોડાવ્યું ને છોકરાંને હાકી કાઢ્યાં. નામાંકિત પંડ્યાજીની લાજ ગઈતી તેથી વિલાં પડી ગયા. હેવે વહેલું પોતિયું પહેરી રિસાઈ ગયા. સભામાં પંડ્યાજીની ફજેતીની ખબર થતાં જ કોઈનું હસવું માય નહિ. સ્ત્રીમંડળ મૂખે હાથ દઈને હસે, ને પુરુષો તો ખડખડાટ હસી પડ્યા....'- ‘ગુજરાત શાળાપત્ર', પુ ૬, પૃ. ૪૦૦.</ref>  યાદ આવે છે. ને બાગલાણમાં ઘેરાએલી વસ્તીમાં ફાટી નીકળેલા દુકાળનું વર્ણન વાંચતાં સૂરતના સુડતાળા દુકાળના ભણકારા વાગે છે, અને એ રીતે એ જમાનાના સૂરતનો જેમ જેમ સાચો ખ્યાલ આવતો જાય છે તેમ તેમ, ‘પ્રધાનની પ્રતિજ્ઞા'૧૧<ref>૧૧ . જુઓ પૃ. ૧૨૩ અને ૧૨૭. (આવૃત્તિ બીજી)</ref> માં ઉદયનને છોડાવવા માટે ઉજ્જયિનીમાં નોકરરૂપે વૈશબદલા કરી રહેલા કૌશાંબીના માણસોને અસલ સ્વરૂપમાં પ્રકટ થતાં દેખી જેમ એક જણ બોલી ઊઠે છે. કે ‘ઓહો, આ તો ચારે બાજૂ કૌશાંબી જ તરવરે છે ને શું?' તેમ ‘કરણઘેલા'ના વાચક પણ રા. વિનાયકકૃત ‘નન્દશંકરજીવનચિત્ર' જેવા પુસ્તક દ્વારા એની અંદરના આવા બધા પ્રસંગોનો વેશપલટો પરખાઈ જતાં બોલી ઊઠે છે કે ‘ઓહો, આંહીં તો ચારે બાજૂ જ્યાં જોઈએ ત્યાં સૂરત જ તરવરી રહ્યું છે ને શું?  
આ પ્રમાણે રસિકતા, કૌતુકપ્રેમ, સંસ્કારપ્રેમ, ફારસી શબ્દોનું પ્રાધાન્ય આદિ કરણઘેલા'નાં કેટલાંક મુખ્ય તત્ત્વો જો એની ઉત્પાદક ભૂમિ સૂરતમાંથી આવેલાં છે તો પ્રકૃતિપ્રેમ, છટાદાર ભાષા, ચિન્તનપરાયણ રસિક પાંડિત્ય, ને નીતિપ્રેમ આદિ એનાં બીજાં કેટલાંક મુખ્ય તત્ત્વો એના કર્તા નન્દશંકરના જીવન, શિક્ષણ, સ્વભાવ આદિમાંથી આવેલાં છે, એટલે એમના જીવનના મુખ્ય મુખ્ય પ્રસંગોનું, એમની આ કૃતિ સાથેના સંબન્ધ પૂરતું ત્વરિત અવલોકન કરી જઈએ. નન્દશંકરનો જન્મ આજથી બરાબર સો વરસ ઉપર સં. ૧૮૯૧ ના ચૈત્ર વદ ચોથને દિવસે સૂરતની વડનગરા નાગર જ્ઞાતિમાં થયો હતો. એમનું મોસાળ ઓરપાડમાં હતું, અને એમના મામા જમીનદાર હતા, એટલે નાનપણમાં તેઓ ઓરપાડની આસપાસના ગ્રામ પ્રદેશમાં સારી પેઠે ફરેલા અને ત્યાં પ્રકૃતિનાં વિવિધ દૃશ્યોનું ફરી ફરીને રસપૂર્વક નિરીક્ષણ કરેલું. એટલે રા. વિનાયક મહેતા કહે છે તેમ પ્રથમ વયના આ પ્રકૃતિનિરીક્ષણે જ 'કરણઘેલા'માં સ્થળે સ્થળે દેખાઈ આવતો પ્રકૃતિપ્રેમ કર્તાના ચિત્તમાં રોપેલો. 'કરણઘેલા' ની સુન્દરતાનું એક મુખ્ય કારણ જ એમાંનાં તાદેશ વર્ણનો છે. તેમાં પણ એનાં કેટલાંક પ્રકૃતિનાં વર્ણનો તો ગુજરાતી ગદ્ય-સાહિત્યમાં ક્યારનું કાયમી સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યાં છે. બાગલાણનું સૃષ્ટિસૌન્દર્ય, ગામડાંની સાંજ, શ્રાવણ મહિનાની શોભા, નદી, પ્રભાત, કાળરાત્રિ આદિ એનાં કેટલાંક વિખ્યાત પ્રકૃતિવર્ણનોમાંથી કોઈ નહિ ને કોઈને દાખલ કર્યા વિના ગુજરાતી ભાષાનો કોઈ પણ ગદ્યસંગ્રહ સંપૂર્ણ કે પ્રતિનિધિરૂપ ગણી શકાય એમ નથી એટલાં બધાં તે મહત્ત્વનાં છે. એક બીજી દૃષ્ટિએ પણ આ પ્રકૃતિવર્ણનો કિંમતી છે. નન્દશંકર એટલે ગુજરાતી ભાષાના પ્રથમ નવલકથાકાર જ નહિ, પણ સાથે સાથે પ્રથમ ગદ્ય પ્રકૃતિનિરૂપક પણ ખરા, એ આ વર્ણનો પરથી સાબિત થાય છે. અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રકૃતિલીલાનું પ્રથમ ગાન જેમ નર્મદે કર્યું, તેમ અર્વાચીન ગુજરાતી ગદ્યમાં શિષ્ટ ભાષામાં પ્રકૃતિલીલાનું પ્રથમ આલેખન નન્દશંકરે કર્યું છે. ઇતિહાસદેષ્ટિએ 'કરણઘેલા’ ની મહત્તા છે. તેમાં આ પ્રકૃતિવર્ણનની પણ એક ગણવાની છે.  
આ પ્રમાણે રસિકતા, કૌતુકપ્રેમ, સંસ્કારપ્રેમ, ફારસી શબ્દોનું પ્રાધાન્ય આદિ કરણઘેલા'નાં કેટલાંક મુખ્ય તત્ત્વો જો એની ઉત્પાદક ભૂમિ સૂરતમાંથી આવેલાં છે તો પ્રકૃતિપ્રેમ, છટાદાર ભાષા, ચિન્તનપરાયણ રસિક પાંડિત્ય, ને નીતિપ્રેમ આદિ એનાં બીજાં કેટલાંક મુખ્ય તત્ત્વો એના કર્તા નન્દશંકરના જીવન, શિક્ષણ, સ્વભાવ આદિમાંથી આવેલાં છે, એટલે એમના જીવનના મુખ્ય મુખ્ય પ્રસંગોનું, એમની આ કૃતિ સાથેના સંબન્ધ પૂરતું ત્વરિત અવલોકન કરી જઈએ. નન્દશંકરનો જન્મ આજથી બરાબર સો વરસ ઉપર સં. ૧૮૯૧ ના ચૈત્ર વદ ચોથને દિવસે સૂરતની વડનગરા નાગર જ્ઞાતિમાં થયો હતો. એમનું મોસાળ ઓરપાડમાં હતું, અને એમના મામા જમીનદાર હતા, એટલે નાનપણમાં તેઓ ઓરપાડની આસપાસના ગ્રામ પ્રદેશમાં સારી પેઠે ફરેલા અને ત્યાં પ્રકૃતિનાં વિવિધ દૃશ્યોનું ફરી ફરીને રસપૂર્વક નિરીક્ષણ કરેલું. એટલે રા. વિનાયક મહેતા કહે છે તેમ પ્રથમ વયના આ પ્રકૃતિનિરીક્ષણે જ ‘કરણઘેલા'માં સ્થળે સ્થળે દેખાઈ આવતો પ્રકૃતિપ્રેમ કર્તાના ચિત્તમાં રોપેલો. ‘કરણઘેલા' ની સુન્દરતાનું એક મુખ્ય કારણ જ એમાંનાં તાદેશ વર્ણનો છે. તેમાં પણ એનાં કેટલાંક પ્રકૃતિનાં વર્ણનો તો ગુજરાતી ગદ્ય-સાહિત્યમાં ક્યારનું કાયમી સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યાં છે. બાગલાણનું સૃષ્ટિસૌન્દર્ય, ગામડાંની સાંજ, શ્રાવણ મહિનાની શોભા, નદી, પ્રભાત, કાળરાત્રિ આદિ એનાં કેટલાંક વિખ્યાત પ્રકૃતિવર્ણનોમાંથી કોઈ નહિ ને કોઈને દાખલ કર્યા વિના ગુજરાતી ભાષાનો કોઈ પણ ગદ્યસંગ્રહ સંપૂર્ણ કે પ્રતિનિધિરૂપ ગણી શકાય એમ નથી એટલાં બધાં તે મહત્ત્વનાં છે. એક બીજી દૃષ્ટિએ પણ આ પ્રકૃતિવર્ણનો કિંમતી છે. નન્દશંકર એટલે ગુજરાતી ભાષાના પ્રથમ નવલકથાકાર જ નહિ, પણ સાથે સાથે પ્રથમ ગદ્ય પ્રકૃતિનિરૂપક પણ ખરા, એ આ વર્ણનો પરથી સાબિત થાય છે. અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રકૃતિલીલાનું પ્રથમ ગાન જેમ નર્મદે કર્યું, તેમ અર્વાચીન ગુજરાતી ગદ્યમાં શિષ્ટ ભાષામાં પ્રકૃતિલીલાનું પ્રથમ આલેખન નન્દશંકરે કર્યું છે. ઇતિહાસદેષ્ટિએ ‘કરણઘેલા’ ની મહત્તા છે. તેમાં આ પ્રકૃતિવર્ણનની પણ એક ગણવાની છે.  
‘કરણઘેલા'માંનો પ્રકૃતિપ્રેમ જો આ રીતે લેખકના ઓરપાડના ગ્રામજીવને એને આપ્યો, તો એની ગૌરવાન્વિત, શિષ્ટ, મનોહર ભાષા એને એમના સુરતના શાળાજીવને આપી. 'કરણઘેલા'નું એક મુખ્ય આકર્ષણ તે એની રસિક છટાદાર ભાષા છે. વર્ષો સુધી એ ગુજરાતમાં અત્યન્ત લોકપ્રિય બની ગએલો તે એની આ ભાષાની મોહનીને જ લીધે. આથી જે આપણા એક સૂક્ષ્મ રસવિદે કહેલું કે ‘ભાષામાં તો ‘કરણઘેલો’ જ સર્વોત્તમ છે એમ હજી કેટલાંએક વર્ષો સુધી કહેવું પડશે.૧૨<ref>૧૨. ‘ગુજરાતીમાં આદર્શ પુસ્તક ક્યાંથી કહાડવું? સમર્થ અને સ્વતન્ત્ર લેખક જોવા જઈએ તો એક જ છે, પણ તેની ભાષા સારી કહી શકાય તેવી નથી. (વ્યાકરણના કેટલાએક દોષ સુધાર્યા પછી) ભાષામાં તો “કરણઘેલો” જ સર્વોત્તમ છે, એમ હજી કેટલાંએક વર્ષો સુધી કહેવું પડશે.–સ્વ. મણિશંકર રત્નજી ભટ્ટ : 'શિક્ષણનો ઇતિહાસ', પૃ. ૪૩૧,</ref>  આ અભિપ્રાય ઉચ્ચારાયાને આજે લગભગ પચાસ વરસ થઈ ગયાં, અને એ ગાળામાં ગુજરાતી ગદ્યે અનેક દિશામાં પુષ્કળ વિકાસ સાધ્યો છે, છતાં 'કરણઘેલા'ની ભાષા૧૩<ref>૧૩. ગિબનનું ‘ડીક્લાઈન એન્ડ ફોલ ઓફ ધ રોમન એમ્પાયર,' એ પુસ્તક લઈને 'કરણઘેલા' પર તેની કેવી અસર થઈ છે તે કોઈ તપાસે તો તેને આશ્ચર્ય થાય. ગિબનના ઇતિહાસમાં ઘેરાએલા રોમનું, દુકાળનું, ખોજાઓનું જે વર્ણન આવે છે તે ‘કરણઘેલા’ના પાટણના ઘેરાના, દુકાળના, તથા મલેકકાફુર વગેરે ખોજાઓના વર્ણન સાથે સરખાવો, એટલે ગિબનની નન્દશંકર પર કેટલી જબરી અસર થએલી તે તરત સમજાશે.</ref>  એટલે ગુજરાતના એક સમર્થ ગદ્યસ્વામીની ભાષા એમ તો આજે પણ નિ:સંકોચ કહી શકાય એમ છે. અને આ ભાષાનું ઘડતર પ્રકટ નહિ તો પ્રચ્છન્ન રૂપે એમના શાળાજીવનમાં જ થએલું. એ વખતનું શાળાજીવન અત્યાર કરતાં અનેક રીતે ભિન્ન હતું. એમાં બે ભેદ ખાસ નોંધવા જેવા છે: એક તો ઉચ્ચ પ્રકારનું ગણિતશિક્ષણ, અને બીજો, અંગ્રેજી ભણતરમાં ખુદ અંગ્રેજ શિક્ષકોનો લાભ એ જમાનામાં ગુજરાતી શાળામાં ગણિત પર ખૂબ ભાર મૂકવામાં આવતો હતો, અત્યારે છેક કોલેજમાં ચાલે છે એવો ઉચ્ચ કોટિનો અભ્યાસ ગણિતવિષયમાં ગુજરાતી શાળામાં કરાવવામાં આવતો હતો. નન્દશંકરને આ ગણિતના અભ્યાસથી ખૂબ લાભ થએલો અને એમની ગ્રહણધારણશક્તિ એથી ખૂબ વિકાસ પામેલી. ગુજરાતી શાળાના આ અભ્યાસે એમને ગણિતના જીવનભરના રસિયા બનાવેલા. આથી ઘણાં વરસ બાદ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી બેકાર મગજને પ્રવૃત્તિ આપવા માટે તે દિવસનો ઘણોખરો ભાગ પાટીપેન લઈને ગણિતના હિસાબ કરવામાં જ ગાળતા. એ સમયના શિક્ષણની બીજી વિશિષ્ટતા એ હતી કે એ વખતે અંગ્રેજી નિશાળો હજુ નવી જ શરૂ થએલી, એટલે ત્યાં અંગ્રેજી ભાષાસાહિત્યનું શિક્ષણ આપી શકે એવા દેશી શિક્ષકો જ એ કામ કરતા. એટલે એ વખતના વિદ્યાર્થીનું અંગ્રેજી ભાષાનું જ્ઞાન અત્યારના વિદ્યાર્થી કરતાં અનેક રીતે સંગીન ને વિશાળ બનતું. એમાં યે નન્દશંકરને તો ગ્રીન અને ગ્રેહામ જેવા ઉત્તમ શિક્ષકોના હાથ નીચે ભણવાનું સદ્ભાગ્ય મળેલું. તેથી એમનો એકંદર અભ્યાસ મેટ્રિક સુધીનો જ હોવા છતાં આજના સામાન્ય ગ્રેજ્યુએટ કરતાં ક્યાંયે ચડી જાય એટલું જ્ઞાન એમણે વિદ્યાદિશામાં જ મેળવી લીધેલું. ‘કરણઘેલો' આ જ્ઞાનના પાયા પર જ રચાયો છે. આ જ્ઞાને નન્દશંકરના ચિત્તમાં જે સચોટ મહોર મારેલી તે જ સમય જતાં પાછળથી ‘કરણઘેલા'ની વાર્તા રૂપે પ્રકટી નીકળેલ છે. ગ્રીન સાહેબે અંગ્રેજી સાહિત્યસાગરનું મથન કરીને એમાંથી જે સર્વોત્તમ પીયૂષ તુલ્ય ભાગ સારવીને એમને પાએલો તેથી પ્રફુલ્લ બનેલા માનસે જ 'કરણઘેલો' રચ્યો છે. તેથી વોટલૂનો વિજય જેમ ઈટનના ક્રીડાંગણમાં જ પ્રાપ્ત થએલો કહેવાય છે, તેમ નન્દશંકરનો 'કરણઘેલો' પણ ગ્રીન સાહેબની શાળામાં જ રચાએલો એમ કહી શકાય. કેમકે, હમણાં જ કહ્યું તેમ 'કરણઘેલા'ની મહત્તાનું એક મુખ્ય કારણ તેની ગૌરવભરી છટાદાર ભાષાશૈલી છે, અને એ ભાષાશૈલીનું ઘડતર સૂક્ષ્મ રૂપે આ શાળામાં જ થએલું. આંહી ગ્રીન સાહેબે એમને બર્ક, ગિબન,૧૪<ref>૧૪. રા. નરસિંહરાવ ભોળાનાથ : 'સ્મરણમુકુર,' પૃ. ૧૧૦. </ref>  હૅલમ, મેકોલે આદિ સમર્થ ગદ્યલેખકોના ઇતિહાસગ્રન્થોનો એવો ઊંડો અભ્યાસ કરાવેલો કે એમની ઘણીખરી કૃતિઓ નન્દશંકરના ગ્રહણધારણપટુ ચિત્તમાં આબાદ કોતરાઈ જ ગઈ અને તેમાંના ઘણા ખંડો તેમને કંઠસ્થ બની ગયા, અને આ લેખકોની કૃતિઓ એટલે તો અંગ્રેજી ભાષાનું ગદ્યનવનીત. એ ગદ્યનો નવનીતના સતત સેવનથી નન્દશંકરમાં પણ અજબ ગદ્યપ્રભુત્વ પ્રકટ્યું. અને તેથી જ 'કરણઘેલો' આવી પ્રભાવશાળી જોમદાર શૈલીમાં લખાયો. ગુજરાતી સાહિત્યમાં 'કરણઘેલો' ચિરંજીવ રહેવાનો તે પણ તેની આ ચેતનવંતી શૈલીને લીધે. આવું ગૌરવભર્યું ચિત્રાત્મક, કલ્પનોતેજિત રસાળ ગદ્ય ગુજરાતી ભાષાએ અગાઉ કદી દીઠું નહોતું, બર્ક, ગિબન, મેકોલે આદિ સાહિત્યકારોના ચરણ સેવીસેવીને તન્મય બની ગએલા નદશંકરે જે તે આપણે ત્યાં સૌથી પહેલું આણ્યું. આ બધામાં મેકોલે તો નન્દશંકરનો ખાસ માનીતો લેખક હતો. 'મૅકોલે તો અમારું બાઈબલ' એમ એ પોતે જ કહેતા. આથી જ 'કરણઘેલા' ના ગદ્ય પર મૅકોલેની શૈલીની જબરી અસર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. મૅકોલેશૈલીના કેટલાક ગુણો જ ગુજરાતીમાં સૌથી પહેલા નન્દશંકરે વ્યક્ત કર્યા છે. અલબત્ત, આનો અર્થ એવો નહિ કે નન્દશંકરે મેકોલેશૈલીનું ચોકઠું આબાદ પોતાને માટે સ્વીકારી લીધેલું, અને એના ઢાળામાં જ પોતાનો ગઘરસ બરાબર ઢાળેલો. એમ કર્યું હોત તો મેકૉલેના ભૂષણોની સાથે એનાં કેટલાંક ભયંકર દૂષણો પણ નન્દશંકરની ભાષામાં પેસી જાત. પણ સદ્ભાગ્યે નન્દશંકરે એવું આંધળું અનુકરણ કર્યું નથી. એમણે તો મૅકૉલેના ગદ્યનું ઉલ્લાસપૂર્વક સતત પરિશીલન જ કરેલું, અને એ પરિશીલનને પ્રતાપે તેની શૈલીની કેટલીક સુન્દરતાઓ અનાયાસે આપોઆપ એમના ગદ્યમાં ઊતરી આવી છે. એટલે નન્દશંકર એટલે ગુજરાતનો મૅકૉલે એમ કોઈએ સમજવાનું નથી, તેમ એ બન્ને વચ્ચે જે ગુણસામ્ય નજરે પડે છે તે પણ એ ગુણો નન્દશંકરમાં મૅકૉલેના જેવા જ સ્વરૂપમાં કે એના જેટલી જ માત્રામાં બરાબર છે એમ પણ માનવાનું નથી. પણ મૅકોલેના સતત પારાયણથી પરિપ્લુત બનેલ રસબુદ્ધિનું આ સર્જન છે, અને એ રીતે તેના પર મૅકૉલેની ગાઢી છાયા પડેલી છે એટલું જ આંહી વિવક્ષિત છે. એ અર્થમાં જોતાં મૅકૉલેશૈલીના દોષો રહિત છતાં કેટલાક ગુણોવાળું એવું ગદ્ય ‘કરણઘેલા’માં આપણને મળ્યું છે. અને મેકોલેના ગદ્યગુણો એટલે અદ્ભુત વર્ણનશક્તિ, રંગદીપ્તિથી ચમકતી ચિત્રાત્મકતા, ભાષાનો અજબ વેગવંતો પ્રવાહ, આશ્ચર્યજનક સ્મરણશક્તિ, અને વાચકને મુગ્ધ કરી દે એવી વાક્છટા. નન્દશંકરમાં પણ જબરી વર્ણનશક્તિ છે. 'કરણઘેલો' નામાંકિત બન્યો છે તે પણ એમાંનાં વિવિધ અને સમર્થ વર્ણનો વડે જ. આ વર્ણનો એવાં તાદશ છે કે વર્જ્ય પદાર્થનું આબેહૂબ ચિત્ર તે વાચકની સમક્ષ ખડું કરી દે છે. નન્દશંકરનું આ વર્ણનસામર્થ્ય મેકોલેના ગ્રન્થોના પરિશીલનનું જ પરિણામ લાગે છે. વર્ણનોનો તો એમને જાણે કે નાદ જ લાગ્યો છે, અને તેથી વર્ણન કરતાં ક્યાં અટકવું તેમ વાર્તામાં વર્ણનપ્રમાણ કેટલું ઉચિત તેનું પણ એમને ભાન રહ્યું નથી. તેથી કેટલેક ઠેકાણે તો 'કરણઘેલો' વર્ણનોથી ખીલી નીકળવાને બદલે ઊલટો ઝાંખો પડી જાય છે એ પણ સાથે સાથે સ્વીકારી લેવાનું છે. મેકોલેની પેઠે નન્દશંકરની ભાષા પણ અત્યન્ત વેગવંતી છે. મૅકોલે માટે કહેવાય છે કે તે લખવા બેસતો ત્યારે એના મગજમાં એટલા બધા વિચારો ઊભરાતા કે તે સઘળાને એ તરત કાગળ પર ઉતારી શકતો નહિ, અને તેથી એને શબ્દલેખનમાં કેવળ આદ્યાન્ય અક્ષરો જ લખી વચગાળાનો ખાડો રાખવો એવી વિલક્ષણ શીઘ્રલિપિનો આશ્રય લેવો પડતો. નન્દશંકરની ભાષામાં પણ એવો જ ત્વરિત ઊછળતો વેગ છે. એમનું ગદ્ય પણ અસ્ખલિત ગતિથી ધસારાબંધ વહ્યું જાય છે. એમને પણ લખતી વખતે વિચારો એટલા બધા ઊભરાતા કે લખતાં લખતાં એમને થંભી જવું પડતું. મેકોલેની પેઠે નન્દશંકરની સ્મરણશક્તિ પણ બહુ બળવાન હતી. મેકોલે જેમ કહેતો કે મિલ્ટનનું 'પેરેડાઈઝ લોસ્ટ' કે બનિયનનું ‘પિલ્બિમ્સ પ્રોગ્રેસ' એ આખાં નષ્ટ થઈ જાય તો પણ પોતાની સ્મૃતિને બળે એ બન્ને સળંગ પોતે ફરીથી આખું ઉતારી આપે એવી હતી. એમના જીવનમાં તો એવો એક પ્રસંગ ખરેખર બનેલો પણ. તેઓ નાંદોદમાં એડમિનિસ્ટ્રેટર હતા ત્યારે એક લાંબો તુમાર ખોવાઈ જતાં એમણે યાદદાસ્ત ઉપરથી તે આખો લખાવી આપેલો૧૫<ref>૧૫. 'કરણઘેલા' પર બર્નિયરના પ્રવાસગ્રન્થની અસર પણ સ્પષ્ટ છે. 'કરણઘેલા'માં હઠયોગીઓનું જે વર્ણન છે તે બર્નિયરના પ્રવાસ સાથે સરખાવી જોવા જેવું છે. (જુઓ પૃ. ૩૧૬-૨૨) </ref>  આવી અસાધારણ સ્મરણશક્તિને લીધે જ એમને વિદ્યાર્થી અવસ્થામાંથી સેંકડો કાવ્યપંક્તિઓ કંઠે થઈ ગએલી, અને ‘કરણઘેલા’ના ભાષાસૌન્દર્યમાં આ કંઠાગ્રે થએલી કાવ્યપંક્તિઓ ખૂબ કામમાં આવેલી. કેમકે એથી લેખનસમયે જે કોઈ ભાવ કે વિચાર દર્શાવવાનો આવે તેને ઉચિત પદાવલિ તેમને એ પંક્તિઓમાંથી તરત મળી જતી. અને ‘કરણઘેલા'ની વાક્છટા પર પણ મૅકૉલેની અચૂક છાપ છે. મૅકૉલેનાં લખાણોની પેઠે છટાદાર વાચનને માટે સૌથી અનુકૂળ ફકરા સૌથી મોટા પ્રમાણમાં આપણી ભાષાના કોઈ પુસ્તકમાંથી મળે એમ હોય તો તે 'કરણઘેલા'માંથી જ છે. મૅકોલેના ગદ્ય વિષે મોર્લી કહે છે કે `lts measures are emphatically the measures of spoken deliverance. Those who have made the experiment pronounce him to be one of the authors whose works are most admittedly fitted for reading aloud. અને આ શબ્દો નન્દશંકરના ગદ્યને પણ ઘણે અંશે લાગુ પાડી શકાય એમ છે.
‘કરણઘેલા'માંનો પ્રકૃતિપ્રેમ જો આ રીતે લેખકના ઓરપાડના ગ્રામજીવને એને આપ્યો, તો એની ગૌરવાન્વિત, શિષ્ટ, મનોહર ભાષા એને એમના સુરતના શાળાજીવને આપી. ‘કરણઘેલા'નું એક મુખ્ય આકર્ષણ તે એની રસિક છટાદાર ભાષા છે. વર્ષો સુધી એ ગુજરાતમાં અત્યન્ત લોકપ્રિય બની ગએલો તે એની આ ભાષાની મોહનીને જ લીધે. આથી જે આપણા એક સૂક્ષ્મ રસવિદે કહેલું કે ‘ભાષામાં તો ‘કરણઘેલો’ જ સર્વોત્તમ છે એમ હજી કેટલાંએક વર્ષો સુધી કહેવું પડશે.૧૨<ref>૧૨. ‘ગુજરાતીમાં આદર્શ પુસ્તક ક્યાંથી કહાડવું? સમર્થ અને સ્વતન્ત્ર લેખક જોવા જઈએ તો એક જ છે, પણ તેની ભાષા સારી કહી શકાય તેવી નથી. (વ્યાકરણના કેટલાએક દોષ સુધાર્યા પછી) ભાષામાં તો “કરણઘેલો” જ સર્વોત્તમ છે, એમ હજી કેટલાંએક વર્ષો સુધી કહેવું પડશે.–સ્વ. મણિશંકર રત્નજી ભટ્ટ : ‘શિક્ષણનો ઇતિહાસ', પૃ. ૪૩૧,</ref>  આ અભિપ્રાય ઉચ્ચારાયાને આજે લગભગ પચાસ વરસ થઈ ગયાં, અને એ ગાળામાં ગુજરાતી ગદ્યે અનેક દિશામાં પુષ્કળ વિકાસ સાધ્યો છે, છતાં ‘કરણઘેલા'ની ભાષા૧૩<ref>૧૩. ગિબનનું ‘ડીક્લાઈન એન્ડ ફોલ ઓફ ધ રોમન એમ્પાયર,' એ પુસ્તક લઈને ‘કરણઘેલા' પર તેની કેવી અસર થઈ છે તે કોઈ તપાસે તો તેને આશ્ચર્ય થાય. ગિબનના ઇતિહાસમાં ઘેરાએલા રોમનું, દુકાળનું, ખોજાઓનું જે વર્ણન આવે છે તે ‘કરણઘેલા’ના પાટણના ઘેરાના, દુકાળના, તથા મલેકકાફુર વગેરે ખોજાઓના વર્ણન સાથે સરખાવો, એટલે ગિબનની નન્દશંકર પર કેટલી જબરી અસર થએલી તે તરત સમજાશે.</ref>  એટલે ગુજરાતના એક સમર્થ ગદ્યસ્વામીની ભાષા એમ તો આજે પણ નિ:સંકોચ કહી શકાય એમ છે. અને આ ભાષાનું ઘડતર પ્રકટ નહિ તો પ્રચ્છન્ન રૂપે એમના શાળાજીવનમાં જ થએલું. એ વખતનું શાળાજીવન અત્યાર કરતાં અનેક રીતે ભિન્ન હતું. એમાં બે ભેદ ખાસ નોંધવા જેવા છે: એક તો ઉચ્ચ પ્રકારનું ગણિતશિક્ષણ, અને બીજો, અંગ્રેજી ભણતરમાં ખુદ અંગ્રેજ શિક્ષકોનો લાભ એ જમાનામાં ગુજરાતી શાળામાં ગણિત પર ખૂબ ભાર મૂકવામાં આવતો હતો, અત્યારે છેક કોલેજમાં ચાલે છે એવો ઉચ્ચ કોટિનો અભ્યાસ ગણિતવિષયમાં ગુજરાતી શાળામાં કરાવવામાં આવતો હતો. નન્દશંકરને આ ગણિતના અભ્યાસથી ખૂબ લાભ થએલો અને એમની ગ્રહણધારણશક્તિ એથી ખૂબ વિકાસ પામેલી. ગુજરાતી શાળાના આ અભ્યાસે એમને ગણિતના જીવનભરના રસિયા બનાવેલા. આથી ઘણાં વરસ બાદ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી બેકાર મગજને પ્રવૃત્તિ આપવા માટે તે દિવસનો ઘણોખરો ભાગ પાટીપેન લઈને ગણિતના હિસાબ કરવામાં જ ગાળતા. એ સમયના શિક્ષણની બીજી વિશિષ્ટતા એ હતી કે એ વખતે અંગ્રેજી નિશાળો હજુ નવી જ શરૂ થએલી, એટલે ત્યાં અંગ્રેજી ભાષાસાહિત્યનું શિક્ષણ આપી શકે એવા દેશી શિક્ષકો જ એ કામ કરતા. એટલે એ વખતના વિદ્યાર્થીનું અંગ્રેજી ભાષાનું જ્ઞાન અત્યારના વિદ્યાર્થી કરતાં અનેક રીતે સંગીન ને વિશાળ બનતું. એમાં યે નન્દશંકરને તો ગ્રીન અને ગ્રેહામ જેવા ઉત્તમ શિક્ષકોના હાથ નીચે ભણવાનું સદ્ભાગ્ય મળેલું. તેથી એમનો એકંદર અભ્યાસ મેટ્રિક સુધીનો જ હોવા છતાં આજના સામાન્ય ગ્રેજ્યુએટ કરતાં ક્યાંયે ચડી જાય એટલું જ્ઞાન એમણે વિદ્યાદિશામાં જ મેળવી લીધેલું. ‘કરણઘેલો' આ જ્ઞાનના પાયા પર જ રચાયો છે. આ જ્ઞાને નન્દશંકરના ચિત્તમાં જે સચોટ મહોર મારેલી તે જ સમય જતાં પાછળથી ‘કરણઘેલા'ની વાર્તા રૂપે પ્રકટી નીકળેલ છે. ગ્રીન સાહેબે અંગ્રેજી સાહિત્યસાગરનું મથન કરીને એમાંથી જે સર્વોત્તમ પીયૂષ તુલ્ય ભાગ સારવીને એમને પાએલો તેથી પ્રફુલ્લ બનેલા માનસે જ ‘કરણઘેલો' રચ્યો છે. તેથી વોટલૂનો વિજય જેમ ઈટનના ક્રીડાંગણમાં જ પ્રાપ્ત થએલો કહેવાય છે, તેમ નન્દશંકરનો ‘કરણઘેલો' પણ ગ્રીન સાહેબની શાળામાં જ રચાએલો એમ કહી શકાય. કેમકે, હમણાં જ કહ્યું તેમ ‘કરણઘેલા'ની મહત્તાનું એક મુખ્ય કારણ તેની ગૌરવભરી છટાદાર ભાષાશૈલી છે, અને એ ભાષાશૈલીનું ઘડતર સૂક્ષ્મ રૂપે આ શાળામાં જ થએલું. આંહી ગ્રીન સાહેબે એમને બર્ક, ગિબન,૧૪<ref>૧૪. રા. નરસિંહરાવ ભોળાનાથ : ‘સ્મરણમુકુર,' પૃ. ૧૧૦. </ref>  હૅલમ, મેકોલે આદિ સમર્થ ગદ્યલેખકોના ઇતિહાસગ્રન્થોનો એવો ઊંડો અભ્યાસ કરાવેલો કે એમની ઘણીખરી કૃતિઓ નન્દશંકરના ગ્રહણધારણપટુ ચિત્તમાં આબાદ કોતરાઈ જ ગઈ અને તેમાંના ઘણા ખંડો તેમને કંઠસ્થ બની ગયા, અને આ લેખકોની કૃતિઓ એટલે તો અંગ્રેજી ભાષાનું ગદ્યનવનીત. એ ગદ્યનો નવનીતના સતત સેવનથી નન્દશંકરમાં પણ અજબ ગદ્યપ્રભુત્વ પ્રકટ્યું. અને તેથી જ ‘કરણઘેલો' આવી પ્રભાવશાળી જોમદાર શૈલીમાં લખાયો. ગુજરાતી સાહિત્યમાં ‘કરણઘેલો' ચિરંજીવ રહેવાનો તે પણ તેની આ ચેતનવંતી શૈલીને લીધે. આવું ગૌરવભર્યું ચિત્રાત્મક, કલ્પનોતેજિત રસાળ ગદ્ય ગુજરાતી ભાષાએ અગાઉ કદી દીઠું નહોતું, બર્ક, ગિબન, મેકોલે આદિ સાહિત્યકારોના ચરણ સેવીસેવીને તન્મય બની ગએલા નદશંકરે જે તે આપણે ત્યાં સૌથી પહેલું આણ્યું. આ બધામાં મેકોલે તો નન્દશંકરનો ખાસ માનીતો લેખક હતો. ‘મૅકોલે તો અમારું બાઈબલ' એમ એ પોતે જ કહેતા. આથી જ ‘કરણઘેલા' ના ગદ્ય પર મૅકોલેની શૈલીની જબરી અસર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. મૅકોલેશૈલીના કેટલાક ગુણો જ ગુજરાતીમાં સૌથી પહેલા નન્દશંકરે વ્યક્ત કર્યા છે. અલબત્ત, આનો અર્થ એવો નહિ કે નન્દશંકરે મેકોલેશૈલીનું ચોકઠું આબાદ પોતાને માટે સ્વીકારી લીધેલું, અને એના ઢાળામાં જ પોતાનો ગઘરસ બરાબર ઢાળેલો. એમ કર્યું હોત તો મેકૉલેના ભૂષણોની સાથે એનાં કેટલાંક ભયંકર દૂષણો પણ નન્દશંકરની ભાષામાં પેસી જાત. પણ સદ્ભાગ્યે નન્દશંકરે એવું આંધળું અનુકરણ કર્યું નથી. એમણે તો મૅકૉલેના ગદ્યનું ઉલ્લાસપૂર્વક સતત પરિશીલન જ કરેલું, અને એ પરિશીલનને પ્રતાપે તેની શૈલીની કેટલીક સુન્દરતાઓ અનાયાસે આપોઆપ એમના ગદ્યમાં ઊતરી આવી છે. એટલે નન્દશંકર એટલે ગુજરાતનો મૅકૉલે એમ કોઈએ સમજવાનું નથી, તેમ એ બન્ને વચ્ચે જે ગુણસામ્ય નજરે પડે છે તે પણ એ ગુણો નન્દશંકરમાં મૅકૉલેના જેવા જ સ્વરૂપમાં કે એના જેટલી જ માત્રામાં બરાબર છે એમ પણ માનવાનું નથી. પણ મૅકોલેના સતત પારાયણથી પરિપ્લુત બનેલ રસબુદ્ધિનું આ સર્જન છે, અને એ રીતે તેના પર મૅકૉલેની ગાઢી છાયા પડેલી છે એટલું જ આંહી વિવક્ષિત છે. એ અર્થમાં જોતાં મૅકૉલેશૈલીના દોષો રહિત છતાં કેટલાક ગુણોવાળું એવું ગદ્ય ‘કરણઘેલા’માં આપણને મળ્યું છે. અને મેકોલેના ગદ્યગુણો એટલે અદ્ભુત વર્ણનશક્તિ, રંગદીપ્તિથી ચમકતી ચિત્રાત્મકતા, ભાષાનો અજબ વેગવંતો પ્રવાહ, આશ્ચર્યજનક સ્મરણશક્તિ, અને વાચકને મુગ્ધ કરી દે એવી વાક્છટા. નન્દશંકરમાં પણ જબરી વર્ણનશક્તિ છે. ‘કરણઘેલો' નામાંકિત બન્યો છે તે પણ એમાંનાં વિવિધ અને સમર્થ વર્ણનો વડે જ. આ વર્ણનો એવાં તાદશ છે કે વર્જ્ય પદાર્થનું આબેહૂબ ચિત્ર તે વાચકની સમક્ષ ખડું કરી દે છે. નન્દશંકરનું આ વર્ણનસામર્થ્ય મેકોલેના ગ્રન્થોના પરિશીલનનું જ પરિણામ લાગે છે. વર્ણનોનો તો એમને જાણે કે નાદ જ લાગ્યો છે, અને તેથી વર્ણન કરતાં ક્યાં અટકવું તેમ વાર્તામાં વર્ણનપ્રમાણ કેટલું ઉચિત તેનું પણ એમને ભાન રહ્યું નથી. તેથી કેટલેક ઠેકાણે તો ‘કરણઘેલો' વર્ણનોથી ખીલી નીકળવાને બદલે ઊલટો ઝાંખો પડી જાય છે એ પણ સાથે સાથે સ્વીકારી લેવાનું છે. મેકોલેની પેઠે નન્દશંકરની ભાષા પણ અત્યન્ત વેગવંતી છે. મૅકોલે માટે કહેવાય છે કે તે લખવા બેસતો ત્યારે એના મગજમાં એટલા બધા વિચારો ઊભરાતા કે તે સઘળાને એ તરત કાગળ પર ઉતારી શકતો નહિ, અને તેથી એને શબ્દલેખનમાં કેવળ આદ્યાન્ય અક્ષરો જ લખી વચગાળાનો ખાડો રાખવો એવી વિલક્ષણ શીઘ્રલિપિનો આશ્રય લેવો પડતો. નન્દશંકરની ભાષામાં પણ એવો જ ત્વરિત ઊછળતો વેગ છે. એમનું ગદ્ય પણ અસ્ખલિત ગતિથી ધસારાબંધ વહ્યું જાય છે. એમને પણ લખતી વખતે વિચારો એટલા બધા ઊભરાતા કે લખતાં લખતાં એમને થંભી જવું પડતું. મેકોલેની પેઠે નન્દશંકરની સ્મરણશક્તિ પણ બહુ બળવાન હતી. મેકોલે જેમ કહેતો કે મિલ્ટનનું ‘પેરેડાઈઝ લોસ્ટ' કે બનિયનનું ‘પિલ્બિમ્સ પ્રોગ્રેસ' એ આખાં નષ્ટ થઈ જાય તો પણ પોતાની સ્મૃતિને બળે એ બન્ને સળંગ પોતે ફરીથી આખું ઉતારી આપે એવી હતી. એમના જીવનમાં તો એવો એક પ્રસંગ ખરેખર બનેલો પણ. તેઓ નાંદોદમાં એડમિનિસ્ટ્રેટર હતા ત્યારે એક લાંબો તુમાર ખોવાઈ જતાં એમણે યાદદાસ્ત ઉપરથી તે આખો લખાવી આપેલો૧૫<ref>૧૫. ‘કરણઘેલા' પર બર્નિયરના પ્રવાસગ્રન્થની અસર પણ સ્પષ્ટ છે. ‘કરણઘેલા'માં હઠયોગીઓનું જે વર્ણન છે તે બર્નિયરના પ્રવાસ સાથે સરખાવી જોવા જેવું છે. (જુઓ પૃ. ૩૧૬-૨૨) </ref>  આવી અસાધારણ સ્મરણશક્તિને લીધે જ એમને વિદ્યાર્થી અવસ્થામાંથી સેંકડો કાવ્યપંક્તિઓ કંઠે થઈ ગએલી, અને ‘કરણઘેલા’ના ભાષાસૌન્દર્યમાં આ કંઠાગ્રે થએલી કાવ્યપંક્તિઓ ખૂબ કામમાં આવેલી. કેમકે એથી લેખનસમયે જે કોઈ ભાવ કે વિચાર દર્શાવવાનો આવે તેને ઉચિત પદાવલિ તેમને એ પંક્તિઓમાંથી તરત મળી જતી. અને ‘કરણઘેલા'ની વાક્છટા પર પણ મૅકૉલેની અચૂક છાપ છે. મૅકૉલેનાં લખાણોની પેઠે છટાદાર વાચનને માટે સૌથી અનુકૂળ ફકરા સૌથી મોટા પ્રમાણમાં આપણી ભાષાના કોઈ પુસ્તકમાંથી મળે એમ હોય તો તે ‘કરણઘેલા'માંથી જ છે. મૅકોલેના ગદ્ય વિષે મોર્લી કહે છે કે `lts measures are emphatically the measures of spoken deliverance. Those who have made the experiment pronounce him to be one of the authors whose works are most admittedly fitted for reading aloud. અને આ શબ્દો નન્દશંકરના ગદ્યને પણ ઘણે અંશે લાગુ પાડી શકાય એમ છે.
મૅકૉલે આદિના ઇતિહાસગ્રન્થો ઉપરાંત શેક્સપિયર, મિલ્ટન, ગોલ્ડસ્મિથ, બાયરન આદિનાં કાવ્યનાટકો, સ્કૉટ, લિટન, ડિકન્સ, થેકરે, મેડોઝ ટેલર આદિની નવલકથાઓ, લોક, મિલ, ડાર્વિન આદિના ચિન્તનગ્રન્થો એ બધાનો પણ નન્દશંકરે વિદ્યાર્થીદશામાં અભ્યાસ કરી લીધેલો, કેમકે ગ્રીનસાહેબનો એવો રિવાજ હતો કે તે શાળામાં વિદ્યાર્થીઓ ને ઉત્તમોત્તમ સાહિત્યગ્રન્થો જાતે શીખવતા એટલું જ નહિ, પણ પોતાના ખાનગી ગ્રન્થસંગ્રહમાંથી ઉત્તમ ગ્રંન્થો ચૂંટીને તેમને ઘેર પંડે વાંચી લેવા પણ આપતા. આથી નન્દશંકરે કદી કૉલેજના ઊંબરમાં પગ મૂકેલો નહિ છતાં શાળાના નિર્ણીત તેમ શાળા બહારના સ્વયંવાંચન દ્વારા એમને અંગ્રેજી સાહિત્યની ઉત્તમ કૃતિઓનો સારી રીતે પરિચય થઈ ગએલો. વિશેષમાં એ વખતે સૂરતમાં નૌકાસૈન્યખાતાનો કેપ્ટન સ્કોટ કરીને એક અંગ્રેજ રહેતો હતો. તેની સાથે ગ્રીનસાહેબે નન્દશંકરની પિછાન કરાવી આપેલી, એટલે નન્દશંકર એને ત્યાં જતા અને એની પાસે જગતના પ્રવાસગ્રન્થોનો૧૬<ref>૧૬. ‘આ પુસ્તકમાં અંબાજી જવાના મારગનું તથા આબુનું વર્ણન આપ્યું છે તે સુપ્રસિદ્ધ ફાર્બ્સસાહેબકૃત રાસમાળામાંથી લીધેલું છે.' </ref>  તેમ ચરિત્રગ્રન્થોનો મોટો સંગ્રહ હતો તેનો પણ એમણે પૂરેપૂરો લાભ લીધેલો. આ બધો જ્ઞાનભંડાર એમણે ચાતકની નજરે જોએલો, અને ચાતકના જેટલી જ આતુરતાથી એ સઘળાનું એમણે પાન કરેલું. 'કરણઘેલો' એ આ જ્ઞાનામૃતના પાનથી તૃપ્ત બનેલી બુદ્ધિના રસિક ઉદ્ગાર જેવો જ છે. એ જે ધ્યાન ખેંચે છે તે કેવળ વર્ણનોથી જ નહિ પણ ચિન્તનોથી પણ ખરું. અને એ ચિન્તનશીલતા એમને આ વિશાળ સાહિત્યના પરિશીલને જ આપેલી. આથી જ આજે એ ઘણાને શુદ્ધ વાર્તા કરતાં વર્ણનાત્મક તેમ ચિન્તનાત્મક નિબન્ધસંગ્રહ જેવો વિશેષ લાગે છે, અને એકંદરે નન્દશંકરનો આત્મા સર્જકનો નહિ તેટલો ચિન્તક, વિચાર, જ્ઞાનરસિક પંડિતનો હતો એવી છાપ તે મૂકી જાય છે. નન્દશંકરના સમયમાં વંચાતા સઘળા અંગ્રેજી સાહિત્યગ્રન્થોના તાજા પરિચયવાળો કોઈ વિદ્વાન અત્યારે 'કરણઘેલો' લઈને બેસે તો એમાં તેને ઠેરઠેર એ ગ્રન્થોના ભણકારા કાને પડે અને છેવટે 'કરણઘેલા'માં નન્દશંકરનું સ્વકીય સર્જન બહુ ઓછું માલૂમ પડે તો પણ નવાઈ નહિ. વસ્તુતઃ 'કરણઘેલા'માં બહારથી લેવાએલી સામગ્રી એટલી બધી છે કે એને સર્જન કરતાં સંકલનનું નામ જ વિશેષ શોભે એવું છે. નન્દશંકરે પોતાના વિશાળ વાચનમાંથી બાદશાહી લૂંટ ચલાવી છે. તેમાં 'કરણઘેલા'માં પેલા વેદાન્તી ભાઈઓની રમૂજી વાત આવે છે એવું જ કંઈક નન્દશંકરે આ બાબતમાં તો કર્યું લાગે છે. ‘આમાં વળી આપણું શું ને પારકું શું? હું ક્યાં મારી મેળાએ વાર્તા લખવા બેઠો છું? મહેરબાન રસલસાહેબે કહ્યું તે લોકોને રસ પડે એવી એક ચોપડી લખી આપવી છે, તો એને શોભાવવા બીજાં પુસ્તકોમાંથી મને જે મળે કે સાંભરે તે એમાં ગૂંથી દઉં તો શો વાંધો છે?' આવી જ કોઈ મનોદશાથી આ આખું પુસ્તક લખાયું છે. તેથી જ એમણે પ્રકરણે પ્રકરણે પારકા ગ્રન્થમાંથી ખંડોના ખંડો શબ્દેશબ્દ ઉપાડીને ‘કરણઘેલા' માં ગોઠવી દીધા છે. આમાં એમણે કર્યું પલટાવવાનો કે ફેરફાર કરીને પોતાનું છે એમ બતાવવાનો પણ યત્ન કર્યો નથી. મૂળમાં હોય તેવું જ બરાબર પોતાના ગ્રંથમાં મૂકી દીધું છે. ઉદાહરણ તરીકે ‘કરણઘેલા’નું સુપ્રસિદ્ધ પ્રભાતવર્ણન જ લ્યો. એ આખું વર્ણન દલપતરામની એક ગરબીનું વિવરણ માત્ર જ છે. આબુ અને અંબાજીનાં વર્ણનો તો આખેઆખાં 'રાસમાળા'માંથી જ ઊંચકી લીધાં છે. સ્વ. માર્કંડરાવે ‘કરણઘેલા'ની ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં એ વાતનો સ્વીકાર પણ કર્યો છે.૧૭<ref>૧૭. પાછળ મહીપતરામના અવલોકનમાંથી અવતરણ આપ્યું છે તેના પ્રારંભના શબ્દોનો અર્થ આવો જ છે એ જોઈ શકાશે. બીજા અવલોકનકારોમાંથી ત્રણેક અવતરણ આપવા જેવાં છે:-
મૅકૉલે આદિના ઇતિહાસગ્રન્થો ઉપરાંત શેક્સપિયર, મિલ્ટન, ગોલ્ડસ્મિથ, બાયરન આદિનાં કાવ્યનાટકો, સ્કૉટ, લિટન, ડિકન્સ, થેકરે, મેડોઝ ટેલર આદિની નવલકથાઓ, લોક, મિલ, ડાર્વિન આદિના ચિન્તનગ્રન્થો એ બધાનો પણ નન્દશંકરે વિદ્યાર્થીદશામાં અભ્યાસ કરી લીધેલો, કેમકે ગ્રીનસાહેબનો એવો રિવાજ હતો કે તે શાળામાં વિદ્યાર્થીઓ ને ઉત્તમોત્તમ સાહિત્યગ્રન્થો જાતે શીખવતા એટલું જ નહિ, પણ પોતાના ખાનગી ગ્રન્થસંગ્રહમાંથી ઉત્તમ ગ્રંન્થો ચૂંટીને તેમને ઘેર પંડે વાંચી લેવા પણ આપતા. આથી નન્દશંકરે કદી કૉલેજના ઊંબરમાં પગ મૂકેલો નહિ છતાં શાળાના નિર્ણીત તેમ શાળા બહારના સ્વયંવાંચન દ્વારા એમને અંગ્રેજી સાહિત્યની ઉત્તમ કૃતિઓનો સારી રીતે પરિચય થઈ ગએલો. વિશેષમાં એ વખતે સૂરતમાં નૌકાસૈન્યખાતાનો કેપ્ટન સ્કોટ કરીને એક અંગ્રેજ રહેતો હતો. તેની સાથે ગ્રીનસાહેબે નન્દશંકરની પિછાન કરાવી આપેલી, એટલે નન્દશંકર એને ત્યાં જતા અને એની પાસે જગતના પ્રવાસગ્રન્થોનો૧૬<ref>૧૬. ‘આ પુસ્તકમાં અંબાજી જવાના મારગનું તથા આબુનું વર્ણન આપ્યું છે તે સુપ્રસિદ્ધ ફાર્બ્સસાહેબકૃત રાસમાળામાંથી લીધેલું છે.' </ref>  તેમ ચરિત્રગ્રન્થોનો મોટો સંગ્રહ હતો તેનો પણ એમણે પૂરેપૂરો લાભ લીધેલો. આ બધો જ્ઞાનભંડાર એમણે ચાતકની નજરે જોએલો, અને ચાતકના જેટલી જ આતુરતાથી એ સઘળાનું એમણે પાન કરેલું. ‘કરણઘેલો' એ આ જ્ઞાનામૃતના પાનથી તૃપ્ત બનેલી બુદ્ધિના રસિક ઉદ્ગાર જેવો જ છે. એ જે ધ્યાન ખેંચે છે તે કેવળ વર્ણનોથી જ નહિ પણ ચિન્તનોથી પણ ખરું. અને એ ચિન્તનશીલતા એમને આ વિશાળ સાહિત્યના પરિશીલને જ આપેલી. આથી જ આજે એ ઘણાને શુદ્ધ વાર્તા કરતાં વર્ણનાત્મક તેમ ચિન્તનાત્મક નિબન્ધસંગ્રહ જેવો વિશેષ લાગે છે, અને એકંદરે નન્દશંકરનો આત્મા સર્જકનો નહિ તેટલો ચિન્તક, વિચાર, જ્ઞાનરસિક પંડિતનો હતો એવી છાપ તે મૂકી જાય છે. નન્દશંકરના સમયમાં વંચાતા સઘળા અંગ્રેજી સાહિત્યગ્રન્થોના તાજા પરિચયવાળો કોઈ વિદ્વાન અત્યારે ‘કરણઘેલો' લઈને બેસે તો એમાં તેને ઠેરઠેર એ ગ્રન્થોના ભણકારા કાને પડે અને છેવટે ‘કરણઘેલા'માં નન્દશંકરનું સ્વકીય સર્જન બહુ ઓછું માલૂમ પડે તો પણ નવાઈ નહિ. વસ્તુતઃ ‘કરણઘેલા'માં બહારથી લેવાએલી સામગ્રી એટલી બધી છે કે એને સર્જન કરતાં સંકલનનું નામ જ વિશેષ શોભે એવું છે. નન્દશંકરે પોતાના વિશાળ વાચનમાંથી બાદશાહી લૂંટ ચલાવી છે. તેમાં ‘કરણઘેલા'માં પેલા વેદાન્તી ભાઈઓની રમૂજી વાત આવે છે એવું જ કંઈક નન્દશંકરે આ બાબતમાં તો કર્યું લાગે છે. ‘આમાં વળી આપણું શું ને પારકું શું? હું ક્યાં મારી મેળાએ વાર્તા લખવા બેઠો છું? મહેરબાન રસલસાહેબે કહ્યું તે લોકોને રસ પડે એવી એક ચોપડી લખી આપવી છે, તો એને શોભાવવા બીજાં પુસ્તકોમાંથી મને જે મળે કે સાંભરે તે એમાં ગૂંથી દઉં તો શો વાંધો છે?' આવી જ કોઈ મનોદશાથી આ આખું પુસ્તક લખાયું છે. તેથી જ એમણે પ્રકરણે પ્રકરણે પારકા ગ્રન્થમાંથી ખંડોના ખંડો શબ્દેશબ્દ ઉપાડીને ‘કરણઘેલા' માં ગોઠવી દીધા છે. આમાં એમણે કર્યું પલટાવવાનો કે ફેરફાર કરીને પોતાનું છે એમ બતાવવાનો પણ યત્ન કર્યો નથી. મૂળમાં હોય તેવું જ બરાબર પોતાના ગ્રંથમાં મૂકી દીધું છે. ઉદાહરણ તરીકે ‘કરણઘેલા’નું સુપ્રસિદ્ધ પ્રભાતવર્ણન જ લ્યો. એ આખું વર્ણન દલપતરામની એક ગરબીનું વિવરણ માત્ર જ છે. આબુ અને અંબાજીનાં વર્ણનો તો આખેઆખાં ‘રાસમાળા'માંથી જ ઊંચકી લીધાં છે. સ્વ. માર્કંડરાવે ‘કરણઘેલા'ની ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં એ વાતનો સ્વીકાર પણ કર્યો છે.૧૭<ref>૧૭. પાછળ મહીપતરામના અવલોકનમાંથી અવતરણ આપ્યું છે તેના પ્રારંભના શબ્દોનો અર્થ આવો જ છે એ જોઈ શકાશે. બીજા અવલોકનકારોમાંથી ત્રણેક અવતરણ આપવા જેવાં છે:-
(૧) ‘ગ્રંન્થકર્તામાં વર્ણનશક્તિ સારી છે એ અમે સૂચવ્યું છે. તેણે ઘણા ગ્રન્થો વાંચ્યા છે અને વાંચવાનો સારો ઉપયોગ ગ્રન્થ લખવામાં કર્યો છે, એવું તેના ગ્રન્થ ઉપરથી સ્પષ્ટ ભાસે છે. તેમાંથી સર્વના સમજ્યામાં આવે એવાં પ્રમાણ અમે આપીએ છીએ. પૃષ્ઠ ૩૩-૩૪ એ પ્રભાતનું વર્ણન છે તે કવિ દલપતરામે. "મલિ માતને તાત પરભાતમાં પુત્રીને ઉઠ કરે વાત ગઈ રાત વીતી” એ પ્રભાતિયું કર્યું છે તેના જ ઉપરથી લખ્યું છે. પૃષ્ટ, ૧૩૮ મે કરણ રાજાના મનમાં પશ્ચાત્તાપનો કીડો કોતરવા માંડ્યો તેવું વર્ણન અંગ્રેજીમાં ઉલ્યુ અને એડમન્ડની કવિતા છે તેને મળતું જ છે. તથા પૃષ્ટ ૧૩૯ મે આશાના મિથ્યા તરંગ અને લલુતા વિષે લખ્યું છે તેવા જ વિચાર રાસ્સીલાસમાં છે. રાસમાળા ઉપર તો એ ગ્રન્થનું મંડાણ જ છે એટલે તેમાંના તો વિચાર હોય જ. એમાં કેટલાંક વર્ણન અને વિચાર ઇંગ્રીજી રાજસ્થાનાદિ અન્ય પુસ્તકો વાંચ્યાથી પક્વ થએલા મનમાંથી નીકળેલા છે.’–'બુદ્ધિવર્ધક ગ્રન્થ', પૃ. ૧૨, પૃ. ૧૧૩.
(૧) ‘ગ્રંન્થકર્તામાં વર્ણનશક્તિ સારી છે એ અમે સૂચવ્યું છે. તેણે ઘણા ગ્રન્થો વાંચ્યા છે અને વાંચવાનો સારો ઉપયોગ ગ્રન્થ લખવામાં કર્યો છે, એવું તેના ગ્રન્થ ઉપરથી સ્પષ્ટ ભાસે છે. તેમાંથી સર્વના સમજ્યામાં આવે એવાં પ્રમાણ અમે આપીએ છીએ. પૃષ્ઠ ૩૩-૩૪ એ પ્રભાતનું વર્ણન છે તે કવિ દલપતરામે. "મલિ માતને તાત પરભાતમાં પુત્રીને ઉઠ કરે વાત ગઈ રાત વીતી” એ પ્રભાતિયું કર્યું છે તેના જ ઉપરથી લખ્યું છે. પૃષ્ટ, ૧૩૮ મે કરણ રાજાના મનમાં પશ્ચાત્તાપનો કીડો કોતરવા માંડ્યો તેવું વર્ણન અંગ્રેજીમાં ઉલ્યુ અને એડમન્ડની કવિતા છે તેને મળતું જ છે. તથા પૃષ્ટ ૧૩૯ મે આશાના મિથ્યા તરંગ અને લલુતા વિષે લખ્યું છે તેવા જ વિચાર રાસ્સીલાસમાં છે. રાસમાળા ઉપર તો એ ગ્રન્થનું મંડાણ જ છે એટલે તેમાંના તો વિચાર હોય જ. એમાં કેટલાંક વર્ણન અને વિચાર ઇંગ્રીજી રાજસ્થાનાદિ અન્ય પુસ્તકો વાંચ્યાથી પક્વ થએલા મનમાંથી નીકળેલા છે.’–'બુદ્ધિવર્ધક ગ્રન્થ', પૃ. ૧૨, પૃ. ૧૧૩.
(૨) ‘સુવિચાર આપવામાં અને રીતભાતનું અથવા જોએલી વસ્તુઓનું વર્ણન કરવામાં એ ગ્રન્થકારની કલમ પાણીના રેલાની પેઠે ચાલી જાય છે. અને તે પોતાનું સામર્થ્ય એને માલમ હોય એમ જણાય છે, કેમકે રસ પોતાની સારો લખાશે નહિ એમ આ પળથી જાણીને જ રીતભાત, ઇતિહાસ, અને રાસમાળા તથા ટોડના રાજસ્થાન વગેરે અંગ્રેજીમાંથી ગુજરાત દેશ અને હિન્દી ધર્મ સંબંધી બંધારણ રાખેલું છે. કુતુબ મીનાર, અંબાજી, અચળગઢ અને દેલવાડાનાં વર્ણનો અને તે સંબંધી જેટલી દન્તકથાઓ આવે છે તે, દિલ્લિ પાસેના કાળિકાના દેહેરામાં માતાના ભગતો કેવું ભયંકર કરે છે તે, બ્રાહ્મણનું માહાત્મ્ય, રાજાના ધર્મ, સંન્યાસી થવાની વિધિ, જોગીઓની વિકટ તપશ્ચર્યા ઈત્યાદિ પ્રકરણો અંગ્રેજી પુસ્તકોને આધારે આ વાર્તામાં દાખલ કીધાં છે.-નવલરામઃ 'નવલગ્રન્થાવલિ', ૨, ૧૮૩-૪.  
(૨) ‘સુવિચાર આપવામાં અને રીતભાતનું અથવા જોએલી વસ્તુઓનું વર્ણન કરવામાં એ ગ્રન્થકારની કલમ પાણીના રેલાની પેઠે ચાલી જાય છે. અને તે પોતાનું સામર્થ્ય એને માલમ હોય એમ જણાય છે, કેમકે રસ પોતાની સારો લખાશે નહિ એમ આ પળથી જાણીને જ રીતભાત, ઇતિહાસ, અને રાસમાળા તથા ટોડના રાજસ્થાન વગેરે અંગ્રેજીમાંથી ગુજરાત દેશ અને હિન્દી ધર્મ સંબંધી બંધારણ રાખેલું છે. કુતુબ મીનાર, અંબાજી, અચળગઢ અને દેલવાડાનાં વર્ણનો અને તે સંબંધી જેટલી દન્તકથાઓ આવે છે તે, દિલ્લિ પાસેના કાળિકાના દેહેરામાં માતાના ભગતો કેવું ભયંકર કરે છે તે, બ્રાહ્મણનું માહાત્મ્ય, રાજાના ધર્મ, સંન્યાસી થવાની વિધિ, જોગીઓની વિકટ તપશ્ચર્યા ઈત્યાદિ પ્રકરણો અંગ્રેજી પુસ્તકોને આધારે આ વાર્તામાં દાખલ કીધાં છે.-નવલરામઃ ‘નવલગ્રન્થાવલિ', ૨, ૧૮૩-૪.  
(૩)...the author takes us to the court of Allauddin Khilji, one of the most apable and bloodthirsty tyrants from Persianist throne. Mr. Nandshankar has here freely borrowed from the Persian historian, Baroni The trampling to death of the few survivors of a Mogul army which had entered India scores of thousands strong, and the famous scene between the emperor and the Kazi are almost literally transcribed. C. A Kincaid: East & West, 1994. August.</ref>  વિજયાદત્ત ગોરે આપેલો બ્રાહ્મણોનો વૃત્તાન્ત, માધવનું અગ્નિદિવ્ય, બાબરા ભૂતની વાત, શૈવ જૈનની તકરાર, ભાટનું ત્રાગું એવા એવા અનેક પ્રસંગો પણ એમણે 'રાસમાળા' માંથી જ આબાદ ઉતારી લીધા છે. નન્દશંકરના સમકાલીનોને આ વાત સારી પેઠે વિદિત પણ હતી. તેથી જ 'કરણઘેલો' પ્રકટ થયો કે તરત જ કેટલાંક અવલોકનોમાં આ વસ્તુનો સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવેલો.૧૮<ref>૧૮. ‘નવલગ્રંથાવલિ', ૨, ૧૮૩.</ref>  આ સઘળામાંથી અત્યારે સ્પષ્ટ નક્કી થઈ શકે એવા કેટલાક ખંડોની યાદી આ ગ્રન્થને અન્તે આપી છે, અને સાથે નમુના રૂપ 'કરણઘેલા'માંથી તેમ મૂળ ગ્રન્થમાંથી થોડા થોડા ભાગ બન્ને વચ્ચેનું સામ્ય કેટલું અસંદિગ્ધ છે તે દર્શાવવા સામસામા મૂક્યા છે. એ ઉપરથી ‘કરણઘેલા’માં પારકી વસ્તુ કેટલી બધી છે તેનો વાચકને સહેલાઈથી ખ્યાલ આવશે. ‘કરણઘેલો' પ્રકટ થયો કે તરત જ તે અત્યન્ત લોકપ્રિય બની ગએલો અને લેખકને એથી ભારે કીર્તિ મળેલી, તેમ એનાં કેટલાંક અનુસરણો ‘રાણકદેવી', 'વનરાજ ચાવડો' 'સધરા જેસંગ' જેવાં થએલાં છતાં ઘણાં વરસ સુધી એમને એ ક્ષેત્રમાંથી હડસેલી મૂકે એવો હરીફ કોઈ નહિ થએલો, તો પણ એમણે 'કરણઘેલા' જેવી બીજી વાર્તા બિલકુલ લખી જ નહિ એ વિચિત્ર વાતનું સાચું કારણ પણ આથી સમજાઈ જાય છે. એ કારણ તે નવલરામે પ્રથમ જ દર્શને કહેલું તે પ્રમાણે, ‘કરણઘેલો, યાદીના અને અનુભવના ખજાનામાંથી (પ્રાસાદિક શક્તિથી નહી) ઉત્પન્ન થયો છે, ૧૯<ref>૧૯. ‘મલબારીનાં કાવ્યરત્નો,’ પૃ. ૭૮-૯. </ref> એ છે. નન્દશંકરમાં આ 'પ્રાસાદિક શક્તિ' આપણે આજનો શબ્દ વાપરીએ તો સર્જકશક્તિ, નવનિર્માણશક્તિ (power of invention)-બહુ નહોતી તેથી જ આટલો બધો યશ મળ્યા છતાં એ આખી જિંદગીમાં એક જ વાર્તા લખીને બેસી રહ્યા. 'કરણઘેલો' લખ્યો તે વખતે તો એમની ઉંમર ત્રીસ જ વરસની હતી, અને ત્યાં સુધી તો એ શિક્ષક જ હતા ને મોટે ભાગે સુરતમાં જ રહેલા. પણ તે પછી હોપસાહેબની માગણીથી તેમની સરકારના વહીવટી ખાતામાં બદલી થએલી, તેને અંગે તેઓ જુદે જુદે અનેક સ્થળે ફરેલા, જાત જાતનાં પુષ્કળ માણસોના સમાગમમાં આવેલા, અનેક પ્રકારની રજવાડી ખટપટો એમણે નિહાળેલી અને એ રીતે વાર્તારચના માટે જથ્થાબંધ સામગ્રી પૂરી પાડે એવું જીવન વરસો સુધી વિતાવેલું, છતાં એમણે બીજી એક પણ વાર્તા લખી નહિ એનું મુખ્ય કારણ જ એ કે એમનામાં સાચી પ્રબળ સર્જકશક્તિ બહુ ઓછી હતી. નહિ તો નિવૃત્તિ લીધા પછી બેકાર મગજને કામ આપવા માટે સવારથી સાંજ સુધી પાટીપેન લઈને ગણિતના દાખલા ગણ્યા કરવાને બદલે એમણે પોતાના સમયનો ઉપયોગ વિશેષ વાર્તાઓ લખવામાં જ કર્યો હોત. પણ અત્યારનો 'કરણઘેલો' સ્પષ્ટ રૂપે બતાવી આપે છે તેમ એમનામાં રસિક પાંડિત્ય હતું તેટલું સ્વતન્ત્ર નિર્માણસામર્થ્ય હતું જ નહિ, તેથી જ તેઓ એક જ વાર્તા લખીને સાવ શાન્ત ગએલા.  
(૩)...the author takes us to the court of Allauddin Khilji, one of the most apable and bloodthirsty tyrants from Persianist throne. Mr. Nandshankar has here freely borrowed from the Persian historian, Baroni The trampling to death of the few survivors of a Mogul army which had entered India scores of thousands strong, and the famous scene between the emperor and the Kazi are almost literally transcribed. C. A Kincaid: East & West, 1994. August.</ref>  વિજયાદત્ત ગોરે આપેલો બ્રાહ્મણોનો વૃત્તાન્ત, માધવનું અગ્નિદિવ્ય, બાબરા ભૂતની વાત, શૈવ જૈનની તકરાર, ભાટનું ત્રાગું એવા એવા અનેક પ્રસંગો પણ એમણે ‘રાસમાળા' માંથી જ આબાદ ઉતારી લીધા છે. નન્દશંકરના સમકાલીનોને આ વાત સારી પેઠે વિદિત પણ હતી. તેથી જ ‘કરણઘેલો' પ્રકટ થયો કે તરત જ કેટલાંક અવલોકનોમાં આ વસ્તુનો સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવેલો.૧૮<ref>૧૮. ‘નવલગ્રંથાવલિ', ૨, ૧૮૩.</ref>  આ સઘળામાંથી અત્યારે સ્પષ્ટ નક્કી થઈ શકે એવા કેટલાક ખંડોની યાદી આ ગ્રન્થને અન્તે આપી છે, અને સાથે નમુના રૂપ ‘કરણઘેલા'માંથી તેમ મૂળ ગ્રન્થમાંથી થોડા થોડા ભાગ બન્ને વચ્ચેનું સામ્ય કેટલું અસંદિગ્ધ છે તે દર્શાવવા સામસામા મૂક્યા છે. એ ઉપરથી ‘કરણઘેલા’માં પારકી વસ્તુ કેટલી બધી છે તેનો વાચકને સહેલાઈથી ખ્યાલ આવશે. ‘કરણઘેલો' પ્રકટ થયો કે તરત જ તે અત્યન્ત લોકપ્રિય બની ગએલો અને લેખકને એથી ભારે કીર્તિ મળેલી, તેમ એનાં કેટલાંક અનુસરણો ‘રાણકદેવી', ‘વનરાજ ચાવડો' ‘સધરા જેસંગ' જેવાં થએલાં છતાં ઘણાં વરસ સુધી એમને એ ક્ષેત્રમાંથી હડસેલી મૂકે એવો હરીફ કોઈ નહિ થએલો, તો પણ એમણે ‘કરણઘેલા' જેવી બીજી વાર્તા બિલકુલ લખી જ નહિ એ વિચિત્ર વાતનું સાચું કારણ પણ આથી સમજાઈ જાય છે. એ કારણ તે નવલરામે પ્રથમ જ દર્શને કહેલું તે પ્રમાણે, ‘કરણઘેલો, યાદીના અને અનુભવના ખજાનામાંથી (પ્રાસાદિક શક્તિથી નહી) ઉત્પન્ન થયો છે, ૧૯<ref>૧૯. ‘મલબારીનાં કાવ્યરત્નો,’ પૃ. ૭૮-૯. </ref> એ છે. નન્દશંકરમાં આ ‘પ્રાસાદિક શક્તિ' આપણે આજનો શબ્દ વાપરીએ તો સર્જકશક્તિ, નવનિર્માણશક્તિ (power of invention)-બહુ નહોતી તેથી જ આટલો બધો યશ મળ્યા છતાં એ આખી જિંદગીમાં એક જ વાર્તા લખીને બેસી રહ્યા. ‘કરણઘેલો' લખ્યો તે વખતે તો એમની ઉંમર ત્રીસ જ વરસની હતી, અને ત્યાં સુધી તો એ શિક્ષક જ હતા ને મોટે ભાગે સુરતમાં જ રહેલા. પણ તે પછી હોપસાહેબની માગણીથી તેમની સરકારના વહીવટી ખાતામાં બદલી થએલી, તેને અંગે તેઓ જુદે જુદે અનેક સ્થળે ફરેલા, જાત જાતનાં પુષ્કળ માણસોના સમાગમમાં આવેલા, અનેક પ્રકારની રજવાડી ખટપટો એમણે નિહાળેલી અને એ રીતે વાર્તારચના માટે જથ્થાબંધ સામગ્રી પૂરી પાડે એવું જીવન વરસો સુધી વિતાવેલું, છતાં એમણે બીજી એક પણ વાર્તા લખી નહિ એનું મુખ્ય કારણ જ એ કે એમનામાં સાચી પ્રબળ સર્જકશક્તિ બહુ ઓછી હતી. નહિ તો નિવૃત્તિ લીધા પછી બેકાર મગજને કામ આપવા માટે સવારથી સાંજ સુધી પાટીપેન લઈને ગણિતના દાખલા ગણ્યા કરવાને બદલે એમણે પોતાના સમયનો ઉપયોગ વિશેષ વાર્તાઓ લખવામાં જ કર્યો હોત. પણ અત્યારનો ‘કરણઘેલો' સ્પષ્ટ રૂપે બતાવી આપે છે તેમ એમનામાં રસિક પાંડિત્ય હતું તેટલું સ્વતન્ત્ર નિર્માણસામર્થ્ય હતું જ નહિ, તેથી જ તેઓ એક જ વાર્તા લખીને સાવ શાન્ત ગએલા.  
પ્રકૃતિપ્રેમ, શિષ્ટ મનોહર ભાષા, ને રસિક પાંડિત્ય ઉપરાંત 'કરણઘેલા'માં કામ કરી રહેલું નન્દશંકરજીવનનું ચોથું મુખ્ય તત્ત્વ ચારિત્રશાળી પુરુષ. આ ચારિત્રને બળે જ તે સમારેણ ઉત્કટ રીતિધા ચડતાં ચડતાં જ્યાં પોતે નીતિપ્રેમ. નન્દશંકર એટલે ઉચ્ચઉચ્ચ ચારિત્રશીલ પુરુષ. આ ચારિત્રને બળે જ તે સાધારણ મોનિટરમાંથી ચડતાં ચડતાં જ્યાં પોતે ગરીબ વિદ્યાર્થી તરીકે દાખલ થએલા એ હાઈસ્કૂલના હેડમાસ્તર-પહેલા જ ગુજરાતી હેડમાસ્તર-બનેલા, અને ત્યાં એમની બુદ્ધિમત્તા, કાર્યકુશળતા તથા સુશીલતાથી આકર્ષાઈને હોપસાહેબે એમને મુલકી ખાતામાં લીધા તો તેમાં પણ મામલતદારથી આગળ વધતાં વધતાં કચ્છ આદિ રાજ્યના દીવાન કે એડમિનિસ્ટ્રેટર જેવા ઉચ્ચોચ્ચ પદે પહોંચી શકેલા. આવી રીતે એમણે જીવનનો મોટો ભાગ સરકારના વહીવટી ખાતામાં ગાળેલો, અને ત્યાં પોતાને જે જે કામ સોંપાએલું તે સઘળું કેવળ સન્તોષકારક જ નહિ પણ ખરેખર યશસ્વી રીતે બજાવેલું, છતાં નન્દશંકર આખર સુધી રહેલા તો તત્ત્વતઃ શિક્ષક જ. મોટા દીવાન બન્યા છતાં બધા જેમ એમને જીવનભર ‘માસ્તર'ને મૂળ નામે જ ઓળખતા, તેમ રજવાડી જીવનના કીચડમાં પડેલા છતાં છેક સુધી એમનું જીવન સાચા શિક્ષકને શોભે એવું નિર્મળ, ભાવનાશીલ જ રહેલું, એમનું આ વહીવટી જીવન તો એક પરમ સત્યના ઉદાહરણરૂપ જ છે, અને તે એ કે સાર્ચો શિક્ષક કદી કેવળ શિક્ષક હોતો જ નથી. તે તો સમસ્ત જીવનપ્રદેશનો માર્મિક ચિન્તક હોય છે, જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં આદર્શ વ્યવહાર શો હોઈ શકે તેનો વિચારક હોય છે, અને એ વિચારોને વ્યવહારમાં ઉતારવાનો આગ્રહી પણ હોય છે, એટલે પ્રસંગોપાત્ત શિક્ષણક્ષેત્રમાંથી નીકળી એને અન્ય કોઈ ક્ષેત્રમાં જવાનું પ્રાપ્ત થાય છે તો ત્યાં પણ તે પોતાની વિશુદ્ધ જીવનનીતિથી ઝળકી ઉઠ્યા વિના રહેતો નથી. એ દૃષ્ટિથી જોતાં હરગોવિન્દદાસ કાંટાવાળા, અંબાલાલ સાકરલાલ આદિની પેઠે નન્દશંકર પણ ગુજરાતના શિક્ષકકુલના ગૌરવરૂપ છે. નન્દશંકર તો પહેલેથી છેલ્લે સુધી શુદ્ધ બ્રાહ્મણ જ રહેલા-બ્રાહ્મણના જેવા જ વિદ્યાવિલાસી, જ્ઞાનપરાયણ, અને વિશુદ્ધ જીવનના આગ્રહી, ‘કરણઘેલા'ની ઘટના પાછળ પણ આ બ્રાહ્મણત્વ જ પ્રેરકબળ રૂપે કામ કરી રહેલું છે. આ બ્રાહ્મણત્વને બળે જ સરકારી નોકરીમાં સામાન્ય માણસ જ્યાં ખુશામત કે લાંચરૂશ્વતમાં લપટી પડત, ત્યાં નન્દશંકર આખર સુધી વિશુદ્ધ રહી શકેલા. એમનાં સ્વમાન, સ્વાતન્ત્ય, નીડરતા, સત્યનિષ્ઠા, ને સદાચારબળને લગતા થોડાક પ્રસંગો આંહીં નોંધવા જેવા પણ છે. તેઓ હાઈસ્કૂલના હેડમાસ્તર હતા તે દરમિયાન એક રમૂજી પ્રસંગ બનેલો. એ વખતે બેલાસીસ કરીને કોઈ અજડ કલેકટર સૂરતમાં આવેલો. તે એક દિવસ પ્રાતઃકાળમાં સૂરતના એક ભાગમાં ઘોડે બેસીને ફરતો હતો, એવામાં સેંકડો લોકો હાથમાં લોટા લઈને શૌચ માટે જતા હતા, તેમણે સાહેબને સલામ ન કરી. આગળ ચાલતાં કેટલાંક માણસો ઓટલા પર બેસી ગંદી રીતે દાતણ કરતા હતા, તેમણે પણ સાહેબને સલામ ન કરી. આથી સાહેબનો મિજાજ હાથમાં ન રહ્યો અને બધી દાઢ પેલા લોટાઓ પર ઉતારી એણે સઘળાં માણસોના લોટા જપ્ત કરવાનો સિપાઈને હુકમ કર્યો. હુકમનો તરત અમલ થયો એટલે લોકોમાં ત્રાસ ફેલાઈ ગયો. આ વાત નન્દશંકરના જાણવામાં આવતાં એમણે કલેકટરને કકડાવીને એક જુસ્સાદાર પત્ર લખી એના એ કામ સામે સખત વિરોધ ઉઠાવેલો. સાધારણ રીતે હિન્દીઓની ખુશામતથી ટેવાએલો કલેકટરે આ પત્ર મળતાં ચકિત થએલો અને નન્દશંકરને ખાસ પોતાની મુલાકાતે બોલાવેલા. નન્દશંકરને એ મુલાકાતમાં હિન્દુ રીતરિવાજ વિશે બરાબર ખુલાસો કર્યો, એટલે કલેકટરે જપ્ત કરેલા લોટા લોકોને પાછા આપી દેવાનું ફરમાવેલું. આ પ્રસંગે નન્દશંકરે જે નીડરતા અને સ્પષ્ટવક્તત્વ બતાવેલ તે એ જમાનામાં તો વિરલ જ હતાં. મહીપતરામ વિલાયતથી પાછા ફર્યા ત્યારે પણ એમણે એવી જ નિર્ભયતા દર્શાવેલી. જ્ઞાતિએ મહીપતરામનો બહિષ્કાર કરેલો છતાં નન્દશંકર એમની સાથે બેસીને જમેલા, એટલું જ નહિ પણ એ બહિષ્કાર પ્રકરણ બહુ વરસ સુધી લંબાયું તે બધો વખત નન્દશંકર મહીપતરામને પડખે જ ઊભા રહેલા અને આખરે સમાધાન થએલું તે પણ નન્દ્રશંકરની કુનેહને લીધે જ થએલું. ત્રીજો પ્રસંગ તેઓ ધંધુકામાં મામલતદાર હતા ત્યારે અનેલો. એ વખતે લાઈસન્સ ટેક્સ (અત્યારના ઈન્કમટેક્સનું પૂર્વરૂપ) લેવામાં આવતો હતો. એ સંબંધમાં એ વખતે એવી વાતો ચાલેલી કે આ ટેક્સ કોઈ વાજબી ધોરણે નહિ પણ સરકાર ફરમાવે તે પ્રમાણે નાખવાની સઘળા મામલતદારોને તાકીદ થવાની છે. નન્દશંકરનું સત્યનિષ્ઠ પ્રમાણિક હ્રદય આ અન્યાય સાંખી શકે એમ હતું નહિ. એટલે એમણે નિશ્ચય કરી રાખ્યો કે જોરજૂલમથી કરની ખોટી આકારણી કરવાનું ઉપરી તરફથી દબાણ થાય તો પોતે તેનો વિરોધ જ કરવો, અને જરૂર પડે તો એ મુદા પર પોતાની જગાનું રાજીનામું આપી નોકરીમાંથી છૂટા થઈ જવું. આ વખતે નન્દશંકરની આર્થિક સ્થિતિ કંઈ સારી નહોતી. બહોળા કુટુંબનું પોષણ કરવાને એમની પાસે બીજું કશું સાધન નહોતું, તેમ સરકારી નોકરી છોડી દીધા પછી બીજે ક્યાં યે ઊભા રહેવાનો મોખ પણ નહોતો છતાં એમણે રાજીનામું લખીને ગજવામાં તૈયાર રાખેલું, અને અયોગ્ય દબાણ થાય તો તે રજૂ કરી દેવાનો નિશ્ચય કરી રાખેલો. પણ સદ્ભાગ્યે એમના કલેકટર સારા નીકળેલા અને નન્દશંકરે ધારેલું એવું કશું પરિણામ આવેલું નહિ. તે પછી દેવગઢબારિયા જવાનું થતાં ત્યાંના ખટપટી મંડળે નન્દશંકરને જર, જોરૂ, ને જમીનથી ફસાવી પોતાના પક્ષમાં લઈ પોતાનું ધાર્યું એમની પાસે કરાવવાનો ઘણો પ્રપંચ કરેલો, પણ નન્દશંકર એ સૌથી અલિપ્ત જ રહેલા અને પોતાની ફરજ અડગ રહીને યોગ્ય રીતે બજાવેલી. આ રીતે નન્દશંકરનો સ્વભાવ મૂળથી સત્યનિષ્ઠ, સ્વતન્ત્ર, ને નીતિપરાયણ હતો. એમનું સમગ્ર જીવન પણ નીતિપરાયણતાના વિજય જેવું હતું. શુદ્ધ નિષ્ઠાવાળો સત્પુરુષ સદાચારબળે કેટલી મહત્તા ને સુખ પ્રાપ્ત કરી શકે તેનું નન્દશંકરની આ નીતિપરાયણતા એક રીતે કાદવમાં ઊગી નીકળેલા કમળ જેવી હતી. કેમકે એમના જમાનામાં સૂરતનું વાતાવરણ અનેક રીતે સડેલું હતું. એ સમયનું સૂરત એટલે જૂના નવાના સન્ધિકાળનું સૂરત. આથી એમાં એક બાજૂથી જૂના જમાનાની વિલાસિતાનું વાતાવરણ જામ્યું હતું. તો બીજી બાજૂથી નવા જમાનાની સંસ્કારિતાનાં આછાં કિરણો એ વિલાસિતાના અન્યકારને ભેદવા મથી રહ્યાં હતાં. નન્દશંકરને નવા જમાનાની તાલીમ મળી હતી, એટલે સ્વાભાવિક રીતે જ એમને સંસ્કારિતાનો પાસ લાગ્યો હતો. આથી જૂના જમાનાની વિલાસિતા ને વિકૃતિના પ્રત્યાઘાતરૂપે પણ એમનામાં નીતિપરાયણતા પ્રકટી હતી. દૃષ્ટાન્ત તરીકે જૂના જમાનાના સૂરતીઓ દારૂ, ભાંગ, ગાંજો આદિ અનેક વ્યસનોમાં ચકચૂર હતા, ત્યારે નન્દશંકરને તપખીર સિવાય એકે વસ્તુનું વ્યસન ન હતું. આ જૂના જમાનાના સૂરતીઓ ડોળી અને મિથ્યાભિમાની હતા, ત્યારે નન્દશંકર સર્વથા સરળ નિરભિમાની પુરુષ હતા. જૂના જમાનાના સુરતીઓ નાચગાન ને રંડીબાજીમાં ગુલતાન હતા, ત્યારે નન્દશંકરના બ્રાહ્મણ આત્માએ ઉગ્રનીતિપ્રેમમાં સંગીતને પણ વર્જ્ય ગણ્યું હતું. ખુદ 'કરણઘેલો' પણ એ જૂના જમાનાના સુરતની વિકૃતિ સામેના પ્રત્યાઘાત રૂપે જ લખાયો લાગે છે. એ જમાનામાં સૂરતીઓના બે મહાભયંકર દુર્ગુણો તે રંડીબાજી અને પતરાજી. સુરતીઓમાં એ વખતે રામજણીઓનો છંદ બહુ વધી ગયો હતો. વેશ્યાના હાથની બીડી લેવી એમાં મોટું માન એ સમયે મનાતું હતું. ગાનારી સલામ કરે તો ખુદ વાઈસરોય સાથે હાથ મેળવ્યા જેટલી ખુશી લોકોને ઊપજતી. બાલરમના દિવસોમાં રામજણીઓ ફકીરી લેબાસ  મેળવ્યા જેટલી ખુથી નીકળે તો સુરતી લાલજી પણ લીલાં કપડાં ધારણ કરી પોતાની માશુકને સાથે આપવા તેમાં જોડાઈ જતા. વેશ્યાના ઝરૂખામાં ઊભા ઊભા પાન ચાવવું એ તો સુરતી ઓમાં મન જીવનનો લહાવો ગણાતો ને એવે વખતે કોઈ ઓળખીતો રસ્તા પરથી પસાર થાય તો ‘કેમ , માસીને ત્યાં ઊભા?’ એમ બોલી ઈર્ષ્યાથી કતરાતી આંખે જોઈ રહેતો. અને પતરાજી પણ એટલી જ વધી ગઈ હતી. જ્યાં ત્યાં ગાનતાન ને નાચના જલસા ચાલ્યા કરતા. મલબારીએ એ વિષયનું સુન્દર ચિત્ર દોર્યું છે :-
પ્રકૃતિપ્રેમ, શિષ્ટ મનોહર ભાષા, ને રસિક પાંડિત્ય ઉપરાંત ‘કરણઘેલા'માં કામ કરી રહેલું નન્દશંકરજીવનનું ચોથું મુખ્ય તત્ત્વ ચારિત્રશાળી પુરુષ. આ ચારિત્રને બળે જ તે સમારેણ ઉત્કટ રીતિધા ચડતાં ચડતાં જ્યાં પોતે નીતિપ્રેમ. નન્દશંકર એટલે ઉચ્ચઉચ્ચ ચારિત્રશીલ પુરુષ. આ ચારિત્રને બળે જ તે સાધારણ મોનિટરમાંથી ચડતાં ચડતાં જ્યાં પોતે ગરીબ વિદ્યાર્થી તરીકે દાખલ થએલા એ હાઈસ્કૂલના હેડમાસ્તર-પહેલા જ ગુજરાતી હેડમાસ્તર-બનેલા, અને ત્યાં એમની બુદ્ધિમત્તા, કાર્યકુશળતા તથા સુશીલતાથી આકર્ષાઈને હોપસાહેબે એમને મુલકી ખાતામાં લીધા તો તેમાં પણ મામલતદારથી આગળ વધતાં વધતાં કચ્છ આદિ રાજ્યના દીવાન કે એડમિનિસ્ટ્રેટર જેવા ઉચ્ચોચ્ચ પદે પહોંચી શકેલા. આવી રીતે એમણે જીવનનો મોટો ભાગ સરકારના વહીવટી ખાતામાં ગાળેલો, અને ત્યાં પોતાને જે જે કામ સોંપાએલું તે સઘળું કેવળ સન્તોષકારક જ નહિ પણ ખરેખર યશસ્વી રીતે બજાવેલું, છતાં નન્દશંકર આખર સુધી રહેલા તો તત્ત્વતઃ શિક્ષક જ. મોટા દીવાન બન્યા છતાં બધા જેમ એમને જીવનભર ‘માસ્તર'ને મૂળ નામે જ ઓળખતા, તેમ રજવાડી જીવનના કીચડમાં પડેલા છતાં છેક સુધી એમનું જીવન સાચા શિક્ષકને શોભે એવું નિર્મળ, ભાવનાશીલ જ રહેલું, એમનું આ વહીવટી જીવન તો એક પરમ સત્યના ઉદાહરણરૂપ જ છે, અને તે એ કે સાર્ચો શિક્ષક કદી કેવળ શિક્ષક હોતો જ નથી. તે તો સમસ્ત જીવનપ્રદેશનો માર્મિક ચિન્તક હોય છે, જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં આદર્શ વ્યવહાર શો હોઈ શકે તેનો વિચારક હોય છે, અને એ વિચારોને વ્યવહારમાં ઉતારવાનો આગ્રહી પણ હોય છે, એટલે પ્રસંગોપાત્ત શિક્ષણક્ષેત્રમાંથી નીકળી એને અન્ય કોઈ ક્ષેત્રમાં જવાનું પ્રાપ્ત થાય છે તો ત્યાં પણ તે પોતાની વિશુદ્ધ જીવનનીતિથી ઝળકી ઉઠ્યા વિના રહેતો નથી. એ દૃષ્ટિથી જોતાં હરગોવિન્દદાસ કાંટાવાળા, અંબાલાલ સાકરલાલ આદિની પેઠે નન્દશંકર પણ ગુજરાતના શિક્ષકકુલના ગૌરવરૂપ છે. નન્દશંકર તો પહેલેથી છેલ્લે સુધી શુદ્ધ બ્રાહ્મણ જ રહેલા-બ્રાહ્મણના જેવા જ વિદ્યાવિલાસી, જ્ઞાનપરાયણ, અને વિશુદ્ધ જીવનના આગ્રહી, ‘કરણઘેલા'ની ઘટના પાછળ પણ આ બ્રાહ્મણત્વ જ પ્રેરકબળ રૂપે કામ કરી રહેલું છે. આ બ્રાહ્મણત્વને બળે જ સરકારી નોકરીમાં સામાન્ય માણસ જ્યાં ખુશામત કે લાંચરૂશ્વતમાં લપટી પડત, ત્યાં નન્દશંકર આખર સુધી વિશુદ્ધ રહી શકેલા. એમનાં સ્વમાન, સ્વાતન્ત્ય, નીડરતા, સત્યનિષ્ઠા, ને સદાચારબળને લગતા થોડાક પ્રસંગો આંહીં નોંધવા જેવા પણ છે. તેઓ હાઈસ્કૂલના હેડમાસ્તર હતા તે દરમિયાન એક રમૂજી પ્રસંગ બનેલો. એ વખતે બેલાસીસ કરીને કોઈ અજડ કલેકટર સૂરતમાં આવેલો. તે એક દિવસ પ્રાતઃકાળમાં સૂરતના એક ભાગમાં ઘોડે બેસીને ફરતો હતો, એવામાં સેંકડો લોકો હાથમાં લોટા લઈને શૌચ માટે જતા હતા, તેમણે સાહેબને સલામ ન કરી. આગળ ચાલતાં કેટલાંક માણસો ઓટલા પર બેસી ગંદી રીતે દાતણ કરતા હતા, તેમણે પણ સાહેબને સલામ ન કરી. આથી સાહેબનો મિજાજ હાથમાં ન રહ્યો અને બધી દાઢ પેલા લોટાઓ પર ઉતારી એણે સઘળાં માણસોના લોટા જપ્ત કરવાનો સિપાઈને હુકમ કર્યો. હુકમનો તરત અમલ થયો એટલે લોકોમાં ત્રાસ ફેલાઈ ગયો. આ વાત નન્દશંકરના જાણવામાં આવતાં એમણે કલેકટરને કકડાવીને એક જુસ્સાદાર પત્ર લખી એના એ કામ સામે સખત વિરોધ ઉઠાવેલો. સાધારણ રીતે હિન્દીઓની ખુશામતથી ટેવાએલો કલેકટરે આ પત્ર મળતાં ચકિત થએલો અને નન્દશંકરને ખાસ પોતાની મુલાકાતે બોલાવેલા. નન્દશંકરને એ મુલાકાતમાં હિન્દુ રીતરિવાજ વિશે બરાબર ખુલાસો કર્યો, એટલે કલેકટરે જપ્ત કરેલા લોટા લોકોને પાછા આપી દેવાનું ફરમાવેલું. આ પ્રસંગે નન્દશંકરે જે નીડરતા અને સ્પષ્ટવક્તત્વ બતાવેલ તે એ જમાનામાં તો વિરલ જ હતાં. મહીપતરામ વિલાયતથી પાછા ફર્યા ત્યારે પણ એમણે એવી જ નિર્ભયતા દર્શાવેલી. જ્ઞાતિએ મહીપતરામનો બહિષ્કાર કરેલો છતાં નન્દશંકર એમની સાથે બેસીને જમેલા, એટલું જ નહિ પણ એ બહિષ્કાર પ્રકરણ બહુ વરસ સુધી લંબાયું તે બધો વખત નન્દશંકર મહીપતરામને પડખે જ ઊભા રહેલા અને આખરે સમાધાન થએલું તે પણ નન્દ્રશંકરની કુનેહને લીધે જ થએલું. ત્રીજો પ્રસંગ તેઓ ધંધુકામાં મામલતદાર હતા ત્યારે અનેલો. એ વખતે લાઈસન્સ ટેક્સ (અત્યારના ઈન્કમટેક્સનું પૂર્વરૂપ) લેવામાં આવતો હતો. એ સંબંધમાં એ વખતે એવી વાતો ચાલેલી કે આ ટેક્સ કોઈ વાજબી ધોરણે નહિ પણ સરકાર ફરમાવે તે પ્રમાણે નાખવાની સઘળા મામલતદારોને તાકીદ થવાની છે. નન્દશંકરનું સત્યનિષ્ઠ પ્રમાણિક હ્રદય આ અન્યાય સાંખી શકે એમ હતું નહિ. એટલે એમણે નિશ્ચય કરી રાખ્યો કે જોરજૂલમથી કરની ખોટી આકારણી કરવાનું ઉપરી તરફથી દબાણ થાય તો પોતે તેનો વિરોધ જ કરવો, અને જરૂર પડે તો એ મુદા પર પોતાની જગાનું રાજીનામું આપી નોકરીમાંથી છૂટા થઈ જવું. આ વખતે નન્દશંકરની આર્થિક સ્થિતિ કંઈ સારી નહોતી. બહોળા કુટુંબનું પોષણ કરવાને એમની પાસે બીજું કશું સાધન નહોતું, તેમ સરકારી નોકરી છોડી દીધા પછી બીજે ક્યાં યે ઊભા રહેવાનો મોખ પણ નહોતો છતાં એમણે રાજીનામું લખીને ગજવામાં તૈયાર રાખેલું, અને અયોગ્ય દબાણ થાય તો તે રજૂ કરી દેવાનો નિશ્ચય કરી રાખેલો. પણ સદ્ભાગ્યે એમના કલેકટર સારા નીકળેલા અને નન્દશંકરે ધારેલું એવું કશું પરિણામ આવેલું નહિ. તે પછી દેવગઢબારિયા જવાનું થતાં ત્યાંના ખટપટી મંડળે નન્દશંકરને જર, જોરૂ, ને જમીનથી ફસાવી પોતાના પક્ષમાં લઈ પોતાનું ધાર્યું એમની પાસે કરાવવાનો ઘણો પ્રપંચ કરેલો, પણ નન્દશંકર એ સૌથી અલિપ્ત જ રહેલા અને પોતાની ફરજ અડગ રહીને યોગ્ય રીતે બજાવેલી. આ રીતે નન્દશંકરનો સ્વભાવ મૂળથી સત્યનિષ્ઠ, સ્વતન્ત્ર, ને નીતિપરાયણ હતો. એમનું સમગ્ર જીવન પણ નીતિપરાયણતાના વિજય જેવું હતું. શુદ્ધ નિષ્ઠાવાળો સત્પુરુષ સદાચારબળે કેટલી મહત્તા ને સુખ પ્રાપ્ત કરી શકે તેનું નન્દશંકરની આ નીતિપરાયણતા એક રીતે કાદવમાં ઊગી નીકળેલા કમળ જેવી હતી. કેમકે એમના જમાનામાં સૂરતનું વાતાવરણ અનેક રીતે સડેલું હતું. એ સમયનું સૂરત એટલે જૂના નવાના સન્ધિકાળનું સૂરત. આથી એમાં એક બાજૂથી જૂના જમાનાની વિલાસિતાનું વાતાવરણ જામ્યું હતું. તો બીજી બાજૂથી નવા જમાનાની સંસ્કારિતાનાં આછાં કિરણો એ વિલાસિતાના અન્યકારને ભેદવા મથી રહ્યાં હતાં. નન્દશંકરને નવા જમાનાની તાલીમ મળી હતી, એટલે સ્વાભાવિક રીતે જ એમને સંસ્કારિતાનો પાસ લાગ્યો હતો. આથી જૂના જમાનાની વિલાસિતા ને વિકૃતિના પ્રત્યાઘાતરૂપે પણ એમનામાં નીતિપરાયણતા પ્રકટી હતી. દૃષ્ટાન્ત તરીકે જૂના જમાનાના સૂરતીઓ દારૂ, ભાંગ, ગાંજો આદિ અનેક વ્યસનોમાં ચકચૂર હતા, ત્યારે નન્દશંકરને તપખીર સિવાય એકે વસ્તુનું વ્યસન ન હતું. આ જૂના જમાનાના સૂરતીઓ ડોળી અને મિથ્યાભિમાની હતા, ત્યારે નન્દશંકર સર્વથા સરળ નિરભિમાની પુરુષ હતા. જૂના જમાનાના સુરતીઓ નાચગાન ને રંડીબાજીમાં ગુલતાન હતા, ત્યારે નન્દશંકરના બ્રાહ્મણ આત્માએ ઉગ્રનીતિપ્રેમમાં સંગીતને પણ વર્જ્ય ગણ્યું હતું. ખુદ ‘કરણઘેલો' પણ એ જૂના જમાનાના સુરતની વિકૃતિ સામેના પ્રત્યાઘાત રૂપે જ લખાયો લાગે છે. એ જમાનામાં સૂરતીઓના બે મહાભયંકર દુર્ગુણો તે રંડીબાજી અને પતરાજી. સુરતીઓમાં એ વખતે રામજણીઓનો છંદ બહુ વધી ગયો હતો. વેશ્યાના હાથની બીડી લેવી એમાં મોટું માન એ સમયે મનાતું હતું. ગાનારી સલામ કરે તો ખુદ વાઈસરોય સાથે હાથ મેળવ્યા જેટલી ખુશી લોકોને ઊપજતી. બાલરમના દિવસોમાં રામજણીઓ ફકીરી લેબાસ  મેળવ્યા જેટલી ખુથી નીકળે તો સુરતી લાલજી પણ લીલાં કપડાં ધારણ કરી પોતાની માશુકને સાથે આપવા તેમાં જોડાઈ જતા. વેશ્યાના ઝરૂખામાં ઊભા ઊભા પાન ચાવવું એ તો સુરતી ઓમાં મન જીવનનો લહાવો ગણાતો ને એવે વખતે કોઈ ઓળખીતો રસ્તા પરથી પસાર થાય તો ‘કેમ , માસીને ત્યાં ઊભા?’ એમ બોલી ઈર્ષ્યાથી કતરાતી આંખે જોઈ રહેતો. અને પતરાજી પણ એટલી જ વધી ગઈ હતી. જ્યાં ત્યાં ગાનતાન ને નાચના જલસા ચાલ્યા કરતા. મલબારીએ એ વિષયનું સુન્દર ચિત્ર દોર્યું છે :-
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>‘હર બહાને દોલત ઉડાવે, ભેગી કરેલી વડવાની,
{{Block center|<poem>‘હર બહાને દોલત ઉડાવે, ભેગી કરેલી વડવાની,
મોટા નાના નાચ નચાવે, સર અવસર વણ ઉજાણી,  
મોટા નાના નાચ નચાવે, સર અવસર વણ ઉજાણી,  
શાલ-દુશાલા દિલે લપેટી, પાન સોપારી ભરી મુખવાસ,
શાલ-દુશાલા દિલે લપેટી, પાન સોપારી ભરી મુખવાસ,
  બગી પાલખી બેસી પારખ 'ઈજન' કરવા નિકળે ખાસ,  
  બગી પાલખી બેસી પારખ ‘ઈજન' કરવા નિકળે ખાસ,  
ઘેર ઘેર ભમતા થઈ ભાવિક, 'કૃપા કરોજી આજની રાત;  
ઘેર ઘેર ભમતા થઈ ભાવિક, ‘કૃપા કરોજી આજની રાત;  
આપ પધાર્યે દેવ પધાર્યા, માનીશ હું મનથી સાક્ષાત.  
આપ પધાર્યે દેવ પધાર્યા, માનીશ હું મનથી સાક્ષાત.  
નાચ ને મુજરા, ફુલના ગજરા, ઉડે ફુવારા અત્તરના,  
નાચ ને મુજરા, ફુલના ગજરા, ઉડે ફુવારા અત્તરના,  
Line 65: Line 65:
'ખાના પીના હો સો ખા લો ફિકર નહિ કલકી, હો આઝાદી, ફિકર નહિ કલકી'</poem>}}  
'ખાના પીના હો સો ખા લો ફિકર નહિ કલકી, હો આઝાદી, ફિકર નહિ કલકી'</poem>}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
એ જ જાણે આ જમાનાના સૂરતીઓનું જીવનસૂત્ર બની ગયું હતું. પાર વગરનું કરજ હોય તો પણ મોજ મજા કરતાં કોઈ પાછું વાળી જોતું નહિ. દેવાદારીમાં આબરૂની નિશાની મનાતી. જેને ઘેર ઉઘરાણી કરવા મહેતો ફરક્યો નહિ તેને કોઈ ખાનદાન ગણતું નહિ ને તેને ઘેર કોઈ કન્યા આપતું નહિ. જ્યાં ત્યાં આડંબર ને જાહેરદારીનો જ શોખ હતો. દમામભેર વરઘોડા કાઢવા, સાંબેલા શણગારવા, અને ઉછીનાં ઘરેણાં ઘાલી વાહવાહ બોલાવવી એમાં જ જીવનની કૃતાર્થતા મનાતી હતી. ટૂંકામાં, મલબારીના શબ્દોમાં કહીએ તો, આ જમાનાના સૂરતીઓની જિંદગી 'વાડી, ગાડી, લાડી’માં ધૂળધાણી થઈ રહી હતી. નન્દશંકરે આ બધું જોએલું અને એમના વતનવત્સલ આત્માને આથી ખૂબ સન્તાપ થએલો. અને તેથી જ રસલસાહેબે એમને એક વાર્તા રચવાની સૂચના કરી એટલે સ્વાભાવિક રીતે જ પોતાના જમાનાના આ બે દુર્ગુણો-વ્યભિચાર અને મિથ્યાભિમાન-ને લીધે વ્યક્તિની તેમ દેશની કેવી પાયમાલી થઈ જાય છે૨૧ તેનો સચોટ ચિતાર આપે એવું જ વસ્તુ એમણે શોધી કાઢ્યું. 'કરણઘેલા'ની ઉત્પત્તિનો એમણે ખુલાસો કર્યો છે તે શબ્દો ઉપરથી પણ એમની આ પ્રકારની મનોવૃત્તિ સ્પષ્ટ રીત દેખાઈ આવે છે. 'કરણઘેલા'ની રચનાનો ઉદ્દેશ એમણે આ પ્રકારનો જણાવ્યો છે: 'એક જમાનો અસ્ત પામતો, બીજો ઉદયગિરિ પર જોલતો, મગરૂબીનો માર, વ્યભિચારની હાર, ધર્મનો જય, પાપનો ક્ષય-આનો ચિતાર આલેખવા ઉચિત ઐતિહાસિક સમય પસંદ કરવાની મારી ઈચ્છા હતી.૨૨ આમાંના 'મગરૂબીનો માર અને વ્યભિચારની હાર' એ શબ્દો તત્કાલીન સૂરતને બરાબર લાગુ નથી પડતા? અને 'એક જમાનો અસ્ત પામતો, બીજો ઉદયગિરિ પર ડોલતો' એ શબ્દો પણ ઘણે અંશે એ જમાનાના સંધિકાળમાં ઝોલાં ખાતા સૂરતને નથી સૂચવતા? આ રીતે પોતાના સૂરતવાસીઓનાં બે મુખ્ય  અપલક્ષણાથી થતી પાયમાલી દર્શાવવાનો આશય 'કરણઘેલા'ની રચના પાછળ ઊંડે ઊંડે પ્રવર્તી રહેલો એમ સ્પષ્ટ નથી થઈ જતું? તેથી આ નવલકથા એ દૃષ્ટિએ પણ તત્કાલીન સૂરતની લાક્ષણિક નવલકથા કહી શકાય એવી નથી લાગતી? અને એ ઉદ્દેશ પાછળ કર્તાનો ચુસ્ત નીતિપ્રેમ તો અસંદિગ્ધ સ્વરૂપમાં જોઈ શકાય છે. એમણે વાર્તાનું જે વસ્તુ પસંદ કર્યું છે ને જુદાં જુદાં પાત્રોનું જે આલેખન નિર્વહણ કર્યું છે તેમાં પહેલેથી છેલ્લે સુધી એમના સાત્ત્વિક હૃદયનો ઉત્કટ વિશુદ્ધિપ્રેમ પ્રકટ થઈ રહ્યો છે. સતીનો શાપ, જે આ વાર્તાના બીજરૂપ પ્રસંગ છે જે શાપને ચરિતાર્થ કરી બતાવવો એ જ આ વાર્તાનો પરમ ઉદેશ છે, ૨૩ તેમાં પણ કર્તાનો નૈતિક પુણ્યપ્રકોપ જ ભભૂકી રહ્યો છે. એ જમાનામાં નન્દશંકર જેવા રસિક ચિન્તક અને ચુસ્ત નીતિપ્રેમી સિવાય આ 'કરણઘેલા' જેવા નૈતિક અધઃપતનનાં દારુણ પરિણામો દર્શાવતો કરુણકથા લખવાનું બીજા બહુ થોડાને સૂઝત કે આવડત એમાં શંકા નથી. એમનો તો જીવનબોધ જ હતો કે 'Be sober, Be clever. Live purer lives, ૨૪<ref>૨૪. ‘ગુજરાતી નવલકથા મરાઠીમાં ભાષાન્તર થયા પછી મહારાષ્ટ્રીઓમાં ઠીક સન્માન પામી એવીનું નામ તે “કરણઘેલો” “વિવિધજ્ઞાનવિસ્તાર'માં આ નવલકથાનું ભાષાન્તર પ્રથમ જ્યારે ક્રમશઃ છપાતુ ત્યારે હર નવા અંક માટે મહારાષ્ટ્રીઓ હંમેશાં ઉત્સુકતાથી એની રાહ જોતા જ રહેતા, શ્રીધર વ્યંકટેશ કેતકર: 'સાહિત્ય-સમાચાર' પૃ. ૧ અં. ૧, પૃ. ૨. </ref>  ને ‘કરણઘેલા'ની ઠેર ઠેર વેરાએલી સામાન્ય વિચારણાઓમાંથી જ નહિ, પણ કરણ અને માધવ આદિ મુખ્ય પાત્રોની એમણે વાર્તામાં જે છેવટની વલે થએલી ચીતરી છે તેમાંથી પણ એમનો આ જ જીવનબોધ નથી નીતરી રહ્યો? આ રીતે 'કરણઘેલો' એટલે તત્કાલીન સૂરતની ભૂમિમાંથી રસિકતા, કૌતુકમયતા, સંસ્કારપ્રેમ આદિ તત્ત્વોનું ધાવણ ધાવીને ઊછરેલા, આછી સર્જનશક્તિ પણ સૂક્ષ્મ અવલોકનશક્તિવાળા, સાચા નિસર્ગાનુરાગી, અને ચુસ્ત નીતિપ્રેમી એવા એક વિદ્વાન ચિન્તકની કૃતિ, વારૂ, 'કરણઘેલા'ના સર્જન પાછળ કયાં કયાં સ્થાનિક તેમ વૈયક્તિક બળો કામ કરી રહ્યાં છે ને કર્તાના દેશકાલ તેમ જીવનસ્વભાવના કયા કયા અંશોની એમાં છાયા પડી છે તે આપણે જોઈ ગયા. તો હવે એક જ પ્રશ્ન રહે છે, અને તે એ કે, એ કૃતિ પોતે કેવી છે?
એ જ જાણે આ જમાનાના સૂરતીઓનું જીવનસૂત્ર બની ગયું હતું. પાર વગરનું કરજ હોય તો પણ મોજ મજા કરતાં કોઈ પાછું વાળી જોતું નહિ. દેવાદારીમાં આબરૂની નિશાની મનાતી. જેને ઘેર ઉઘરાણી કરવા મહેતો ફરક્યો નહિ તેને કોઈ ખાનદાન ગણતું નહિ ને તેને ઘેર કોઈ કન્યા આપતું નહિ. જ્યાં ત્યાં આડંબર ને જાહેરદારીનો જ શોખ હતો. દમામભેર વરઘોડા કાઢવા, સાંબેલા શણગારવા, અને ઉછીનાં ઘરેણાં ઘાલી વાહવાહ બોલાવવી એમાં જ જીવનની કૃતાર્થતા મનાતી હતી. ટૂંકામાં, મલબારીના શબ્દોમાં કહીએ તો, આ જમાનાના સૂરતીઓની જિંદગી ‘વાડી, ગાડી, લાડી’માં ધૂળધાણી થઈ રહી હતી. નન્દશંકરે આ બધું જોએલું અને એમના વતનવત્સલ આત્માને આથી ખૂબ સન્તાપ થએલો. અને તેથી જ રસલસાહેબે એમને એક વાર્તા રચવાની સૂચના કરી એટલે સ્વાભાવિક રીતે જ પોતાના જમાનાના આ બે દુર્ગુણો-વ્યભિચાર અને મિથ્યાભિમાન-ને લીધે વ્યક્તિની તેમ દેશની કેવી પાયમાલી થઈ જાય છે૨૧ તેનો સચોટ ચિતાર આપે એવું જ વસ્તુ એમણે શોધી કાઢ્યું. ‘કરણઘેલા'ની ઉત્પત્તિનો એમણે ખુલાસો કર્યો છે તે શબ્દો ઉપરથી પણ એમની આ પ્રકારની મનોવૃત્તિ સ્પષ્ટ રીત દેખાઈ આવે છે. ‘કરણઘેલા'ની રચનાનો ઉદ્દેશ એમણે આ પ્રકારનો જણાવ્યો છે: ‘એક જમાનો અસ્ત પામતો, બીજો ઉદયગિરિ પર જોલતો, મગરૂબીનો માર, વ્યભિચારની હાર, ધર્મનો જય, પાપનો ક્ષય-આનો ચિતાર આલેખવા ઉચિત ઐતિહાસિક સમય પસંદ કરવાની મારી ઈચ્છા હતી.૨૨ આમાંના ‘મગરૂબીનો માર અને વ્યભિચારની હાર' એ શબ્દો તત્કાલીન સૂરતને બરાબર લાગુ નથી પડતા? અને ‘એક જમાનો અસ્ત પામતો, બીજો ઉદયગિરિ પર ડોલતો' એ શબ્દો પણ ઘણે અંશે એ જમાનાના સંધિકાળમાં ઝોલાં ખાતા સૂરતને નથી સૂચવતા? આ રીતે પોતાના સૂરતવાસીઓનાં બે મુખ્ય  અપલક્ષણાથી થતી પાયમાલી દર્શાવવાનો આશય ‘કરણઘેલા'ની રચના પાછળ ઊંડે ઊંડે પ્રવર્તી રહેલો એમ સ્પષ્ટ નથી થઈ જતું? તેથી આ નવલકથા એ દૃષ્ટિએ પણ તત્કાલીન સૂરતની લાક્ષણિક નવલકથા કહી શકાય એવી નથી લાગતી? અને એ ઉદ્દેશ પાછળ કર્તાનો ચુસ્ત નીતિપ્રેમ તો અસંદિગ્ધ સ્વરૂપમાં જોઈ શકાય છે. એમણે વાર્તાનું જે વસ્તુ પસંદ કર્યું છે ને જુદાં જુદાં પાત્રોનું જે આલેખન નિર્વહણ કર્યું છે તેમાં પહેલેથી છેલ્લે સુધી એમના સાત્ત્વિક હૃદયનો ઉત્કટ વિશુદ્ધિપ્રેમ પ્રકટ થઈ રહ્યો છે. સતીનો શાપ, જે આ વાર્તાના બીજરૂપ પ્રસંગ છે જે શાપને ચરિતાર્થ કરી બતાવવો એ જ આ વાર્તાનો પરમ ઉદેશ છે, ૨૩ તેમાં પણ કર્તાનો નૈતિક પુણ્યપ્રકોપ જ ભભૂકી રહ્યો છે. એ જમાનામાં નન્દશંકર જેવા રસિક ચિન્તક અને ચુસ્ત નીતિપ્રેમી સિવાય આ ‘કરણઘેલા' જેવા નૈતિક અધઃપતનનાં દારુણ પરિણામો દર્શાવતો કરુણકથા લખવાનું બીજા બહુ થોડાને સૂઝત કે આવડત એમાં શંકા નથી. એમનો તો જીવનબોધ જ હતો કે ‘Be sober, Be clever. Live purer lives, ૨૪<ref>૨૪. ‘ગુજરાતી નવલકથા મરાઠીમાં ભાષાન્તર થયા પછી મહારાષ્ટ્રીઓમાં ઠીક સન્માન પામી એવીનું નામ તે “કરણઘેલો” “વિવિધજ્ઞાનવિસ્તાર'માં આ નવલકથાનું ભાષાન્તર પ્રથમ જ્યારે ક્રમશઃ છપાતુ ત્યારે હર નવા અંક માટે મહારાષ્ટ્રીઓ હંમેશાં ઉત્સુકતાથી એની રાહ જોતા જ રહેતા, શ્રીધર વ્યંકટેશ કેતકર: ‘સાહિત્ય-સમાચાર' પૃ. ૧ અં. ૧, પૃ. ૨. </ref>  ને ‘કરણઘેલા'ની ઠેર ઠેર વેરાએલી સામાન્ય વિચારણાઓમાંથી જ નહિ, પણ કરણ અને માધવ આદિ મુખ્ય પાત્રોની એમણે વાર્તામાં જે છેવટની વલે થએલી ચીતરી છે તેમાંથી પણ એમનો આ જ જીવનબોધ નથી નીતરી રહ્યો? આ રીતે ‘કરણઘેલો' એટલે તત્કાલીન સૂરતની ભૂમિમાંથી રસિકતા, કૌતુકમયતા, સંસ્કારપ્રેમ આદિ તત્ત્વોનું ધાવણ ધાવીને ઊછરેલા, આછી સર્જનશક્તિ પણ સૂક્ષ્મ અવલોકનશક્તિવાળા, સાચા નિસર્ગાનુરાગી, અને ચુસ્ત નીતિપ્રેમી એવા એક વિદ્વાન ચિન્તકની કૃતિ, વારૂ, ‘કરણઘેલા'ના સર્જન પાછળ કયાં કયાં સ્થાનિક તેમ વૈયક્તિક બળો કામ કરી રહ્યાં છે ને કર્તાના દેશકાલ તેમ જીવનસ્વભાવના કયા કયા અંશોની એમાં છાયા પડી છે તે આપણે જોઈ ગયા. તો હવે એક જ પ્રશ્ન રહે છે, અને તે એ કે, એ કૃતિ પોતે કેવી છે?
'કરણઘેલા'ને ઉપલક નજરે જોઈને એના ઘણા દોષો સહેલાઈથી દર્શાવી શકાય એમ છે. આજનો કોઈ શિખાઉ કોલેજિયન હસન કે અપહામ જેવા કોઈ લેખકનો એકાદ શાળોપયોગી વિવેચનગ્રન્થ લઈને તેમાં જણાવેલા ધોરણે 'કરણઘેલાં'ની પરીક્ષા કરવા બેસે તો 'કરણઘેલા'ની રચના એને અનેક રીતે કચાશવાળી માલૂમ પડે. અને એમાં નવાઈ જેવું પણ નથી. કેમકે 'કરણઘેલો' એ પ્રથમ નવલકથા છે, અને તેથી પ્રથમાવસ્થાની કેટલીક અપૂર્ણતા અને ક્ષતિઓ એમાં અનિવાર્ય રીતે જ આવી ગઈ છે. જેમકે એની વસ્તુપરીક્ષા કોઈ કરે તો એની વસ્તુસંકલના સર્વથા નિર્દોષ કહી શકાય એવી છે નહિ. એમાં પ્રારંભમાં જ રૂપસુન્દરીના અપહરણપ્રસંગમાં કર્તાએ અણઘટતી ઉતાવળ કરી છે. કરણ રાજા દશેરાની રાત્રે નગરચર્ચા જોવા નીકળે, ત્યાં વંતરીઓને મોઢેથી સ્ત્રીઓથી ચેતતા રહેવાની સલાહ સાંભળ્યા છતાં એ સલાહ મળ્યાને માંડ કલાક થયો હશે ત્યાં એ સઘળું ભૂલી જઈને રૂપસન્દરીને દેખી મોહિત થઈ જાય, અને સવાર નથી થયું ત્યાં તો માધવને એકાએક પરગામ મોકલી દઈ રૂપસુન્દરીનું હરણ કરાવે, ને રૂપસુન્દરી પોતાના મહેલમાં આવે આવે એટલામાં તો તેને પડતી મેલીને ગુણસુન્દરી સતી થાય છે ત્યાં પહોંચી જાય એ આખી ઘટનામાં દેખીતી જ અસંભવિત ઉતાવળ થઈ છે, એ એની વસ્તુસંકલનાનો એક મોટો દોષ છે. એવો જ બીજો મોટો દોષ માધવ વેર વેર ઝંખતો દિલ્લી જવા નીકળે છે છતાં તેને રસ્તામાં ઠેરઠેકાણે નિરાંતે બેફિકરાઈથી રઝળતો ચીતર્યો છે ત્યાં કર્યો છે. વાર્તાના એ પૂર્વાર્ધનું કાર્ય અત્યન્ત મન્દ છે, એ તેથી વાચકને એ કંટાળો જ ઉપજાવે છે. પછી પાત્રાલેખનની પરીક્ષા કરે તો ‘કરણઘેલા’નું પાત્રાલેખન પણ ઝાંખું જ છે. એમાં પાત્રો થોડાં જ છે, જે છે તે વ્યક્તિચિત્ર કરતાં વર્ગચિત્ર જેવાં વિશેષ છે, અને તેમાં પણ સુરેખતા ને સજીવતા બહુ ઓછી છે. કોઈ પણ વાર્તાની સફળતાની એક મુખ્ય કસોટી એણે વાચકચિત્તના નિત્યસંગી બની જાય એવાં જીવન્ત પાત્રો કેટલાં આપ્યાં એ છે. આ કસોટીથી કોઈ 'કરણઘેલા'ને તપાસે તો એ નિરાશ જ કરે. વાચકોને સદાનું યાદ રહી જાય, પ્રજાના નિત્યના વારસારૂપ બની જાય, એવું સરસ્વતીચન્દ્ર, કુમુદ, કુસુમ, માનચતુર, કાક, મંજરી, મુંજાલ, કે મીનલ જેવું એક પણ સુરેખ સજીવ પાત્ર 'કરણઘેલો' આપતો નથી. વિશેષમાં પાત્રાલેખનમાં પૂરી સગતિ પણ એમાં સર્વત્ર જળવાઈ નથી એમ પણ એની વિરુદ્ધ કહી શકાય એમ છે. જેમકે કોળાદેવીનું પાત્રાલેખન સ્પષ્ટ રીતે વિસંગત છે. એને પ્રારંભમાં એવી શૂરવીર, ટેકીલી, ને યુક્તિબાજ ચીતરી છે કે એવી તેજસ્વી સ્ત્રી પોતાના પતિના કટ્ટા શત્રુ અલાઉદીનની, બેગમ બનીને પોતાના દહાડા અમનચમનમાં શી રીતે ગાળી શકે ને વિશેષમાં વખાણ દેવળદેવીને પોતાની પાસે બોલાવી મંગાવી કરુલાનું એકનું એક આશ્વાસનસ્થાન એની પાસેથી કેવી રીતે ખૂંચવી શકે એ સમજાતું જ નથી. ને સંવાદની બાબતમાં તો આ વાર્તા કેવળ દરિદ્ર જ છે. બે ચાર ઠેકાણે સંવાદ જેવી રચના કરવાનો કર્તાએ પ્રયાસ કરી જોયો છે ખરો, પણ એ પ્રયાસ સંવાદકલા એમને બિલકુલ હાથ બેઠી નથી એટલું જ પુરવાર કરે છે. એ રીતે એનું એ અંગ પણ હીણું જ છે. છેલ્લે ઐતિહાસિક નવલકથા તરીકે એનો વિચાર કરવામાં આવે, તો કરણ અને અલાઉદીનના સમયનો ચિતાર આપવામાં નન્દશંકરે ખરેખર કૌશલ બતાવ્યું છે, છતાં એ બધી સામગ્રીનું મૂળ તપાસી જોતાં એમાં લેખકનું સ્વકીય સર્જન ગણાય એવું બહુ ઝાઝું નીકળતું નથી, અને બીજી રીતે કલ્પનાશક્તિ વડે સમર્થ સમયચિત્ર ઉપસ્થિત કરવાને બદલે ઘણુંખરું ઐતિહાસિક બિનાનું સંકલન માત્ર જ કરેલું માલૂમ પડે એવું છે, એટલે કેવળ ઐતિહાસિક નવલકથા તરીકે પણ એને બહુ ઊંચા વર્ગમાં મૂકી શકાય એમ નથી.
'કરણઘેલા'ને ઉપલક નજરે જોઈને એના ઘણા દોષો સહેલાઈથી દર્શાવી શકાય એમ છે. આજનો કોઈ શિખાઉ કોલેજિયન હસન કે અપહામ જેવા કોઈ લેખકનો એકાદ શાળોપયોગી વિવેચનગ્રન્થ લઈને તેમાં જણાવેલા ધોરણે ‘કરણઘેલાં'ની પરીક્ષા કરવા બેસે તો ‘કરણઘેલા'ની રચના એને અનેક રીતે કચાશવાળી માલૂમ પડે. અને એમાં નવાઈ જેવું પણ નથી. કેમકે ‘કરણઘેલો' એ પ્રથમ નવલકથા છે, અને તેથી પ્રથમાવસ્થાની કેટલીક અપૂર્ણતા અને ક્ષતિઓ એમાં અનિવાર્ય રીતે જ આવી ગઈ છે. જેમકે એની વસ્તુપરીક્ષા કોઈ કરે તો એની વસ્તુસંકલના સર્વથા નિર્દોષ કહી શકાય એવી છે નહિ. એમાં પ્રારંભમાં જ રૂપસુન્દરીના અપહરણપ્રસંગમાં કર્તાએ અણઘટતી ઉતાવળ કરી છે. કરણ રાજા દશેરાની રાત્રે નગરચર્ચા જોવા નીકળે, ત્યાં વંતરીઓને મોઢેથી સ્ત્રીઓથી ચેતતા રહેવાની સલાહ સાંભળ્યા છતાં એ સલાહ મળ્યાને માંડ કલાક થયો હશે ત્યાં એ સઘળું ભૂલી જઈને રૂપસન્દરીને દેખી મોહિત થઈ જાય, અને સવાર નથી થયું ત્યાં તો માધવને એકાએક પરગામ મોકલી દઈ રૂપસુન્દરીનું હરણ કરાવે, ને રૂપસુન્દરી પોતાના મહેલમાં આવે આવે એટલામાં તો તેને પડતી મેલીને ગુણસુન્દરી સતી થાય છે ત્યાં પહોંચી જાય એ આખી ઘટનામાં દેખીતી જ અસંભવિત ઉતાવળ થઈ છે, એ એની વસ્તુસંકલનાનો એક મોટો દોષ છે. એવો જ બીજો મોટો દોષ માધવ વેર વેર ઝંખતો દિલ્લી જવા નીકળે છે છતાં તેને રસ્તામાં ઠેરઠેકાણે નિરાંતે બેફિકરાઈથી રઝળતો ચીતર્યો છે ત્યાં કર્યો છે. વાર્તાના એ પૂર્વાર્ધનું કાર્ય અત્યન્ત મન્દ છે, એ તેથી વાચકને એ કંટાળો જ ઉપજાવે છે. પછી પાત્રાલેખનની પરીક્ષા કરે તો ‘કરણઘેલા’નું પાત્રાલેખન પણ ઝાંખું જ છે. એમાં પાત્રો થોડાં જ છે, જે છે તે વ્યક્તિચિત્ર કરતાં વર્ગચિત્ર જેવાં વિશેષ છે, અને તેમાં પણ સુરેખતા ને સજીવતા બહુ ઓછી છે. કોઈ પણ વાર્તાની સફળતાની એક મુખ્ય કસોટી એણે વાચકચિત્તના નિત્યસંગી બની જાય એવાં જીવન્ત પાત્રો કેટલાં આપ્યાં એ છે. આ કસોટીથી કોઈ ‘કરણઘેલા'ને તપાસે તો એ નિરાશ જ કરે. વાચકોને સદાનું યાદ રહી જાય, પ્રજાના નિત્યના વારસારૂપ બની જાય, એવું સરસ્વતીચન્દ્ર, કુમુદ, કુસુમ, માનચતુર, કાક, મંજરી, મુંજાલ, કે મીનલ જેવું એક પણ સુરેખ સજીવ પાત્ર ‘કરણઘેલો' આપતો નથી. વિશેષમાં પાત્રાલેખનમાં પૂરી સગતિ પણ એમાં સર્વત્ર જળવાઈ નથી એમ પણ એની વિરુદ્ધ કહી શકાય એમ છે. જેમકે કોળાદેવીનું પાત્રાલેખન સ્પષ્ટ રીતે વિસંગત છે. એને પ્રારંભમાં એવી શૂરવીર, ટેકીલી, ને યુક્તિબાજ ચીતરી છે કે એવી તેજસ્વી સ્ત્રી પોતાના પતિના કટ્ટા શત્રુ અલાઉદીનની, બેગમ બનીને પોતાના દહાડા અમનચમનમાં શી રીતે ગાળી શકે ને વિશેષમાં વખાણ દેવળદેવીને પોતાની પાસે બોલાવી મંગાવી કરુલાનું એકનું એક આશ્વાસનસ્થાન એની પાસેથી કેવી રીતે ખૂંચવી શકે એ સમજાતું જ નથી. ને સંવાદની બાબતમાં તો આ વાર્તા કેવળ દરિદ્ર જ છે. બે ચાર ઠેકાણે સંવાદ જેવી રચના કરવાનો કર્તાએ પ્રયાસ કરી જોયો છે ખરો, પણ એ પ્રયાસ સંવાદકલા એમને બિલકુલ હાથ બેઠી નથી એટલું જ પુરવાર કરે છે. એ રીતે એનું એ અંગ પણ હીણું જ છે. છેલ્લે ઐતિહાસિક નવલકથા તરીકે એનો વિચાર કરવામાં આવે, તો કરણ અને અલાઉદીનના સમયનો ચિતાર આપવામાં નન્દશંકરે ખરેખર કૌશલ બતાવ્યું છે, છતાં એ બધી સામગ્રીનું મૂળ તપાસી જોતાં એમાં લેખકનું સ્વકીય સર્જન ગણાય એવું બહુ ઝાઝું નીકળતું નથી, અને બીજી રીતે કલ્પનાશક્તિ વડે સમર્થ સમયચિત્ર ઉપસ્થિત કરવાને બદલે ઘણુંખરું ઐતિહાસિક બિનાનું સંકલન માત્ર જ કરેલું માલૂમ પડે એવું છે, એટલે કેવળ ઐતિહાસિક નવલકથા તરીકે પણ એને બહુ ઊંચા વર્ગમાં મૂકી શકાય એમ નથી.
'કરણઘેલા'ની આવી રીતે પરીક્ષા કરીને કોઈ એની ખામીઓ દર્શાવો તો એમાં જરા યે વાંધો નથી. એ ખામીઓ ખોટી છે એમ પણ કહેવાનું નથી. પણ એટલાથી જ એની અન્તિમ મૂલવણી થઈ ગઈ, અથવા એ ખામીઓ છે માટે એની કંઈ કિંમત જ નથી એમ એ પરીક્ષક જો કહેવા આવે તો તે સ્વીકારી શકાય એમ નથી. ખરી રીતે ઉપર કહી એ બધી સાધનપરીક્ષા જ છે, એમાં વિચાર થયો તે વસ્તુ, પાત્ર, સંવાદ આદિ સાધનોનો જ થયો. એ વિચાર અલબત્ત આવશ્યક તેમ ઉપયોગી છે, છતાં નવલકથાદિ સાહિત્યકૃતિમાં એ જ સર્વોપરી કે અન્તિમ નિર્ણયકારક છે એમ ભાગ્યે જ કહી શકાશે. ખરું છે કે વસ્તુ, પાત્ર, સંવાદ એ બધાં નવલકથાનાં અંગો છે, અને એ અંગોની પરિપક્વતા પર વાર્તાની સફળતાનો ઘણો આધાર છે, છતાં આખરે તો એ સઘળાં સાધનો જ છે, અને એ સાધનો વડે લેખકે કંઈક સાધ્ય સિદ્ધ કરવાનું હોય છે, એ ભૂલવાનું નથી. એટલે વાર્તાની સાચી અન્તિમ કસોટી તો એ પોતાનું સાધ્ય બરાબર સિદ્ધ કરી શકે છે કે નહિ એ જ છે. એ જો બરાબર સિદ્ધ કરી શક્તી હોય તો આ સાધનોની કચાશ કે ન્યૂનતા છતાં પણ એને સફળ ગણવામાં વાંધો લઈ શકાય નહિ. ત્યારે એ કસોટીએ 'કરણઘેલા'ને કસી જુઓ. એનું સાધ્ય શું છે? ઉત્તર સ્પષ્ટ છે. લેખકે પોતે એનો ઉદેશ જણાવ્યો છે: 'મગરૂબીનો માર, વ્યભિચારની હાર, પાપનો ક્ષય, ધર્મનો જય.' એટલે આ ઉદ્દેશ સિદ્ધ કરે એવી એક વાર્તા નન્દશંકરને લખવી હતી, અને મોટે ભાગે કરૂણકૃતિ ('ટ્રેજેડી') થી જ આ ઉદ્દેશ યોગ્ય રીતે સિદ્ધ થઈ શકે, તેથી આ ઉદ્દેશ સિદ્ધ કરે એવી કરુણકૃતિ એમને રચવી હતી એટલે 'કરણઘેલા'ની સાચી પરીક્ષા એને કેવળ વાર્તા તરીકે જ તપાસવાથી, એનાં વસ્તુ, પાત્ર, સંવાદ આદિનો જ વિચાર કરવાથી નહિ થાય, પણ અને કરુણકૃતિને ધોરણે તપાસવાથી જ થશે. અને કરુણકૃતિમાં મુખ્ય ત્રણ બાબત જોવાની રહે છે : (૧) વસ્તુપસંદગી, (૨) વસ્તુસંકલના, અને (૩) નાયકનું પાત્રાલેખન. અને આ ત્રણે બાબતમાં નન્દશંકરે ખરેખર કુશળતા બતાવી છે. પહેલી વસ્તુપસંદગીની બાબત લ્યો. મેથ્યુ આર્નોલ્ડે ભાર મૂકીને કહ્યું છે તેમ સમસ્ત સાહિત્યસર્જનમાં, અને તેમાં યે ખાસ કરીને “કૃતિના સર્જનમાં, અને તેમાંયે ખાસ કરુણકૃતિના સર્જનમાં, વિષયની પસંદગી એ અત્યંત મહત્ત્વની પ્રક્રિયા છે. એ પસંદગી જો બરાબર થઈ તો લેખકને અર્ધી સફળતા તો ત્યાં જ મળી ગઈ કહેવાય. નન્દશંકરનો પ્રથમ યશ એ છે કે આ વસ્તુપસંદગીમાં એમણે ખરેખરો રસવિવેક દર્શાવ્યો છે. એમણે કરણ વાઘેલાની જે વાત વસ્તુ રૂપે પસંદ કરી છે એ એમના સાધ્યને સર્વથા અનુકૂળ છે, એટલું જ નહિ પણ એ સાધ્યની સિદ્ધિ માટે એથી વધુ સારું વસ્તુ શોધતાં એમના જમાનાના વિદ્વાનોનું ઇતિહાસજ્ઞાન કુંઠિત થઈ જાય એવું છે. અને વસ્તુ પસંદ કર્યા પછી પોતાના સાધ્યને બરાબર લક્ષમાં રાખીને તેને ક્રમે ક્રમે પુષ્ટ કરતા જાય એવા પ્રસંગોની પરંપરા લેખકે કરુણકૃતિમાં યોજવાની હોય છે. નન્દશંકરે આ કામ પણ પ્રશસ્ય રીતે પાર પાડયું છે. પહેલા જ પ્રકરણથી વિજયાદત્ત પંડ્યા, ભાણા પટેલ, જેઠાશા આદિની વાતોથી એમણે કરુણકૃતિને ઉચિત એવી ભૂમિકા રચી છે. એમાં વાર્તા શરૂ થતાં જ ભાવિ અનિષ્ટના ભણકારા વાગી રહ્યા છે. તે પછી બીજા જ પ્રકરણમાં નાયકની જવાબદારી પૂરેપૂરી બતાવવા માટે કર્તા એને વંતરીઓ મારફત સ્ત્રીઓથી દૂર રહેવાની ચેતવણી આપે છે, પણ એ ચેતવણી કરણના લક્ષમાં રહેતી નથી, એટલે થોડા જ વખતમાં એ રૂપસુન્દરીથી મોહિત થઈને તેને પકડાવી મંગાવે છે. એ અપહરણપ્રસંગે કેશવનું મરણ થતાં ગુણસુન્દરીનું આ અપહરણ અને ગુણસુન્દરીનો આ શાપ એ જ કરણની કરુણકથાના બીજરૂપ પ્રસંગ છે. કરુણકથામાં અવસાન સદા યે આદિમાં અન્તર્હિત હોય છે. અને એ અન્તર્હિતને ક્રમે ક્રમે સ્ફુટ કરવું તે જ એની વસ્તુસંકલનાને પછી કરવાનું રહે છે. 'કરણઘેલા'માં બાબરા ભૂતનો ઉપદ્રવ, ભાટનું ત્રાગું ને શાપ, ને મુસલમાનો સાથેના યુદ્ધમાં પરાજય એ સઘળા પ્રસંગો દ્વારા નન્દશંકર એ જ કામ કરે છે. આ બધા બનાવો વાર્તાની કરુણતાને આગળ ને આગળ ધપાવે છે. છેવટ માધવની સ્ત્રીનું અપહરણ કરનારની સ્ત્રી એના દુશ્મનોના અન્તઃપુરમાં પુરાય છે, એની પરમ પ્રિય પુત્રી પણ તેના શાહજાદા સાથે શાદી કરી એને વીસરી જાય છે, અને એનું પોતાનું યુદ્ધમાં મૃત્યુ થાય છે, ત્યારે સતીના શાપની આગાહી પૂરેપૂરી ફળે છે અને કરણને એના કરતુતનો પૂરો બદલો મળી જાય છે. આ રીતે 'કરણઘેલા'ની પ્રસંગ પરંપરામાં પણ નન્દશંકરે ભારે ગ્રંથકૌશલ બતાવ્યું છે એ સ્પષ્ટ છે. એમાં ખામી ફક્ત એક જ રહેલી છે, અને તે એ કે વાર્તામાં પ્રાસંગિક વર્ણનચિન્તનો તેમ બીજી આડકથાઓ આ વસ્તુની એકાગ્રતાને ઘણી વાર રૂંધે છે અને તેથી વાચકનું લક્ષ એ પ્રસંગપરંપરા પર જેટલું કેન્દ્રિત બનવું જોઈએ તેટલું બની શકતું નથી. છેલ્લી બાબત નાયકના પાત્રાલેખનની, તેમાં પણ નન્દશંકરે સારું રસજ્ઞાન બતાવ્યું છે. કરુણકૃતિના કર્તાને નાયકના પાત્રાલેખન દ્વારા કરુણા કે ભીતિ કે ઉભયના ભાવો વાચકહૃદયમાં ઉત્પન્ન કરવાના હોય છે, અને તેને માટે એણે નાયકને નહિ દેવ જેવો સર્વાંગસંપૂર્ણ કે નહિ દાનવ જેવો સર્વાંગદૂષિત, પણ ઉભયથી ભિન્ન માનવ જેવો અનેક સુગુણોપેત છતાં સ્ખલનવશ ને એ સ્ખલનને પરિણામે અવનતિ પામતો એવો પુરુષ ચીતરવાનો હોય છે. નન્દશંકરે કરણને એવો જ ચીતર્યો છે. નન્દશંકરનો કરણ 'રાસમાળા'ના કરણની પેઠે મુસલમાનો સાથેના યુદ્ધપ્રસંગે પાટનગર છોડીને નાસી જાય એવો બાયલો નથી, પણ એ તો સામી છાતીએ લડીને કીર્તિ રળવાને તલપાપડ થઈ રહેલો એવો સાચો રજપૂત બચ્ચો છે. આખી વાર્તામાં એનું ચારિત્ર્ય શૌર્ય, ધૈર્ય, દૃઢતા, સહનશક્તિ, ટેક આદિ ઉદાત્ત ગુણોથી દીપી રહ્યું છે. આથી જ તે અન્ત સુધી વાચકનો સમભાવ અને માનવૃત્તિ જાળવી રાખે છે, અને તેથી જ એના પર ઉપરાઉપર આવી પડતાં દુઃખો કરુણાના ભાવો ઉત્પન્ન કરે છે, અને એ દુઃખો એનાં પોતાનાં બે ભયંકર દૂષણના-મિથ્યાભિમાન ને વિપયલંપટતા એ બે દૂષણના પરિણામરૂપ હોઈ તેના અનર્થની સચોટ છાપ વાચકચિત્ત પર પાડી શકે છે. આ રીતે વસ્તુપસંદગી, વસ્તુસંકલના, અને પાત્રાલેખન એ કરુણકૃતિનાં ત્રણ મુખ્ય અંગો લઈને જોઈએ તો 'કરણઘેલા' જેવી સુચિન્તિત તેટલી જ સુગ્રથિત કરુણકથા આખા નર્મદયુગમાં તો એકે મળતી નથી. એટલું જ નહિ, પણ આખા ગુજરાતી સાહિત્યમાં પણ થોડી જ મળે એમ છે. એટલે, એકંદરે વિચાર કરીએ તો, 'કરણઘેલો' કેવળ નર્મદયુગનો જ નહિ પણ સમગ્ર ગુજરાતી સાહિત્યનો મહત્ત્વનો ગ્રન્થ છે, નર્મદયુગનું તો એ શકવર્તી પુસ્તક છે. રિચર્ડસનની ‘પેમિલા' એ જેમ અંગ્રેજી ભાષામાં નવલકથાનો શક પ્રવર્તાવેલો, તેમ નન્દશંકરના આ 'કરણઘેલા'એ ગુજરાતી ભાષામાં નવલકથાનો શક પ્રર્વાવ્યો છે. અલબત્ત, નવલકથાની એ પ્રથમ જ કૃતિ હોવાતી એમાં કેટલીક કચાશ અનિવાર્ય રીતે જ આવી ગઈ છે, નવલકથાનાં કેટલાંક અંગો પણ એમાં અર્ધવિકસિત કે અવિકસિત જેવાં રહી ગયાં છે, અને એ દૃષ્ટિએ જોતાં એણે ગુજરાતી ભાષાને નવલકથાનું ખોખું ને એકાદ બે ભરાવદાર અંગ જ આપ્યાં એમ કહી શકાય પછી એ ખોખામાં સઘળી સામગ્રી પૂરી સર્વાંગસિદ્ધ નવલકથા તો ગુજરાતી ભાષાને ગોવર્ધનરામે જ આપી છે. પણ નંદશંકરે પહેલે જ સપાટે આકર્ષક વાર્તા લખીને ગુજરાતી ભાષામાં નવલકથાને પ્રતિષ્ઠિત સ્થાને મૂકી દીધી એ એમની સેવા જેવી તેવી નથી. પોણી સદી સુધી એણે ગુજરાતને એકસરખો રસ આપ્યો છે. પોણી સદી સુધી એણે આપણી શાળાઓમાં એકચક્રે રાજ્ય કર્યું છે. એણે કેવળ ગુજરાતીઓનો જ નહિ પણ ગુજરાત બહારના મહારાષ્ટ્રીઓનો૨૫<ref>૨૫.....a novel in which chivalry and knightly worth are invested with much of Scott's romantic glamour, and wherein camp-scenes and battlescenes are depicted with all the fire and fidelity of d'Aeglio.' – આમ એ અંગ્રેજોના એક પ્રતિનિધિ સી. એ. કિંકેડ એને માટે કહે છે.</ref> તેમ ગુજરાતવાસી અંગ્રેજોનો પણ એક કાળે ભારે આદર મેળવેલો.
'કરણઘેલા'ની આવી રીતે પરીક્ષા કરીને કોઈ એની ખામીઓ દર્શાવો તો એમાં જરા યે વાંધો નથી. એ ખામીઓ ખોટી છે એમ પણ કહેવાનું નથી. પણ એટલાથી જ એની અન્તિમ મૂલવણી થઈ ગઈ, અથવા એ ખામીઓ છે માટે એની કંઈ કિંમત જ નથી એમ એ પરીક્ષક જો કહેવા આવે તો તે સ્વીકારી શકાય એમ નથી. ખરી રીતે ઉપર કહી એ બધી સાધનપરીક્ષા જ છે, એમાં વિચાર થયો તે વસ્તુ, પાત્ર, સંવાદ આદિ સાધનોનો જ થયો. એ વિચાર અલબત્ત આવશ્યક તેમ ઉપયોગી છે, છતાં નવલકથાદિ સાહિત્યકૃતિમાં એ જ સર્વોપરી કે અન્તિમ નિર્ણયકારક છે એમ ભાગ્યે જ કહી શકાશે. ખરું છે કે વસ્તુ, પાત્ર, સંવાદ એ બધાં નવલકથાનાં અંગો છે, અને એ અંગોની પરિપક્વતા પર વાર્તાની સફળતાનો ઘણો આધાર છે, છતાં આખરે તો એ સઘળાં સાધનો જ છે, અને એ સાધનો વડે લેખકે કંઈક સાધ્ય સિદ્ધ કરવાનું હોય છે, એ ભૂલવાનું નથી. એટલે વાર્તાની સાચી અન્તિમ કસોટી તો એ પોતાનું સાધ્ય બરાબર સિદ્ધ કરી શકે છે કે નહિ એ જ છે. એ જો બરાબર સિદ્ધ કરી શક્તી હોય તો આ સાધનોની કચાશ કે ન્યૂનતા છતાં પણ એને સફળ ગણવામાં વાંધો લઈ શકાય નહિ. ત્યારે એ કસોટીએ ‘કરણઘેલા'ને કસી જુઓ. એનું સાધ્ય શું છે? ઉત્તર સ્પષ્ટ છે. લેખકે પોતે એનો ઉદેશ જણાવ્યો છે: ‘મગરૂબીનો માર, વ્યભિચારની હાર, પાપનો ક્ષય, ધર્મનો જય.' એટલે આ ઉદ્દેશ સિદ્ધ કરે એવી એક વાર્તા નન્દશંકરને લખવી હતી, અને મોટે ભાગે કરૂણકૃતિ ('ટ્રેજેડી') થી જ આ ઉદ્દેશ યોગ્ય રીતે સિદ્ધ થઈ શકે, તેથી આ ઉદ્દેશ સિદ્ધ કરે એવી કરુણકૃતિ એમને રચવી હતી એટલે ‘કરણઘેલા'ની સાચી પરીક્ષા એને કેવળ વાર્તા તરીકે જ તપાસવાથી, એનાં વસ્તુ, પાત્ર, સંવાદ આદિનો જ વિચાર કરવાથી નહિ થાય, પણ અને કરુણકૃતિને ધોરણે તપાસવાથી જ થશે. અને કરુણકૃતિમાં મુખ્ય ત્રણ બાબત જોવાની રહે છે : (૧) વસ્તુપસંદગી, (૨) વસ્તુસંકલના, અને (૩) નાયકનું પાત્રાલેખન. અને આ ત્રણે બાબતમાં નન્દશંકરે ખરેખર કુશળતા બતાવી છે. પહેલી વસ્તુપસંદગીની બાબત લ્યો. મેથ્યુ આર્નોલ્ડે ભાર મૂકીને કહ્યું છે તેમ સમસ્ત સાહિત્યસર્જનમાં, અને તેમાં યે ખાસ કરીને “કૃતિના સર્જનમાં, અને તેમાંયે ખાસ કરુણકૃતિના સર્જનમાં, વિષયની પસંદગી એ અત્યંત મહત્ત્વની પ્રક્રિયા છે. એ પસંદગી જો બરાબર થઈ તો લેખકને અર્ધી સફળતા તો ત્યાં જ મળી ગઈ કહેવાય. નન્દશંકરનો પ્રથમ યશ એ છે કે આ વસ્તુપસંદગીમાં એમણે ખરેખરો રસવિવેક દર્શાવ્યો છે. એમણે કરણ વાઘેલાની જે વાત વસ્તુ રૂપે પસંદ કરી છે એ એમના સાધ્યને સર્વથા અનુકૂળ છે, એટલું જ નહિ પણ એ સાધ્યની સિદ્ધિ માટે એથી વધુ સારું વસ્તુ શોધતાં એમના જમાનાના વિદ્વાનોનું ઇતિહાસજ્ઞાન કુંઠિત થઈ જાય એવું છે. અને વસ્તુ પસંદ કર્યા પછી પોતાના સાધ્યને બરાબર લક્ષમાં રાખીને તેને ક્રમે ક્રમે પુષ્ટ કરતા જાય એવા પ્રસંગોની પરંપરા લેખકે કરુણકૃતિમાં યોજવાની હોય છે. નન્દશંકરે આ કામ પણ પ્રશસ્ય રીતે પાર પાડયું છે. પહેલા જ પ્રકરણથી વિજયાદત્ત પંડ્યા, ભાણા પટેલ, જેઠાશા આદિની વાતોથી એમણે કરુણકૃતિને ઉચિત એવી ભૂમિકા રચી છે. એમાં વાર્તા શરૂ થતાં જ ભાવિ અનિષ્ટના ભણકારા વાગી રહ્યા છે. તે પછી બીજા જ પ્રકરણમાં નાયકની જવાબદારી પૂરેપૂરી બતાવવા માટે કર્તા એને વંતરીઓ મારફત સ્ત્રીઓથી દૂર રહેવાની ચેતવણી આપે છે, પણ એ ચેતવણી કરણના લક્ષમાં રહેતી નથી, એટલે થોડા જ વખતમાં એ રૂપસુન્દરીથી મોહિત થઈને તેને પકડાવી મંગાવે છે. એ અપહરણપ્રસંગે કેશવનું મરણ થતાં ગુણસુન્દરીનું આ અપહરણ અને ગુણસુન્દરીનો આ શાપ એ જ કરણની કરુણકથાના બીજરૂપ પ્રસંગ છે. કરુણકથામાં અવસાન સદા યે આદિમાં અન્તર્હિત હોય છે. અને એ અન્તર્હિતને ક્રમે ક્રમે સ્ફુટ કરવું તે જ એની વસ્તુસંકલનાને પછી કરવાનું રહે છે. ‘કરણઘેલા'માં બાબરા ભૂતનો ઉપદ્રવ, ભાટનું ત્રાગું ને શાપ, ને મુસલમાનો સાથેના યુદ્ધમાં પરાજય એ સઘળા પ્રસંગો દ્વારા નન્દશંકર એ જ કામ કરે છે. આ બધા બનાવો વાર્તાની કરુણતાને આગળ ને આગળ ધપાવે છે. છેવટ માધવની સ્ત્રીનું અપહરણ કરનારની સ્ત્રી એના દુશ્મનોના અન્તઃપુરમાં પુરાય છે, એની પરમ પ્રિય પુત્રી પણ તેના શાહજાદા સાથે શાદી કરી એને વીસરી જાય છે, અને એનું પોતાનું યુદ્ધમાં મૃત્યુ થાય છે, ત્યારે સતીના શાપની આગાહી પૂરેપૂરી ફળે છે અને કરણને એના કરતુતનો પૂરો બદલો મળી જાય છે. આ રીતે ‘કરણઘેલા'ની પ્રસંગ પરંપરામાં પણ નન્દશંકરે ભારે ગ્રંથકૌશલ બતાવ્યું છે એ સ્પષ્ટ છે. એમાં ખામી ફક્ત એક જ રહેલી છે, અને તે એ કે વાર્તામાં પ્રાસંગિક વર્ણનચિન્તનો તેમ બીજી આડકથાઓ આ વસ્તુની એકાગ્રતાને ઘણી વાર રૂંધે છે અને તેથી વાચકનું લક્ષ એ પ્રસંગપરંપરા પર જેટલું કેન્દ્રિત બનવું જોઈએ તેટલું બની શકતું નથી. છેલ્લી બાબત નાયકના પાત્રાલેખનની, તેમાં પણ નન્દશંકરે સારું રસજ્ઞાન બતાવ્યું છે. કરુણકૃતિના કર્તાને નાયકના પાત્રાલેખન દ્વારા કરુણા કે ભીતિ કે ઉભયના ભાવો વાચકહૃદયમાં ઉત્પન્ન કરવાના હોય છે, અને તેને માટે એણે નાયકને નહિ દેવ જેવો સર્વાંગસંપૂર્ણ કે નહિ દાનવ જેવો સર્વાંગદૂષિત, પણ ઉભયથી ભિન્ન માનવ જેવો અનેક સુગુણોપેત છતાં સ્ખલનવશ ને એ સ્ખલનને પરિણામે અવનતિ પામતો એવો પુરુષ ચીતરવાનો હોય છે. નન્દશંકરે કરણને એવો જ ચીતર્યો છે. નન્દશંકરનો કરણ ‘રાસમાળા'ના કરણની પેઠે મુસલમાનો સાથેના યુદ્ધપ્રસંગે પાટનગર છોડીને નાસી જાય એવો બાયલો નથી, પણ એ તો સામી છાતીએ લડીને કીર્તિ રળવાને તલપાપડ થઈ રહેલો એવો સાચો રજપૂત બચ્ચો છે. આખી વાર્તામાં એનું ચારિત્ર્ય શૌર્ય, ધૈર્ય, દૃઢતા, સહનશક્તિ, ટેક આદિ ઉદાત્ત ગુણોથી દીપી રહ્યું છે. આથી જ તે અન્ત સુધી વાચકનો સમભાવ અને માનવૃત્તિ જાળવી રાખે છે, અને તેથી જ એના પર ઉપરાઉપર આવી પડતાં દુઃખો કરુણાના ભાવો ઉત્પન્ન કરે છે, અને એ દુઃખો એનાં પોતાનાં બે ભયંકર દૂષણના-મિથ્યાભિમાન ને વિપયલંપટતા એ બે દૂષણના પરિણામરૂપ હોઈ તેના અનર્થની સચોટ છાપ વાચકચિત્ત પર પાડી શકે છે. આ રીતે વસ્તુપસંદગી, વસ્તુસંકલના, અને પાત્રાલેખન એ કરુણકૃતિનાં ત્રણ મુખ્ય અંગો લઈને જોઈએ તો ‘કરણઘેલા' જેવી સુચિન્તિત તેટલી જ સુગ્રથિત કરુણકથા આખા નર્મદયુગમાં તો એકે મળતી નથી. એટલું જ નહિ, પણ આખા ગુજરાતી સાહિત્યમાં પણ થોડી જ મળે એમ છે. એટલે, એકંદરે વિચાર કરીએ તો, ‘કરણઘેલો' કેવળ નર્મદયુગનો જ નહિ પણ સમગ્ર ગુજરાતી સાહિત્યનો મહત્ત્વનો ગ્રન્થ છે, નર્મદયુગનું તો એ શકવર્તી પુસ્તક છે. રિચર્ડસનની ‘પેમિલા' એ જેમ અંગ્રેજી ભાષામાં નવલકથાનો શક પ્રવર્તાવેલો, તેમ નન્દશંકરના આ ‘કરણઘેલા'એ ગુજરાતી ભાષામાં નવલકથાનો શક પ્રર્વાવ્યો છે. અલબત્ત, નવલકથાની એ પ્રથમ જ કૃતિ હોવાતી એમાં કેટલીક કચાશ અનિવાર્ય રીતે જ આવી ગઈ છે, નવલકથાનાં કેટલાંક અંગો પણ એમાં અર્ધવિકસિત કે અવિકસિત જેવાં રહી ગયાં છે, અને એ દૃષ્ટિએ જોતાં એણે ગુજરાતી ભાષાને નવલકથાનું ખોખું ને એકાદ બે ભરાવદાર અંગ જ આપ્યાં એમ કહી શકાય પછી એ ખોખામાં સઘળી સામગ્રી પૂરી સર્વાંગસિદ્ધ નવલકથા તો ગુજરાતી ભાષાને ગોવર્ધનરામે જ આપી છે. પણ નંદશંકરે પહેલે જ સપાટે આકર્ષક વાર્તા લખીને ગુજરાતી ભાષામાં નવલકથાને પ્રતિષ્ઠિત સ્થાને મૂકી દીધી એ એમની સેવા જેવી તેવી નથી. પોણી સદી સુધી એણે ગુજરાતને એકસરખો રસ આપ્યો છે. પોણી સદી સુધી એણે આપણી શાળાઓમાં એકચક્રે રાજ્ય કર્યું છે. એણે કેવળ ગુજરાતીઓનો જ નહિ પણ ગુજરાત બહારના મહારાષ્ટ્રીઓનો૨૫<ref>૨૫.....a novel in which chivalry and knightly worth are invested with much of Scott's romantic glamour, and wherein camp-scenes and battlescenes are depicted with all the fire and fidelity of d'Aeglio.' – આમ એ અંગ્રેજોના એક પ્રતિનિધિ સી. એ. કિંકેડ એને માટે કહે છે.</ref> તેમ ગુજરાતવાસી અંગ્રેજોનો પણ એક કાળે ભારે આદર મેળવેલો.
{{Poem2Close}}
{{Poem2Close}}
'''નોંધ:-'''
'''નોંધ:-'''