9,256
edits
No edit summary |
No edit summary |
||
| Line 4: | Line 4: | ||
<poem><center> | <poem><center> | ||
શાંતિ | '''શાંતિ''' | ||
(હરિણી) | (હરિણી) | ||
{{center|<poem> | |||
<poem> | |||
ગતિ વહન સૌ થંભી ઝંપી નિશાઉદરે શમ્યાં, | ગતિ વહન સૌ થંભી ઝંપી નિશાઉદરે શમ્યાં, | ||
નર મૃગ ખગો મત્સ્યો જંતુ—ન નામ નિશાન હ્યાં; | નર મૃગ ખગો મત્સ્યો જંતુ—ન નામ નિશાન હ્યાં; | ||
| Line 48: | Line 46: | ||
ઉરકુહરમાં શાંતિજ્યોતી કદી કદિ રાજશે. | ઉરકુહરમાં શાંતિજ્યોતી કદી કદિ રાજશે. | ||
નભજલ—નિશા—જ્યોત્સનાદેહા ન બાળ વિસારશે. ૪ | નભજલ—નિશા—જ્યોત્સનાદેહા ન બાળ વિસારશે. ૪ | ||
</poem> | </poem>}} | ||
{{Right |'''બળવંતરાય ઠાકોર''' }} <br> | {{Right |'''બળવંતરાય ઠાકોર''' }} <br> | ||
| Line 54: | Line 52: | ||
શાંતિ એટલે અવાજનો અભાવ – silence – એવો અર્થ આપણે સામાન્ય રીતે કરીએ છીએ, પણ કાન્તે ‘વસંતવિજય’માં સ્થલકાલની એવી શાંતિની વાત કરેલી જેમાં કંસારી તમરાંઓના અવાજો કશીયે ખલેલ કરતા નહોતા, ભળી જતા હતા : | શાંતિ એટલે અવાજનો અભાવ – silence – એવો અર્થ આપણે સામાન્ય રીતે કરીએ છીએ, પણ કાન્તે ‘વસંતવિજય’માં સ્થલકાલની એવી શાંતિની વાત કરેલી જેમાં કંસારી તમરાંઓના અવાજો કશીયે ખલેલ કરતા નહોતા, ભળી જતા હતા : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> </poem> | {{center|<poem> | ||
</poem>}} | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
બળવંતરાયે પણ ‘સર્ગદર્શન’માં જે શાંતિનું આલેખન કર્યું છે, તે ‘ગીતજ્યોતિમય’ શાંતિ છે. | |||
આનો અર્થ એ થાય કે શાંતિની અનુભૂતિ એ કેવળ અવાજના કે ક્રિયાના કે ગતિના અભાવની અનુભૂતિ નથી. શાંતિ એટલે નીરવતા, નિષ્ક્રિયતા, કે અગતિકતા, એ શાંતિનું સ્થૂળ સ્વરૂપ છે. ઊંડે જોઈએ તો સમજાય છે કે શાંતિ અવાજ કે ગતિ કે ક્રિયાના અભાવમાંથી નહિ પણ વિરોધ, વૈષમ્ય, વિસંવાદ, પૃથકતા કે ખલેલના અભાવમાંથી સ્ફુરે છે. આ જ વાતને ભાવાત્મક રીતે મૂકીએ તો શાંતિ એટલે સમતા, સામંજસ્ય, સંવાદ, એકલીનતાની અનુભૂતિ. શાંતિનું આ સૂક્ષ્મગહન સ્વરૂપ છે. શાંતિ કેવળ ‘અભાવ’ નથી, ‘ભાવ’ છે.૧ | |||
છતાં શાંતિની અનુભૂતિ તો એના કોઈપણ સ્વરૂપની, એની કોઈપણ ભૂમિકાની હોઈ શકે, શૂન્યસ્વરૂપ જે શાંતિ હોય છે એને આપણે ‘સ્મશાનશાંતિ’ તરીકે ઓળખીએ છીએ. એમાં જડતા છે, અચેતનતા છે. એનાથી સૂક્ષ્મ, ઊંચા પ્રકારની જે શાંતિ છે તેને આપણે નિદ્રાના પ્રતિરૂપથી વ્યક્ત કરીએ છીએ. નિદ્રા એ અર્ધચેતન-અર્ધઅચેતન અવસ્થા છે. બાહ્ય ક્રિયાઓ એમાં હોતી નથી પણ પ્રાણનું સ્ફુરણ તો ચાલુ જ હોય છે અને બાહ્ય ક્રિયાઓની શક્તિ નાશ પામી હોતી નથી, માત્ર લીન થયેલી હોય છે. બળવંતરાય પાસે શાંતિની કોઈક અનુભૂતિ છે, એને વાણી દ્વારા પામવાનો એ સતત પ્રયાસ કરતા દેખાય છે. એ શૂન્યસ્વરૂપ શાંતિ નથી, કેમ કે બળવંતરાયે એનું ક્યાંયે સ્મશાનશાંતિ તરીકે આલેખન કર્યું નથી. એ ભાવાત્મક અનુભૂતિ છે. કેટલીક વાર બળવંતરાય એને નિદ્રાના પ્રતિરૂપથી વ્યક્ત કરે છે. ‘ભણકારા’ કાવ્ય જુઓ — નીંદ સેવતાં દ્રુમો, સ્વપ્નમાં મલકતાં રેવા, સુપ્ત વારિ, સૂતેલી સૃષ્ટિ અને નાવમાં સૂતેલા કવિ. ‘નિદ્રાને’ કાવ્યમાં પણ બળવંતરાય કહે છે : | |||
{{Poem2Close}} | |||
{{center|<poem> | |||
અહો રુધિર માહરે શિતલ શાંતિપ્રસ્રાવને | |||
સિંચો...... | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
નિદ્રા એ મૃત્યુ નથી, એ શ્રમને હરી નવી તાજગી બક્ષે છે. શાંતિને પણ બળવંતરાય ચેતનપ્રદ, અને કદાચ સર્જક, સ્વરૂપમાં જુએ છે. ‘ભણકારા’ કાવ્યમાં આજુબાજુના શાંત વાતાવરણમાં જ કવિહૃદયમાં ભીની બાની નીતરી નીંગળે છેને? ‘પ્રેમનું નિર્વાણ’માં પણ શાંતિજ્યોતિપ્રણવ (પ્રભવ?) કિરણો પ્રસારતા શૃંગના સાન્નિધ્યમાં જ પ્રેમનું નિર્વાણ અનુભવાય છે. ટૂંકમાં, શાંતિ ગહન દિવ્ય અનુભૂતિઓની ભૂમિકા પૂરી પાડે છે. શાંતિનો ભાવ એ એક સબળ સમર્પક સહચારિભાવ છે. | |||
બળવંતરાય શાંતિના ભાવને વ્યક્ત કરવા માટે કયાં પ્રતિરૂપો યોજે છે એ તપાસવાથી એ ભાવની વધારે ચોકસાઈથી વ્યાખ્યા કરી શકાય. નિદ્રાની વાત આપણે કરી ગયા. પછી, બળવંતરાય શાંતિના ભાવને વ્યક્ત કરવા રાત્રિકાળને પસંદ કરે છે, અને આ સ્વાભાવિક છે, કેમ કે રાત્રિકાળે દિવસભરની પ્રવૃત્તિઓ વિરમી જાય છે. ‘ભણકારા’ ‘વર્ષાની એક સુંદર સાંઝ’ ‘અગાસી ઉપર’ અને ‘શાંતિ’ — આ બધાં કાવ્યોમાં રાત્રિ કે રાત્રિનો આરંભકાળ છે અને એમાં શાંતિનું કોમલરમ્ય સ્વરૂપ આલેખાયેલું છે. માત્ર ‘સર્ગદર્શન’માં મધ્યાહ્ન કે મધ્યાહ્ન પછીનો કાળ છે, પણ ત્યાં ઇન્દ્રિયગણોને સ્તબ્ધ કરતી પ્રેમ અને યોગની એક પૌરુષમૂર્તિ કવિ કલ્પે છે, જે શાંતિ પ્રસારતા સર્ગધ્વનિ ગૂંજે છે. એ કાવ્યમાં શાંતિનું વાતાવરણ છે પણ તે ભવ્યગંભીર શાંતિનું, “સૃષ્ટીસર્ગતણાં રહસ્ય વિધિ ને સંકેત” જેમાં પ્રગટ થતા હોય એવી શાંતિનું. | |||
પણ શાંતિ માટે રાત્રિકાળને બળવંતરાય પસંદ કરે છે ત્યાં પણ એ અંધકારમય રાત્રિકાળ નથી હોતો, જ્યોત્સ્નામય હોય છે. કાવ્યમાં ‘સુધાનાથ’ પણ આવી જાય છે. આથી શાંતિની સાથે પ્રકાશના, ઉજ્જ્વળતાના, કે ઉલ્લાસના, મધુરતાના સંસ્કારો પણ જોડાય છે. ‘વર્ષાની એક સુંદર સાંઝ’ અને ‘સર્ગદર્શન’માં વાદળી વરસી ગયા પછીના આકાશનું આલેખન છે એટલે ત્યાં વિમલતાનો — સ્વચ્છતાનો ભાવ પણ ઊભો થાય છે, શાંતિની એક સંકુલ અનુભૂતિ આ રીતે સર્જાતી જાય છે. | |||
શાંતિનું અધિષ્ઠાન શું છે એની તપાસ પણ શાંતિના સ્વરૂપને ઓળખવામાં આપણને મદદરૂપ થાય. ‘ભણકાર’ ‘વર્ષાની એક સુંદર સાંઝ’માં આ પૃથ્વી — આપણી નિકટની પ્રકૃતિ જ શાંતિનું અધિષ્ઠાન છે. એટલે અંશે એ પાર્થિવ શાંતિ છે એમ કહી શકાય. ‘આરોહણ’માં શાંતિનું અધિષ્ઠાન ગિરિટોચ છે, ‘પ્રેમનું નિર્વાણ’માં સામે દેખાતું ગિરિશૃંગ છે, ‘શાંતિ’ અને ‘સર્ગદર્શન’માં ગગન છે. અહીં ‘શાંતિ’ અભૌમ-દિવ્ય સ્વરૂપ ધારણ કરે છે.૨ | |||
બળવંતરાયનાં કાવ્યોમાં દેખાતી શાંતિની વિવિધ છટાઓની આટલી ભૂમિકા પછી આપણે હવે ‘શાંતિ’ કાવ્ય લઈએ. બળવંતરાયની મદદથી બળવંતરાયને સમજવાનું આપણને વધારે સુકર થશે. | |||
શાંતિને સીધી રીતે લક્ષ્ય કરીને ચાલતું બળવંતરાયનું આ એકમાત્ર કાવ્ય છે. એટલે કે અહીં શાંતિ એ સહકારિભાવ નથી, મુખ્ય વર્ણનીય ભાવ છે. પણ એટલામાત્રથી આ કાવ્યની કોઈ વિશેષતા સિદ્ધ થઈ જતી નથી. આ કાવ્યની વિશેષતા તો એમાં છે કે કવિ શાંતિને પરમ મંગલ વિરાટ વત્સલ શક્તિ રૂપે જુએ છે અને એને અસાધારણ કલ્પનાથી રજૂ કરે છે, કાવ્યની પહેલી પંક્તિ જ આપણને શાંતિના આ નવીન સ્વરૂપની ઝાંખી કરાવી દે છે. | |||
{{Poem2Close}} | |||
{{center|<poem> | |||
નર મૃગ ખગો મત્સ્યો જંતૂ, – ન નામ નિશાન હ્યાં. | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
પહેલી પંક્તિમાં ક્રિયાનો નિષેધ હતો, અહીં વિભિન્ન જીવસૃષ્ટિનો નિષેધ છે. હરિણીની પ્રથમ યતિ સુધીની અર્ધી પંક્તિમાં લગભગ એક શ્વાસે બોલાઈ જતા પાંચ શબ્દોમાં બળવંતરાય સમસ્ત જીવસૃષ્ટિને કેવા વ્યાપી વળ્યા છે તે જુઓ. પદૌઘ — અને વાક્યૌઘ પણ — બળવંતરાયનું એક બળ છે એની પ્રતીતિ અહીં થશે. યતિની એક બાજુ જીવસૃષ્ટિનાં નામોને અને બીજી બાજુ એના નિષેધને મૂકીને બળવંતરાયે પંક્તિને કેવી balance કરી છે અને નિષેધને કેવો અસરકારક બનાવ્યો છે તે પણ જોવા જેવું છે. પણ આપણી મુખ્ય વાત આ છે : વિભિન્નતાઓનો વિલય કવિ અહીં આલેખી રહ્યા છે. પૃથક્તાઓ સર્વ ઓગળી જઈને કોઈ એક તત્ત્વ – વિરાટ તત્ત્વ પ્રગટ થઈ રહ્યું છે : | |||
{{Poem2Close}} | |||
{{center|<poem>નભમુકુટનો નીલો તંબૂ લસે સ્થિર મસ્તકે, | |||
જલપટ મહા નીલો સૂનો વસે લસતો દગે. | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
એક પરમ નીલ તત્ત્વનું દર્શન. દિવસની સૃષ્ટિની વિભિન્નતાની અને અનેકતાની, અસમંજસતાની અને વિરૂપતાની પ્રતીતિઓ સરી જઈને એકમાત્ર નીલ તત્ત્વનું દર્શન (દિવસની સૃષ્ટિની બહુરૂપતાને ઉઠાવ આપવામાં બળવંતરાયનો લાક્ષણિક શબ્દૌઘ કેવો કામ આવે છે તે પણ નોંધવા જેવું છે.) અવનિદિનની સત્યાસત્યના ગ્રહવાળી રાગદ્વેષમય પ્રતીતિઓ કે ઉપાધિઓ સરી જતાં કવિનું હૃદય પણ નરવું બને છે – પરમ શાતા અનુભવે છે. પરિણામે વિરાટ પ્રકૃતિતત્ત્વ એક પ્રકૃતિતત્ત્વ મટી જઈ વત્સલ માતૃમૂર્તિ રૂપે સાક્ષાત્કૃત થાય છે, જેને કવિ શાંતિમાતા કહી સંબોધે છે અને મુગ્ધ શિશુભાવથી નમન કરે છે. | |||
કાવ્યની પ્રથમ પંક્તિમાં જે ભાવબીજ હતું તે હવે પરિસ્ફુટ થઈ સ્પષ્ટ સુરેખ ચોક્કસ નામરૂપ ધારણ કરે છે – શાંતિની માતૃસ્વરૂપે અનુભૂતિ! બળવંતરાયની અસાધારણ કલ્પના શાંતિમાતાનું વિરાટ સર્વવ્યાપી વત્સલ ઉદાર સ્વરૂપ આપણને પ્રત્યક્ષ કરાવે છે. જલનભનિશાજ્યોત્સ્નાનો બનેલો એનો દેહ છે અને – | |||
{{Poem2Close}} | |||
{{center|<poem>જલપટ લસે આ તે અંબા, ચુમૂં તવ પાવડી, | |||
વિધુ અરધ તે ત્રીજા નેત્રે ભરૂં મીટ માવડી, | |||
દ્યુતિદલ લસે વચ્ચે શીળું લપેટતું વિશ્વને, | |||
ઉદર જનની ત્હારૂં એ તો ઉદાર, સદાશિવેઃ | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
બળવંતરાય પાસે જલપટનું – ખાસ કરીને નર્મદાના શાંત જલપટનું –અને આકાશી દ્યુતિદલનું – ખાસ કરીને રાત્રિના સૌમ્ય દ્યુતિદલનું કોઈક તીવ્ર સંવેદન છે, કેમ કે એમની કવિતામાં એ બન્ને અવારનવાર ઉલ્લેખ પામે છે. પણ અહીંયાં જલપટ, દ્યુતિદલ અને અર્ધચંદ્રને સાંકળીને બળવંતરાયે જે ચિત્ર ઉપજાવ્યું છે તે તો અનન્ય છે. બળવંતરાયની શબ્દપસંદગી ધ્યાન ખેંચે છે. વિશાળ જલપટ તે માત્ર ‘પાવડી’! શાંતિમૂર્તિની વિરાટતા આથી પ્રતીત થાય છે. ત્રીજું નેત્ર સંહારનું નેત્ર નથી, પણ દિવ્ય જ્ઞાનનું નેત્ર છે, એની સાથે મીટ માંડવામાં કવિની દિવ્ય જ્ઞાનની ઉત્કંઠા વ્યક્ત થાય છે. આ ઉપરાંત, અર્ધચંદ્ર – અડધું ઊઘડેલું નેત્ર શાંતિની, સ્વસ્થતાની, કરુણાની મુદ્રા છે એટલે એ ભાવસંસ્કારો પણ અહીં જાગ્રત થયા વિના રહેતા નથી. જનનીત્વની અને વાત્સલ્ય કે હૂંફની વાત બળવંતરાયની કવિતા માટે નવી કે અસાધારણ નથી. ‘નિશા અને મૃત્યુ’માં નિશાને ‘રહસ્યજનની’ કહી કવિ આગળ લખે છેઃ | |||
{{Poem2Close}} | |||
{{center|<poem>જુવે મનુ રહે જ જોઈ તુજ ભવ્ય ઘેરૂં ગહન | |||
અનંત દ્યતિ–અંતરાલમય નેહભીનૂં ગગન. | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
‘નિદ્રાને’ કાવ્યમાં પણ નિદ્રાને ‘મૈયા’ કહી “સુપર્સ દબવો, દિયો હુંફ શિળી” એવી પ્રાર્થના કરી છે, પરંતુ આ કાવ્યમાં બળવંતરાયે ઉદરની જે કલ્પના કરી છે એ જ અ-સાધારણ છે અને કાવ્યાન્તર્ગત અનુભૂતિને એક જુદી જ ભૂમિકાની અનુભૂતિ – ખરેખરી ઉત્કટ નિબિડ અનુભૂતિ તરીકે સ્થાપી આપે છે. માતાની ગોદની હૂંફ અને સુરક્ષિતતા કરતાં માતાના ઉદરની હૂંફ અને સુરક્ષિતતા એ કંઈ જુદી જ વસ્તુ છે. ઉદરસ્થ બાળકનો માતા સાથેનો સંબંધ સમસ્ત દેહપ્રાણનો સંબંધ છે – એકરૂપ અવિયોજ્ય સંબંધ છે. અને તેથી શાંતિમાતાના ઉદરમાં સમાસ મળતાં એની સુધા રગરગમાં વ્યાપે, દેહચક્રોમાં દ્યુતિ પ્રસરે, વિલક્ષણ વિદ્યુતોનો – નવીન ચેતનાનો સંચાર થાય એ અહીં સંપૂર્ણપણે યથાર્થ ભાસે છે, અને વર્ણન સાર્થક બની જાય છે. | |||
પણ બળવંતરાય અહીં અટકતા નથી. ખરેખરું માતૃકર્મ શામાં રહેલું છે? જીવમાંથી જીવ સર્જવો એમાં. બળવંતરાય અહીં શાંતિને આવા સર્જક માતૃસ્વરૂપે અનુભવે છે : | |||
{{Poem2Close}} | |||
{{center|<poem> વળિ નવલ ને સૌથી મોટી – અહા શિ ચમત્કૃતિ! | |||
ઉરકુહરમાં શાંતિજ્યોતી થતી સહસા છતી. | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
સત્યાસત્યના, રાગદ્વેષોના દ્વન્દ્વો ગળી જતાં ઉર નરવું બને, ભવદરદ ને નિઃશ્વાસોના તાપ શમી જાય એ તો અનિષ્ટનિવારણ થયું, અભાવાત્મક વાત થઈ. એટલું તો શાંતિમાતાનાં દર્શન કે સાન્નિધ્યથી પણ થાય. ઉદરપ્રવેશથી તો કંઈક ઈષ્ટપ્રાપ્તિ, ચોખ્ખો લાભ – positive gain – થવો જોઈએ. તે જ આ : ઉર-કુહરમાં – ‘સબ્લિમિનલ કોન્શિયસ્નેસ’માં – શાંતિજ્યોતિનો આવિષ્કાર. આ નવા પ્રાણતત્ત્વની પ્રાપ્તિ છે. એથી જ તો કવિ કહી શકે છે કે દશ ઘડી પછી સૂર્ય ઊગતાં અવનિદિનનાં રાગદ્વેષી પરાક્રમણો એમને વીંટી વળશે છતાં હવે કદી પૂર્વની જયાજયની ભાવનાવાળી, રાગદ્વેષમય પ્રતીતિઓ ફરીને આવશે નહિ અને – | |||
{{Poem2Close}} | |||
{{center|<poem> ઉરકુહરમાં શાંતિજ્યોતી કદી કદિ રાજશે | |||
જલનભ-નિશા-જ્યોત્સ્નાદેહા ન બાળ વિસારશે. | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
કવિનો નવજન્મ થઈ ચૂક્યો છે. | |||
કાવ્ય શરૂ થયું નિષેધની, વિસર્જનની પ્રક્રિયાથી અને સમાપ્ત થયું સર્જનની પ્રક્રિયામાં. શાંતિનું ચિત્ર ક્રમેક્રમે ઊઘડતું આવે છે અને એનું પૂર્ણ રૂપ કાવ્યાન્તે ભાવકના ચિત્તમાં જ પ્રગટ થાય છે. શાંતિની અનુભૂતિ કાવ્યમાં ઘૂંટાતી આવે છે અને ઘૂંટાઈને એ એક તીવ્ર મર્મવેધક અનુભૂતિ બની જાય છે. આ જાતના નિરૂપણમાં બળવંતરાયનું રચના-કૌશલ વરતાઈ આવે છે. | |||
શાંતિના સંવાદી એકલીન જગતને વ્યક્ત કરવા બળવંતરાય પદ પંક્તિરચનામાં પણ સંવાદની સૂક્ષ્મમનોહર ભાત ઉપજાવે છે. પદ્ય પ્રાસબદ્ધ છે અને પ્રવાહી નથી પ્રાસસ્થાનોનો, યતિસ્થાનોનો અને ચરણવિભાગનો બળવંતરાયે સ્વચ્છ, સુઘટિત, પ્રસાદપૂર્ણ વાતાવરણના ચિત્ર અર્થે ઉચિત ઉપયોગ કરી લીધો છે. | |||
{{Poem2Close}} | |||
{{center|<poem>નભમુકુટનો નીલો તંબૂ લસે સ્થિર મસ્તકે, | |||
જલપટ મહા નીલો સૂનો વસે લસતો દૃગે. | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
પહેલી પંક્તિમાંના ‘નભ’ ‘નીલો’ ‘લસે’ ‘મસ્તકે’ અને બીજી પંક્તિમાંના ‘જલપટ’ ‘નીલો’ ‘વસે’ ‘દૃગે’ એ શબ્દોનાં સ્થાનો જુઓ. સંપુટના બે પડની સમરૂપતા બળવંતરાયે ઉપસાવી છે. બળવંતરાય સંવાદમાં વૈચિત્ર્ય પણ લાવે છે. ‘જલપટ’ ‘વિધુ અરધ’ અને ‘દ્યુતિદલ’ પંક્તિ આરંભે આવે છે, પણ ‘જલપટ’ અને ‘પાવડી’ એક પંક્તિના સામસામે છેડે આવે છે, ‘વિધુ અરધ’ અને ‘ત્રીજું નેત્ર’ યતિપૂર્વ અર્ધપંક્તિમાં બે છેડે સામસામે આવે છે, તો ‘દ્યુતિદલ’ અને ‘ઉદર’ બે પંક્તિઓને આરંભે સામસામે આવે છે. પદરચના વિષેના બાંધેલા ગ્રહોને બદલે પદરચનાની કાવ્યોચિત સૂઝનું પ્રવર્તન આ કાવ્યમાં દેખાય છે અને તેથી બળવંતરાયની સર્જકતા જે થોડાંક કાવ્યોમાં નિર્વિઘ્ને પ્રગટ થઈ છે તેમાંનું આ એક છે એમ ખુશીથી કહી શકાય. | |||
શાંતિ આ કાવ્યનો મુખ્ય વિષય છે અને શાંતિને સીધી રીતે લક્ષ્ય કરીને ચાલતું આ કાવ્ય છે એમ મેં આરંભમાં કહેલું, પરંતુ આ નકરી, કોરી શાંતિનું કાવ્ય નથી. એને કદાચ શૂન્યરૂપે જ આલેખવાની રહે. અહીં શાંતિ ભાવહીન નથી પણ ભાવસમૃદ્ધ છે. અનેક સંચારિભાવોથી એ પુષ્ટ અને વિશિષ્ટ બનેલી છે. | |||
અહીંયાં ભક્તિ છે — | |||
{{Poem2Close}} | |||
{{center|<poem>ચૂમું તવ પાવડી.</poem>}} | |||
{{Poem2Open}} ઉત્કંઠા — તૃષા છે —{{Poem2Close}} | |||
{{center|<poem>ભરૂં મીટ માવડી.</poem>}} | |||
{{Poem2Open}} | |||
માતાના વાત્સલ્ય અને કાળજીનો ભાવ છે (‘લપેટવું’ શબ્દમાંથી બાળકને ઢબૂરીને રાખતી માતાનું ચિત્ર નથી ઊપસતું? ) – | |||
{{Poem2Close}} | |||
{{center|<poem>દ્યુતિદલ લસે વચ્ચે શીળું લપેટતું વિશ્વને, </poem>}} | |||
{{Poem2Open}} ધન્યતાની લાગણી છે —{{Poem2Close}} | |||
{{center|<poem>ઉદરમહિં એ પામૂં આજે સમાસ, અહો ઘડી!</poem>}} | |||
{{Poem2Open}} અને આનંદપૂર્ણ વિસ્મયનો ભાવ પણ છે —{{Poem2Close}} | |||
{{center|<poem>અહા શિ ચમત્કૃતિ ! </poem>}} | |||
{{Poem2Open}} | |||
શાંતિ એક વિશિષ્ટ આકાર ધારણ કરે છે. સ્થૂળ દૃષ્ટિએ એ નભજલ-નિશાજ્યોત્સ્નાદેહા છે તો સૂક્ષ્મ દૃષ્ટિએ એ ભક્તિ-ઉત્કંઠા-વાત્સલ્ય-વિસ્મય-આનંદદેહા છે, | |||
એક પ્રશ્ન છેલ્લે મનમાં ઊઠે છે. કવિ આ વિશિષ્ટરૂપ શાંતિની પ્રવર્તમાન ક્ષણની અનુભૂતિમાં પૂરેપૂરા ડૂબી ગયેલા છે ખરા? Is he completly absorbed? અનુભૂતિમાંથી બહાર આવીને એ કેટલેક ઠેકાણે બોલતા નથી દેખાતા? વર્તમાનમાંથી છૂટીને ભૂત અને ભવિષ્યનો વિચાર કરતા નથી દેખાતા? — | |||
{{Poem2Close}} | |||
{{center|<poem>અનુભવ ન આ ચાલે લાંબો, શું એ હું ન જાણતો? | |||
ઘડિ દશ મહીં પાછો ઊગે નભે રવિ મ્હાલતો. | |||
ઘડિ દશ મહીં પાછા ડૂબું દિનેશસવારિમાં, | |||
અવનિદિનના કોષે પૂર્યો, છુટી શકું જૈ જ ક્યાં, | |||
તદપિ દરદો નિઃશ્વાસોના સહી વહતાં દિનો, | |||
ભવસફર મધ્યે આજે આ પ્રકાશ ઝિલૂં નવો, | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
આનો અર્થ એ થાય કે વર્તમાનની પકડ એવી નથી કે એમાંથી છૂટી ન શકાય. શાંતિની ભાવદશા વિગાલિતવેદ્યાન્તર નથી. આ પ્રકાશ નવો છે એમ કહેવાની પણ કવિને જરૂર ન હોવી જોઈએ, છતાં કવિ કહે છે – એટલે કે અનુભૂતિ અને અનુભૂતિનું મૂલ્યાંકન બન્ને આપણને મળે છે. આને લાભ ગણવો હોય તો લાભ ગણી શકાય, અને મૂલ્યાંકનના સભાન બુદ્ધિવ્યાપારને લીધે અનુભૂતિ અપ્રત્યક્ષ બનતાં એની નિબિડતાને હાનિ પહોંચે છે તથા ચિત્તને બે વિરોધી અસંગત ભૂમિકાઓમાં પ્રવર્તવાનું આવે છે એને ગેરલાભ પણ માની શકાય. આ દૃષ્ટિએ જોઈએ તો ‘ભણકારા’ કાવ્ય ચિત્તની એક ભૂમિકામાંથી આવતું લાગશે, એમાં કવિ અનુભૂતિમાં absorb થઈ ગયેલા જણાશે અને અનુભૂતિ વધારે સુશ્લિષ્ટ સઘન વ્યંજનાપૂર્ણ રૂપ પામેલી લાગશે, ‘શાંતિ’ કાવ્યની અનુભૂતિ વધારે સૂક્ષ્મ, ગહન, અસાધારણ છે પણ સમગ્રપણે કાવ્ય તરીકે ‘ભણકારા’ કાવ્ય વધુ પરિતોષ આપે તો એમાં નવાઈ નથી. | |||
તો પણ શાંતિના ભાવના ઊંડાણને તાગવાના અને એને રૂપબદ્ધ કરવાના સમર્થ પ્રયત્ન લેખે આ કાવ્ય ધ્યાન ખેંચશે અને બળવંતરાયનાં લાક્ષણિક ઉત્તમ કાવ્યોમાં એનું સ્થાન રહેશે. | |||
{{Poem2Close}} | |||