સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/ટી. એસ. એલિયેટનો કવિતાવિચાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 13: Line 13:
લેખના બીજા અંશમાં કવિકર્મનો વધુ સૂક્ષ્મ રીતે વિચાર થયો છે. કવિ પર નહિ પણ કવિતા પર ભાર મૂકવાનું દર્શાવી એલિયટ કવિતામાં વસ્તુનિષ્ઠતા અને બિન-અંગતતા જેવાં તત્ત્વો તરફ શરૂઆતમાં આંગળી ચીંધે છે. સર્જનપ્રક્રિયાની ગૂંચ ઉકેલવાના પ્રયાસરૂપે કવિકર્મને વિજ્ઞાન-પ્રયોગની રાસાયણિક પ્રતિક્રિયા સાથે સરખાવીને પોતાનું મંતવ્ય સ્થાપિત કરે છે. આ માટે એક વિશિષ્ટ પ્રયોગ ઉદાહરણ એ ટાંકે છે. ઓક્સિજન અને સલ્ફરડાયોક્સાઈડ જેવા વાયુને પ્લેટિનમ જેવા ઉદ્દીપક પદાર્થની ઉપસ્થિતિમાં સંયોજવામાં આવે તો ઉક્ત બંને વાયુઓનું સલ્ફરિક એસિડમાં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયામાં પ્લેટિનમની ઉપસ્થિતિ અનિવાર્ય છે. સહોપસ્થિત એવા આ બંને વાયુ પ્લેટિનમની ગેરહાજરીમાં વિક્રિયા પામી શકતા નથી. પરંતુ સાથોસાથ એ પણ મહત્ત્વનું છે કે ઉદ્દીપક માધ્યમ પ્લેટિનમનો તંતુ પોતે તો નિર્વિકાર અને અલિપ્ત રહે છે. આ પ્રક્રિયાની તેના પર કશીયે અસર પડતી નથી. આ પ્રયોગને કાવ્યસર્જન સાથે સરખાવીને એલિયટ કહે છે: ‘કવિનું ચિત્ત પણ પ્લેટિનમના ટુકડા જેવું છે. તે માણસના પોતાના અનુભવ પર પૂરું કે અમુક અંશે પ્રવૃત્ત થાય, પરંતુ કળાકાર જેટલો વધારે સંપૂર્ણ હશે તેટલા વધારે પ્રમાણમાં, તેનામાં રહેલો અનુભવકર્તા માણસ અને સર્જનકર્તા ચિત્ત પૃથક્ પૃથક્ રહેશે; તેમ જ ચિત્ત વધારે પૂર્ણપણે સામગ્રીરૂપ આવેગોને આત્મસાત્ કરીને રૂપાંતરિત કરશે.” સંવેદક વ્યક્તિના સંવેગ (emotion) રૂપ અને લાગણી (feeling) રૂપ અનુભવ જ કવિતાની કાચી સામગ્રીરૂપ છે. કળામાં એનો સિદ્ધ થતો સમવાય એકાત્મક-કેવળ સંવેગનો-કે અનેકાત્મક-સંવેગોની અનેકાર્થકતા-વા નકરી લાગણીના ઉપચયરૂપનો પણ હોઈ શકે. શરત માત્ર છે એમના સર્જનાત્મક પૂર્ણ રૂપાંતરની.

સંવેદક વ્યક્તિ(The man who suffers)થી સર્જક ચિત્ત(The mind which creates)ની ઉત્તરોત્તર પ્રાપ્ત થતી પૃથક્તા ને પૂર્ણતામાં જ કવિકર્મની સાર્થકતા છે એવું એનું પ્રતિપાદન, ‘કવિને જે અભિવ્યક્ત કરવાનું છે તે તો અમુક વિશિષ્ટ માધ્યમ, નહીં કે અમુક વ્યક્તિત્વ'માં વિશેષ દૃઢરૂપે સંભળાય છે. કવિ અને કવિતાના સંબંધનો નિર્દેશ કરતાં એણે, કળામાં નિર્વેયક્તીકરણની પ્રક્રિયાનો અણસાર આપીને નોંધ્યું છે : ‘એક પરિપક્વ કવિના ચિત્ત અને અપરિપક્વ કવિના ચિત્ત વચ્ચે જે તફાવત છે તે માત્ર ‘વ્યક્તિત્વ'ના મૂલ્યાંકનમાં જ નહિ...પરંતુ...માધ્યમને પ્રાપ્ત થયેલી એવી વધુ સૂક્ષ્મ પૂર્ણતામાં હોય છે.' યેટ્સની કવિતાની ચર્ચા કરતી વેળા, અન્યત્ર, આ વિચારને એ વધુ સ્પષ્ટપણે મૂકે છે. યેટ્સની કવિતાનો તોલ કાઢતી વેળા નિર્વૈયક્તિકતાનાં બે સ્વરૂપ દર્શાવ્યાં છે: કેવળ કુશળ કારીગર (mere skillful craftsman) અને વિદગ્ધ કલાકાર (matured artist). એકમાંની બિનંગતતા સ્વાભાવિક છે. બીજામાંની ઉપલબ્ધ છે. આ બીજા સ્વરૂપની નિર્વૈયક્તિકતા ધરાવતો સર્જક ઉત્કટ અને વ્યક્તિગત સામાન્ય સત્યને વ્યક્ત કરવા માટે સમર્થ નીવડે છે. પોતાના અનુભવની આગવી વિશેષતાઓને જાળવીને તેને સામાન્ય પ્રતીક રૂપ આપે છે.

કવિકર્મ અંગેનો એલિયટનો આ ખ્યાલ સમગ્રરૂપે ગળે ઊતરવામાં કેટલીક મુશ્કેલી છે. કવિકર્મમાં કવિચિત્તની સ્થિતિ પ્લેટિનમના તંતુ જેવી જડ કલ્પવા કરતાં સાંખ્યમતના પુરુષ જેવી ચૈતન્યપૂર્ણ માનવી વધુ મુનાસબ લાગે છે. કાવ્ય અને કળાના ઉપાદાન રૂપ લાગણી અને સંવેગ, તેનાં રચાતાં પારસ્પરિક સંમિશ્રણો અને કવિના ચિત્તને સ્પર્શને પ્રતાપે આ સામગ્રીનું કળાપદાર્થ તરીકે થતું રૂપાંતર- અહીં સુધી તો સીધીસટ વાત છે. પણ કવિનું ચિત્ત અને કવિનું વ્યક્તિત્વ સમગ્ર સર્જનપ્રક્રિયા દરમ્યાન એકાન્તિક તટસ્થતા જ નહિ, પણ એક પ્રકારની અક્રિયતા દાખવે છે ખરાં ? લાગણી (feeling) સંવેગ (emotion) અને સંવેદન (sensation) કળાની કાચી સામગ્રીરૂપ છે. પ્રથમ દરજ્જે તો એક વ્યક્તિ તરીકે ખુદ કવિની સાથે એનો સંબંધ છે. એક રીતે જોઈએ તો એ ખુદ કવિનો જ અનુભવ છે. The man who suffers એમ કહેવા પાછળ એલિયટના મનમાં સંવેદક વ્યક્તિની ગૃહીતતા સ્પષ્ટ છે જ. એટલે અંશે તેમાં એક પ્રકારની અંગતતા પણ છે, પરંતુ કેવળ અનુભૂતિમાં કવિકર્મનું સાફલ્ય નથી. બીજી જ ક્ષણે તે કાચા દ્રવ્યનું કળાપદાર્થમાં રૂપાન્તર કરતાં વ્યાપારને અને એ વ્યાપારની રમણભૂમિને ચિત્ત તરીકે ઓળખાવે છે. અનુભૂતિ અને સર્જન આખરે તો કવિ સંયુક્ત છે પરંતુ અનુભૂતિમાં રહેલા વ્યક્તિતાના તમામ અંશો વિગલિત થઈને બિનંગત પ્રદેશમાં પ્રવેશે, કહો કે, ભાવ વ્યક્તિસંલગ્ન તંતુને છેદીને વ્યક્તિત્વરહિત ભૂમિકા પ્રાપ્ત કરે એમાં કવિકર્મની ઇતિશ્રી છે. પરંતુ વ્યક્તિત્વરહિતતા કવિકર્મમાં સદંતર ને સંપૂર્ણપણે શક્ય છે ખરી? કવિના ભાવ કે લાગણી વાસ્તવિક હોય કે કાલ્પનિક, એમણે સર્વસ્થ ભાવ બન્યે છૂટકો, પરંતુ સર્વસ્થતા પામવાની પ્રક્રિયામાં સ્વસ્થતાનું સદંતર વિલોપન છે કે વિગલન? એટલે કે કાવ્યવ્યાપારમાં impersonality તે personalityનું નિષ્કાસન છે કે વિગલન? એલિયટનો ચોખ્ખો જવાબ છે escape from personality, escape from emotion) એટલે કે કાવ્યવ્યાપારની અન્વર્થકતા ‘વ્યક્તિત્વ' અને ‘વ્યક્તિત્વરંગીભાવ'માંથી છુટકારો મેળવવામાં રહેલી છે. કવિતામાં વ્યક્તિત્વ અને વ્યક્તિતાનો અનાદર કરવાના આત્યંતિક આગ્રહને કારણે જ એ ‘કવિનું કાર્ય નવા સંવેગોને શોધી કાઢવાનું' નહિ પરંતુ સર્વસાધારણ સંવેગોનો ઉપયોગ કરવાનું ગણાવે છે. હકીકતે સંવેગ તેના મૂળરૂપે જ સર્વસાધારણ છે, એ કારણે જ એ આસ્વાદ્ય છે, એ અર્થમાં એ બિનંગત-impersonal છે. ખરી રીતે તે વ્યક્તિત્વરહિત નહિ પણ વ્યક્તિત્વનિરપેક્ષ છે. કાવ્યમાં જ્યાં સુધી અંગતતા  personality - ના અંશને વજન મળે ત્યાં સુધી કાવ્ય સિદ્ધ થવાની શક્યતા પાંખી રહેવાની. સ્વભાવતઃ અંગતતા ઊર્મિ કે લાગણી તરફ વધુ ઢળવાની. એટલે જ એલિયટ કહે છે : ‘કવિતા એટલે ઊર્મિ કે સંવેગને છૂટો દોર આપવો એમ નહિ, પણ ઊર્મિ કે સંવેગ થકી છુટકારો.''(Poetry is not a turning loose of emotion but an escape from emo- tion). એટલે કવિતા એ માત્ર ઊર્મિ કે લાગણીનો રગડો નથી; વર્ડ્ઝવર્થ કહે છે તેમ ‘બલિષ્ઠ લાગણીઓનો ઉદ્રેક' નથી. લાગણીનો લાવારસ ચારે તરફ એની લપકતી જ્વાળાઓ ઉછાળે તે કવિતા નથી, અસ્વસ્થતા છે. કવિતામાં તો ઊર્મિ કે લાગણીનું સંગોપન ઇષ્ટ છે, એ જ શ્વાસમાં, પોરો ખાધા વગર એણે નોંધ્યું છે : ‘(કવિતા) વ્યક્તિત્વની અભિવ્યક્તિ નથી, પણ વ્યક્તિત્વમાંથી વિમોચન છે.’' (It is not the expression of personality but an escape from personality). એલિયટની કાવ્યવિચારણાનો ‘સમ' આ રીતે, કવિકર્મમાં બિનંગતતાના અત્યંત આગ્રહ પર આવીને ઊભે છે. સર્જકની કલાકાર લેખેની સિદ્ધિ ઉત્તરોત્તર પ્રાપ્ત થતી જતી વ્યક્તિત્વવિગલનની પ્રક્રિયામાં સમાહિત છે. આ બિનંગતતા પ્રાપ્ત કરવા માટે, ‘કળાકારે' કવિકર્મની પૂરી શરણાગતિ સ્વીકારવી રહી. એટલે કે કવિએ પોતાના સમગ્ર સંવિત્ને કવિકર્મને હવાલે કરી દેવું જોઈએ.
કવિકર્મ અંગેનો એલિયટનો આ ખ્યાલ સમગ્રરૂપે ગળે ઊતરવામાં કેટલીક મુશ્કેલી છે. કવિકર્મમાં કવિચિત્તની સ્થિતિ પ્લેટિનમના તંતુ જેવી જડ કલ્પવા કરતાં સાંખ્યમતના પુરુષ જેવી ચૈતન્યપૂર્ણ માનવી વધુ મુનાસબ લાગે છે. કાવ્ય અને કળાના ઉપાદાન રૂપ લાગણી અને સંવેગ, તેનાં રચાતાં પારસ્પરિક સંમિશ્રણો અને કવિના ચિત્તને સ્પર્શને પ્રતાપે આ સામગ્રીનું કળાપદાર્થ તરીકે થતું રૂપાંતર- અહીં સુધી તો સીધીસટ વાત છે. પણ કવિનું ચિત્ત અને કવિનું વ્યક્તિત્વ સમગ્ર સર્જનપ્રક્રિયા દરમ્યાન એકાન્તિક તટસ્થતા જ નહિ, પણ એક પ્રકારની અક્રિયતા દાખવે છે ખરાં ? લાગણી (feeling) સંવેગ (emotion) અને સંવેદન (sensation) કળાની કાચી સામગ્રીરૂપ છે. પ્રથમ દરજ્જે તો એક વ્યક્તિ તરીકે ખુદ કવિની સાથે એનો સંબંધ છે. એક રીતે જોઈએ તો એ ખુદ કવિનો જ અનુભવ છે. The man who suffers એમ કહેવા પાછળ એલિયટના મનમાં સંવેદક વ્યક્તિની ગૃહીતતા સ્પષ્ટ છે જ. એટલે અંશે તેમાં એક પ્રકારની અંગતતા પણ છે, પરંતુ કેવળ અનુભૂતિમાં કવિકર્મનું સાફલ્ય નથી. બીજી જ ક્ષણે તે કાચા દ્રવ્યનું કળાપદાર્થમાં રૂપાન્તર કરતાં વ્યાપારને અને એ વ્યાપારની રમણભૂમિને ચિત્ત તરીકે ઓળખાવે છે. અનુભૂતિ અને સર્જન આખરે તો કવિ સંયુક્ત છે પરંતુ અનુભૂતિમાં રહેલા વ્યક્તિતાના તમામ અંશો વિગલિત થઈને બિનંગત પ્રદેશમાં પ્રવેશે, કહો કે, ભાવ વ્યક્તિસંલગ્ન તંતુને છેદીને વ્યક્તિત્વરહિત ભૂમિકા પ્રાપ્ત કરે એમાં કવિકર્મની ઇતિશ્રી છે. પરંતુ વ્યક્તિત્વરહિતતા કવિકર્મમાં સદંતર ને સંપૂર્ણપણે શક્ય છે ખરી? કવિના ભાવ કે લાગણી વાસ્તવિક હોય કે કાલ્પનિક, એમણે સર્વસ્થ ભાવ બન્યે છૂટકો, પરંતુ સર્વસ્થતા પામવાની પ્રક્રિયામાં સ્વસ્થતાનું સદંતર વિલોપન છે કે વિગલન? એટલે કે કાવ્યવ્યાપારમાં impersonality તે personalityનું નિષ્કાસન છે કે વિગલન? એલિયટનો ચોખ્ખો જવાબ છે escape from personality, escape from emotion) એટલે કે કાવ્યવ્યાપારની અન્વર્થકતા ‘વ્યક્તિત્વ' અને ‘વ્યક્તિત્વરંગીભાવ'માંથી છુટકારો મેળવવામાં રહેલી છે. કવિતામાં વ્યક્તિત્વ અને વ્યક્તિતાનો અનાદર કરવાના આત્યંતિક આગ્રહને કારણે જ એ ‘કવિનું કાર્ય નવા સંવેગોને શોધી કાઢવાનું' નહિ પરંતુ સર્વસાધારણ સંવેગોનો ઉપયોગ કરવાનું ગણાવે છે. હકીકતે સંવેગ તેના મૂળરૂપે જ સર્વસાધારણ છે, એ કારણે જ એ આસ્વાદ્ય છે, એ અર્થમાં એ બિનંગત-impersonal છે. ખરી રીતે તે વ્યક્તિત્વરહિત નહિ પણ વ્યક્તિત્વનિરપેક્ષ છે. કાવ્યમાં જ્યાં સુધી અંગતતા  personality - ના અંશને વજન મળે ત્યાં સુધી કાવ્ય સિદ્ધ થવાની શક્યતા પાંખી રહેવાની. સ્વભાવતઃ અંગતતા ઊર્મિ કે લાગણી તરફ વધુ ઢળવાની. એટલે જ એલિયટ કહે છે : ‘કવિતા એટલે ઊર્મિ કે સંવેગને છૂટો દોર આપવો એમ નહિ, પણ ઊર્મિ કે સંવેગ થકી છુટકારો. (Poetry is not a turning loose of emotion but an escape from emo- tion). એટલે કવિતા એ માત્ર ઊર્મિ કે લાગણીનો રગડો નથી; વર્ડ્ઝવર્થ કહે છે તેમ ‘બલિષ્ઠ લાગણીઓનો ઉદ્રેક' નથી. લાગણીનો લાવારસ ચારે તરફ એની લપકતી જ્વાળાઓ ઉછાળે તે કવિતા નથી, અસ્વસ્થતા છે. કવિતામાં તો ઊર્મિ કે લાગણીનું સંગોપન ઇષ્ટ છે, એ જ શ્વાસમાં, પોરો ખાધા વગર એણે નોંધ્યું છે : ‘(કવિતા) વ્યક્તિત્વની અભિવ્યક્તિ નથી, પણ વ્યક્તિત્વમાંથી વિમોચન છે.’' (It is not the expression of personality but an escape from personality). એલિયટની કાવ્યવિચારણાનો ‘સમ' આ રીતે, કવિકર્મમાં બિનંગતતાના અત્યંત આગ્રહ પર આવીને ઊભે છે. સર્જકની કલાકાર લેખેની સિદ્ધિ ઉત્તરોત્તર પ્રાપ્ત થતી જતી વ્યક્તિત્વવિગલનની પ્રક્રિયામાં સમાહિત છે. આ બિનંગતતા પ્રાપ્ત કરવા માટે, ‘કળાકારે' કવિકર્મની પૂરી શરણાગતિ સ્વીકારવી રહી. એટલે કે કવિએ પોતાના સમગ્ર સંવિત્ને કવિકર્મને હવાલે કરી દેવું જોઈએ.
જ્યાં સુધી કવિ ભૂતકાળની જીવંત પરંપરા સાથે સમવાય ન સાધે ત્યાં સુધી કવિકર્મની પૂરી જાણકારી પ્રાપ્ત થતી નથી. એટલે નિર્વેયકિતકતા-વ્યક્તિત્વ વિગલન દ્વારા સિદ્ધ થતું કવિકર્મ પરંપરાના અનુસંધાન માત્ર જ નહિ, પણ પરંપરા સાથેના સચેતન સંવાદની પણ અપેક્ષા રાખે છે, અને આ રીતે તે પરંપરાપરિશીલન સાથે કવિકર્મનો છેડો સાંધી આપે છે.

એલિયટના આ કાવ્યવિચાર અંગે પશ્ચિમની વિચારણામાં પણ ઠીક ઠીક ઊહાપોહ થયો છે. કવિતામાંથી કવિના વ્યક્તિત્વનું સંપૂર્ણ નિષ્કાસન, કાવ્યના સ્વાયત્ત જીવન અને કૃતિ પરના કવિપ્રભાવના બિલકુલ અભાવના એલિયટના આગ્રહ સામે વિન્ટર્સે પ્રબળ વિરોધ વ્યક્ત કર્યો છે. એ કહે છે કે કવિતામાં નિર્વૈયક્તિકતાનો અત્યંત આગ્રહ અને કૃતિ પર કવિના અંકુશનો સર્વથા અભાવ તો કવિને કેવળ સ્વયંચાલિત યંત્રની કક્ષામાં મૂકી દે. (...making the poet merely an automation) રેન્સમ પણ કહે છે આ તો લગભગ કાવ્યગત યાંત્રિકતાનો સિદ્ધાંત જ થયો. (this is very nearly a doctrine of poetic automatism) હકીકતે કવિતા જડ યંત્રનિષ્પન્ન પદાર્થ નથી. આખરે તો કવિ પોતે પણ કવિતા દ્વારા એક મૂલ્ય ઊભું કરે છે. અને એ કારણે કવિતા પર કવિના કોઈ ને કોઈ પ્રકારના અંકુશની હસ્તી અનિવાર્ય બને છે. કવિતામાં થતાં, અતંત્રતા અને અસંબદ્ધતાના વિચિત્ર આલેખન સામે પણ વિન્ટર્સની ફરિયાદ છે. અતંત્રતા અને અસંબદ્ધતાનું આલેખન અસંબદ્ધ હોય? વિન્ટર્સનું પ્રતિપાદન તો છે ‘બુદ્ધિગમ્ય સંવિધાન’ rational structure'નું. આ બુદ્ધિગમ્ય સંવિધાન જ કાવ્યગત સંવેગનું નિયમન કરે છે. બૌદ્ધિક વિધાન ‘rational statement' એ સંવેગ માટેનો ‘મોટિવ' છે. ‘વિષયગત સહસંબંધક'ના એલિયટના સિદ્ધાંત અંગે પણ વિન્ટર્સનો આવો જ પ્રતિભાવ છે.

Line 19: Line 19:
કવિકર્મ આખરે જો સર્જનપ્રક્રિયા હોય તો તેમાં સચેતન અને જીવંત વ્યાપારની અપેક્ષા છે. કાવ્યવ્યાપારમાં કવિચિત્તની નિરપેક્ષ ઉદાસીનતા કે સાક્ષ્ય એ એક વાત છે અને તેની અક્રિય જડતા એ બીજી વાત છે. કવિકર્મ અને કવિતાને વિજ્ઞાનની કક્ષા સુધી પહોંચાડવાના વ્યામોહમાં અને નિર્વૈયક્તિકતાના અંતિમ છેડા સુધી કવિતાને ઊંચકી જવાના અભિનિવેશમાં ખુદ કવિચિત્તની પ્લેટિનમસદૃશ જડતા કલ્પવામાં ઔચિત્ય વરતાતું ન લાગે તો આશ્ચર્ય નહિ. કવિકર્મમાં બિનંગત રીતે વ્યાપૃત રહીને પણ કવિચિત્ત સૂક્ષ્મપણે તો પ્રવૃત્ત જ રહે છે.

કવિકર્મ અને કવિતાના સ્વરૂપ વિશેના ભિન્ન ભિન્ન વિચારઅંશોને ‘વિષયગત સહસંબંધક' (ઓબ્જેકટીવ કોરરિલેટીવ)ના સિદ્ધાંત દ્વારા એલિયટે સૂત્રરૂપે આપવાનો પ્રયત્ન કર્યો છે. કળામાં નિર્વ્યક્તીકરણની પ્રક્રિયા કઈ રીતે સિદ્ધ થઈ શકે તેનો ખ્યાલ પ્રસ્તુત કરવાનો ઉક્ત વ્યાપ્તિબંધનમાં ઉપક્રમ લાગે છે.

'હેમ્લેટ' નાટકમાં શેક્સપિયરના કવિકર્મનો વિચાર કરતાં કરતાં, ઉક્ત કૃતિમાં પાત્રગત ભાવ અને કવિગત ભાવને ઉચિત એવો વિષયગત સહસંબંધક લેખકને પ્રાપ્ત થયો નથી અને અને લીધે – યોગ્ય સહસંબંધકના અભાવે—કૃતિ કળાત્મક સફળતાને આંબી શકતી નથી. નાટકના સમગ્ર વળાંકને તપાસીને એલિયટ આ મતલબના તારણ પર આવે છે.
‘હેમ્લેટ' નાટકમાં શેક્સપિયરના કવિકર્મનો વિચાર કરતાં કરતાં, ઉક્ત કૃતિમાં પાત્રગત ભાવ અને કવિગત ભાવને ઉચિત એવો વિષયગત સહસંબંધક લેખકને પ્રાપ્ત થયો નથી અને અને લીધે – યોગ્ય સહસંબંધકના અભાવે—કૃતિ કળાત્મક સફળતાને આંબી શકતી નથી. નાટકના સમગ્ર વળાંકને તપાસીને એલિયટ આ મતલબના તારણ પર આવે છે.
આ ‘વિષયગત સહસંબંધક' અંગેના એલિયટના ખ્યાલને એના જ અભિપ્રેતાર્થમાં નોંધીએ.
આ ‘વિષયગત સહસંબંધક' અંગેના એલિયટના ખ્યાલને એના જ અભિપ્રેતાર્થમાં નોંધીએ.
“કળારૂપે ભાવને વ્યકત કરવાનો એક માત્ર માર્ગ ‘વિષયગત સહસંબધક' શોધવાથી મળે એમ છે. વિષયગત સહસંબંધક એટલે વસ્તુઓનું એક સંબદ્ધ જૂથ, એક પરિસ્થિતિ, બનાવોની શૃંખલા, જે એ વિશેષ ભાવનું સૂત્ર બની રહે. આ વિષયગત સહસંબંધક એવું હોય છે કે બાહ્ય હકીકતો, જે ઇન્દ્રિયગમ્ય અનુભવમાં પરિણમવી જોઈએ, તે જ્યારે આપવામાં આવે ત્યારે પેલો ભાવ તરત જ જાગી ઊઠે છે.' (અનુ. ઉમાશંકર જોશી) પૃથક્કરણ દ્વારા આ સૂત્રને ઉકેલવાનો પ્રયત્ન કરીએ.

Navigation menu