સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/ટી. એસ. એલિયેટનો કવિતાવિચાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 7: Line 7:
એલિયટનાં વિવેચનાત્મક લખાણો પૈકી ‘Tradition and Individual Talent', ‘Hamlet' અને  ‘Metaphysical Poets'- આ ત્રણ લેખોમાં કવિકર્મ અંગેના તેના ખ્યાલનું સારગર્ભતત્ત્વ લગભગ આવી જાય છે; તેમાંય પહેલો લેખ તો એલિયટની કાવ્યવિચારણાને સમજવા માટે ચાવીરૂપ છે. જ્યોર્જ વોટ્સન તો તેને એલિયટના વિવેચનનું ‘બિનસત્તાવાર જાહેરનામું' (unofficial manifesto) કહીને ઓળખાવે છે. એ કારણે અહીં પણ મહદ્ અંશે ઉક્ત લેખને કેન્દ્રમાં રાખીને એલિયટના કાવ્યવિચારને તપાસવાનું વધુ વાજબી ગણાશે.

કવિકર્મનો વ્યાપક સંદર્ભમાં વિચાર કરી, આ આખીયે પ્રક્રિયાને, સૂક્ષ્મ પૃથક્કરણ દ્વારા, ઉકેલવાનો ઉક્ત લેખમાં પ્રયત્ન છે. લેખના પ્રથમ અંશમાં ‘પરંપરા’નું સ્વરૂપ અને કવિપ્રતિભા સાથેના સંબંધ અને તેની ઉપકારકતાની ચર્ચા ઝીણવટથી થઈ છે. ‘પરંપરા' સંજ્ઞા ટી.એસ. એલિયટની વિચારણામાં સૂત્રરૂપ છે. ‘ક્લાસિક' ધારાના આગ્રહી તરીકે ‘પરંપરા' પ્રત્યેનો સમાદર પણ સ્વાભાવિક છે. પરંતુ મુશ્કેલી અહીં જ છે. તત્કાલીન સાહિત્યવ્યવહારમાં ‘પરંપરા' સંજ્ઞાની આસપાસ રૂઢિસૂચક અધ્યાસ ઘાટો બની જવાને કારણે સંજ્ઞાનો મૂળ સંકેત અતિ ઝાંખો બનીને કુત્સા ને નિન્દાવાચક અર્થમાં પ્રયોજાતો હતો. એટલે, સૌ પ્રથમ તો તે ‘પરંપરા' શબ્દની આસપાસ ઊગી નીકળેલાં હીનતાસૂચક અધ્યાસોનાં જાળાંઝાંખરાં સાફ કરીને, સંજ્ઞાને તેના મૂળ અને સાચા અર્થપ્રકાશમાં મૂકે છે. તુચ્છાર્થવાચક અર્થ સામે નિશાન સાધીને તે કહે છે–પરંપરા એ કાંઈ પુરોગામી પેઢીના સર્જકોની સફળ રચનારીતિનું નમાલું કે અંધ અનુકરણ માત્ર નથી. આવી સ્થિતિચુસ્ત, જડ અને અવરુદ્ધ પરંપરાના સેવનનો તો તે સદંતર ઈન્કાર કરે છે. એટલું જ નહિ પણ એવી નિઃસત્ત્વ અને ઠાલીઠમ રટણરૂપ પરંપરા કરતાં તો નવીનતાને લાખ દરજ્જે આવકાર્ય માને છે; પરંપરા એ કેવળ વારસારૂપે મળતી સહજસિદ્ધ વસ્તુ નથી, જબરો પુરુષાર્થ માગી લે તેવો કષ્ટસાધ્ય પદાર્થ છે. પ્રતિભાવંત સર્જકોની નૂતન રચનાઓમાં આપણને દેખાતા અપૂર્વ અને વૈયક્તિક ગણી શકાય તેવા ઉન્મેષો હકીકતે તો સાહિત્યની સુદીર્ઘ જીવંત પરંપરામાંના સંચિત ઉન્મેષો જ હોય છે. કવિની રચનાનો સૌથી ઉત્તમ અંશ -જેને પુરોગામી કવિઓના સિદ્ધ અંશ કરતાં નોખો તરી આવતો ને નવકવિની પ્રતિભાનો જ વૈયક્તિક અંશ ગણીને આપણે ઓવારણાં લેવા માંડીએ છીએ તે તો તેની પ્રતિભામાં પ્રચ્છન્નરૂપે રહેલી યત્નસિદ્ધ દુર્લભ પરંપરાના અંશનો જ નિદર્શક છે! ને આ કારણે જ ઘુતિમંત પરંપરા ‘વિશેષ વ્યાપક મહત્ત્વની વસત' એલિયટને લાગે છે.

પરંપરામાં સૌથી અગત્યનું તત્ત્વ છે ઇતિહાસદૃષ્ટિ (historical sense) આ ઇતિહાસદૃષ્ટિ વિશેનો ટી.એસ.એલિયટનો ખ્યાલ પણ વિશિષ્ટ છે. ભૂતકાલીન સ્થૂળ વિગતોની માહિતીપૂર્ણ સૂઝ જ તેમાં અભિપ્રેત નથી, પણ કાલાતીતતા અને તત્કાલીનતાની સહોપસ્થિતિ તથા અનુબંધ અપેક્ષિત છે. વર્તમાન કાળપ્રવાહના ‘ભૂત'રૂપ અંશને પણ વર્તમાનના પ્રકાશથી અજવાળીને પામવાનું એમાં ઇષ્ટ છે. એટલે જ એ નોંધે છે કે ઇતિહાસદષ્ટિ ‘ભૂતકાળની માત્ર ભૂતકાલીનતા જ નહિ, તેની સાંપ્રતતા પણ જુએ છે.' આમ ઇતિહાસદૃષ્ટિને પ્રતાપે, પરંપરા ખંડ-દેશકાળની અધૂરીપધૂરી છબિ માત્ર નહિ પરંતુ સમગ્ર સાહિત્યની અખંડ અને અનવરત વ્યવસ્થાના સાતત્યનો અર્થ જાળવે છે. નવી રચના, પોતાની સ્વકીયતા જાળવીને, આ સમગ્ર વ્યવસ્થાને આગે બઢાવવાનું કામ કરે છે. પરંપરાના પ્રાણરૂપ એવી આ ઇતિહાસદૃષ્ટિ ગતકાલીન કવિઓ (dead poets)ની સમૃદ્ધ રચનાઓના પરિપ્રેક્ષ્યમાં વર્તમાન રચનાનું મૂલ્ય સમજાવે છે. આમ પરંપરાથી વર્તમાન દોરાય છે, પણ એટલું જ પૂરતું નથી. એલિયટ તો નોંધે છે કે “જેમ વર્તમાન ભૂતકાળથી દોરાય છે, તેમ જ ભૂતકાળ પણ વર્તમાનને કારણે પરિવર્તન પામે છે."
પરંપરામાં સૌથી અગત્યનું તત્ત્વ છે ઇતિહાસદૃષ્ટિ (historical sense) આ ઇતિહાસદૃષ્ટિ વિશેનો ટી.એસ.એલિયટનો ખ્યાલ પણ વિશિષ્ટ છે. ભૂતકાલીન સ્થૂળ વિગતોની માહિતીપૂર્ણ સૂઝ જ તેમાં અભિપ્રેત નથી, પણ કાલાતીતતા અને તત્કાલીનતાની સહોપસ્થિતિ તથા અનુબંધ અપેક્ષિત છે. વર્તમાન કાળપ્રવાહના ‘ભૂત'રૂપ અંશને પણ વર્તમાનના પ્રકાશથી અજવાળીને પામવાનું એમાં ઇષ્ટ છે. એટલે જ એ નોંધે છે કે ઇતિહાસદષ્ટિ ‘ભૂતકાળની માત્ર ભૂતકાલીનતા જ નહિ, તેની સાંપ્રતતા પણ જુએ છે.' આમ ઇતિહાસદૃષ્ટિને પ્રતાપે, પરંપરા ખંડ-દેશકાળની અધૂરીપધૂરી છબિ માત્ર નહિ પરંતુ સમગ્ર સાહિત્યની અખંડ અને અનવરત વ્યવસ્થાના સાતત્યનો અર્થ જાળવે છે. નવી રચના, પોતાની સ્વકીયતા જાળવીને, આ સમગ્ર વ્યવસ્થાને આગે બઢાવવાનું કામ કરે છે. પરંપરાના પ્રાણરૂપ એવી આ ઇતિહાસદૃષ્ટિ ગતકાલીન કવિઓ (dead poets)ની સમૃદ્ધ રચનાઓના પરિપ્રેક્ષ્યમાં વર્તમાન રચનાનું મૂલ્ય સમજાવે છે. આમ પરંપરાથી વર્તમાન દોરાય છે, પણ એટલું જ પૂરતું નથી. એલિયટ તો નોંધે છે કે “જેમ વર્તમાન ભૂતકાળથી દોરાય છે, તેમ જ ભૂતકાળ પણ વર્તમાનને કારણે પરિવર્તન પામે છે.
આ સ્થિતિમાં કળાકારના સામર્થ્યનું પરંપરાથી વિભક્ત એવું કશું મહત્ત્વ નથી. પરંપરા સાથેનું તેનું અનુસંધાન એ જ તેનું મૂલ્ય છે. નવા કવિ કે કળાકારની રચનામાં અવબોધ કે રસવિવેક માટે, પરંપરાસ્થિત સમર્થ કવિ કે કળાકારની સાથે તેને સરખાવીને કે વિરોધાવીને માર્ગ કાઢવાનું જ મુનાસબ છે. આમ જેમ નવો કવિ કે કળાકાર પરંપરાથી અભિભૂત થાય છે, તેમ પરંપરાનો પ્રવાહ પણ નૂતન રચનાથી અભિસિકત થાય છે. એટલે કે ગતકાલીન સર્જકો નવા સર્જકોનાં સર્જનોનો તોલ કરવામાં સહાયરૂપ બને છે તેમ વર્તમાન સર્જકો ગતકાલીન કવિ-કળાકારોના વિવેકમાં પણ સહાયરૂપ નીવડે છે; એટલે ભૂતકાળ અને વર્તમાન પરસ્પરાનુસંધાન કેળવીને એક જીવંત પરંપરાનો ખ્યાલ રચે છે. ગતિશીલ અને સચેતન એવી આ પરંપરા કવિપ્રતિભાનો અનુસ્યૂત અંશ બની રહે છે.

પરંપરા અને સર્જકપ્રતિભાના અવિનાભાવી સંબંધનું એ વિશેષ વિવરણ કરે છે. પરંપરાના અંગરૂપ ભૂતકાળનું દ્રવ્ય કાવ્યસર્જનમાં કઈ રીતે પ્રયોજાતું હોય છે? એલિયટ નોંધે છે કે કોઈ પણ સર્જક ભૂતકાળને આખા ને આખા ઘાટમાં તો સ્વીકારી શકે નહિ, તેમ જ તેમાંના અમુક વિશેષ યુગને પણ પસંદ કરી શકે નહિ. સર્જક ભૂતકાળને હકીકતો કે માહિતીના કેવળ ગઠ્ઠા કે લોંદા તરીકે ન લઈ શકે, તેમ પોતાને અંગત રીતે પ્રિય એવાં એક બે ભૂતકાલીન વલણો પરથી સર્ગશક્તિને વાવરી શકે નહિ; કે પસંદગીના કેવળ એક જ યુગમાંથી બધું મેળવી શકે નહિ, પરંતુ કવિતા અને કળાના મુખ્ય પ્રવાહથી અત્યંત સભાન રહી તેનું અભિજ્ઞાન પ્રાપ્ત કર્યે રાખવું તેમાં જ પરંપરાનુંસંધાનની સાર્થકતા છે. આ કારણે જ એ ઇતિહાસદૃષ્ટિ સાથે ઇતિહાસજ્ઞાનને પણ કવિપ્રતિભાનો અનિવાર્ય અંશ માને છે. આ ઇતિહાસજ્ઞાન વિદ્વત્તાના ભાગરૂપ પણ હોય, પરંતુ પોથી પંડિતાઈનો ભારેખમ બોજ પ્રતિભામાં ન વરતાવો જોઈએ. પરંપરાના સતત વહેતા પ્રવાહમાંથી પ્રગટતા પ્રમુખ અંશોને આત્મસાત્ કરવામાં જ વિદ્વત્તાનું સાર્થક્ય છે.

Navigation menu