23,710
edits
(+૧) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|(4) સર્જક વિશેષ અભ્યાસ<br>(૧) દયારામની ઊર્મિકવિતા:મધુરાભક્તિની ત્રિપરિમાણીય ગીતસૃષ્ટિ}} | {{Heading|(4) સર્જક વિશેષ અભ્યાસ<br>(૧) દયારામની ઊર્મિકવિતા:મધુરાભક્તિની ત્રિપરિમાણીય ગીતસૃષ્ટિ}} | ||
{{ | |||
{{Poem2Open}} | |||
આપણી મધ્યકાલીન કવિતાનો અતિવ્યાપક પ્રદેશ ભક્તિ-અધ્યાત્મનાં વિધવિધ ભાવસંવેદનોને ઉપસેવે છે. છેક નરસિંહથી દયારામપર્યન્તના, લગભગ ચારેક સૈકાના કવિઓ, મહદંશે, કવિતાને સાધ્ય નહિ; સાધન, યાને પોતપોતાની ઈશ્વરીયસંવેદનાને વ્યક્ત કરવાનું પદ્યમાધ્યમ લેખીને વિચરતા રહ્યા છે. ઉત્તર ભારતની મોટા ભાગની પ્રાદેશિક ભાષાઓ અને સાહિત્યના આરંભકાળે પ્રવર્તતી ઐતિહાસિક પરિસ્થિતિ ને સાંસ્કૃતિક સંઘટનાનો સંદર્ભ ધ્યાનમાં લેતાં, પ્રજાસમુદાયની અધ્યાત્મતૃષાને આછીપાતળી છિપાવવાનો એ જ એક માત્ર ભાષિકમાર્ગ હતો. | |||
દેશકાળના એ ઐતિહાસિક તબક્કે, ધર્મ-અધ્યાત્મને ક્ષેત્રે નિર્ગુણ-નિરાકારની જ્ઞાનાત્મક ઉપાસનાને મુકાબલે, સગુણસાકારની ભક્ત્યાત્મક ઉપાસનાને વધારે ઝીલી. એમાંયે કૃષ્ણભક્તિના વિવિધ આવિષ્કારોમાં વાત્સલ્ય અને માધુર્યથી રંગાયેલી પ્રેમલક્ષણાનો ઘાટો ને ઘેરો સૂર અળગો તરી આવે છે. કૃષ્ણભક્તિનું કાવ્યનિરૂપણ, જો કે, નરસિંહથી વ્યાપક પટ ધારણ કરતું રહ્યું છે. ગુજરાતી કવિતાના પ્રગટ પ્રભાવની એ પળે, નરસિંહની સર્જકપ્રતિભાના રસસ્પર્શ થકી કૃષ્ણકવિતાની અનેકમુખી શબ્દધારા ફૂટી; મીરાંની કવિતાનું તો સારસર્વસ્વ કૃષ્ણપ્રીતિની સઘનતા ને સ-રસતામાં સમાયું છે. આ આરંભકાલીન કૃષ્ણકવિતામાં અનુભૂતિ અને અભિવ્યક્તિનું જે ધીંગાપણું પ્રતીત થાય છે, એનું પોત અનુકાલીન કવિતામાં ભલે પાતળું પડતું જણાય; પરંતુ, ભાલણ, કેશવદાસ, શ્રીધર, ભીમ, પ્રેમાનંદ અને રાજે સુધીની કવિપરંપરામાં કૃષ્ણપ્રીતિનો ભાવસ્પંદ ક્યાંક ધીંગો તો ક્યાંક ધીરો ધબકતો તો રહ્યા જ કર્યો છે. મધ્યકાળના સમાપન ટાણે, પુનઃ દયારામની કવિતા, શૃંગારના સંચારીઓની અવનવી મુદ્રાઓ ઉપસાવતી કૃષ્ણભક્તિના ઉદ્રેકપૂર્ણ રસોત્સવને, જાણે કે, આંબે છે. | દેશકાળના એ ઐતિહાસિક તબક્કે, ધર્મ-અધ્યાત્મને ક્ષેત્રે નિર્ગુણ-નિરાકારની જ્ઞાનાત્મક ઉપાસનાને મુકાબલે, સગુણસાકારની ભક્ત્યાત્મક ઉપાસનાને વધારે ઝીલી. એમાંયે કૃષ્ણભક્તિના વિવિધ આવિષ્કારોમાં વાત્સલ્ય અને માધુર્યથી રંગાયેલી પ્રેમલક્ષણાનો ઘાટો ને ઘેરો સૂર અળગો તરી આવે છે. કૃષ્ણભક્તિનું કાવ્યનિરૂપણ, જો કે, નરસિંહથી વ્યાપક પટ ધારણ કરતું રહ્યું છે. ગુજરાતી કવિતાના પ્રગટ પ્રભાવની એ પળે, નરસિંહની સર્જકપ્રતિભાના રસસ્પર્શ થકી કૃષ્ણકવિતાની અનેકમુખી શબ્દધારા ફૂટી; મીરાંની કવિતાનું તો સારસર્વસ્વ કૃષ્ણપ્રીતિની સઘનતા ને સ-રસતામાં સમાયું છે. આ આરંભકાલીન કૃષ્ણકવિતામાં અનુભૂતિ અને અભિવ્યક્તિનું જે ધીંગાપણું પ્રતીત થાય છે, એનું પોત અનુકાલીન કવિતામાં ભલે પાતળું પડતું જણાય; પરંતુ, ભાલણ, કેશવદાસ, શ્રીધર, ભીમ, પ્રેમાનંદ અને રાજે સુધીની કવિપરંપરામાં કૃષ્ણપ્રીતિનો ભાવસ્પંદ ક્યાંક ધીંગો તો ક્યાંક ધીરો ધબકતો તો રહ્યા જ કર્યો છે. મધ્યકાળના સમાપન ટાણે, પુનઃ દયારામની કવિતા, શૃંગારના સંચારીઓની અવનવી મુદ્રાઓ ઉપસાવતી કૃષ્ણભક્તિના ઉદ્રેકપૂર્ણ રસોત્સવને, જાણે કે, આંબે છે. | ||
દયારામ પૂર્વેની કૃષ્ણકવિતામાં પ્રેમલક્ષણા, સંપ્રદાયવ્યતિરિક્ત સ્તરે નિરૂપણ પામતી રહી છે. જો કે, નરસિંહ-મીરાંના પ્રાય: ઉત્તરકાળમાં કૃષ્ણભક્તિને અંગીકારતી સાંપ્રદાયિક પ્રેમલક્ષણાનો આવિર્ભાવ તો થઈ ચૂક્યો હતો. તે પછીના તરતના અરસામાં, ચૈતન્યની ગૌડીય અને વલ્લભની પુષ્ટિસંપ્રદાયની ધારાઓ અસ્તિત્વમાં આવી. આ બંને પૈકી, પુષ્ટિ સંપ્રદાયનો વ્યાપક પ્રભાવ વલ્લભાચાર્ય, વિઠલનાથજી, ગોકુલનાથજી, હરિરાય મહાપ્રભુના ઘનિષ્ઠ ગુજરાતસંપર્કને કારણે પથરાતો રહ્યો. પરંતુ દયારામ પૂર્વેના કવિઓ ૫ર કૃષ્ણભક્તિનો આ સાંપ્રદાયિક પ્રભાવ વરતાતો નથી. એ કવિઓની ભક્તિપરક રચનાઓમાં તો પૌરાણિક કૃષ્ણભક્તિ ઘૂંટાતી રહી છે. પુષ્ટિસંપ્રદાયના ગુજરાતપ્રવેશના અરસામાં જ ગોપાલદાસે ‘વલ્લભાખ્યાન’(‘નવાખ્યાન’)ની રચના કરી છે. સંપ્રદાયના સત્સંગક્રમમાં એ કૃતિનો જબરો મહિમા પણ અદ્યપર્યન્ત જળવાઈ રહ્યો છે; પરંતુ કાવ્યત્વના પાંખાપણાને લીધે એનું ઊંચું રસમૂલ્ય તો ન થપાયું, આગળ જતાં, થોડા બીજા કવિઓ પાસેથી પણ સંપ્રદાયના વિચાર/ ઉપચારની ઓછીઅદકી છાંટ ધરાવતી કૃતિઓ મળી. 'અષ્ટછાપ'માં ગણના પામતા કૃષ્ણદાસ જેવા ગુજરાતીભાષી કવિની વ્રજભાષી કૃતિઓને કીર્તનસેવામાં મોભાદાર સ્થાન મળ્યું; પણ એમનાં થોડાંક ગુજરાતી પદો કાંઈ કાવ્યત્વની ઊંચી માત્રા દાખવતાં નથી. એટલે દયારામની પૂર્વે, નાનામોટા કેટલા યે પ્રતિબદ્ધ રચનાકારોએ ભાવુકતાથી પ્રેરિત પદ્યકૃતિઓ તો અઢળક આપી; પણ સંપ્રદાયદીક્ષિત કવિઓમાં, કાવ્યસિદ્ધિની પ્રચુરતા અને પ્રભાવકતા – બંને દૃષ્ટિએ તો દયારામ અનન્ય વૈષ્ણવકવિ તરીકેનો દરજ્જો ધરાવે છે. એમની કવિતા ઊગી—ને ઊઝરી છે ચુસ્ત સાંપ્રદાયિક પરિસરમાં; એટલે, સંપ્રદાયની દાર્શનિક પીઠિકા અને પરિપાટીને અધીન રહેવાનું તો એમાં સ્વાભાવિક ગણાય. વળી, એમની રચનાઓમાં સિદ્ધાંતનિરૂપક લાંબી કૃતિઓ અને વર્ણનાત્મક/ કથનાત્મક ઢબની આખ્યાન-કૃતિઓ, સંવાદકાવ્યોની સંખ્યા મોટી છે. આમ છતાં 'ગરબી' અને 'પદ' સંજ્ઞા તળે સમાતાં નર્તન-ગાન સહોપલક્ષી ઊર્મિગીતો, એમાંના આકર્ષક કાવ્યગુણને કારણે સૌથી વિશેષ ધ્યાનાર્હ છે. સંપ્રદાયની પરંપરા તો, બધે બને છે તેમ, એનાં લાખે લેખાં મૂકે છે. પરંતુ, ગાળીચાળીને ગણીએ તો યે આવાં ઊર્મિકાવ્યોનો આંક, છસોને આળેગાળે તો પૂગે જ છે. આમાંની મોટા ભાગની રચનાઓનું કેન્દ્રીય ભાવસૂત્ર તો કૃષ્ણપ્રીતિનું માદક ને મનોહર માધુર્ય રહ્યું છે, તો થોડીક રચનાઓ મનપ્રબોધ, ભક્તિમહિમા, વ્રજમાધુરી, કૃષ્ણભક્તિની પુષ્ટિમાર્ગીય અનન્યતા, વૈષ્ણવજનની વ્યક્તિમુદ્રા ને દીનતા, આશ્રયદૃઢતાના ભાવોને વ્યક્ત કરે છે. | દયારામ પૂર્વેની કૃષ્ણકવિતામાં પ્રેમલક્ષણા, સંપ્રદાયવ્યતિરિક્ત સ્તરે નિરૂપણ પામતી રહી છે. જો કે, નરસિંહ-મીરાંના પ્રાય: ઉત્તરકાળમાં કૃષ્ણભક્તિને અંગીકારતી સાંપ્રદાયિક પ્રેમલક્ષણાનો આવિર્ભાવ તો થઈ ચૂક્યો હતો. તે પછીના તરતના અરસામાં, ચૈતન્યની ગૌડીય અને વલ્લભની પુષ્ટિસંપ્રદાયની ધારાઓ અસ્તિત્વમાં આવી. આ બંને પૈકી, પુષ્ટિ સંપ્રદાયનો વ્યાપક પ્રભાવ વલ્લભાચાર્ય, વિઠલનાથજી, ગોકુલનાથજી, હરિરાય મહાપ્રભુના ઘનિષ્ઠ ગુજરાતસંપર્કને કારણે પથરાતો રહ્યો. પરંતુ દયારામ પૂર્વેના કવિઓ ૫ર કૃષ્ણભક્તિનો આ સાંપ્રદાયિક પ્રભાવ વરતાતો નથી. એ કવિઓની ભક્તિપરક રચનાઓમાં તો પૌરાણિક કૃષ્ણભક્તિ ઘૂંટાતી રહી છે. પુષ્ટિસંપ્રદાયના ગુજરાતપ્રવેશના અરસામાં જ ગોપાલદાસે ‘વલ્લભાખ્યાન’(‘નવાખ્યાન’)ની રચના કરી છે. સંપ્રદાયના સત્સંગક્રમમાં એ કૃતિનો જબરો મહિમા પણ અદ્યપર્યન્ત જળવાઈ રહ્યો છે; પરંતુ કાવ્યત્વના પાંખાપણાને લીધે એનું ઊંચું રસમૂલ્ય તો ન થપાયું, આગળ જતાં, થોડા બીજા કવિઓ પાસેથી પણ સંપ્રદાયના વિચાર/ ઉપચારની ઓછીઅદકી છાંટ ધરાવતી કૃતિઓ મળી. 'અષ્ટછાપ'માં ગણના પામતા કૃષ્ણદાસ જેવા ગુજરાતીભાષી કવિની વ્રજભાષી કૃતિઓને કીર્તનસેવામાં મોભાદાર સ્થાન મળ્યું; પણ એમનાં થોડાંક ગુજરાતી પદો કાંઈ કાવ્યત્વની ઊંચી માત્રા દાખવતાં નથી. એટલે દયારામની પૂર્વે, નાનામોટા કેટલા યે પ્રતિબદ્ધ રચનાકારોએ ભાવુકતાથી પ્રેરિત પદ્યકૃતિઓ તો અઢળક આપી; પણ સંપ્રદાયદીક્ષિત કવિઓમાં, કાવ્યસિદ્ધિની પ્રચુરતા અને પ્રભાવકતા – બંને દૃષ્ટિએ તો દયારામ અનન્ય વૈષ્ણવકવિ તરીકેનો દરજ્જો ધરાવે છે. એમની કવિતા ઊગી—ને ઊઝરી છે ચુસ્ત સાંપ્રદાયિક પરિસરમાં; એટલે, સંપ્રદાયની દાર્શનિક પીઠિકા અને પરિપાટીને અધીન રહેવાનું તો એમાં સ્વાભાવિક ગણાય. વળી, એમની રચનાઓમાં સિદ્ધાંતનિરૂપક લાંબી કૃતિઓ અને વર્ણનાત્મક/ કથનાત્મક ઢબની આખ્યાન-કૃતિઓ, સંવાદકાવ્યોની સંખ્યા મોટી છે. આમ છતાં 'ગરબી' અને 'પદ' સંજ્ઞા તળે સમાતાં નર્તન-ગાન સહોપલક્ષી ઊર્મિગીતો, એમાંના આકર્ષક કાવ્યગુણને કારણે સૌથી વિશેષ ધ્યાનાર્હ છે. સંપ્રદાયની પરંપરા તો, બધે બને છે તેમ, એનાં લાખે લેખાં મૂકે છે. પરંતુ, ગાળીચાળીને ગણીએ તો યે આવાં ઊર્મિકાવ્યોનો આંક, છસોને આળેગાળે તો પૂગે જ છે. આમાંની મોટા ભાગની રચનાઓનું કેન્દ્રીય ભાવસૂત્ર તો કૃષ્ણપ્રીતિનું માદક ને મનોહર માધુર્ય રહ્યું છે, તો થોડીક રચનાઓ મનપ્રબોધ, ભક્તિમહિમા, વ્રજમાધુરી, કૃષ્ણભક્તિની પુષ્ટિમાર્ગીય અનન્યતા, વૈષ્ણવજનની વ્યક્તિમુદ્રા ને દીનતા, આશ્રયદૃઢતાના ભાવોને વ્યક્ત કરે છે. | ||
દયારામની સમગ્ર કવિતાનું સાદ્યંત સંચારકબળ છે વલ્લભોપદિષ્ટ કૃષ્ણસેવા. આ ભક્તિમાર્ગીય સેવાપ્રકારને ઉપલક્ષતી એમની કવિતાને મુખ્યત્વે ત્રણેક વર્ગમાં વિચારી શકાય. 'રસિકવલ્લભ', 'ભક્તિપોષણ', 'પુષ્ટિપથરહસ્ય' જેવી સિદ્ધાંત વિચારણાનું પદ્યનિરૂપણ કરતી પ્રસ્તારી કૃતિઓ; કૃષ્ણસંબંદ્ધ પૌરાણિક ચરિત્રોના વાર્તાત્મક તંતુને સહારે બંધાતી, કથન/વર્ણનના કાંઠાઓ વચ્ચે મહાલતી આખ્યાનાત્મક કૃતિઓ; ને સેવ્ય રાધાપતિ કૃષ્ણના લીલાવિલાસનાં લલિતમધુર ભાવબિંબોને અનેકધા ચિત્રાયિત કરી આપતી ઊર્મિગીતસદેશ પદરચનાઓ. સાંપ્રદાયિક સિદ્ધાંતવિચારને સંવાદાત્મકરૂપે વા વર્ણનાત્મક ઢબે ઉતારતી દીર્ઘકૃતિઓ પાછળનો મકસદ કાવ્યનિરૂપણનો નહિ, પણ સંપ્રદાયોપચારને લગતા આચાર/વિચારની રજૂઆતનો છે. એટલે એમાં કવિપણાના પ્રકાશનને ઝાઝો અવકાશ જ ન હોય. આખ્યાન જાતિની પરલક્ષી કવિતા પ્રેમાનંદ સુધીમાં એટલી ઊંચાઈને પામી ગઈ હતી કે દયારામ જેવા સર્ગપ્રકૃતિએ આત્મલક્ષી અનુકાલીન માટે તો, બાહ્ય માળખાંને અનુસરવાનો દાખડો કરવા સિવાય, વિશેષ રિદ્ધિની આશા જ કેવી ? એટલે આ બંને પ્રકારની પદ્યરચનાઓની બહુલતા હોવા છતાં, દયારામનો કવિયશ તો કૃષ્ણપ્રીતિના બહુપરિમાણીય પરિસ્પંદને, ગાન-નર્તનની સાપેક્ષતા સાચવીને ટૂંકા ફલકમાં અવતારતી ઊર્મિકવિતા પર નિર્ભર છે. આપણા સાહિત્યિક ઇતિહાસોમાં, ખાસ કરીને મધ્યકાળની બાબતમાં, વિશિષ્ટ કવિતાઢબ કે પ્રકારમાં, ઊંચા સર્ગકૌશલ્યને જોરે, મબલખ યશ રળનારા કવિઓની ઓળખ તે પ્રકાર / ઢબના પરાક્રમી - કે પર્યાય - રૂપે થાપી આપવાની રસમ હતી. નરસિંહનાં પ્રભાતિયાં, અખા /શામળના છપ્પા, પ્રેમાનંદનાં આખ્યાનો, ધીરાની કાફી, ભોજાના ચાબખાની જે રીતે કવિઓળખ થપાણી તે રીતે, દયારામને એની ગરબી થકી વિશિષ્ટ શાખ સાંપડી. | દયારામની સમગ્ર કવિતાનું સાદ્યંત સંચારકબળ છે વલ્લભોપદિષ્ટ કૃષ્ણસેવા. આ ભક્તિમાર્ગીય સેવાપ્રકારને ઉપલક્ષતી એમની કવિતાને મુખ્યત્વે ત્રણેક વર્ગમાં વિચારી શકાય. 'રસિકવલ્લભ', 'ભક્તિપોષણ', 'પુષ્ટિપથરહસ્ય' જેવી સિદ્ધાંત વિચારણાનું પદ્યનિરૂપણ કરતી પ્રસ્તારી કૃતિઓ; કૃષ્ણસંબંદ્ધ પૌરાણિક ચરિત્રોના વાર્તાત્મક તંતુને સહારે બંધાતી, કથન/વર્ણનના કાંઠાઓ વચ્ચે મહાલતી આખ્યાનાત્મક કૃતિઓ; ને સેવ્ય રાધાપતિ કૃષ્ણના લીલાવિલાસનાં લલિતમધુર ભાવબિંબોને અનેકધા ચિત્રાયિત કરી આપતી ઊર્મિગીતસદેશ પદરચનાઓ. સાંપ્રદાયિક સિદ્ધાંતવિચારને સંવાદાત્મકરૂપે વા વર્ણનાત્મક ઢબે ઉતારતી દીર્ઘકૃતિઓ પાછળનો મકસદ કાવ્યનિરૂપણનો નહિ, પણ સંપ્રદાયોપચારને લગતા આચાર/વિચારની રજૂઆતનો છે. એટલે એમાં કવિપણાના પ્રકાશનને ઝાઝો અવકાશ જ ન હોય. આખ્યાન જાતિની પરલક્ષી કવિતા પ્રેમાનંદ સુધીમાં એટલી ઊંચાઈને પામી ગઈ હતી કે દયારામ જેવા સર્ગપ્રકૃતિએ આત્મલક્ષી અનુકાલીન માટે તો, બાહ્ય માળખાંને અનુસરવાનો દાખડો કરવા સિવાય, વિશેષ રિદ્ધિની આશા જ કેવી ? એટલે આ બંને પ્રકારની પદ્યરચનાઓની બહુલતા હોવા છતાં, દયારામનો કવિયશ તો કૃષ્ણપ્રીતિના બહુપરિમાણીય પરિસ્પંદને, ગાન-નર્તનની સાપેક્ષતા સાચવીને ટૂંકા ફલકમાં અવતારતી ઊર્મિકવિતા પર નિર્ભર છે. આપણા સાહિત્યિક ઇતિહાસોમાં, ખાસ કરીને મધ્યકાળની બાબતમાં, વિશિષ્ટ કવિતાઢબ કે પ્રકારમાં, ઊંચા સર્ગકૌશલ્યને જોરે, મબલખ યશ રળનારા કવિઓની ઓળખ તે પ્રકાર / ઢબના પરાક્રમી - કે પર્યાય - રૂપે થાપી આપવાની રસમ હતી. નરસિંહનાં પ્રભાતિયાં, અખા /શામળના છપ્પા, પ્રેમાનંદનાં આખ્યાનો, ધીરાની કાફી, ભોજાના ચાબખાની જે રીતે કવિઓળખ થપાણી તે રીતે, દયારામને એની ગરબી થકી વિશિષ્ટ શાખ સાંપડી. | ||
{{Poem2Close}} | |||
{{center|૨}} | {{center|૨}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||