23,710
edits
No edit summary |
(+1) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|ઘણાં વર્ષોથી}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
ઘણાં વર્ષોથી મેં નીરખી ન હતી સીમ સઘળી | |||
વિચારીઃ બુઢાપો લઈ નજરુંની સેર કરીને | |||
હતો ઊઠેલો હું ઘરથી અમથો ખેતર જવા... | |||
પરોણાંના ટેકે શરીર વળી હૈયું પવનમાં | |||
મૂકી ન્હોતું... ચર્ણો બળદનું લઈ જોમ ઊપડી | |||
હતા એવા દોડ્યા ઘમઘમ થતા, પાદર સુધી... | |||
જતાં હાંફી બેસું ત્યહીં વડ પરેથી ઊતરી કો, | |||
ભરાયું શ્વાસે ને ફગફગ થતું લોહી ઊછળ્યુું. | |||
ઊડી ગિલ્લીઃ ફૂટે કૂપ-તટ પરે બેડુંઃ વીરના | |||
દહેરે ખાપોના રથ વળી ઘણાં ઢીંગલીઘર | |||
થતાં બેઠાંઃ નાવા ધણ ઊછળતું જાય નદીમાં. | |||
અને વ્હેલેથી કો રૂપની મદિલી મ્હેક ઊડતી... | |||
‘ચલો દાદા ઊઠો ઘર’ પકડી કોઈ લઈ જતું | |||
મને; ને આંખે તો છલકઈ રહે પાદર... | |||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> | ||