સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - રમણભાઈ નીલકંઠ/વૃત્તિમય ભાવાભાસ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 23: Line 23:
આનું ઉદાહરણ રસ્કિને આપ્યું છે તેનું ભાષાન્તર નીચે પ્રમાણે થઈ શકે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>“ક્રોકસ પુષ્પ ઉડાઉ, કોશમાંહિથિ ફૂટિયું,  
{{Block center|'''<poem>“ક્રોકસ પુષ્પ ઉડાઉ, કોશમાંહિથિ ફૂટિયું,  
નગ્ન ને ચળકંતું જે હેમ પ્યાલો ધરી રહ્યું.”</poem>}}
નગ્ન ને ચળકંતું જે હેમ પ્યાલો ધરી રહ્યું.”</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અથવા તો લાગણીઓની ઉશ્કેરાયેલી હાલતથી તે આભાસ ઉત્પન્ન થયેલો હોય છે અને એવી ઉશ્કેરાયેલી હાલતમાં સમયે આપણે થોડાગણા વિવેકહીન થયા હોઈએ છીએ.

Line 41: Line 41:
મોજાંનું ઉદાહરણ ચાલુ રાખીશું. એક લેખક જેના નામનું મને સ્મરણ નથી તેણે વર્ણવ્યું છે કે નિરાશામાં આવેલા એક મનુષ્યને એવી ઇચ્છા થઈ કે પોતાનું શરીર સમુદ્રમાં ફેંકી દેવામાં આવે,  

{{Block center|<poem>“જ્યાં ઊર્મિરાશિ બદલાય શીઘ્ર,
{{Block center|'''<poem>“જ્યાં ઊર્મિરાશિ બદલાય શીઘ્ર,
ને ફીણ આવે પછિ ચાલ્યું જાય;
ને ફીણ આવે પછિ ચાલ્યું જાય;
હું ક્યાં પડ્યો તે પુછનારિ આંખો,
હું ક્યાં પડ્યો તે પુછનારિ આંખો,
એવે સમુદ્રે ઉપહાસ પામે.”</poem>}}  
એવે સમુદ્રે ઉપહાસ પામે.”</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
આ પદ્યનું વિસ્તારથી વિવેચન કરી રસ્કિન દર્શાવે છે કે આ પદ્યમાંની પહેલી બે લીટીઓમાં રહેલી કલ્પનામાં સર્વથા સત્યતા રહેલી છે.

Line 58: Line 58:
આ ચર્ચાનો સારાંશ એ છે કે, પ્રબળ ચિત્તક્ષોભથી અસ્વસ્થ અને વિવશ થઈ જઈ તથા મનોરાગ ઉપર વિવેકશક્તિનો છેવટનો કાબૂ જાળવી રાખવાને અસમર્થ થઈ પડી જે કવિ પ્રકૃતિમાંના પદાર્થો ઉપર મનુષ્યહૃદયના ભાવનું આરોપણ કરે છે તે વૃત્તિમય ભાવાભાસની ભૂલમાં પડે છે, પોતાની વૃત્તિના પ્રબળથી તે એટલો અંજાઈ જાય છે કે જ્યાં તેવો ભાવ છે નહિ અને હોઈ શકે તેમ નથી ત્યાં તેવો ભાવ ચાલી રહેલો તે માની લે છે. આ મનોબળની ખામી છે અને તેટલે અંશે દૂષણ છે. કવિ પોતે આ ભૂલ ન કરે પણ પોતાના કોઈ પાત્ર પાસે કરાવે અને તે પાત્ર એ ભૂલ કરે એવું હોય તો જનસ્વભાવના ખરા ચિત્ર તરીકે એ વર્ણન દોષથી મુક્ત છે, પણ, તે પાત્રના મનની નિર્બળતા એ સ્થિતિમાં છે જ. મનની અસ્વસ્થતા તથા વિવશતાને લીધે આવો ભાવાભાસ થયો ન હોય અને માત્ર કવિતામાં ચાલતા સંપ્રદાય ખાતર અથવા અમુક જાતનું ચિત્ર ઊભું કરવા ખાતર કવિ સ્વસ્થ મને આવા ભાવાભાસ જોડી કહાડે તથા પ્રકૃતિના પદાર્થો ઉપર મનુષ્યચિત્તના ભાવનું આરોપણ કરે (અથવા પોતાના પાત્ર પાસે એવી કૃતિ કરાવે) ત્યાં આ કેવળ દંભ જ છે, ત્યાં એવા આભાસનો કંઈ બચાવ જ થઈ શકે તેમ નથી, અને રસ્કિન એવા લેખને છેક અધમ કહે છે. જ્યાં જ્યાં શોકનો કે ખેદનો પ્રસંગ આવે, પછી તે મહાપરાક્રમી વીરના કે મહાપરોપકારી ધર્માત્માના મરણનો શોક હોય, કે લેખકના ખાનગી મિત્રના મરણનો શોક હોય, કે ગામના કોઈ નહાના અમલદારની બદલીનો ખેદ હોય, ત્યાં દરેક વેળા સૂર્ય, ચંદ્ર, તારા, વૃક્ષ, સમુદ્ર, નદી, પર્વત, સરોવર, પશુ, પક્ષી સર્વને મંદાકૃતિ અને શોકમગ્ન કલ્પવાં; જ્યાં જ્યાં હર્ષનો કે આનંદનો પ્રસંગ આવે, પછી તે જુલમી પરરાજ્યના બંધનમાંથી છૂટનાર પ્રજાની સ્વતંત્રતાનો હર્ષ હોય કે, લેખકના આશ્રયદાતાને ઘેર પુત્રજન્મનો હર્ષ હોય, કે નિશાળમાં વહેંચાતાં ઇનામનો હર્ષ હોય, ત્યાં ત્યાં દરેક વેળા ઉપર કહેલાં સર્વને આનંદથી ઊછળતાં અને હર્ષ દર્શાવવા અનેક રીતે ઉત્કંઠિત થયેલાં કલ્પવાં; જ્યાં જ્યાં શૃંગારનો પ્રસંગ હોય ત્યાં ત્યાં નાયક નાયિકાના મેળાપના સ્થળની આસપાસનાં સકળ વૃક્ષ, લતા, તારા, નક્ષત્ર, પર્વત, મેઘ, સર્વને સ્ત્રીપુરુષના યુગ્મમાં ગોઠવાઈ જઈ કેલિ કરતાં કલ્પવાં; જ્યાં જ્યાં વૈરાગ્યનો પ્રસંગ હોય ત્યાં ત્યાં નાયકની આસપાસના સર્વ સૃષ્ટિપદાર્થોને ખાખ ચોળી વનવાસી થવા નીકળેલા અથવા સંન્યસ્ત લઈ ધ્યાનમગ્ન થઈ બેઠેલા કલ્પવા; આવા સંપ્રદાય ઊતરતી પંક્તિના કવિઓમાં સાધારણ છે અને તેમના કૃત્રિમ ભાવારોપણની અસત્યતા અરુચિ જ ઉત્પન્ન કરે છે. તે જ પ્રમાણે, જ્યાં નદીનું વર્ણન આવે ત્યાં તેને સમુદ્રરૂપ પતિને મળવા આતુર થઈ દોડતી કહેવી; જ્યાં બાગનું વર્ણન આવે ત્યાં પવનને પુષ્પોને ચૂમતો કહેવો; જ્યાં ચંદ્રપ્રકાશનું વર્ણન આવે ત્યાં સમુદ્રને પ્રેમથી પોતાના હૃદયમાં ચંદ્રને ધારણ કરતો કહેવો; આવા સંપ્રદાય ઘણાં વર્ણનોની કૃત્રિમતાનો ખરો ખુલાસો બતાવી આપે છે.

{{Block center|<poem> ‘પડિ સાંજ રવી નિરતેજ થયા,  
{{Block center|'''<poem> ‘પડિ સાંજ રવી નિરતેજ થયા,  
ફરિ શૂધ થવા દુર દેશ ગયા;  
ફરિ શૂધ થવા દુર દેશ ગયા;  
મુખ લાલ દિસે રવિરાય તણું,  
મુખ લાલ દિસે રવિરાય તણું,  
ઝટ જાય ધરી દિલ દુઃખ ઘણું.’
ઝટ જાય ધરી દિલ દુઃખ ઘણું.’
{{right|કાવ્યપ્રભાકર.}}</poem>}}
{{right|કાવ્યપ્રભાકર.}}</poem>'''}}
{{Block center|<poem> ‘આ બાગ જો સખિ અથાગ ફૂલેથિ ફૂલ્યો;  
{{Block center|'''<poem> ‘આ બાગ જો સખિ અથાગ ફૂલેથિ ફૂલ્યો;  
રે લાગ તે નફટ ફાગણનો ન ભૂલ્યો;  
રે લાગ તે નફટ ફાગણનો ન ભૂલ્યો;  
હું રૈ’ અભાગણ સુલાગ ન ભાગ આવ્યો,  
હું રૈ’ અભાગણ સુલાગ ન ભાગ આવ્યો,  
આવી વસંત રૂતુ, કંથ પરંતુ નાવ્યો.’
આવી વસંત રૂતુ, કંથ પરંતુ નાવ્યો.’
{{right|મનોરંજક પ્રતાપકાવ્ય.}}</poem>}}
{{right|મનોરંજક પ્રતાપકાવ્ય.}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સાયંકાળના રાતા રવિબિંબને દુઃખચિહ્ન કલ્પવાનો સંપ્રદાય છે અને ફાગણ માસને નફટ કલ્પવાનો સંપ્રદાય છે તે સિવાય આ વર્ણનોમાં આ ભાવારોપણનો કંઈ હેતુ નથી. અમુક પ્રસંગના નહિ પણ હંમેશ બનતા સૂર્યાસ્તમાં દુઃખની કલ્પના એ સમયને કેટલીક વાર દુઃખમય ગણવાની રૂઢિ ખાતર કરેલી હોય કે નિષ્કારણ કરેલી હોય પણ તે અસત્ય જ છે. તે જ પ્રમાણે પતિવિરહને પ્રસંગે સ્ત્રીને ફાગણ નફટ લાગવાનું કંઈ જ કારણ નથી.

Line 73: Line 73:
તેમ જ, અમુક જાતનું ચિત્ર ઊભું કરવા સારુ, અમુક વ્યક્તિનું અમુક પ્રકારનું વર્ણન આપવા સારુ, લેખક જ્યાં જાણી જોઈ આસપાસના પદાર્થો પર કૃત્રિમ ભાવારોપણ જોડી કહાડે છે ત્યાં પણ ભાવાભાસથી વિરસતા થાય છે.

{{Block center|<poem> ‘ચિન્તા શશામ સકલાપિ સરોરુહાણા–
{{Block center|'''<poem> ‘ચિન્તા શશામ સકલાપિ સરોરુહાણા–
મિન્દોશ્ચ બિમ્બમસમાં સુષમામયાસીત્‌
મિન્દોશ્ચ બિમ્બમસમાં સુષમામયાસીત્‌
અભ્યુદ્‌ગતઃ કલકલઃ કિલ કોકિલાનાં
અભ્યુદ્‌ગતઃ કલકલઃ કિલ કોકિલાનાં
પ્રાણપ્રિયે યદવધિ ત્વમિતો ગતાસિ ||’
પ્રાણપ્રિયે યદવધિ ત્વમિતો ગતાસિ ||’
{{right|ભામિનીવિલાસ}}</poem>}}
{{right|ભામિનીવિલાસ}}</poem>'''}}
{{Block center|<poem> ‘ચિન્તા બધી મટિ ગઈ કમલોનિ સાચે;  
{{Block center|'''<poem> ‘ચિન્તા બધી મટિ ગઈ કમલોનિ સાચે;  
ને ચન્દ્રબિમ્બ નવિ સુન્દરતા જ પામ્યું;
ને ચન્દ્રબિમ્બ નવિ સુન્દરતા જ પામ્યું;
આવ્યો બહાર વળિ કોકિલનાદ ઊંચો;  
આવ્યો બહાર વળિ કોકિલનાદ ઊંચો;  
તું જ્યારથી પ્રિયતમા! અહીંથી ગઈ છે.’  
તું જ્યારથી પ્રિયતમા! અહીંથી ગઈ છે.’  
{{right|ભામિનીવિલાસ.}}</poem>}}
{{right|ભામિનીવિલાસ.}}</poem>'''}}

{{Block center|<poem>‘લટકતો ગોલાબ એક હાથે ધરી,
{{Block center|'''<poem>‘લટકતો ગોલાબ એક હાથે ધરી,
ચાલતી તે ઝાડોમાં લેહકો કરી;  
ચાલતી તે ઝાડોમાં લેહકો કરી;  
ગાલો પર બેઠેલો હસતો રતાસ,
ગાલો પર બેઠેલો હસતો રતાસ,
Line 92: Line 92:
રડી નાખે તે દવનાં ટીપાંમાં જલ,
રડી નાખે તે દવનાં ટીપાંમાં જલ,
જે પાંદરીપર ગબડતાં પડે હેઠલ.’
જે પાંદરીપર ગબડતાં પડે હેઠલ.’
{{right|માહરી મજેહ.}}</poem>}}
{{right|માહરી મજેહ.}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ બન્ને પદ્યમાં કલ્પવાની કૃત્રિમતા બહુ દેખીતી છે. પ્રથમ પદ્યમાં, કવિની પ્રિય સ્ત્રીની સુન્દર આકૃતિ તથા સુન્દર કંઠથી ઝાંખાં થઈ ઈર્ષાને લીધે કમળો તથા ચન્દ્રબિમ્બ ચિન્તામાં હતાં અને કોયલોએ પોતાનો સ્વર નરમ કરી નાખ્યો હતો, અને હવે તે સ્ત્રીના મૃત્યુ પછી તે સર્વ પાછાં ઉલ્લાસમાં આવ્યાં છે, એમ કવિનું અંતઃકરણપૂર્વક માનવું નથી. માત્ર તે પ્રિય સ્ત્રીની ખૂબસૂરતી કમળની અને ચન્દ્રની કાન્તિથી વિશેષ હતી અને તેનો કંઠ કોકિલના સ્વરથી વિશેષ મનોહર હતો એટલું જ તે ભાવપૂર્ણ હૃદયથી માને છે. પ્રિય સ્ત્રીના લાવણ્યનું ચિત્ર તેના મૃત્યુની હકીકત સાથે આપવા સારુ જ એ પદાર્થો પર ભાવારોપણ તેણે જોડી કહાડ્યું છે. સ્ત્રીમરણના શોકપ્રસંગે પ્રકૃતિમાં આસપાસ ઉલ્લાસ પસરેલો દેખાય એવી કવિની ચિત્તસ્થિતિ થવાનું કંઈ કારણ નથી. બીજા પદ્યમાં પણ, ઉદ્દિષ્ટ સ્ત્રીના ગાલ પરની મનોહર રતાશ વર્ણવવા સારુ ગુલાબના ફૂલને લજવાતું, ગમીમાં નમી ગયેલું, દુઃખી થઈ ઝૂલી પડેલું અને દવનાં ટીપાં પાડી રડતું કલ્પ્યું છે તે સર્વે કૃત્રિમ છે. હાથમાં ગુલાબનું ફૂલ લટકતું રાખ્યું હોય તો તે જમીન તરફ નમેલું હોય જ અને તેના પરનાં દવનાં ટીપાં ખરી પડે જ. અને તેમ છતાં, ગુલાબના ફૂલ ઉપર ઈર્ષા, લજ્જા અને ખેદના ભાવનું આરોપણ કર્યું છે તે ફક્ત તે સ્ત્રીના ગાલનો રંગ ગુલાબ સરખો કહેવા સારુ જ કર્યું છે. અન્તરની લાગણીનું એ પરિણામ નથી તે ગુપ્ત નથી રહેતું. હાથમાં ફૂલ લઈ ઝાડની ઘટામાં ફરતી સ્ત્રીના સૌન્દર્યનું વર્ણન કરતાં લેખકને તે ફૂલ ખેદ પામેલું અને અશ્રુપાત કરતું દેખાય એ સ્વાભાવિક નથી.

Line 103: Line 103:
વળી, રા. મણિલાલ કહે છે કે ‘પ્રકૃતિના સત્યને વિરુદ્ધ એવો મનુષ્ય- લાગણીનો આરોપ જડ પદાર્થોને ન કરવાનો નિયમ સ્વીકારતાં કાવ્યનું કાવ્યત્વ ઘણે ભાગે અન્યથા થઈ જવાનો ભય રહે છે.’ પરંતુ આ ભય નિષ્કારણ છે. કવિતાની પરિસીમામાં જડ પદાર્થો ઉપર મનુષ્યલાગણીનો આરોપ કરવા સિવાય બીજો વિષય નથી એમ તો કોઈ કહેશે જ નહિ. પણ, આ આરોપ કલાવિધાનમાં ઉપયોગી છે એ જેટલે સુધી તે ક્ષંતવ્ય છે તેટલે સુધી તે વાપરવાં હરકત નથી. અર્થાત્‌ કવિ પોતે લાગણીથી દોરાઈ ઊંચી લાગણીવાળાં પાત્રો પાસે એ આરોપ કરાવે તો કલાવિધાનનું પ્રયોજન સર્વ રીતે સફળ થઈ શકે છે. મેઘદૂતમાં કાલિદાસે આ જ પ્રમાણે પ્રવૃત્તિ કરી છે. કાવ્યનો નાયક યક્ષ ઊંચી લાગણીવાળો અને રસિકતાવાળો છે. લાગણીથી વિહ્‌વલ થઈ તે પોતાની પ્રિયા પાસે લઈ જવાનો સંદેશો મેઘને કહી સંભળાવે છે, તે પહોંચાડવાની મેઘને વિનંતી કરે છે, અને પ્રકૃતિના પદાર્થો ઉપર મનુષ્યલાગણીના આરોપ કરે છે. પરંતુ, કવિની પોતાની સ્વસ્થતા ગઈ નથી. કવિએ પોતાની બુદ્ધિનો અને વિવેકશક્તિનો અંકુશ કાયમ રાખ્યો છે. કાવ્યના આરંભમાં જ કવિ કહે છે,

{{Block center|<poem> ‘ધૂમજ્યોતિઃ સલિલમરુતાં સંનિપાતઃ ક્વ મેઘઃ
{{Block center|'''<poem> ‘ધૂમજ્યોતિઃ સલિલમરુતાં સંનિપાતઃ ક્વ મેઘઃ
સંદેશાર્થાઃ ક્વ પટુકરણૈઃ પ્રાણિભિઃ પ્રાપણીયાઃ |

ઇત્યૌત્સુક્યાદપરિગણયન્‌ ગુહ્યકસ્તં યયાચે

Line 112: Line 112:
તે ક્યાં આ ક્યાં, ફરક ન ગણી, હોંસથી અભ્ર યાચે,  

કામે પીયા ક્યમજ સમજે, જીવ નિર્જીવ આ છે?’

{{right|(રા. ભીમરાવનું ભાષાન્તર)}}</poem>}}
{{right|(રા. ભીમરાવનું ભાષાન્તર)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચેતન અને અચેતનનો ભેદ કવિના ચિત્તમાંથી ખસી ગયો નથી, મનુષ્ય ચેતન છે, પ્રકૃતિ અચેતન જડ છે અને મનુષ્યના ભાવ જાણી શકે નહિ, એમ તે પોતે માને છે અને કહી બતાવે છે; પણ તે કહે છે કે ઔત્સુક્યને લીધે, લાગણીના પ્રબળને લીધે, યક્ષને એ ભેદની ગણના રહી નહિ. અને એવી અગણના જેનાથી થાય તેને કવિ પ્રકૃતિકૃપણ, નિર્બળ ચિત્તના, કહે છે. બુદ્ધિશક્તિનું આ નિયંત્રણ કવિએ કાવ્યના અંત સુધી જાળવ્યું છે. લાગણીથી વિવશ થયેલા યક્ષે મેઘ આગળ સંદેશો કહ્યો એટલું જ કવિતા કાવ્યનું વૃત્તાન્ત છે. તે સંદેશો મેઘ સમજ્યો અને મેઘે તે સંદેશો યક્ષની કાન્તાને પહોંચાડ્યો એમ કવિનું કહેવું છે જ નહિ. જેમને કવિ આ મહાશક્તિ સમજાઈ નથી તેમણે કાવ્યને છેડે એવી મતલબના ક્ષેપક ઉમેર્યા છે કે સંદેશો સાંભળી મેઘ અલકાપુરીમાં ગયો અને યક્ષની ગૃહિણીને સંદેશો તેણે કહી સંભળાવ્યો. કાલિદાસે આ કલ્પના નથી કરી, યક્ષની સ્થિતિથી પોતાની સ્થિતિ અલગ રાખી છે, યક્ષનું ભાવારોપણ પોતાના તરફનું નથી બતાવ્યું. યક્ષના મનની નિર્બળતાને માટે અનુકંપા દર્શાવી છે, એ તેના પરમ શ્રેષ્ઠ કવિત્વમાં રહેલો બુદ્ધિબળનો અંકુશ પ્રકટ કરે છે.

Line 119: Line 119:
આ સત્યવિમુખ ભાવારોપણ ન કરતાં બીજી જ રીતે પ્રકૃતિમાંથી કાવ્યત્વ ઉપજાવી શકાય છે તે મહાન કવિઓની કૃતિઓ બતાવી આપશે.
આ સત્યવિમુખ ભાવારોપણ ન કરતાં બીજી જ રીતે પ્રકૃતિમાંથી કાવ્યત્વ ઉપજાવી શકાય છે તે મહાન કવિઓની કૃતિઓ બતાવી આપશે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> ‘એતે ત એત્ર ગિરયો વિરવમન્મયૂરા–
{{Block center|'''<poem> ‘એતે ત એત્ર ગિરયો વિરવમન્મયૂરા–
સ્તાન્યેવ મત્તહરિણાનિ વનસ્થલાનિ |
સ્તાન્યેવ મત્તહરિણાનિ વનસ્થલાનિ |
આમજ્જુવજ્જુલલતાનિ ન તાન્યમૂનિ
આમજ્જુવજ્જુલલતાનિ ન તાન્યમૂનિ
Line 129: Line 129:
ગોદાવર્યાઃ પયસિ વિતતશ્યામલાનોકહશ્રી–
ગોદાવર્યાઃ પયસિ વિતતશ્યામલાનોકહશ્રી–
રન્તઃકૂજન્મુખરશકુની યત્ર રમ્યો વનાન્તઃ’
રન્તઃકૂજન્મુખરશકુની યત્ર રમ્યો વનાન્તઃ’
{{right|ઉત્તરરામચરિત, અંક ૨}}</poem>}}
{{right|ઉત્તરરામચરિત, અંક ૨}}</poem>'''}}
{{Block center|<poem>‘તેજ પ્રિયપરિચિત પૂર્વ નિવાસ,  
{{Block center|'''<poem>‘તેજ પ્રિયપરિચિત પૂર્વ નિવાસ,  
લહે દિલ કરુણામય ઉલ્લાસ;  
લહે દિલ કરુણામય ઉલ્લાસ;  
તેજ ગિરિ આ જ્યાં વારંવાર;  
તેજ ગિરિ આ જ્યાં વારંવાર;  
Line 149: Line 149:
જે તરુથડમાં મધુર ગાય ખગ-તેથી પૂર્ણ વનાન્ત;  

શાન્ત ચોપાસ વિશ્વમૃદુહાસ—તે જ પ્રિય.’  
શાન્ત ચોપાસ વિશ્વમૃદુહાસ—તે જ પ્રિય.’  
{{right|ઉત્તરરામચરિત. (રા. મણિલાલનું ભાષાન્તર).}}</poem>}}
{{right|ઉત્તરરામચરિત. (રા. મણિલાલનું ભાષાન્તર).}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ભાષાન્તરમાં ‘લહે દિલ કરુણામય ઉલ્લાસ’, ‘ઠામ જે મિત્ર વિયુક્ત ઉદાસ’, તથા ‘શાન્ત ચોપાસ વિશ્વમૃદુહાસ’, એ વચનો છે તે કે તેવી જાતનાં વચન મૂળમાં છે જ નહિ એ ધ્યાનમાં રાખતાં માલૂમ પડશે કે આ સુન્દર અનુપમ ચિત્રમાં પ્રકૃતિમાંથી પુષ્કળ કાવ્યત્વ ઉપજાવ્યું છે અને તે છતાં મનુષ્યના ભાવનું આરોપણ પ્રકૃતિ ઉપર લેશ માત્ર કર્યું નથી. રામ અને સીતાએ વનવાસના સાદા વર્તનમાં ગૂઢ પ્રેમથી કરેલા વિહારનું સ્થાન કવિએ સંપૂર્ણ સાક્ષાત્કૃતિથી વર્ણવ્યું છે, તે છતાં વર્ણનમાં કોઈ ઠેકાણે એવી ઝાંખી સૂચના સરખી નથી કે રામ અને સીતાના પ્રેમ તથા વિહારના દર્શનથી તેમનો ભાવ ગ્રહણ કરી આસપાસની પ્રકૃતિ આવી રમણીય અને પ્રેમપોષક થઈ હતી. ઊલટું, સમસ્ત વર્ણનનો આશય જ એવો છે કે પ્રકૃતિમાં પોતામાં જ પોતાની સ્વતંત્ર સુન્દરતા, રમણીયતા અને પ્રેમપોષકતા રહેલાં છે અને મનુષ્ય જો રસજ્ઞ તથા કુશળ હોય તો એ અંશવાળાં પ્રકૃતિનાં સ્થાનોમાં જઈ પ્રકૃતિની સુન્દરતા, રમણીયતા અને પ્રેમપોષકતા સાથે માનવ સુન્દરતા, રમણીયતા અને પ્રેમપોષકતાનો યોગ કરી વિલક્ષણ આનંદનો અનુભવ કરે; પ્રકૃતિની ખૂબીઓ મનુષ્યભાવના પ્રતિબિંબથી ઉત્પન્ન થતી નથી, માત્ર મનુષ્યે તે ખૂબીઓ પારખવાની અને તેને અનુકૂલ થઈ તેનો અનુભવ કરવાની જરૂર છે; અને મનુષ્ય તેમ કરે તો મનુષ્યહૃદયમાં રહેલા આનંદ કરતાં જુદી જ જાતનું આનંદધામ તેને પ્રકૃતિમાં જડે તથા ઉભય આનંદનું મિશ્રણ વિરલ પ્રકારે સુખમય થઈ પડે. પ્રકૃતિમાં મનુષ્યના ભાવ પ્રવેશ કરતા નથી પણ પ્રકૃતિ પોતાનું જ સ્વરૂપ ધારણ કરે છે એની પૂરેપૂરી સાબિતી ભવભૂતિએ અહીં આપી છે. રામ અને સીતા દંડકામાં વિહાર કરતાં હતાં ત્યારે વનસ્થળમાં જે મનોહર ઉલ્લાસ ચાલી રહેલો જણાતો હતો તે રામ અને સીતાનો વિયોગ થયો છે તથા રામ દુઃખમય હૃદયે જ દૃષ્ટિ કરી શકે છે ત્યારે પણ કાયમ છે, રામની સ્થિતિથી દંડકામાં ફેરફાર થયો નથી, રામના ભાવ દંડકામાં દાખલ થયા નથી, રામના વિયોગ અને શોકથી પ્રકૃતિએ પોતાનો ઉલ્લાસ મૂકી દીધો નથી તથા ખેદચિહ્ન ધારણ કર્યાં નથી. આ આખા પ્રસંગમાં ભવભૂતિએ વર્ણવેલા રામના ઉદ્વેગ અને વનની રમણીયતાના ચિત્રથી એ જ ફલિત થાય છે કે મનુષ્યની સ્થિતિમાં અને મનુષ્યના હૃદયમાં ગમે તેવા ફેરફાર થયા હોય તોપણ પ્રકૃતિ તે પ્રમાણે ફરતી નથી. અનેક અનેક વર્ણનોથી કવિએ વનસ્થળનું જે સ્વરૂપ બતાવ્યું છે તે મનુષ્યના ભાવથી કોઈ રીતે બનતું નથી, પણ રસજ્ઞના ચિત્તનું આકર્ષણ કરે તેવું છે. રામનું દુર્ભાગ્ય છે કે પ્રકૃતિનો ઉપભોગ તેનાથી થઈ શકે તેમ નથી; પરંતુ રસિકતા સાથે રામમાં વિવેકશક્તિ એટલી ઉચ્ચ છે કે પોતાના દુર્ભાગ્યનો, પોતાના ખિન્ન ભાવનો, આરોપ તેણે પ્રકૃતિ ઉપર કર્યો નથી.  

વૃત્તિમય ભાવાભાસ વિના પ્રકૃતિમાંથી કાવ્યત્વ ઉપજાવવાની આવી જ શક્તિનું ઉદાહરણ સ્કોટના કાવ્યમાંથી રસ્કિને બતાવ્યું છેઃ

{{Block center|<poem>‘And from the grassy slope he sees  
{{Block center|'''<poem>‘And from the grassy slope he sees  
The Greta Flow to meet the Tees;
The Greta Flow to meet the Tees;
Where issuing from her darksome bed,
Where issuing from her darksome bed,
Line 164: Line 164:
While linnet lark and blackbird gay,  
While linnet lark and blackbird gay,  
Sing forth her nuptial roundelay.
Sing forth her nuptial roundelay.
{{right|Rokeby, Canto II}}</poem>}}
{{right|Rokeby, Canto II}}</poem>'''}}
{{Block center|<poem> ‘તૂણભૂમિ ઉંચી થકિ ત્યાં નિરખે  
{{Block center|'''<poem> ‘તૂણભૂમિ ઉંચી થકિ ત્યાં નિરખે  
વહિ જાતિ ગ્રિટા મળવા ટીસને,  
વહિ જાતિ ગ્રિટા મળવા ટીસને,  
તિમિરે વિંટિયા તટથી નિકળી
તિમિરે વિંટિયા તટથી નિકળી
Line 175: Line 175:
તહિં પક્ષિ સુકંઠ પ્રમોદભર્યાં,
તહિં પક્ષિ સુકંઠ પ્રમોદભર્યાં,
ગીત મંગલ ગાય વિવાહતણાં.
ગીત મંગલ ગાય વિવાહતણાં.
{{right|રોકબી. સર્ગ ૨.}}</poem>}}
{{right|રોકબી. સર્ગ ૨.}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રસ્કિન કહે છે, ‘હોમર પ્રકૃતિને નિર્જીવ અને કેવળ જડ ગણે છે તેવી દૃષ્ટિએ સ્કોટ પ્રકૃતિ તરફ જોતો નથી, તેમ જ કીટ્‌સ અને ટેનિસન પોતાની  લાગણીથી પ્રકૃતિને બદલાયેલી ગણે છે તેવી રીતે પણ સ્કોટ પ્રકૃતિ તરફ જોતો નથી; પણ પ્રકૃતિમાં પ્રકૃતિનો પોતાનો જે ઉલ્લાસ અને રસ છે અને તે મનુષ્યના સામીપ્ય કે ભાવથી સર્વથા સ્વતંત્ર છે એવી દૃષ્ટિએ તે પ્રકૃતિ તરફ જુએ છે. સજાતીય મનુષ્ય તરફ સમભાવ હોય તેવો સ્કોટને પ્રકૃતિના આ ઉલ્લાસ તરફ સમભાવ છે અને તે પર તેની પ્રીતિ છે. તે તરફ દૃષ્ટિ કરતાં સ્કોટ પોતાનું સ્વત્વ તદ્દન ભૂલી જાય છે, અને દૃષ્ટિગોચર દેશમાં જે સામર્થ્ય રહેલું તેને જણાય છે તે આગળ પોતાની મનુષ્યતાને તે દબાવી રાખે છે.’ આસપાસના પ્રદેશને પોતાનાં માનવ સુખ દુઃખ પ્રકટ કરતો દર્શાવવાનો પ્રયત્ન ન કરતાં પ્રદેશ હોય છે તેવો જ સ્કોટ તે ચીતરે છે તે બતાવી ઉપર ઉતારેલા કાવ્ય સંબંધે રસ્કિન કહે છે, ‘આ ક્ષણે સ્કોટ પોતે મુદિત છે કે તેની કથાનાં પાત્રો મુદિત છે? એવું કાંઈ છે જ નહિ. સ્કૉટ કે રિસિંગહામ સુખી નથી, પણ ગ્રિટા નદી સુખી છે; અને આ વેળા ગ્રિટા માટે સ્કોટના ચિત્તમાં સંપૂર્ણ સમભાવની વૃત્તિ છે.’

Line 193: Line 193:
શાકુન્તલના ચોથા અંકમાં વૃત્તિમય ભાવાભાસથી થયેલાં વર્ણન નજરે પડે છે. પણ મેઘદૂતના યક્ષ પેઠે લાગણીના પ્રબળથી દોરાઈ જઈ આવી ભૂલમાં પડેલાં પાત્રોએ એ વર્ણન કરેલાં છે. શકુન્તલાને પતિને ઘેર વળાવતી વેળા વિરહના દુઃખથી કાશ્યપનું હૃદય ઉત્કંઠાથી ભરાયું છે, કંઠ આંસુથી રૂંધાયો છે, દૃષ્ટિ ચિન્તાથી જડ થઈ છે અને ચિત્તમાં વૈકલવ્ય થયું છે. આવી સ્થિતિમાં આવી કાશ્યપ તપોવનમાં તરુઓને સંબોધન કરી કહે કે શકુન્તલાને જવાની અનુજ્ઞા આપો અને કોયલનો સૂર સાંભળી કહે કે તરુઓએ આ ઉત્તર દીધો, એમાં શું આશ્ચર્ય! ચિત્તની આવી જ અવસ્થામાં આવેલી (અને ઓછા મનોબળવાળી) શકુન્તલાની સખી કહે કે,

{{Block center|<poem>‘દર્ભકવલ દઈ નાંખી મૃગ ઊભા, મોર નાચતા વિરમ્યા,  
{{Block center|'''<poem>‘દર્ભકવલ દઈ નાંખી મૃગ ઊભા, મોર નાચતા વિરમ્યા,  
પીળાં પર્ણ ખરંતી લતા ઢાળતી શું આંસુડાં વનમાં!’</poem>}}
પીળાં પર્ણ ખરંતી લતા ઢાળતી શું આંસુડાં વનમાં!’</poem>'''}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 204: Line 204:
બાણનો ગન્ધર્વલોક પણ અલકાપુરી જેવો અલૌકિક સમૃદ્ધિવાળો છે. ચન્દ્રાપીડે ત્યાં ‘કોઈ સ્થળે, બંને કિનારે તમાલપલ્લવ રોપીને કરેલી વન-લેખાવાળી, તથા કુમુદ-ધૂલિ રૂપી રેતીથી બનાવેલી પુલિન-માલાવાળી, ચંદન-રસની ગૃહ-નદીઓ વહેતી દીઠી; કોઈ સ્થળે, નિચુલ-મંજરીના રક્ત ચામરવાળા ભીના ચંદરવાની નીચે, સિંદૂરથી રંગેલાં ભૂતલ ઉપર, રક્ત કમલના શયન પથરાતાં જોયાં; કોઈ સ્થલે, સ્પર્શથી જ જણાય એવી સુંદર ભીંતો વાળાં સ્ફટિક-ગૃહમાં એલાયચીનો રસ છંટાતો જોયો; કોઈ સ્થળે, શિરીષનાં કેસરથી રચેલી નવતૃણમય ભૂમિવાળાં મૃણાલ-ધારાગૃહનાં શિખર ઉપર મુકાતાં, ધારાકદંબની ધૂળથી ધૂસર થયેલાં યંત્ર-મયૂરોનાં ટોળાં જોયાં; * * * કોઈ સ્થળે, કૃત્રિમ હાથીનાં બચ્ચાંની ક્રીડાથી આકુલ થતી કાંચન-કમલિનીઓ જોઈ; કોઈ સ્થળે, સુવર્ણ રૂપ સુધાના પંકનાં જ્યાં કામ-પીઠ બાંધ્યાં હતાં એવા ગંધોદક ભરેલા કૂવાઓમાં, કમલ-પત્રપુટનાં ઘંટી-યંત્ર જોયાં, *** કોઈ સ્થળે, સ્ફટિકમય વલાકાઓ(નાં મુખ)માંથી નીકળતી જલધારાઓ વાળી તથા ચિત્રેલાં ઇન્દ્રધનુષ વાળી, ફરતી, માયા-મેઘ-માલા જોઈ; * * * કોઈ સ્થળે, યંત્ર-વૃક્ષો એના જોવામાં આવ્યાં, જેમની આસપાસ મોતીના ભૂકાથી ક્યારા બાંધેલા હતા; (કાદંબરી. રા. છગનલાલનું ભાષાન્તર). આવાં વર્ણન ગન્ધર્વોની અપાર દ્રવ્યસંપત્તિ દર્શાવે છે, પણ એમાં પ્રકૃતિ ઉપર ભાવનો અયથાર્થ આરોપ નથી કે સત્યનાં તત્ત્વ વિરુદ્ધ કલ્પના નથી. અલબત્ત, કાદંબરીમાં કોઈક ઠેકાણે આવાં પણ વર્ણન છે, ‘આ સમયે સૂર્યદેવતા પણ જાણે મહાશ્વેતાનો વૃત્તાન્ત સાંભળી શોકાતુર બની ગયા હોય તેમ દિવસ-વ્યાપાર તજી દઈ, અધોમુખ થયા.’ પણ એવા ભાવાભાસમાં એ ગ્રન્થની ખૂબીઓ સમાયેલી નથી.

{{Block center|<poem> ‘એકો હિ દોષો ગુણસંનિપાતે
{{Block center|'''<poem> ‘એકો હિ દોષો ગુણસંનિપાતે
નિમજ્જતીન્દોઃ કિરણોષ્વિવાંકઃ |’  
નિમજ્જતીન્દોઃ કિરણોષ્વિવાંકઃ |’  
{{right|કુમારસંભવ.}}</poem>}}
{{right|કુમારસંભવ.}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘ચન્દ્રબિબમાંનો અંક ચંદ્રનાં કિરણોમાં ડૂબી જાય છે તેમ અનેક ગુણના સમુદાયમાં એકાદ દોષ ડૂબી જાય છે.’ તેથી મહાન કવિઓની કૃતિઓમાં આવો કોઈક દોષ હોવા છતાં તેમની રસમયતા અનેક ગુણોથી સંપાદિત થાય છે.

Line 218: Line 218:
મનુષ્યોમાં બનતા બનાવોનું જ્ઞાન પ્રકૃતિના પદાર્થોને થયેલું વર્ણવ્યું હોય એવાં ‘અસંદિગ્ધ કાવ્યત્વવાળાં’ પણ કાવ્ય હોય છે તે દર્શાવવા રા. આનંદશંકર બે ઉદાહરણ આપે છે. પ્રથમ ઉદાહરણ હૃદયવીણામાંથી

{{Block center|<poem> “આમ મધુરરવગાનથી હાલેડાં એ ગાય  
{{Block center|'''<poem> “આમ મધુરરવગાનથી હાલેડાં એ ગાય  
સિન્ધુતટે એકાન્તમાં પર્ણકુટીની માંહ્ય.  
સિન્ધુતટે એકાન્તમાં પર્ણકુટીની માંહ્ય.  
ગર્જતો અટકી રહે ઘડી ઘડી સિન્ધુ મહાન  
ગર્જતો અટકી રહે ઘડી ઘડી સિન્ધુ મહાન  
ઊંડું મધૂરું નિર્મળું સાંભળવા એ ગાન.”</poem>}}
ઊંડું મધૂરું નિર્મળું સાંભળવા એ ગાન.”</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એ પ્રસંગનું તેમણે લીધું છે. આ વર્ણનમાં સમુદ્રને ગાયન સાંભળવા સારુ ગર્જનમાંથી અટકતો કહ્યો છે, અને આવાં કેટલાંક વર્ણન હૃદયવીણામાં છે. પરંતુ એ ગ્રન્થનું ઉત્તમ ‘અસંદિગ્ધ’ કાવ્યત્વ આ વર્ણનોમાં સમાયેલું નથી, તે બીજા અંશોમાં છે. મનુષ્યોમાં બનેલા હર્ષ શોક વગેરેના પ્રસંગથી પ્રકૃતિના પદાર્થોને હાસ્ય, ઉલ્લાસ, અશ્રુપાત, નિઃશ્વાસ, વગેરેની કૃતિ કરતા હૃદયવીણામાં કોઈ સ્થળે વર્ણવ્યા નથી તોપણ બનેલા બનાવની છાયાથી અંકિત થયેલાં પૂર્વોક્ત વર્ણનોમાં વૃત્તિમય ભાવાભાસનો અંશ છે જ. પરંતુ, રા. નરસિંહરાવે બહુધા પદાર્થોને સમભાવની વિશેષ કૃતિઓ કરતા કલ્પ્યા નથી, પણ, કથાનો પ્રસંગ જે ભાવવાળો હોય તે ભાવવાળા સ્થાનમાં કે સમયમાં કથાનો વૃત્તાન્ત બનતો વર્ણવ્યો છે. આપઘાત કરવા તત્પર થયેલી બાળવિધવા જ્યાં

{{Block center|<poem> ‘ગંભીર ઘર્ઘર રવે સરિતા કુદે છે,  
{{Block center|'''<poem> ‘ગંભીર ઘર્ઘર રવે સરિતા કુદે છે,  
અંધાર સાથે કંઈ વાત ઊંડી વદે છે.’</poem>}}
અંધાર સાથે કંઈ વાત ઊંડી વદે છે.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ત્યાં જઈ ઊભી છે, અને ત્યાં જ તે ‘મલિન નિર્મલ મૂર્તિ બૂડી’ જાય છે. દુરાચારથી જન્મેલા બાળકની ગુપ્ત વ્યવસ્થા કરી દેવા જનારી વિધવા જે સ્થળે અને જે વેળા,

{{Block center|<poem> ‘અંધારામાં ઉદધિ નૃત્ય કરી રહ્યો છે;  
{{Block center|'''<poem> ‘અંધારામાં ઉદધિ નૃત્ય કરી રહ્યો છે;  
આકાશમાં ઘન બધે પસરી ગયો છે.’</poem>}}
આકાશમાં ઘન બધે પસરી ગયો છે.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તે સ્થળે અને તે વેળા એ કૃત્ય કરે છે. ‘વાટ્ય જોતી’ સુન્દરી જ્યાં જલધિમાં રાતો સૂર્ય લપાઈ ગયો છે, અને
તે સ્થળે અને તે વેળા એ કૃત્ય કરે છે. ‘વાટ્ય જોતી’ સુન્દરી જ્યાં જલધિમાં રાતો સૂર્ય લપાઈ ગયો છે, અને
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> ‘આ અર્ધચક્ર બનીને ઊભું શૈલવૃન્દ,  
{{Block center|'''<poem> ‘આ અર્ધચક્ર બનીને ઊભું શૈલવૃન્દ,  
ને નાલિકેરી તણું ઊભું તળે જ ઝુંડ,’</poem>}}
ને નાલિકેરી તણું ઊભું તળે જ ઝુંડ,’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તથા
તથા
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> ‘સિન્ધુ અસીમ પડિયો ધરી ઊંડું ધ્યાન’</poem>}}  
{{Block center|'''<poem> ‘સિન્ધુ અસીમ પડિયો ધરી ઊંડું ધ્યાન’</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
એવા અદૃશ્યના દર્શનની ઉત્કંઠાથી ભરેલા સ્થાનમાં સાયંકાળે જઈ ઊભી છે. આ સૃષ્ટિવર્ણનો કાવ્યના વસ્તુના ધ્વનિ સાથે સમાન રૂપ વાળાં છે, પરંતુ કાવ્યમાંનાં પાત્રોના મનના વિચાર જોઈ પદાર્થો સમભાવથી એકાએક એવા બન્યા નથી, પણ કવિએ કુશળતાથી કાવ્યનું વૃત્તાન્ત એવા સ્થળમાં મૂક્યું છે કે ત્યાં વર્ણન વૃત્તાન્તને પોષણ આપે છે અને વૃત્તાન્ત વર્ણનને પોષણ આપે છે. સૃષ્ટિરચનામાં વિધવિધ ભાવવાળાં સ્થળ હોય છે તેમાંથી કાવ્યવસ્તુને અનુકૂળ સ્થળ પસંદ કરી અન્યોન્યપોષક ભાવવાળાં પાત્રોનો અને પદાર્થોનો યોગ કરાવવો એ ભાવપરીક્ષક કવિનું કામ છે. એમાં સમભાવ કે અયથાર્થ ભાવારોપણનો દોષ નથી પ્રકૃતિના પોતાના સ્વતંત્ર ભાવનું ચિત્ર આપવાને બદલે મનુષ્યના ભાવનો ઢોળ પ્રકૃતિ પર ચઢાવી તેને પ્રકૃતિના ભાવ રૂપે દર્શાવવા એમાં એ દોષ છે.

Line 246: Line 246:
વળી, રા. આનંદશંકર કહે છે, ‘જડ પ્રકૃતિને મનુષ્યોમાં બનતા બનાવનું જ્ઞાન તથા તેમની સાથે સમભાવ ન થઈ શકે, તો તે જ કારણથી પ્રકૃતિમાં એક પદાર્થને બીજા પદાર્થ સાથે ચેતન જેવો વ્યવહાર પણ કેમ સંભવે?’ અને આના દૃષ્ટાન્ત માટે તેઓ વડર્‌ઝવર્થની નીચેની લીટીઓ ઉતારે છે,

{{Block center|<poem>‘The moon doth with delight
{{Block center|'''<poem>‘The moon doth with delight
Look round her when the heavens are bare.’</poem>}}
Look round her when the heavens are bare.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘આકાશ ખુલ્લું હોય છે ત્યારે ચન્દ્રમા આનંદથી પોતાની આસપાસ નિરીક્ષણ કરે છે.’