સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - રમણભાઈ નીલકંઠ/વૃત્તિમય ભાવાભાસ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 6: Line 6:
Pathetic Fallacy એ પદ પ્રસિદ્ધ ઇંગ્રેજ ટીકાકાર જોન રસ્કિને યોજેલું છે અને ‘મૉડર્ન પેન્ટર્સ’ નામે ગ્રંથમાં આ દોષ વિશે ચર્ચા તેણે પ્રથમ ઉદ્‌ભૂત કરી છે. આ દોષના સ્વરૂપની વાસ્તવિકતા વિશે વાંધો લેવામાં આવે છે તેથી આ સંબંધે નિરૂપણ કરતાં પ્રથમ રસ્કિનના એ વિષય પરનાં વચનોનો વિસ્તારથી ઉતારો કરવો જરૂરનો છે. તે કહે છે,

‘૧. જર્મનોની જડતા તથા ઇંગ્રેજોના દંભને લીધે બે બહુ જ વાંધા ભરેલા શબ્દનો ઉપયોગ હમણાં આપણામાં બહુ વધી ગયો છે. તત્ત્વમીમાંસકોની પીડાકર વૃત્તિથી આ શબ્દો યોજવામાં આવ્યા છે. આ શબ્દ તે Objective (બાહ્યનિષ્ઠ) અને Subjective (આત્મનિષ્ઠ) છે.

આના જેવા બધી રીતે તદ્દન નકામા શબ્દ બીજા કોઈ હોઈ શકે નહિ; અને એ શબ્દો વિશે હું એટલા જ માટે બોલું છું કે મારા માર્ગમાંથી અને મારા વાંચનારના માર્ગમાંથી એક વાર અને સદાને માટે એ શબ્દો હું દૂર કરી શકું. પણ તેમ કરવા સારુ એ શબ્દો સમજાવવા જોઈએ.

કેટલાક ફિલસૂફો કહે છે કે “ભૂરું” શબ્દનો અર્થ એ છે કે ખુલ્લા આકાશ તરફ અથવા બેલ જેન્શીઅન (ઘંટના આકારનું ભૂરું ફૂલ) તરફ નજર કરતાં માણસની આંખ પર રંગનો જે અનુભવ થાય છે તે.

વળી તેઓ કહે છે કે, આંખ જ્યારે એ પદાર્થ તરફ ફેરવી હોય ત્યારે જ આ અનુભવ થઈ શકે છે અને તેથી એ પદાર્થ તરફ કોઈ નજર કરતું ન હોય ત્યારે તેના વડે આવો કોઈ અનુભવ ઉત્પન્ન થતો નથી, તે માટે એ પદાર્થ પર કોઈ નજર કરતું ન હોય ત્યારે તે ભૂરો હોતો નથી. તેઓ કહે છે કે આ રીતે પદાર્થોના એવા ઘણા ગુણ છે કે જેનો આધાર પદાર્થો પર છે તેમ જ બીજા પર પણ છે. વસ્તુ ચાખનાર હોય ત્યારે તે ગળી થઈ શકે; તે ચાખવામાં આવતી હોય તે જ વેળા ગળી છે, અને જીભમાં સ્વાદની શક્તિ ન હોત તો સાકરમાં ગળપણનો ગુણ ન હોત.

Line 12: Line 12:
આ વિચક્ષણ વિચારોથી સહેજ આગળ પગલું ભરી એવો અભિપ્રાય બાંધવામાં આવે છે કે વસ્તુઓ જાતે કેવી છે એ બહુ અગત્યનું નથી, પણ આપણને તે કેવી દેખાય છે એ જ અગત્યનું છે; અને વસ્તુઓ, આપણને જેવી દેખાય અથવા આપણા ઉપર તેથી જે અસર થાય એ જ વસ્તુઓ વિશેનું સત્ય છે. ગુહ્યતાનો આભાસ કરવાની અન્તઃકરણમાં રહેલી ઇચ્છાથી તથા અત્યંત અહંકાર, સ્વાર્થીપણું, છાલકાપણું, તથા ઉદ્ધતાઈથી ફિલસૂફ આથી એટલે સુધી આગળ વધે છે કે તે એમ માને છે અને કહે છે કે તે પોતે જે જુએ કે જે વિશે વિચાર કરે તે ઉપર દુનિયાની વધી વસ્તુઓનો આધાર છે, અને તે પોતે જે જુએ કે જે વિશે વિચાર કરે તે સિવાય બીજું કાંઈ હયાતીમાં છે જ નહિ.

૨. હવે આ બધા દ્વિઅર્થી અને મુશ્કેલીવાળા શબ્દોને એકદમ દૂર કરવા એમ કહીશું કે “ભૂરું” એ શબ્દનો અર્થ જેન્શીઅન ફૂલથી માણસની આંખ ઉપર અસર થાય તે-એવો નથી. પણ-એ અસર ઉત્પન્ન કરવાની શક્તિ-એ તે શબ્દનો અર્થ છે. અને એ શક્તિની અસરનો અનુભવ કરવા આપણે પાસે હોઈએ કે ન હોઈએ તોપણ એ વસ્તુમાં એ શક્તિ હમેશ રહેલી હોય છે, તથા પૃથ્વી ઉપર એક પણ મનુષ્ય રહ્યો હોય નહિ તો પણ એ વસ્તુમાં એ શક્તિ રહેશે.

{{center|***}}
<nowiki>***</nowiki>
<nowiki>*</nowiki> જેન્શીઅન ફૂલ તરફ આપણે નજર ન કરીએ તો ભૂરાશની અસર તેના વડે આંખ ઉપર થતી નથી. પણ તે અસર ઉત્પન્ન કરવાની શક્તિ તેમાં હમેશ હોય છે. કારણ કે તેના કર્તાએ તેના રજકણો સદાકાળને માટે એવી રીતે ગોઠવેલા છે. અને તે માટે જેન્શીઅન ફૂલ અને આકાશ હમેશ ખરેખરાં ભૂરાં હોય છે; ફિલસૂફો ભલે તેથી ઊલટું કહે. અને એ પદાર્થો તરફ નજર કરતાં તે આપણને ભૂરા ન જણાય તો દોષ એ પદાર્થોનો નહિ પણ આપણો હોવો જોઈએ.

૩. <nowiki>***</nowiki>  
૩. <nowiki>***</nowiki>  
*અને વળી, આપણને જો એમ માલૂમ પડે કે જે વસ્તુથી બીજા લોકોને અમુક ક્રિયા થતી હોય (ઉદાહરણાર્થ જેન્શીઅન ફૂલ ઘણા ખરા માણસોને ભૂરું દેખાતું હોય) તે વસ્તુથી કોઈ પ્રસંગે આપણને તે ક્રિયા થતી ન હોય તો આપણે અવિચારી થઈ એમ ન ધારવું કે તે વસ્તુ તેવી નથી કે તેથી તેવી ક્રિયા થતી નથી, પણ, આપણે એમ જ કહેવું કે આપણને કંઈ થયું છે (અને એ વાત જલદી માલૂમ પડ્યાથી આપણને લાભ જ છે); * *
<nowiki>*</nowiki>અને વળી, આપણને જો એમ માલૂમ પડે કે જે વસ્તુથી બીજા લોકોને અમુક ક્રિયા થતી હોય (ઉદાહરણાર્થ જેન્શીઅન ફૂલ ઘણા ખરા માણસોને ભૂરું દેખાતું હોય) તે વસ્તુથી કોઈ પ્રસંગે આપણને તે ક્રિયા થતી ન હોય તો આપણે અવિચારી થઈ એમ ન ધારવું કે તે વસ્તુ તેવી નથી કે તેથી તેવી ક્રિયા થતી નથી, પણ, આપણે એમ જ કહેવું કે આપણને કંઈ થયું છે (અને એ વાત જલદી માલૂમ પડ્યાથી આપણને લાભ જ છે); * *
<nowiki>**</nowiki> આવા અનુમાનમાં કદાચ ભૂલ હોવાનો જૂજ સંભવ હોય તોપણ વિશેષ ખાતરી કરતાં સુધી એકંદરે આ અનુમાન કરવું એ જ સહુથી વધારે ડહાપણભરેલું છે.

૪. આ કષ્ટ કરનારા તથા અનર્થક શબ્દો આપણા માર્ગમાંથી તદ્દન દૂર કરી હવે આપણે સ્વસ્થતાથી પ્રસ્તુત પ્રશ્નની પરીક્ષા કરીશું. પ્રશ્ન એ છે કે આપણને વસ્તુઓના સાધારણ, વાસ્તવિક અને ખરા દેખાવ દેખાય છે તેની અને આપણે અન્તઃક્ષોભ અથવા ધ્યાનયુક્ત કલ્પનાને વશ હોઈએ છીએ ત્યારે આપણને વસ્તુઓના અસાધારણ અથવા ખોટા દેખાવ દેખાય છે તેની વચ્ચે ભેદ શો છે. એ દેખાવ ખોટા એટલા માટે છે કે તે દેખાવને વસ્તુમાં રહેલી કોઈ ખરેખરી શક્તિ કે લક્ષણ સાથે કંઈ સંબંધ હોતો નથી, અને માત્ર આપણે વસ્તુ ઉપર તેનો આરોપ કરીએ છીએ.

Line 56: Line 56:
આ પછી રસ્કિન એક કાવ્ય શેન્સ્ટનનું અને એક કાવ્ય વડર્‌ઝવર્થનું એમ બે કાવ્યની સરખામણી કરે છે. શેન્સ્ટનની નાયિકા જેસી અને વડર્‌ઝવર્થની નાયિકા એલન બન્ને પ્રીતમથી ત્યાગ પામેલી અવસ્થામાં છે. પરંતુ, જેસી મનની નિર્બળતાથી એવી કલ્પના કરે છે કે પુષ્પો પોતાની નિષ્કલંક નિર્દોષતાનું ચઢિયાતાપણું બતાવી તેને (જેસીને) ઠપકો દે છે; પણ એલન વધારે મનોબળવાળી અને ભાવાભાસથી વધારે વિમુક્ત હોઈ પોતાને છોડી ચાલ્યા ગયેલા પુરુષનું ધ્યાન નિશ્ચલ પ્રેમવાળા પક્ષીના ગાયન તરફ દોરે છે, કે જે પક્ષી જાણે પ્રેમના વિષયમાં પોતાની નિશ્ચળતા તરફ લક્ષ ખેંચવા સારુ ગાય છે.

પ્રકરણને અંતે રસ્કિન કહે છે, ‘મને આશા છે કે વાંચનારને આ પ્રમાણે સર્વ રીતે સ્પષ્ટ સમજાયું હશે કે વૃત્તિમય ભાવાભાસ વૃત્તિમય છે (અર્થાત્‌ મનોરાગવાળો છે) તેટલે જ અંશે તે સબળ છે, તે આભાસમય છે (અર્થાત્‌ અસત્ય છે) તેટલે અંશે તે નિર્બળ છે, અને તેથી મનુષ્યના મનની બીજી સ્વાભાવિક તથા યથાર્થ સ્થિતિઓ ઉપર જેવું સત્યનું સામ્રાજ્ય અખંડ છે તેવું આ સ્થિતિ ઉપર પણ તે અખંડ છે. અને જે વિષયના નિરૂપણની તૈયારી માટે આ ચર્ચા પ્રથમ કરવાની જરૂર પડી તે વિષયનું હવે વિવેચન કરીએ; આ ચર્ચા કરવાની જરૂર શાથી પડી તે હવે તરત માલૂમ પડશે.’  ( ‘મૉડર્ન પેન્ટર્સ’, વૉલ્યુમ ૩જું, પ્રકરણ ૧૨મું. ‘પેથેટિક ફેલેસિ’. રસ્કિનનું આ પુસ્તક સર્વત્ર સુલભ નથી માટે એમાંથી આટલો લાંબો ઉતારો કરવો પડ્યો છે.)

આ ચર્ચાનો સારાંશ એ છે કે, પ્રબળ ચિત્તક્ષોભથી અસ્વસ્થ અને વિવશ થઈ જઈ તથા મનોરાગ ઉપર વિવેકશક્તિનો છેવટનો કાબૂ જાળવી રાખવાને અસમર્થ થઈ પડી જે કવિ પ્રકૃતિમાંના પદાર્થો ઉપર મનુષ્યહૃદયના ભાવનું આરોપણ કરે છે તે વૃત્તિમય ભાવાભાસની ભૂલમાં પડે છે, પોતાની વૃત્તિના પ્રબળથી તે એટલો અંજાઈ જાય છે કે જ્યાં તેવો ભાવ છે નહિ અને હોઈ શકે તેમ નથી ત્યાં તેવો ભાવ ચાલી રહેલો તે માની લે છે. આ મનોબળની ખામી છે અને તેટલે અંશે દૂષણ છે. કવિ પોતે આ ભૂલ ન કરે પણ પોતાના કોઈ પાત્ર પાસે કરાવે અને તે પાત્ર એ ભૂલ કરે એવું હોય તો જનસ્વભાવના ખરા ચિત્ર તરીકે એ વર્ણન દોષથી મુક્ત છે, પણ, તે પાત્રના મનની નિર્બળતા એ સ્થિતિમાં છે જ. મનની અસ્વસ્થતા તથા વિવશતાને લીધે આવો ભાવાભાસ થયો ન હોય અને માત્ર કવિતામાં ચાલતા સંપ્રદાય ખાતર અથવા અમુક જાતનું ચિત્ર ઊભું કરવા ખાતર કવિ સ્વસ્થ મને આવા ભાવાભાસ જોડી કહાડે તથા પ્રકૃતિના પદાર્થો ઉપર મનુષ્યચિત્તના ભાવનું આરોપણ કરે (અથવા પોતાના પાત્ર પાસે એવી કૃતિ કરાવે) ત્યાં આ કેવળ દંભ જ છે, ત્યાં એવા આભાસનો કંઈ બચાવ જ થઈ શકે તેમ નથી, અને રસ્કિન એવા લેખને છેક અધમ કહે છે. જ્યાં જ્યાં શોકનો કે ખેદનો પ્રસંગ આવે, પછી તે મહાપરાક્રમી વીરના કે મહાપરોપકારી ધર્માત્માના મરણનો શોક હોય, કે લેખકના ખાનગી મિત્રના મરણનો શોક હોય, કે ગામના કોઈ નહાના અમલદારની બદલીનો ખેદ હોય, ત્યાં દરેક વેળા સૂર્ય, ચંદ્ર, તારા, વૃક્ષ, સમુદ્ર, નદી, પર્વત, સરોવર, પશુ, પક્ષી સર્વને મંદાકૃતિ અને શોકમગ્ન કલ્પવાં; જ્યાં જ્યાં હર્ષનો કે આનંદનો પ્રસંગ આવે, પછી તે જુલમી પરરાજ્યના બંધનમાંથી છૂટનાર પ્રજાની સ્વતંત્રતાનો હર્ષ હોય કે, લેખકના આશ્રયદાતાને ઘેર પુત્રજન્મનો હર્ષ હોય, કે નિશાળમાં વહેંચાતાં ઇનામનો હર્ષ હોય, ત્યાં ત્યાં દરેક વેળા ઉપર કહેલાં સર્વને આનંદથી ઊછળતાં અને હર્ષ દર્શાવવા અનેક રીતે ઉત્કંઠિત થયેલાં કલ્પવાં; જ્યાં જ્યાં શૃંગારનો પ્રસંગ હોય ત્યાં ત્યાં નાયક નાયિકાના મેળાપના સ્થળની આસપાસનાં સકળ વૃક્ષ, લતા, તારા, નક્ષત્ર, પર્વત, મેઘ, સર્વને સ્ત્રીપુરુષના યુગ્મમાં ગોઠવાઈ જઈ કેલિ કરતાં કલ્પવાં; જ્યાં જ્યાં વૈરાગ્યનો પ્રસંગ હોય ત્યાં ત્યાં નાયકની આસપાસના સર્વ સૃષ્ટિપદાર્થોને ખાખ ચોળી વનવાસી થવા નીકળેલા અથવા સંન્યસ્ત લઈ ધ્યાનમગ્ન થઈ બેઠેલા કલ્પવા; આવા સંપ્રદાય ઊતરતી પંક્તિના કવિઓમાં સાધારણ છે અને તેમના કૃત્રિમ ભાવારોપણની અસત્યતા અરુચિ જ ઉત્પન્ન કરે છે. તે જ પ્રમાણે, જ્યાં નદીનું વર્ણન આવે ત્યાં તેને સમુદ્રરૂપ પતિને મળવા આતુર થઈ દોડતી કહેવી; જ્યાં બાગનું વર્ણન આવે ત્યાં પવનને પુષ્પોને ચૂમતો કહેવો; જ્યાં ચંદ્રપ્રકાશનું વર્ણન આવે ત્યાં સમુદ્રને પ્રેમથી પોતાના હૃદયમાં ચંદ્રને ધારણ કરતો કહેવો; આવા સંપ્રદાય ઘણાં વર્ણનોની કૃત્રિમતાનો ખરો ખુલાસો બતાવી આપે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> ‘પડિ સાંજ રવી નિરતેજ થયા,  

Line 188: Line 188:
અમારો વાંધો માત્ર વૃત્તિમય ભાવાભાસ સામે ન હોય પણ કલ્પનામય સૃષ્ટિ સામે પણ હોય એમ સ્વીકારી લઈ રા. આનંદશંકરે ચર્ચા કરેલી જણાય છે. પરંતુ, અમારો આશય તેવો નથી અને પૃથુરાજરાસાના અવલોકનમાં અમે કરેલી ચર્ચા ઉપરથી તેવો આશય ફલિત થતો માનવાનું કાંઈ કારણ નથી. કદાચ એમ કહેવામાં આવશે કે વૃત્તિમય ભાવાભાસમાં ‘સત્યના આવા એક મહોટા તત્ત્વની વિરુદ્ધ કલ્પના કરવામાં’ આવે છે તે કારણથી અમે એ ભાવાભાસને ‘અકવિત્વ’થી દૂષિત કહ્યો છે તો જ્યાં જયાં સત્ય વિરુદ્ધ કલ્પના આવે ત્યાં ત્યાં અકવિત્વ થાય એવો અમારો સિદ્ધાન્ત ફલિત થાય છે. પરંતુ આવું અનુમાન કરવામાં એ વાત ભુલાઈ જાય છે કે અમારો વાંધો સત્યના તત્ત્વ વિરુદ્ધ કરેલી કલ્પના સામે છે. કવિએ હંમેશ ખરી બનેલી હકીકતને વળગી રહેવું જોઈએ અને માત્ર ઇતિહાસમાં બનેલી તથા પદાર્થ વિજ્ઞાનમાં સિદ્ધ કરેલી હકીકત કવિતામાં આવવી જોઈએ એવું અમે કહ્યું નથી અને અમારી ચર્ચામાં એ વિષય પ્રસ્તુત હતો જ નહિ. મનુષ્યનો અને પ્રકૃતિનો સંબંધ કેવા પ્રકારનો છે એ પ્રશ્ન પ્રસ્તુત હતો. ચિંતકો પેઠે કવિઓએ પણ સત્યનાં “તત્ત્વ” પ્રાપ્ત કરવાનાં છે તેથી ‘સત્યના આવા એક મહોટા ‘તત્ત્વ’ વિરુદ્ધ કલ્પના’ કરવી એ અકવિત્વમય છે એ અમારું કહેવું હતું; અને તે કારણથી પ્રકૃતિના અને મનુષ્યના સંબંધવિષયમાં “મહોટું તત્ત્વ” શું છે અને વૃત્તિમય ભાવાભાસમાં તે વિરુદ્ધ કેવી કલ્પના થાય છે તેની અમે ઉપર વિસ્તારથી ચર્ચા કરી છે.

કવિની સૃષ્ટિને મમ્મટ ‘નિયતિકૃતનિયમરહિતા’ (પ્રકૃતિના નક્કી કરેલા નિયમોના બંધનથી છૂટી) કહે છે અને બેકન કાવ્યને ‘કલ્પિત ઇતિહાસ’ કહે છે એ વચનો ઉતારી રા. આનંદશંકર કહે છે કે ‘વાસ્તવિકતા એ કાવ્યમાં આવશ્યક વસ્તુ નથી’ તે સાથે અમે એકમત છીએ. પરંતુ, એ પ્રશ્નનો અહીં અવકાશ નથી. કવિતામાં સમાયેલા અનુકરણ અને કલ્પનાના વ્યાપાર વિશે અમે પ્રથમ ચર્ચા કરી છે અને દર્શાવ્યું છે કે કવિતામાં બન્નેનું સ્થાન છે. ( જુઓ :‘કવિતા’ વિશે નિબંધ, બુદ્ધિપ્રકાશ, જાન્યુઆરી સને ૧૮૮૮.)

જગતની ઘટનાના સાધારણ નિયમોવાળાં ભૌતિક કારણોને બદલે કવિ કલ્પનાના અમીરસથી પોતાની આનંદમય સૃષ્ટિ રચે છે, પરંતુ વિશ્વવ્યવસ્થાનાં સત્ય તત્ત્વો દર્શાવવાનો કવિનો હેતુ હોય છે. તેથી કલ્પના વડે પણ વિશ્વની એ વાસ્તવિકતાનું અનુકરણ ઉપજાવવાનો તેનો પ્રયાસ હોય છે. વિશ્વવ્યવસ્થામાં જે તત્ત્વ નથી તે સૃજવાનો પ્રયાસ કવિ કદી કરે તો વ્યર્થ છે કેમ કે એવી સૃષ્ટિમાં મનુષ્યને કંઈ હિત રહ્યું નથી. વિશ્વ તે વ્યવસ્થાનાં જે સત્ય તત્ત્વો છે તે જેમાં અન્તર્ભૂત હોય તેવી જ કલ્પનામય સૃષ્ટિથી મનુષ્યને જ્ઞાન, ઉન્નતિ તથા આનંદનો લાભ થાય છે. રા. આનંદશંકર પણ આ મતનો સ્વીકાર કરે છે. અમે જેને ‘સત્યનું તત્ત્વ’ કહીએ છીએ તેને તેઓ ‘ભાવનાત્મક સત્ય’ કહે છે અને તે સંબંધે તેઓ કહે છે, “કવિની ‘સત્યવિરુદ્ધ’ કલ્પનાનો ઉદ્દેશ ભાવનાત્મક સત્યને પ્રત્યક્ષ કરી આપવાનો છે; બીજી રીતે કહીએ તો કવિનું સાધ્ય સત્ય છે, અને એની કલ્પનાનો પાયો પણ ભાવનાત્મક સત્ય ઉપર જ છે, પણ એ સાધ્યનું સાધન, એ પાયા ઉપર ચણેલી ઇમારત એ તો ‘સત્યવિરુદ્ધ’ એટલે કલ્પનાત્મક છે. * * * માત્ર નિયમ એટલો જ છે કે આ સાધનભૂત કલ્પના ‘સત્યવિરુદ્ધ’ હોવા છતાં સત્યસ્વરૂપ કાવ્યભાવનાથી વિરુદ્ધ ન હોવી જોઈએ.’ આ રીતે, કવિએ ‘ભાવનાત્મક સત્ય’ અથવા ‘સત્યનાં તત્ત્વ’ પ્રત્યક્ષ કરવાનાં છે અને કવિને સત્ય વિરુદ્ધ કલ્પના કરવાની છૂટ છે એ બે અંશને વિરોધ નથી, અને સત્યવિરુદ્ધ કલ્પના વાપરવા છતાં સત્યના તત્ત્વનું, ‘સત્યસ્વરૂપ કાવ્યભાવનાનું’, ઉલ્લંઘન કરવાનો કવિને અધિકાર નથી. વૃત્તિમય ભાવાભાસમાં ‘સત્યના મહોટા તત્ત્વનું’, ‘ભાવનાત્મક સત્યનું’, ‘સત્યસ્વરૂપ કાવ્યભાવનાનું’ ઉલ્લંઘન થાય છે તે માટે અમે તેને અકવિત્વથી દૂષિત ગણીએ છીએ, અને એ સિદ્ધાન્તથી કવિતાની સત્યવિરુદ્ધ કલ્પના સામે કોઈ રીતે વાંધો ઊઠતો નથી.

દુનિયાના મહાકવિઓનાં નામ ગણાવી રા. આનંદશંકર કહે છે કે એ લેખકો ‘સત્ય વિરુદ્ધ કલ્પના કરીને જ અમર કીર્તિ પામ્યા છે,’ તથા તેમની કૃતિમાંનાં કેટલાંક અલૌકિક વર્ણન તથા અમાનુષ પાત્રનાં ઉદાહરણ આપી તેઓ કહે છે, “એ સર્વ વાસ્તવિકતાના નિયમમાં કેવી રીતે ઊતરી શકે છે તે જાણવા અમે ઉત્સુક છીએ.’ પંરતુ, ઉપર દર્શાવ્યું તેમ સત્યવિરુદ્ધ કલ્પના તથા વાસ્તવિકતાના નિયમના અનાદર સામે અમારો વાંધો નથી. ‘કલ્પના’ શબ્દમાં જ સત્યવિરોધ અને અવાસ્તવિકતાનો સમાવેશ થાય છે. અને કલ્પના તે કવિજનનું મહાન સાધન છે, કલ્પનાની પાંખો વડે જ સાધારણ રસહીન જનસમૂહના સંસર્ગમાંથી ઊંચે ચઢી કવિ અદ્‌ભુતતાનું દર્શન કરી શકે છે. જ્યાં સુધી સાધન અને સાધ્યના ભેદની વિસ્મૃતિ ન થાય અને કલ્પના તે જ ‘ભાવનાત્મક સત્ય’ છે એવો ભ્રમ ન થાય ત્યાં સુધી કલ્પનાની ગતિને કંઈ પ્રતિરોધ નથી. દુનિયાના મહાન કવિઓએ કલ્પનાના અનેકાનેક વ્યાપાર દર્શાવ્યા છે પણ તેમણે સર્વત્ર વૃત્તિમય ભાવાભાસનો આશ્રય નથી જ કર્યો, અને કોઈ ઠેકાણે તેનો આશ્રય કરેલો છે તો તેમના કાવ્યનું ઉત્તમત્વ એ ભાવાભાસને લીધે નહિ પણ બીજા જ ગુણોને લીધે સિદ્ધ થયેલું છે. રા. આનંદશંકરે આપેલાં ઉદાહરણની આ સંબંધે થોડી પરીક્ષા કરી જોઈશું તો વસ્તુસ્થિતિ સ્પષ્ટ થશે.

મેઘદૂતમાં અલકાનું વર્ણન કરતાં કાલિદાસે કહ્યું છે કે ત્યાં હવેલીઓમાં મણિમય ભૂમિઓ છે, વૃક્ષોનાં પુષ્પ અને પદ્મિનીઓનાં પદ્મ નિત્ય કાયમ રહે છે, મોર બધી ઋતુઓમાં કળા કરે છે, રાત્રે હમેશ ચન્દ્રપ્રકાશ હોય છે, આનન્દ વિના બીજાં કારણથી નયનમાં અશ્રુ આવતાં નથી, તારાના પ્રતિબિમ્બવાળી સ્ફટિકથી જડેલી અગાસીઓમાં સ્ત્રીઓ સાથે બેસી યક્ષો મદિરા પીએ છે, બાલાઓ મન્દાકિનીને તટે સુવર્ણની રેતીમાં મણિઓ સંતાડી તે ખોળી કહાડવાની રમત રમે છે, શયનગૃહમાં રત્નના દીવા હોય છે અને લજ્જા પામતી સ્ત્રીઓ તે દીવા પર કુંકુમ વગેરે ચૂર્ણની મુઠ્ઠી ભરી ફેંકે છે, દોરીઓની જાળીઓમાં ગૂંથી લટકાવેલા ચન્દ્રકાન્ત મણિ પર ચંદ્રનાં કિરણ પડતાં તે મણિઓમાંથી નીકળતા જલથી સ્ત્રીઓથી અંગગ્લાનિ દૂર થાય છે, કલ્પવૃક્ષમાંથી અબળાઓને સકળ ભૂષણ મળે છે, ઇત્યાદિ. આ વર્ણન અદ્‌ભુત છે પરંતુ તેમાં કોઈ ઠેકાણે વૃત્તિમય ભાવાભાસ નથી. અલકાનો પ્રદેશ જેવો અદ્‌ભુત છે તેવા જ ત્યાં રહેનાર યક્ષો રસિક અને સમૃદ્ધ છે. સમૃદ્ધિવાળા પ્રદેશમાં સમૃદ્ધિની શક્તિવાળા જનો વસ્યા છે, અને સમૃદ્ધિનો ઉપભોગ કરવામાં તેઓ કુશળ છે, એ આ ચિત્રનું આનંદજનક સ્વરૂપ છે. પરંતુ યક્ષોની સમૃદ્ધિ કે રસિકતા જોઈ પદાર્થો તેમનો ભાવ ગ્રહણ કરી સમૃદ્ધિવાળા થયા છે એવું કોઈ ઠેકાણે વક્તવ્ય છે જ નહિ.