ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/પીતાંબર પટેલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading|‘વગડાનાં ફૂલ’, ‘મિલાપ’ અને ‘શ્રદ્ધાદીપ’ :
પીતાંબર નરસિંહભાઈ પટેલ|વિજયરાજસિંહ જાડેજા}}
{{Heading|‘વગડાનાં ફૂલ’, ‘મિલાપ’ અને ‘શ્રદ્ધાદીપ’ :
પીતાંબર નરસિંહભાઈ પટેલ|વિજયરાજસિંહ જાડેજા}}

[[File:Manubhai_Pandhi.jpg|right|200px]]
[[File:Pitambar Patel.png|right|200px]]

'''વાર્તાકારનો પરિચય :'''
'''વાર્તાકારનો પરિચય :'''
Line 101: Line 101:
“આ વાર્તાઓમાં વિષયવસ્તુનું વૈવિધ્ય છે. ગુજરાતી ગ્રામજીવન, શહેરીજીવન, સમાજજીવન, ફિલ્મી દુનિયા સુધીના વિવિધ વિષયો નિરૂપાયા છે. પાત્રો પણ વિષયવસ્તુ અનુરૂપ સમાજનાં વિવિધ સ્તરોમાંથી આવ્યાં છે. વાર્તાઓમાં લેખક નિરૂપણરીતિનું વૈવિધ્ય નિપજાવી શક્યા નથી. વળી એમની વાર્તાઓ મોટેભાગે બોધાત્મક બની રહે છે અને વાર્તાતત્ત્વ કરતાં સમસ્યાનું મહત્ત્વ એમની ટૂંકી વાર્તાઓમાં વધુ હોવાની છાપ પડે છે.”
“આ વાર્તાઓમાં વિષયવસ્તુનું વૈવિધ્ય છે. ગુજરાતી ગ્રામજીવન, શહેરીજીવન, સમાજજીવન, ફિલ્મી દુનિયા સુધીના વિવિધ વિષયો નિરૂપાયા છે. પાત્રો પણ વિષયવસ્તુ અનુરૂપ સમાજનાં વિવિધ સ્તરોમાંથી આવ્યાં છે. વાર્તાઓમાં લેખક નિરૂપણરીતિનું વૈવિધ્ય નિપજાવી શક્યા નથી. વળી એમની વાર્તાઓ મોટેભાગે બોધાત્મક બની રહે છે અને વાર્તાતત્ત્વ કરતાં સમસ્યાનું મહત્ત્વ એમની ટૂંકી વાર્તાઓમાં વધુ હોવાની છાપ પડે છે.”
{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|વિપુલ કાળિયાનીયા}}
{{right|વિપુલ કાળિયાનીયા}}

{{right|ગુજરાતી વિષયના અધ્યાપક અને વિભાગાધ્યક્ષ,}}
{{right|ગુજરાતી વિષયના અધ્યાપક અને વિભાગાધ્યક્ષ,}}

{{right|શ્રી વી. એમ. સાકરિયા મહિલા આટ્‌ર્સ કૉલેજ, બોટાદ}}
{{right|શ્રી વી. એમ. સાકરિયા મહિલા આટ્‌ર્સ કૉલેજ, બોટાદ}}

{{right|મો. ૯૯૨૪૨ ૪૨૭૫૨}}
{{right|મો. ૯૯૨૪૨ ૪૨૭૫૨}}

{{dhr}}{{page break|label=}}{{dhr}}

'''‘પીતાંબર પટેલનો વાર્તાવૈભવ-૨’ : પરિચય'''

'''વિપુલ કાળિયાનીયા'''

'''પીતાંબર પટેલ આપણી ભાષાના જાણીતા ગદ્યસર્જક છે. મિહિર પ્રકાશન, રાજકોટ દ્વારા પીતાંબર પટેલનાં તમામ પુસ્તકો એક સાથે સેટ પ્રકાશિત કરેલાં છે. જેમાં તેમના નવલિકા સંગ્રહોમાંથી પસંદગીની ઉત્તમ વાર્તાઓના ચાર સંગ્રહો ‘પીતાંબર પટેલનો વાર્તાવૈભવ’ સ્વરૂપે પ્રગટ કરેલ છે. જે પૈકીના ‘પીતાંબર પટેલનો વાર્તાવૈભવ-૨’નો પરિચય મેળવવાનો અહીં ઉપક્રમ છે.
‘પીતાંબર પટેલનો વાર્તાવૈભવ-૨’ માં કુલ ૨૮ વાર્તાઓ સમાવિષ્ટ છે. જેમાંથી ચાર વાર્તાઓ ‘પીતાંબર પટેલનો વાર્તાવૈભવ-૧’માં પણ સમાવિષ્ટ હતી જે પુનરાવર્તન પામે છે. એટલે અહીં આપણે એ ચાર સિવાયની ૨૪ વાર્તાઓ વિશે ચર્ચા કરીશું. વૈવિધ્યસભર વિષયો લઈને આવતી આ વાર્તાઓમાં સર્જક પર પુરોગામી અને સમકાલીન વાર્તાસર્જકોની અસર વર્તાઈ આવે છે. સંગ્રહની પ્રત્યેક વાર્તા વિશે ચર્ચા કરીએ તો,
આ સંપાદનની પ્રથમ વાર્તા ‘સતી’ છે. જેમાં મંગુનો પતિ ચિત્તભ્રમને કારણે ઘર છોડીને જતો રહ્યો છે અને એની ગેરહાજરીમાં મંગુ એક સતી જેવું જીવન જીવી રહી છે. નાતરી નાતની યૌવનના ઉંમરે ઊભેલી, રૂપાળી સ્ત્રી પતિની ગેરહાજરીમાં પણ સંયમ જાળવે છે અને મર્યાદાનું પાલન કરી પતિની રાહ જોતી બેઠી છે. પણ ક્ષય રોગથી પીડિત પોતાનું જીવન ન્યોછાવર કરી દે છે અને ત્યારે જ એનો પતિ ઘરે પાછો ફરે છે. અહીં મંગુના શુદ્ધ  ચારિત્ર્યની સુગંધ પ્રસરે છે. સતી શીર્ષક પણ યથાર્થ છે. ‘નવી કે જૂની’  વાર્તામાં જેની સાથે વીરમનાં પ્રથમ લગ્ન થયેલાં એ જ રળિયાત જોડે આધેડ વયે ઘરભંગ થયા પછી વીરમ ફરી ઘરસંસાર માંડે છે એ વાત સુપેરે વ્યક્ત થઈ છે. વીરમ અને રળિયાત ફરી સંસાર માંડે, અધૂરી બાજી પૂરી કરે એ માટેનાં રજૂ થયેલાં કારણો પણ સર્જકે ભાવકપક્ષને પચે એવા દર્શાવ્યાં છે. હાસ્યરસના છાંટણ પણ વાર્તાને આસ્વાદ્ય બનાવે છે. ‘કસુંબલ રંગ’ વાર્તાની નાયિકા મંગુ પોતાના પતિ દ્વારા બીજી બૈરીને ઘરે બેસાડતા પોતાના નાનકડા છોકરાને લઈને હોટલમાં કામવાળી તરીકે કામ સ્વીકારી લે છે. પોતાના પતિને ચાહતી આ નાયિકાને ખબર પડે છે કે એનો પતિ બીમાર છે, એકલો છે ત્યારે બધો ગુસ્સો ભૂલી પતિ પાસે જતી રહે છે. એ વાત વ્યક્ત થઈ છે. ડંખ નહિ પણ ફૂંફાડો રાખી, એકલી સ્વમાનથી જીવતી મંગુ સમય આવ્યે પતિ દાનસંગ પાસે જતી રહે છે. કારણ કે હૈયે લાગેલો કસુંબલ રંગ – પ્રેમનો રંગ જરાય ઝાંખો પડ્યો નથી. ‘વગડાનાં ફૂલ’ વાર્તામાં જેલવાસ દરમિયાન વાર્તાકથક અને એની મિત્રમંડળી સમય પસાર માટે કરતા અવનવી વાતો ‘ગપ્પા’ની વાતમાં આવતી બે પ્રેમીની વાત છે.  મેળામાં મળેલાં બે યુવા હૈયાના અધૂરા પ્રણયની વાત છે. રાજુને ચાહતો પણ પ્રેમનો એકરાર નહિ કરી શકેલો, વરસંગના ગામમાં જ રાજુ બીજલને  પરણીને આવે છે. રાજુ અને વરસંગ મર્યાદા જાળવે છે, કદી વાત સુધ્ધાં કરતાં નથી છતાં રાજુનો પતિ રાજુ પર હંમેશાં વહેમાતો રહે છે. ગામમાં નવરાત્રી વખતે રાજુ અને વરસંગ ગરબા ગાય છે એની જાણ બીજલને થાય છે એ રાજુને મારી નાખવા તત્પર થયો છે. રાજુ ઘરે આવી, દાતરડું લઈને રાજુ પર હુમલો કરવા તૈયાર બીજલ અને રાજુ ઝપાઝપીમાં રાજુના હાથે અજાણતા બીજલનું મૃત્યુ થઈ જાય છે. આ વખતે વરસંગ ત્યાંથી પસાર થતાં ચીસાચીસ સાંભળી અંદર આવે છે. વસ્તુસ્થિતિ પારખી લઈ વરસંગ આ ગુનો પોતાના માથે લઈ લે છે અને આજીવન કારાવાસ સ્વીકારે છે. ‘ગપ્પા’માં થતી આવી હૃદયસ્પર્શી વાતે બધાને ભાવવિભોર બનાવી દીધા છે. આ વરસંગ બીજો કોઈ નહિ પણ અહીં રહેલો વોર્ડર વરસંગ. ‘વગડાનાં ફૂલો’ની ખાસિયત જણાવી ભાવકોને શીર્ષક સમજાવતા નજરે પડે છે. ભાવકો પર છોડવાને બદલે સર્જક સમજાવે છે જે રુચતું નથી. પન્નાલાલ પટેલ અને ઈશ્વર પેટલીકરની અસર હેઠળ સર્જન કરતા પીતાંબર પટેલની આ વાર્તામાં આ બન્ને સર્જકોની અસર વર્તાઈ રહી છે. ‘મળેલા જીવ’ અને ‘જનમટીપ’ કૃતિમાં આવતાં કથાઘટક આ વાર્તામાં વપરાયેલા જોઈ શકાય છે. ‘ઘરભંગ’ વાર્તામાં વિધુર થયેલા પરમાનંદભાઈની એકલા થયા પછીની કરુણસ્થિતિ, પત્નીના મૃત્યુ બાદ એની વેલ્યૂ અને પુત્રવધૂ દ્વારા થઈ રહેલી ઉપેક્ષા વ્યક્ત થઈ છે. દીકરા અને વહુને ઘર બહાર કાઢી મૂકવાનો વિચાર કરતા પરમાનંદભાઈ એના મિત્રોમાં આદર્શ છે એવી ખબર પડતાં પોતાના જીવન સાથે, વર્તમાન સાથે સમાયોજન કરતા નજરે પડે છે. નાયકની મનઃસ્થિતિ વર્ણવવામાં સર્જક સફળ રહ્યા છે. નૂતન વિષયવસ્તુ સાથે આ વાર્તા ધ્યાનાર્હ બની રહે છે. ‘છૂટાછેડા’ વાર્તામાં નવનીત અને સુગંધાની કથા છે. બૅન્કના કર્મચારી નવનીત પત્ની સુગંધા સાથે સામાન્ય પણ ખુશીથી ઘરસંસાર વિતાવી રહ્યો હતો. એમાં રૂપવાન પત્ની સુગંધા ફિલ્મી દુનિયામાં ઝંપલાવે છે, પૈસો અને પ્રતિષ્ઠા મળતા સુગંધા પતિથી છૂટાછેડા ઇચ્છે છે પણ શરતે. પતિ કોર્ટમાં કબૂલ કરે કે પોતે નપુસંક છે તો સુગંધા મોં માગી રકમ પણ આપશે. નવનીત ખૂબ મૂંઝાયેલો, ગુસ્સે થયેલો છે અને માથેરાન આવ્યો છે. નવનીત વાર્તાના આરંભે માથેરાન હોટલમાં રોકાયો છે ત્યાંથી વાર્તા શરૂ થાય છે અને આખી વાત આજ એ અહીં નક્કી કરે છે કે સુગંધાનું ખૂન કરી નાખવું, પણ હોટલના નોકર છનાજી સાથે વાત કરતા છનાજીના લગ્નજીવનની ખબર પડે છે. છનાજી કહે છે કે, ‘સાહેબ! રદિયા વનાના ખોળિયાને કરવાનુંયે શું? પછી તો મડામાં અને એનામાં ફેર શું?’ છનાજીની વાતોની અસરથી પોતે સુગંધાનું ખૂન કરવાનું વિચારતો હતો તે ભૂત કાઢી નાખી એને રાજીથી છૂટાછેડા આપવાનું નક્કી કરે છે. ફિલ્મી દુનિયા આ વાર્તાની પશ્ચાત્‌ભૂ બને છે. ફિલ્મી દુનિયાની સામાન્ય જનમાનસમાં અંકાઈ રહેલી માનસિકતા સર્જક સુપેરે પ્રગટાવે છે. સમગ્ર રીતે જોઈએ તો ‘છૂટાછેડા’ ઉત્તમ વાર્તા બનવા પામી છે. ૧૯૫૫માં આ જ શીર્ષકથી સર્જક વાર્તાસંગ્રહ આપે છે એથી પણ આ વાર્તાની મહત્તા પામી શકીએ છીએ. ‘ચકલીનો માળો’ વાર્તામાં નાયક એક લેખક છે, સંવેદનશીલ છે. લેખકના ઘરે ચકલીએ માળો બાંધ્યો છે. લેખકનાં પત્ની એ માળો કાઢી નાખવા માગે  છે પણ લેખક ના પાડે છે. વાર્તામાંથી ફલિત થાય છે કે ઘર પરિવાર જાણે ચકલીનો માળો છે! એને બાંધવા ઘણી મહેનત કરવી પડે છે. વાર્તાના અંત સુધી લેખકનાં પત્ની પણ સંમત થઈ જાય છે. પ્રતીકના વિનિયોગ સાથે રજૂ થતી સામાન્ય કક્ષાની વાર્તા છે. ‘માનતાનો ગરબો’ વાર્તામાં અંબા અને મોતીરામને ત્યાં લગ્નના બાર વર્ષે દીકરો જન્મતા આ નોરતાએ ગરબો કાઢવાની માનતા પૂરી કરવાની વાત છે. અંબાને જન્મેલ દીકરાનો સાચો બાપ તો વીરચંદ છે એ અંબા જાણે છે એટલે દીકરાના બાપે આજ ઉપવાસ કરવાનો હોય એ વાતની ચિંતા અંબાને છે અને વીરચંદ ઉપવાસ કરે છે એટલે એ રાજી થઈ છે. ત્યાં સુધી એ દુઃખી હતી. અહીં વીરચંદના છૂપા પ્રણયની અને સાથે એકમેકનું સારું ઇચ્છતા આ ગામડા ગામના લોકોની વાત છે. ગરબા ગવરાવતી અંબાના મુખે મુકાયેલું પદ્ય વાર્તામાં પ્રાણ પૂરે છે. ‘આત્મવંચના’ નૂતન વિષયવસ્તુવાળી વાર્તા છે. સ્ત્રીઓના આપઘાત તપાસ સમિતિની મંત્રી રોહિણી ઠાકોર લેખક પ્રદીપ અને અન્ય સાહિત્યકારોના સાહિત્યમાં લખાતા સ્ત્રીઓના આપઘાતના કથાનકથી ગુસ્સામાં છે. પરંતુ જે વિષયવસ્તુને લઈને વાર્તા રચાઈ છે, વાર્તાની નાયિકા પતિના અફેરને કારણે જીવ ગુમાવે છે – સાસુ અને પતિ મારી નાખે છતાં જુબાની ખોટી પૂરે છે એવી જ ઘટના રોહિણીના જીવનમાં બને છે એ પણ કોઈના લગ્નજીવનને પીંખવા જઈ રહી છે. જે વાતનો પોતે વિરોધ કરે છે એ જ વસ્તુ એ બીજા કોઈ સાથે કરી રહી છે. એ ખબર પડતા લેખકના ઘરે ગુપ્ત કવરમાં લખીને મૂકી ગઈ કે રોહિણી મરી ગઈ છે. વાર્તાનો ઉપાડ સરસ રીતે થયો છે. પાત્રાલેખન પણ ઊડીને આંખે વળગે એ રીતે થયું છે. ‘ઝૂલતા મિનારા’ વાર્તા પણ આ સંચયની સારી કહી શકાય એવી વાર્તા પૈકીની છે. મહેશ અને સુદેવીનાં પ્રેમલગ્ન થયાં છે સુધીર પણ એ બન્નેનો ક્લાસમેટ છે. સુધીર અમેરિકા અભ્યાસ કરી આ મિત્રોના ઘરે આવ્યો છે. ત્રણેય ટૂરમાં ગયા છે સુદેવી સુધીર સાથે વધુ પડતી હળેમળે, ઉપેક્ષા કરે એ મહેશથી જીરવાતું નથી. ઝૂલતા મિનારા જોવા ગયા અને ‘એક મિનારાને હલાવો તો બીજો આપોઆપ હલે, અમર પ્રેમીઓ છે, એવો બન્ને વચ્ચે ગાઢ સ્નેહ છે.’ આવું જાણવા મળે છે ત્યારે સુધીર આખી વાત સમજી  જાય છે અને તાત્કાલિક પોતાના ઘરે પાછો ફરે છે. મહેશની મનઃસ્થિતિ, અમદાવાદનું વર્ણન, વાર્તાની અંદર વાર્તાની પ્રયુક્તિ, હિન્દી ભાષાનો વિનિયોગ વાર્તાને આસ્વાદ્ય બનાવે છે. ‘અભિમન્યુનો ચકરાવો’ વાર્તામાં મધ્યમ વર્ગના લોકોની સ્થિતિનું આલેખન કરવામાં આવ્યું છે. વાર્તાનાયક પંડ્યાના જીવનની મુશ્કેલીઓ, લાંચ લેતા પ્રધાનો વગેરે બાબત મુખર રીતે વ્યક્ત થઈ છે. શતરંજની રમત અને એમાં અભિમન્યુના ચકરાવા સાથેનું અનુસંધાન વાર્તાને ઘેરી બનાવે છે. ‘માણસની જિંદગી એ અભિમન્યુના ચકરાવા જેવી જ છે ને! જીવતેજીવ માણસને કેટલા કોઠા જીતવા પડે છે! વાર્તામાં આવતું આ વાક્ય વાર્તાના હાર્દને વ્યક્ત કરે છે. ‘ટેલિફોન ગર્લ’ વાર્તામાં એલ.આઈ.સી.માં કામ કરતી ટેલિફોન ગર્લ-સુનંદાની વાત છે. ફોન પર વાત કરતા કરતા સુનંદાને સુદર્શન રોજ ફોન કરે અને એમાં પ્રેમ કરવા લાગે છે. પોતાના જ વિષયવસ્તુને લઈને સુદર્શન વાર્તા લખે છે પણ અંત લખ્યો નથી, તેથી અંત લખવા માટે એક વખત મળવાનું નક્કી કરે છે. ત્યારે ખબર પડે છે કે સુનંદા તો એક દીકરીની મા છે. સુનંદા કહે છે કે ‘વાર્તાનો અંત મળી ગયો ને?’ અને કહે છે કે આ તો મારી વાર્તાનો અંત છે. તમારી કલ્પનાના અંતવાળી વાર્તા જ દીપોત્સવી અંકમાં મોકલજો.’ આમ, લેખક, કલ્પના અને વાસ્તવને સાથે જોડીને સારી વાર્તા આપે છે. ‘દલ્લો’ વાર્તામાં કંજૂસ દલાની કંજૂસાઈનું મોત નીપજતું બતાવાયું છે. કોઈ દાન-પુણ્ય, ધર્માદો કે દીકરા વહુને કશું ન આપતા દલાકાકા જિંદગી આખી ભેગી કરેલી મૂડીની દોણી દીકરા વેડફી ન નાખે એ બીકે ખેતરમાં જઈને દાટી આવવા વિચારે છે પણ ત્યાં જીનના ડરથી એમનું મોત થાય છે. વાર્તાનું અંતિમ વાક્ય હાર્દસમ આવે છે : ‘તેમની પાસે જ ફૂટેલી દોણીમાંથી ઘરેણાં ડોકિયાં કરી રહ્યાં હતાં. જૂના કાળા પડી ગયેલા રોકડા રૂપિયા દાંત કાઢી રહ્યા હતા.’ ‘માતાજીના પારે’ વાર્તામાં શિવો બહુચરાજી જઈ માતાના પારે બેસી ગયો અને એની મા સોના ડોશી જીવનના અંતિમ શ્વાસે એના દીકરા શિવાને યાદ કરી રહ્યાં છે પછી કોઈના કહેવાથી ડોશી માનતા માને છે કે સાજી થઈશ તો બહુચરાજી પગે લાગવા આવીશ. મથુરને લઈને માનતા પૂરી કરવા જાય છે અને શિવો જે લખમી બનીને માતાજીની ગાય બનેલો છે એનો મિલાપ થાય છે. હૃદયસ્પર્શી મિલન ભાવકોને ભીંજવી દે છે. નવીન–ઓછો છેડાયેલો વિષય ટૂંકીવાર્તાનો વિષય બને છે. થોડી વધુ માવજત મળી હોત તો વધુ આસ્વાદ્ય કૃતિ બની શકી હોત. ‘કાળીની શિંગોટી’માં જમનાની કાળી નામની ભેંસ વેચવાની વાત, વધુ કિંમત લેવાની લાલચમાં ખરા સમયે કાળી ખાવામાં કંઈક આવી જવાથી મોતને ભેટે છે અને જમનાની ઇચ્છાઓ અધૂરી રહે છે, એ વાત ગ્રામ્યપરિવેશ સાથે સુંદર રીતે વ્યક્ત થઈ છે. આ વાર્તામાંથી પસાર  થતા ‘કમાઉ દીકરો’ વાર્તાની સહજ યાદ આવી જાય.  ‘ઇન્ટરવ્યૂ’ આખા બોલી કમળા સાસરેથી પાછી આવી, મોટી ઉંમરે પરીક્ષા પાસ કરી શિક્ષકની ભરતીના ઇન્ટરવ્યૂમાં હાજર રહી છે ત્યાંથી વાર્તા આરંભાઈ છે. ભરતી પ્રક્રિયામાં એનો પતિ બેઠો છે અને આખી વાત પછી ભૂતકાળમાં સરી પડે છે. આખી વાર્તા કમળાના પૂર્વ પતિના મન- મસ્તિષ્કમાં ભજવાતી દર્શાવાય છે. છેવટે ઘણા મનોમંથન પછી ત્યક્તા કમળાને ભરતીમાં પસંદ થવાનો ઑર્ડર મળે છે, ત્યાં વાર્તા પૂરી થાય છે. વાર્તા વધુ કલાત્મક બની શકી હોત પણ એવું બનતું નથી. ‘ઝાંઝવાનાં જળ’ વાર્તામાં ગામડાનું ‘રાજકારણ’ આલેખાયું છે. ગામડામાં સરપંચ થવાના વિવિધ કીમિયા અને નીચી જ્ઞાતિને સરપંચ બનવા અને છેવટે ટિકિટ પાછી ખેંચવા મજબૂર કરવા માટેના વિવિધ કારસ્તાન ‘ઝાંઝવાનાં જળ’ વાર્તામાં નિરૂપાયાં છે. વાર્તાના અંતમાં આવતી સવજીની ચિત્તાવસ્થા સારી રીતે નિરૂપણ પામી છે. ફૂલ અને કાંટા વાર્તામાં પણ પંચાયતી રાજ અને એમાં થતી ખટપટ વર્ણવાય છે. સવિતાબેન અમે હરિહરભાઈની વિવિધ સેવાકીય પ્રવૃત્તિ અને એને બદલે એમને મળતાં કાંટા પણ અંતમાં સૌ હકીકતથી વાકેફ થાય છે. સામાન્ય કક્ષાની આ વાર્તા છે. ‘છૂપા આશિષ’ વાર્તામાં તત્કાલીન સમયે ગામડામાં તબીબી સેવાઓની ઊણપ હતી અને એમાં બાજુના ગામમાં મોટાં લેડીઝ ડૉક્ટર આવે છે અને નિઃસંતાન શારદા એ ડૉક્ટરને બતાવી ગામ, સમાજ અને ઘરનાં મેણામાંથી છૂટવા માંગે છે. તબીબી સારવાર મળતાં ગામડાઓમાં આવતો બદલાવ દર્શાવાયો છે. નિસંતાન શારદાને સારવાર બાદ બાળકનો જન્મ થાય છે એવા સુખાંત સાથે વાર્તા પૂરી થાય છે. ‘શોક્ય’ વાર્તા એમાં પ્રયોજાયેલી તળપદી બોલીને કારણે ધ્યાનાર્હ બની છે. વાર્તાના પ્રારંભે પત્રની પ્રયુક્તિ દ્વારા સારિકા આવવાની છે એ ખબર મંગુને પડે છે. સારિકા બીજું કોઈ નહીં, પણ મંગુની શોક્ય છે તેથી મંગુ ગુસ્સામાં છે. મંગુનો પતિ મુંબઈ ગયો ને ત્યાં જ નોકરી સ્વીકારી, નાની બાળકી સાથે પત્ની મંગુને છોડી સારિકા સાથે પરણી ગયો. કૅન્સર થયું, મૃત્યુ પામ્યો બે બાળકો અને સારિકાને એકલા મૂકીને. મંગુને હજી પણ સારિકા પર ગુસ્સો છે. શારદાનાં લગ્નમાં સારિકા આવી, ખૂબ અહોભાવથી બધાને મળી પણ મંગુએ સારિકાને ન સ્વીકારી. અહીં ખરા અર્થમાં શોક્ય સારિકા નહિ પણ મંગુ લાગે છે. શીર્ષકની વ્યંજના સિદ્ધ થઈ છે. ગુજરાતનું ગામડું અને મુંબઈ શહેર આસપાસ ફરતી આ વાર્તા સારી બનવા પામી છે. પોતાની દીકરીના અકાળે અવસાન પછી ધનકુંવર શેઠાણીનું પ્રિયપાત્ર, દીકરીતુલ્ય ‘રૂપલી’ કૂતરી બને છે. અચાનક રૂપલી ખોવાઈ ગઈ છે અને શેઠાણીની કફોડી હાલત થઈ, એની વિહ્‌વળતા વાર્તામાં દર્શાવાઈ છે. પીતાંબર પટેલની વાર્તાની સૃષ્ટિમાં ફિલ્મી દુનિયા અવારનવાર ડોકિયા કરે છે. આ સંગ્રહની ‘છૂટાછેડા’ ‘કૅમેરાનાં આંસુ’, ‘નીલાંબરી’ અને ‘મેરી શાંતિ મર ગઈ’ વાર્તામાં ફિલ્મી દુનિયાની ઝાકમઝોળ અને એ પ્રકાશ પાછળ રહેલા ઘેરા અંધકારને નિરૂપ્યા છે. ‘કૅમેરાનાં આંસુ’માં ફિલ્મી દુનિયામાં પોતાના રૂપ અને અભિનયનો ડંકો વગાડતી ચંદ્રલેખા નામની અભિનેત્રીની જીવનગાથા હૃદયગમ્ય રીતે કહેવામાં આવી છે. ગૌરી નાચવાવાળીની દીકરી મન્નુમાંથી કોઈની પત્ની બનવા ઇચ્છતી મન્નુ, લગ્નનું વચન આપી સગર્ભા બનાવી છોડીને જતો શેખર, કુંવારી માતા બની બાળકીને કમને ત્યજી અને મન્નુમાંથી  ચંદ્રલેખા જેવી ઉત્તમ અભિનેત્રી બનતી મન્નુની ગાથા સુપેરે આ વાર્તામાં વર્ણવાઈ છે. ચંદ્રલેખા એવો સહજ અભિનય કરે છે કે કૅમેરો પણ આંસુ સારવા લાગે છે. ‘નીલાંબરી’ વાર્તા પણ ફિલ્મી દુનિયાની પશ્ચાદ્‌ભૂમિ લઈને આવે છે. અનાથ નીલાંબરી અનાથ બાળકને પોતાની સાથે રાખે છે. એ બાળક બીમાર હોવાથી શૂટિંગમાં આવી શકતી નથી. મૅનેજર ગુસ્સે થયેલા પણ હકીકત જોતા એ પણ પીગળી જાય છે. આ અભિનેત્રીમાં રહેલાં વાત્સલ્ય ઝરણાંથી  ભીંજાય છે. ‘મેરી શાંતિ મર ગઈ’ વાર્તામાં પણ વિફળ પ્રેમીઓની – અભિનેત્રી શાંતિ અને હંસરાજની – કહાની કહેતા પીતાંબર પટેલ નજરે પડે છે. સર્જકને પ્રિય એવી ફિલ્મી દુનિયા, કચકડે કંડારતી દુનિયાની પાછળ રહેલી વાસ્તવની દુનિયા તરફનો અંગુલિનિર્દેશ આપણે સૌ સારી રીતે સમજી શકીએ છીએ.'''
'''પીતાંબર પટેલની વાર્તાકલા :'''
{{Poem2Open}}
‘પીતાંબર પટેલનો વાર્તાવૈભવ-૨’ને ધ્યાને રાખીને પીતાંબર પટેલની વાર્તાકલા વિશે ચર્ચા કરીએ તો ધ્યાને આવે છે કે સર્જક અહીં પણ અવનવા વિષયો લઈને વાર્તા માંડે છે. ક્યારેક ક્યારેક સર્જકના ચિત્તમાં રહેલા આદર્શો પણ દેખા દે છે. અહીં પ્રમાણમાં ગામડું ઓછું નિરૂપાયું છે. શહેર, એમાં પણ ફિલ્મી દુનિયા પણ સર્જકના વિષય બને છે. યાદગાર પાત્રો, નવીનતમ વિષયો લઈને સર્જક આવે છે. કિન્નરની દુનિયા, કુંવારી માતાની જિંદગી, વગેરે નૂતન વિષય લઈને સર્જક આવે છે. ગોકુળિયા ગામની પરિકલ્પના, ગામડાનું રાજકારણ વગેરે બાબતો તત્કાલીન સમાજની તાસીર બતાવે છે. અમુક વિષયો સર્જકે એવા છેડ્યા છે કે વધુ માવજત મળી હોત તો એ ઉત્તમ વાર્તા ચોક્કસ બની શકી હોત.
પીતાંબર પટેલની વાર્તાઓ વિશે વિવેચકનું વિધાન :
‘પંચાવનનું ગ્રંથસ્થ વાઙ્‌મય’માં ‘૧૯૫૫ના સર્જન-ચિંતન પર એક દૃષ્ટિપાત’ શીર્ષક હેઠળ શ્રી વિજયરાય ક. વૈદ્ય પીતાંબર પટેલના ૧૯૫૫માં પ્રગટેલા વાર્તાસંગ્રહ ‘છૂટાછેડા’ વિશે નોંધે છે જે સર્જકની ઘણી વાર્તાઓને પણ લાગુ પાડી શકાય.
“ ‘છૂટાછેડા’ (પીતાંબર પટેલ) આમાં વીસ વાર્તાઓ વસ્તુ તથા નિરૂપણના વૈવિધ્યવાળી છે. સંગ્રહની વિશેષતા એ કે પ્રેમમાં અનુભવાયેલું નૈરાશ્ય પાત્રને પરાજિત કરતું નથી, પણ તે પ્રેમપાત્રનું સ્મરણ કરવું એને પોતાનું સદ્‌ભાગ્ય માને છે. ત્યાગભાવના પણ કેટલીક વસ્તુઓમાં અસરકારક રીતે દેખા દે છે.”
{{Poem2Close}}
{{right|– વિજયરાય ક. વૈદ્ય }}

'''સંદર્ભ :'''
{{Poem2Open}}
‘પીતાંબર પટેલનો વાર્તાવૈભવ-૨’ (મિહિર પ્રકાશન, રાજકોટ)
‘પંચાવનનું ગ્રંથસ્થ વાઙ્‌મય’, ગુજરાત સાહિત્ય સભાની વર્ષ ૧૯૫૫ની કાર્યવાહી.
{{Poem2Close}}
{{right|વિપુલ કાળિયાનીયા}}

{{right|ગુજરાતી વિષયના અધ્યાપક અને વિભાગાધ્યક્ષ,}}

{{right|શ્રી વી. એમ. સાકરિયા મહિલા આટ્‌ર્સ કૉલેજ, બોટાદ}}

{{right|મો. ૯૯૨૪૨ ૪૨૭૫૨}}

{{dhr}}{{page break|label=}}{{dhr}}

'''‘પીતાંબર પટેલનો વાર્તાવૈભવ-૩’ : પરિચય'''

'''વિપુલકાળિયાનીયા'''

{{Poem2Open}}
નવલકથા અને નવલિકા ક્ષેત્રે પોતાનું પ્રદાન આપનાર પીતાંબર પટેલ આપણી ભાષાના જાણીતા ગદ્યસર્જક છે. મિહિર પ્રકાશન, રાજકોટ દ્વારા પીતાંબર પટેલનાં તમામ પુસ્તકો એક સાથે સેટ પ્રકાશિત કરેલાં છે. જેમાં તેમના નવલિકા સંગ્રહોમાંથી પસંદગીની ઉત્તમ વાર્તાઓના ચાર સંગ્રહો ‘પીતાંબર પટેલનો વાર્તાવૈભવ’ સ્વરૂપે પ્રગટ કરેલ છે. જે પૈકીના ‘પીતાંબર પટેલનો વાર્તાવૈભવ-૩’નો પરિચય મેળવવાનો અહીં મનસૂબો છે.
‘પીતાંબર પટેલનો વાર્તાવૈભવ-૩’માં કુલ ૨૭ વાર્તાઓ સમાવિષ્ટ છે. આ વાર્તાઓમાં ગામડું ધબકે છે, ફિલ્મી દુનિયા ઝળહળે છે, લેખકના જીવનની બોલબાલા છે તો ક્યાંક એકમેક માટે ઝૂરતા પ્રેમીઓ છે તો ક્યાંક વહેમાઈને પ્રિયપાત્રથી વિમુખ થયેલાં હૈયાં પણ છે. આ વાર્તાઓને નજીકથી તપાસીએ તો, સંગ્રહની પ્રથમ વાર્તા ‘નેવનાં પાણી’માં જીવનની મધ્ય ઉંમરે વિધવા સુવર્ણાને એનો જ પ્રેમી ઉમાકાંત મળી જાય અને દીકરી વૈશાખી જ પોતાની માનાં લગ્ન કરાવી આપે એ વાત પૂરેપૂરી સભાનતાથી અને સ્વસ્થ રીતે દર્શાવાય છે. જીવનનો મહત્ત્વનો નિર્ણય એ જ્યારે લેવો જોઈએ ત્યારે નથી લઈ શકી પણ અત્યારે એ અઘરું કામ નેવનાં પાણી પામી શકી છે. સુખાંત વાર્તા છે. ‘ભૂખ’ વાર્તામાં દુષ્કાળ અને એનાથી જન્મતી પીડાને સર્જકે  વાચા આપી છે. સતત બે વરસ પડેલા દુકાળથી માનવી અને પશુઓ હેરાન થાય છે એ ચિતાર વક્તા ડોસાની જુબાને આલેખાયો છે. આવા સમયે ત્યારે ગામડામાં રાહતકામ, સરકારી સહાય વગેરે આવે છે પણ તંત્રની ગામની સ્ત્રીઓ-છોકરીઓ પર લોલુપ નજર, એની સાથે થતો જુલમ માતાપિતા જુએ છતાં આંખ આડા કાન કરે એ વાત નિરુપાય છે. વાસ્તવની ભોંય પર લખાયેલી વાર્તા સહૃદય ભાવકને હચમચાવી દે છે. મૃત્યુ પામેલ ડોસાના નામનું રાહતનું તેલ-બાજરી નહીં મળે એ બીકે બાપના મોતના સમાચાર દીકરો ભગો છુપાવી રાખે, પેલી તારીખે વસ્તુ મળ્યાં બાદ બાપના મોતનો ઠૂઠવો મૂકે છે. ‘ભૂખ શું શું ન કરાવે?’ એ ભાવાર્થ વાર્તામાંથી વ્યક્ત થયો છે. આ વાર્તામાંથી પસાર થતા પન્નાલાલ પટેલની કલમે આલેખાયેલો છપ્પનિયો તાદૃશ થયા વગર રહેતો નથી.
‘પાંચ પત્રો’ વાર્તામાં કુટુંબી પુરુષોની હવસનો ભોગ બનેલી વિધવા ચંપાના કરુણ મોતના સમાચાર ચંપાને ગામડાના બાલમંદિરમાં નોકરીએ રખાવનાર ભાઈને પાંચ અલગ અલગ વ્યક્તિઓના પત્ર દ્વારા થાય છે એ વાત છે. સાથોસાથ ચંપાનું મોત આપઘાત છે કે ખૂન એની ચર્ચા આખા ગામમાં થાય છે, અને હકીકત શું છે એ વસ્તુ સાથે વાર્તા આગળ વધે છે. વિધવા સ્ત્રીની લાચારીનો ફાયદો ઉઠાવતો પુરુષપ્રધાન સમાજ સર્જકે આ વાર્તામાં ચીંધ્યો છે. ‘મંજરી’ વાર્તા નાયિકાપ્રધાન વાર્તા છે. નાયિકા મંજરી ઘરના સભ્યોના વિરોધ વચ્ચે હેમંત જોડે પ્રેમલગ્ન કરે છે. સુખી સંસાર ચાલી રહ્યો છે. નાનકડી દીકરી પણ છે પણ અચાનક હેમંતને નંદિની સાથે પ્રેમ થઈ જતા એની સાથે લગ્ન કરી ઘરે લાવવા માગે છે. દુઃખી મંજરી દીકરીને લઈને રાજકોટ જતી રહેવા વિચારે છે, બસમાં બેસી રાજકોટ પહોંચી પણ જાય છે અને છેવટે મન મક્કમ બનાવી અમદાવાદ પાછી ફરે છે. પતિને સામે વાઘણ બનીને રહેશે એવા નિર્ણય પર આવે છે. આ વાર્તામાં નારીશક્તિની મહત્તા વ્યક્ત થઈ છે. ‘અંતિમ અભિલાષા’ વાર્તામાં નૂતન વિષય લઈને સર્જક આવે છે. જેને ક્યારેય જોયા પણ નથી, માત્ર જેના સાહિત્યસર્જનથી પોતાનું દિલ દઈને બેઠેલી, પત્રો દ્વારા પોતાનો પ્રેમ પ્રગટ કરતી દર્શના હાલ કૅન્સરગ્રસ્ત છે, અંતિમ શ્વાસ લઈ રહી છે ત્યારે તેની છેલ્લી ઇચ્છા પોતાના દેવને મળવાની છે. અને લેખક એ ઇચ્છા પૂરી કરવા જાય પણ છે અને દર્શનાની અંતિમ અભિલાષા હતી કે લેખક પોતાના પર વાર્તા લખે. લેખક હા પાડે છે, વાર્તા લખે છે પણ એ વાંચવા માટે દર્શના હયાત રહી નથી. થોડાક જ સમયમાં દર્શના મોતને ભેટે છે. એ સમાચાર લેખકને મળે છે. અત્યાર સુધી લેખક કદી દર્શનાના પ્રણયને ગંભીરતાથી નથી લેતા પણ આ સમયે એ પણ ભાવુક બની જાય છે. સાચુકલો પ્રેમ કરતી દર્શના અહીં ભાવકોના ચિત્તને હચમચાવી મૂકે છે. એકંદરે આ વાર્તા આસ્વાદ્ય બની છે. ‘વહેમનું ઓસડ’ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા આવેલી સુજાતા નોકરી મેળવે છે ત્યાંથી વાર્તા આરંભાઈ છે. સુજાતા પોતાના અંધપ્રેમી સાથે લગ્નથી જોડાઈ, દીકરો જન્મ્યો પણ અંધપતિ વાસુદેવને  પત્ની પર વહેમ આવતાં બાળક પર હુમલો કરે છે ને સુજાતા અલગ રહેવા જતી રહે છે. વહેમનાં ઓસડ હોય ખરાં? એવા પ્રશ્નાર્થ સાથે વાર્તા પૂરી થાય છે. પ્રણયભંગ થયેલાં હૈયાં આ વાર્તામાં આલેખાયાં છે. ‘છબિલા રંગ લાગ્યો રે!’માં લેખક ફરી મેળાને લઈ આવે છે. અહીં જૂનાગઢ ભવનાથ તળેટીમાં ભરાતા મેળા અને એ મેળાના માનવીઓનાં હૈયાંને આલેખ્યાં છે. વર્ણનાત્મક શૈલી અને મેળાનાં ગીતો વાર્તાનો મોટો હિસ્સો રોકે છે. લેખક મેળાના, અને મેળામાં મહાલતા હૈયાને આલેખવામાં પોતાનો અહોભાવ વ્યક્ત કરતા જણાય છે. રૂપા જોડે ન પરણી શકેલો અરજણ સાધુ બની જાય છે પણ હરિદ્વારથી ખાસ રૂપા મળશે એવી છૂપી આશાએ જૂનાગઢ આવ્યો છે અને સાધુવેશે રૂપાનો હાથ તપાસતા ઓળખ થતા રૂપાને લઈને નાસી જાય છે. આ અંત અધ્યાહાર છે પણ ભાવકો સમજી શકે છે. સર્જક પોતાની ઘણી વાર્તાઓમાં પાત્રો પાસે થૂંકેલું ગળાવતા નજરે પડે છે એવું જ અહીં પણ બને છે. ‘લોચનદાન’ સામાન્ય કક્ષાની વાર્તા છે. મોતિયાથી આંખે અંધાપો વેઠતાં મંછીડોશી લખીપતમાં આવેલ મફત નેત્રરોગ સારવાર કૅમ્પમાંથી મોતિયાનું ઑપરેશન કરાવી આવે છે. અંધ જેવા બનેલા મંછીડોશીને આંખે તેજ આવતાં ઘર પરિવારમાં બધાને ટોક્યા કરે છે, અળખામણાં થાય છે અંતે પોતે જ પોતાના હાથે આંખો ફોડી નાખે છે એવી કરુણતા સાથે વાર્તા પૂરી થાય છે. ગામડાનું વર્ણન, ખેતી, કામકાજ, વ્યવહાર, સામાજિક સંબંધો વગેરે બાબતો સાથે વાર્તા આગળ વધે છે. રંગભૂમિ અને રંગભૂમિ સાથે જોડાયેલાં પાત્રોને પણ આ સર્જક વાર્તાનો વિષય બનાવે છે.
આ સંચયમાં ‘છેલ્લો અભિનય’, ‘પિયા મિલન’ અને ‘સુભાષિણી’ વાર્તામાં રંગભૂમિની પશ્ચાદ્‌ભૂ દર્શાવાય છે. નાટકમાં સ્ત્રીપાત્ર ભજવનાર ચંપકલાલ ને સુખલાલ માયાદેવી નામની અભિનેત્રીના કારણે સંબંધ બગડે, ચંપકલાલ વતન પાછા ફરે અને વરસો બાદ પત્ર મળે કે સુખલાલ ખૂબ બીમાર છે ત્યારે બધું વેરઝેર ભૂલી ચંપક સુખલાલને મળવા જાય છે. સાધારણ વાર્તા છે પણ માનવતાનાં મૂલ્યો શીખવી જાય છે. ‘પિયા મિલન’માં લીલાધરને શ્રેષ્ઠ અદાકારના ઍવૉર્ડ મળવાની ખુશી સાથે વાર્તા શરૂ થાય છે, લીલાધરની પ્રેમિકા ફાતિમાનો પત્ર મળે છે કે ફાતિમા જિંદગીના અંતિમ શ્વાસ લઈ રહી છે. એની અંત વેળા પોતે એની પાસે રહેશે એવા વચનથી બંધાયેલો હતો એટલે દિલ્હીના બદલે ફાતિમા પાસે અમદાવાદ જવાનું નક્કી કરે છે. ફાતિમા લીલાધરના ખોળામાં અંતિમ શ્વાસ લે છે. આમ આપેલા વચન પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત થઈ છે. ‘સુભાષિણી’ વાર્તા ભૂતકાળના પડળને ભેદીને રજૂ થતી વાર્તા છે. લેખક મહાશય જયમલ અને રંગભૂમિની અદાકારા સુભાષિણીનો એ મીઠો મધુરો અને પવિત્ર સંબંધ વાર્તામાં દર્શાવાયો છે. આ બે પાત્રનો ભાઈ-બહેન જેવો પવિત્ર સંબંધ વ્યક્ત થયો છે. સુભાષિણી જેવી સંપત્તિવાન સ્ત્રીની ખરા સમયે જયમલ દ્વારા કરવામાં આવતી મદદ ભાવકોને ભીંજવે છે.
‘પેટનો દર્દી’ સામાન્ય વાર્તા બની છે. પેટના દર્દથી પીડાતો રઘુ અમદાવાદ દવાખાને દાખલ થયો છે પણ મોતના ડરથી ભાગી જાય છે. ‘કમલિની’ વાર્તામાં ફરી લેખક સાહિત્યકાર અને ફિલ્મી દુનિયાને વાર્તાનો વિષય બનાવે છે. સાહિત્યકાર મનોજબાબુ અને અભિનેત્રી કમલિનીનો પ્રણય, લગ્ન, વિરહ વર્ણવાયો છે. જિંદગીના અંતિમ પડાવે મનોજબાબુ પોતાની પત્નીને તેડવા જવાનો નિર્ણય કરે છે અને વાર્તા સમાપ્ત થાય છે અને ભાવકોના ચિત્તમાં વાર્તા આરંભાય છે. છૂટાછેડાની અરજી લઈને આવેલાં દંપતી નટવર અને કુમુદને સમજાવી ન્યાયાધીશ સમાધાન કરાવે છે અને આ સમાધાન કેવું ભયાનક પરિણામ લાવે છે એ વાત સમાધાન વાર્તામાં રજૂ થઈ છે. સાધારણ વાર્તા છે પણ કુમુદ અને ન્યાયાધીશની ચૈતસિક અવસ્થા સર્જક બરાબર પકડી શક્યા છે. નિઃસંતાન સ્ત્રીની માતૃત્વ ઝંખના ‘બા અને બાબો’ વાર્તામાં વ્યક્ત થઈ છે. ‘અદાકારનો વિષાદ’ વાર્તામાં સર્જક ફિલ્મી દુનિયાના પત્રોને ગૂંથે છે. શ્રીનગરના પરિવેશ સાથે આવતી આ વાર્તામાં શ્રીનગરનું સૌંદર્ય સર્જક મન મૂકીને વર્ણવે છે. સાથોસાથ વાર્તાનાયક અભિનેતા મદનની વ્યથા પણ વર્ણવાય છે. ‘થાપણ’ વાર્તા ભાવસભર રીતે રજૂ થઈ છે, પોતાના મેડિકલના અભ્યાસ માટે રૂપિયાની જરૂર હતી પણ કોઈ આપે એમ નહોતું, ત્યારે વિધવા માતા સાથે રહેતા મનોજની વહારે ભાગીરથી આવે છે. ભાગીરથી બીજું કોઈ નહીં પણ મનોજના બાપની રખાત હતી. અહીં ભાગીરથીના પાત્રની ઊજળી બાજુ પ્રગટાવવામાં સર્જક સફળ થયા છે. સમાજમાં ચાલતી લગ્નેતર સંબંધની બદીઓ અને એની પણ ઊજળી બાજુ દર્શાવવામાં સર્જક સફળ થયા છે. ડાયરીલેખનની પ્રયુક્તિ ‘સ્ત્રી’ વાર્તામાં વપરાય છે. સ્ત્રીના મનના અભેદ્ય પડળ આ વાર્તામાં વ્યક્ત થયા છે. જેને ચાહ્યો તે ન મળ્યો અને જે મળ્યાં એ ઉપભોગ કરનાર. અહીં નાયિકાની પીડા, વ્યથા વ્યક્ત થઈ છે ડાયરી રૂપે. વ્રતકથા જેવી લગતી, પુરાકથાના વિનિયોગ વાળી ‘અતિજ્ઞાન’ નામની વાર્તામાં અતિજ્ઞાન એ પાપનું મૂળ છે એ ન્યાયે અતિજ્ઞાન મેળવેલો બ્રાહ્મણ વિષ્ણુદેવ કેવો દુઃખી થાય છે એનો ચિતાર છે. સર્વ સુખ છે. ઉચ્ચ અભ્યાસ, દરેક જાતની વિદ્યા, બુદ્ધિમતા છતાં હિમાલયમાં તપ કરી ઋષિ પાસે  વરદાન  માગે છે. ‘પરમનપ્રવેશ’ની વિદ્યા શીખે છે પણ એ જ એના માટે દુઃખનું કારણ બને છે, સહદેવનું પાત્ર યાદ આવી જાય છે. સર્જક અહીં જરા જુદા વિષય સાથે સારી રીતે પ્રગટ્યા છે. ‘કર લે સિંગાર’ વાર્તા કોઠા પર નાચતી સ્ત્રીની વ્યથાકથા રજૂ કરે છે. ‘પૂજે જનો સૌ ઊગતા સૂર્યને’ એ ન્યાયે જ્યાં સુધી રૂપ છે, સૂર છે, અદા છે ત્યાં સુધી સૌ વાર્તાની નાયિકા અખ્તરજહાંનું સૌ કોઈ હતું પણ આજ મૃત્યુશૈયા પર પડી છે ત્યારે કોણ છે નજીક? કોઈ જ નહીં. ક્ષયરોગથી પીડાતી, પ્રિયતમને સંભારતી અખ્તરજહાં મોતને ભેટે છે. કરુણાંત વાર્તા છે. હિન્દી ભાષાનો વિનિયોગ ધ્યાન ખેચે છે. ‘કાળી ટીલી’ વાર્તામાં ગ્રામ્યપરિવેશ અને એમની માનસિકતા વ્યક્ત થઈ છે. તો પીતાંબર પટેલની વાર્તાઓમાં સૌથી વધુ ખ્યાત બનેલી વાર્તા ‘અંજળ પાણી’ આ સંગ્રહમાં સમાવિષ્ટ છે. સૂરજડોશીનો પોતાની ભૂરી નામની ભેંસ સાથેનો નિર્ભેળ નાતો આ વાર્તાનો વિષય બને છે. કાળ પડ્યો છે એટલે ડોશી કમને ભેંસને વેચવા તૈયાર થયાં છે પણ અંતે ભૂરીને દોરી જવા આવ્યા ત્યારે ભૂરી એક ડગલું પણ ખસી નહીં અને સૂરજડોશીએ પણ તેને વેચવાનું માંડી વાળ્યું. ‘ભૂરી, અંજળપાણી મોટી વાત છે. અંજળ હશે ત્યાં લગન તો આપણને કોઈ જુદું કરવાનું.’ અહીં ડોશીનો અબોલ પશુ તરફનો સ્નેહ દેખાય આવે છે. ધરતી સાથે જોડાયેલા આ લોકને પશુ, પંખી, વૃક્ષ આ બધા જોડે ગાઢ નાતો છે જે મુશ્કેલ સમયે પણ સાથ છોડતા નથી એવો ઇંગિત કર્યો છે. માનવતા અને નિઃસ્વાર્થ પ્રેમ આ વાર્તામાં ભારોભાર દેખાય છે. ‘...અને એ પરણી ગયો’માં સુરેશને રંજન અને વિનોદ પત્ર લખે છે. વાત એક જ છે કે વિનોદ પરણી ગયો છે. લગ્ન કેમ તાત્કાલિક કર્યાં એ ચિતાર પત્રમાં છે. ‘કરફ્યુ ઑર્ડર’ને કારણે નાયક અને નાયિકા ગોદાવરીના લગ્નજીવનની એમાં કરફ્યુને કારણે આવેલા હકારાત્મક પરિવર્તનની વાત છે. સામાન્ય વાર્તા બની છે. ‘જીવન-નાટક’ વાર્તા શીર્ષકની જેમ જીવનના એક નવા નાટકને વાર્તાનો વિષય બનાવે છે. ગ્રામ્યપરિવેશ સાથે આવતી આ વાર્તા સાધારણ વાર્તા બને છે. ‘મનનો મેલ’ વાર્તામાં મુંબઈનો પરિવેશ અને શંકર નામના પાત્રની માનસિકતા દર્શાવાય છે. કાંતિની નજરમાં શંકરકાકાની જે પડતી થઈ એ વાર્તામાં પ્રગટી છે. ‘કસ્તુરી’ વાર્તામાં સાહિત્યકાર અને ભાવકના સંબંધને રજૂ કરાયો છે. આ વિષયને લઈને પીતાંબર પટેલ ઘણી વાર્તાઓ આપે છે. સાહિત્યકારની સમાજ પર જે છાપ છે એ પણ અંકિત થાય છે. કોકિલાબેન લેખકને પોતાના જીવનની પોતાના સસરાની સત્ય હકીકત અહોભાવથી સંભળાવે છે એ સુગંધ પ્રસરાવે છે એ વાત વાર્તાનો વિષય બને છે. કસ્તુરી જેવી કોકિલાબેનની જીવનસુવાસથી લેખક પણ પ્રસન્ન થયા છે. જીવનચરિત્ર જેવી આ વાર્તા હૃદયસ્પર્શી બની છે પણ વાર્તાકલાને પૂરો ન્યાય આપી શકતી નથી.
{{Poem2Close}}
'''પીતાંબર પટેલની વાર્તાકલા :'''
'''‘પીતાંબર પટેલનો વાર્તાવૈભવ-૩’ને આધારે પીતાંબર પટેલની વાર્તાકલા વિશે ચર્ચા કરીએ તો, અગાઉના સંચયની જેમ અહીં પણ વિષયવસ્તુનું વૈવિધ્ય ધ્યાને આવે છે. ગ્રામ્યપરિવેશ પ્રત્યે એમને વિશેષ ભક્તિભાવ હતો. તેથી તેમની વાર્તાઓમાં ગામડું સવિશેષ દેખાશે. નૂતન ભારતનું ઘડતર કરવું હશે તો ગામડાંઓને આબાદ અને સમૃદ્ધ બનાવવા પડશે તેવું આ સર્જક સ્પષ્ટ રીતે માનતા. પીતાંબર પટેલની વાર્તાઓમાં ગ્રામજીવન, એના રીતરિવાજ, અંધશ્રદ્ધા, કુરિવાજો, મેળાઓ, સામાજિક સંબંધો, કુટુંબક્લેશ વગેરે વિષયો સાથે અહીંના લોકના સારા-નરસા પાસા પ્રગટે છે. સાથે સાથે શહેરીજીવન, એમાં ખાસ કરીને ફિલ્મી દુનિયા, સાહિત્યકારની દુનિયા વગેરે વિષયો સાથે વાર્તાઓ આવી છે. ઘણી વાર્તાઓ વાર્તાની નાયિકા અંતિમ શ્વાસ લેતી હોય, પોતાના પ્રેમીની ઝંખના કરતી હોય એમ દર્શાવાયું છે. કથાઘટકની એકરૂપતા ભાવકોની રુચિ ભંગ કરે છે. વિષયોની નૂતનતા સર્જકનો બહોળો જીવનઅનુભવ દર્શાવે છે. અનુભવની પાઠશાળામાં ભણેલા આ સર્જક પાસે અનુભવોનું ભાથું છે જે વાર્તાઓના વિષય બનીને આવે છે એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી.'''
'''પીતાંબર પટેલની વાર્તાઓ વિશે વિવેચકનું વિધાન :'''
{{Poem2Open}}
ઓમ કોમ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ‘સાહિત્ય વિમર્શ’ – ‘અંતરનાં અજવાળાં’ શીર્ષક હેઠળ પીતાંબર પટેલના સાહિત્યસર્જન વિશેના કાર્યક્રમમાં ‘વાર્તાકાર પીતાંબર પટેલ’ વિશે રાઘવજી માધડે આપેલ વ્યાખ્યાનનો અંશ :
“પીતાંબર પટેલની વાર્તાઓમાંથી પસાર થવાનું બન્યું ત્યારે થોડાંક અવલોકન જોઈએ તો, ગાંધીયુગ અને એ વિચારધારાનો પ્રભાવ પીતાંબર પટેલની વાર્તાઓમાં સહજ રીતે આપણને મળે છે. સાથે સાથે તેઓ ફિલ્મ સાથે સંકળાયેલા હતા તેથી ઘણી બધી વાર્તાઓ ફિલ્મની પણ મળે છે. ફિલ્મ વખતે જે અનુભવ થયા એ વાર્તાનો વિષય બને છે. પીતાંબર જીવનધર્મી સાહિત્યકાર છે, જીવાતા જીવનનું પ્રતિબિંબ આ વાર્તાઓમાં ઝીલાયું છે. કલ્પના ઓછી અને વાસ્તવિકતા વધારે એવું પીતાંબર પટેલની વાર્તાઓમાં બન્યું છે.”
{{Poem2Close}}
'''સંદર્ભ :'''
{{Poem2Open}}
૧. ‘પીતાંબર પટેલનો વાર્તાવૈભવ-૩’ (નવસંસ્કરણ-૧૯૮૯), મિહિર પ્રકાશન, રાજકોટ
૨. ગૂગલ સર્ચ :  પીતાંબર પટેલ – ગુજરાત વિશ્વકોશ.
૩. Youtube search –sahitya vimarsh- ‘અંતરનાં અજવાળાં’ પાર્ટ-૨
{{Poem2Close}}
{{right|વિપુલ કાળિયાનીયા}}

{{right|ગુજરાતી વિષયના અધ્યાપક અને વિભાગાધ્યક્ષ,}}

{{right|શ્રી વી. એમ. સાકરિયા મહિલા આટ્‌ર્સ કૉલેજ, બોટાદ}}

{{right|મો. ૯૯૨૪૨ ૪૨૭૫૨}}

{{dhr}}{{page break|label=}}{{dhr}}

'''‘પીતાંબર પટેલનો વાર્તાવૈભવ-૪’ : પરિચય'''

'''વિપુલ કાળિયાનીયા'''

{{Poem2Open}}
ગાંધીયુગના પ્રભાવ તળે સર્જન કરનારા, પન્નાલાલ પટેલની જેમ ગ્રામજીવનના પ્રત્યક્ષ અનુભવમાંથી ઊભું થતું સમાજદર્શન ઉત્તર ગુજરાતની પ્રાદેશિક બોલીમાં નિરૂપ્યું છે. જેમાં સર્જકનો ગામડા તરફનો અહોભાવ વ્યક્ત થાય છે. શહેરીજીવન, ફિલ્મજગત વગેરે પણ એમની કથાઓના વિષય બને છે. નવલકથા અને નવલિકાક્ષેત્રે પોતાનું પ્રદાન આપનાર પીતાંબર પટેલ આપણી ભાષાના જાણીતા ગદ્યસર્જક છે. મિહિર પ્રકાશન, રાજકોટ દ્વારા પીતાંબર પટેલનાં તમામ પુસ્તકો એક સાથે સેટ પ્રકાશિત કરેલાં છે. જેમાં તેમના નવલિકા સંગ્રહોમાંથી પસંદગીની ઉત્તમ વાર્તાઓના ચાર સંગ્રહો ‘પીતાંબર પટેલનો વાર્તાવૈભવ’ સ્વરૂપે પ્રગટ કરેલ છે. જે પૈકીના ‘પીતાંબર પટેલનો વાર્તાવૈભવ-૪’નો પરિચય મેળવીએ.
‘પીતાંબર પટેલનો વાર્તાવૈભવ-૪’માં કુલ ૨૮ વાર્તાઓ સમાવિષ્ટ છે. ગ્રામપરિવેશ, શહેરજીવન, ફિલ્મી દુનિયા અને સાહિત્યસર્જન વગેરે આ વાર્તાઓના વિષય બને છે. ‘કેસૂડાંનાં ફૂલો’, ‘ઉમામહેશ’, ‘અભિલાષ’ વગેરે વાર્તામાં નાયક કે નાયિકા સાહિત્યસર્જન કરે છે અને વાર્તા એમની આસપાસ ફરે છે. ‘કેસૂડાંનાં ફૂલો’ વાર્તામાં લેખક દિનેશભાઈનો પરિચય સાહિત્યપ્રેમી – ભાવક સરોજબેન જોડે થાય છે અને સરોજ – વસંતના અધૂરા પ્રણયની કથા જાણવા મળે છે. વસંત સાથે લગ્ન કરવાની ઇચ્છા પૂરી નથી થતી પણ હજી પણ પ્રેમની નિશાની રૂપ હજી દર ફાગણ માસે માથામાં કેસૂડાંનાં ફૂલો નાખે છે અને પ્રેમી વસંતને આફ્રિકા પણ મોકલે છે. પણ હાલમાં  સરોજબેન એની જિંદગીમાં સભર છે પોતાનાં દત્તક બાળકો સાથે. ‘ઉમામહેશ’ વાર્તામાં પ્રણયભંગ થયેલ લેખક નવલકથામાં ઉમા-મહેશના પ્રણય-મિલનની કથા છે. લેખકના જીવનમાં અધૂરાં અરમાનો નવલકથા દ્વારા પૂરા કરી રહ્યા હતા. કાન્તની શતાબ્દી નિમિત્તે મળેલી સભામાં ‘ચક્રવાક મિથુન’ ખંડકાવ્યના આસ્વાદથી ‘અભિલાષ’ વાર્તા શરૂ થાય છે. કવિ અનુપમ અને શ્રાવણીના અધૂરા પ્રણયની કથા નિરૂપાય છે. પ્રણયની નિરાશા, પ્રણયવૈફલ્યને અહીં કાવ્યાત્મક રીતે આલેખાયો છે. ‘માનવીનું અંતર’ વાર્તામાં વાણીનાં લગ્ન, છૂટાછેડા અને હૉસ્પિટલમાં નર્સની નોકરી અને પૂર્વ પતિ બીમાર હાલતમાં હૉસ્પિટલમાં દાખલ થાય અને વીણા એની સારવાર કરે, પેલો મૃત્યુ પામે, વીણા દુઃખી થાય એ વાત આલેખાય છે. માનવીનાં કેવાં ગહન હૈયાં હોય છે! એ વાત સર્જક કહેવા ધારે છે જે યોગ્ય રીતે કહી શક્યા છે. ‘તેજછાયા’ વાર્તામાં બીમાર પતિની ચાકરી કરતી અંબા પતિ માટે પોતાનું સર્વસ્વ હોડમાં મૂકે છે પણ પતિનો જીવ બચાવી શકતી નથી એ વાત રજૂ થઈ છે. સ્વરૂપવાન અને મજબૂર સ્ત્રી પાછળ ફરતી પુરુષોની લોલુપ નજર તરફ પણ સર્જકે કટાક્ષ કર્યો છે. ‘લખ્યા લેખ’ વાર્તામાં પીતાંબર પટેલ પોતાના અનુભવજગતનું ગામડું રજૂ કરે છે. ગામડામાં વસતા જાજરમાન, માનવતાના ગુણોવાળાં પાત્રો નિરૂપી ગામડાની સબળી બાજુ દેખાડે છે. શકરી વિધવા થાય, બે બાળકોને સાસરે મૂકી ભાઈ અને માના કહેવાથી નાતરું કરે, ફરી વિધવા થાય પણ એનામાં રહેલું માતૃત્વ એને બાળકો પાસે ખેંચી લાવે અને શકરી આત્મસંતોષ અનુભવી જીવન જીવવા લાગે એ વાત સુપેરે વ્યક્ત થઈ છે. તળપદી બોલી, ગામડાના સામાજિક સંબંધો, રીતરિવાજ, અંધશ્રદ્ધા વગેરે દૃષ્ટિગોચર થાય છે. સુખાંત વાર્તા છે. ‘છેલ્લી મુલાકાત’ વાર્તામાં કુંવારી માતાની દીકરી નંદિતાને ચાહતો રોહિત નંદિતા જોડે લગ્ન કરવા તૈયાર છે પણ અંતે એ ફરી જાય છે અને વિદેશ જતો રહે છે. યુવાહૈયાનું મિલન અને આ મિલન અંતિમ બની રહે છે એ કથાનક ‘છેલ્લી મુલાકાત’ વાર્તામાં નિરૂપાયું છે. પ્રણયવૈફલ્યનું નિરૂપણ આ વાર્તામાં પણ નિરૂપાયું છે. વિદેશથી પરત ફરી ડૉ. રોહિત ડૉ. નંદિતાને એક વાર મળવા ઇચ્છે છે પણ નંદિતા ‘કોણ રોહિત?  મારો રોહિત તો ક્યારનો મરી ગયો...’ કહી બારણું ખોલતી નથી અને ચોધાર આંસુએ રડે છે. ‘પિકનિક’ વાર્તામાં મધ્યમ વર્ગને મૂંઝવતી મોંઘવારીને વાચા આપી છે. સામાન્ય કારકુનની જિંદગીની વિટંબણાની સાથેસાથે રાજકીય ખટપટ, કાવાદાવા, સરકારી કચેરી વગેરેનું નિરૂપણ પણ થયું છે. ‘ઍક્સિડન્ટ’ વાર્તામાં સામાન્ય માણસ – શકરા-ના  સરકારના સામાન ભરેલા ટ્રક સાથે થયેલા ‘ઍક્સિડન્ટ’ની વાત છે. સૌ પોતપોતાનો રોટલો શેકવા આવે છે પણ પીડાતા માણસની કોઈને પડી નથી. સરકારી વાયદા માત્ર વાયદા જ બની રહે છે. સહાય આવે છે ત્યાં સુધીમાં તો શકરો આ દુનિયા છોડીને જતો રહેલો હોય છે. મોંઘવારી, રાજકારણ, હૉસ્પિટલ વગેરેથી વાર્તા લંબાઈ છે. ‘રાતપાળી’ વાર્તા સંદિગ્ધ કહી શકાય એવી વાર્તા છે. પ્રેસ રિપોર્ટર શૈલેશ ખૂનના ન્યૂઝ માટે ગયો હતો. જેણે ખૂન કર્યું હતું તે ભીખાની જુબાની લઈને આવ્યો હતો. ભીખો રાતપાળી નોકરી કરે છે અને અચાનક ઘરે આવી જતા પોતાની પત્નીને અન્ય સાથે જુએ છે અને એ અજાણ્યા પુરુષનું ખૂન કરી નાખે છે. આજ શૈલેશ પણ રાતપાળી કરી ઘરે જાય છે અને પોતાની પત્નીને અન્ય સાથે રૂમમાં એકાંતમાં વાત કરતા સાંભળી જાય છે અને સાઇકલને પાછી ફેરવી ત્યાંથી નીકળી જાય છે. ‘રાતપાળી’ વાર્તામાં સ્ત્રી-પુરુષના અવૈધ સંબંધો, એની પાછળ રહેલી મજબૂરી દર્શાવાય છે. ‘સ્વાર્થનાં સગાં’ વાર્તામાં ‘પૂજે સૌ ઊગતા સૂર્યને’ જેવો ઘાટ છે. વિમળા પાસે જ્યારે પદ હતું, પ્રતિષ્ઠા હતી, સંપત્તિ હતી ત્યારે સૌ કોઈ બોલાવતું પણ આજે...? સૌ સ્વાર્થનાં સગાં છે એ વાત સુપેરે વ્યક્ત થઈ છે. નાણાં વગર માણસની કિંમત કોડીની પણ નથી એ સૂર પણ અહીં વ્યક્ત થયો છે. કવિ કલાપીની કાવ્યપંક્તિ પરથી રખાયેલું શીર્ષક ‘પંખી પર પથરો’ વાર્તામાં પોતાની પ્રથમ પત્ની વીણાને છૂટાછેડા આપી લોપા સાથે પરણતા સુબંધુની વાર્તા છે. સુબંધુને અકસ્માત નડ્યો છે અને હાલ હૉસ્પિટલમાં દાખલ છે જ્યાં વીણાનો નર્સ તરીકે ભેટો થાય છે અને સુબંધુને વીણાને છોડ્યાનું દુઃખ, પસ્તાવો થાય છે. જે વાર્તામાં નિરૂપાયું છે. લોપાના મિત્ર પરેશ સાથે લોપાની નિકટતા સુબંધુને ડંખે છે અને વીણા તરફ સહાનુભુતિ, પસ્તાવો થઈ રહ્યો છે આ બે સ્થિતિમાં ઝૂરતા સુબંધુની મનઃસ્થિતિ સર્જકે વર્ણવી છે. ‘મિયાં-મહાદેવ’ ગિરધર અને કાલુમિયાં – એસ.ટી. બસના ડ્રાઇવર કંડક્ટરની વફાદારીની વાર્તા છે. ગમે તેવા ગરીબ હોવા છતાં આ બન્ને દિલના અમીર છે. રૂપિયા ભરેલી થેલી એના માલિકને પરત કરે છે એવા ઇમાનદાર માણસની સામાન્ય વાર્તા છે. ‘પદ્મશ્રી’ ઍવૉર્ડ વિજેતા ધનસુખલાલની વાત પદ્મશ્રી વાર્તામાં મુકાય છે. માન-સન્માન, મોભો બધું જ પામેલા ધનસુખલાલને એની યુવાનીની પ્રેમિકા ‘માલતી’નો પત્ર મળ્યો ત્યારથી ચિત્ત ચકડોળે ચડ્યું છે. માલતી આવી એની આબરૂના ધજાગરા કરશે એ વાતથી ખૂબ ડરી ગયેલા ધનસુખલાલ માલતી માટે ફોસલાવી, પટાવી કશાકમાં ભેળવી ઝેર આપવાનું વિચારે છે એટલે ઝેર ખરીદી રાખે છે. પણ માલતી આવતી નથી પણ માલતીનો ડર હજુ ધનસુખલાલ અનુભવી રહ્યા છે. કટાક્ષ વ્યક્ત કરતી વાર્તા છે. ‘વાત બહાર જાય ના’ વાર્તા શીર્ષકને સામે પૂરે ચાલતી વાર્તા છે. શીર્ષકમાં જ વ્યંજના રહેલી છે. જે વાત ગુપ્ત રાખવાની હોય એ જ વધુ ફેલાતી હોય એવું આ વાર્તામાં પણ બને છે. યુવાન વિધવા ચંપા કોઈના દ્વારા ગર્ભવતી બની છે તેથી એનો ફૂવો મૂળો વિકાસગૃહમાં મૂકી આવ્યો છે એ વાત ગામમાં વાયુવેગે ફરી વળી છે. આમાં સંડોવાયેલા ગભરાય રહ્યા છે અને એકએક કરી ચાર-પાંચ જણ મૂળા પાસે આવી કબૂલાત કરી રૂપિયા આપી જાય છે અને કહેતા જાય છે કે, ‘જો જો પાછાં, વાત બહાર જાય ના’. મૂળો એમ કરી દસ હજાર ભેગા કરી ચંપાને બીજે પરણાવી દે છે. કુશળ બુદ્ધિવાળા મૂળાનું પાત્ર સારું આલેખન પામ્યું છે. સાથે સાથે ગામડામાં વિકસતા અવૈધ સંબંધ, વિધવાવિવાહ પ્રતિબંધ વગેરે બાબતો પણ દેખા દે છે. ‘સ્મૃતિસુગંધ’ વાર્તામાં મોન્ટેસરી પાસ કરેલાં બાલમંદિરનાં શિક્ષિકા મધુબહેનના વ્યક્તિત્વની વાત છે. ગામ આખાનાં પ્રિય મધુબહેન ખરા અર્થમાં લોકશિક્ષણનું કામ કરી રહ્યાં છે. એમને ગળાનું કૅન્સર થાય છે એમની બચતમાંથી જ ગામમાં મધુબહેન બાલમંદિર બને છે. સામાન્ય કક્ષાની આ વાર્તામાં એકલી સારપ જ ભરેલી દેખાય છે. ‘બીજવર’ વાર્તામાં ચાલીસી વટાવી ચૂકેલો બીજવર ચિનુલાલ યુવાન સરોજને પરણે છે. તેથી યુવાન દેખાવા ચિનુલાલ જાતજાતના કીમિયા કરે છે. વાળ રંગાવે છે, જુવાની ટકાવવાની ગોળીઓ લે છે. પત્ની સરોજ સંતુષ્ટ છે છતાં શંકા કરી ઘરે તપાસ કરતો રહે છે. આ બધું પત્ની સરોજ જાણી જતા એક વાર ઘર છોડી જતી રહે છે. બીજવર પોસાય પણ શંકાશીલ નહીં, એમ માનતી સરોજ ઘર છોડી જતી રહે છે. પરિવેશ અને પાત્રો, ભાવ અને ભાષાનો યોગ્ય સમન્વય આ વાર્તામાં થયો છે. અંત જરા ઉતાવળિયો- અનઅપેક્ષિત થઈ ગયો હોય એમ લાગે છે. ‘આણું’ વાર્તામાં નવ પરિણીત-આણે આવેલા યુવા હૈયાના મિલનની વાત છે. સાથે શહેર અને ગામડાનો ભેદ પણ પાત્રના મુખે મુકાયો છે. માનસિંહને સારી નોકરી છે, સુખી છે પણ પત્ની સૂરજને એનો બાપ આણું નથી કરતો. સૂરજ શહેર આવવાની ના પાડે છે. પણ મનાવતા ફોસલાવતા માની જાય છે અને બન્ને સુખી દાંપત્યજીવન શરૂ કરે છે. સુખાંત વાર્તામાં ગ્રામપરિવેશ, સામાજિક રીત-રિવાજો, તળપદી બોલી વગેરે ધ્યાનાર્હ બન્યું છે. પરદેશ ભણવા ગયેલા ગામડાના યુવકની વાત ‘ઇજ્જત’ વાર્તાનો વિષય બન્યો છે. પરદેશ જનાર પ્રેમ, વાયદા બધું ભૂલી જાય એમ અહીં પણ બને છે. પરિણીત જગુ અભણ મેનાને બદલે બીજી સ્ત્રીને ચાહે છે એ વાત મેનાને ખબર પડતા ઘણું સંભળાવી દે છે. એ એકલી રહી ભણી છે અને ઘરની ઇજ્જત સાચવવા છૂટાછેડા નહીં આપે એમ નક્કી કરે છે. મેનાના મુખે જાણે લેખક બોલતા હોય એવું લાગે છે. એ સમયે આ વિષય નવો ગણી શકાય. સારી માવજતથી વાર્તા આસ્વાદ્ય બની છે. મફતલાલને એની સગી જનેતા આટલા વરસે પાછી મળી એ વાત જનેતા વાર્તામાં આખા ચિતાર સાથે રજૂ થઈ છે. ભાવવાહી વર્ણન અને સંવાદ ધ્યાન ખેંચે છે. ફરી પાછો દુષ્કાળનો વિષય લઈને ‘કાબરો અને માંજરો’ વાર્તા લઈને પીતાંબર પટેલ આવે છે. ખેતી, પશુપાલન અને દુષ્કાળ વાર્તામાં સાથે નિરૂપણ પામે છે. બે બળદો – કાબરા અને માંજરા –ને વેચી દેવાની વાત, અંતે દલો ના પાડી દે છે. કશું નવું નથી આ સર્જકની વાર્તાઓમાં. બધું નક્કી છતાં છેવટે પશુપ્રેમને લીધે ફરી જતાં પાત્રો એમની એકાધિક વાર્તામાં આવે છે. તેથી એકવિધતા ભરેલા અંત નાવીન્યપૂર્ણ કે કલાસૂઝવાળા બનતા નથી. ‘બિટિયા કી શાદી’ વાર્તામાં અયોધ્યા બાજુના જમાદાર રામબદરના વ્યક્તિત્વનું સુરેખ ચિત્રણ મળે છે. રામ અને હનુમાનના પરમ ભક્ત રામબદર દીકરીના લગ્નની અભિલાષ સાથે જીવતો હતો પણ અચાનક એનું મૃત્યુ થઈ ગયું ને દીકરીના લગ્નનું સપનું અધૂરું રહ્યું. એ વાત સુધી લઈ જવા, એમાં ભાવકોની હમદર્દી મેળવવા સર્જકે આ પાત્રના ઘણા ગુણો દર્શાવ્યા છે. હિન્દી ભાષાનો વિનિયોગ વાર્તાને આસ્વાદ્ય બનાવે છે. ‘પહેલો પગાર’ વાર્તામાં પહેલા પગારની ખુશી આગળ બધાં દુઃખ તુચ્છ એ સુપેરે વર્ણવ્યું છે. ગણપતની દૂર નોકરી, પત્ની પાલીનો સ્નેહ સરસ રીતે આલેખન પામ્યા છે. કલંક વાર્તામાં વિધવા જીવલી સગર્ભા બની છે એ વાત ગામમાં ફેલાઈ રહી છે. એનો દિયર લખો જ બધાને વાત કરે છે અને કરશન પર કલંક લગાડી પૈસા પડાવવા માગે છે, જીવીને બીજે પરણાવી ત્યાંથી પૈસા પડાવવા માગે છે, જીવીનાં બાળકો જીવીને સોંપી એના ભાગની જમીન પડાવવા માગે છે. પણ એનાં કરતૂત બહાર આવી ગયાં, જીવીએ કૂવે પડી આપઘાત કર્યો ને લખાની એકેય ઇચ્છા પૂરી ન થઈ. ગ્રામપરિવેશ, એના આંટીઘૂંટીવાળા સંબંધો, રીતરિવાજો વગેરે તળપદી ભાષા સાથે સારી રીતે કહેવાયા છે. ભારતી અને રોહિતની મુલાકાત જીવનની સંધ્યાએ કરાવી આપી છે કારણ કે બન્ને એકબીજાની ‘પહેલી પ્રીત’ હતાં. વર્તમાન અને ભૂતકાળમાં ડોકિયા કરતી ‘પહેલી પ્રીત’ વાર્તામાં ભારતી પોતાના યુવાન દીકરાની નોકરીની ભલામણ લઈને રોહિત પાસે આવી છે અને આ...ખો ભૂતકાળ સામે તરવરી રહ્યો છે. શિષ્ટ ભાષામાં કહેવાયેલી આ વાર્તા એકંદરે સારી રચાઈ છે. ‘સત્‌નો દીવો’માં વિધવા મેના રઘુ સાથે છાનામાના લગ્ન કરે, સગર્ભા બને પણ છેવટે રઘુ ફરી જાય અને મેના સધીમાના મંદિરે રઘુને સતનો દીવો ઉપાડવા લઈ જાય. રઘુ માની ગયો પણ મેના ન માની. બીજા દિવસે મેનાએ કૂવામાં પડી આપઘાત કર્યો. મેના પોતે કલંકમુક્ત થઈ પણ પોતાના ગણ્યા એ લોકોનો વિશ્વાસઘાત સહન ન થતા આવું પગલું ભરે છે. શ્રદ્ધા-અંધશ્રદ્ધા, સામાજિક બંધનો, રીત-રિવાજની બેડીઓ, આપઘાત, આબરૂ વગેરે આ વાર્તામાં સુપેરે નિરૂપાયું છે. ‘રાષ્ટ્રપતિ ઍવૉર્ડ’થી વિજેતા રંગભૂમિના કલાકાર માનનીય જગદીશભાઈનું કથા ‘રાષ્ટ્રપતિ ઍવૉર્ડ’ શીર્ષકથી લખાય છે. ગામડું, ગામડાના વાસ-વાસ વચ્ચેના ઝઘડા વગેરેનો પ્રસ્તાર વાર્તાને નબળી બનાવે છે. દિવાળીબા અને હરિભગતના સુખી સંસારમાં એક જ ખોટ હતી. તેમનું એકેય સંતાન હયાત નહોતું. એ વાત ઉઘાડું ઘર વાર્તામાં નિરૂપણ પામી છે. દીકરો ખોળે બેસાડવાની વાત અને એના પડેલા પડઘાથી ભગતનું મન ખાટું થઈ જતા દિવાળીબાનો એકમાત્ર આધાર ભગત પણ ઘર છોડી ક્યાંક જતા રહે છે, અને માંદલા બનેલાં દિવાળીબા પણ થોડાક સમયમાં દેહ છોડે છે. સર્જકના શબ્દોમાં જ જોઈએ તો, ‘તેમની ઠાઠડી ઘરમાંથી નીકળી ત્યારે ઘર ઉઘાડું હતું. એ ઘરને બંધ કરવાવાળો ત્યાં કોઈ ન હતો.’ નિઃસંતાન માતાની વેદના અને વાર્તાના અંતમાં તો એ વેદના પરાકાષ્ઠાએ પહોંચી જતી ભાવકોને અનુભવાય છે.
{{Poem2Close}}
'''પીતાંબર પટેલની વાર્તાકલા : ‘પીતાંબર પટેલનો વાર્તાવૈભવ-૪’ને આધારે'''
{{Poem2Open}}
સર્જકની અન્ય સંગ્રહોની વાર્તાઓની જેમ અહીં પણ વિષયવૈવિધ્ય જોવા મળે છે.
પ્રણયવૈફલ્ય પણ ઘણી વાર્તાના વિષય બને છે. જીવનના અંતિમ શ્વાસે પ્રેમીઓનું મિલન, પસ્તાવો, મીઠી યાદો અને વેદના ઘણી વાર્તાઓમાં જોવા મળે છે. એકવિધતા આવવાથી રુચિ ભંગ થવાની શક્યતાઓ વધી જાય છે. કૅન્સર અને ક્ષયથી પીડાતાં પાત્રો પણ વાર્તામાં આવે છે. ક્ષય તો હવે મોટેભાગે નાબૂદ થયો છે એટલે તત્કાલીન સમાજની તાસીર મેળવવા આ વાર્તાઓના વિષય ખૂબ ખપમાં આવે એવા છે. હૉસ્પિટલ પણ આ વાર્તાઓમાં વારંવાર દેખા દે છે. ગ્રામપરિવેશ અને એની સાથે જોડાયેલા સંબંધોના તાણાવાણા, બંધનો, કુરિવાજો, શ્રદ્ધા-અંધશ્રદ્ધાના ખ્યાલો વગેરે સાથે ધબકતું ગ્રામજીવન આલેખાયું છે. શહેરીજીવન, ફિલ્મી દુનિયા વગેરે પણ અવનવી રીતે આ વાર્તાઓમાં આલેખન પામ્યાં છે. સર્જકના અનુભવોનો અર્ક આ વાર્તાઓ થકી ભાવકો સુધી પહોંચી શક્યો છે.
{{Poem2Close}}
'''પીતાંબર પટેલની વાર્તાઓ વિશે વિવેચકનું વિધાન :'''
{{Poem2Open}}
ઓમ કોમ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ‘સાહિત્ય વિમર્શ’ – ‘અંતરનાં અજવાળાં’ શીર્ષક હેઠળ પીતાંબર પટેલના સાહિત્યસર્જન વિશેના કાર્યક્રમમાં ‘વાર્તાકાર પીતાંબર પટેલ’ વિશે રાઘવજી માધડે આપેલ વ્યાખ્યાનનો અંશ :
“પીતાંબર પટેલ વાર્તાઓમાં ગ્રામ્યપરિવેશને ખૂબ સરસ રીતે ઉપસાવી શકે છે, એનાથી આખો માહોલ સર્જાય છે અને વાર્તા સર્જવામાં ઊભો કરવામાં આવતો પ્રપંચ, સંઘર્ષ અને ખાસ કોઈ રચનારીતિથી સર્જક અળગા રહ્યા છે અથવા તો ક્યાંક ટાળ્યું છે. પણ એમણે જે વાર્તાના આધારે વાર્તાના માધ્યમથી જે સમાજની પાસે જે વાત મૂકી છે તે એ સરસ રીતે મૂકી શક્યા છે.”
{{Poem2Close}}
'''સંદર્ભ :'''
{{Poem2Open}}
૧. ‘પીતાંબર પટેલનો વાર્તાવૈભવ-૪’ (નવસંસ્કરણ -૧૯૮૯), મિહિર પ્રકાશન, રાજકોટ
૨. ગૂગલ સર્ચ :  પીતાંબર પટેલ – ગુજરાત વિશ્વકોષ.
૩ Youtube search –sahitya vimarsh- ‘અંતરનાં અજવાળાં’ પાર્ટ-૩
{{Poem2Close}}

{{right|વિપુલ કાળિયાનીયા}}

{{right|ગુજરાતી વિષયના અધ્યાપક અને વિભાગાધ્યક્ષ,}}

{{right|શ્રી વી. એમ. સાકરિયા મહિલા આટ્‌ર્સ કૉલેજ, બોટાદ}}

{{right|મો. ૯૯૨૪૨ ૪૨૭૫૨}}

{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu