19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 20: | Line 20: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
‘આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી | |||
:: પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલો જી.’ | :: પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલો જી.’ | ||
</poem> | </poem> | ||
| Line 103: | Line 103: | ||
</poem> | </poem> | ||
વર્ષાઋતુના આગમનનું ખૂબ જાણીતું ગીત ‘આકાશી અસવાર’માં મેઘની સવારીને કવિએ સરસ રીતે નિરૂપી છેઃ | વર્ષાઋતુના આગમનનું ખૂબ જાણીતું ગીત ‘આકાશી અસવાર’માં મેઘની સવારીને કવિએ સરસ રીતે નિરૂપી છેઃ | ||
<poem> | |||
‘છૂટાં રે ઊડે રાજાનાં ઓડિયાં, | ‘છૂટાં રે ઊડે રાજાનાં ઓડિયાં, | ||
ઝૂલે વીજની તલવાર; | ઝૂલે વીજની તલવાર; | ||
| Line 109: | Line 109: | ||
સાયબો થિયો રે અસવારઃ | સાયબો થિયો રે અસવારઃ | ||
આવે રે રાજાનો રાજા મેહુલો.’ | આવે રે રાજાનો રાજા મેહુલો.’ | ||
</poem> | |||
કવિશ્રી બાલમુકુન્દનાં અનેક કાવ્યોમાં પ્રકૃતિના આલંબન સાથે અધ્યાત્મભાવની ગતિ-સ્થિતિ પણ આલેખાઈ છે. ‘મોગરો’ કાવ્યમાં એ મોગરો વાવ્યા વગર મ્હોર્યો છે, ફાલ્યો છેઃ | કવિશ્રી બાલમુકુન્દનાં અનેક કાવ્યોમાં પ્રકૃતિના આલંબન સાથે અધ્યાત્મભાવની ગતિ-સ્થિતિ પણ આલેખાઈ છે. ‘મોગરો’ કાવ્યમાં એ મોગરો વાવ્યા વગર મ્હોર્યો છે, ફાલ્યો છેઃ | ||
<poem> | |||
‘એવો મોર્યો અલબેલડો | ‘એવો મોર્યો અલબેલડો | ||
એને ચૂંટતાં જીવ ચૂંટાય રે! | એને ચૂંટતાં જીવ ચૂંટાય રે! | ||
મોગરો મોર્યો મોર્યો રે.’ | મોગરો મોર્યો મોર્યો રે.’ | ||
</poem> | |||
મોગરાની કળીએ કળીએ કવિને રાધાનાં અને પાંદડે પાંદડે કાનનાં દર્શન થાય છે. માનવીની પ્રીત ઝંખતા આ કવિને પ્રત્યેક મનુષ્યમાં ઈશ્વરનાં દર્શન થાય છે. તેમને મનખાવતાર ઈશ્વરના ધામરૂપ લાગે છે. આ ‘પરકમ્માવાસી’ કવિને — | મોગરાની કળીએ કળીએ કવિને રાધાનાં અને પાંદડે પાંદડે કાનનાં દર્શન થાય છે. માનવીની પ્રીત ઝંખતા આ કવિને પ્રત્યેક મનુષ્યમાં ઈશ્વરનાં દર્શન થાય છે. તેમને મનખાવતાર ઈશ્વરના ધામરૂપ લાગે છે. આ ‘પરકમ્માવાસી’ કવિને — | ||
<poem> | |||
‘થીર મુકામમાં જંપ વળે ના, | ‘થીર મુકામમાં જંપ વળે ના, | ||
વાટ ને ઘાટના જીવ આ પ્યાસી; | વાટ ને ઘાટના જીવ આ પ્યાસી; | ||
| Line 123: | Line 123: | ||
એનાં અમે પરકમ્માવાસી : | એનાં અમે પરકમ્માવાસી : | ||
ભોમકાનાં ભમનાર પ્રવાસી.’ | ભોમકાનાં ભમનાર પ્રવાસી.’ | ||
</poem> | |||
ભોમકા પર ભમનાર પ્રવાસી કવિ તો ‘પારાવારના પ્રવાસી’ છે. એ તો કહે છેઃ | ભોમકા પર ભમનાર પ્રવાસી કવિ તો ‘પારાવારના પ્રવાસી’ છે. એ તો કહે છેઃ | ||
<poem> | |||
‘આપણે તે દેશ કેવા? | ‘આપણે તે દેશ કેવા? | ||
આપણે વિદેશ કેવા? | આપણે વિદેશ કેવા? | ||
આપણે પ્રવાસી પારાવારના હે... જી.’ | આપણે પ્રવાસી પારાવારના હે... જી.’ | ||
</poem> | |||
આ અંધકારમાંથી તેજ તરફ ઊર્ધ્વ ગતિ કરનાર પંખીને તો ક્ષણભંગુરને ત્યજીને અવિનાશી સાથે જોડાવું છે એટલે ‘ઝાકળની પિછોડી’માં કવિ કહે છેઃ | આ અંધકારમાંથી તેજ તરફ ઊર્ધ્વ ગતિ કરનાર પંખીને તો ક્ષણભંગુરને ત્યજીને અવિનાશી સાથે જોડાવું છે એટલે ‘ઝાકળની પિછોડી’માં કવિ કહે છેઃ | ||
<poem> | |||
‘એવું રે પોઢો મનવા! એવું રે ઓઢો મનવા! | ‘એવું રે પોઢો મનવા! એવું રે ઓઢો મનવા! | ||
થીર રે દીવાની જેવી જ્યોતિ; | થીર રે દીવાની જેવી જ્યોતિ; | ||
| Line 137: | Line 137: | ||
કોઈ નો શકે રે સુરતા તોડી. | કોઈ નો શકે રે સુરતા તોડી. | ||
મનવાજી મારા! જૂઠી ઝાકળની પિછોડી!’ | મનવાજી મારા! જૂઠી ઝાકળની પિછોડી!’ | ||
</poem> | |||
‘એકપંથી’માં પણ હંસના પ્રતીક દ્વારા આત્માની ઊર્ધ્વગતિ સૂચવાય છે. ‘પૂજાની ઓરડી’માં જીવનની ઉત્તરાવસ્થામાં પૂજાપાઠ, પ્રભુભક્તિની વાત અવનવાં કલ્પનો પ્રયોજીને કરી છે. જેમ કે, ‘શબ્દોની બોરડી’, ‘વાસનાની દોરડી’, ‘નમણી કપૂરગોટી’ વગેરે. છતાં આ કવિને ‘ધરતીની માયા’ છૂટતી નથી એટલે જ આ કાવ્યમાં કવિ આત્માનો માળો ધરતી પર રહેવાની વાત કરે છે. પોતાને ‘ધરતીની પ્રીતના પખાલી’ તરીકે ઓળખાવે છે. ‘અણદીઠાં એંધાણ’માં કવિએ કોઈક અલૌકિક તત્ત્વની હાજરીનો અનુભવ કર્યો છે. ફૂલ વિના ફોરમનો અને વાદળ વિના અમૃતનાં ફોરાંનો અનુભવ તેમણે કર્યો છે. ‘તું’ કાવ્યમાં કવિ-ગીતમાં ઓતપ્રોત ભાવની જેમ વિશ્વમાં ઈશ્વરની હાજરી અનુભવે છે. તો ‘કનકકોડિયું’માં ઈશ્વરની સર્જનલીલાનું વિસ્મય પ્રગટ થયું છે. | ‘એકપંથી’માં પણ હંસના પ્રતીક દ્વારા આત્માની ઊર્ધ્વગતિ સૂચવાય છે. ‘પૂજાની ઓરડી’માં જીવનની ઉત્તરાવસ્થામાં પૂજાપાઠ, પ્રભુભક્તિની વાત અવનવાં કલ્પનો પ્રયોજીને કરી છે. જેમ કે, ‘શબ્દોની બોરડી’, ‘વાસનાની દોરડી’, ‘નમણી કપૂરગોટી’ વગેરે. છતાં આ કવિને ‘ધરતીની માયા’ છૂટતી નથી એટલે જ આ કાવ્યમાં કવિ આત્માનો માળો ધરતી પર રહેવાની વાત કરે છે. પોતાને ‘ધરતીની પ્રીતના પખાલી’ તરીકે ઓળખાવે છે. ‘અણદીઠાં એંધાણ’માં કવિએ કોઈક અલૌકિક તત્ત્વની હાજરીનો અનુભવ કર્યો છે. ફૂલ વિના ફોરમનો અને વાદળ વિના અમૃતનાં ફોરાંનો અનુભવ તેમણે કર્યો છે. ‘તું’ કાવ્યમાં કવિ-ગીતમાં ઓતપ્રોત ભાવની જેમ વિશ્વમાં ઈશ્વરની હાજરી અનુભવે છે. તો ‘કનકકોડિયું’માં ઈશ્વરની સર્જનલીલાનું વિસ્મય પ્રગટ થયું છે. | ||
કુટુંબપ્રેમ, દામ્પત્યજીવન, સાયુજ્ય, વતનપ્રેમ વગેરે પણ કવિશ્રી બાલમુકુન્દની કવિતામાં સહજ રીતે, સચ્ચાઈપૂર્વક, વેધકતા અને કરુણતા સાથે આલેખાયાં છે. ગુજરાતી કવિતાનું ઉત્તમ ચિરસ્મરણીય સૉનેટ ‘જૂનું ઘર ખાલી કરતાં’માં કવિએ હૃદયની અંગત વેદનાને — ઉત્કટ સંવેદનાને કલાત્મક રીતે રજૂ કરી છે. જૂનું ઘર ખાલી કરતાં કામની બધી જ ચીજ-વસ્તુ સાથે નકામી ચીજ-વસ્તુઓની યાદી જુઓઃ | કુટુંબપ્રેમ, દામ્પત્યજીવન, સાયુજ્ય, વતનપ્રેમ વગેરે પણ કવિશ્રી બાલમુકુન્દની કવિતામાં સહજ રીતે, સચ્ચાઈપૂર્વક, વેધકતા અને કરુણતા સાથે આલેખાયાં છે. ગુજરાતી કવિતાનું ઉત્તમ ચિરસ્મરણીય સૉનેટ ‘જૂનું ઘર ખાલી કરતાં’માં કવિએ હૃદયની અંગત વેદનાને — ઉત્કટ સંવેદનાને કલાત્મક રીતે રજૂ કરી છે. જૂનું ઘર ખાલી કરતાં કામની બધી જ ચીજ-વસ્તુ સાથે નકામી ચીજ-વસ્તુઓની યાદી જુઓઃ | ||
<poem> | |||
‘ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું : | ‘ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું : | ||
જૂનું ઝાડુ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી, | જૂનું ઝાડુ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી, | ||
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી, | બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી, | ||
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી, સોય-દોરો!’ | તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી, સોય-દોરો!’ | ||
</poem> | |||
છેવટે બારણે લટકતું નામનું પાટિયુંય લીધું. અંતે વિદાય થતાં કવિ ભૂતકાળની સ્મૃતિમાં સરી પડે છે. આ ઘરમાં પસાર કરેલો મધુર દામ્પત્યજીવનનો દસકો, પુત્રપ્રાપ્તિ, પુત્રનું અવસાન, અગ્નિદાહ વગેરે. એ સાથે જ કવિને જૂના ઘરના ખૂણામાંથી જાણે પુત્રનો અવાજ સંભળાય છેઃ | છેવટે બારણે લટકતું નામનું પાટિયુંય લીધું. અંતે વિદાય થતાં કવિ ભૂતકાળની સ્મૃતિમાં સરી પડે છે. આ ઘરમાં પસાર કરેલો મધુર દામ્પત્યજીવનનો દસકો, પુત્રપ્રાપ્તિ, પુત્રનું અવસાન, અગ્નિદાહ વગેરે. એ સાથે જ કવિને જૂના ઘરના ખૂણામાંથી જાણે પુત્રનો અવાજ સંભળાય છેઃ | ||
| Line 152: | Line 152: | ||
અને ચારેકોર કરુણા ઘેરી વળે છેઃ | અને ચારેકોર કરુણા ઘેરી વળે છેઃ | ||
<poem> | |||
‘ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા! | ‘ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા! | ||
ઉપાડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા!’ | ઉપાડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા!’ | ||
</poem> | |||
‘સ્મિતકણી’ ચિરવિરહનું સૉનેટ છે. બાલ્યાવસ્થામાં માતાનું અવસાન થતાં ઘા સહન થઈ ગયો. પરંતુ નિરાલંબનો આધાર પત્નીનું અવસાન થતાં વેદના અસહ્ય થઈ પડી છે. ‘તું જતા’માં પત્નીના અવસાનની દારુણ વ્યથાને વેધક રીતે નિરૂપી છેઃ | ‘સ્મિતકણી’ ચિરવિરહનું સૉનેટ છે. બાલ્યાવસ્થામાં માતાનું અવસાન થતાં ઘા સહન થઈ ગયો. પરંતુ નિરાલંબનો આધાર પત્નીનું અવસાન થતાં વેદના અસહ્ય થઈ પડી છે. ‘તું જતા’માં પત્નીના અવસાનની દારુણ વ્યથાને વેધક રીતે નિરૂપી છેઃ | ||
<poem> | |||
‘પ્રજળી કજળી ગઈ ચિતા, | ‘પ્રજળી કજળી ગઈ ચિતા, | ||
ઉર બીજી સળગી સદાયની!’ | ઉર બીજી સળગી સદાયની!’ | ||
</poem> | |||
‘દાદીમાનો ઓરડો’માં દાદીમાનાં સંસ્મરણો આલેખ્યાં છે. ‘લાડકડી’માં લગ્ન પછીની દીકરીની વિદાયની ક્ષણોને — પિતાના વ્હાલપની લાગણીને ખૂબ ઓછા શબ્દોમાં રજૂ કરી છે. દીકરી સાપનો ભારો નહીં પણ તુલસીનો ક્યારો છે. જ્યારે ‘સોનચંપો’માં પુત્રના અવસાન પછીની હૃદયદ્રાવક કરુણા વ્યક્ત થાય છે. ‘વિરહિણી’માં પ્રકૃતિ પૂરબહારમાં ખીલી છે ત્યારે પરદેશ ગયેલા પતિની રાહ જોતી પત્નીની વિરહવ્યથા દોહરામાં આલેખી છેઃ | ‘દાદીમાનો ઓરડો’માં દાદીમાનાં સંસ્મરણો આલેખ્યાં છે. ‘લાડકડી’માં લગ્ન પછીની દીકરીની વિદાયની ક્ષણોને — પિતાના વ્હાલપની લાગણીને ખૂબ ઓછા શબ્દોમાં રજૂ કરી છે. દીકરી સાપનો ભારો નહીં પણ તુલસીનો ક્યારો છે. જ્યારે ‘સોનચંપો’માં પુત્રના અવસાન પછીની હૃદયદ્રાવક કરુણા વ્યક્ત થાય છે. ‘વિરહિણી’માં પ્રકૃતિ પૂરબહારમાં ખીલી છે ત્યારે પરદેશ ગયેલા પતિની રાહ જોતી પત્નીની વિરહવ્યથા દોહરામાં આલેખી છેઃ | ||
<poem> | |||
‘કોયલ કૂજે કુંજમાં, ને રેલે પંચમસૂર, | ‘કોયલ કૂજે કુંજમાં, ને રેલે પંચમસૂર, | ||
વાગે વન વન વાંસળી, મારું પલ પલ વીંધે ઉર. | વાગે વન વન વાંસળી, મારું પલ પલ વીંધે ઉર. | ||
| Line 168: | Line 168: | ||
અવળું ઓઢ્યું ઓઢણું ને મારા છુટ્ટા ઊડે કેશ, | અવળું ઓઢ્યું ઓઢણું ને મારા છુટ્ટા ઊડે કેશ, | ||
શું કરું નિર્દય કંથડા! મને વાગે મારગ ઠેસ.’ | શું કરું નિર્દય કંથડા! મને વાગે મારગ ઠેસ.’ | ||
</poem> | |||
‘રિક્તતા’માં સમગ્ર પરિવાર નિદ્રાધીન છે. નાનકડો પુત્ર પત્નીને કંઠે બાઝીને સૂતો છેઃ | ‘રિક્તતા’માં સમગ્ર પરિવાર નિદ્રાધીન છે. નાનકડો પુત્ર પત્નીને કંઠે બાઝીને સૂતો છેઃ | ||
<poem> | |||
‘પત્નીને કંઠે બાઝી સૂતો નાનકો પુત્ર, જાણે | ‘પત્નીને કંઠે બાઝી સૂતો નાનકો પુત્ર, જાણે | ||
મઢી લૉકીટે લટકતી હોય મારી છબિ!’ | મઢી લૉકીટે લટકતી હોય મારી છબિ!’ | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
કવિને આકાશનો ટુકડો બહાર બોલાવે છે. છતાં કવિ-ચિત્ર વ્યગ્ર છે. રાત્રિ રુદ્ર લાગે છે. મૂંગી ચીસ સંભળાય છે. પણ સુપ્ત સંવેદના જાગતી નથી. કવિ વિશ્વમાંગલ્યના કાવ્યની લુપ્ત કડી શોધે છે. | કવિને આકાશનો ટુકડો બહાર બોલાવે છે. છતાં કવિ-ચિત્ર વ્યગ્ર છે. રાત્રિ રુદ્ર લાગે છે. મૂંગી ચીસ સંભળાય છે. પણ સુપ્ત સંવેદના જાગતી નથી. કવિ વિશ્વમાંગલ્યના કાવ્યની લુપ્ત કડી શોધે છે. | ||
| Line 182: | Line 183: | ||
‘કાચબા-કાચબીનું નવું ભજન’માં કવિએ મહાસત્તાઓની અણુશસ્ત્રો તરફની દોટ અને સંહારલીલાનું વરવું દૃશ્ય રજૂ કર્યું છે. આ બધું સાક્ષીભાવે જોઈ રહેલાં કાચબા-કાચબીના સંવાદ દ્વારા કથનાત્મક શૈલીમાં આલેખાયું છે. ‘કે દી એ વા’ણલાં વાશે?’માં દરિદ્રનારાયણો પ્રત્યેની હમદર્દી પ્રગટ થાય છે. ‘ઓળખાણ પડે છે કે?’માં એક મધ્યમ વર્ગના માણસ અને શેઠની શ્રીમંતાઈ અને તુમાખી — તેમની વચ્ચેના સંવાદોમાં પ્રગટ થાય છે. | ‘કાચબા-કાચબીનું નવું ભજન’માં કવિએ મહાસત્તાઓની અણુશસ્ત્રો તરફની દોટ અને સંહારલીલાનું વરવું દૃશ્ય રજૂ કર્યું છે. આ બધું સાક્ષીભાવે જોઈ રહેલાં કાચબા-કાચબીના સંવાદ દ્વારા કથનાત્મક શૈલીમાં આલેખાયું છે. ‘કે દી એ વા’ણલાં વાશે?’માં દરિદ્રનારાયણો પ્રત્યેની હમદર્દી પ્રગટ થાય છે. ‘ઓળખાણ પડે છે કે?’માં એક મધ્યમ વર્ગના માણસ અને શેઠની શ્રીમંતાઈ અને તુમાખી — તેમની વચ્ચેના સંવાદોમાં પ્રગટ થાય છે. | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
‘હું છું એક ધીરે ધીરે રાણું થતું ફાનસ! | ‘હું છું એક ધીરે ધીરે રાણું થતું ફાનસ! | ||
હું છું એક મધ્યમ વર્ગનો માણસ!’ | હું છું એક મધ્યમ વર્ગનો માણસ!’ | ||
</poem> | |||
કવિએ શ્રદ્ધાંજલિ રૂપે પણ કેટલાંક કાવ્યો રચ્યાં છે. ‘હરિનો હંસલો’ એ ગાંધીજીના અવસાનના આઘાતથી સર્જાયેલું કરુણસભર કાવ્ય છેઃ | કવિએ શ્રદ્ધાંજલિ રૂપે પણ કેટલાંક કાવ્યો રચ્યાં છે. ‘હરિનો હંસલો’ એ ગાંધીજીના અવસાનના આઘાતથી સર્જાયેલું કરુણસભર કાવ્ય છેઃ | ||
<poem> | |||
‘કોણે રે દૂભ્યો ને કોણે વીંધિયો? | ‘કોણે રે દૂભ્યો ને કોણે વીંધિયો? | ||
કલંકીએ કોણે કીધા ઘા? | કલંકીએ કોણે કીધા ઘા? | ||
| Line 194: | Line 196: | ||
જેને સૂઝી અવળી મત આ? | જેને સૂઝી અવળી મત આ? | ||
રુધિરે રંગાયો હરિનો હંસલો!’ | રુધિરે રંગાયો હરિનો હંસલો!’ | ||
</poem> | |||
૭-૭-૨૦૨૧ | ૭-૭-૨૦૨૧ | ||
અમદાવાદ | અમદાવાદ | ||
{{Right|— ઊર્મિલા ઠાકર}} | {{Right|— ઊર્મિલા ઠાકર}} | ||
</poem> | </poem> | ||
edits