મંગલમ્/હે જી તમે
Jump to navigation
Jump to search
હે જી તમે
卐
હે જી તમે
卐
હે જી તમે
卐
હે જી તમે કંઈક દિલમાં જાણો જાદવરાય,
કંઈક દિલમાં જાણો જાદવરાય;
હમણાં વ્હાશે વાણું રે જી…
તમે વારે નથી ચડતા, વારે નથી ચડતા,
ભણેલું ભાણું ઠાલું રે જી…
હો…ધોળકામાં ધના ભગતને મળિયા (૨)
એ રે ટાણામાં હરિ આવો રે જી…
વેળુ વાવીને વા’લે ઘઉં રે ઉગાડ્યા ભાઈ,
વેળુ વાવીને રે — હાં — ઘઉં રે ઉગાડ્યા ભાઈ,
શું રે બેઠેલું તારે નાણું અલખધણી (૨)…હમણાં૦
હો…જૂનાગઢમાં નરસિંહ મહેતાને મળિયા,
એ રે ટાણામાં હરિ આવો રે જી…
કુંવરબાઈનું વાલે મામેરું પૂર્યું ભાઈ,
કુંવરબાઈનું રે હાં — મામેરું પૂર્યું ભાઈ,
શું રે બેઠેલું તારે નાણું અલખધણી (૨)…હમણાં૦
હો…મેવાડમાં રાણી મીરાંને મળિયા,
એ રે ટાણામાં હરિ આવો રે જી…
ઝેરના પ્યાલા વાલે અમૃત કીધા ભાઈ,
ઝેરના પ્યાલા રે — હાં — અમૃત કીધા ભાઈ,
શું રે બેઠેલું તારે નાણું અલખધણી (૨)…હમણાં૦