23,710
edits
(+1) |
mNo edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 2: | Line 2: | ||
{{Heading|સુરેશ જોષીની ટૂંકી વાર્તાઓમાં સંનિધિકરણની પ્રયુક્તિ}} | {{Heading|સુરેશ જોષીની ટૂંકી વાર્તાઓમાં સંનિધિકરણની પ્રયુક્તિ}} | ||
{{Poem2Open}} | |||
{{ | |||
સુરેશ જોષીની ટૂંકી વાર્તાઓમાં સંનિધિકરણ (juxtaposition)ની રચનાપ્રયુક્તિનો સભાનપણે ઉપયોગ થયેલો છે, એ વિશે આપણા વિવેચકોએ નોંધ લીધી છે ખરી; પણ શબ્દની કળાના સંદર્ભે એ પ્રયુક્તિનું સ્વરૂપ કેવું સંભવે છે, અને સુરેશ જોષીની ભિન્ન રીતિની વાર્તાઓમાં તે ક્યાં અને કેવી રીતે પ્રયોજાઈ છે, અને ખાસ તો જે તે વાર્તાની રૂપનિર્મિતિમાં તે કેટલે અંશે સમર્પક બની છે કે સમર્પક બની નથી, વગેરે પ્રશ્નોની હજી જોઈએ તેવી ઝીણવટભરી તપાસ થઈ નથી. જો કે અહીં એ વિશે વિસ્તૃત અધ્યયન રજૂ કરવાને અવકાશ નથી, પણ એ દિશામાં કામ કરવાનો આ એક નાનકડો ઉપક્રમ માત્ર છે. | સુરેશ જોષીની ટૂંકી વાર્તાઓમાં સંનિધિકરણ (juxtaposition)ની રચનાપ્રયુક્તિનો સભાનપણે ઉપયોગ થયેલો છે, એ વિશે આપણા વિવેચકોએ નોંધ લીધી છે ખરી; પણ શબ્દની કળાના સંદર્ભે એ પ્રયુક્તિનું સ્વરૂપ કેવું સંભવે છે, અને સુરેશ જોષીની ભિન્ન રીતિની વાર્તાઓમાં તે ક્યાં અને કેવી રીતે પ્રયોજાઈ છે, અને ખાસ તો જે તે વાર્તાની રૂપનિર્મિતિમાં તે કેટલે અંશે સમર્પક બની છે કે સમર્પક બની નથી, વગેરે પ્રશ્નોની હજી જોઈએ તેવી ઝીણવટભરી તપાસ થઈ નથી. જો કે અહીં એ વિશે વિસ્તૃત અધ્યયન રજૂ કરવાને અવકાશ નથી, પણ એ દિશામાં કામ કરવાનો આ એક નાનકડો ઉપક્રમ માત્ર છે. | ||
એ વાત, અલબત્ત, આપણને સૌને વિદિત છે કે, સુરેશ જોષીની સર્જકપ્રતિભા તેમણે જે જે સ્વરૂપો ખેડ્યાં તેમાં આરંભથી જ અવનવાં રૂપો રચવા ઉત્સુક રહી હતી. કળાનિર્માણ અને સર્જકતા વિશેના તેમણે કેળવેલા આગવા વિચારો એમાં પ્રેરક બની રહ્યા હતા, એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય. અને ટૂંકી વાર્તા જેવા કથામૂલક સ્વરૂપમાં ય તેઓ આરંભથી જ અવનવા આકારો સર્જવા સક્રિય બન્યા. નાના ફલકના આ સ્વરૂપમાં વિષયવસ્તુના રૂપાંતરની અપારવિધ ક્ષમતા રહી છે; બલકે સર્વથા ભિન્ન રચનારીતિના પ્રયોગોને એમાં મોટો અવકાશ છે તે તેમણે બારીક નજરે જોઈ લીધું હતું. હકીકતમાં, પરંપરાગત રીતિની ટૂંકી વાર્તાના ઢાંચાથી મુક્ત થઈ લીલયા નવીન રૂપો રચવા તરફ તેઓ વળ્યા. પ્રથમ વાર્તાસંગ્રહ ‘ગૃહપ્રવેશ’ (ઈ. સ. ૧૯૫૭)ની ‘કિંચિત્’ શીર્ષકની પ્રસ્તાવનામાં ટૂંકી વાર્તાની સર્જનપ્રવૃત્તિ અંગે તેમણે જે કેફિયત રજૂ કરી છે તે આ સંદર્ભે ઘણી સૂચક બની રહે છે. એમાંથી એક વાત એ ઊપસે છે કે આ વાર્તાઓના સર્જન પૂર્વે આ સ્વરૂપ અંગે તેમણે કોઈ ચુસ્ત અને દૃઢ નિશ્ચિત વિભાવના બાંધી લીધી નહોતી. બીજી વાત એ કે ટૂંકી વાર્તાનાં નવાં રૂપો નિપજાવવાના પ્રયત્નોમાં, ખાસ કરીને આરંભના તબક્કામાં તેઓ ‘સંનિધિકરણ’ની રચનાપ્રયુક્તિનો ફરી ફરીને સ્વીકાર કરતા રહ્યા છે. | એ વાત, અલબત્ત, આપણને સૌને વિદિત છે કે, સુરેશ જોષીની સર્જકપ્રતિભા તેમણે જે જે સ્વરૂપો ખેડ્યાં તેમાં આરંભથી જ અવનવાં રૂપો રચવા ઉત્સુક રહી હતી. કળાનિર્માણ અને સર્જકતા વિશેના તેમણે કેળવેલા આગવા વિચારો એમાં પ્રેરક બની રહ્યા હતા, એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય. અને ટૂંકી વાર્તા જેવા કથામૂલક સ્વરૂપમાં ય તેઓ આરંભથી જ અવનવા આકારો સર્જવા સક્રિય બન્યા. નાના ફલકના આ સ્વરૂપમાં વિષયવસ્તુના રૂપાંતરની અપારવિધ ક્ષમતા રહી છે; બલકે સર્વથા ભિન્ન રચનારીતિના પ્રયોગોને એમાં મોટો અવકાશ છે તે તેમણે બારીક નજરે જોઈ લીધું હતું. હકીકતમાં, પરંપરાગત રીતિની ટૂંકી વાર્તાના ઢાંચાથી મુક્ત થઈ લીલયા નવીન રૂપો રચવા તરફ તેઓ વળ્યા. પ્રથમ વાર્તાસંગ્રહ ‘ગૃહપ્રવેશ’ (ઈ. સ. ૧૯૫૭)ની ‘કિંચિત્’ શીર્ષકની પ્રસ્તાવનામાં ટૂંકી વાર્તાની સર્જનપ્રવૃત્તિ અંગે તેમણે જે કેફિયત રજૂ કરી છે તે આ સંદર્ભે ઘણી સૂચક બની રહે છે. એમાંથી એક વાત એ ઊપસે છે કે આ વાર્તાઓના સર્જન પૂર્વે આ સ્વરૂપ અંગે તેમણે કોઈ ચુસ્ત અને દૃઢ નિશ્ચિત વિભાવના બાંધી લીધી નહોતી. બીજી વાત એ કે ટૂંકી વાર્તાનાં નવાં રૂપો નિપજાવવાના પ્રયત્નોમાં, ખાસ કરીને આરંભના તબક્કામાં તેઓ ‘સંનિધિકરણ’ની રચનાપ્રયુક્તિનો ફરી ફરીને સ્વીકાર કરતા રહ્યા છે. | ||
| Line 64: | Line 63: | ||
‘એ અંધકાર ને એ નિસ્તબ્ધતા – એને તળિયે ધબકતા બે જીવ. અમે બંને કંઈક સરજવા મથતા હતા. તૂટેલા ફૂટેલા સંસારના ટુકડામાંથી હું કાંઈક સાંધીસૂંધી રચવા મથતો હતો. પણ સૃષ્ટિ અંધકારના ગર્ભમાં રચાય છે. માતાના ગર્ભાશયના અંધકારમાં શિશુ પોષાય છે. મારી પાસે એટલો અંધકાર નહોતો. એથી તો હું રખડી રખડીને અંધકારને તાગતો હતો ને મારી પાસેની આ નારી મારા છિન્નભિન્ન અંશોમાંથી અર્ક સારવી લઈને ગર્ભમાં એને ઘાટ કંડારવા મથતી હતી. માતાના ગર્ભાશયમાં અંધકારની ખોટ નથી, જન્મોજન્મથી એ ચાલ્યો આવે છે. હું ધૂંધવાયો...’ અને પત્ની સાથે નાયક કામક્રીડા આચરવા અભિનિવેશ કેળવે છે, પણ ઊંઘના ધસ્યા આવતા પૂર સામે વિફલ બની જાય છે! એ ક્ષણે નાયક તંદ્રાની ક્ષણોમાં એક વિચિત્ર દૃશ્ય ઝાંખી રહે છે : ‘વિશાળ રણક્ષેત્ર પર પડેલાં શરીરોના ઢગલા વચ્ચે હું પડ્યો છું. હું આખો નથી. એક હાથ અહીં છે, બીજો ક્યાંય દૂર, માથું ક્યાંય દૂર ગબડી ગયું છે. ત્યાં મશાલ સળગાવીને મારી પત્ની મને શોધતી શોધતી મારી પાસે આવી ચઢે છે. એ મારાં અંગો ભેગાં કરે છે. એની સેંથીએ સિંદૂર છે. એના હાથે કંકુ. એ પોતાને હાથે ચિતા પ્રકટાવે છે ને મને ખોળામાં લઈને એમાં પ્રવેશે છે. દઝાડતી ઝાળ અમને લપેટી લે છે. હું દાઝ્યા કરું છું...’ આમ વાર્તાનાયકના અજ્ઞાત મનનાં સંવેદનો પ્રબળપણે પ્રત્યક્ષ થઈ ઊઠે છે. બીજા દિવસની સવારે નાયકના મનોભાવમાં ફરી એ ચિત્રો ઘૂંટાય છે. ‘એમાં ધુમાડાનો સ્વાદ છે. અમૃતની જેમ એને પીતો હું બેઠો રહું છું ને વાડામાં ચૂલામાંની રાખના ઢગલા પર વિખરાયેલા તડકાના રઝળતા ટુકડાને જોઉં છું ને એકાએક કવિતાની પંક્તિ સ્ફુરે છે : કુરુક્ષેત્ર પર ઓગણીસમા દિવસનું પ્રભાત ઊગ્યું છે. સૌભાગ્યવતીના ખંડિત કંકણના જેવો પ્રકાશ વેરાયો છે. સહમરણની વધૂના હાથમાંથી ખરતા કંકુની જેમ એ પૂર્વ ક્ષિતિજની હથેળીમાંથી ખર્યે જાય છે...’ | ‘એ અંધકાર ને એ નિસ્તબ્ધતા – એને તળિયે ધબકતા બે જીવ. અમે બંને કંઈક સરજવા મથતા હતા. તૂટેલા ફૂટેલા સંસારના ટુકડામાંથી હું કાંઈક સાંધીસૂંધી રચવા મથતો હતો. પણ સૃષ્ટિ અંધકારના ગર્ભમાં રચાય છે. માતાના ગર્ભાશયના અંધકારમાં શિશુ પોષાય છે. મારી પાસે એટલો અંધકાર નહોતો. એથી તો હું રખડી રખડીને અંધકારને તાગતો હતો ને મારી પાસેની આ નારી મારા છિન્નભિન્ન અંશોમાંથી અર્ક સારવી લઈને ગર્ભમાં એને ઘાટ કંડારવા મથતી હતી. માતાના ગર્ભાશયમાં અંધકારની ખોટ નથી, જન્મોજન્મથી એ ચાલ્યો આવે છે. હું ધૂંધવાયો...’ અને પત્ની સાથે નાયક કામક્રીડા આચરવા અભિનિવેશ કેળવે છે, પણ ઊંઘના ધસ્યા આવતા પૂર સામે વિફલ બની જાય છે! એ ક્ષણે નાયક તંદ્રાની ક્ષણોમાં એક વિચિત્ર દૃશ્ય ઝાંખી રહે છે : ‘વિશાળ રણક્ષેત્ર પર પડેલાં શરીરોના ઢગલા વચ્ચે હું પડ્યો છું. હું આખો નથી. એક હાથ અહીં છે, બીજો ક્યાંય દૂર, માથું ક્યાંય દૂર ગબડી ગયું છે. ત્યાં મશાલ સળગાવીને મારી પત્ની મને શોધતી શોધતી મારી પાસે આવી ચઢે છે. એ મારાં અંગો ભેગાં કરે છે. એની સેંથીએ સિંદૂર છે. એના હાથે કંકુ. એ પોતાને હાથે ચિતા પ્રકટાવે છે ને મને ખોળામાં લઈને એમાં પ્રવેશે છે. દઝાડતી ઝાળ અમને લપેટી લે છે. હું દાઝ્યા કરું છું...’ આમ વાર્તાનાયકના અજ્ઞાત મનનાં સંવેદનો પ્રબળપણે પ્રત્યક્ષ થઈ ઊઠે છે. બીજા દિવસની સવારે નાયકના મનોભાવમાં ફરી એ ચિત્રો ઘૂંટાય છે. ‘એમાં ધુમાડાનો સ્વાદ છે. અમૃતની જેમ એને પીતો હું બેઠો રહું છું ને વાડામાં ચૂલામાંની રાખના ઢગલા પર વિખરાયેલા તડકાના રઝળતા ટુકડાને જોઉં છું ને એકાએક કવિતાની પંક્તિ સ્ફુરે છે : કુરુક્ષેત્ર પર ઓગણીસમા દિવસનું પ્રભાત ઊગ્યું છે. સૌભાગ્યવતીના ખંડિત કંકણના જેવો પ્રકાશ વેરાયો છે. સહમરણની વધૂના હાથમાંથી ખરતા કંકુની જેમ એ પૂર્વ ક્ષિતિજની હથેળીમાંથી ખર્યે જાય છે...’ | ||
કુરુક્ષેત્રના પૌરાણિક વૃત્તાંતની થોડીક માર્મિક વિગતો અહીં વાર્તાનાયકના મનોગતની અભિવ્યક્તિમાં અત્યંત સહજ રીતે ગૂંથાઈ ગઈ છે. મૂળ વૃત્તાંતની વિગતો અહીં આગવું રહસ્ય ધારણ કરીને નાયકની ભાવસૃષ્ટિમાં એવી રીતે પ્રયોજાઈ છે કે એનું અલગ વૃત્તાંત લેખે સ્મરણ રહેતું નથી. ‘કુરુક્ષેત્ર’નો પૌરાણિક વૃત્તાંત, અને તેનો વસ્તુસંદર્ભ, અહીં વાર્તાનાયકના ભાવજગતને ક્યાંક મર્મબિંદુએ છેદે ને ભેદે છે. એટલે જ સંનિધિકૃત વિગતો અલગ વરતાતી નથી. શીર્ષક ‘કુરુક્ષેત્ર’ સમગ્ર વાર્તાવસ્તુ સામે કરુણ મર્મ સાથે સંનિધિકરણ પામ્યું છે. અહીં બંને વૃત્તાંતો વચ્ચે તણાવ કરતાંય ઊંડો સંવાદ વધુ પ્રતીત થાય છે. સમગ્ર વાર્તાની રૂપનિર્મિતિને એથી આંતરિક એકતા અને અખિલાઈ પ્રાપ્ત થઈ છે. | કુરુક્ષેત્રના પૌરાણિક વૃત્તાંતની થોડીક માર્મિક વિગતો અહીં વાર્તાનાયકના મનોગતની અભિવ્યક્તિમાં અત્યંત સહજ રીતે ગૂંથાઈ ગઈ છે. મૂળ વૃત્તાંતની વિગતો અહીં આગવું રહસ્ય ધારણ કરીને નાયકની ભાવસૃષ્ટિમાં એવી રીતે પ્રયોજાઈ છે કે એનું અલગ વૃત્તાંત લેખે સ્મરણ રહેતું નથી. ‘કુરુક્ષેત્ર’નો પૌરાણિક વૃત્તાંત, અને તેનો વસ્તુસંદર્ભ, અહીં વાર્તાનાયકના ભાવજગતને ક્યાંક મર્મબિંદુએ છેદે ને ભેદે છે. એટલે જ સંનિધિકૃત વિગતો અલગ વરતાતી નથી. શીર્ષક ‘કુરુક્ષેત્ર’ સમગ્ર વાર્તાવસ્તુ સામે કરુણ મર્મ સાથે સંનિધિકરણ પામ્યું છે. અહીં બંને વૃત્તાંતો વચ્ચે તણાવ કરતાંય ઊંડો સંવાદ વધુ પ્રતીત થાય છે. સમગ્ર વાર્તાની રૂપનિર્મિતિને એથી આંતરિક એકતા અને અખિલાઈ પ્રાપ્ત થઈ છે. | ||
{{ | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||