3,144
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| Line 6: | Line 6: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શેઠ, ચંદ્રકાન્ત (જ. 3 ફેબ્રુઆરી 1938, કાલોલ, પંચમહાલ; અ. 2 ઑગસ્ટ 2024 અમદાવાદ) : ગુજરાતી કવિ, નિબંધકાર, વાર્તાકાર, કોશકાર, વિવેચક, સંપાદક, અનુવાદક, હાસ્યકાર, ચરિત્રકાર અને કેળવણીકાર. ઉપનામો : નંદ સામવેદી, આર્યપુત્ર, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ. વતન : ઠાસરા (ખેડા). પિતા ત્રિકમલાલ શેઠ ચુસ્ત વૈષ્ણવ, ઠાકોરજીમાં – કીર્તનમાં ઓતપ્રોત. ગળથૂથીમાંથી જ કવિને ધાર્મિક સંસ્કાર, કીર્તન-સંગીત મળેલાં. પ્રાથમિક શિક્ષણ હાલોલ અને કણજરીમાં. માધ્યમિક શિક્ષણ હાલોલ અને પછી અમદાવાદમાં. 1954માં મૅટ્રિક. 1958માં ગુજરાતી-સંસ્કૃત સાથે બી.એ.. ત્યારબાદ હાલોલ તથા ભરૂચમાં થોડો સમય શિક્ષક. 1961માં ગુજ. યુનિ.માંથી એમ.એ.. ત્યારબાદ વિવિધ કૉલેજોમાં અધ્યાપન. 1963થી 1966 સુધી અને 1972થી 1998માં નિવૃત્ત થયા ત્યાં સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં ગુજરાતીના અધ્યાપક. 1979માં ‘ઉમાશંકર જોશી : સર્જક અને વિવેચક’ વિષય પર વિદ્યાવાચસ્પતિ (પીએચ.ડી.). 1979થી 1984 સુધી ગૂજરાત વિદ્યાપીઠમાંથી લિયન પર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક. લા. સ્વાધ્યાય મંદિરના નિયામક. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ગુજરાતી સાહિત્યકોશના સહસંપાદક (1980-82) તથા માનાર્હ સંપાદક (1982-84). રાષ્ટ્રીય વ્યાખ્યાતા (1989-90). ગુજરાતી સાહિત્ય પરિષદનાં સામયિકો‘ભાષાવિમર્શ’ (1984-85) તથા ‘પરબ’ (1988-89)નું સંપાદન. 1998થી 2022 સુધી ‘ગુજરાતી વિશ્વકોશ’ના વિભાગીય સંપાદક, બાળવિશ્વકોશના સંપાદક તરીકે કાર્ય. | '''શેઠ, ચંદ્રકાન્ત (જ. 3 ફેબ્રુઆરી 1938, કાલોલ, પંચમહાલ; અ. 2 ઑગસ્ટ 2024 અમદાવાદ)''' : ગુજરાતી કવિ, નિબંધકાર, વાર્તાકાર, કોશકાર, વિવેચક, સંપાદક, અનુવાદક, હાસ્યકાર, ચરિત્રકાર અને કેળવણીકાર. ઉપનામો : નંદ સામવેદી, આર્યપુત્ર, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ. વતન : ઠાસરા (ખેડા). પિતા ત્રિકમલાલ શેઠ ચુસ્ત વૈષ્ણવ, ઠાકોરજીમાં – કીર્તનમાં ઓતપ્રોત. ગળથૂથીમાંથી જ કવિને ધાર્મિક સંસ્કાર, કીર્તન-સંગીત મળેલાં. પ્રાથમિક શિક્ષણ હાલોલ અને કણજરીમાં. માધ્યમિક શિક્ષણ હાલોલ અને પછી અમદાવાદમાં. 1954માં મૅટ્રિક. 1958માં ગુજરાતી-સંસ્કૃત સાથે બી.એ.. ત્યારબાદ હાલોલ તથા ભરૂચમાં થોડો સમય શિક્ષક. 1961માં ગુજ. યુનિ.માંથી એમ.એ.. ત્યારબાદ વિવિધ કૉલેજોમાં અધ્યાપન. 1963થી 1966 સુધી અને 1972થી 1998માં નિવૃત્ત થયા ત્યાં સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં ગુજરાતીના અધ્યાપક. 1979માં ‘ઉમાશંકર જોશી : સર્જક અને વિવેચક’ વિષય પર વિદ્યાવાચસ્પતિ (પીએચ.ડી.). 1979થી 1984 સુધી ગૂજરાત વિદ્યાપીઠમાંથી લિયન પર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક. લા. સ્વાધ્યાય મંદિરના નિયામક. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ગુજરાતી સાહિત્યકોશના સહસંપાદક (1980-82) તથા માનાર્હ સંપાદક (1982-84). રાષ્ટ્રીય વ્યાખ્યાતા (1989-90). ગુજરાતી સાહિત્ય પરિષદનાં સામયિકો‘ભાષાવિમર્શ’ (1984-85) તથા ‘પરબ’ (1988-89)નું સંપાદન. 1998થી 2022 સુધી ‘ગુજરાતી વિશ્વકોશ’ના વિભાગીય સંપાદક, બાળવિશ્વકોશના સંપાદક તરીકે કાર્ય. | ||
‘કુમાર’ની બુધસભા દ્વારા એમની કવિપ્રતિભાનો ઉઘાડ થયો. ત્યાં મુરબ્બી કવિઓ તથા સમકાલીન કવિમિત્રો દ્વારા કવિતાનું વાતાવરણ સાંપડ્યું. ‘બુધસભા’ તથા સઘન અભ્યાસ દ્વારા ભારતીય કાવ્યપરંપરાના સંસ્કાર સીંચાયા, તો ‘રે મઠ’ દ્વારા આધુનિકતાના અને પ્રયોગશીલતાના સંસ્કાર પણ ઝિલાયા. આધુનિકતાના ઓરડામાં તેઓ પુરાઈ ન રહ્યા, પણ ‘ગગન ખોલતી’ બધીયે બારીઓ તેઓ ઉઘાડતા ગયા. એમની કવિતાએ બધીયે દિશામાંથી પોષણ મેળવ્યું છે. એમની કવિતાનાં મૂળિયાં પોતીકી ભોંયમાં ઊંડાં ઊતરતાં ગયાં છે ને વિસ્તરતાં-વિકસતાં ગયાં છે – આ મૂળિયાંએ પાતાળમાંથી જળ મેળવ્યું છે ને આકાશમાંથી તેજ. એમની સર્જનયાત્રામાં જન્મજાત પ્રતિભા તથા નિષ્ઠાપૂર્વકની સાહિત્યસાધના-બેયનો સુભગ સમન્વય થયો છે. સર્જનયાત્રાની સાથે સાથે આસ્વાદ-વિવેચન-સંપાદનનાં કામ પણ સતત થતાં રહ્યાં છે. એમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘પવન રૂપેરી’(1972)માં પરંપરિત છંદોબદ્ધ રચનાઓ ઉપરાંત અછાંદસ તથા ગીતરચનાઓનો સમાવેશ થાય છે. પ્રથમ સંગ્રહથી જ કવિનો પોતીકો અવાજ ઉઘાડ પામે છે. જાત સાથેનો દ્વંદ્વ – સંવાદ તથા વિ-સંવાદ આધુનિક રીતિથી વિડંબના દ્વારા પ્રગટ થાય છે. ‘ચંદ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીએ….’, ‘ક્યાં છો ચંદ્રકાંત ?’, ‘ખખડે- સૂણું’, ‘રાત્રી થતાં…’ ‘બેસ, બેસ, દેડકી !’ જેવાં ઉત્તમ કાવ્યો આ સંગ્રહમાંથી મળે છે. ‘ઊઘડતી દીવાલો’(1974)માં આધુનિકતાનાં મૂળિયાં વધુ ઊંડે ઊતરે છે. જેમાં જાતને ઓળખવા-પામવાની શોધયાત્રા સાથે કવિતા પામવાનીય શોધયાત્રા ભીતરનો ઉજાસ પ્રગટાવતી રહે છે. પ્રથમ બે કાવ્યસંગ્રહમાંથી પ્રગટ થતા કવિના ‘હું’-નાં વિવિધ રૂપો તપાસીએ તો એમાં ‘નંદ સામવેદી’નાં મૂળિયાંય કદાચ મળી રહે. સમાજ, સંસ્કૃતિ, સાંપ્રત, સ્થળ-કાળ, રાજકારણ, માનવમૂલ્યો – બધું એમની કવિતાની ત્રિજ્યામાં આવતું જાય છે ને કવિતા સંવેદનવિસ્તાર પામતી જાય છે. ‘કક્કાજીની અ-કવિતા !’, ‘અટેકણે સૂવાની ટેવ’, ‘ચક્કરિયા ચાલ’, ‘આકાશનો સોદો’, ‘મારું અમદાવાદ’ ‘એક ચંદુડિયાની નમૂનેદાર બનાવટ’ જેવી સંતર્પક રચનાઓ આ સંગ્રહમાંથી સાંપડે છે. ‘પડઘાની પેલે પાર’(1987)માં પરંપરા અને આધુનિકતા – કલ્પનો અને રૂપકો – તર્ક અને વિચાર-પ્રતીકો – બધું એમની કવિતામાં ઓગળતું જાય છે અને એમની કવિતા ઊંડે અને ઊંચે, પેલે પાર ભણીની ગતિ સાધે છે : નર્મ-મર્મ, ભાવ, સંવેદન, તર્ક, વિચાર, અર્થ, વિડંબના, કાવ્ય-લીલા, કવિ-કર્મ – બધું સૂક્ષ્મતાથી કવિતાની ત્રિજ્યાને વિસ્તારે છે. ‘આવું ક્યારેક થઈ આવે છે ખરું’, ‘ગોરંભો’, ‘એક દોઢ ડાહી કાબરની વાત’, ‘ખરી પડતા વાળ અટકાવવા જતાં’ તથા ‘સંવેદનચિત્રો’ જેવાં કાવ્યો આ સંગ્રહમાંથી પ્રાપ્ત થાય છે. ગીતસંગ્રહ ‘ગગન ખોલતી બારી’(1990)માં ભીતરના અધ્યાત્મનું તેજ, કવિતાની ભીનાશ અને નાજુક-નમણાં સંવેદનોનું લાવણ્ય આગવું રૂપ પ્રગટ કરે છે. આ સંગ્રહમાંથી ‘માછલી જ બાકી?’ ‘સાદ ના પાડો’, ‘જલને જાણે……’, ‘નભ ખોલીને જોયું…..’, ‘તો મળવું લાગે મીઠું’, ‘કોના માટે ?’, ‘ઊંડું જોયું……’, ‘ તો આવ્યાં કને’, જેવાં ગીતો મળે છે. ગઝલસંગ્રહ ‘એક ટહુકો પંડમાં’(1996)માં ‘સાદ કર’, ‘શાન્ત છે !’ , ‘નીકળ્યો’ જેવી ગઝલો સાંપડે છે. કેટલીક ગઝલોમાં ગઝલીયતની ઉણપ વરતાય છે. ‘શગે એક ઝળહળીએ’ (1999), ગીતસંગ્રહ ‘ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય’ (2004), ‘જળ વાદળ ને વીજ’ (2005) ‘ગગન ધરા પર તડકા નીચે’ (2008), ‘ભીની હવા, ભીના શ્વાસ’ (2008), ‘ચિદાકાશનાં ચાંદરણાં’ (2012), ‘હદમાં અનહદ’ (2017), ‘શબ્દમાં મૌન, મૌનમાં શબ્દ’ (2022) તથા ‘શ્વાસ કવિતાના…પ્રાસ પ્રભુતાના’ (2024) એમના અન્ય કાવ્યસંગ્રહો છે. આ ચૌદે કાવ્યસંગ્રહોનાં સમગ્ર કાવ્યોનો સંગ્રહ ‘પૂર્ણ દર્શિત કવિતા’ (2024). એમાં 1041 કાવ્યો છે. પરંપરા અને આધુનિકતા; સમય, સમાજ અને ભારતીય સંસ્કૃતિ એમની ભીતરના સતમાં રસાઈને ઘૂંટાઈને પ્રગટ થાય છે. એમના ઈ. સ. 2000 પછી પ્રગટ થયેલા કાવ્યસંગ્રહોમાંથી ‘કેમ રે પધરાવું ઝળહળ જ્યોતને ’, ‘માતાજીને’, ‘ચાલો બાપુ! આપણે જઈએ…’, ‘ઉછાળ દરિયા’. ‘થાઉં બળિયો’, ‘હું તો મારા હુંને કહું છું’, ‘ખોલવો અનંતનો અંતરપટ’, ‘ખંડેર સરખા ખોળિયે ક્યાં સુધી રહેશો, સૂબાજી!’ જેવાં ઉત્તમ કાવ્યો મળે છે. | ‘કુમાર’ની બુધસભા દ્વારા એમની કવિપ્રતિભાનો ઉઘાડ થયો. ત્યાં મુરબ્બી કવિઓ તથા સમકાલીન કવિમિત્રો દ્વારા કવિતાનું વાતાવરણ સાંપડ્યું. ‘બુધસભા’ તથા સઘન અભ્યાસ દ્વારા ભારતીય કાવ્યપરંપરાના સંસ્કાર સીંચાયા, તો ‘રે મઠ’ દ્વારા આધુનિકતાના અને પ્રયોગશીલતાના સંસ્કાર પણ ઝિલાયા. આધુનિકતાના ઓરડામાં તેઓ પુરાઈ ન રહ્યા, પણ ‘ગગન ખોલતી’ બધીયે બારીઓ તેઓ ઉઘાડતા ગયા. એમની કવિતાએ બધીયે દિશામાંથી પોષણ મેળવ્યું છે. એમની કવિતાનાં મૂળિયાં પોતીકી ભોંયમાં ઊંડાં ઊતરતાં ગયાં છે ને વિસ્તરતાં-વિકસતાં ગયાં છે – આ મૂળિયાંએ પાતાળમાંથી જળ મેળવ્યું છે ને આકાશમાંથી તેજ. એમની સર્જનયાત્રામાં જન્મજાત પ્રતિભા તથા નિષ્ઠાપૂર્વકની સાહિત્યસાધના-બેયનો સુભગ સમન્વય થયો છે. સર્જનયાત્રાની સાથે સાથે આસ્વાદ-વિવેચન-સંપાદનનાં કામ પણ સતત થતાં રહ્યાં છે. એમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘પવન રૂપેરી’(1972)માં પરંપરિત છંદોબદ્ધ રચનાઓ ઉપરાંત અછાંદસ તથા ગીતરચનાઓનો સમાવેશ થાય છે. પ્રથમ સંગ્રહથી જ કવિનો પોતીકો અવાજ ઉઘાડ પામે છે. જાત સાથેનો દ્વંદ્વ – સંવાદ તથા વિ-સંવાદ આધુનિક રીતિથી વિડંબના દ્વારા પ્રગટ થાય છે. ‘ચંદ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીએ….’, ‘ક્યાં છો ચંદ્રકાંત ?’, ‘ખખડે- સૂણું’, ‘રાત્રી થતાં…’ ‘બેસ, બેસ, દેડકી !’ જેવાં ઉત્તમ કાવ્યો આ સંગ્રહમાંથી મળે છે. ‘ઊઘડતી દીવાલો’(1974)માં આધુનિકતાનાં મૂળિયાં વધુ ઊંડે ઊતરે છે. જેમાં જાતને ઓળખવા-પામવાની શોધયાત્રા સાથે કવિતા પામવાનીય શોધયાત્રા ભીતરનો ઉજાસ પ્રગટાવતી રહે છે. પ્રથમ બે કાવ્યસંગ્રહમાંથી પ્રગટ થતા કવિના ‘હું’-નાં વિવિધ રૂપો તપાસીએ તો એમાં ‘નંદ સામવેદી’નાં મૂળિયાંય કદાચ મળી રહે. સમાજ, સંસ્કૃતિ, સાંપ્રત, સ્થળ-કાળ, રાજકારણ, માનવમૂલ્યો – બધું એમની કવિતાની ત્રિજ્યામાં આવતું જાય છે ને કવિતા સંવેદનવિસ્તાર પામતી જાય છે. ‘કક્કાજીની અ-કવિતા !’, ‘અટેકણે સૂવાની ટેવ’, ‘ચક્કરિયા ચાલ’, ‘આકાશનો સોદો’, ‘મારું અમદાવાદ’ ‘એક ચંદુડિયાની નમૂનેદાર બનાવટ’ જેવી સંતર્પક રચનાઓ આ સંગ્રહમાંથી સાંપડે છે. ‘પડઘાની પેલે પાર’(1987)માં પરંપરા અને આધુનિકતા – કલ્પનો અને રૂપકો – તર્ક અને વિચાર-પ્રતીકો – બધું એમની કવિતામાં ઓગળતું જાય છે અને એમની કવિતા ઊંડે અને ઊંચે, પેલે પાર ભણીની ગતિ સાધે છે : નર્મ-મર્મ, ભાવ, સંવેદન, તર્ક, વિચાર, અર્થ, વિડંબના, કાવ્ય-લીલા, કવિ-કર્મ – બધું સૂક્ષ્મતાથી કવિતાની ત્રિજ્યાને વિસ્તારે છે. ‘આવું ક્યારેક થઈ આવે છે ખરું’, ‘ગોરંભો’, ‘એક દોઢ ડાહી કાબરની વાત’, ‘ખરી પડતા વાળ અટકાવવા જતાં’ તથા ‘સંવેદનચિત્રો’ જેવાં કાવ્યો આ સંગ્રહમાંથી પ્રાપ્ત થાય છે. ગીતસંગ્રહ ‘ગગન ખોલતી બારી’(1990)માં ભીતરના અધ્યાત્મનું તેજ, કવિતાની ભીનાશ અને નાજુક-નમણાં સંવેદનોનું લાવણ્ય આગવું રૂપ પ્રગટ કરે છે. આ સંગ્રહમાંથી ‘માછલી જ બાકી?’ ‘સાદ ના પાડો’, ‘જલને જાણે……’, ‘નભ ખોલીને જોયું…..’, ‘તો મળવું લાગે મીઠું’, ‘કોના માટે ?’, ‘ઊંડું જોયું……’, ‘ તો આવ્યાં કને’, જેવાં ગીતો મળે છે. ગઝલસંગ્રહ ‘એક ટહુકો પંડમાં’(1996)માં ‘સાદ કર’, ‘શાન્ત છે !’ , ‘નીકળ્યો’ જેવી ગઝલો સાંપડે છે. કેટલીક ગઝલોમાં ગઝલીયતની ઉણપ વરતાય છે. ‘શગે એક ઝળહળીએ’ (1999), ગીતસંગ્રહ ‘ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય’ (2004), ‘જળ વાદળ ને વીજ’ (2005) ‘ગગન ધરા પર તડકા નીચે’ (2008), ‘ભીની હવા, ભીના શ્વાસ’ (2008), ‘ચિદાકાશનાં ચાંદરણાં’ (2012), ‘હદમાં અનહદ’ (2017), ‘શબ્દમાં મૌન, મૌનમાં શબ્દ’ (2022) તથા ‘શ્વાસ કવિતાના…પ્રાસ પ્રભુતાના’ (2024) એમના અન્ય કાવ્યસંગ્રહો છે. આ ચૌદે કાવ્યસંગ્રહોનાં સમગ્ર કાવ્યોનો સંગ્રહ ‘પૂર્ણ દર્શિત કવિતા’ (2024). એમાં 1041 કાવ્યો છે. પરંપરા અને આધુનિકતા; સમય, સમાજ અને ભારતીય સંસ્કૃતિ એમની ભીતરના સતમાં રસાઈને ઘૂંટાઈને પ્રગટ થાય છે. એમના ઈ. સ. 2000 પછી પ્રગટ થયેલા કાવ્યસંગ્રહોમાંથી ‘કેમ રે પધરાવું ઝળહળ જ્યોતને ’, ‘માતાજીને’, ‘ચાલો બાપુ! આપણે જઈએ…’, ‘ઉછાળ દરિયા’. ‘થાઉં બળિયો’, ‘હું તો મારા હુંને કહું છું’, ‘ખોલવો અનંતનો અંતરપટ’, ‘ખંડેર સરખા ખોળિયે ક્યાં સુધી રહેશો, સૂબાજી!’ જેવાં ઉત્તમ કાવ્યો મળે છે. | ||