ધૂળમાંની પગલીઓ/૧૮: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+૧)
 
No edit summary
 
Line 5: Line 5:
{{Poem2Open}}
{{Poem2Open}}
‘દૂરથી ડુંગર રળિયામણા' એ વાત જો સ્થળ પરત્વે પણ સાચી છે તો જીવન પરત્વે પણ સાચી નથી? આપણા રોજબરોજના એકધારા લાગતા જીવનનું જરા આઘે રહીને દર્શન કરતાં તે કેટલું રળિયામણું-રોમાંચક લાગે છે! આજે આટલાં વર્ષે જ્યારે હું પૂંઠળ જોઉં છું ત્યારે અનેકાનેક વસ્તુઓ આંખો નચાવતી મને આકર્ષતી ન હોય એવી મને લાગ્યા કરે છે. આ વસ્તુઓ બેશક, આજના સરખી ત્યારે આકર્ષક લાગતી નહોતી જ. મારે રોજેરોજ કંજરીથી ચાલીને હાલોલ નિશાળે જવું પડતું હતું અને ત્યારે એ રસ્તો મને પાઠયપુસ્તકમાંના પાઠ જેવો લુખ્ખોલસ લાગતો હતો. આજે એ રસ્તો વાદળ મધ્યે અંકાયેલી કોઈ સ્વર્ણરેખા-શો ચારુ લાગે છે. મને ખબર નથી કે એ મારો ધૂળિયો રસ્તો ડામરના શહેરી સપાટામાં આજે આવ્યો છે કે નહીં. આપણને માણસોને કેરકાંટાળી કેડી કે ઊબડખાબડ ગાડાવાટ, કાદવિયો કે કાંકરિયાળો રસ્તો –સૌ યથાપરિસ્થિતિ માફક આવી જાય છે; પરંતુ પેલી કામણગારી કારને તો લિસ્સાલટ રસ્તા જોઈએ! બાપડા પગને તો આછી પાતળી પગથીયે ચાલે, પણ પેલાં ટાયરવાળાં ચક્રોને? એમને તો રૂપાળો ડામર કે આસ્ફાલ્ટની સડકો જેઈએ છે!

કોણ જાણે શાથી, વરસોનાં વરસ આ ડામર પર જાતને ચલાવ્યા પછીયે ધૂળિયા મારગની મોહિની ઓસરતી નથી. વરસાદના પ્રથમ બિન્દુ સાથે જ હરિત તૃણની આશા ચમકી ઊઠે છે. માટીની સોડમનો સ્વાદ સળવળવા લાગે છે. મનમાં વરસાદના ફોરે ફોરે મહેકની અમિરાત ઊભરાઈ આવે છે. જેમ આંગળીના ટેરવે ચડાવી દાળભાત ખાતાં ધરવ વળે, જેમ પવાલું હોઠથી અડાડીને પાણી પીતાં તૃપ્તિ મળે, એવું જ થાય છે પગનાં તળિયાંને. એમનેય માટીનો સ્પર્શ થતાં જ તાજગીનો અનુભવ મળે છે. સાચે જ, માટી સાથે મારે કોઈ અંદરનો સંબંધ છે, એની સાથે મારે કોઈ ઊંડો ઘરોબો છે.

માટી હોય કે પાણી, પવન હોય કે પ્રકાશ અથવા આસપાસ અસીમ આકાશ હોય ત્યારે તેમનો સંપર્ક મારામાંયે પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ–આ પાંચેય તત્વો હેલે-હિલ્લોળે ચડે છે! હરિયાળીની તાજગી મારે રૂંવે રૂંવે સિંચાતી વિસ્તરે છે. મારા ઘરની બારીમાંથી લંબાતો તડકો મારા લોહીમાં ઊતરી ઉલ્લાસનો કોઈ અપૂર્વ થરકાટ જગાવી રહે છે. ધરતીના લાવણ્યથી તરવરતું આકાશ કોઈ ગ્રામકન્યાના નાજુક ચિબુક પરથી સરકતું મારા ચિદાકાશમાં પ્રસન્તતાનું એક સૌમ્ય બિંબ લહેરાવી રહે છે. સાચે જ આ માટીમાં, આ હવામાં, આ પાણીમાં કોઈ એવું તત્વ છે જે મારા અંદરના સંચને ખોલીને એમાંની સૃષ્ટિને સહજતાએ ખીલવાની અનિવાર્યતા સર્જે છે. આ વૃક્ષોમાં, આ ઝરણાંમાં, આ પહાડોમાં ને હરિયાળીમાં, આ તારાઓના ચમકાર ને વીજળીઓના ઝબકારમાં મારા વિસ્મયની, મારી વ્યાપ્તિની, મારી વિભુતાની કોઈ સુદઢ મુદ્રા અંકિત છે. હું બધાંથી પરોવાતો, હું બધાંને પરોવતો આજના પગથિયા સુધી તો આવી લાગ્યો છું. હજુયે આગળ જઈશ...

જોકે મારે કહેવું જોઈએ, આજે જે રીતે હું લખું છું તે રીતે કદાચ તે કાળે નાનો હતો ત્યારે લખી શકત નહીં. આજે જેની મનભર મીઠાશ હું સ્મૃતિના પાનબીડે આસ્વાદું છું તેનો યત્કિંચિત્ અનુભવ, તેની યત્કિંચિત્ સાક્ષાત્કૃતિ ત્યારે હતી તો ખરી જ. ઘરની ચાર દીવાલો વચ્ચે મને વસમું લાગતું. બારીએ બેસવાનું ને કેરીગાળામાં એક પછી એક કેરી ચૂસતાં, રસ્તા પરનાં દશ્યો ઝીલતાં જવાનું મને જરાયે કંટાળાપ્રદ નહીં, બદલે વધુ રસપ્રદ લાગતું. અગાશીમાં મને ઉઘાડ મળતો, ને રસ્તે ચાલતાં મળતી રોનક, કહો ન કહો, પણ ક્યારેક, ક્યાંકથી મને ‘સૌંદર્યની કોઈ સાપણ' ડસી ગયેલી એ તો નક્કી જ - ક્યાંકથી મને ‘લીલોતરીના નાગ' ડસેલા જ. ને તેથી જ નાનપણથી મારું મન ભીતરની ને બહારની રૂપચ્છટાઓમાં રંગાતું, ને રંગાવા સાથે રૂમઝૂમતું રેલાતું રહેતું હોય એવું અનુભવતો રહ્યો છું.

Navigation menu