કથાલોક/‘સરસ્વતીચન્દ્ર’ જેવી છતાં જુદી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 13: Line 13:
કૃષ્ણા મિતભાષી હોવા છતાં કર્તા પોતે સર્વત્ર મિતભાષી નથી રહ્યા. ઘણાં દૃશ્યોમાં એમણે ઘેરી રંગપૂરણી કરી છે. અહીંતહીં અતિપ્રસ્તાર પણ સભાનપણે થવા દીધો લાગે છે. વિશેષ તો સ્ત્રીપાત્રોના મિલનપ્રસંગો લાંબી લેખણે ચીતરવામાં તેઓ વધારે રાચતા જણાય છે. અલબત્ત એ ઘણાખરા કથાખંડો ખૂબ આસ્વાદ્ય બન્યા છે એની ના નહિ. (આ કથા સ્ત્રીવાચકોમાં વધારે લોકપ્રિય થાય તો નવાઈ નહિ!) ખાસ્સી સાડા–પાંચસો પૃષ્ઠસંખ્યા ધરાવતી આ કથા ગદ્યનું સાહિત્યિક સ્તર સાદ્યન્ત જાળવી રાખે છે. એટલું જ નહિ, ઠેરઠેર બલિષ્ઠ અને ભાવાનુરૂપ ગદ્યછટાઓ પણ દાખવી રહે છે. એમાં અલબત્ત, પારસી પાત્રોની બોલીનો અતિરેક થોડો નિવારી શકાયો હોત. નંદિનીની મરાઠી બોલા નખશિખ શુદ્ધ છે. એકંદર સંસ્કૃતપ્રચૂર પૂટ પામેલી ગદ્યશૈલી યથાસ્થાન ‘રાજીપો’, ‘ટાઢોડું’ કે ‘સુવાણ’ જેવા પ્રાદેશિક શબ્દોની પણ સૂગ નથી સેવતી એથી લખાવટ વધારે સમૃદ્ધ બની રહે છે.

છેલ્લા દાયકા દરમિયાન ગુજરાતી સાહિત્યમાં કેટલીક કવિકલમો કલ્પનોત્થ સાહિત્ય તરફ વળી રહી છે. એને એનાં સુફળ પ્રાપ્ત થઈ રહ્યાં છે. ‘ચલ અચલ’ પણ એવું એક આસ્વાદ્ય અને આવકાર્ય ફળ છે.

{{right|(હસિત બૂચકૃત ‘ચલ અચલ’નો આમુખ)}}
{{right|(હસિત બૂચકૃત ‘ચલ અચલ’નો આમુખ)}}<br>
{{right|ફેબ્રુઆરી, ૧૯૬૭}}
{{right|ફેબ્રુઆરી, ૧૯૬૭}}<br>
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>

Navigation menu