કથાલોક/નવલકથાનો સાદો શ્વાસ!: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|નિવેદન}}
{{Heading|૪<br>નવલકથાનો સાદો શ્વાસ!}}
 
{{Poem2Open}}
નવલકથાનો સાદો શ્વાસ!

{{Poem2Open}}
નવલકથાનો નાભિશ્વાસ ચાલી રહ્યો છે? આ ચિન્તા અને ચિકિત્સા આ લખનારે આજથી બાર વર્ષ પહેલાં, છેક ૧૯૫૫માં કરેલી. વડોદરા લેખકમિલનના અધિવેશનમાં ગુજરાતી નવલકથા અંગેનું આ નિરીક્ષણ અંગ્રેજી નવલકથાના અનુલક્ષમાં પણ કરી જોયેલું. એ નિરીક્ષણનો સૂર નિરાશાજનક હતો. એ અરસામાં ઉમાશંકર જોષીએ ‘સંસ્કૃતિ’માં આવો જ નિરાશાસૂચક ઉદ્ગાર કાઢેલો : ગુજરાતી નવલકથાને શું થવા બેઠું છે? હવે આજે ૧૯૬૭માં ખાસ્સાં બાર વર્ષ પછી પણ નવલકથાના નાભિશ્વાસની જ ચિંતા ને ચર્ચા કરીએ એ જરા વિચિત્ર જ નહિ, વિરોધાભાસી પણ લાગે. દરદીનો નાભિશ્વાસ કાંઈક બાર વર્ષ સુધી ન ચાલે. એટલે, એમ જ ઘટાવવું રહ્યું કે જેને આપણે નાભિશ્વાસ ગણતા હતા એ સાદો જ શ્વાસ હતો, નાભિશ્વાસ કે અંતિમ શ્વાસ જેવો ‘ઘરડકો’ નહોતો. એવું હોત તો તો અત્યારે આપણે ચર્ચાસભાને બદલે શોકસભા જ યોજવી પડી હોત.

આપણી નવલકથાના સ્વાસ્થ્ય અંગે આમ વારંવાર આપણે ચિંતા દાખવતાં રહીએ છીએ એ હકીકત પોતે જ એ સાહિત્યપ્રકારની જીવન્તતાનો એક પુરાવો ન ગણાય? મૃત સાહિત્યસ્વરૂપની તો ચિંતા પણ કોણ કરે? હમણાં જ આપણે ગુજરાતી નવલકથાની જન્મશતાબ્દી ઊજવી છે. ‘કરણ ઘેલો’થી જન્મેલી આપણી નવલકથાનાં સો વર્ષ પૂરાં થયાં છે, પણ હજી સદ્ભાગ્યે એનાં સોએસો વર્ષ પૂરાં નથી થઈ ગયાં. આપણે વારેવારે એનું સરવૈયું કાઢવા પ્રેરાઈએ છીએ એ જ બતાવે છે કે આ ક્ષેત્રમાં પુષ્કળ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. અને ધમધોકાર ઉદ્યમ પોતે જ એક જીવન્તપણાનો સબૂત ગણાય.