23,710
edits
m (Meghdhanu moved page પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા - જયંત કોઠારી/કાવ્યનું ફલ : કૅથાર્સિસ to પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/કાવ્યનું ફલ : કૅથાર્સિસ without leaving a redirect) |
(Reference Corrections) |
||
| Line 5: | Line 5: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કાવ્યસૃષ્ટિને ઍરિસ્ટૉટલ એકંદરે નીતિનિરપેક્ષ દૃષ્ટિએ જુએ છે; પરંતુ કાવ્યની ભાવકના ચિત્ત પર જે અસર પડે છે તે નૈતિક કે અનૈતિક હોઈ શકે એવું કંઈ ઍરિસ્ટૉટલ માને છે કે નહીં? યાદ હશે કે પ્લેટો લાગણીઓને હીન તત્ત્વ માનતા હતા અને કવિતા લાગણીઓને ઉત્તેજતી હોવાથી એને ત્યાજ્ય ગણતા હતા. ઍરિસ્ટૉટલ એમની ટ્રૅજેડીની વ્યાખ્યામાં કહે છે કે “(ટ્રૅજેડી) કરુણા અને ભયની લાગણીઓનું નિરૂપણ કરીને એ દ્વારા એ લાગણીઓનું ‘કૅથાર્સિસ’ સાધે છે.” ભલે પ્લેટોથી ઊલટું, પણ નૈતિક વલણ જ અહીં પ્રગટ થતું નથી દેખાતું? ઍરિસ્ટૉટલ કંઈ કવિતાને ત્યાજ્ય ગણતા નથી. તેથી અહીં પ્લેટોને જાણે એ કંઈક આવો જવાબ આપતા હોય એવું લાગે છે : “હા, તમારી વાત સાચી છે. કવિતા લાગણીઓને ઉત્તેજિત તો કરે છે; પરંતુ એ ઉત્તેજના ચિત્તને વિવશ બનાવવાને બદલે એ લાગણીઓનું જ કૅથાર્સિસ કરે છે. એટલે કવિતા કશી હાનિ કરતી નથી, એ તો હિતકારક છે.” એટલે કે પ્લેટોને મતે કવિતા નૈતિક દૃષ્ટિએ અહિતકર હતી, ઍરિસ્ટૉટલને મતે એ નૈતિક દૃષ્ટિએ હિતકર છે. એફ. એલ. લૂકસ, આથી, કહે છે કે ઍરિસ્ટૉટલ અહીં નીતિવાદી અને કાયદાશાસ્ત્રી તરીકે બોલી રહ્યા છે. સેઇન્ટ્સબરીને તો વ્યાખ્યામાં આવી હકીકતનો ઉલ્લેખ કરવો એ બિનજરૂરી અનુચિત અને અશાસ્ત્રીય લાગે છે. તેઓ કહે છે : “આ તો તમે અગ્નિની વ્યાખ્યા સંપૂર્ણપણે ભૌતિકશાસ્ત્રની સંજ્ઞાઓથી આપો, અને પછી કહો કે માંસને એ એને યોગ્ય રીતે પકવે છે એના જેવું થયું!” | કાવ્યસૃષ્ટિને ઍરિસ્ટૉટલ એકંદરે નીતિનિરપેક્ષ દૃષ્ટિએ જુએ છે; પરંતુ કાવ્યની ભાવકના ચિત્ત પર જે અસર પડે છે તે નૈતિક કે અનૈતિક હોઈ શકે એવું કંઈ ઍરિસ્ટૉટલ માને છે કે નહીં? યાદ હશે કે પ્લેટો લાગણીઓને હીન તત્ત્વ માનતા હતા અને કવિતા લાગણીઓને ઉત્તેજતી હોવાથી એને ત્યાજ્ય ગણતા હતા. ઍરિસ્ટૉટલ એમની ટ્રૅજેડીની વ્યાખ્યામાં કહે છે કે “(ટ્રૅજેડી) કરુણા અને ભયની લાગણીઓનું નિરૂપણ કરીને એ દ્વારા એ લાગણીઓનું ‘કૅથાર્સિસ’ સાધે છે.” ભલે પ્લેટોથી ઊલટું, પણ નૈતિક વલણ જ અહીં પ્રગટ થતું નથી દેખાતું? ઍરિસ્ટૉટલ કંઈ કવિતાને ત્યાજ્ય ગણતા નથી. તેથી અહીં પ્લેટોને જાણે એ કંઈક આવો જવાબ આપતા હોય એવું લાગે છે : “હા, તમારી વાત સાચી છે. કવિતા લાગણીઓને ઉત્તેજિત તો કરે છે; પરંતુ એ ઉત્તેજના ચિત્તને વિવશ બનાવવાને બદલે એ લાગણીઓનું જ કૅથાર્સિસ કરે છે. એટલે કવિતા કશી હાનિ કરતી નથી, એ તો હિતકારક છે.” એટલે કે પ્લેટોને મતે કવિતા નૈતિક દૃષ્ટિએ અહિતકર હતી, ઍરિસ્ટૉટલને મતે એ નૈતિક દૃષ્ટિએ હિતકર છે. એફ. એલ. લૂકસ, આથી, કહે છે કે ઍરિસ્ટૉટલ અહીં નીતિવાદી અને કાયદાશાસ્ત્રી તરીકે બોલી રહ્યા છે. સેઇન્ટ્સબરીને તો વ્યાખ્યામાં આવી હકીકતનો ઉલ્લેખ કરવો એ બિનજરૂરી અનુચિત અને અશાસ્ત્રીય લાગે છે. તેઓ કહે છે : “આ તો તમે અગ્નિની વ્યાખ્યા સંપૂર્ણપણે ભૌતિકશાસ્ત્રની સંજ્ઞાઓથી આપો, અને પછી કહો કે માંસને એ એને યોગ્ય રીતે પકવે છે એના જેવું થયું!” | ||
પણ ઍરિસ્ટૉટલની પોતાની દૃષ્ટિએ વ્યાખ્યામાં આવી વાતનો સમાવેશ કરવો એ કંઈ અશાસ્ત્રીય નથી. ઍરિસ્ટૉટલ જીવશાસ્ત્રી હતા એ અહીં ફરી યાદ કરવા જેવું છે. જીવશાસ્ત્રની દૃષ્ટિએ કોઈ પણ પ્રાણીનું વર્ણન એ પ્રાણી કઈ જાતનું છે, એના શરીરનું બંધારણ કેવું છે, એના અવયવો કેટલા છે અને કેવા છે એ રીતે કરો તે પૂરતું નથી. પોતાના નૈસર્ગિક વાતાવરણમાં એ શું કરે છે એ બતાવવું પણ જરૂરી છે. એના વિના એ પ્રાણી ખરેખર શું છે તે જાણી શકાય નહીં. તો એ રીતે ટ્રૅજેડી શું છે એ બરોબર જાણવા માટે, ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ, ટ્રૅજેડી શું કરે છે એ પણ જાણવું જોઈએ. | પણ ઍરિસ્ટૉટલની પોતાની દૃષ્ટિએ વ્યાખ્યામાં આવી વાતનો સમાવેશ કરવો એ કંઈ અશાસ્ત્રીય નથી. ઍરિસ્ટૉટલ જીવશાસ્ત્રી હતા એ અહીં ફરી યાદ કરવા જેવું છે. જીવશાસ્ત્રની દૃષ્ટિએ કોઈ પણ પ્રાણીનું વર્ણન એ પ્રાણી કઈ જાતનું છે, એના શરીરનું બંધારણ કેવું છે, એના અવયવો કેટલા છે અને કેવા છે એ રીતે કરો તે પૂરતું નથી. પોતાના નૈસર્ગિક વાતાવરણમાં એ શું કરે છે એ બતાવવું પણ જરૂરી છે. એના વિના એ પ્રાણી ખરેખર શું છે તે જાણી શકાય નહીં. તો એ રીતે ટ્રૅજેડી શું છે એ બરોબર જાણવા માટે, ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ, ટ્રૅજેડી શું કરે છે એ પણ જાણવું જોઈએ.<ref>જુઓ ઍબરક્રૉમ્બી, પ્રિન્સિપલ્ઝ ઑવ્ લિટરરી ક્રિટિસિઝમ, પૃ.૭૫-૭૯.</ref> ઍરિસ્ટૉટલ કાયદો ઘડતા નથી. એ તો હકીકતની માત્ર નોંધ લે છે. કવિતાએ જીવન પર કેવી અસર કરવી જોઈએ એવું એ કહેતા નથી; કવિતા જીવન ઉપર, લાગણીતંત્ર ઉપર આવી અસર કરે છે એટલું જ એ જુએ છે. કવિતાનું જીવનની દૃષ્ટિએ એ મૂલ્યાંકન કરતા નથી. કવિતાને જીવનના અનુલક્ષમાં એ તપાસે છે ખરા. ઍરિસ્ટૉટલનું દૃષ્ટિબિંદુ એટલે અંશે અહીં જીવનલક્ષી છે એમ કહી શકાય. | ||
કવિતા આપણા લાગણીતંત્ર ઉપર કંઈક ઇષ્ટ અસર પાડે છે એવું ઍરિસ્ટૉટલને અભિપ્રેત છે એમ આપણે કહ્યું, પરંતુ ઍરિસ્ટૉટલે તો “લાગણીઓનું કૅથાર્સિસ સાધે છે.” એટલું જ કહ્યું છે. આ કૅથાર્સિસ તે ખરેખર શું એનો સીધો, સ્પષ્ટ અને છેવટનો જવાબ આપવો મુશ્કેલ છે, કેમ કે ઍરિસ્ટૉટલે ‘પોએટિક્સ’માં એક જ સ્થળે આ સંજ્ઞા વાપરી છે અને ક્યાંયે એનું વિવરણ કર્યું નથી. ‘પોલિટિક્સમાં એ સંગીતના દૃષ્ટાંત સાથે કૅથાર્સિસની વાત કરે છે પરંતુ એ વિશે વીગતે ચર્ચા ‘પોએટિક્સ’માં આવશે એવો હવાલો આપે છે! અંતે, કૅથાર્સિસને સમજવા માટે આપણે ‘પૉલિટિક્સ’નો જ આધાર લેવાનો રહે છે. ત્યાં એ કહે છે : | કવિતા આપણા લાગણીતંત્ર ઉપર કંઈક ઇષ્ટ અસર પાડે છે એવું ઍરિસ્ટૉટલને અભિપ્રેત છે એમ આપણે કહ્યું, પરંતુ ઍરિસ્ટૉટલે તો “લાગણીઓનું કૅથાર્સિસ સાધે છે.” એટલું જ કહ્યું છે. આ કૅથાર્સિસ તે ખરેખર શું એનો સીધો, સ્પષ્ટ અને છેવટનો જવાબ આપવો મુશ્કેલ છે, કેમ કે ઍરિસ્ટૉટલે ‘પોએટિક્સ’માં એક જ સ્થળે આ સંજ્ઞા વાપરી છે અને ક્યાંયે એનું વિવરણ કર્યું નથી. ‘પોલિટિક્સમાં એ સંગીતના દૃષ્ટાંત સાથે કૅથાર્સિસની વાત કરે છે પરંતુ એ વિશે વીગતે ચર્ચા ‘પોએટિક્સ’માં આવશે એવો હવાલો આપે છે! અંતે, કૅથાર્સિસને સમજવા માટે આપણે ‘પૉલિટિક્સ’નો જ આધાર લેવાનો રહે છે. ત્યાં એ કહે છે : | ||
“કેટલાક લોકો પાછળ ઉલ્લેખેલી લાગણી (ધાર્મિક આવેશ)ને વશ થઈ જાય એવા હોય છે. પણ આપણે જોઈએ છીએ કે ધાર્મિક ઉત્તેજનાથી ચિત્તને ભરી દેતા સંગીતનો તેઓ જ્યારે ઉપયોગ કરે છે ત્યારે આ પવિત્ર સંગીતથી તેઓ પાછા પોતાની સ્વાભાવિક સ્થિતિમાં આવે છે; જાણે કે તેઓનો વૈદકીય ઉપચાર કરવામાં આવ્યો હોય અને તેઓએ કૅથાર્સિસ અનુભવ્યું હોય.” | “કેટલાક લોકો પાછળ ઉલ્લેખેલી લાગણી (ધાર્મિક આવેશ)ને વશ થઈ જાય એવા હોય છે. પણ આપણે જોઈએ છીએ કે ધાર્મિક ઉત્તેજનાથી ચિત્તને ભરી દેતા સંગીતનો તેઓ જ્યારે ઉપયોગ કરે છે ત્યારે આ પવિત્ર સંગીતથી તેઓ પાછા પોતાની સ્વાભાવિક સ્થિતિમાં આવે છે; જાણે કે તેઓનો વૈદકીય ઉપચાર કરવામાં આવ્યો હોય અને તેઓએ કૅથાર્સિસ અનુભવ્યું હોય.” | ||
| Line 22: | Line 22: | ||
છેલ્લો પ્રશ્ન મહત્ત્વનો છે અને કૅથાર્સિસ વિશે કંઈ જુદું અનુમાન કરવા પ્રેરે એવો છે. પણ એ વિશે થોડો વિચાર પછી કરીશું, કેમ કે કૅથાર્સિસ વિશે કંઈ જુદું અનુમાન કરવા પ્રેરે એવાં સ્થાનો એમના આનંદ વિશેના ખ્યાલમાં પણ છે. | છેલ્લો પ્રશ્ન મહત્ત્વનો છે અને કૅથાર્સિસ વિશે કંઈ જુદું અનુમાન કરવા પ્રેરે એવો છે. પણ એ વિશે થોડો વિચાર પછી કરીશું, કેમ કે કૅથાર્સિસ વિશે કંઈ જુદું અનુમાન કરવા પ્રેરે એવાં સ્થાનો એમના આનંદ વિશેના ખ્યાલમાં પણ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''પાદટીપ''' | |||
{{reflist}} | |||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = ઍરિસ્ટૉટલનું નૈતિક દૃષ્ટિબિંદુ | |previous = ઍરિસ્ટૉટલનું નૈતિક દૃષ્ટિબિંદુ | ||
|next = કાવ્યનું લક્ષ્ય – આનંદ | |next = કાવ્યનું લક્ષ્ય – આનંદ | ||
}} | }} | ||