1,149
edits
No edit summary |
No edit summary |
||
| Line 44: | Line 44: | ||
અંત ભાગની ચર્ચાવિચારણામાં મૂળથી જ તાર્કિક ગૂંચ ઊભી થતી દેખાય છે. અહીં ‘અર્થઘટન’ની પ્રવૃત્તિ સામે તેઓ જે રીતે વાંધો લે છે તેમાં ‘અર્થઘટન’ વિશેનો જુદો જ ખ્યાલ તેમની નજરમાં હોય એમ લાગે છે. કાવ્યના સમગ્રને ‘બૌદ્ધિક ચોકઠામાં’ સારવી લેવાની પ્રવૃત્તિ તે અર્થઘટનની જ પ્રવૃત્તિ છે એમ એમાં ગર્ભિત રહ્યું છે. પણ જ્હોન એલિસ અને બિયડર્ઝલીની આ વિશેની જે ભૂમિકાનું તેમણે વિવરણ અને સમર્થન કર્યું તેની સામે જ આ મુદ્દો જતો નથી? આરંભમાં રસનિષ્પત્તિની પ્રક્રિયાની તપાસ તે જ અર્થઘટનની પ્રક્રિયા એવો જે ખ્યાલ રજૂ કર્યો હતો તે સ્વયં ચર્ચાસ્પદ રહ્યો છે એમ આપણે જોઈ ગયા. અહીં અર્થઘટનવ્યાપાર સામે તેઓ મૂળથી જ વાંધો લે છે. ભાવકના રસાનુભવનું મહત્ત્વ તેઓ કરે છે તે સમજવામાં મુશ્કેલી નથી. પણ ‘અર્થઘટનો’ તો રસાનુભવ પછીની ઘટના સંભવે છે. રસાનુભવની અતિ સંકુલતા અને સમૃદ્ધ સંદિગ્ધતાને ભાવકનું ચિત્ત જેમનું તેમ એની સમગ્રતામાં ગ્રહણ કરી શકતું નથી. એનું સંચાલક નિયામક એવું ઋત શોધવાની પ્રક્રિયામાં અમુક બૌદ્ધિકતાને અવકાશ રહે જ છે. બલકે, કૃતિમાં જે જે ભાવોર્મિઓ અર્થચ્છાયાઓ વ્યંજનાઓ ક્રમશઃ બોધમાં આવ્યાં હોય તેને કોઈ એક કેન્દ્રમાંથી સાંકળીને જોવાની અનિવાર્યતા ઊભી થાય છે. આ રીતે કૃતિનું semantic field તેમાં વ્યવસ્થાની તપાસ કરવાને આધારભૂમિ બને છે. કૃતિની સમગ્ર સંકુલ વ્યંજનાને એક બિંદુએ સાંકળવાના, સમજણને વધુ સ્પષ્ટ ભૂમિકાએ સ્થાપવાના પ્રયત્નો, નિશ્ચિતપણે આસ્વાદ સાથે અનુસંધિત છતાં, પછીની ક્ષણની ઘટના છે. એને અર્થઘટન તરીકે સ્વીકારો કે ન સ્વીકારો, કૃતિનાં સૌંદર્ય તત્ત્વો વિશેના આકલન સાથે એ અનિવાર્યપણે જોડાયેલી ઘટના છે. | અંત ભાગની ચર્ચાવિચારણામાં મૂળથી જ તાર્કિક ગૂંચ ઊભી થતી દેખાય છે. અહીં ‘અર્થઘટન’ની પ્રવૃત્તિ સામે તેઓ જે રીતે વાંધો લે છે તેમાં ‘અર્થઘટન’ વિશેનો જુદો જ ખ્યાલ તેમની નજરમાં હોય એમ લાગે છે. કાવ્યના સમગ્રને ‘બૌદ્ધિક ચોકઠામાં’ સારવી લેવાની પ્રવૃત્તિ તે અર્થઘટનની જ પ્રવૃત્તિ છે એમ એમાં ગર્ભિત રહ્યું છે. પણ જ્હોન એલિસ અને બિયડર્ઝલીની આ વિશેની જે ભૂમિકાનું તેમણે વિવરણ અને સમર્થન કર્યું તેની સામે જ આ મુદ્દો જતો નથી? આરંભમાં રસનિષ્પત્તિની પ્રક્રિયાની તપાસ તે જ અર્થઘટનની પ્રક્રિયા એવો જે ખ્યાલ રજૂ કર્યો હતો તે સ્વયં ચર્ચાસ્પદ રહ્યો છે એમ આપણે જોઈ ગયા. અહીં અર્થઘટનવ્યાપાર સામે તેઓ મૂળથી જ વાંધો લે છે. ભાવકના રસાનુભવનું મહત્ત્વ તેઓ કરે છે તે સમજવામાં મુશ્કેલી નથી. પણ ‘અર્થઘટનો’ તો રસાનુભવ પછીની ઘટના સંભવે છે. રસાનુભવની અતિ સંકુલતા અને સમૃદ્ધ સંદિગ્ધતાને ભાવકનું ચિત્ત જેમનું તેમ એની સમગ્રતામાં ગ્રહણ કરી શકતું નથી. એનું સંચાલક નિયામક એવું ઋત શોધવાની પ્રક્રિયામાં અમુક બૌદ્ધિકતાને અવકાશ રહે જ છે. બલકે, કૃતિમાં જે જે ભાવોર્મિઓ અર્થચ્છાયાઓ વ્યંજનાઓ ક્રમશઃ બોધમાં આવ્યાં હોય તેને કોઈ એક કેન્દ્રમાંથી સાંકળીને જોવાની અનિવાર્યતા ઊભી થાય છે. આ રીતે કૃતિનું semantic field તેમાં વ્યવસ્થાની તપાસ કરવાને આધારભૂમિ બને છે. કૃતિની સમગ્ર સંકુલ વ્યંજનાને એક બિંદુએ સાંકળવાના, સમજણને વધુ સ્પષ્ટ ભૂમિકાએ સ્થાપવાના પ્રયત્નો, નિશ્ચિતપણે આસ્વાદ સાથે અનુસંધિત છતાં, પછીની ક્ષણની ઘટના છે. એને અર્થઘટન તરીકે સ્વીકારો કે ન સ્વીકારો, કૃતિનાં સૌંદર્ય તત્ત્વો વિશેના આકલન સાથે એ અનિવાર્યપણે જોડાયેલી ઘટના છે. | ||
આપણા વિવેચનક્ષેત્રની વર્તમાન ગતિવિધિઓને અનુલક્ષીને, તેમ વિવેચનવિચારના કોઈ ને કોઈ નિમિત્તે, તેમણે કૃતિવિવેચનના પાયાના પ્રશ્નો ચીંધી બતાવ્યા છે. તેમના પાછળના ત્રણ વિવેચનગ્રંથો – ‘અરણ્યરુદન’ ‘ચિન્તયામિ મનસા’ અને ‘અષ્ટમો અધ્યાય’માં પાશ્ચાત્ય વિવેચનક્ષેત્રે આ વિષયમાં ચર્ચાતા મુદ્દાઓ લઈને લખેલા લેખો તેમણે મૂક્યા છે. જ્ઞાનવિજ્ઞાનની વિભિન્ન શાખાઓ, ત્યાંના સાહિત્યવિચારને અને વિવેચનના અભિગમોને કેવી રીતે વળાંક અર્પી રહી છે, તેની ચર્ચાઓ પણ એમાં છે. સંભવતઃ પાશ્ચાત્ય વિદ્વાનો વિવેચકોની આ જાતની ચર્ચાવિચારણાઓની એમાં સીધી પ્રેરણા રહી છે. કેટલાંક લખાણો ત્યાંના વિવેચનલેખો પર આધારિત હોવાનું તેમણે નોંધ્યું ય છેઃ અને એ કારણે એમાં મૂળના પ્રતિપાદ્યની વિશદ રજૂઆત થઈ શકી નથી ત્યાં કેટલુંક લખાણ ક્લિષ્ટ અને દુર્બોધ બની જતું લાગે છે. પણ આવી મૂંઝવણો અને મુશ્કેલીઓને બાજુએ રાખીને કહેવું જોઈએ કે, આપણા વિવેચનક્ષેત્રમાં સતત નવા નવા પ્રાણવાન વિચારો આવકાર પામતા રહે, જૂનાનવા વિચારો વચ્ચે ટકરામણો થાય, ઊહાપોહ થાય અને કશુંક નૂતન જન્મી આવે, એવી ભાવનાથી તેઓ આ દિશામાં પ્રવૃત્ત રહ્યા છે. આ માટે તેઓ સ્વયં ઊહાપોહ જન્માવી આપવા સક્રિય બની રહ્યા છે. તેમણે સ્પર્શેલા કેટલાક મુદ્દાઓની અહીં સંક્ષિપ્ત નોંધ કરીશું. | આપણા વિવેચનક્ષેત્રની વર્તમાન ગતિવિધિઓને અનુલક્ષીને, તેમ વિવેચનવિચારના કોઈ ને કોઈ નિમિત્તે, તેમણે કૃતિવિવેચનના પાયાના પ્રશ્નો ચીંધી બતાવ્યા છે. તેમના પાછળના ત્રણ વિવેચનગ્રંથો – ‘અરણ્યરુદન’ ‘ચિન્તયામિ મનસા’ અને ‘અષ્ટમો અધ્યાય’માં પાશ્ચાત્ય વિવેચનક્ષેત્રે આ વિષયમાં ચર્ચાતા મુદ્દાઓ લઈને લખેલા લેખો તેમણે મૂક્યા છે. જ્ઞાનવિજ્ઞાનની વિભિન્ન શાખાઓ, ત્યાંના સાહિત્યવિચારને અને વિવેચનના અભિગમોને કેવી રીતે વળાંક અર્પી રહી છે, તેની ચર્ચાઓ પણ એમાં છે. સંભવતઃ પાશ્ચાત્ય વિદ્વાનો વિવેચકોની આ જાતની ચર્ચાવિચારણાઓની એમાં સીધી પ્રેરણા રહી છે. કેટલાંક લખાણો ત્યાંના વિવેચનલેખો પર આધારિત હોવાનું તેમણે નોંધ્યું ય છેઃ અને એ કારણે એમાં મૂળના પ્રતિપાદ્યની વિશદ રજૂઆત થઈ શકી નથી ત્યાં કેટલુંક લખાણ ક્લિષ્ટ અને દુર્બોધ બની જતું લાગે છે. પણ આવી મૂંઝવણો અને મુશ્કેલીઓને બાજુએ રાખીને કહેવું જોઈએ કે, આપણા વિવેચનક્ષેત્રમાં સતત નવા નવા પ્રાણવાન વિચારો આવકાર પામતા રહે, જૂનાનવા વિચારો વચ્ચે ટકરામણો થાય, ઊહાપોહ થાય અને કશુંક નૂતન જન્મી આવે, એવી ભાવનાથી તેઓ આ દિશામાં પ્રવૃત્ત રહ્યા છે. આ માટે તેઓ સ્વયં ઊહાપોહ જન્માવી આપવા સક્રિય બની રહ્યા છે. તેમણે સ્પર્શેલા કેટલાક મુદ્દાઓની અહીં સંક્ષિપ્ત નોંધ કરીશું. | ||
(૧) | (૧) સાહિત્યકૃતિનાં મૂલ્યાંકનો કયા ધોરણે થાય છે કે થવાં જોઈએ, એ તપાસવાનો મુદ્દો છે. દરેક સાહિત્યકૃતિ જો અ-પૂર્વ કે અનન્ય (unique) લેખાતી હોય તો એ અપૂર્વતા શામાં રહી છે? આ અપૂર્વતાને સ્વીકારીએ તો અન્ય કૃતિઓ સાથે એની કોઈ રીતની તુલના કરવાનું શક્ય છે? અગર શક્ય છે તો તે યોગ્ય છે, પ્રસ્તુત છે? સુરેશ જોષીએ આવા મુદ્દાઓ ઉપસ્થિત કર્યા છે, પણ પછી એની વિગતે છણાવટ કરી નથી. | ||
(૨) | (૨) રસાસ્વાદ એ ભાવકના ચિત્તમાં ચાલતી એક આત્મલક્ષી ઘટના છે; જ્યારે વિવેચન શાસ્ત્ર બને એ માટે તેને વસ્તુલક્ષી ભૂમિકાએ સ્થાપવાના પ્રયત્નો થઈ રહ્યા છે. તો, જે કંઈ આત્મલક્ષી પ્રતીતિનો વિષય છે તેને વસ્તુલક્ષિતા (Objectivity)ની ભૂમિકાએ સ્થાપવાનું શક્ય છે? કળાનું જે કંઈ મૂલ્ય છે તે તો સ્વયં આસ્વાદની પ્રક્રિયામાં જ ઉપલબ્ધ થાય છે. તો તેને પછીથી વિભાવનાઓના માળખામાં રજૂ કરતાં એ મૂલ્યરૂપ ઉપલબ્ધિ લુપ્ત ન થાય? આ પ્રશ્ન યે તેમણે છેડ્યો છે ખરો, પણ તેની વિગતે ચર્ચા કરી નથી. | ||
(૩) | (૩) કળાનિર્માણના ક્ષેત્રમાં સતત નવા નવા ઉન્મેષો પ્રગટ થતા રહે છે. એવા દરેક નૂતન નિર્માણના વિવેચન અર્થે અગાઉની કૃતિઓ પર આધારિત કળાના નિયમો અપર્યાપ્ત કે અપ્રસ્તુત બની રહેતા લાગશે તો પછી, જુદી જુદી સાહિત્યિક પરંપરાઓમાં જન્મી ચૂકેલી, જન્મતી જતી, અને જન્મનારી સર્વે કૃતિઓને આવરી લઈ શકે તેવું કોઈ સર્વગ્રાહી સર્વકાલીન સાહિત્યશાસ્ત્ર રચી શકાય ખરું? (આ પ્રશ્નને અનુલક્ષીને કળાવિચારણાને-family resemblance-ની દૃષ્ટિએ જોવાનો તેમણે અનુરોધ કર્યો છે. કળાતત્ત્વવિચારને open-textured ખ્યાલ તરીકે જોવાનું તેમણે કહ્યું છે.) | ||
(૪) | (૪) કળામાં આકાર વિશેનો ખ્યાલ પણ હવે બદલાઈ રહ્યો છે. આગળ કૃતિની ‘સજીવ એકતા’ (organic unity) કે ‘સુબદ્ધ એકતા’નો ખ્યાલ પ્રતિષ્ઠિત થયો હતો. એને સ્થાને હવે કૃતિનાં અમુક ઘટકોની નરી સહોપસ્થિતિ (juxtaposition) રચીને જ નવું નિર્માણ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. તો કૃતિવિવેચનના સંદર્ભે આકારની નવેસરથી વ્યાખ્યા કરવાની કે નવેસરથી તેનું અર્થઘટન કરવાની આવશ્યકતા નથી? એમ તેમણે પ્રશ્ન કર્યો છે. | ||
(૫) | (૫) સાહિત્યના તત્ત્વવિચાર નિમિત્તે કે કૃતિઓનાં વર્ણનવિવેચન નિમિત્તે જે કોઈ નવી વિભાવના જન્મે છે, તેની પણ પુનર્વ્યાખ્યા થતી રહેવી જોઈએ. આમ તો ઝડપથી બદલાઈ રહેલી વર્તમાન સાહિત્યિક પરિસ્થિતિમાં તેનું સતત સ્પષ્ટીકરણ કરીને તેનો વિનિયોગ કરવો જોઈએ. જો કે અવનવા આકારની કે સર્વથા વિલક્ષણ પ્રકારની બધી જ નવી કૃતિઓને સમગ્રતયા આવરી લે અને વ્યાપકપણે લાગુ પાડી શકાય તેવી વ્યાપક વિભાવના રચવાના પ્રયત્નો વંધ્ય નીવડવા સંભવ છે. સુરેશ જોષીનો આ ખ્યાલ સાચો છે. વિભાવનાને અતિ વ્યાપક અને સર્વગ્રાહી બનાવવા જતાં તે વધુ abstract અને generalised સ્વરૂપની બનશે, તેમાં કૃતિઓના સ્વરૂપ વિચારને લગતાં પરસ્પર વિરોધી તત્ત્વોનો છેદ ઊડી જશે. | ||
(૬) | (૬) સાહિત્યની રુચિ, વિવેચન સાહિત્યશાસ્ત્ર કે સૌંદર્યમીમાંસાના વાંચનપરિશીલન માત્રથી બંધાતી કે ખિલતી નથી. સર્જાતા સાહિત્યની પ્રાણવાન કૃતિઓનો પ્રત્યક્ષ સઘન પરિચય જ એમાં ઉપકારક નીવડે. | ||
(૭) | (૭) લેખકોના પોતાની અમુક કૃતિ કે સમગ્ર લેખન પ્રવૃત્તિ વિશેના ‘ખરીતાઓ’ ‘બ્લ્યૂ પ્રિન્ટ્સ’ રૂપ વિચારો કે ‘પૂર્વ આશયો’ને લક્ષમાં રાખીને તેમની કૃતિઓ પાસે જવાનું નથી. નીપજી આવેલી કૃતિઓની રૂપનિર્મિતિને જ પ્રમાણભૂત ગણીને ચાલવાનું છે. આસ્વાદ વિવેચનની એ જ સાચી અને વાસ્તવિક આધારભૂમિ છે. લેખકોના પૂર્વ પ્રગટ ‘આશયો‘ને જ તેમની કળાત્મક સિદ્ધિ ગણી લેવાનો દોષ – intentional fallacy – ન થવો જોઈએ. | ||
(૮) | (૮) વિવેચકે પોતાની સાહિત્યપરંપરાથી સાવ વિમુખ થવાનું નથી. પરંપરાને તેણે કોઈ સ્થગિત થઈ ગયેલી વસ્તુરૂપે નહિ, જીવંત સાતત્યભરી પ્રક્રિયારૂપે જોવાની અને સ્વીકારવાની છે. તેની સામે અત્યંત વિલક્ષણ અને વૈચિત્ર્યપૂર્ણ એવા અનેક નવોન્મેષો આવશે. પણ તેને માત્ર ઉત્સાહના -લાગણીના – ઉદ્રેકથી જોવાના નથી, અમુક બૌદ્ધિક સ્વસ્થતા અને સમ-ભાવ જાળવીને જોવાના છે. આવી નવીન રચનાઓમાં સર્જક જૂનાં રૂઢ કળાતત્ત્વોને ત્યજી દે છે ખરો, પણ તેની અવેજીમાં કયાં નૂતન પ્રાણવાન તત્ત્વો તે નિપજાવી શક્યો છે તે પણ તેણે તપાસવાનું રહે છે. | ||
(૯) | (૯) વિવેચનાત્મક વિધાનો-critical statements-ના સત્યાસત્યના ય પ્રશ્નો ઊભા થાય છે. જો કે આ જાતની તપાસના પ્રશ્નો અત્યંત જટિલ છે. આવાં વિધાનો નર્યાં ‘આત્મલક્ષી વિચારણો’ જ છે કે વિજ્ઞાનમાં પ્રતિષ્ઠિત થતાં ‘વસ્તુલક્ષી કથનો’ છે? આ જાતના પ્રશ્નોને વિકસતા જતા aesthetics linguistics psychology epistemology આદિ વિષયોના પ્રકાશમાં તપાસવા ઘટે. | ||
વિવેચનમીમાંસા નિમિત્તે કે આપણા વિવેચનસાહિત્યની ગતિવિધિની તપાસ નિમિત્તે સુરેશ જોષી આ રીતે અનેક પાયાના મુદ્દાઓને સ્પર્શતા રહ્યા છે. પ્રસંગે એવા કોઈ મુદ્દા વિશે કંઈક વિગતે ચર્ચા કરી છે, તો કેટલાક મુદ્દાને ઉપસ્થિત કરી છોડી દીધા છે. પણ પશ્ચિમમાં વિવેચનમીમાંસાના ક્ષેત્રે હમણાં જે રીતે કામ થઈ રહ્યું છે, તેમાંના અનેક મુદ્દાઓ તરફ તેઓ આપણું ધ્યાન ખેંચતા રહ્યા છે. | વિવેચનમીમાંસા નિમિત્તે કે આપણા વિવેચનસાહિત્યની ગતિવિધિની તપાસ નિમિત્તે સુરેશ જોષી આ રીતે અનેક પાયાના મુદ્દાઓને સ્પર્શતા રહ્યા છે. પ્રસંગે એવા કોઈ મુદ્દા વિશે કંઈક વિગતે ચર્ચા કરી છે, તો કેટલાક મુદ્દાને ઉપસ્થિત કરી છોડી દીધા છે. પણ પશ્ચિમમાં વિવેચનમીમાંસાના ક્ષેત્રે હમણાં જે રીતે કામ થઈ રહ્યું છે, તેમાંના અનેક મુદ્દાઓ તરફ તેઓ આપણું ધ્યાન ખેંચતા રહ્યા છે. | ||
‘સાહિત્ય અને સુરુચિ’ નામે લેખમાં તેમણે ‘સુરુચિ’ સંજ્ઞાનો સંકેત સ્પષ્ટ કરી સાહિત્ય સાથે તેનો સંબંધ જોડી આપ્યો છે. ‘સુરુચિ’ પ્રયોગમાં જ નૈતિક દૃષ્ટિબિંદુની અમુક ગંધ આવી જાય છે એમ તેઓ કહે છે. પણ તેઓ સ્પષ્ટ કરે છે કે ‘રુચિ‘નો રસાસ્વાદ સાથે સંબંધ છે જ્યારે નીતિને સામાજિક વ્યવહાર સાથે. એ રીતે બંનેનાં લક્ષ્ય જુદાં છે એમ તેઓ કહે છે. ‘રુચિ’ના સંદર્ભેય જો આપણે હીનતા કે અધમતાના ખ્યાલને જોડતા હોઈએ તો તે નૈતિકભાવથી નહિ, રસના અપકર્ષના ખ્યાલથી જોડીએ છીએ. સુરેશ જોષી સ્પષ્ટ કરે છે કે—“રસનો અપકર્ષ કરનાર તત્ત્વ કેટલીક વાર સર્જકનો નૈતિક આગ્રહ કે ભાવકનો નૈતિક અભિગ્રહ પણ હોઈ શકે. રુચિનો વિકાસ હંમેશાં તત્કાલીન સામાજિક નીતિની વિભાવનાને સમાન્તર રહીને ચાલે એવું ન ય બને.”૧૨૩ આ સંદર્ભમાં સુરેશ જોષી એમ કહે છે કે સાહિત્યને માનવવ્યવહાર સાથે સંબંધ છે ખરો પણ તે કેવો હોવો જોઈએ એ બતાવવાનું તે માથે લેતું નથી, વ્યવહારજીવનની સામગ્રીનો તે કેવળ આસ્વાદક્ષમ કૃતિ રચવાને વિનિયોગ કરે છે. ‘રુચિ‘ની વ્યાખ્યા કરતાં તેઓ કહે છે : “રુચિ એટલે પદાર્થો પ્રત્યેનો આપણો ઉત્સાહપૂર્ણ કે અનુકૂળ માનસિક પ્રતિભાવ એમ કહી શકાય. દુનિયાના બધા જ પદાર્થો, પરિસ્થિતિઓ કે અવસ્થાઓ પ્રત્યેનો આપણો પ્રતિભાવ એક સરખો ઉત્સાહપૂર્ણ કે અનુકૂળ હોવાનો સંભવ નથી. આપણી માનવસહજ મર્યાદા, આપણા ચિત્તતંત્રની ઓછીવધતી સંવેદનક્ષમતા, આપણી સંસ્કારગ્રહણ અને સંસ્કારોદ્દીપનની શક્તિ – આ બધાનાં પર એનો આધાર રહે છે. એના એક અન્તિમે જડતા અને બીજે અન્તિમે વિવેકહીન મુગ્ધતા રહ્યાં હોય છે. આ બે અન્તિમોની વચ્ચે રુચિના વિકાસનું ક્ષેત્ર રહ્યું હોય છે.”૧૨૪ | ‘સાહિત્ય અને સુરુચિ’ નામે લેખમાં તેમણે ‘સુરુચિ’ સંજ્ઞાનો સંકેત સ્પષ્ટ કરી સાહિત્ય સાથે તેનો સંબંધ જોડી આપ્યો છે. ‘સુરુચિ’ પ્રયોગમાં જ નૈતિક દૃષ્ટિબિંદુની અમુક ગંધ આવી જાય છે એમ તેઓ કહે છે. પણ તેઓ સ્પષ્ટ કરે છે કે ‘રુચિ‘નો રસાસ્વાદ સાથે સંબંધ છે જ્યારે નીતિને સામાજિક વ્યવહાર સાથે. એ રીતે બંનેનાં લક્ષ્ય જુદાં છે એમ તેઓ કહે છે. ‘રુચિ’ના સંદર્ભેય જો આપણે હીનતા કે અધમતાના ખ્યાલને જોડતા હોઈએ તો તે નૈતિકભાવથી નહિ, રસના અપકર્ષના ખ્યાલથી જોડીએ છીએ. સુરેશ જોષી સ્પષ્ટ કરે છે કે—“રસનો અપકર્ષ કરનાર તત્ત્વ કેટલીક વાર સર્જકનો નૈતિક આગ્રહ કે ભાવકનો નૈતિક અભિગ્રહ પણ હોઈ શકે. રુચિનો વિકાસ હંમેશાં તત્કાલીન સામાજિક નીતિની વિભાવનાને સમાન્તર રહીને ચાલે એવું ન ય બને.”૧૨૩ આ સંદર્ભમાં સુરેશ જોષી એમ કહે છે કે સાહિત્યને માનવવ્યવહાર સાથે સંબંધ છે ખરો પણ તે કેવો હોવો જોઈએ એ બતાવવાનું તે માથે લેતું નથી, વ્યવહારજીવનની સામગ્રીનો તે કેવળ આસ્વાદક્ષમ કૃતિ રચવાને વિનિયોગ કરે છે. ‘રુચિ‘ની વ્યાખ્યા કરતાં તેઓ કહે છે : “રુચિ એટલે પદાર્થો પ્રત્યેનો આપણો ઉત્સાહપૂર્ણ કે અનુકૂળ માનસિક પ્રતિભાવ એમ કહી શકાય. દુનિયાના બધા જ પદાર્થો, પરિસ્થિતિઓ કે અવસ્થાઓ પ્રત્યેનો આપણો પ્રતિભાવ એક સરખો ઉત્સાહપૂર્ણ કે અનુકૂળ હોવાનો સંભવ નથી. આપણી માનવસહજ મર્યાદા, આપણા ચિત્તતંત્રની ઓછીવધતી સંવેદનક્ષમતા, આપણી સંસ્કારગ્રહણ અને સંસ્કારોદ્દીપનની શક્તિ – આ બધાનાં પર એનો આધાર રહે છે. એના એક અન્તિમે જડતા અને બીજે અન્તિમે વિવેકહીન મુગ્ધતા રહ્યાં હોય છે. આ બે અન્તિમોની વચ્ચે રુચિના વિકાસનું ક્ષેત્ર રહ્યું હોય છે.”૧૨૪ | ||
| Line 94: | Line 94: | ||
(૮) આપણા અભ્યાસીઓ વિવેચનના સિદ્ધાંતોને હજીય જડતાથી વળગવાનું વલણ બતાવે છે. સાહિત્યશાસ્ત્રના સિદ્ધાંતો આખરે તો કૃતિઓના રસાનુભવને અનુસરે છે. પણ સાહિત્યશાસ્ત્ર વર્ણનલક્ષી બનવાને બદલે આદેશલક્ષી બને ત્યારે પરિસ્થિતિ ચિંતાજનક લેખાય. સિદ્ધાંતો અને વિભાવનાઓ વિવેચ્ય કૃતિ પરત્વે ખૂબ જાગૃતપણે વિવેકપૂર્વક યોજવાનાં રહે. | (૮) આપણા અભ્યાસીઓ વિવેચનના સિદ્ધાંતોને હજીય જડતાથી વળગવાનું વલણ બતાવે છે. સાહિત્યશાસ્ત્રના સિદ્ધાંતો આખરે તો કૃતિઓના રસાનુભવને અનુસરે છે. પણ સાહિત્યશાસ્ત્ર વર્ણનલક્ષી બનવાને બદલે આદેશલક્ષી બને ત્યારે પરિસ્થિતિ ચિંતાજનક લેખાય. સિદ્ધાંતો અને વિભાવનાઓ વિવેચ્ય કૃતિ પરત્વે ખૂબ જાગૃતપણે વિવેકપૂર્વક યોજવાનાં રહે. | ||
(૯) તરુણ પેઢીના લેખકોએ સ્થાપિત મૂલ્યો, સામાજિક વાસ્તવ અને સંસ્કૃતિબોધને વેગળા રાખી અરાજકતાને તાગવાના – તેની અનંત શક્યતાઓનો પાર પામવાના – પ્રયત્નો કર્યા. આગલા યુગમાં વાસ્તવિકતા અમુક ‘જડ બૌદ્ધિક વિભાવનાઓના ચોકઠામાં’ બંધાઈને ‘કુંઠિત’ થઈ ગઈ હતી તેને પુનઃ ઉપલબ્ધ કરવાના એ પ્રયત્નો હતા. નવા વિવેચનને માટે આ ક્ષણે એક મહત્ત્વની કામગીરી આવી હતી – મૃત વાસ્તવિકતા સાથે પુનઃ સંપર્ક સાધવાની પણ એમાં તે ઊણું ઊતર્યું. નવીનતાનો આભાસ લઈને આવેલી કૃતિઓમાં સાચી કઈ, કૃતક કઈ, તેને અંગે બારીકમાં બારીક વિશ્લેષણ દ્વારા નિર્ણય કરવાની, અને સાચી કળાકૃતિની પ્રતિષ્ઠા કરવાની તાતી જરૂરિયાત હતી, પણ તે થઈ શક્યું નથી. | (૯) તરુણ પેઢીના લેખકોએ સ્થાપિત મૂલ્યો, સામાજિક વાસ્તવ અને સંસ્કૃતિબોધને વેગળા રાખી અરાજકતાને તાગવાના – તેની અનંત શક્યતાઓનો પાર પામવાના – પ્રયત્નો કર્યા. આગલા યુગમાં વાસ્તવિકતા અમુક ‘જડ બૌદ્ધિક વિભાવનાઓના ચોકઠામાં’ બંધાઈને ‘કુંઠિત’ થઈ ગઈ હતી તેને પુનઃ ઉપલબ્ધ કરવાના એ પ્રયત્નો હતા. નવા વિવેચનને માટે આ ક્ષણે એક મહત્ત્વની કામગીરી આવી હતી – મૃત વાસ્તવિકતા સાથે પુનઃ સંપર્ક સાધવાની પણ એમાં તે ઊણું ઊતર્યું. નવીનતાનો આભાસ લઈને આવેલી કૃતિઓમાં સાચી કઈ, કૃતક કઈ, તેને અંગે બારીકમાં બારીક વિશ્લેષણ દ્વારા નિર્ણય કરવાની, અને સાચી કળાકૃતિની પ્રતિષ્ઠા કરવાની તાતી જરૂરિયાત હતી, પણ તે થઈ શક્યું નથી. | ||
(૧૦) ગઈ પેઢીનાં કૃતિવિવેચનો પાછળ રહેલાં ગૃહીતોની તપાસ કરવાનું પણ એટલું જ આવશ્યક છે. દરેક વિવેચનરીતિની જે કંઈ વિશેષતા, જે કંઈ મર્યાદા હોય, તેની ય નોંધ લેવાની રહે છે. કૃતિ વિશેના અંગત ગમાઅણગમા કે મૂલ્યાંકનને બાજુએ રાખી, તેની સંરચના તપાસીને તેનું કળાકીય મૂલ્ય ઉદ્ભાસિત કરી આપવું જોઈએ. | (૧૦) ગઈ પેઢીનાં કૃતિવિવેચનો પાછળ રહેલાં ગૃહીતોની તપાસ કરવાનું પણ એટલું જ આવશ્યક છે. દરેક વિવેચનરીતિની જે કંઈ વિશેષતા, જે કંઈ મર્યાદા હોય, તેની ય નોંધ લેવાની રહે છે. કૃતિ વિશેના અંગત ગમાઅણગમા કે મૂલ્યાંકનને બાજુએ રાખી, તેની સંરચના તપાસીને તેનું કળાકીય મૂલ્ય ઉદ્ભાસિત કરી આપવું જોઈએ. | ||
(૧૧) વાલેરી કે ટી. એસ. એલિયટ જેવા પાશ્ચાત્ય કવિઓએ પોતાના સર્જનની પૂર્વતૈયારી રૂપે કાવ્યકળા વિશે ઘણું ઊંડું ચિંતનમનન કરેલું દેખાય છે. તેમની સર્જનપ્રવૃત્તિ પાછળ સર્જક તરીકે તેમની અમુક સભાનતા કામ કરતી રહી છે. કળાનાં જે આગવાં ધોરણો કે મૂલ્યો તેઓ ઝંખે છે તેને અનુરૂપ તેઓ રચનામાં સક્રિય બન્યા છે. આપણે ત્યાં સર્જકો પાસેથી એવા સ્વચ્છ સુરેખ અહેવાલો બહુ મળતા નથી. લેખકો બહુ બહુ તો પોતાના આશય કે પ્રેરણાની વાતો કરે, પણ પોતાની કળાપ્રવૃત્તિનું હાર્દ ખુલ્લું કરી આપે કે કળા વિશેની આગવી વિભાવના સ્પષ્ટ કરે એવી, તીક્ષ્ણ પ્રખર બૌદ્ધિકતાવાળી ચર્ચા ભાગ્યે જ મળશે. | (૧૧) વાલેરી કે ટી. એસ. એલિયટ જેવા પાશ્ચાત્ય કવિઓએ પોતાના સર્જનની પૂર્વતૈયારી રૂપે કાવ્યકળા વિશે ઘણું ઊંડું ચિંતનમનન કરેલું દેખાય છે. તેમની સર્જનપ્રવૃત્તિ પાછળ સર્જક તરીકે તેમની અમુક સભાનતા કામ કરતી રહી છે. કળાનાં જે આગવાં ધોરણો કે મૂલ્યો તેઓ ઝંખે છે તેને અનુરૂપ તેઓ રચનામાં સક્રિય બન્યા છે. આપણે ત્યાં સર્જકો પાસેથી એવા સ્વચ્છ સુરેખ અહેવાલો બહુ મળતા નથી. લેખકો બહુ બહુ તો પોતાના આશય કે પ્રેરણાની વાતો કરે, પણ પોતાની કળાપ્રવૃત્તિનું હાર્દ ખુલ્લું કરી આપે કે કળા વિશેની આગવી વિભાવના સ્પષ્ટ કરે એવી, તીક્ષ્ણ પ્રખર બૌદ્ધિકતાવાળી ચર્ચા ભાગ્યે જ મળશે. | ||
(૧૨) આપણા વિવેચનને આપણે નરી આત્મલક્ષિતા (subjectivity)થી બચાવી લેવું જોઈએ, અને છતાં વિવેચકનો personal voice એમાંથી લુપ્ત થવો ન જોઈએ. | (૧૨) આપણા વિવેચનને આપણે નરી આત્મલક્ષિતા (subjectivity)થી બચાવી લેવું જોઈએ, અને છતાં વિવેચકનો personal voice એમાંથી લુપ્ત થવો ન જોઈએ. | ||
(૧૩) સાહિત્યના અધ્યાપનમાં વિશુદ્ધ રસકીય સંવિત્તિ ખીલવવાને બદલે કૃતિ નિમિત્તે કે તેની આસપાસ બીજું જે કંઈ બોલીએ છીએ, તેથી કશું જ ફલપ્રદ નીવડતું નથી. પ્રશ્ન ખરેખર તો ભાવકમાં તેમ સમાજજીવનમાં કુંઠિત થઈ જવા આવેલી રસસંવિત્તિને મુક્ત કરવાનો છે. સમાજ એ રીતે જ સંસ્કારી બની શકશે. | (૧૩) સાહિત્યના અધ્યાપનમાં વિશુદ્ધ રસકીય સંવિત્તિ ખીલવવાને બદલે કૃતિ નિમિત્તે કે તેની આસપાસ બીજું જે કંઈ બોલીએ છીએ, તેથી કશું જ ફલપ્રદ નીવડતું નથી. પ્રશ્ન ખરેખર તો ભાવકમાં તેમ સમાજજીવનમાં કુંઠિત થઈ જવા આવેલી રસસંવિત્તિને મુક્ત કરવાનો છે. સમાજ એ રીતે જ સંસ્કારી બની શકશે. | ||
(૧૪) સમાજ રાજકારણ અર્થકારણ – એમ પ્રજાજીવનના દરેક ક્ષેત્રમાં ભારે ઊથલપાથલો થઈ રહી હોય, અરાજકતા વ્યાપી ગયાનાં ચિહ્નો વરતાતાં હોય, ત્યારે સાહિત્યનો અધ્યાપક અને વિવેચક કેવી રીતે પોતાની પ્રવૃત્તિ ચલાવશે? કૃતિઓ સાથે કઈ રીતે કામ પાડશે? અધ્યાપન-વિવેચનની સમસ્યાઓનું સ્વરૂપ જ આથી બદલાઈ જતું નથી? આપણા સર્જનાત્મક સાહિત્યમાં વર્તમાન માનવીના આંતરસંઘર્ષોનો કોઈ પડઘો જ પડતો ન હોય તો કૃતિમાં રજૂ થતું કાલ્પનિક જગત અને બહારની અરાજકતા એ બે વચ્ચે કોઈ રીતે ય તે મેળ સાધી શકશે? સુરેશ જોષી કહે છે કે આ આખોય પ્રશ્ન આજના સંદર્ભે સર્જનવિવેચનની પ્રવૃત્તિઓની પ્રસ્તુતતાનો છે. આપણા સાહિત્યના અભ્યાસીઓ/વિવેચકો સામે આ રીતે આજની વિષમતા જ પડકારરૂપ બની ચૂકી છે. આવી પરિસ્થિતિમાં ભાવકનું વિવેચકે સર્જાતા સાહિત્યની સાથે અનુસંધાન કેળવી આપવાનું છે. | (૧૪) સમાજ રાજકારણ અર્થકારણ – એમ પ્રજાજીવનના દરેક ક્ષેત્રમાં ભારે ઊથલપાથલો થઈ રહી હોય, અરાજકતા વ્યાપી ગયાનાં ચિહ્નો વરતાતાં હોય, ત્યારે સાહિત્યનો અધ્યાપક અને વિવેચક કેવી રીતે પોતાની પ્રવૃત્તિ ચલાવશે? કૃતિઓ સાથે કઈ રીતે કામ પાડશે? અધ્યાપન-વિવેચનની સમસ્યાઓનું સ્વરૂપ જ આથી બદલાઈ જતું નથી? આપણા સર્જનાત્મક સાહિત્યમાં વર્તમાન માનવીના આંતરસંઘર્ષોનો કોઈ પડઘો જ પડતો ન હોય તો કૃતિમાં રજૂ થતું કાલ્પનિક જગત અને બહારની અરાજકતા એ બે વચ્ચે કોઈ રીતે ય તે મેળ સાધી શકશે? સુરેશ જોષી કહે છે કે આ આખોય પ્રશ્ન આજના સંદર્ભે સર્જનવિવેચનની પ્રવૃત્તિઓની પ્રસ્તુતતાનો છે. આપણા સાહિત્યના અભ્યાસીઓ/વિવેચકો સામે આ રીતે આજની વિષમતા જ પડકારરૂપ બની ચૂકી છે. આવી પરિસ્થિતિમાં ભાવકનું વિવેચકે સર્જાતા સાહિત્યની સાથે અનુસંધાન કેળવી આપવાનું છે. | ||
(૧૫) સર્જનના ક્ષેત્રે જે નવા અભિગમો, નવી શૈલીઓ, નવી રચનારીતિઓ આપણે ત્યાં સ્વાતંત્ર્યોત્તર ગાળામાં જન્મ્યાં તેની પાછળના સિદ્ધાંતો વાદો વિચારધારાઓ કે તેની તાત્ત્વિક ભૂમિકાઓ પણ આપણા વિવેચને અવલોકવાની હજી બાકી છે. કથાવિવેચનમાં અત્યારે ય ‘સામાજિક’ અભિગમ જ પ્રાધાન્ય ભોગવે છે. એનાં આકાર કે સંરચનાની દૃષ્ટિએ વિવેચનો કરવાનું ખાસ હાથ ધરાયું નથી. નવલકથાનું આગવું aesthetics તપાસવાનું બાકી રહે છે. | (૧૫) સર્જનના ક્ષેત્રે જે નવા અભિગમો, નવી શૈલીઓ, નવી રચનારીતિઓ આપણે ત્યાં સ્વાતંત્ર્યોત્તર ગાળામાં જન્મ્યાં તેની પાછળના સિદ્ધાંતો વાદો વિચારધારાઓ કે તેની તાત્ત્વિક ભૂમિકાઓ પણ આપણા વિવેચને અવલોકવાની હજી બાકી છે. કથાવિવેચનમાં અત્યારે ય ‘સામાજિક’ અભિગમ જ પ્રાધાન્ય ભોગવે છે. એનાં આકાર કે સંરચનાની દૃષ્ટિએ વિવેચનો કરવાનું ખાસ હાથ ધરાયું નથી. નવલકથાનું આગવું aesthetics તપાસવાનું બાકી રહે છે. | ||
‘માકર્સવાદી અભિગમ’ શીર્ષકના તેમના તાજેતરના લેખમાં માકર્સ અને એન્જલ્સના સાહિત્યવિચારની તાત્ત્વિક છણાવટ કરવામાં આવી છે. આપણે ત્યાં ત્રીસીના ગાળામાં પ્રગતિવાદનું એક સાધારણ આંદોલન થયું ત્યારે કેટલાક લેખકો ચિંતકોએ આ વિષયની કેટલીક આછીપાતળી ચર્ચાઓ કરેલી, એ વિચારધારાથી પ્રભાવિત કેટલુંક સાહિત્ય યે રચેલું; પણ ચોક્કસ કારણોસર એ આંદોલન નક્કર પરિણામો આણ્યા વિના જ લય પામ્યું હતું. ૫૫-૬૦ પછી આકારવાદ અને આકારવાદી સાહિત્યના બળવાન આંદોલનના ગાળામાં, સ્વાભાવિક રીતે જ, માર્ક્સવાદની ચર્ચા કરવાને અનુકૂળ આબોહવા નહોતી પણ હમણાં હમણાં આંતરવિદ્યાકીય અધ્યયનના આગ્રહમાંથી કે સંરચનાવાદ-સંકેતશાસ્ત્રના પ્રસારમાંથી કે બીજા કોઈ કારણે માકર્સવાદી અભિગમ સમજવાની આતુરતા જન્મી પડી છે. સુરેશ જોષીએ અહીં એ વિષયની વિશદ છણાવટ કરી છે. ખાસ તો માકર્સ અને એન્જલ્સની આગવી ભૂમિકા અહીં ધ્યાનપાત્ર રીતે રજૂ થઈ છે. | ‘માકર્સવાદી અભિગમ’ શીર્ષકના તેમના તાજેતરના લેખમાં માકર્સ અને એન્જલ્સના સાહિત્યવિચારની તાત્ત્વિક છણાવટ કરવામાં આવી છે. આપણે ત્યાં ત્રીસીના ગાળામાં પ્રગતિવાદનું એક સાધારણ આંદોલન થયું ત્યારે કેટલાક લેખકો ચિંતકોએ આ વિષયની કેટલીક આછીપાતળી ચર્ચાઓ કરેલી, એ વિચારધારાથી પ્રભાવિત કેટલુંક સાહિત્ય યે રચેલું; પણ ચોક્કસ કારણોસર એ આંદોલન નક્કર પરિણામો આણ્યા વિના જ લય પામ્યું હતું. ૫૫-૬૦ પછી આકારવાદ અને આકારવાદી સાહિત્યના બળવાન આંદોલનના ગાળામાં, સ્વાભાવિક રીતે જ, માર્ક્સવાદની ચર્ચા કરવાને અનુકૂળ આબોહવા નહોતી પણ હમણાં હમણાં આંતરવિદ્યાકીય અધ્યયનના આગ્રહમાંથી કે સંરચનાવાદ-સંકેતશાસ્ત્રના પ્રસારમાંથી કે બીજા કોઈ કારણે માકર્સવાદી અભિગમ સમજવાની આતુરતા જન્મી પડી છે. સુરેશ જોષીએ અહીં એ વિષયની વિશદ છણાવટ કરી છે. ખાસ તો માકર્સ અને એન્જલ્સની આગવી ભૂમિકા અહીં ધ્યાનપાત્ર રીતે રજૂ થઈ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 125: | Line 125: | ||
(૪) ઉપર દર્શાવેલી ત્રણેય વ્યાખ્યાઓનું સંમિશ્રણ. | (૪) ઉપર દર્શાવેલી ત્રણેય વ્યાખ્યાઓનું સંમિશ્રણ. | ||
આ પૈકી કૃતિને લક્ષતી વ્યાખ્યાઓના ય બે પ્રકારો પાડી શકાય. | આ પૈકી કૃતિને લક્ષતી વ્યાખ્યાઓના ય બે પ્રકારો પાડી શકાય. | ||
(i) વસ્તુલક્ષી ધોરણે જેની સત્યતા કે પ્રામાણ્ય તપાસી, ચકાસી, શકાય તેવી | (i) વસ્તુલક્ષી ધોરણે જેની સત્યતા કે પ્રામાણ્ય તપાસી, ચકાસી, શકાય તેવી | ||
(ii) સ્વલક્ષી ચિત્તસંસ્કારો પર આધારિત | (ii) સ્વલક્ષી ચિત્તસંસ્કારો પર આધારિત | ||
ડૉ. ભાયાણી અહીં સ્પષ્ટ કરે છે કે કૃતિની ભાષાને પ્રધાન તત્ત્વ લેખતી વ્યાખ્યાઓનું સવિશેષ મહત્ત્વ રહે છે. આના અનુસંધાનમાં સાહિત્યભાષાને લગતા વિવિધ અભ્યાસીઓના અભિગમો વિશે – વ્યોલ્ફલિન, ક્રોચે, ફોસ્લર, હાય્ડેગર, સાર્ત્ર જેવાની વિચારણાઓ વિશે – તેમ જ રુસી સ્વરૂપવાદ વિશે, અતિ સંક્ષેપમાં તેમણે નિર્દેશો કર્યા છે. | ડૉ. ભાયાણી અહીં સ્પષ્ટ કરે છે કે કૃતિની ભાષાને પ્રધાન તત્ત્વ લેખતી વ્યાખ્યાઓનું સવિશેષ મહત્ત્વ રહે છે. આના અનુસંધાનમાં સાહિત્યભાષાને લગતા વિવિધ અભ્યાસીઓના અભિગમો વિશે – વ્યોલ્ફલિન, ક્રોચે, ફોસ્લર, હાય્ડેગર, સાર્ત્ર જેવાની વિચારણાઓ વિશે – તેમ જ રુસી સ્વરૂપવાદ વિશે, અતિ સંક્ષેપમાં તેમણે નિર્દેશો કર્યા છે. | ||
કૃતિના વિશ્લેષણવ્યાપારની અન્તર્ગત વિવિધ ઘટકોનાં વર્ણનવિશ્લેષણની તેમ કૃતિની સંઘટનાની સંક્ષિપ્ત પણ મહત્ત્વપૂર્ણ ચર્ચા રજૂ કરી છે. કૃતિના વર્ણ શબ્દ શબ્દગુચ્છ વાક્ય લય અર્થરચના વગેરે મુદ્દાઓને તેઓ અહીં સ્પર્શે છે. ‘સંઘટના’ નિમિત્તે પાશ્ચાત્ય વિવેચનાનો organic wholeનો તેમજ સુઝાન લાન્ગરનો આકાર વિષયક ખ્યાલ પણ એ જ રીતે તેઓ ટૂંકમાં છણે છે. સંઘટનાવિચારમાં યોગ્ય રીતે જ દરેક ઘટક તત્ત્વની ‘સમર્પકતા’ પર તેઓ ભાર મૂકે છે. કહે છે : “કૃતિની વર્ણરચના, શબ્દગોઠવણી, અર્થ-વ્યવસ્થા અને છંદોરચનાના પરસ્પર સાંધા મળવાથી જ સૂક્ષ્મ અને ઉત્કટ સૌંદર્યની નિષ્પત્તિ થતી હોય છે. ઘટકોની અલગ અલગ રમણીયતા હોવા ઉપરાંત એક સમવાય લેખે તેમનાથી જે સિદ્ધ થાય છે તે અવ્યાખ્યેય હોય છે.’૧૩૭ | કૃતિના વિશ્લેષણવ્યાપારની અન્તર્ગત વિવિધ ઘટકોનાં વર્ણનવિશ્લેષણની તેમ કૃતિની સંઘટનાની સંક્ષિપ્ત પણ મહત્ત્વપૂર્ણ ચર્ચા રજૂ કરી છે. કૃતિના વર્ણ શબ્દ શબ્દગુચ્છ વાક્ય લય અર્થરચના વગેરે મુદ્દાઓને તેઓ અહીં સ્પર્શે છે. ‘સંઘટના’ નિમિત્તે પાશ્ચાત્ય વિવેચનાનો organic wholeનો તેમજ સુઝાન લાન્ગરનો આકાર વિષયક ખ્યાલ પણ એ જ રીતે તેઓ ટૂંકમાં છણે છે. સંઘટનાવિચારમાં યોગ્ય રીતે જ દરેક ઘટક તત્ત્વની ‘સમર્પકતા’ પર તેઓ ભાર મૂકે છે. કહે છે : “કૃતિની વર્ણરચના, શબ્દગોઠવણી, અર્થ-વ્યવસ્થા અને છંદોરચનાના પરસ્પર સાંધા મળવાથી જ સૂક્ષ્મ અને ઉત્કટ સૌંદર્યની નિષ્પત્તિ થતી હોય છે. ઘટકોની અલગ અલગ રમણીયતા હોવા ઉપરાંત એક સમવાય લેખે તેમનાથી જે સિદ્ધ થાય છે તે અવ્યાખ્યેય હોય છે.’૧૩૭ | ||
edits