1,149
edits
No edit summary |
No edit summary |
||
| Line 12: | Line 12: | ||
વિવેચનમીમાંસાના પ્રશ્નોને, એક બાજુ સૌંદર્યમીમાંસા અને સાહિત્યશાસ્ત્ર જોડે, બીજી બાજુ કૃતિનાં વિવેચનો-મૂલ્યાંકનો જોડે ચોક્કસ સંબંધ રહ્યો છે. વિવેચનનું સ્વરૂપ, કાર્ય અને પદ્ધતિઓનો વિચાર કૃતિવિવેચનનાં જ મૂર્ત લખાણોની તપાસને અનુલક્ષીને ય થઈ શકે. આપણા સોએક વર્ષનાં ગ્રંથસમીક્ષાના લખાણોની તપાસ એ રીતે એક જુદો વિષય બની રહે છે. બીજી બાજુ સિદ્ધાંતચર્ચા અને મૂલ્યાંકનના પ્રશ્નોને ય વળી સાંકળી શકાય. કૃતિવિવેચન અર્થે વિવેચકો જે જે ધોરણો, કસોટીઓ કે માપદંડો સ્વીકારે છે, (કે લાગુ પાડે છે.) તેનો આધાર કોઈ ને કોઈ કળાવિચારમાં મળી શકે, અથવા મળવો જોઈએ. પણ, એ ય તપાસનો અલગ વિષય છે. આ અધ્યયનમાં તો આપણા અગ્રણી અભ્યાસીઓ/વિવેચકોએ વિવેચન વિષે કેવો ખ્યાલ બાંધ્યો છે, કયા વિચારો મૂક્યા છે, તેનું જ સીમિત સ્વરૂપનું સર્વેક્ષણ હાથ ધર્યું છે. | વિવેચનમીમાંસાના પ્રશ્નોને, એક બાજુ સૌંદર્યમીમાંસા અને સાહિત્યશાસ્ત્ર જોડે, બીજી બાજુ કૃતિનાં વિવેચનો-મૂલ્યાંકનો જોડે ચોક્કસ સંબંધ રહ્યો છે. વિવેચનનું સ્વરૂપ, કાર્ય અને પદ્ધતિઓનો વિચાર કૃતિવિવેચનનાં જ મૂર્ત લખાણોની તપાસને અનુલક્ષીને ય થઈ શકે. આપણા સોએક વર્ષનાં ગ્રંથસમીક્ષાના લખાણોની તપાસ એ રીતે એક જુદો વિષય બની રહે છે. બીજી બાજુ સિદ્ધાંતચર્ચા અને મૂલ્યાંકનના પ્રશ્નોને ય વળી સાંકળી શકાય. કૃતિવિવેચન અર્થે વિવેચકો જે જે ધોરણો, કસોટીઓ કે માપદંડો સ્વીકારે છે, (કે લાગુ પાડે છે.) તેનો આધાર કોઈ ને કોઈ કળાવિચારમાં મળી શકે, અથવા મળવો જોઈએ. પણ, એ ય તપાસનો અલગ વિષય છે. આ અધ્યયનમાં તો આપણા અગ્રણી અભ્યાસીઓ/વિવેચકોએ વિવેચન વિષે કેવો ખ્યાલ બાંધ્યો છે, કયા વિચારો મૂક્યા છે, તેનું જ સીમિત સ્વરૂપનું સર્વેક્ષણ હાથ ધર્યું છે. | ||
{{center|<poem> | {{center|<poem> | ||
૨. ગુજરાતી વિવેચન : તેના પ્રેરણાસ્રોતો અને ઘડતરબળો | '''૨. ગુજરાતી વિવેચન : તેના પ્રેરણાસ્રોતો અને ઘડતરબળો''' | ||
</poem>}} | </poem>}} | ||
આપણા સાહિત્યના અભ્યાસીઓને સુવિદિત છે તેમ, આપણા અર્વાચીન સાહિત્યના ઉદ્ભવ-વિકાસ પાછળ, લગભગ સતતપણે, પાશ્ચાત્ય સાહિત્ય અને વિવેચનની પ્રેરણા અને પ્રભાવ રહ્યાં છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિના વર્ષ સુધી એમાં, અલબત્ત, સવિશેષપણે અંગ્રેજી સાહિત્યની, અને તે પછીના ગાળામાં વ્યાપકપણે યુરોપ અમેરિકાના સાહિત્યની અસરો પડી છે. જો કે, પાશ્ચાત્ય પ્રભાવ આપણા સર્જનવિવેચનના ક્ષેત્ર પૂરતો સીમિત નથી : આપણા વિચારજગત પર તેમ જ આપણા સંસ્કાર જીવન અને સંવેદન પર પણ તેનો પ્રભાવ રહ્યો છે. ત્યાંનાં વિભિન્ન જ્ઞાનવિજ્ઞાન, યંત્રો અને ટૅક્નોલોજી, ત્યાંની જીવનવ્યવસ્થા અને ત્યાંની સંસ્થાઓ વગેરે આપણા પ્રજાજીવનને ઘડનારાં નવાં પરિબળો બન્યાં છે. જીવન અને જગત વિશે, વ્યક્તિ સમાજ અને રાષ્ટ્ર વિશે, ઇતિહાસ સંસ્કૃતિ અને પરંપરા વિશે અનેક નવા વિચારો અને નવાં મૂલ્યો આપણને તેમના સાહિત્ય અને જીવનમાંથી મળ્યાં છે. અને, આપણા અર્વાચીન સાહિત્યમાં, એ રીતે, નવી ચેતના સક્રિય બનેલી જણાશે. વાસ્તવમાં, આપણી સદીઓ જૂની સંસ્કૃતિ પશ્ચિમની ઘણી રીતે ભિન્ન આધુનિક સંસ્કૃતિના સંપર્કમાં મૂકાઈ તે સાથે, આપણા પ્રજાજીવનમાં કદાચ અગાઉ ઇતિહાસના કોઈ યુગમાં નહોતો જોવા મળ્યો તેવો, વ્યાપક અને ગહન સંક્ષોભ જન્મી પડ્યો. નર્મદયુગની સંસારસુધારાની પ્રવૃત્તિઓ અને જૂનાનવા માનસ વચ્ચેની ટકરામણ, પ્રાચીન ભારતીય અને આધુનિક પાશ્ચાત્ય સંસ્કૃતિના ઇષ્ટ અંશોને અર્વાચીન ભારતીય સંસ્કૃતિની ભૂમિકામાં આમેજ કરીને નવા યુગને અનુરૂપ નવું જીવનદર્શન રજૂ કરવાના ગોવર્ધનરામ ત્રિપાઠી, મણિલાલ દ્વિવેદી, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટીયા, આ. આનંદશંકર ધ્રુવ આદિ સાક્ષરોના ચિંતનપુરુષાર્થો, પૂર્વપશ્ચિમનાં જીવનમૂલ્યોને આગવી રીતે સમન્વિત કરતી ગાંધીજીની જીવનદૃષ્ટિ આદિ સાંસ્કૃતિક ઘટનાઓ હવે આપણા ઇતિહાસની અફર હકીકતો બની ચૂકી છે. આખોય એ ભારતીય પુનરુત્થાનકાળ પશ્ચિમનાં નૂતન વિચારવલણોનું અનિવાર્ય પરિણામ છે. | આપણા સાહિત્યના અભ્યાસીઓને સુવિદિત છે તેમ, આપણા અર્વાચીન સાહિત્યના ઉદ્ભવ-વિકાસ પાછળ, લગભગ સતતપણે, પાશ્ચાત્ય સાહિત્ય અને વિવેચનની પ્રેરણા અને પ્રભાવ રહ્યાં છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિના વર્ષ સુધી એમાં, અલબત્ત, સવિશેષપણે અંગ્રેજી સાહિત્યની, અને તે પછીના ગાળામાં વ્યાપકપણે યુરોપ અમેરિકાના સાહિત્યની અસરો પડી છે. જો કે, પાશ્ચાત્ય પ્રભાવ આપણા સર્જનવિવેચનના ક્ષેત્ર પૂરતો સીમિત નથી : આપણા વિચારજગત પર તેમ જ આપણા સંસ્કાર જીવન અને સંવેદન પર પણ તેનો પ્રભાવ રહ્યો છે. ત્યાંનાં વિભિન્ન જ્ઞાનવિજ્ઞાન, યંત્રો અને ટૅક્નોલોજી, ત્યાંની જીવનવ્યવસ્થા અને ત્યાંની સંસ્થાઓ વગેરે આપણા પ્રજાજીવનને ઘડનારાં નવાં પરિબળો બન્યાં છે. જીવન અને જગત વિશે, વ્યક્તિ સમાજ અને રાષ્ટ્ર વિશે, ઇતિહાસ સંસ્કૃતિ અને પરંપરા વિશે અનેક નવા વિચારો અને નવાં મૂલ્યો આપણને તેમના સાહિત્ય અને જીવનમાંથી મળ્યાં છે. અને, આપણા અર્વાચીન સાહિત્યમાં, એ રીતે, નવી ચેતના સક્રિય બનેલી જણાશે. વાસ્તવમાં, આપણી સદીઓ જૂની સંસ્કૃતિ પશ્ચિમની ઘણી રીતે ભિન્ન આધુનિક સંસ્કૃતિના સંપર્કમાં મૂકાઈ તે સાથે, આપણા પ્રજાજીવનમાં કદાચ અગાઉ ઇતિહાસના કોઈ યુગમાં નહોતો જોવા મળ્યો તેવો, વ્યાપક અને ગહન સંક્ષોભ જન્મી પડ્યો. નર્મદયુગની સંસારસુધારાની પ્રવૃત્તિઓ અને જૂનાનવા માનસ વચ્ચેની ટકરામણ, પ્રાચીન ભારતીય અને આધુનિક પાશ્ચાત્ય સંસ્કૃતિના ઇષ્ટ અંશોને અર્વાચીન ભારતીય સંસ્કૃતિની ભૂમિકામાં આમેજ કરીને નવા યુગને અનુરૂપ નવું જીવનદર્શન રજૂ કરવાના ગોવર્ધનરામ ત્રિપાઠી, મણિલાલ દ્વિવેદી, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટીયા, આ. આનંદશંકર ધ્રુવ આદિ સાક્ષરોના ચિંતનપુરુષાર્થો, પૂર્વપશ્ચિમનાં જીવનમૂલ્યોને આગવી રીતે સમન્વિત કરતી ગાંધીજીની જીવનદૃષ્ટિ આદિ સાંસ્કૃતિક ઘટનાઓ હવે આપણા ઇતિહાસની અફર હકીકતો બની ચૂકી છે. આખોય એ ભારતીય પુનરુત્થાનકાળ પશ્ચિમનાં નૂતન વિચારવલણોનું અનિવાર્ય પરિણામ છે. | ||
edits