સાત પગલાં આકાશમાં/૧૯: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૧૯ | }} {{Poem2Open}} સબળમાં સબળ માણસની પણ ક્યાંક એકાદ નબળી કડી હોય છે. સુમિત્રા હિંમતવાળી હતી, સાહસિક હતી. પોતાની વાત સિદ્ધ કરવા માટેની તેની રીત ગાંધીની નહોતી, ગેરીલાની હતી. પણ એક જગ્...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Poem2Open}}
{{Poem2Open}}
સબળમાં સબળ માણસની પણ ક્યાંક એકાદ નબળી કડી હોય છે. સુમિત્રા હિંમતવાળી હતી, સાહસિક હતી. પોતાની વાત સિદ્ધ કરવા માટેની તેની રીત ગાંધીની નહોતી, ગેરીલાની હતી. પણ એક જગ્યાએ એ હારી ગઈ. બધી સ્ત્રીઓ હારી જાય છે. પ્રેમ માટેની ઝંખના, એ લગભગ દરેક સ્ત્રીની નબળી કડી હોય છે. પ્રેમ માટેની ઇચ્છા અને સલામતીની શોધ — હું ધારું છું કે આ બે બાબતો જ તેની દુર્દશા માટે સૌથી વધુ જવાબદાર છે. પ્રેમની જરૂરિયાતને કા૨ણે જ તે ગમે ત્યાં ફેંકાઈ જાય છે, ગમે તેવા માણસમાં હૃદય આરોપી દે છે, પોતાના હાથે પોતાનું મસ્તક ઉતારી કમળપૂજા થાળમાં ધરી દે છે. એ વખતે પુરુષ સારો હોય તો સ્ત્રી પ્રમાણમાં સંતોષપૂર્વક જીવન જીવી જાય છે, નહિ તો તે જીવે છે, પણ તેનામાં પ્રાણ રહેતો નથી.

પુરુષને પ્રેમની જરૂ૨ નથી હોતી? હોય છે, પણ એ એની જરૂરિયાતનો થોડો અમથો ભાગ છે. તેને બહા૨ની વિશાળ દુનિયાની જરૂર હોય છે, સ્થાન અને માનની, કાર્યસિદ્ધિની અને સ્પર્ધામાં આગળ રહેવાની, પોતાના અહંના સંતોષ માટે જરૂર હોય છે. તેને ‘સેક્સ’ની જરૂ૨ હોય છે. પણ એ એક ‘બાયોલૉજિકલ ટ્રેજેડી’ છે કે દેહસંબંધનું પુરુષના દેહ પર પછી કોઈ બંધન રહેતું નથી, એ સંબંધનું પરિણામ ફક્ત સ્ત્રીના શ૨ી૨ને જ બાંધે છે.
પુરુષને પ્રેમની જરૂ૨ નથી હોતી? હોય છે, પણ એ એની જરૂરિયાતનો થોડો અમથો ભાગ છે. તેને બહા૨ની વિશાળ દુનિયાની જરૂર હોય છે, સ્થાન અને માનની, કાર્યસિદ્ધિની અને સ્પર્ધામાં આગળ રહેવાની, પોતાના અહંના સંતોષ માટે જરૂર હોય છે. તેને ‘સેક્સ’ની જરૂ૨ હોય છે. પણ એ એક ‘બાયોલૉજિકલ ટ્રેજેડી’ છે કે દેહસંબંધનું પુરુષના દેહ પર પછી કોઈ બંધન રહેતું નથી, એ સંબંધનું પરિણામ ફક્ત સ્ત્રીના શરી૨ને જ બાંધે છે.
પુરુષને સેક્સની જરૂર છે, પોતાને સાચવનારની, ‘પોતાનું ઘર’ સંભાળનારની જરૂર છે, ‘પોતાનો વંશ’ ચલાવનારની જરૂર હોય છે. એ બધા પછી નિર્ભેળ સુંદર પ્રેમ માટે બહુ થોડી જગ્યા તેની પાસે બચે છે. સ્ત્રીને કોઈ સ્થાન પ્રાપ્ત કરવાનું નથી, કોઈ સિદ્ધિ હાંસલ કરવાની નથી, કોઈ સ્પર્ધામાં ઊતરવાનું નથી — સિવાય કે પડોશી કરતાં અથવા જે લોકો સાથે સરખામણી કરી શકાય તેવા લોકો કરતાં પોતાની સાડી વધુ સારી હોય, પોતાના ઘરની ચીજવસ્તુઓ વધારે સુંદર કે કીમતી હોય, કે પોતાનું મુખ વધુ રૂપાળું હોય. અને આ બધી નજીવી બાબતો છે. સ્ત્રીને પોતાનો વંશ નથી, પોતાની સુવાંગ માલિકીનું ઘર નથી. નાનપણથી જ્યાં ઊછરી હતી તે ઘર, માતાપિતા, સખીઓનો કલ્લોલ — બધું છૂટી જાય છે અને સાવ નવા લોકો, નવા સંબંધો, નવું ઘર, નવું ગામ તેને આત્મસાત્ થતાં નથી. અને એટલે તેનો આખોય આંતરપ્રદેશ ખાલી રહે છે, સુક્કો રહે છે, પ્રેમનાં જળ માટે તરસે મરે છે. કોઈકના સ્વસ્થ, સબળ, પૂનમની ચાંદનીની જેમ ચારે છેડેથી વરસી રહેતા અને પોતાને ઉપરનીચે અંદરબહાર ચારે તરફથી હરિયાળી કરી મૂકતા પ્રેમ માટે તે ઝૂરે છે. આ કાંઈ એક-બે સ્ત્રીની જરૂરિયાત નથી, સમસ્ત નારીહૃદયના ધબકાર છે. આ પ્રેમ વિના હૃદયને સભરતાનો, તૃપ્તિનો અનુભવ નથી થતો. પણ એક વાર એને એ મળે, તો તે સોળે કળાએ ખીલી ઊઠે છે, — જાણે આ એક જરૂરિયાત પૂરી થાય તો પછી બીજી જરૂરતો પૂરી નહિ થાય તો ચાલશે; પછી સુક્કો રોટલો અને થીંગડાવાળાં વસ્ત્રો ચાલશે.

પ્રેમની જરૂરિયાતની બાબતમાં સ્ત્રી અને પુરુષ એક વેવ-લેન્ગ્થ પર નથી હોતાં તેથી પ્રશ્નો સરજાય છે. સ્ત્રી સર્વસ્વ આપીને ચાહે છે, પુરુષ પોતાનો અંશ આપીને. તેથી સંબંધની યાત્રા અર્ધવિરામે અટકી પડે છે. નિરપેક્ષ પ્રેમ, એકપક્ષી પ્રેમ, પામવાની કામના વિના માત્ર ‘આપવા’થી ધન્યતા અનુભવતો પ્રેમ — એ આ સંસારની ભૂમિમાં ઊગતો મોલ નથી. સુમિત્રા અલ્લડ અને તેજીલી યુવતી હતી પણ પ્રેમની બાબતમાં તે બીજી કોઈ પણ સ્ત્રી જેવી જ હતી. અનિમેષને તે મળી અને તેને આકંઠ ચાહી બેઠી. અનિમેષે હજી હમણાં જ મુંબઈ આવીને પોતાની જાહેરખબરની એજન્સી શરૂ કરી હતી. એક સંબંધીને ત્યાં તે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો હતો. સુમિત્રાએ ‘વિમેન્સ હૉસ્ટેલ’માં રહીને એક ટ્રાવેલ બ્યૂરોના જાહેર સંપર્ક-વિભાગમાં નોકરી લીધી હતી. અનિમેષ એક વાર ત્યાં દિલ્હીની ટિકિટ લેવા આવ્યો અને તેની આંખો સુમિત્રા પર જડાઈ રહી. કાગળિયાંની આપલે કરતાં તેનો હાથ સુમિત્રાના હાથને અડ્યો અને સુમિત્રાએ પોતાની અંદર એક પ્રબળ કંપ અનુભવ્યો. પછી તે બીજી વાર આવ્યો. ત્રીજી વા૨ કામ સિવાયની વાતો થઈ. સાથે કૉફી પીધી. અનિમેષ વાચાળ, ચપળ, સ્ફૂર્તિલો જુવાન હતો. મિત્રતાનો તેણે હાથ લંબાવ્યો. સુમિત્રાએ સ્વીકાર્યો. સાથે ફરવા ગયાં. સાથે જમ્યાં. હસ્યાં. વાતો કરી. અનિમેષે ઊંડા અવાજે કહ્યું : ‘આટલા આનંદનો અનુભવ મેં ક્યારેય કર્યો નહોતો.’