23,710
edits
(+1) |
No edit summary |
||
| Line 58: | Line 58: | ||
ચાતુરીયુક્ત શૃંગારવિહારના નિરૂપણને કારણે આ પદમાળાને ‘ચાતુરી’ નામ મળ્યું હોય એ અનુમાન તમને તર્કસંગત લાગતું નથી, કેમકે એમાં રાધા-કૃષ્ણની યુક્તિ-પ્રયુક્તિ, છલ, રમત કે બૌદ્ધિક ઉન્મેષો જોવા મળતાં નથી, જેવા દયારામના ‘તું મુજને અડતાં શ્યામ થઈશ તો હું ક્યમ નહિ થાઉં ગોરો’ જેવા પદમાં જોવા મળે છે (જોકે આ જાતની ઉક્તિ નરસિંહમાં અન્યત્ર મળે છે ખરી). તમે ‘ચાતુરી’ એ સ્વરૂપગત સંજ્ઞા હોવાનું અર્થઘટન કર્યું છે, કેમકે એની રચનામાં ઢાળ અને ઊથલો આવે છે તે ઉપરાંત ઢાળના પ્રારંભમાં આગળની પંક્તિના ઉત્તરાર્ધના અંશનું પુનરાવર્તન થાય એ જાતનું કવિકૌશલ પણ જોવા મળે છે. | ચાતુરીયુક્ત શૃંગારવિહારના નિરૂપણને કારણે આ પદમાળાને ‘ચાતુરી’ નામ મળ્યું હોય એ અનુમાન તમને તર્કસંગત લાગતું નથી, કેમકે એમાં રાધા-કૃષ્ણની યુક્તિ-પ્રયુક્તિ, છલ, રમત કે બૌદ્ધિક ઉન્મેષો જોવા મળતાં નથી, જેવા દયારામના ‘તું મુજને અડતાં શ્યામ થઈશ તો હું ક્યમ નહિ થાઉં ગોરો’ જેવા પદમાં જોવા મળે છે (જોકે આ જાતની ઉક્તિ નરસિંહમાં અન્યત્ર મળે છે ખરી). તમે ‘ચાતુરી’ એ સ્વરૂપગત સંજ્ઞા હોવાનું અર્થઘટન કર્યું છે, કેમકે એની રચનામાં ઢાળ અને ઊથલો આવે છે તે ઉપરાંત ઢાળના પ્રારંભમાં આગળની પંક્તિના ઉત્તરાર્ધના અંશનું પુનરાવર્તન થાય એ જાતનું કવિકૌશલ પણ જોવા મળે છે. | ||
આ લખતી વખતે તમે આખ્યાનનાં ઢાળ-ઊથલો-વલણને યાદ કર્યાં છે, પણ એ કદાચ તમારા લક્ષમાં આવ્યું નથી કે તમે દર્શાવેલી આવર્તનની શૈલી આખ્યાનના રચનાબંધમાં અનિવાર્યપણે સ્વીકારાયેલી શૈલી છે. હું કડવાબંધ આખ્યાનના સૌ પ્રથમ કવિ ભાલણની ‘કાદંબરી’માંથી જ દાખલા આપું, જેથી આ રીતિ કડવાબંધના આરંભથી જ ઘડાયેલી હતી એની ખાતરી થાય. | આ લખતી વખતે તમે આખ્યાનનાં ઢાળ-ઊથલો-વલણને યાદ કર્યાં છે, પણ એ કદાચ તમારા લક્ષમાં આવ્યું નથી કે તમે દર્શાવેલી આવર્તનની શૈલી આખ્યાનના રચનાબંધમાં અનિવાર્યપણે સ્વીકારાયેલી શૈલી છે. હું કડવાબંધ આખ્યાનના સૌ પ્રથમ કવિ ભાલણની ‘કાદંબરી’માંથી જ દાખલા આપું, જેથી આ રીતિ કડવાબંધના આરંભથી જ ઘડાયેલી હતી એની ખાતરી થાય. | ||
{{Poem2Close}} | |||
{{Block center|<poem>કડવું ૨ | {{Block center|<poem>કડવું ૨ | ||
:હવિ સંક્ષેપિ કથા કહૂં, ઉપમા કેટલીએક ગ્રહૂં, | |||
:જે લહૂં બુદ્ધિ પ્રમાણિ માહરી રે. | |||
ઢાળ | ઢાળ | ||
:માહારી બુદ્ધિ પ્રમાણિ બોલૂં થોડૂં થોડૂં સાર. | |||
કડવું ૩ | કડવું ૩ | ||
:તિહાર પછી મહૂરતમાત્ર જી, ઈક વૃહંદલ તે વૃદ્ધગાત્રજી | |||
ઢાળ | ઢાળ | ||
:વૃદ્ધગાત્ર કંચુકી, પિહિર્યું શ્વેત અંબર સાર.</poem>}} | |||
{{Poem2Open}} | |||
નરસિંહની ચાતુરીઓમાં ઢાળબંધની સર્વમાન્ય પદ્ધતિ જોવા મળે છે એટલું જ કહી શકાય. એમાં કોઈ વિશેષ કવિકર્મગત ચાતુરી નથી. એટલે ‘ચાતુરી’ને સ્વરૂપગત સંજ્ઞા તરીકે જોવાનું મુશ્કેલ બની જાય છે. તમે પોતે લોકસાહિત્યના છકડિયા આદિ કાવ્યપ્રકારોમાં જોવા મળતી શબ્દોનું આવર્તન કરવાની આ રીતિની નોંધ લીધી જ છે. એ દૃષ્ટિએ પણ ચાતુરીઓનું એ વિશિષ્ટ લક્ષણ હોવાનું કહેવાય તેમ નથી. | નરસિંહની ચાતુરીઓમાં ઢાળબંધની સર્વમાન્ય પદ્ધતિ જોવા મળે છે એટલું જ કહી શકાય. એમાં કોઈ વિશેષ કવિકર્મગત ચાતુરી નથી. એટલે ‘ચાતુરી’ને સ્વરૂપગત સંજ્ઞા તરીકે જોવાનું મુશ્કેલ બની જાય છે. તમે પોતે લોકસાહિત્યના છકડિયા આદિ કાવ્યપ્રકારોમાં જોવા મળતી શબ્દોનું આવર્તન કરવાની આ રીતિની નોંધ લીધી જ છે. એ દૃષ્ટિએ પણ ચાતુરીઓનું એ વિશિષ્ટ લક્ષણ હોવાનું કહેવાય તેમ નથી. | ||
તમે ‘ચાતુરી’નો વસ્તુગત અર્થ ઘણો સીમિત કરો છો એમ લાગે છે, જેમાં યુક્તિપ્રયુક્તિ કે છલ કે બૌદ્ધિક રમતનો જ સમાવેશ થાય. રાધા દીપક ઓલવી નાખે ત્યારે કૃષ્ણ હાથમાં મણિ ધરી પ્રકાશ કરે – એમાં પણ તમને ચાતુરીની યુક્તિપ્રયુક્તિ દેખાતી નથી. ચાતુરી એટલે પ્રવીણતા, વિદગ્ધતા, કળાકૌશલ એટલો જ અર્થ કરીએ તો કેમ ન ચાલે? અહીં કામક્રીડાની કળાને જ ચાતુરી કહી હોય એમ માનવા માટે પૂરતાં કારણો છે. નાયક-નાયિકા માટે ચતુર-ચતુરા, અતિનિપુણ નાગર-નાગરી, પ્રવીણ ચતુરસુજાણ. એ શબ્દો વપરાયા છે કે એમનાં ચાતુરી, કળા, કેલકળા કે કામકળા, કૌતુક, રતિવિલાસવિનોદનો ઉલ્લેખ થયો છે અને કાવ્યગત વર્ણનને વિહારચરિત્ર-વિનોદલીલાના વર્ણન તરીકે ઓળખાવ્યું છે. ‘દાણલીલાચાતુરીનો ગરબો’ કે ‘વ્યવહારચાતુરીનો ગરબો’ જેવી તમે નિર્દેશેલી દયારામની કૃતિઓ પણ એવું જ બતાવે કે (૧) ‘ચાતુરી’ એ વિષયલક્ષી સંજ્ઞા છે, સ્વરૂપલક્ષી નહીં અને (૨) ચાતુરીનો સંકુચિત અર્થ નથી, એમાં સર્વે પ્રકારની વિદગ્ધતા ને રસિકતાનો સમાવેશ થાય છે. | તમે ‘ચાતુરી’નો વસ્તુગત અર્થ ઘણો સીમિત કરો છો એમ લાગે છે, જેમાં યુક્તિપ્રયુક્તિ કે છલ કે બૌદ્ધિક રમતનો જ સમાવેશ થાય. રાધા દીપક ઓલવી નાખે ત્યારે કૃષ્ણ હાથમાં મણિ ધરી પ્રકાશ કરે – એમાં પણ તમને ચાતુરીની યુક્તિપ્રયુક્તિ દેખાતી નથી. ચાતુરી એટલે પ્રવીણતા, વિદગ્ધતા, કળાકૌશલ એટલો જ અર્થ કરીએ તો કેમ ન ચાલે? અહીં કામક્રીડાની કળાને જ ચાતુરી કહી હોય એમ માનવા માટે પૂરતાં કારણો છે. નાયક-નાયિકા માટે ચતુર-ચતુરા, અતિનિપુણ નાગર-નાગરી, પ્રવીણ ચતુરસુજાણ. એ શબ્દો વપરાયા છે કે એમનાં ચાતુરી, કળા, કેલકળા કે કામકળા, કૌતુક, રતિવિલાસવિનોદનો ઉલ્લેખ થયો છે અને કાવ્યગત વર્ણનને વિહારચરિત્ર-વિનોદલીલાના વર્ણન તરીકે ઓળખાવ્યું છે. ‘દાણલીલાચાતુરીનો ગરબો’ કે ‘વ્યવહારચાતુરીનો ગરબો’ જેવી તમે નિર્દેશેલી દયારામની કૃતિઓ પણ એવું જ બતાવે કે (૧) ‘ચાતુરી’ એ વિષયલક્ષી સંજ્ઞા છે, સ્વરૂપલક્ષી નહીં અને (૨) ચાતુરીનો સંકુચિત અર્થ નથી, એમાં સર્વે પ્રકારની વિદગ્ધતા ને રસિકતાનો સમાવેશ થાય છે. | ||