9,256
edits
No edit summary |
No edit summary |
||
| Line 288: | Line 288: | ||
આ કારણો માટે ગુજરાતી કવિતામાં ‘કુસુમવાળા’ને અમે પ્રથમ પદવી આપીએ છીએ. જૂના અને નવા સર્વ ગુજરાતી કવિઓની પરસ્પર તુલના અને તેમના ગુણદોષની પરીક્ષા કરવાનો આ પ્રસંગ નથી. ભક્તિ અને જ્ઞાનની કવિતા મૂકી દેતાં, પ્રધાન વર્ગના મુખ્ય કવિઓનાં વિશેષ લક્ષણનાં નામ સૂચવવાં એ જ અહીં બસ થશે. નરસિંહ મહેતાની કવિતા બાલ્યાવસ્થામાં છે. બાળક માફક તે હસતી હસતી રમે છે. તેની કલ્પના વિશાળ નથી, તેના ભાવ ગંભીર નથી; સુંદરતાના સરોવરમાંથી તે માત્ર આચમન જ કરે છે. પ્રેમાનંદની મનોહર કલ્પના બહુ દૂર ફરી ન વળતાં પોતાના ચક્રમાં જ નિરંતર નૃત્ય કરે છે. પણ, એ કવિ સર્વાનુભવરસિક છે એટલે એના હક માટે વધારે કહેવાની જરૂર નથી. તેનામાં સ્વાનુભવરસિકત્વ નથી, અને તેનું સર્વાનુભવરસિકત્વ વિશાળ કલ્પના કે વિવિધ જનસ્વભાવની પરીક્ષાથી અંકિત નથી. સામળને કહાણીઓ કહેવાનું ને સાધારણ વહેવારના બનાવો એકઠા કરવાનું પસંદ છે એટલે તેને મૂકી દેવામાં અન્યાય નથી. દયારામ બહુ વધારે માનનીય છે. તેની કવિતા લીલાથી વિલાસ કરે છે. એની કલ્પનાને રસની ખોટ પડતી નથી. સ્પષ્ટ રીતે ગંભીરતા ધર્યા વિના ગંભીર ભાવ ગર્ભિત રાખવાનું અનુપમ કૌશલ તેનામાં છે. રાગ અને કલા બન્નેમાં તેની વિશેષતા છે. પણ કવિતાના સર્વ પ્રદેશમાં તે ફરી વળ્યો નથી. પ્રકૃતિ સાથે એકરૂપ થવાનું વલણ કરી સર્વ ઠેકાણે કાવ્યમય દૃષ્ટિથી જોવાનું તે શીખ્યો નહોતો. પ્રેમને ગોપી ને શ્યામના સંબંધનું જ રૂપ આપવાની ચાલતી સાંકેતિક રીતિ સ્વીકારી તેમાં પણ પોતાની ખૂબી તેણે બતાવી છે. પણ, એ રીતિ મૂકી દઈ હૃદયને નિરંકુશ કરવાની તેની ઇચ્છા નહોતી કે તેનામાં શક્તિ નહોતી. રા. દલપતરામની કેટલીક રસમય કવિતા સિવાય તેમનાં બીજાં બધાં ચાતુર્ય કે સભારંજનના ઉદ્દેશવાળાં પદ્યોને કવિત્વથી જુદી જ શક્તિની ઉત્પત્તિ કહીએ તો ચાલે. એમને માર્ગે જનારાઓમાં તો આ પાછલી જ શક્તિ છે. નર્મદાશંકરની કવિતા લાગણીથી પ્રેરાયેલી અને ‘પોતાના જ તાનમાં મસ્ત’ છે, પણ તેની કલ્પના ઘણી વાર શુષ્ક થઈ જાય છે, તેને ઊર્મિની મદદ મળતી બંધ થઈ જાય છે, અને તેના ભાવમાંથી અસાધારણતા જતી રહે છે. ‘બુલબુલ’માં હૃદયનો જ ઊભરો છે અને લાગે તે જ લખવું એ માર્ગ ગ્રહણ કર્યાથી તેમાં ખૂબી આવી છે; પણ કવિને લગતું, કવિના વિશેષ સ્વભાવની છાપનું ચિત્ર આપનારું તેમાં કંઈ નથી. પ્રેમીની એમાં ઊર્મિ છે પણ પ્રેમભક્તિ સાથે કવિની વિશેષતા એમાં નથી. વળી, કલ્પના વિશાળ નથી, અને મનુષ્યત્વના બહુ થોડા અંશ તરફ તેનો ઉદ્દેશ છે. આ માટે, વિસ્તારથી વહેતી ખરેખરાં લક્ષણવાળી કાવ્યસરિતા તો “કુસુમમાળા” જ છે એમ અમારું ધારવું છે. રા. નરસિંહરાવની કલ્પના જેટલી વિશાળ અને દૂર પહોંચનારી છે તેટલી જ તે લલિત અને મનોહર છે. તેનો વાસ જ સુન્દરતાના સરોવરમાં છે. એમની કલ્પનાને હૃદયની ઊર્મિ ઘડી ઘડી આવી મળે છે અને બન્ને મળી રસને સમગ્ર કરે છે. ભાવનું દર્શન આપવાની એમની ઘણુંખરું એક જ રીતિ છે પણ તે કલામાં કદી દોષ આવતો નથી. ચિત્રરચનાની કુશલતા (Artistic Skill) જે બાયરનમાં પણ નહોતી તે રા. નરસિંહરાવમાં સંપૂર્ણ ને ઉત્કૃષ્ટ છે. | આ કારણો માટે ગુજરાતી કવિતામાં ‘કુસુમવાળા’ને અમે પ્રથમ પદવી આપીએ છીએ. જૂના અને નવા સર્વ ગુજરાતી કવિઓની પરસ્પર તુલના અને તેમના ગુણદોષની પરીક્ષા કરવાનો આ પ્રસંગ નથી. ભક્તિ અને જ્ઞાનની કવિતા મૂકી દેતાં, પ્રધાન વર્ગના મુખ્ય કવિઓનાં વિશેષ લક્ષણનાં નામ સૂચવવાં એ જ અહીં બસ થશે. નરસિંહ મહેતાની કવિતા બાલ્યાવસ્થામાં છે. બાળક માફક તે હસતી હસતી રમે છે. તેની કલ્પના વિશાળ નથી, તેના ભાવ ગંભીર નથી; સુંદરતાના સરોવરમાંથી તે માત્ર આચમન જ કરે છે. પ્રેમાનંદની મનોહર કલ્પના બહુ દૂર ફરી ન વળતાં પોતાના ચક્રમાં જ નિરંતર નૃત્ય કરે છે. પણ, એ કવિ સર્વાનુભવરસિક છે એટલે એના હક માટે વધારે કહેવાની જરૂર નથી. તેનામાં સ્વાનુભવરસિકત્વ નથી, અને તેનું સર્વાનુભવરસિકત્વ વિશાળ કલ્પના કે વિવિધ જનસ્વભાવની પરીક્ષાથી અંકિત નથી. સામળને કહાણીઓ કહેવાનું ને સાધારણ વહેવારના બનાવો એકઠા કરવાનું પસંદ છે એટલે તેને મૂકી દેવામાં અન્યાય નથી. દયારામ બહુ વધારે માનનીય છે. તેની કવિતા લીલાથી વિલાસ કરે છે. એની કલ્પનાને રસની ખોટ પડતી નથી. સ્પષ્ટ રીતે ગંભીરતા ધર્યા વિના ગંભીર ભાવ ગર્ભિત રાખવાનું અનુપમ કૌશલ તેનામાં છે. રાગ અને કલા બન્નેમાં તેની વિશેષતા છે. પણ કવિતાના સર્વ પ્રદેશમાં તે ફરી વળ્યો નથી. પ્રકૃતિ સાથે એકરૂપ થવાનું વલણ કરી સર્વ ઠેકાણે કાવ્યમય દૃષ્ટિથી જોવાનું તે શીખ્યો નહોતો. પ્રેમને ગોપી ને શ્યામના સંબંધનું જ રૂપ આપવાની ચાલતી સાંકેતિક રીતિ સ્વીકારી તેમાં પણ પોતાની ખૂબી તેણે બતાવી છે. પણ, એ રીતિ મૂકી દઈ હૃદયને નિરંકુશ કરવાની તેની ઇચ્છા નહોતી કે તેનામાં શક્તિ નહોતી. રા. દલપતરામની કેટલીક રસમય કવિતા સિવાય તેમનાં બીજાં બધાં ચાતુર્ય કે સભારંજનના ઉદ્દેશવાળાં પદ્યોને કવિત્વથી જુદી જ શક્તિની ઉત્પત્તિ કહીએ તો ચાલે. એમને માર્ગે જનારાઓમાં તો આ પાછલી જ શક્તિ છે. નર્મદાશંકરની કવિતા લાગણીથી પ્રેરાયેલી અને ‘પોતાના જ તાનમાં મસ્ત’ છે, પણ તેની કલ્પના ઘણી વાર શુષ્ક થઈ જાય છે, તેને ઊર્મિની મદદ મળતી બંધ થઈ જાય છે, અને તેના ભાવમાંથી અસાધારણતા જતી રહે છે. ‘બુલબુલ’માં હૃદયનો જ ઊભરો છે અને લાગે તે જ લખવું એ માર્ગ ગ્રહણ કર્યાથી તેમાં ખૂબી આવી છે; પણ કવિને લગતું, કવિના વિશેષ સ્વભાવની છાપનું ચિત્ર આપનારું તેમાં કંઈ નથી. પ્રેમીની એમાં ઊર્મિ છે પણ પ્રેમભક્તિ સાથે કવિની વિશેષતા એમાં નથી. વળી, કલ્પના વિશાળ નથી, અને મનુષ્યત્વના બહુ થોડા અંશ તરફ તેનો ઉદ્દેશ છે. આ માટે, વિસ્તારથી વહેતી ખરેખરાં લક્ષણવાળી કાવ્યસરિતા તો “કુસુમમાળા” જ છે એમ અમારું ધારવું છે. રા. નરસિંહરાવની કલ્પના જેટલી વિશાળ અને દૂર પહોંચનારી છે તેટલી જ તે લલિત અને મનોહર છે. તેનો વાસ જ સુન્દરતાના સરોવરમાં છે. એમની કલ્પનાને હૃદયની ઊર્મિ ઘડી ઘડી આવી મળે છે અને બન્ને મળી રસને સમગ્ર કરે છે. ભાવનું દર્શન આપવાની એમની ઘણુંખરું એક જ રીતિ છે પણ તે કલામાં કદી દોષ આવતો નથી. ચિત્રરચનાની કુશલતા (Artistic Skill) જે બાયરનમાં પણ નહોતી તે રા. નરસિંહરાવમાં સંપૂર્ણ ને ઉત્કૃષ્ટ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||