19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 53: | Line 53: | ||
એના કર્ણ વિષે જઈ શાશ્વત ગુંજન અમ ઉચ્ચાર્યું. | એના કર્ણ વિષે જઈ શાશ્વત ગુંજન અમ ઉચ્ચાર્યું. | ||
</poem> | </poem> | ||
ને 'ધરા ઊગી'માં ચંદ્ર પરથી થતા પૃથ્વીના દર્શનની નવી વાત કરી છે. પૃથ્વી પરથી ચંદ્ર ઊગતો દેખાય છે, તો ચંદ્ર પરથી પૃથ્વી! ચંદ્ર પર જતાં, એ ઘુતિનો શીળી પુંજ વિસ્તૃત ક્ષિતિ રૂપે ભાસે છે ને પૃથ્વી દ્યુતિ-ધવલ આત્મા તરીકે! કવિનું હૈયું પ્રભુની આ બહુલ રચનાનો વિસ્મય અનુભવી રહે છે. | |||
પ્રકૃતિકાવ્યોમાં 'શુક્રસંગમ' જેવું કાવ્ય જુદું તરી આવે છે. ફાસ્ટ ગાડીના પ્રવાસની વાસ્તવિક ભૂમિકાએથી શુક્રનું થયેલું દર્શન - બદલાતું જતું દર્શન એનો વિષય છે. આજુબાજુની સૃષ્ટિ વિશેનું કવિનું વિચારચંક્રમણ ચાલે છે પણ 'મધુરા સાથી’ માટેનું કૌતુક તો અવિચ્છિન્ન રહે છે, કદાચ એ વિચારચંક્રમણ એ કૌતુકને પુષ્ટ કરે છે. અંતે કોઈ શહેરની મિલની ચીમનીની ટોચે થતું શુક્રનું દર્શન વાસ્તવનિષ્ઠ કાવ્યને છાજે એવો જ અંત છે, ભલે કવિનો મનોભાવ તો કૌતુકનો જ રહ્યો હોય. | |||
આ પ્રકૃતિકાવ્યોની વચ્ચે બેચાર એવાં કાવ્યો પણ બેઠેલાં છે, જેમને ભૂલથી પ્રકૃતિકાવ્ય કહી શકાય. ‘પુષ્પ થૈ આવીશ'માં માનવ-જગતમાં પ્રભુના જગતમાં — પુષ્પ રૂપે વસી જવાની કવિની ઝંખના રમતિયાળ ગંભીર કલ્પનાઓથી મૂર્ત થઈ છે. ‘ધૂળની આરત’નો વિષય છે ફૂલથી માંડીને ધૂળ, પથ્થર અને સમગ્ર જીવ-અજીવ સૃષ્ટિ સુધીનો સહાનુભૂતિનો થતો વિસ્તાર. કાવ્ય વર્ણનાત્મક પણ નથી, કૌતુકમય પ્રસંગકથન જ એમાં છે. | |||
નવાઈની વાત છે કે સુન્દરમનાં પ્રણયકાવ્યો એમનાં અધ્યાત્મનાં ને પ્રકૃતિનાં કાવ્યો જેટલાં સ્ફૂર્તિમંત ને સ્પર્શક્ષમ બન્યાં નથી. અહીં છંદ અને સૉનેટબંધમાં વહેતી રચનાઓનું પ્રાચુર્ય છે એ ઘટના પણ નોંધપાત્ર બને છે. એને કારણે કંઈક વિચારાત્મકતાને અવકાશ મળ્યો જણાય છે. પરંતુ છંદ અને સૉનેટબંધ જ મર્યાદારૂપ બન્યાં છે એમ કહેવું યોગ્ય લાગતું નથી. ‘લાલ કોર' જેવી કોઈક જ ગીતરચના એના તળપદા સંનિવેશથી ધ્યાન ખેંચે છે. ‘મોગરો મહેક્યો'નો ઉપાડ કલ્પનામધુર છે. પણ પછી ગીત લથડી પડ્યું છે. ‘પ્રેમ રાજા' સાફ ગીતરચના છે, પણ એમાં કલ્પના કે અભિવ્યક્તિનો પ્રભાવક ચમત્કાર નથી. 'તેં હણ્યો' અને 'ઓટનાં આંસુ' જેવી પરંપરિત લયની રચનાઓ પ્રસ્તારી બની ગઈ છે, તો 'હર હૃદય'ની સરલ કલ્પનાવલિ આકર્ષક છે, પણ હૃદયને અભિભૂત કરે એવું કશું એમાં નથી. | |||
એમ લાગે છે કે ‘પ્રણય'ની સુન્દરમની વિભાવના જ એમનાં પ્રણયકાવ્યોની રસવત્તાને બાધક બની છે. 'હર હૃદય'માં ‘મુજ પ્રિયતમા, હર નયનમાં મુજ પ્રેમની મૃદુ બંકિમા' એમ સમગ્ર સૃષ્ટિને પ્રેમનું અધિષ્ઠાન બનાવતી રચનાનો વાંધો ન લઈએ, એને આપણે એ રૂપે આસ્વાદી શકીએ, પરંતુ અધ્યાત્મનાં કાવ્યોનું આ સંગ્રહમાં એક જુદું જૂથ છે. તે જોતાં 'બાલ પ્રિયા' જેવા મુક્તકને ‘એક પ્રણય-ગુચ્છ'માં સમાવવાનું ઔચિત્ય કેટલું એવો પ્રશ્ન જરૂર થઈ શકે. એમાં તો પરમાત્માનું આત્મા પ્રત્યેનું ઉદ્બોધન છે — | |||
<poem> | |||
બે હાથે ફૂલ બે તારે : કયું ચાખીશ, આત્મ હે! | |||
અમૃત-મૃત્યુ : બેમાંથી કયું પ્રાશીશ, બાલ હે! | |||
</poem> | |||
આમાં પ્રણયનો ભાવ કેન્દ્રમાંયે નથી. ધરાને પ્રિયતમા લેખી કરાયેલા ઉદ્બોધનનું કાવ્ય 'આવ ધરા' પણ અધ્યાત્મવિષયનાં કાવ્યોના જૂથમાં મુકાયેલું હતું તો ‘બાલ પ્રિયા'નું સ્થાન પ્રણય-ગુચ્છમાં કેમ હોઈ શકે? 'બાલ પ્રિયા' જે રીતની રચના છે એ રીતે એને સ્વીકારીને આપણે જરૂર આસ્વાદી શકીએ પણ ‘પ્રણય-ગુચ્છ'માંના 'પ્રણય' વિશે આપણા મનમાં ગૂંચ ઊભી થયા વિના રહે નહીં. લૌકિક પ્રણયની સીમાઓથી સભાન કવિ અસીમ દિવ્ય પ્રેમનો સંકેત કરે તો એ એને માટે સ્વાભાવિક લેખાય અને પ્રણય-વિષયને મળેલા વિશેષ પરિમાણ તરીકે આપણે સ્વીકારી શકીએ. પરંતુ લૌકિક પ્રેમ અને દિવ્ય પ્રેમની સીમાઓ એકબીજામાં ભળી જાય અને સંદિગ્ધતાનું વાતાવરણ રચાય ત્યારે આપણને મૂંઝવણ થાય. રસિક સંદિગ્ધતા જેવી વસ્તુ જરૂર હોય છે પણ અહીં ‘એક પ્રણય- ગુચ્છ'માં જ એવાં કાવ્યો મળે છે જેમાં સંદિગ્ધતા કિલષ્ટતાના પર્યાયરૂપ બને છે. પ્રણયનિરૂપણ માટે ઉપયોગમાં લેવાયેલાં કલ્પનો ગૂંચવાય છે તથા બે પ્રણવી પાત્રો ઉપરાંત એક ત્રીજા પાત્રને કવિ દાખલ કરતા જણાય છે ને એ ત્રણે પાત્રોના સંબંધો વિશદતાથી નભાવી શકાયા હોય એવું દેખાતું નથી. ‘નેત્રસુધા' અને 'હૃદય-છીપ'ની કથનવર્ણનછટામાં આસ્વાદ્ય અંશો છે. પણ મને ઉપર કહી તેવી ગૂંચનો અનુભવ થાય છે. | |||
આમ છતાં મારે કહેવું જોઈએ કે, પ્રણયકાવ્યોના આ સમુદાયમાંથી સંઘરી લેવી ગમે એવી બે પ્રાપ્તિ આપણને થાય છે. એક છે પ્રણય (એટલેકે લૌકિક પ્રણય) અંગેનું કવિનું વિશિષ્ટ કહેવાય એવું દર્શન અને બીજું, પ્રણયનું મૂર્ત, સ્પર્શક્ષમ, નિખાલસ ને રંગભર્યું ચિત્રણ. પ્રણય- ક્રમણ'માં પ્રણયાવેગની ભરતી-ઓટની એક માર્મિક વાત કવિએ કહી છે - | |||
<poem> | |||
તને આલિંગીને પ્રણય મુજ થંભે દ્રવિત થૈ | |||
અને પાછા બાહુ શિથિલ થઈ વિશ્લેષ ગ્રહતા. | |||
</poem> | |||
ચિરમિલનની ઝંખનાને અનુષંગે આ વાત મુકાયેલી છે પણ લૌકિક પ્રણયજીવનનું એક સત્ય એમાં જરૂર પ્રગટ થયું છે. 'દ્વય હૃદય બે—‘માં— | |||
<poem> | |||
દ્વય હૃદય, બે આંખો, બે બે કરો, અધર દ્વય, | |||
અહ પ્રણયને કેવું લાધ્યું અનન્ય નિજાસન! | |||
</poem> | |||
એમ પ્રણયનું મહિમાગાન કરીને તરત જ કવિ ઉમેરે છે – | |||
<poem> | |||
રે આ બિંદુ દ્વય — અગણ ત્યાં બિંદુઓ કિંતુ કૈં કૈં | |||
</poem> | |||
મનુષ્યના હૃદયમાં માત્ર સ્નેહોર્મિ નથી, બીજા અનેક ઊર્મિપ્રવાહો છે. જેને કારણે આ બે બિંદુ પર રણો-આંધીઓ ઊમટે છે. મનુષ્યહૃદયના લઘુ ભાવચક્રને ભેદવાના મુખ્ય વક્તવ્યની ભૂમિકા તરીકે આવેલી પ્રણયજીવનની વિષમતાની વાત પણ એક લૌકિક સત્યનું દર્શન કરાવે છે. 'કર્યો પ્રણય?'માં તો પ્રણયની એક નવી જ વિભાવના સીધી, સ્પષ્ટ ને ભારે અસરકારકતાથી પ્રસ્તુત થઈ છે – | |||
<poem> | |||
કર્યો આ તે કેવો પ્રણય : નહિ કો જખ્મ જ થયો, | |||
ન કો આંધી કેરાં દળ ધસમસ્યાં, ના પવનના | |||
ઝપાટે ઊંચેરાં તરુવર ધરાશાયી બનિયાં, | |||
ન કૈં ભાંગ્યુંતૂટ્યું. અદબદ બધું : આ પ્રણય શો! | |||
</poem> | |||
પ્રણય તો એ કે જે જૂની સૃષ્ટિ ભસ્મ કરીને નવી રચે. 'તેં હણ્યો'માં જરા જુદી રીતે પણ પ્રેમનું નિહંતારૂપ વર્ણવાયું છે. એમાં પ્રેમી પાસે પરાજય સ્વીકારવામાં આવ્યો છે. આ બધું સાથે મૂકીએ ત્યારે સુન્દરમનાં કાવ્યોમાં પ્રણયને એક જુદા નૂતન પરિપ્રેક્ષ્યમાં મૂકવામાં આવ્યો છે એની સાનંદ સ-રસ પ્રતીતિ થાય છે. | |||
સુન્દરમનું પ્રણયનિરૂપણ કેવું સ્પર્શક્ષમ, ચિત્રાત્મક, પ્રત્યક્ષાશ્રિત હોય છે તે આ પૂર્વે ઉદ્ધૃત થયેલી થોડી પંક્તિઓએ બતાવ્યું હશે જ. વધુ ઉદાહરણો જોઈતાં હોય તો જુઓ ‘પ્રેત પ્રણયને’ — એમાં પ્રણયની મરણવિધિ પણ આલેખવામાં આવી છે! જુઓ ‘અનુનય', 'જલદ ગણોને' તથા 'તું જાગ’ – એમાં રંગદર્શી કલ્પનાવિલાસથી પ્રણયના મનોભાવને હૃદયગમ રીતે મૂર્ત કર્યો છે. | |||
આ પ્રણયકાવ્યોના જૂથની વચ્ચે મુકાયેલા 'કવિતાનો કેસ'માં નારીના રૂપ અને સ્નેહ પ્રત્યે કવિતાને કંઈ કર્તવ્ય નથી, કવિતા તો સ્વતંત્ર છે એ વાત પ્રસંગકથનની હળવી રીતે પણ સચોટ તર્કથી મુકાયેલી છે. કાવ્યનું ‘શાંતિ શ્લોકત્વ પામી' એ અંતિમ ચરણ સુન્દરમની કાવ્યવિભાવનાનું દ્યોતક બની જાય છે. | |||
સંગ્રહને અંતે ‘કિસ સે પ્યાર—’ એ કાવ્ય મુકાયેલું છે તે 'યાત્રા'ને અંતે મુકાયેલા ‘મેરે પિયા'ની યાદ અપાવે. પરંતુ 'મેરે પિયા'ની ભાવ-સઘનતા ને ભાવગહનતા 'કિસ સે પ્યાર—'માં આવી શકી નથી. | |||
એમ કહી શકાય કે 'વરદા'માં અધ્યાત્મભાવના છત્ર નીચે વિવિધ રસોની સૃષ્ટિ પાંગરી શકી છે એને સુન્દરમના કવિગુણો અકબંધ રહ્યા છે એનો સુખદ અનુભવ થાય છે. સુન્દરમનું કવિકર્મ અહીં થોડું સંકુલ બન્યું હોવાનું પણ જણાશે ને તેથી આ કાવ્યસંગ્રહ અભ્યાસીઓને માટે ઉત્તેજક બનશે. કાવ્યરસિકો તો ૩૯ વર્ષે મળતા સુન્દરમના કાવ્ય-સંગ્રહથી ધન્યતા અનુભવશે. | |||
* | |||
પ્રત્યક્ષ, એપ્રિલ-જૂન, ૧૯૯૧ | |||
*** | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
edits