23,710
edits
(+1) |
(+1) |
||
| Line 135: | Line 135: | ||
{{Block center|'''<poem>‘નહિ નહિ ખમીએ રૂઢિતાપે કર્મભૂમિમાં વસતાં | {{Block center|'''<poem>‘નહિ નહિ ખમીએ રૂઢિતાપે કર્મભૂમિમાં વસતાં | ||
નહિ નહિ જોઈએ સન્તતિજનને, દાસપણાથી સસતાં, | નહિ નહિ જોઈએ સન્તતિજનને, દાસપણાથી સસતાં, | ||
{{ | {{right|મારતાં બાણ, આપશું પ્રાણ.’}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એમ અવિરત પોકાર કર્યા કરનાર સ્વાતંત્ર્યભક્તના ઉદગારથી એ ભરપૂર છે, એટલે ઉત્તમ સ્વાતંત્ર્યમન્દિર તો નિઃશંક છે જ, અને તેથી જ એના મુખવચનરૂપે બર્ન્સના શબ્દો મૂક્યા છે કે : | એમ અવિરત પોકાર કર્યા કરનાર સ્વાતંત્ર્યભક્તના ઉદગારથી એ ભરપૂર છે, એટલે ઉત્તમ સ્વાતંત્ર્યમન્દિર તો નિઃશંક છે જ, અને તેથી જ એના મુખવચનરૂપે બર્ન્સના શબ્દો મૂક્યા છે કે : | ||
| Line 149: | Line 149: | ||
સ્વાતંત્ર્યની પેઠ સ્વદેશપ્રેમનો પણ નર્મદ જુસ્સાદાર ગાયક હતો. સ્વદેશાભિમાન એ શબ્દ જ ગુજરાતને સૌથી પહેલો એણે આપ્યો, અને એ સ્વદેશાભિમાનની લાગણીનો સર્વોત્તમ સાક્ષાત્કાર પણ ગુજરાતી સાહિત્યમાં સૌથી પહેલો એણે જ કરાવ્યો. એની સમસ્ત લેખનપ્રવૃત્તિના મૂળમાં એના સ્વદેશપ્રેમ જ રહેલો હતો. દેશની દુર્દશા જોઈને એને પાર વગરનું દુઃખ થતું હતું, અને એ દુર્દશા કોઈરીતે દૂર કરી શકાય એમ હોય તો કરવાના ઉદેશથી જ એ વિવિધ વિષયોમાં કલમ ચલાવી રહ્યો હતો. ખરી રીતે તો, એકલા નર્મદની જ નહિ પણ એ આખા યુગની સઘળી સાહિત્યપ્રવૃત્તિનું મુખ્ય લક્ષ્ય દેશોદ્ધારનું જ હતું, પણ નર્મદ યુગમૂર્તિ હતો, તથી એનામાં એ યુગલક્ષણો સૌથી ઉત્કટ રૂપમાં જોઈ શકાય છે. | સ્વાતંત્ર્યની પેઠ સ્વદેશપ્રેમનો પણ નર્મદ જુસ્સાદાર ગાયક હતો. સ્વદેશાભિમાન એ શબ્દ જ ગુજરાતને સૌથી પહેલો એણે આપ્યો, અને એ સ્વદેશાભિમાનની લાગણીનો સર્વોત્તમ સાક્ષાત્કાર પણ ગુજરાતી સાહિત્યમાં સૌથી પહેલો એણે જ કરાવ્યો. એની સમસ્ત લેખનપ્રવૃત્તિના મૂળમાં એના સ્વદેશપ્રેમ જ રહેલો હતો. દેશની દુર્દશા જોઈને એને પાર વગરનું દુઃખ થતું હતું, અને એ દુર્દશા કોઈરીતે દૂર કરી શકાય એમ હોય તો કરવાના ઉદેશથી જ એ વિવિધ વિષયોમાં કલમ ચલાવી રહ્યો હતો. ખરી રીતે તો, એકલા નર્મદની જ નહિ પણ એ આખા યુગની સઘળી સાહિત્યપ્રવૃત્તિનું મુખ્ય લક્ષ્ય દેશોદ્ધારનું જ હતું, પણ નર્મદ યુગમૂર્તિ હતો, તથી એનામાં એ યુગલક્ષણો સૌથી ઉત્કટ રૂપમાં જોઈ શકાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem> | {{Block center|'''<poem>‘ખરેખરી છે વાત, રાત છે હિન્દુઓને, | ||
કહારે રે પ્રભાત, થશે નર્મદ તેઓને? | કહારે રે પ્રભાત, થશે નર્મદ તેઓને? | ||
થઈ ફરી પરભાત, પછી મધ્યાહ્ન થઈ રહે, | થઈ ફરી પરભાત, પછી મધ્યાહ્ન થઈ રહે, | ||
| Line 161: | Line 161: | ||
એ પંક્તિઓમાં મૂર્ત થતી આદ્ર વતનભક્તિ આટલાં વર્ષ પછી પણ ગુજરાતી કવિતામાં ક્વચિત જ જડશે. નર્મદના પ્રબળ સ્વત્ત્વનો એ ઉત્તમ નમૂનો છે. એને પોતાનું સઘળું કેટલું પ્રિય અને પૂજ્ય લાગતું હતું તે એમાંથી સ્પષ્ટ જોઈ શકાય છે. એનું બીજું કાવ્ય ‘જય જય ગરવી ગુજરાત' તો એની કાવ્યમાલાનો મેર જ છે. શુદ્ધ કવિત્વની દૃષ્ટિએ સંપૂર્ણતાની વધુમાં વધુ નિકટ પહોંચી શકે એવાં જે થોડાં કાવ્યો નર્મદ રચી શકેલો તેમાં એ મુખ્ય છે. અને તેથી યોગ્ય રીતે જ એ ગુજરાતનું રાષ્ટ્રગીત બની ગયું છે. ગુજરાતને રાષ્ટ્રની પદવી જ સૌથી પહેલી એ કાવ્ય અપાવી. ત્યાં સુધી ‘ગાંડી ગુજરાત'ને નામે વગોવાતી ગુજરાતને ‘ગરવી' કરી તે એણે જ. અને ગુજરાતની અસ્મિતાનો આ ભાવ એના ઘટમાં જીવનભર નિરન્તર ઘૂંટાયા કરેલો તેથી જ ‘ગરવી ગુજરાત' માં એ તેના ભૂતકાલના ગૌરવનું તેમ ભાવિ યશનું આવું પ્રેરક ચિત્ર દોરી શકેલો. નર્મદના કાવ્યસમૂહમાં નિ:શંક અમર ઠરી ચૂકેલી કૃતિને આ અને એનું ત્રીજું કાવ્ય ‘હિન્દુઓની પડતી' તે તો એક રીતે આ યુગનું મહાકાવ્ય ગણાય એવું છે. નર્મદને એક મહાકાવ્ય રચવાના ભારે કોડ હતા, પણ પ્રકૃતિથી એ પરલક્ષી કવિ થવાને યોગ્ય નહોતો, એટલે ઘણી ઘણી વાર પ્રયત્ન કરી જોયા છતાં મહાકાવ્ય રચવાની એની મહેચ્છા એ પાર પાડી શકેલો નહિ. નર્મદયુગે સાચું મહાકાવ્ય તો એક પણ સર્જ્યું નથી, પણ આખા યુગમાં સમસ્ત પ્રજાના ચિત્તમાં પ્રવર્તતી ભાવનાઓને આછાપાતળા કાવ્યરસે રસીને સાકાર કરવા મથતી કૃતિને જો એ નામ આપી શકાતું હોય તો એવી બે કૃતિઓ એ યુગમાં મળે છે : તેમાં એક દલપતનું ‘વેનચરિત્ર' અને બીજી નર્મદની આ ‘હિન્દુઓની પડતી' દલપત અને નર્મદનાં જીવનની પેઠે એમનાં આ બન્ને કાવ્યો પણ પરસ્પર પૂરક જેવાં છે. દલપતના ‘વેનચરિત્ર'ને એ યુગના મહાકાવ્યનો પૂર્વાર્ધ કહી શકીએ, તો નર્મદની ‘હિન્દુઓની પડતી'ને તેનો ઉત્તરાર્ધ કહી શકીએ. એના મુખ્ય ત્રણ ગુણો એને ગુજરાતી ભાષામાં મહત્ત્વનું પદ અપાવશે : (૧) ઊંડા હૃદયની ઊકળતી દેશદાઝ, (૨) દેશની દુર્દશા વિશેનું બહુ માર્મિક નહિ છતાં વ્યાપક ચિન્તન, અને (૩) ઊછળતી જોમદાર બાની. | એ પંક્તિઓમાં મૂર્ત થતી આદ્ર વતનભક્તિ આટલાં વર્ષ પછી પણ ગુજરાતી કવિતામાં ક્વચિત જ જડશે. નર્મદના પ્રબળ સ્વત્ત્વનો એ ઉત્તમ નમૂનો છે. એને પોતાનું સઘળું કેટલું પ્રિય અને પૂજ્ય લાગતું હતું તે એમાંથી સ્પષ્ટ જોઈ શકાય છે. એનું બીજું કાવ્ય ‘જય જય ગરવી ગુજરાત' તો એની કાવ્યમાલાનો મેર જ છે. શુદ્ધ કવિત્વની દૃષ્ટિએ સંપૂર્ણતાની વધુમાં વધુ નિકટ પહોંચી શકે એવાં જે થોડાં કાવ્યો નર્મદ રચી શકેલો તેમાં એ મુખ્ય છે. અને તેથી યોગ્ય રીતે જ એ ગુજરાતનું રાષ્ટ્રગીત બની ગયું છે. ગુજરાતને રાષ્ટ્રની પદવી જ સૌથી પહેલી એ કાવ્ય અપાવી. ત્યાં સુધી ‘ગાંડી ગુજરાત'ને નામે વગોવાતી ગુજરાતને ‘ગરવી' કરી તે એણે જ. અને ગુજરાતની અસ્મિતાનો આ ભાવ એના ઘટમાં જીવનભર નિરન્તર ઘૂંટાયા કરેલો તેથી જ ‘ગરવી ગુજરાત' માં એ તેના ભૂતકાલના ગૌરવનું તેમ ભાવિ યશનું આવું પ્રેરક ચિત્ર દોરી શકેલો. નર્મદના કાવ્યસમૂહમાં નિ:શંક અમર ઠરી ચૂકેલી કૃતિને આ અને એનું ત્રીજું કાવ્ય ‘હિન્દુઓની પડતી' તે તો એક રીતે આ યુગનું મહાકાવ્ય ગણાય એવું છે. નર્મદને એક મહાકાવ્ય રચવાના ભારે કોડ હતા, પણ પ્રકૃતિથી એ પરલક્ષી કવિ થવાને યોગ્ય નહોતો, એટલે ઘણી ઘણી વાર પ્રયત્ન કરી જોયા છતાં મહાકાવ્ય રચવાની એની મહેચ્છા એ પાર પાડી શકેલો નહિ. નર્મદયુગે સાચું મહાકાવ્ય તો એક પણ સર્જ્યું નથી, પણ આખા યુગમાં સમસ્ત પ્રજાના ચિત્તમાં પ્રવર્તતી ભાવનાઓને આછાપાતળા કાવ્યરસે રસીને સાકાર કરવા મથતી કૃતિને જો એ નામ આપી શકાતું હોય તો એવી બે કૃતિઓ એ યુગમાં મળે છે : તેમાં એક દલપતનું ‘વેનચરિત્ર' અને બીજી નર્મદની આ ‘હિન્દુઓની પડતી' દલપત અને નર્મદનાં જીવનની પેઠે એમનાં આ બન્ને કાવ્યો પણ પરસ્પર પૂરક જેવાં છે. દલપતના ‘વેનચરિત્ર'ને એ યુગના મહાકાવ્યનો પૂર્વાર્ધ કહી શકીએ, તો નર્મદની ‘હિન્દુઓની પડતી'ને તેનો ઉત્તરાર્ધ કહી શકીએ. એના મુખ્ય ત્રણ ગુણો એને ગુજરાતી ભાષામાં મહત્ત્વનું પદ અપાવશે : (૧) ઊંડા હૃદયની ઊકળતી દેશદાઝ, (૨) દેશની દુર્દશા વિશેનું બહુ માર્મિક નહિ છતાં વ્યાપક ચિન્તન, અને (૩) ઊછળતી જોમદાર બાની. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem> | {{Block center|'''<poem>‘દેખી દારુણ દેશીનાં દુ:ખ, નર્મદદિલ દાઝે છે | ||
પેખી પરદેશીનાં ઊંચાં સુખ, નર્મદદિલ દાઝે છે.’</poem>'''}} | પેખી પરદેશીનાં ઊંચાં સુખ, નર્મદદિલ દાઝે છે.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 167: | Line 167: | ||
સ્વાતત્ર્ય અને સ્વદેશપ્રેમની સાથે નર્મદે જે ત્રીજું તત્ત્વ ગુજરાના કવિતામાં ઉમેર્યું તે શૌર્યનું. ગુજરાતી ભાષામાં સાચો વીરરસ સૌથી પહેલો આણ્યો તે નર્મદ જ. પ્રાચીન ગુજરાતીમાં પ્રેમાનન્દઆદિ કવિઓનાં આખ્યાનકાવ્યોમાં યુદ્ધવર્ણન પ્રસંગે કેટલાક વીરરસ આવતો ખરો, પણ નવલરામ કહે છે તેમ કાલ્પનિક શસ્ત્રોથી ખેલેલાં એ અસંભવિત યુદ્ધોમાંનો વીરરસ આજના વિજ્ઞાનપ્રધાન યુગમાં કોઈને આકર્ષી શકે એવો રહ્યો નથી. એટલે ગુજરાતી સાહિત્યમાં હૃદયને ધમધમાવીને ઉશ્કેરી મૂકે એવો સાચો વીરરસ તો સૌથી પહેલો નર્મદે જ આણ્યો ગણાશે. અને એણે આણેલું આ ત્રીજું તત્ત્વ પણ એની પ્રકૃતિ તેમ પરિસ્થિતિ ઉભયના સીધા પરિણામરૂપ હતું. કેમકે નર્મદ એટલે પ્રકૃતિથી જ જંગમસ્ત જોદ્ધો. આખા ગુજરાતી સાહિત્યમાં જેને શૌર્યમૂર્તિ કહી શકીએ એવો કોઈ કવિ થઈ ગયો હોય તો તે નર્મદ જ છે. અહંતાની પેઠે શૌર્યનો પણ એનામાં અતિરેક હતો એમ કહીએ તો પણ ચાલે. એનો જીવનમન્ત્રજ ‘પ્રેમશૌર્ય'નો હતો, અને એ સૂચવે છે તેમ એના જીવનમાં પ્રાધાન્ય પણ પ્રેમની સાથે શૌર્યનું જ હતું. એની રગેરગમાં શૌર્યનો જુસ્સો ઊછળી રહ્યો હતો, અને એને રોમેરોમ યુયુત્સા વ્યાપી રહી હતી ‘જુદ્ધ, જુદ્ધ'એ જ એની જીવનભરની ઝંખના હતી. આવો શૌર્યોન્માદથી ચક્ચુર પુરુષ કાવ્યરચના કરવા લાગે એટલે વીરરસ ભણી વળે એમાં જરા યે આશ્ચર્ય નથી. તેમાં યે એને તો સ્વભાવની સાથે સમય પણ શૌર્ય તરફ પ્રેરે એવો હતો. નર્મદનો સમય એટલે સુધારાદિત્ય અને વહેમજવન વચ્ચેના દારુણ યુદ્ધનો સમય. એણે પોતે વર્ણવ્યું છે તેમ એ જમાનામાં તો | સ્વાતત્ર્ય અને સ્વદેશપ્રેમની સાથે નર્મદે જે ત્રીજું તત્ત્વ ગુજરાના કવિતામાં ઉમેર્યું તે શૌર્યનું. ગુજરાતી ભાષામાં સાચો વીરરસ સૌથી પહેલો આણ્યો તે નર્મદ જ. પ્રાચીન ગુજરાતીમાં પ્રેમાનન્દઆદિ કવિઓનાં આખ્યાનકાવ્યોમાં યુદ્ધવર્ણન પ્રસંગે કેટલાક વીરરસ આવતો ખરો, પણ નવલરામ કહે છે તેમ કાલ્પનિક શસ્ત્રોથી ખેલેલાં એ અસંભવિત યુદ્ધોમાંનો વીરરસ આજના વિજ્ઞાનપ્રધાન યુગમાં કોઈને આકર્ષી શકે એવો રહ્યો નથી. એટલે ગુજરાતી સાહિત્યમાં હૃદયને ધમધમાવીને ઉશ્કેરી મૂકે એવો સાચો વીરરસ તો સૌથી પહેલો નર્મદે જ આણ્યો ગણાશે. અને એણે આણેલું આ ત્રીજું તત્ત્વ પણ એની પ્રકૃતિ તેમ પરિસ્થિતિ ઉભયના સીધા પરિણામરૂપ હતું. કેમકે નર્મદ એટલે પ્રકૃતિથી જ જંગમસ્ત જોદ્ધો. આખા ગુજરાતી સાહિત્યમાં જેને શૌર્યમૂર્તિ કહી શકીએ એવો કોઈ કવિ થઈ ગયો હોય તો તે નર્મદ જ છે. અહંતાની પેઠે શૌર્યનો પણ એનામાં અતિરેક હતો એમ કહીએ તો પણ ચાલે. એનો જીવનમન્ત્રજ ‘પ્રેમશૌર્ય'નો હતો, અને એ સૂચવે છે તેમ એના જીવનમાં પ્રાધાન્ય પણ પ્રેમની સાથે શૌર્યનું જ હતું. એની રગેરગમાં શૌર્યનો જુસ્સો ઊછળી રહ્યો હતો, અને એને રોમેરોમ યુયુત્સા વ્યાપી રહી હતી ‘જુદ્ધ, જુદ્ધ'એ જ એની જીવનભરની ઝંખના હતી. આવો શૌર્યોન્માદથી ચક્ચુર પુરુષ કાવ્યરચના કરવા લાગે એટલે વીરરસ ભણી વળે એમાં જરા યે આશ્ચર્ય નથી. તેમાં યે એને તો સ્વભાવની સાથે સમય પણ શૌર્ય તરફ પ્રેરે એવો હતો. નર્મદનો સમય એટલે સુધારાદિત્ય અને વહેમજવન વચ્ચેના દારુણ યુદ્ધનો સમય. એણે પોતે વર્ણવ્યું છે તેમ એ જમાનામાં તો | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem> | {{Block center|'''<poem>‘વ્હેમયવનની સાથ, સુધારાદિત્ય લડે છે, | ||
ભરતખંડમાં જુદ્ધ, કહું ચોમેર મચે છે. | ભરતખંડમાં જુદ્ધ, કહું ચોમેર મચે છે. | ||
વ્હેમી બહુ ગુજરાત, તહાં સુધારાપક્ષી, | વ્હેમી બહુ ગુજરાત, તહાં સુધારાપક્ષી, | ||
| Line 205: | Line 205: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem> | {{Block center|'''<poem> | ||
‘ગરજુ થઈ જાચીશ નહિ કેથે, પાડ ન રાખીશ કોહોનો.’</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અને આ નિશ્ચયમાંથી એ કદી પણ ચળેલો? પૈસા ખાતર એણે કોઈની પણ ખુશામત કરેલી? જરા યે નહિ. જુઓ એના જ શબ્દો : | અને આ નિશ્ચયમાંથી એ કદી પણ ચળેલો? પૈસા ખાતર એણે કોઈની પણ ખુશામત કરેલી? જરા યે નહિ. જુઓ એના જ શબ્દો : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem> | {{Block center|'''<poem>‘દુનિયાને દોરંગી જોઈ, પ્યાર અને પૈસાને જોઈ, | ||
રૂડી ચિત્તવૃત્તિ નથી ખોઈ રે ખુશામત નથી કોઈની કરી રે.' | રૂડી ચિત્તવૃત્તિ નથી ખોઈ રે ખુશામત નથી કોઈની કરી રે.' | ||
અને અસહ્ય નાણાંભીડ ભોગવી રહેલો છતાં એની ખુમારી તો જુઓ : | અને અસહ્ય નાણાંભીડ ભોગવી રહેલો છતાં એની ખુમારી તો જુઓ : | ||
| Line 232: | Line 232: | ||
પણ એ અનુભવવાત સમજાયા છતાં એનો યશ એ છે કે એ પછી પણ એની સત્યનિષ્ઠામાં લેશ પણ ફેર પડેલો નહિ, અને જીવનભર એ મૂળથી હતો તેવો ને તેવો જ સત્યપરાયણ પુરુષ રહેલો. દુનિયામાં સાચું નથી ફાવતું એ જોયા અનુભવ્યા પછી પણ એનો આખરી નિર્ણય તો એ જ હતો કે | પણ એ અનુભવવાત સમજાયા છતાં એનો યશ એ છે કે એ પછી પણ એની સત્યનિષ્ઠામાં લેશ પણ ફેર પડેલો નહિ, અને જીવનભર એ મૂળથી હતો તેવો ને તેવો જ સત્યપરાયણ પુરુષ રહેલો. દુનિયામાં સાચું નથી ફાવતું એ જોયા અનુભવ્યા પછી પણ એનો આખરી નિર્ણય તો એ જ હતો કે | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem> | {{Block center|'''<poem>‘સાચું ફાવે થોડું જગમાંહી, તોએ સાચું તે સાચું જ ભાઈ, | ||
વિના શ્રમ દુ:ખ ચડાએ ન ઊંચાં, ઊંચા નર્મદ મુક્તિમાં તું છાં.’</poem>'''}} | વિના શ્રમ દુ:ખ ચડાએ ન ઊંચાં, ઊંચા નર્મદ મુક્તિમાં તું છાં.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વરસોનાં વરસો સુધી અસહ્ય દુઃખ વેઠ્યા પછી પણ એવી ને એવી રહેલી આ નીતિશ્રદ્ધા અને સત્યનિષ્ઠા કેટલી બધી આદર પાત્ર છે? છેલ્લે એના ચારિત્ર્યના પરમોન્નત શિખર જેવી એની ટેક લ્યો. ‘કેમ નોકરી કરું? ‘એવી એની ટેકને લીધે એને કેટલી બધી યાતનાઓ સહન કરવી પડેલી? જુઓ : | વરસોનાં વરસો સુધી અસહ્ય દુઃખ વેઠ્યા પછી પણ એવી ને એવી રહેલી આ નીતિશ્રદ્ધા અને સત્યનિષ્ઠા કેટલી બધી આદર પાત્ર છે? છેલ્લે એના ચારિત્ર્યના પરમોન્નત શિખર જેવી એની ટેક લ્યો. ‘કેમ નોકરી કરું? ‘એવી એની ટેકને લીધે એને કેટલી બધી યાતનાઓ સહન કરવી પડેલી? જુઓ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem> | {{Block center|'''<poem>‘પણ નર્મદ શું ખાવું કાલ, કુટુંબના એવા જહાં હાલ; | ||
જ્ઞાન શું આવે આડે તહાં, શૂર ન થાય શું કાયર તહાં ? | જ્ઞાન શું આવે આડે તહાં, શૂર ન થાય શું કાયર તહાં ? | ||
કુટુંબ રોયાં કરતું રોજ, માણવિ શું તેમાં રે મોજ? | કુટુંબ રોયાં કરતું રોજ, માણવિ શું તેમાં રે મોજ? | ||
| Line 268: | Line 268: | ||
એ જ કોટિનો એનો આ પરાજય નથી લાગતો? હાર્યા છતાં ખરો વીરનર તો એ જ થઈ ગયો એમ સમસ્ત જગત પોકારી ઊઠે એવી જ એની હાર નહોતી? ‘હારે પણ કરતો ડંકો' એ એના જ શબ્દો એને આંહીં લાગુ નથી પડતા? અને તેથી પોતાને માટે જે અન્તિમ કાવ્ય એ રચી ગયો છે તે અક્ષરેઅક્ષર યથાર્થ નથી લાગતું?-કે | એ જ કોટિનો એનો આ પરાજય નથી લાગતો? હાર્યા છતાં ખરો વીરનર તો એ જ થઈ ગયો એમ સમસ્ત જગત પોકારી ઊઠે એવી જ એની હાર નહોતી? ‘હારે પણ કરતો ડંકો' એ એના જ શબ્દો એને આંહીં લાગુ નથી પડતા? અને તેથી પોતાને માટે જે અન્તિમ કાવ્ય એ રચી ગયો છે તે અક્ષરેઅક્ષર યથાર્થ નથી લાગતું?-કે | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem> | {{Block center|'''<poem>‘આહા કેવાં યશગીત ગવાએ, જોદ્ધો રણે લડતો પડી જાએ. | ||
લાંબો ચતોપાટ એ પડ્યો શોભે, વ્હે છાતી ઘાએ કપાળ તો જોભે.’</poem>'''}} | લાંબો ચતોપાટ એ પડ્યો શોભે, વ્હે છાતી ઘાએ કપાળ તો જોભે.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 274: | Line 274: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem> | {{Block center|'''<poem>‘જૂવો જૂવો રે, મેદાનોમાં આવી કે, વ્હાણેલાં કેવાં વાયે રે! | ||
ખોળાં ધોળાં રે, નિરમળ નીર નીરજ કે, વ્હાણેલાં કેવાં વાયે રે! | ખોળાં ધોળાં રે, નિરમળ નીર નીરજ કે, વ્હાણેલાં કેવાં વાયે રે! | ||
સૂણો સૂણો રે, છેટેના અવાજ કે, વ્હાણેલાં કેવાં વાયે રે! | સૂણો સૂણો રે, છેટેના અવાજ કે, વ્હાણેલાં કેવાં વાયે રે! | ||