સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ/પંડિતયુગનું મહાકાવ્ય (સરસ્વતીચંદ્ર વિશે): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
No edit summary
Line 49: Line 49:
{|style="border-right:૦px #000 solid;width:100%;padding-right:0.5em;"
{|style="border-right:૦px #000 solid;width:100%;padding-right:0.5em;"
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|colspan=2|સર્જન-વાર્તાભાગ                                          
|colspan=2|<center>સર્જન-વાર્તાભાગ     </center>                                   
|colspan=2|ચિંતન -વાર્તાભાગ
|colspan=2|<center>ચિંતન -વાર્તાભાગ</center>
|-
|-
|સંખ્યા       
|સંખ્યા       
Line 102: Line 102:
|૩૮  
|૩૮  
|}<br>
|}<br>
આમ પ્રથમ દર્શને ૩૮ પ્રકરણ સર્જનનાં અને ૧૪ ચિન્તનના એવી સ્થિતિ નજરે પડે છે. આમાં થોડાઘણા મતભેદને અવકાશ ગણીએ ને સર્જનનાં ત્રણેક પ્રકરણેને ચિન્તનવર્ગમાં લઈ જઇએ તો પણ ૩૫ અને ૧૭ એવો વિભાગ પડશે, અને એ રીતે પણ ચિન્તન કરતાં સર્જનનું પ્રમાણ ઓછામાં ઓછું બમણું જણાશે.</ref> જોવામાં આવે છે. આ ભાગમાં ગોવર્ધનરામ જોકે પ્રધાન રીતે ચિન્તક અને શિક્ષક બન્યા છે, છતાં શિક્ષક તરીકે પણ એ માનસશાસ્ત્રના નિયમો સમજનાર કુશળ શિક્ષક હતા, એટલે ચિન્તનનો ભાર એકીસાથે અથવા એક જ આકારમાં એમણે વાચકના ચિત્ત પર ક્યાં યે લાદ્યો નથી, પણ પહેલાં ત્રણ પ્રકરણ વાર્તાનાં તો ચોથું એક ચિન્તનનું, વળી પાછાં ત્રણ-ચાર પ્રકરણ બીજાં વાર્તાનાં ને એક ચિન્તનનું, એમ વાંચનારનું મગજ કંટાળે નહિ અને કંટાળ્યું હોય તો તરત પાછું તાજું પ્રફુલ્લ બની જાય એવી યોજના સળંગ રીતે કરી છે. ઉદાહરણ તરીકે આ ભાગનું સૌથી પહેલું ચિન્તનાત્મક પ્રકરણ ‘દેશી રાજ્યોનો શો ખપ છે ? વગેરે' વાળું છે, તો એની પહેલાંનાં ત્રણ એ એની પછીનું એક શુદ્ધ સર્જનાત્મક પ્રકરણ છે. આમ એકંદરે પાંચ રંજક પ્રકરણો વચ્ચે એક ચિન્તક પ્રકરણ આપ્યું છે. પછીનું બીજું ચિન્તનાત્મક પ્રકરણ 'સરસ્વતીચન્દ્રની અશ્રુધારા' એ છે. પણ તે યે આગળ એક ને પાછળ ચાર એમ પાંચ સર્જનાત્મક પ્રકરણોની વચ્ચે આવેલું છે. તે પછીનું ત્રીજું ચિન્તનાત્મક પ્રકરણ ‘મલ્લમહાભવન' વાળું છે, પણ તે આગળ ચાર અને પાછળ છ સર્જનાત્મક પ્રકરણોની બેવડ વચ્ચે કુશળતાપૂર્વક ગૂંથેલું છે. આમ ધ્યાનપૂર્વક જોશો તો સળંગ રીતે ચિન્તનની બન્ને બાજૂ સર્જનનું મોટું પ્રમાણ રાખીને એને બને તેટલું હળવું અને સુગ્રાહ્ય કરવાનો કર્તાએ સફળ પ્રયત્ન કર્યો છે. વળી ગોવર્ધનરામના ચિન્તનના આકાર વિશે પણ એક વાત ખાસ લક્ષમાં રાખવા જેવી છે. એમની પૂર્વેના આપણા આદ્ય નવલકથાકાર નન્દશંકર પણ એમના જમાનાના ચિન્તનપરાયણ જ્ઞાનરસિક પંડિત હતા, અને 'કરણઘેલા'માં એમણે ચિન્તનતત્ત્વ ઠેરઠેર વેર્યું છે.પણ એ બધા ચિન્તનને રજૂ કરવાને માટે એમને સીધા સાદા શુદ્ધ નિર્ભેળ નિબન્ધ સિવાય બીજો એકે આકાર જયો નથી, ત્યારે ગોવર્ધનરામની ખૂબી એ છે કે એમણે એક પણ સ્થળે પોતાનું ચિન્તન ખુલ્લા નિબંધના આકારમાં મૂક્યું નથી. ચાલુ વાર્તાપ્રસંગમાં પોતાને કંઈ ચિન્તનકણિકા રજૂ કરવી હોય તો પણ મોટે ભાગે એ ગ્રન્થકારરૂપે સ્વમુખે રજૂ કરતા નથી પણ આજૂબાજૂ જે કોઈ પાત્ર હોય તેના મન્તવ્ય કે વિચારરૂપે જ તે રજૂ કરે છે. એટલે એ આજે વાર્તા વચ્ચે દોઢડહાપણ કરવાની કે ડપકાં મૂકવાની જે છૂટ રા. રમણલાલ દેસાઈ અસહ્ય પ્રમાણમાં લઈ રહ્યા છે તે છૂટ પુરાણી તરીકે બહુ નિન્દાએલા ગોવર્ધનરામે ઓછામાં ઓછી લીધી છે. અને જ્યારે એમને કોઈ વિષય ઉપર લાંબી વિચારમાલા આપવી હોય ત્યારે તેને નિર્ભેળ નિબંધનું રૂપ ન આપતાં એકવાર અફલાતૂની સંવાદ તો બીજીવાર જુદાં જુદાં પાત્રો વચ્ચેની પત્રમાલા, ત્રીજીવાર વળી પૌરાણિક પાત્રો પર રચાએલું રૂપક તો ચોથીવાર નાયક-નાયિકાએ જોએલી સ્વપ્નસૃષ્ટિ અને પાંચમી વાર આચાર્યનું ધર્મપ્રવચન એમ વિવિધ વેશમાં-અને તે પણ નવલકથાને સૌથી નિકટના ગણાય એવા સંવાદ, પત્ર, રૂપક, સ્વપ્નદર્શન આદિ વાર્તાત્મક વેશમાં-રજૂ કરવાની ખાસ કાળજી રાખી છે. એટલે આ દૃષ્ટિએ જોશો તો ખાતરી થશે કે વાર્તાને ચિન્તનપ્રધાન બનાવવાની છે એ કર્તાનું પૂર્વનિણિત પ્રયોજન એકવાર સ્વીકારી લ્યો, તો પછી એને વાર્તાની મર્યાદાની અંદર રાખવાનો અને એમાંના ચિન્તનને પણ નિબન્ધ જેવા એકના એક નીરસ આકારમાં ઠાલવવાને બદલે પત્ર, રૂપક, સંવાદ, સ્વપ્નદર્શન આદિ વાર્તાત્મક સાહિત્યપ્રકાર રૂપે રજૂ કરીને એ ચિન્તનને બને તેટલું રોચક રૂપ આપવાનો ગોવર્ધનરામે આમાં સળંગ રીતે પ્રયત્ન કર્યો છે, અને પ્રાકૃત વાર્તાવાચકને એ ચિન્તનાત્મક ભાગો ભલે નીરસ લાગે, પણ એના સાચા અધિકારી વાચકોની દૃષ્ટિએ તો એ પ્રયત્નમાં ગોવર્ધનરામ પૂરેપૂરા સફળ પણ થયા છે. ગોવર્ધનરામે પોતાના ચિન્તનતત્ત્વને બને તેટલું રોચક અને સુભોગ્ય રૂપ આપવાને વસ્તુસંક્લનામાં જે યોજના કુશલતાપૂર્વક કરી છે તે આ રીતે જોઈ ગયા પછી હવે આપણે જરા શાન્તિથી વિચાર કરીએ કે, ‘સરસ્વતીચન્દ્ર'ના એ ચિન્તનતત્ત્વથી એટલા બધા શરમાવાની કે એનો બચાવ કરવા બેસવાની જરૂર છે ખરી ? આજે આપણે નવલકથામાં ચિન્તનઅંશથી ભલે ને ગમે તેટલા ભડકીને ભાગીએ, પણ નવલકથામાંથી ચિન્તનનો સદન્તર વિલોપ કે બહિષ્કાર શું જગતમાં કદી પણ થઈ શકવાનો છે ? આજની ગુજરાતી વાર્તાપ્રણાલી આગલા યુગની વાર્તાપ્રણાલી સામેના સીધા પ્રત્યાઘાતરૂપે જન્મી છે, એટલે સ્વાભાવિક રીતે આજે ઐ ગંભીરતા અને ચિન્તનની સામે મુખ મરડીને બેઠી છે. પણ આજની નવલકથાએ ગંભીરતા અને ચિન્તન સામે મુખ મરડ્યું માટે સદાકાળની નવલકથાએ પણ મરડ્યું એમ થોડું જ બનવાનું છે? આગલા યુગની સામે જેમ આજના યુગે પ્રત્યાઘાત કર્યો, તેમ આજના યુગ સામે પણ એવો જ પ્રત્યાઘાત કરનારી નવી વાર્તાપ્રણાલી ગુજરાતમાં પણ આવવાની જ છે. એ આજે આવે, પંદર વરસે આવે, કે પછી પચાસ વરસે આવે, એવું બંડ જગાવનારો ભાવિ નવલકથાકાર આજે પાઠશાળામાં ભણી રહ્યો હોય કે પારણામાં ઝૂલી રહ્યો અથવા પચીસ વરસ પછી જન્મવાનો પણ હોય, પણ જ્યારે આવશે ત્યારે એને બંડ તો આજની વાર્તાપ્રણાલીના કેવળ ધડાકાભડાકા, દોડાદોડ, અને મારામારને સર્વસ્વ માનતા છીછરાપણા સામે જ જગાવવું પડશે, અને પછી એ સમયની નવલકથા ભલે 'સરસ્વતીચન્દ્ર'ના જેવી આજે ઘણાને અતિ ગંભીર ‘પુરાણ' જેવી લાગે છે તેવી ન બને, છતાં પાંડિત્ય, ચિન્તન, અને ગાંભીર્યના અંશો ભલે જુદા રૂપમાં અને જુદા પ્રમાણમાં પણ એનામાં અવશ્ય આવવાના જ છે. એનું કારણ એ છે કે નવલકથા ગમે તેટલું કરે તો પણ ગંભીરતા અને ચિન્તનનું તત્ત્વ બહુ લાંબા કાળ માટે તો પોતામાંથી બાતલ રાખી શકે જ નહિ, કેમકે માનવજાતિને જમાને જમાને મથ્યા કરતા મહાપ્રશ્નોને સર્વભોગ્ય સર્જનકૃતિરૂપે મૂર્ત કરવાનું એ જ સબળમાં સબળ મુખ્ય સાધન છે. એટલે નવલકથામાંના નિબંધતત્ત્વને આજે આપણે ભલેને ગમે તેટલી ગાળો દઈએ, પણ નિબંધ સાથેની એની સગાઈ હંમેશને માટે કદી તૂટવાની જ નથી. નવલકથાની ઉત્પત્તિનો ઇતિહાસ તપાસો તો પણ નિબંધ સાથેનો એનો સંબન્ધ અવિયોજય જણાશે. આ સાહિત્યપ્રકાર આજના રૂપમાં આપણે અંગ્રેજી પાસેથી શીખ્યા. એ અંગ્રેજીમાં નવલકથાનો જન્મ એડિસન આદિના રોજર ડી કૉવેર્લી (Roger de Coverley) જેવાં પાત્રોનાં રેખાચિત્રો આપનાર રસમય નિબન્ધોમાંથી જ થયો. એ રીતે અંગ્રેજી નવલકથાનો પૂર્વજ પુરુષ નિબન્ધ જ છે. તે પછી રેસ્ટોરેશનયુગમાં પ્યૂરિટનો રંગભૂમિ સામે સુગાયા, એટલે નાટકનાં કેટલાંક તત્ત્વોનું તેમાં મિશ્રણ કરી આ નવલકથારૂપી સાહિત્યપ્રકારને વિકસાવવામાં આવ્યો. આ રીતે નવલકથાને એક બાજુથી નિબંન્ધ તો બીજી બાજુથી નાટક સાથે બહુ જૂનો નાતો છે.૪૧<ref>૪૧. ગણિતના સમીકરણના રૂપમાં કહીએ તો નવલકથા = વાર્તા + નિબન્ધ + નાટક </ref> આમાંથી યુગેયુગે જુદા જુદા સર્જકો પોતપોતાની પ્રકૃતિ અને પરિસ્થિતિ અનુસાર નિબન્ધ કે નાટકના અંશો વાર્તામાં ઓછાવત્તા ઉમેરીને નવલકથાઓ રચે છે. આપણા પુરોગામી પંડિતયુગનું સ્વરૂપ એવું હતું કે એ નવલકથામાં નાટક કરતાં નિબંધના અંશો સ્વીકારે. આજનો યુગ એની સામે પ્રત્યાઘાતરૂપે ઊભો થયો છે, એટલે નવીનતા ખાતર પણ એને જુદી જ દિશા પકડવી પડી છે, અને નિબંધને બદલે નાટકના અંશોનું પ્રાધાન્ય તેમાં એને રાખવું પડયું છે. પણ તેથી નવલકથાનો નિબન્ધ સાથેનો સંબન્ધ સદાકાળને માટે તૂટી ગયો એમ માનવાનું કારણ નથી. ભવિષ્યની વાત કરવા શું કામ જવું? આજે પણ અંગ્રેજીમાં વેલ્સ જેવા વાર્તાકાર પોતાના વિચારોનો પ્રચાર કરવા માટે પોતાની નવલકથાઓમાં નિબન્ધનું તત્ત્વ કેટલું બધું મોટું રાખે છે? વેલ્સ જેવો વિચારક આજે ગુજરાત પાસે કોઈ નથી, એટલે આજે ગુજરાતમાં એકલી કૂદાકૂદમાં જ રાચતી અને ચાપલ્યચમકને જ સર્વસ્વ સમજતી રંજક વાર્તાઓનું પ્રાબલ્ય જામ્યું છે, પણ જેવો ગોવર્ધનરામ જેવો બીજો કોઈ પ્રખર વિચારક ગુજરાતમાં અવતરવાનો, અને પોતાના વિચારો જનતાના ઊંચા નીચા સર્વ થરોનાં નાનાંમોટાં સર્વ રંધ્રોમાં વ્યાપી વળે એવો અભિલાષ એને જાગવાનો, તેવો જ આજની વાર્તાપ્રણાલીમાં પલટો આવવાનો, અને ત્યારે જુદે રૂપે અને જુદી માત્રામાં પણ એમાં નિબન્ધ અને ચિન્તનનું તત્ત્વ ઓછુંવત્તું આવ્યા વિના નહિ જ રહેવાનું. ૪૨<ref>૪૨. નવલકથા અને નિબંધ વચ્ચેની આ સગાઈના વિષયમાં મોલ્ટનના નીચેના શબ્દો સ્મરણમાં રાખવા છે :- In such creative framework we have a direct link between the essay and the novel; the modern novel, in many types of it, appears as the fusion of essay with story. Perhaps this is seen most clearly in the novels of George Eliot. The woman who wrote under that name had a profound grasp of human life, and a felicity of epigrammatic expression, such as might have made her a second Bacon for the essay. But she also had a power that Bacon wholly lacked-the power of creative story. In her works we can see side by side, in equal combination, the element of essay and the element of story : instead of a miscellaneous series of essays on human life, the essay-like reflection is brought into close contact with successive points of the creative picture. Creative literature and discusses and literature thus enter upon equal terms into the modern epic of life.' The Modern Study of Literature,' p. 157, કહેવાની જરૂર નથી કે આ ફકરામાં જ્યોર્જ ઇલિયટને ઠેકાણે ગોવર્ધનરામનું નામ મૂકી દીધું હોય તો તે આખો ફકરો એમને પણ અક્ષરે અક્ષર લાગુ પડે એવો છે.</ref> એટલે એકલી આજની વાર્તા પ્રણાલી પર ફિદા થઈને 'સરસ્વતીચન્દ્ર' પર તૂટી પડવાની જરૂર નથી. અને એની અન્તિમ મૂલવણી પણ એના સામે પ્રત્યાઘાતરૂપે જન્મેલી આજની વાર્તાપ્રણાલીના પૂર્વગ્રહોથી પર રહીને તટસ્થ અને સ્વસ્થ શાન્ત ચિત્તે જ કરવાની છે. એવી પૂર્વગ્રહમુક્ત તટસ્થ દૃષ્ટિએ જોનાર સૌને સ્વયમેવ પ્રતીતિ થશે કે 'સરસ્વતીચન્દ્ર’ એના પંડિતયુગનું મહાકાવ્ય તો છે જ, પણ વિશેષમાં સમસ્ત ગુજરાતી નવલકથાસાહિત્યનો એ નગાધિરાજ છે. કેવળ આયોજનકલાને ધોરણે જુએ તેને એમાં ભલે ગમે તેટલા દોષો દેખાય, પણ નવલકથામાં કેવળ આયોજનકલા એ અન્તિમ નિર્ણયકારી તત્ત્વ છે જ નહિ. એ અન્તિમ નિર્ણયકારી તત્ત્વ તો જીવનનિર્માણની શક્તિ અને એ શક્તિનો કોઈ મહાભાવનાના નિરૂપણ વિનિયોગ એ જ છે : નવલકથાનું મુખ્ય કામ જ જીવનનું સર્જન કરવાનું છે. ૪૩<ref>૪૩. સરખાવો “The Craft of Fiction' માનું પર્સી લબકનું આ વાક્ય:- The business of the novelist is to creat life.' મોલ્ટન પણ જુદા શબ્દોમાં એ જ વાત કહે છે. એ કહે છે કે અર્વાચીન મહાટા સ્વરૂપી આ નવલકથામાં હવે વસ્તુ નહિ પણ વિષયની સામગ્રી એ મુખ્ય તત્ત્વ બની છે, જુઓ એના શબ્દો But the accent is no longer laid upon interest of plot: it is the subjectmatter which stands out, and makes the novel the epic of human life'.જ કોણ જાણે કેમ એ કામ હાથ ધરવાનું કોઈને સૂઝતું નથી.</ref> એ સર્જન તે જેટલી સાહજિકતાથી, જેટલા સામથ્ર્યથી, જેટલી કળાથી, જેટલા વિશાળ ફલક પર, અને સાથે જેટલા ઉદાત્ત, ઉચ્ચગ્રાહી, ભાવનાપ્રેરક સ્વરૂપનું કરે તેટલા પ્રમાણમાં એ નવલકથા તરીકે ઊંચા વર્ગમાં સ્થાન પામે છે. આથી જ જગતના નવલકથાના ઇતિહાસમાં પ્રથમ પંક્તિનું સ્થાન એકલી વાર્તાની રંજકતા કે વસ્તુસંકલનાની સુપ્લિષ્ટતા પર આધાર રાખતા ડૂમા કે વિલ્કી કોલિન્સ જેવાને નહિ, પણ આકારમાં ભલે અણઘડ અને સંકલનામાં ભલે શિથિલ છતાં જેની એકંદર છાપ રા. ન્હાનાલાલના 'જીભ થાકીને વિરમે રે "વિરાટ" "વિરાટ'' વદી' એ શબ્દોમાં જ વર્ણવી શકાય એવી સાગરોપમ વિશાળ ભૂમિ પર જીવનનું લીલા માત્રથી સર્જન કરતા ટૉલ્સ્ટૉય કે ડોસ્ટોયેવસ્કી જેવા બધી આયોજનકલાના નિયમોને નિરાંતે છાજલી પર ચડાવીને મનસ્વી નવલકથાઓ રચતા અડબંગ વાર્તાકારોને જ મળે છે. વસ્તુસંકલનાના વિષયમાં ગોવર્ધનરામ પણ એવા જ મનસ્વી અડબંગ વાર્તાકાર છે, પણ ‘જીભ થાકીને વિરમે રે “વિરાટ'" "વિરાટ'' વદી' એ શબ્દો આખા ગુજરાતી સાહિત્યમાં જો કોઈને પણ માટે વાપરી શકાય એમ હોય તો તે આ આપણા નવલકથાસાહિત્યના નગાધિરાજ ‘સરસ્વતીચન્દ્ર'ને માટે જ છે. નગાધિરાજની પેઠે એમાં ચડતાં ચડતાં હાંફી જઈએ, ફરતાં ફરતાં થાકી જઈએ, અને જોતાં જોતાં ભડકી જઈએ એવી કરાડો, કોતરો, ખાઈઓ વગેરે પુષ્કળ છે. પણ એકંદરે એ ગુજરાતી સાહિત્યનો ગિરિરાજ છે. એની સાથે સરખાવતાં આજની એની અનુગામી વાર્તાઓ બધી નાની નાની ટેકરીઓ જેવી જ લાગે છે-નાજુક, નમણી, મનોરમ, મનરમાડાના ને કાળગણામણાના સાંધનરૂપે આકર્ષક, પણ એકંદરે છેક જ વામણી અને અલ્પ. ચોથા ભાગમાં મધુરી અને નવીનચન્દ્રનું તારામૈત્રક થાય છે એ તરસ્થાન પર મોહની મૈયા સરસ્વતીચન્દ્રને સૌથી પહેલી વાર જુએ છે અને એને જોઈને એના ગયા પછી એના સ્વરૂપ વિશે કહે છે કે ‘ભવ્યતા અને સુન્દરતાનો સંયોગ પુરુષવર્ગમાં આજે જ પ્રત્યક્ષ કર્યો' (પૃ. ૨૬૨) અને સરસ્વતીચન્દ્ર પુરુષની પેઠે 'સરસ્વતીચન્દ્ર' ગ્રંથનું જો આપણે એક જ વાક્યમાં વર્ણન કરવું હોય તો આપણે પણ એમ જ કહીએ કે ગુજરાતી સાહિત્યમાં 'ભવ્યતા અને સુન્દરતાનો'' આવો સંયોગ આજ સુધીમાં બીજી એક પણ કૃતિમાં થયો નથી. એટલે જ આંહીં સુધીની ચર્ચાને અન્તે હવે આપણે બેધડક કહી શકીશું કે પંડિતયુગના ગુજરાતી સર્જનસાહિત્યરૂપી સુન્દરગિરિનું 'સરસ્વતીચન્દ્ર' એ ચિરંજીવ શ્રૃંગ છે, અને એની સામે ભલે ગમે તેટલા પ્રહારો કરવામાં આવે તો પણ એ ચિરંજીવ જ રહેવાનું છે.  
આમ પ્રથમ દર્શને ૩૮ પ્રકરણ સર્જનનાં અને ૧૪ ચિન્તનના એવી સ્થિતિ નજરે પડે છે. આમાં થોડાઘણા મતભેદને અવકાશ ગણીએ ને સર્જનનાં ત્રણેક પ્રકરણેને ચિન્તનવર્ગમાં લઈ જઇએ તો પણ ૩૫ અને ૧૭ એવો વિભાગ પડશે, અને એ રીતે પણ ચિન્તન કરતાં સર્જનનું પ્રમાણ ઓછામાં ઓછું બમણું જણાશે.</ref> જોવામાં આવે છે. આ ભાગમાં ગોવર્ધનરામ જોકે પ્રધાન રીતે ચિન્તક અને શિક્ષક બન્યા છે, છતાં શિક્ષક તરીકે પણ એ માનસશાસ્ત્રના નિયમો સમજનાર કુશળ શિક્ષક હતા, એટલે ચિન્તનનો ભાર એકીસાથે અથવા એક જ આકારમાં એમણે વાચકના ચિત્ત પર ક્યાં યે લાદ્યો નથી, પણ પહેલાં ત્રણ પ્રકરણ વાર્તાનાં તો ચોથું એક ચિન્તનનું, વળી પાછાં ત્રણ-ચાર પ્રકરણ બીજાં વાર્તાનાં ને એક ચિન્તનનું, એમ વાંચનારનું મગજ કંટાળે નહિ અને કંટાળ્યું હોય તો તરત પાછું તાજું પ્રફુલ્લ બની જાય એવી યોજના સળંગ રીતે કરી છે. ઉદાહરણ તરીકે આ ભાગનું સૌથી પહેલું ચિન્તનાત્મક પ્રકરણ ‘દેશી રાજ્યોનો શો ખપ છે ? વગેરે' વાળું છે, તો એની પહેલાંનાં ત્રણ એ એની પછીનું એક શુદ્ધ સર્જનાત્મક પ્રકરણ છે. આમ એકંદરે પાંચ રંજક પ્રકરણો વચ્ચે એક ચિન્તક પ્રકરણ આપ્યું છે. પછીનું બીજું ચિન્તનાત્મક પ્રકરણ 'સરસ્વતીચન્દ્રની અશ્રુધારા' એ છે. પણ તે યે આગળ એક ને પાછળ ચાર એમ પાંચ સર્જનાત્મક પ્રકરણોની વચ્ચે આવેલું છે. તે પછીનું ત્રીજું ચિન્તનાત્મક પ્રકરણ ‘મલ્લમહાભવન' વાળું છે, પણ તે આગળ ચાર અને પાછળ છ સર્જનાત્મક પ્રકરણોની બેવડ વચ્ચે કુશળતાપૂર્વક ગૂંથેલું છે. આમ ધ્યાનપૂર્વક જોશો તો સળંગ રીતે ચિન્તનની બન્ને બાજૂ સર્જનનું મોટું પ્રમાણ રાખીને એને બને તેટલું હળવું અને સુગ્રાહ્ય કરવાનો કર્તાએ સફળ પ્રયત્ન કર્યો છે. વળી ગોવર્ધનરામના ચિન્તનના આકાર વિશે પણ એક વાત ખાસ લક્ષમાં રાખવા જેવી છે. એમની પૂર્વેના આપણા આદ્ય નવલકથાકાર નન્દશંકર પણ એમના જમાનાના ચિન્તનપરાયણ જ્ઞાનરસિક પંડિત હતા, અને 'કરણઘેલા'માં એમણે ચિન્તનતત્ત્વ ઠેરઠેર વેર્યું છે.પણ એ બધા ચિન્તનને રજૂ કરવાને માટે એમને સીધા સાદા શુદ્ધ નિર્ભેળ નિબન્ધ સિવાય બીજો એકે આકાર જયો નથી, ત્યારે ગોવર્ધનરામની ખૂબી એ છે કે એમણે એક પણ સ્થળે પોતાનું ચિન્તન ખુલ્લા નિબંધના આકારમાં મૂક્યું નથી. ચાલુ વાર્તાપ્રસંગમાં પોતાને કંઈ ચિન્તનકણિકા રજૂ કરવી હોય તો પણ મોટે ભાગે એ ગ્રન્થકારરૂપે સ્વમુખે રજૂ કરતા નથી પણ આજૂબાજૂ જે કોઈ પાત્ર હોય તેના મન્તવ્ય કે વિચારરૂપે જ તે રજૂ કરે છે. એટલે એ આજે વાર્તા વચ્ચે દોઢડહાપણ કરવાની કે ડપકાં મૂકવાની જે છૂટ રા. રમણલાલ દેસાઈ અસહ્ય પ્રમાણમાં લઈ રહ્યા છે તે છૂટ પુરાણી તરીકે બહુ નિન્દાએલા ગોવર્ધનરામે ઓછામાં ઓછી લીધી છે. અને જ્યારે એમને કોઈ વિષય ઉપર લાંબી વિચારમાલા આપવી હોય ત્યારે તેને નિર્ભેળ નિબંધનું રૂપ ન આપતાં એકવાર અફલાતૂની સંવાદ તો બીજીવાર જુદાં જુદાં પાત્રો વચ્ચેની પત્રમાલા, ત્રીજીવાર વળી પૌરાણિક પાત્રો પર રચાએલું રૂપક તો ચોથીવાર નાયક-નાયિકાએ જોએલી સ્વપ્નસૃષ્ટિ અને પાંચમી વાર આચાર્યનું ધર્મપ્રવચન એમ વિવિધ વેશમાં-અને તે પણ નવલકથાને સૌથી નિકટના ગણાય એવા સંવાદ, પત્ર, રૂપક, સ્વપ્નદર્શન આદિ વાર્તાત્મક વેશમાં-રજૂ કરવાની ખાસ કાળજી રાખી છે. એટલે આ દૃષ્ટિએ જોશો તો ખાતરી થશે કે વાર્તાને ચિન્તનપ્રધાન બનાવવાની છે એ કર્તાનું પૂર્વનિણિત પ્રયોજન એકવાર સ્વીકારી લ્યો, તો પછી એને વાર્તાની મર્યાદાની અંદર રાખવાનો અને એમાંના ચિન્તનને પણ નિબન્ધ જેવા એકના એક નીરસ આકારમાં ઠાલવવાને બદલે પત્ર, રૂપક, સંવાદ, સ્વપ્નદર્શન આદિ વાર્તાત્મક સાહિત્યપ્રકાર રૂપે રજૂ કરીને એ ચિન્તનને બને તેટલું રોચક રૂપ આપવાનો ગોવર્ધનરામે આમાં સળંગ રીતે પ્રયત્ન કર્યો છે, અને પ્રાકૃત વાર્તાવાચકને એ ચિન્તનાત્મક ભાગો ભલે નીરસ લાગે, પણ એના સાચા અધિકારી વાચકોની દૃષ્ટિએ તો એ પ્રયત્નમાં ગોવર્ધનરામ પૂરેપૂરા સફળ પણ થયા છે. ગોવર્ધનરામે પોતાના ચિન્તનતત્ત્વને બને તેટલું રોચક અને સુભોગ્ય રૂપ આપવાને વસ્તુસંક્લનામાં જે યોજના કુશલતાપૂર્વક કરી છે તે આ રીતે જોઈ ગયા પછી હવે આપણે જરા શાન્તિથી વિચાર કરીએ કે, ‘સરસ્વતીચન્દ્ર'ના એ ચિન્તનતત્ત્વથી એટલા બધા શરમાવાની કે એનો બચાવ કરવા બેસવાની જરૂર છે ખરી ? આજે આપણે નવલકથામાં ચિન્તનઅંશથી ભલે ને ગમે તેટલા ભડકીને ભાગીએ, પણ નવલકથામાંથી ચિન્તનનો સદન્તર વિલોપ કે બહિષ્કાર શું જગતમાં કદી પણ થઈ શકવાનો છે ? આજની ગુજરાતી વાર્તાપ્રણાલી આગલા યુગની વાર્તાપ્રણાલી સામેના સીધા પ્રત્યાઘાતરૂપે જન્મી છે, એટલે સ્વાભાવિક રીતે આજે ઐ ગંભીરતા અને ચિન્તનની સામે મુખ મરડીને બેઠી છે. પણ આજની નવલકથાએ ગંભીરતા અને ચિન્તન સામે મુખ મરડ્યું માટે સદાકાળની નવલકથાએ પણ મરડ્યું એમ થોડું જ બનવાનું છે? આગલા યુગની સામે જેમ આજના યુગે પ્રત્યાઘાત કર્યો, તેમ આજના યુગ સામે પણ એવો જ પ્રત્યાઘાત કરનારી નવી વાર્તાપ્રણાલી ગુજરાતમાં પણ આવવાની જ છે. એ આજે આવે, પંદર વરસે આવે, કે પછી પચાસ વરસે આવે, એવું બંડ જગાવનારો ભાવિ નવલકથાકાર આજે પાઠશાળામાં ભણી રહ્યો હોય કે પારણામાં ઝૂલી રહ્યો અથવા પચીસ વરસ પછી જન્મવાનો પણ હોય, પણ જ્યારે આવશે ત્યારે એને બંડ તો આજની વાર્તાપ્રણાલીના કેવળ ધડાકાભડાકા, દોડાદોડ, અને મારામારને સર્વસ્વ માનતા છીછરાપણા સામે જ જગાવવું પડશે, અને પછી એ સમયની નવલકથા ભલે 'સરસ્વતીચન્દ્ર'ના જેવી આજે ઘણાને અતિ ગંભીર ‘પુરાણ' જેવી લાગે છે તેવી ન બને, છતાં પાંડિત્ય, ચિન્તન, અને ગાંભીર્યના અંશો ભલે જુદા રૂપમાં અને જુદા પ્રમાણમાં પણ એનામાં અવશ્ય આવવાના જ છે. એનું કારણ એ છે કે નવલકથા ગમે તેટલું કરે તો પણ ગંભીરતા અને ચિન્તનનું તત્ત્વ બહુ લાંબા કાળ માટે તો પોતામાંથી બાતલ રાખી શકે જ નહિ, કેમકે માનવજાતિને જમાને જમાને મથ્યા કરતા મહાપ્રશ્નોને સર્વભોગ્ય સર્જનકૃતિરૂપે મૂર્ત કરવાનું એ જ સબળમાં સબળ મુખ્ય સાધન છે. એટલે નવલકથામાંના નિબંધતત્ત્વને આજે આપણે ભલેને ગમે તેટલી ગાળો દઈએ, પણ નિબંધ સાથેની એની સગાઈ હંમેશને માટે કદી તૂટવાની જ નથી. નવલકથાની ઉત્પત્તિનો ઇતિહાસ તપાસો તો પણ નિબંધ સાથેનો એનો સંબન્ધ અવિયોજય જણાશે. આ સાહિત્યપ્રકાર આજના રૂપમાં આપણે અંગ્રેજી પાસેથી શીખ્યા. એ અંગ્રેજીમાં નવલકથાનો જન્મ એડિસન આદિના રોજર ડી કૉવેર્લી (Roger de Coverley) જેવાં પાત્રોનાં રેખાચિત્રો આપનાર રસમય નિબન્ધોમાંથી જ થયો. એ રીતે અંગ્રેજી નવલકથાનો પૂર્વજ પુરુષ નિબન્ધ જ છે. તે પછી રેસ્ટોરેશનયુગમાં પ્યૂરિટનો રંગભૂમિ સામે સુગાયા, એટલે નાટકનાં કેટલાંક તત્ત્વોનું તેમાં મિશ્રણ કરી આ નવલકથારૂપી સાહિત્યપ્રકારને વિકસાવવામાં આવ્યો. આ રીતે નવલકથાને એક બાજુથી નિબંન્ધ તો બીજી બાજુથી નાટક સાથે બહુ જૂનો નાતો છે.૪૧<ref>૪૧. ગણિતના સમીકરણના રૂપમાં કહીએ તો નવલકથા = વાર્તા + નિબન્ધ + નાટક </ref> આમાંથી યુગેયુગે જુદા જુદા સર્જકો પોતપોતાની પ્રકૃતિ અને પરિસ્થિતિ અનુસાર નિબન્ધ કે નાટકના અંશો વાર્તામાં ઓછાવત્તા ઉમેરીને નવલકથાઓ રચે છે. આપણા પુરોગામી પંડિતયુગનું સ્વરૂપ એવું હતું કે એ નવલકથામાં નાટક કરતાં નિબંધના અંશો સ્વીકારે. આજનો યુગ એની સામે પ્રત્યાઘાતરૂપે ઊભો થયો છે, એટલે નવીનતા ખાતર પણ એને જુદી જ દિશા પકડવી પડી છે, અને નિબંધને બદલે નાટકના અંશોનું પ્રાધાન્ય તેમાં એને રાખવું પડયું છે. પણ તેથી નવલકથાનો નિબન્ધ સાથેનો સંબન્ધ સદાકાળને માટે તૂટી ગયો એમ માનવાનું કારણ નથી. ભવિષ્યની વાત કરવા શું કામ જવું? આજે પણ અંગ્રેજીમાં વેલ્સ જેવા વાર્તાકાર પોતાના વિચારોનો પ્રચાર કરવા માટે પોતાની નવલકથાઓમાં નિબન્ધનું તત્ત્વ કેટલું બધું મોટું રાખે છે? વેલ્સ જેવો વિચારક આજે ગુજરાત પાસે કોઈ નથી, એટલે આજે ગુજરાતમાં એકલી કૂદાકૂદમાં જ રાચતી અને ચાપલ્યચમકને જ સર્વસ્વ સમજતી રંજક વાર્તાઓનું પ્રાબલ્ય જામ્યું છે, પણ જેવો ગોવર્ધનરામ જેવો બીજો કોઈ પ્રખર વિચારક ગુજરાતમાં અવતરવાનો, અને પોતાના વિચારો જનતાના ઊંચા નીચા સર્વ થરોનાં નાનાંમોટાં સર્વ રંધ્રોમાં વ્યાપી વળે એવો અભિલાષ એને જાગવાનો, તેવો જ આજની વાર્તાપ્રણાલીમાં પલટો આવવાનો, અને ત્યારે જુદે રૂપે અને જુદી માત્રામાં પણ એમાં નિબન્ધ અને ચિન્તનનું તત્ત્વ ઓછુંવત્તું આવ્યા વિના નહિ જ રહેવાનું. ૪૨<ref>૪૨. નવલકથા અને નિબંધ વચ્ચેની આ સગાઈના વિષયમાં મોલ્ટનના નીચેના શબ્દો સ્મરણમાં રાખવા છે :- In such creative framework we have a direct link between the essay and the novel; the modern novel, in many types of it, appears as the fusion of essay with story. Perhaps this is seen most clearly in the novels of George Eliot. The woman who wrote under that name had a profound grasp of human life, and a felicity of epigrammatic expression, such as might have made her a second Bacon for the essay. But she also had a power that Bacon wholly lacked-the power of creative story. In her works we can see side by side, in equal combination, the element of essay and the element of story : instead of a miscellaneous series of essays on human life, the essay-like reflection is brought into close contact with successive points of the creative picture. Creative literature and discusses and literature thus enter upon equal terms into the modern epic of life.' The Modern Study of Literature,' p. 157, કહેવાની જરૂર નથી કે આ ફકરામાં જ્યોર્જ ઇલિયટને ઠેકાણે ગોવર્ધનરામનું નામ મૂકી દીધું હોય તો તે આખો ફકરો એમને પણ અક્ષરે અક્ષર લાગુ પડે એવો છે.</ref> એટલે એકલી આજની વાર્તા પ્રણાલી પર ફિદા થઈને 'સરસ્વતીચન્દ્ર' પર તૂટી પડવાની જરૂર નથી. અને એની અન્તિમ મૂલવણી પણ એના સામે પ્રત્યાઘાતરૂપે જન્મેલી આજની વાર્તાપ્રણાલીના પૂર્વગ્રહોથી પર રહીને તટસ્થ અને સ્વસ્થ શાન્ત ચિત્તે જ કરવાની છે. એવી પૂર્વગ્રહમુક્ત તટસ્થ દૃષ્ટિએ જોનાર સૌને સ્વયમેવ પ્રતીતિ થશે કે 'સરસ્વતીચન્દ્ર’ એના પંડિતયુગનું મહાકાવ્ય તો છે જ, પણ વિશેષમાં સમસ્ત ગુજરાતી નવલકથાસાહિત્યનો એ નગાધિરાજ છે. કેવળ આયોજનકલાને ધોરણે જુએ તેને એમાં ભલે ગમે તેટલા દોષો દેખાય, પણ નવલકથામાં કેવળ આયોજનકલા એ અન્તિમ નિર્ણયકારી તત્ત્વ છે જ નહિ. એ અન્તિમ નિર્ણયકારી તત્ત્વ તો જીવનનિર્માણની શક્તિ અને એ શક્તિનો કોઈ મહાભાવનાના નિરૂપણ વિનિયોગ એ જ છે : નવલકથાનું મુખ્ય કામ જ જીવનનું સર્જન કરવાનું છે. ૪૩<ref>૪૩. સરખાવો “The Craft of Fiction' માનું પર્સી લબકનું આ વાક્ય:- The business of the novelist is to creat life.' મોલ્ટન પણ જુદા શબ્દોમાં એ જ વાત કહે છે. એ કહે છે કે અર્વાચીન મહાટા સ્વરૂપી આ નવલકથામાં હવે વસ્તુ નહિ પણ વિષયની સામગ્રી એ મુખ્ય તત્ત્વ બની છે, જુઓ એના શબ્દો But the accent is no longer laid upon interest of plot: it is the subjectmatter which stands out, and makes the novel the epic of human life'.જ કોણ જાણે કેમ એ કામ હાથ ધરવાનું કોઈને સૂઝતું નથી.</ref> એ સર્જન તે જેટલી સાહજિકતાથી, જેટલા સામથ્ર્યથી, જેટલી કળાથી, જેટલા વિશાળ ફલક પર, અને સાથે જેટલા ઉદાત્ત, ઉચ્ચગ્રાહી, ભાવનાપ્રેરક સ્વરૂપનું કરે તેટલા પ્રમાણમાં એ નવલકથા તરીકે ઊંચા વર્ગમાં સ્થાન પામે છે. આથી જ જગતના નવલકથાના ઇતિહાસમાં પ્રથમ પંક્તિનું સ્થાન એકલી વાર્તાની રંજકતા કે વસ્તુસંકલનાની સુપ્લિષ્ટતા પર આધાર રાખતા ડૂમા કે વિલ્કી કોલિન્સ જેવાને નહિ, પણ આકારમાં ભલે અણઘડ અને સંકલનામાં ભલે શિથિલ છતાં જેની એકંદર છાપ રા. ન્હાનાલાલના 'જીભ થાકીને વિરમે રે વિરાટ' “વિરાટ વદી” એ શબ્દોમાં જ વર્ણવી શકાય એવી સાગરોપમ વિશાળ ભૂમિ પર જીવનનું લીલા માત્રથી સર્જન કરતા ટૉલ્સ્ટૉય કે ડોસ્ટોયેવસ્કી જેવા બધી આયોજનકલાના નિયમોને નિરાંતે છાજલી પર ચડાવીને મનસ્વી નવલકથાઓ રચતા અડબંગ વાર્તાકારોને જ મળે છે. વસ્તુસંકલનાના વિષયમાં ગોવર્ધનરામ પણ એવા જ મનસ્વી અડબંગ વાર્તાકાર છે, પણ ‘જીભ થાકીને વિરમે રે “વિરાટ” “વિરાટ વદી” એ શબ્દો આખા ગુજરાતી સાહિત્યમાં જો કોઈને પણ માટે વાપરી શકાય એમ હોય તો તે આ આપણા નવલકથાસાહિત્યના નગાધિરાજ ‘સરસ્વતીચન્દ્ર'ને માટે જ છે. નગાધિરાજની પેઠે એમાં ચડતાં ચડતાં હાંફી જઈએ, ફરતાં ફરતાં થાકી જઈએ, અને જોતાં જોતાં ભડકી જઈએ એવી કરાડો, કોતરો, ખાઈઓ વગેરે પુષ્કળ છે. પણ એકંદરે એ ગુજરાતી સાહિત્યનો ગિરિરાજ છે. એની સાથે સરખાવતાં આજની એની અનુગામી વાર્તાઓ બધી નાની નાની ટેકરીઓ જેવી જ લાગે છે-નાજુક, નમણી, મનોરમ, મનરમાડાના ને કાળગણામણાના સાંધનરૂપે આકર્ષક, પણ એકંદરે છેક જ વામણી અને અલ્પ. ચોથા ભાગમાં મધુરી અને નવીનચન્દ્રનું તારામૈત્રક થાય છે એ તરસ્થાન પર મોહની મૈયા સરસ્વતીચન્દ્રને સૌથી પહેલી વાર જુએ છે અને એને જોઈને એના ગયા પછી એના સ્વરૂપ વિશે કહે છે કે ભવ્યતા અને સુન્દરતાનો સંયોગ પુરુષવર્ગમાં આજે જ પ્રત્યક્ષ કર્યો' (પૃ. ૨૬૨) અને સરસ્વતીચન્દ્ર પુરુષની પેઠે 'સરસ્વતીચન્દ્ર' ગ્રંથનું જો આપણે એક જ વાક્યમાં વર્ણન કરવું હોય તો આપણે પણ એમ જ કહીએ કે ગુજરાતી સાહિત્યમાં ભવ્યતા અને સુન્દરતાનો આવો સંયોગ આજ સુધીમાં બીજી એક પણ કૃતિમાં થયો નથી. એટલે જ આંહીં સુધીની ચર્ચાને અન્તે હવે આપણે બેધડક કહી શકીશું કે પંડિતયુગના ગુજરાતી સર્જનસાહિત્યરૂપી સુન્દરગિરિનું 'સરસ્વતીચન્દ્ર' એ ચિરંજીવ શ્રૃંગ છે, અને એની સામે ભલે ગમે તેટલા પ્રહારો કરવામાં આવે તો પણ એ ચિરંજીવ જ રહેવાનું છે.  
બહેનો અને ભાઈઓ, અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઉત્તમોત્તમ યુગ તે ગોવર્ધનરામ નરસિંહરાવથી શરૂ થએલો અને બલવન્તરાય ન્હાનાલાલરૂપે આજે પણ સજીવ રહીને એની સેવા કરી રહેલો એનો પંડિતયુગ, અને એ પંડિતયુગની સર્વોત્તમ સાહિત્યકૃતિ તે એના મહાકાવ્યરૂપ આ 'સરસ્વતીચન્દ્ર,' એ જ રીતે ગુજરાતી સાહિત્યની લાંબા સમયથી સેવા કરી રહેલી ઉત્તમોત્તમ પાંડિત્યસંસ્થા તે અમદાવાદની આ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી. એ પાંડિત્યસંસ્થાએ પોતાના વાર્ષિક વ્યાખ્યાનનું નિમન્ત્રણ આપીને મને જે માન આપ્યું છે, અને પંડિતયુગના એ મહાકાવ્યનું એકાદું અંગ લઈ તેનો મારો જે કંઈ આછોપાતળો અભ્યાસ છે તેને તાજો કરવાની એ દ્વારા જે તક આપી છે તે બદલ એનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. પંડિતયુગની એ મહાકૃતિ પ્રત્યે આવવા લાગેલી ઉદાસીનતા ઉડાવવામાં ઉપયોગી થાય એવું એકાદું પણ દૃષ્ટિબિન્દુ જો આંહી હું આપી શક્યો હોઈશ અને એની યથાર્થ કદર કરવાને પ્રેરે એવો નાનો સરખો પણ વિચારકણ જો આંહીં રજુ કરી શક્યો હોઈશ, તો આ અતિ લંબાએલા વ્યાખ્યાન પાછલ લીધેલો અને સાથે આપને પણ આપેલો-સઘળો શ્રમ સાર્થક ગણીશ.
બહેનો અને ભાઈઓ, અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઉત્તમોત્તમ યુગ તે ગોવર્ધનરામ નરસિંહરાવથી શરૂ થએલો અને બલવન્તરાય ન્હાનાલાલરૂપે આજે પણ સજીવ રહીને એની સેવા કરી રહેલો એનો પંડિતયુગ, અને એ પંડિતયુગની સર્વોત્તમ સાહિત્યકૃતિ તે એના મહાકાવ્યરૂપ આ 'સરસ્વતીચન્દ્ર,' એ જ રીતે ગુજરાતી સાહિત્યની લાંબા સમયથી સેવા કરી રહેલી ઉત્તમોત્તમ પાંડિત્યસંસ્થા તે અમદાવાદની આ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી. એ પાંડિત્યસંસ્થાએ પોતાના વાર્ષિક વ્યાખ્યાનનું નિમન્ત્રણ આપીને મને જે માન આપ્યું છે, અને પંડિતયુગના એ મહાકાવ્યનું એકાદું અંગ લઈ તેનો મારો જે કંઈ આછોપાતળો અભ્યાસ છે તેને તાજો કરવાની એ દ્વારા જે તક આપી છે તે બદલ એનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. પંડિતયુગની એ મહાકૃતિ પ્રત્યે આવવા લાગેલી ઉદાસીનતા ઉડાવવામાં ઉપયોગી થાય એવું એકાદું પણ દૃષ્ટિબિન્દુ જો આંહી હું આપી શક્યો હોઈશ અને એની યથાર્થ કદર કરવાને પ્રેરે એવો નાનો સરખો પણ વિચારકણ જો આંહીં રજુ કરી શક્યો હોઈશ, તો આ અતિ લંબાએલા વ્યાખ્યાન પાછલ લીધેલો અને સાથે આપને પણ આપેલો-સઘળો શ્રમ સાર્થક ગણીશ.
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 109: Line 109:


'''નોંધ :--'''
'''નોંધ :--'''
{{reflist}]
{{reflist}}


{{right|‘વિશ્વનાથ મ. ભટ્ટનો પ્રતિનિધિ વિવેચનસંગ્રહ’ પૃ. ૧૭૬ થી ૨૧૪ }}
{{right|‘વિશ્વનાથ મ. ભટ્ટનો પ્રતિનિધિ વિવેચનસંગ્રહ’ પૃ. ૧૭૬ થી ૨૧૪ }}

Navigation menu