23,710
edits
(+1) |
No edit summary |
||
| Line 17: | Line 17: | ||
હૃદય મમ ઘડાયું અન્ય કો વિશ્વ માટે ! ૭<ref>૭. ‘કલાપીનો કેકારવ,' પૃ. ૨૭૪.</ref></poem>}} | હૃદય મમ ઘડાયું અન્ય કો વિશ્વ માટે ! ૭<ref>૭. ‘કલાપીનો કેકારવ,' પૃ. ૨૭૪.</ref></poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એનો આત્મા સદા તરફડ્યા કરે છે, પણ શા માટે તેની એને પણ ખબર પડતી નથી. કોઈ અગમ્ય અશામ્ય તૃષ્ણા એના દિલને મૂંઝવે છે અને વિદ્યમાન પરિસ્થિતિનો એને દ્વેષી બનાવે છે. આ દશામાં કુદરત એનો વિસામો બને અને સમુદ્ર, નદી, વન, રાત્રિ, ચન્દ્રિકા, એકાન્ત, અશ્રુ, અને મૃત્યુ આદિ હૈયાની વરાળ કાઢવાને કે ભૂલવાને અનુકૂળ સ્થાનો, પ્રસંગો, અને પદાર્થોને એના સર્જનમાં માનીતું પદ મળે એ સ્વાભાવિક જ છે. અંગ્રેજી કવિઓમાંથી બાયરનમાં અને આપણા ગુજરાતીમાંથી 'અશ્રુકવિ'ની સંજ્ઞા પામેલ 'કલાપી'માં ભાવ પ્રબળ છે. ફ્રેન્ચ કૌતુકપ્રિય લેખક શાટોબ્રિયાં (Chateaubriand)ના નિદાન પ્રમાણે આ વૃત્તિનાં બીજ આધુનિક સંસ્કૃતિમાં રહેલાં છે. એ કહે છે: ‘પ્રજાઓ જેમ જેમ સંસ્કૃતિમાં પ્રગતિ કરતી જાય છે તેમ તેમ લાગણીઓની આવી અસ્તવ્યસ્તતા વધતી જાય છે. કેમકે ત્યારે પછી કલ્પના સમૃદ્ધ, વૈભવશાલી, અને આશ્ચર્યપૂર્ણ બને છે, પણ આપણું જીવન તો ક્ષુદ્ર, નીરસ, અને ચમત્કારવિહોણું જ હોય છે. એટલે ભર્યા હૃદયે આપણે સૂના જગમાં વસવાનું રહે છે.'૮<ref>૮. Beers A History of English Romanticism in the Nineteenth Century! р. 203.<br>e. Brander Matthews: The Historical Novel and Other Essays. pp. 31- 46 Romance Against Romanticism.</ref> આથી કેવળ પ્રાચીનો જ અથવા તો પ્રાચીનોની નિયમાવલીથી મર્યાદાશીલ બનેલા સૌષ્ઠવપ્રિયો જ કાળજું કોરતા નિર્વેદમાંથી મુક્ત રહી શકે છે. | |||
કોઈ પૂછશે, આ બે સાહિત્યપ્રકારોમાંથી ચડિયાતો કયો? પણ સ્ત્રી અને પુરુષ એ બે માનવજાતિઓની પેઠે આ બે કલાજાતિઓ પણ પરસ્પર અપ્રમેય છે, એ તેથી એ બે વચ્ચે ઉચ્ચતા નીચતાની કોઈ તુલના કરવી એ અજ્ઞાન જ કહેવાય. વસ્તુતઃ એ દરેક પ્રકાર પોતાના ક્ષેત્રમાં પોતાની રીતે સરખો ઉદાત્ત થઈ શકે છે. અને સાચી પ્રતિભાએ બેમાંથી ગમે તે અનુકૂળ પદ્ધતિને સ્વીકારી વિશ્વસાહિત્યની અમર કૃતિઓ ઘડી છે. ઉદાહરણ લેખે જગતના ચિરંજીવ સાહિત્યપતિઓમાં શેક્સપિયર અને બાણ જેવાનો યશ ભલે કૌતુકપ્રેમ લઈ જાય, પણ કાલિદાસ અને વર્જિલ જેવા માટે તો સૌષ્ઠવપ્રેમનો જ ઉપકાર માનવો પડશે. એટલે સાચો રસવેત્તા તો ઉભયનાં વિશિષ્ટ તત્ત્વોને લક્ષમાં લઈને ‘હું તો બેઉને લાગું પાય, નમો નમો' એવો સમાન પૂજ્યભાવ જ ઉભય પ્રત્યે રાખે છે. પણ આ પ્રમાણે શુદ્ધ નિરપેક્ષ ધોરણે બન્નેની પદવી સરખી હોવા છતાં વિશેષ લોકાદર તો કૌતુકપ્રેમને જ મળે છે એ હકીકતનો નિષેધ થઈ શકે એમ નથી. એનું કારણ એ છે કે સૌષ્ઠવપ્રિય કલાવાન ભોક્તા પાસેથી કેળવાએલી રસવૃત્તિ અને સૂક્ષ્મ વિવેકશક્તિ માગે છે. પોતે બેઠો હોય એ ઊંચી અટારીએ આવીને તે પોતાને યથાર્થ રીતે ઓળખી જાય કે પોતાનાં ગાન યથાશક્તિ માણી જાય એવી એની વૃત્તિ હોય છે. કુદરતી રીતે જ આટલી શક્તિ અને આવા અધિકારવાળા ભોક્તાઓની સંખ્યા ઓછી જ હોય, એટલે એનો પ્રચાર ઓછો જ થાય એ દેખીતું છે. આના કરતાં કૌતુકપ્રિય લેખક વાચક સાથે વધારે સમભાવી હોય છે. એની પાસે ગમે તે સપાટીના પાદાસનને ડોલાવે એવી સામગ્રી હોય છે. આ સામગ્રીની મોહનીમાં એનું પોતાનું જ ચિત્ત ઠેકાણે રહેતું નથી, તો પછી મન્ત્રમુગ્ધ વાચકોનું તો પૂછવું જ શું? આથી સમાજમાં એની આસપાસ સર્વ કક્ષાના ભોક્તાઓનું જબરું વૃન્દ જામે છે. આપણી ભાષામાં રા. બલવન્તરાય કે રા. નરસિંહરાવની સરખામણીમાં 'કલાપી' કે રા. ન્હાનાલાલની કૃતિઓ વધારે બહોળો ફેલાવો પામે છે તેનું રહસ્ય આ જ છે. એટલે ખપતના આવા પ્રમાણફેરમાં શક્તિભેદ કરતાં વૃત્તિભેદ-શૈલીભેદ-એ જ વિશેષ કારણભૂત ગણવો જોઈએ. | કોઈ પૂછશે, આ બે સાહિત્યપ્રકારોમાંથી ચડિયાતો કયો? પણ સ્ત્રી અને પુરુષ એ બે માનવજાતિઓની પેઠે આ બે કલાજાતિઓ પણ પરસ્પર અપ્રમેય છે, એ તેથી એ બે વચ્ચે ઉચ્ચતા નીચતાની કોઈ તુલના કરવી એ અજ્ઞાન જ કહેવાય. વસ્તુતઃ એ દરેક પ્રકાર પોતાના ક્ષેત્રમાં પોતાની રીતે સરખો ઉદાત્ત થઈ શકે છે. અને સાચી પ્રતિભાએ બેમાંથી ગમે તે અનુકૂળ પદ્ધતિને સ્વીકારી વિશ્વસાહિત્યની અમર કૃતિઓ ઘડી છે. ઉદાહરણ લેખે જગતના ચિરંજીવ સાહિત્યપતિઓમાં શેક્સપિયર અને બાણ જેવાનો યશ ભલે કૌતુકપ્રેમ લઈ જાય, પણ કાલિદાસ અને વર્જિલ જેવા માટે તો સૌષ્ઠવપ્રેમનો જ ઉપકાર માનવો પડશે. એટલે સાચો રસવેત્તા તો ઉભયનાં વિશિષ્ટ તત્ત્વોને લક્ષમાં લઈને ‘હું તો બેઉને લાગું પાય, નમો નમો' એવો સમાન પૂજ્યભાવ જ ઉભય પ્રત્યે રાખે છે. પણ આ પ્રમાણે શુદ્ધ નિરપેક્ષ ધોરણે બન્નેની પદવી સરખી હોવા છતાં વિશેષ લોકાદર તો કૌતુકપ્રેમને જ મળે છે એ હકીકતનો નિષેધ થઈ શકે એમ નથી. એનું કારણ એ છે કે સૌષ્ઠવપ્રિય કલાવાન ભોક્તા પાસેથી કેળવાએલી રસવૃત્તિ અને સૂક્ષ્મ વિવેકશક્તિ માગે છે. પોતે બેઠો હોય એ ઊંચી અટારીએ આવીને તે પોતાને યથાર્થ રીતે ઓળખી જાય કે પોતાનાં ગાન યથાશક્તિ માણી જાય એવી એની વૃત્તિ હોય છે. કુદરતી રીતે જ આટલી શક્તિ અને આવા અધિકારવાળા ભોક્તાઓની સંખ્યા ઓછી જ હોય, એટલે એનો પ્રચાર ઓછો જ થાય એ દેખીતું છે. આના કરતાં કૌતુકપ્રિય લેખક વાચક સાથે વધારે સમભાવી હોય છે. એની પાસે ગમે તે સપાટીના પાદાસનને ડોલાવે એવી સામગ્રી હોય છે. આ સામગ્રીની મોહનીમાં એનું પોતાનું જ ચિત્ત ઠેકાણે રહેતું નથી, તો પછી મન્ત્રમુગ્ધ વાચકોનું તો પૂછવું જ શું? આથી સમાજમાં એની આસપાસ સર્વ કક્ષાના ભોક્તાઓનું જબરું વૃન્દ જામે છે. આપણી ભાષામાં રા. બલવન્તરાય કે રા. નરસિંહરાવની સરખામણીમાં 'કલાપી' કે રા. ન્હાનાલાલની કૃતિઓ વધારે બહોળો ફેલાવો પામે છે તેનું રહસ્ય આ જ છે. એટલે ખપતના આવા પ્રમાણફેરમાં શક્તિભેદ કરતાં વૃત્તિભેદ-શૈલીભેદ-એ જ વિશેષ કારણભૂત ગણવો જોઈએ. | ||