23,710
edits
(inverted comas corrected) |
No edit summary |
||
| Line 8: | Line 8: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|<nowiki>*</nowiki>}} | {{center|<nowiki>*</nowiki>}} | ||
{{Block center|<poem>પરંતુ કૃષ્ણચરિત્ર વિષયક આ રાસલીલા ઉપરાંત એક અન્ય લોકકલાનો પુષ્ટિસંપ્રદાયના આરંભકાળે જ સમાદર થયો, તે છે ઢાઢીલીલા. પ્રયોજન પ્રચલન અને પ્રસ્તુતિ : ત્રણેય બાબતમાં, કૃષ્ણલીલાપરક ‘રાસલીલા' કરતાં એ સાવ નિરાળી. ભક્તિની પીઠિકા તો ખરી જ; એના સંપ્રદાયપ્રવેશ ને પ્રતિષ્ઠામાં પણ શ્રીમદ્ વલ્લભની પ્રેરણા ને પુરસ્કૃતિ રહી છે. પરંતુ આ બન્ને વચ્ચે પાયાનો ફરક એ છે કે ‘રાસલીલા' તો નિતાન્ત ને અનિવાર્યતયા કૃષ્ણના લીલાપ્રસંગોને અભિનેયાર્થ આપે છે; જ્યારે ઢાઢીલીલાનું ભાવકેન્દ્ર કૃષ્ણચરિત્ર નહિ; પણ કૃષ્ણનો જન્મપ્રસંગ છે. નંદને ત્યાં પુત્રજન્મ થયાના સમાચાર સાંભળી આખું ગોકુળ એને આંગણે હરખ ને હેત વ્યક્ત કરવા દોડી આવે છે. નવજાત શિશુ પ્રત્યે મંગલકામના ને આશિષ આપવા માટે, નંદરાયનો આશ્રિત યાચકવર્ગ, બ્રાહ્મણો અને ઢાઢીદંપતી પણ આવી પહોંચે છે. નંદ-ઉત્સવના આ ઉલ્લાસભર્યા અવસરે, નંદપરિવારની સાથે વંશપરંપરાથી પ્રશસ્તિવાચક આશ્રિત સંબંધે સંકળાયેલું ઢાઢી-યુગલ પણ પુત્રજન્મની વધાઈ, પ્રસન્નતા, કુળપ્રશસ્તિ, કલ્યાણકામના ને કૃષ્ણદર્શનની યાચનાને વ્યક્ત કરતાં ગીતો ગાઈને નાચતું રહે છે. યજમાન તરીકે નંદરાય પણ ઢાઢી-ઢાઢણને વસ્ત્રાલંકાર ને ભેટસોગાદ આપી રાજી કરે છે. આમ ઢાઢીલીલાના ગાન—નર્તનનું નિમિત્ત અને પ્રવર્તન તો કેવળ કૃષ્ણપ્રાકટ્યનું પર્વ હોય છે; કૃષ્ણની બાળલીલાના પ્રસંગો કે સંબદ્ધ પાત્રોના નિરૂપણને અહીં કોઈ અવકાશ જ નથી હોતો. | {{Block center|'''<poem>પરંતુ કૃષ્ણચરિત્ર વિષયક આ રાસલીલા ઉપરાંત એક અન્ય લોકકલાનો પુષ્ટિસંપ્રદાયના આરંભકાળે જ સમાદર થયો, તે છે ઢાઢીલીલા. પ્રયોજન પ્રચલન અને પ્રસ્તુતિ : ત્રણેય બાબતમાં, કૃષ્ણલીલાપરક ‘રાસલીલા' કરતાં એ સાવ નિરાળી. ભક્તિની પીઠિકા તો ખરી જ; એના સંપ્રદાયપ્રવેશ ને પ્રતિષ્ઠામાં પણ શ્રીમદ્ વલ્લભની પ્રેરણા ને પુરસ્કૃતિ રહી છે. પરંતુ આ બન્ને વચ્ચે પાયાનો ફરક એ છે કે ‘રાસલીલા' તો નિતાન્ત ને અનિવાર્યતયા કૃષ્ણના લીલાપ્રસંગોને અભિનેયાર્થ આપે છે; જ્યારે ઢાઢીલીલાનું ભાવકેન્દ્ર કૃષ્ણચરિત્ર નહિ; પણ કૃષ્ણનો જન્મપ્રસંગ છે. નંદને ત્યાં પુત્રજન્મ થયાના સમાચાર સાંભળી આખું ગોકુળ એને આંગણે હરખ ને હેત વ્યક્ત કરવા દોડી આવે છે. નવજાત શિશુ પ્રત્યે મંગલકામના ને આશિષ આપવા માટે, નંદરાયનો આશ્રિત યાચકવર્ગ, બ્રાહ્મણો અને ઢાઢીદંપતી પણ આવી પહોંચે છે. નંદ-ઉત્સવના આ ઉલ્લાસભર્યા અવસરે, નંદપરિવારની સાથે વંશપરંપરાથી પ્રશસ્તિવાચક આશ્રિત સંબંધે સંકળાયેલું ઢાઢી-યુગલ પણ પુત્રજન્મની વધાઈ, પ્રસન્નતા, કુળપ્રશસ્તિ, કલ્યાણકામના ને કૃષ્ણદર્શનની યાચનાને વ્યક્ત કરતાં ગીતો ગાઈને નાચતું રહે છે. યજમાન તરીકે નંદરાય પણ ઢાઢી-ઢાઢણને વસ્ત્રાલંકાર ને ભેટસોગાદ આપી રાજી કરે છે. આમ ઢાઢીલીલાના ગાન—નર્તનનું નિમિત્ત અને પ્રવર્તન તો કેવળ કૃષ્ણપ્રાકટ્યનું પર્વ હોય છે; કૃષ્ણની બાળલીલાના પ્રસંગો કે સંબદ્ધ પાત્રોના નિરૂપણને અહીં કોઈ અવકાશ જ નથી હોતો. | ||
રાજ્યાભિષેક, શત્રુવિજય, યજ્ઞયાગાદિ ઉપરાંત પુત્રજન્મ, વિવાહાદિના પારિવારિક મંગલ પ્રસંગોના અવસરે, વંશપ્રશસ્તિ, બિરદાવલિ અને શુભકામના વ્યક્ત કરી આશ્રયદાતા પાસેથી પુરસ્કાર પામતો કલાવંતોનો વર્ગ પ્રાચીન કાળથી, આપણી સાંસ્કૃતિક પરંપરામાં મહત્ત્વનો હિસ્સો રહ્યો છે. પુરાણકાળમાં ‘સૂત', ‘માગધ', કે ‘બન્દીજન' : આ નામે કલાવંતોનો આ વર્ગ ઓળખાતો. મધ્યકાળના સલ્તનતશાસન દરમ્યાન સામાજિક ઊથલપાથલમાં ‘ભાટ’, ‘બારોટ’ ઉપરાંત ‘ઢાઢી’, ‘મીર’, ‘લંઘા’, ‘તૂરી', ‘માંગણિયાર' આ સૌ જાતિઓ પણ પ્રશસ્તિપાઠ ને ગાન-વાદન-નર્તન, વાર્તાકથનના આનુવંશિક કૌશલને દાખવતી રહી. મધ્યયુગ દરમ્યાન રાજા- મહારાજાઓ, અમીરો, જાગીરદારો, ધનાઢ્ય પરિવારો કે ગ્રામ-અગ્રણીને ત્યાં રાજદરબારમાં કે પારિવારિક મંગલ પ્રસંગોના અવસરે આ આશ્રિત જાતિ પ્રશસ્તિ, પ્રસન્નતા ને ગાન/નર્તન દ્વારા યજમાન પરિવાર પાસેથી વસ્ત્રાલંકાર તથા ભેટસોગાદ ઉપરાંત જમીનજાગીર પણ રળતી. ઉત્તર પ્રદેશ ઉપરાંત રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ પર્યન્ત આ કલાવંત જાતિઓ વસવાટ કરતી રહી છે. સમયબળે, આમાંની કેટલીક જાતિઓ ભલે ધર્માન્તરિત થઈ; પણ એની આજીવિકા, વ્યવસાય અને આશ્રયદાતાની પરંપરા તો મૂળ રૂપે જ જળવાઈ રહી. જોકે, રજવાડાંઓ ખતમ થઈ જતાં સ્વરાજ પછીના દાયકાઓમાં આ જાતિઓનાં આશ્રયસ્થાનો ખરી પડ્યાં એટલે જુદા જુદા વ્યવસાયો ને વસવાટો બદલતા રહ્યા છે. લીંબડી (સૌરાષ્ટ્ર)નો મીઠો ઢાઢી એની કૃષ્ણકવિતાને કારણે મધ્યકાળે, અને કચ્છના લંઘા સુલેમાન જુમ્મા એના નોબતવાદનને કારણે સાંપ્રતકાળે સુખ્યાત હતા. આજે પણ રાજસ્થાન તેમ જ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત ને કચ્છમાં વસતી આ જાતિઓમાં તળપદો સંગીતસંસ્કાર, અવાજની બુલંદી, કંઠની તરાવટ, લોકવાદ્યોની બજવણી પરનો અદ્ભુત કાબૂ : આ સૌ વાનાં અતીતની વિરાસત જેવાં સચવાઈ રહ્યાં જણાશે. | રાજ્યાભિષેક, શત્રુવિજય, યજ્ઞયાગાદિ ઉપરાંત પુત્રજન્મ, વિવાહાદિના પારિવારિક મંગલ પ્રસંગોના અવસરે, વંશપ્રશસ્તિ, બિરદાવલિ અને શુભકામના વ્યક્ત કરી આશ્રયદાતા પાસેથી પુરસ્કાર પામતો કલાવંતોનો વર્ગ પ્રાચીન કાળથી, આપણી સાંસ્કૃતિક પરંપરામાં મહત્ત્વનો હિસ્સો રહ્યો છે. પુરાણકાળમાં ‘સૂત', ‘માગધ', કે ‘બન્દીજન' : આ નામે કલાવંતોનો આ વર્ગ ઓળખાતો. મધ્યકાળના સલ્તનતશાસન દરમ્યાન સામાજિક ઊથલપાથલમાં ‘ભાટ’, ‘બારોટ’ ઉપરાંત ‘ઢાઢી’, ‘મીર’, ‘લંઘા’, ‘તૂરી', ‘માંગણિયાર' આ સૌ જાતિઓ પણ પ્રશસ્તિપાઠ ને ગાન-વાદન-નર્તન, વાર્તાકથનના આનુવંશિક કૌશલને દાખવતી રહી. મધ્યયુગ દરમ્યાન રાજા- મહારાજાઓ, અમીરો, જાગીરદારો, ધનાઢ્ય પરિવારો કે ગ્રામ-અગ્રણીને ત્યાં રાજદરબારમાં કે પારિવારિક મંગલ પ્રસંગોના અવસરે આ આશ્રિત જાતિ પ્રશસ્તિ, પ્રસન્નતા ને ગાન/નર્તન દ્વારા યજમાન પરિવાર પાસેથી વસ્ત્રાલંકાર તથા ભેટસોગાદ ઉપરાંત જમીનજાગીર પણ રળતી. ઉત્તર પ્રદેશ ઉપરાંત રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ પર્યન્ત આ કલાવંત જાતિઓ વસવાટ કરતી રહી છે. સમયબળે, આમાંની કેટલીક જાતિઓ ભલે ધર્માન્તરિત થઈ; પણ એની આજીવિકા, વ્યવસાય અને આશ્રયદાતાની પરંપરા તો મૂળ રૂપે જ જળવાઈ રહી. જોકે, રજવાડાંઓ ખતમ થઈ જતાં સ્વરાજ પછીના દાયકાઓમાં આ જાતિઓનાં આશ્રયસ્થાનો ખરી પડ્યાં એટલે જુદા જુદા વ્યવસાયો ને વસવાટો બદલતા રહ્યા છે. લીંબડી (સૌરાષ્ટ્ર)નો મીઠો ઢાઢી એની કૃષ્ણકવિતાને કારણે મધ્યકાળે, અને કચ્છના લંઘા સુલેમાન જુમ્મા એના નોબતવાદનને કારણે સાંપ્રતકાળે સુખ્યાત હતા. આજે પણ રાજસ્થાન તેમ જ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત ને કચ્છમાં વસતી આ જાતિઓમાં તળપદો સંગીતસંસ્કાર, અવાજની બુલંદી, કંઠની તરાવટ, લોકવાદ્યોની બજવણી પરનો અદ્ભુત કાબૂ : આ સૌ વાનાં અતીતની વિરાસત જેવાં સચવાઈ રહ્યાં જણાશે. | ||
ઢાઢી સંજ્ઞા પોતે જ વ્યવસાયસૂચક છે. ‘ઢદ્ઢ' એટલે ભેરી, દુંદુભિ કે નગારું; ‘જેનો અવાજ ‘ઢઢ’ જેવો છે તે ‘ઢઢ્ઢ’. એને વગાડનારો તે ઢાઢી. આમ વ્યવસાયને ધોરણે આ ઓળખ જાતિવાચક થઈ ગઈ. વાદન ઉપરાંત ગાન ને નર્તનની કલાસરણિ પણ એની સાથે સહજપણે જોડાતી થઈ. મધ્યકાળના રજવાડી ને સામંતશાહી માહોલે એને પૂરો આશ્રય આપ્યો; તો વ્યાપક લોકસમુદાયને સરઅવસરે એણે ગાન-વાદન-નર્તનની ત્રિવિધ સંપદાથી ભરપૂર મનોરંજન આપ્યા કર્યું.</poem>}} | ઢાઢી સંજ્ઞા પોતે જ વ્યવસાયસૂચક છે. ‘ઢદ્ઢ' એટલે ભેરી, દુંદુભિ કે નગારું; ‘જેનો અવાજ ‘ઢઢ’ જેવો છે તે ‘ઢઢ્ઢ’. એને વગાડનારો તે ઢાઢી. આમ વ્યવસાયને ધોરણે આ ઓળખ જાતિવાચક થઈ ગઈ. વાદન ઉપરાંત ગાન ને નર્તનની કલાસરણિ પણ એની સાથે સહજપણે જોડાતી થઈ. મધ્યકાળના રજવાડી ને સામંતશાહી માહોલે એને પૂરો આશ્રય આપ્યો; તો વ્યાપક લોકસમુદાયને સરઅવસરે એણે ગાન-વાદન-નર્તનની ત્રિવિધ સંપદાથી ભરપૂર મનોરંજન આપ્યા કર્યું.</poem>'''}} | ||
{{center|<nowiki>*</nowiki>}} | {{center|<nowiki>*</nowiki>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 18: | Line 18: | ||
'બ્રાહ્મણો, પૌરાણિકો, વંશાવળી કહેનારા ભાટ તથા બિરદાવળી લલકારતા બન્દીજનો, સર્વ પ્રકારના માંગલિક આશીર્વાદની વાણી બોલવા લાગ્યા; ગવૈયાઓ ગાવા લાગ્યા, નગારાં ને નોબત વારંવાર વાગવા લાગ્યાં.' | 'બ્રાહ્મણો, પૌરાણિકો, વંશાવળી કહેનારા ભાટ તથા બિરદાવળી લલકારતા બન્દીજનો, સર્વ પ્રકારના માંગલિક આશીર્વાદની વાણી બોલવા લાગ્યા; ગવૈયાઓ ગાવા લાગ્યા, નગારાં ને નોબત વારંવાર વાગવા લાગ્યાં.' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>(सौमंगल्यगिरो विप्राः सूतमागधबन्दिनः । | {{Block center|'''<poem>(सौमंगल्यगिरो विप्राः सूतमागधबन्दिनः । | ||
गायकाश्च जगुर्नेदुर्भेर्यो दुन्दुभयो मुहुः ।।) | गायकाश्च जगुर्नेदुर्भेर्यो दुन्दुभयो मुहुः ।।) | ||
{{right|१०/५/५}}</poem>}} | {{right|१०/५/५}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
'મહામના પરમ ઉદાર નંદજીએ સમસ્ત વ્રજજનોને તેમ જ સૂત, માગધ, બંદીજનોને, વિદ્યાવ્યાસંગીઓને વસ્ત્રો, અલંકારો અને ગૌધન આપી બહુમાન કર્યાં.' | 'મહામના પરમ ઉદાર નંદજીએ સમસ્ત વ્રજજનોને તેમ જ સૂત, માગધ, બંદીજનોને, વિદ્યાવ્યાસંગીઓને વસ્ત્રો, અલંકારો અને ગૌધન આપી બહુમાન કર્યાં.' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>(नन्दो महामनास्तेभ्यो वासोऽलंकारगोधनम् । | {{Block center|'''<poem>(नन्दो महामनास्तेभ्यो वासोऽलंकारगोधनम् । | ||
सूतमागधवन्दिभ्यो येऽन्ये विद्योपजीवनः ।।) | सूतमागधवन्दिभ्यो येऽन्ये विद्योपजीवनः ।।) | ||
{{right|१०/५/१५}} | {{right|१०/५/१५}} | ||
</poem>}} | </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ બે શ્લોકમાંનું મિતાક્ષરી પ્રસંગબીજ, પુષ્ટિમાર્ગીય ઉપક્રમમાં, ગાન-વાદન- નર્તનની ત્રિપરિમાણાત્મક સ્વાયત્ત કલાઘટના સ્વરૂપે, ‘ઢાઢીલીલા'માં મ્હોરી ઊઠે છે. ભાગવતમાંના આછોતરા વસ્તુબીજની આ કીર્તન-નર્તનના સેવોપચારમાં લોકરમ્ય ને લોકગમ્ય રીતે જે રસાત્મક માવજત થતી જોવા મળે છે એમાં ભાગવતમાંનો પ્રાચીન પરિવેશ જાણે કે સર્વાંગકલ્પ ધારતો હોય તેમ સમસામયિક સાંસ્કૃતિક/સામાજિક સંદર્ભસપાટીઓને ઉપસાવી આપે છે; એમ બનવું આવશ્યક હતું, કેમ કે પુરાણકથિત ‘સૂત-માગધ-બંદીજન' અહીં મધ્યકાળના ઢાઢીમાં પરિવર્તિત થવાના. પગની પિંડી લગી પહોંચતો જરિયન અંગરખો, સોનેરી ફીતવાળી મેવાડી પાઘ, ફરતી મોતીની સેર ને માથે પીછી (કલગી): આવી થઈ ઢાઢીની વેશભૂષા; તો ઘેરદાર ઘાઘરો, ચોળી ને ઓઢણી કે સાડી : આવું હતું ઢાઢણનું વસ્ત્રપરિધાન. ઢાઢી-ઢાઢણ બન્નેના પગમાં પિત્તળના રણકતા ઘૂધરાની પાંચ પાંચ સેર. આખીયે ઢાઢીલીલા દરમ્યાન ગાન/નર્તનની સંગતિમાં મૃદંગના ‘બોલ’ના મેળમાં રહી એની ગુંજ વાતાવરણને ઝંકૃતિભર્યું રાખ્યા કરે ! ગાન/નર્તન વેળા અંગડોલન, હસ્તમુદ્રાઓ અને પદસંચાર, શિષ્ટ મર્યાદાને ચૂકે નહિ એટલા સારુ રેશમી ઉપરણો વા દુપટ્ટો કટિબંધન માટે ઢાઢીને અને માથા પરથી સાડી સરકી ન પડે એ હેતુથી કેશગ્રાહિણી(hair-pin) હોવાની ઢાઢણને. જેમ વેશસજ્જા રાજસ્થાની ઢંગની, એમ નર્તનમાં રંગ ઊતર્યો વ્રજમંડલના પરંપરિત લોકનૃત્યનો. સમય જતાં જેને કથકની શાસ્ત્રીયતા(classial) દરજ્જો સાંપડ્યો તેનો અણસાર આ ઢાઢીલીલામાં જોવા મળે. ખાસ તો નર્તનમાં પદસંચાર (step), ઘુઘરાની ગુંજના ‘બોલ’ મેળાપક, હસ્તપ્રસારની વિધવિધ મુદ્રાઓ : આ સૌનું નૃત્યસંયોજન, કથક સાથેના એના સગપણની સાક્ષી આપનારું છે. અષ્ટછાપ તેમ જ અષ્ટછાપેતર કવિઓનાં વ્રજભાષી પદોનું ગાન મહદંશે, નૃત્યોપકારકતાના સંવાદમાં રહીને ધ્રુપદ-ધમારની પરિપાટીને સ્વીકારીને ચાલતું રહે. આમ ભાષા, ભૂષા અને ગાન-નર્તનની ભંગિમા બધી દૃષ્ટિએ ‘ઢાઢીલીલા'નો આરંભિક નાતો વ્રજપ્રદેશની લોકપરંપરાઓ સાથેનો રહ્યો છે. | આ બે શ્લોકમાંનું મિતાક્ષરી પ્રસંગબીજ, પુષ્ટિમાર્ગીય ઉપક્રમમાં, ગાન-વાદન- નર્તનની ત્રિપરિમાણાત્મક સ્વાયત્ત કલાઘટના સ્વરૂપે, ‘ઢાઢીલીલા'માં મ્હોરી ઊઠે છે. ભાગવતમાંના આછોતરા વસ્તુબીજની આ કીર્તન-નર્તનના સેવોપચારમાં લોકરમ્ય ને લોકગમ્ય રીતે જે રસાત્મક માવજત થતી જોવા મળે છે એમાં ભાગવતમાંનો પ્રાચીન પરિવેશ જાણે કે સર્વાંગકલ્પ ધારતો હોય તેમ સમસામયિક સાંસ્કૃતિક/સામાજિક સંદર્ભસપાટીઓને ઉપસાવી આપે છે; એમ બનવું આવશ્યક હતું, કેમ કે પુરાણકથિત ‘સૂત-માગધ-બંદીજન' અહીં મધ્યકાળના ઢાઢીમાં પરિવર્તિત થવાના. પગની પિંડી લગી પહોંચતો જરિયન અંગરખો, સોનેરી ફીતવાળી મેવાડી પાઘ, ફરતી મોતીની સેર ને માથે પીછી (કલગી): આવી થઈ ઢાઢીની વેશભૂષા; તો ઘેરદાર ઘાઘરો, ચોળી ને ઓઢણી કે સાડી : આવું હતું ઢાઢણનું વસ્ત્રપરિધાન. ઢાઢી-ઢાઢણ બન્નેના પગમાં પિત્તળના રણકતા ઘૂધરાની પાંચ પાંચ સેર. આખીયે ઢાઢીલીલા દરમ્યાન ગાન/નર્તનની સંગતિમાં મૃદંગના ‘બોલ’ના મેળમાં રહી એની ગુંજ વાતાવરણને ઝંકૃતિભર્યું રાખ્યા કરે ! ગાન/નર્તન વેળા અંગડોલન, હસ્તમુદ્રાઓ અને પદસંચાર, શિષ્ટ મર્યાદાને ચૂકે નહિ એટલા સારુ રેશમી ઉપરણો વા દુપટ્ટો કટિબંધન માટે ઢાઢીને અને માથા પરથી સાડી સરકી ન પડે એ હેતુથી કેશગ્રાહિણી(hair-pin) હોવાની ઢાઢણને. જેમ વેશસજ્જા રાજસ્થાની ઢંગની, એમ નર્તનમાં રંગ ઊતર્યો વ્રજમંડલના પરંપરિત લોકનૃત્યનો. સમય જતાં જેને કથકની શાસ્ત્રીયતા(classial) દરજ્જો સાંપડ્યો તેનો અણસાર આ ઢાઢીલીલામાં જોવા મળે. ખાસ તો નર્તનમાં પદસંચાર (step), ઘુઘરાની ગુંજના ‘બોલ’ મેળાપક, હસ્તપ્રસારની વિધવિધ મુદ્રાઓ : આ સૌનું નૃત્યસંયોજન, કથક સાથેના એના સગપણની સાક્ષી આપનારું છે. અષ્ટછાપ તેમ જ અષ્ટછાપેતર કવિઓનાં વ્રજભાષી પદોનું ગાન મહદંશે, નૃત્યોપકારકતાના સંવાદમાં રહીને ધ્રુપદ-ધમારની પરિપાટીને સ્વીકારીને ચાલતું રહે. આમ ભાષા, ભૂષા અને ગાન-નર્તનની ભંગિમા બધી દૃષ્ટિએ ‘ઢાઢીલીલા'નો આરંભિક નાતો વ્રજપ્રદેશની લોકપરંપરાઓ સાથેનો રહ્યો છે. | ||
| Line 45: | Line 45: | ||
ઢાઢીલીલાના આરંભે યમન-કલ્યાણની મંગલમયી સ્વરલહરીઓમાં ઢાઢી-ઢાઢણના ભાવમધુર કંઠે પ્રસ્તુત થતું સાખીગાન ભાવિક વૈષ્ણવ સમુદાય સમક્ષ નંદ, વસુદેવ ઉપરાંત આચાર્ય વલ્લભની પૂર્વ પરંપરાનો મહિમા ખોલી આપે છે. યદુવંશ, વલ્લભવંશ, દશાવતાર અને દશસ્વરૂપઃ આ બધાની મળીને ૧૨૦ જેટલી સંખ્યામાં પથરાતી આ સાખીઓની ગાનાત્મક પ્રસ્તુતિ તો ખાસ્સો સમય રોકે. જોકે ઢાઢીલીલાનો ઉદ્દેશ મનોરંજનનો નહિ, ચિત્તરંજનનો છે; આમ છતાં પલટાતા જતા સમયપ્રવાહને ઓળખીને થોડાં વર્ષોથી ‘ઢાઢીલીલા'ના આરંભે કૃષ્ણપ્રાકટ્યના ઉલ્લાસ અને વલ્લભવંદનાની થોડી સાખીથી જ ભૂમિકા રચી આપવાનો ચાલ પ્રવર્તે છે : | ઢાઢીલીલાના આરંભે યમન-કલ્યાણની મંગલમયી સ્વરલહરીઓમાં ઢાઢી-ઢાઢણના ભાવમધુર કંઠે પ્રસ્તુત થતું સાખીગાન ભાવિક વૈષ્ણવ સમુદાય સમક્ષ નંદ, વસુદેવ ઉપરાંત આચાર્ય વલ્લભની પૂર્વ પરંપરાનો મહિમા ખોલી આપે છે. યદુવંશ, વલ્લભવંશ, દશાવતાર અને દશસ્વરૂપઃ આ બધાની મળીને ૧૨૦ જેટલી સંખ્યામાં પથરાતી આ સાખીઓની ગાનાત્મક પ્રસ્તુતિ તો ખાસ્સો સમય રોકે. જોકે ઢાઢીલીલાનો ઉદ્દેશ મનોરંજનનો નહિ, ચિત્તરંજનનો છે; આમ છતાં પલટાતા જતા સમયપ્રવાહને ઓળખીને થોડાં વર્ષોથી ‘ઢાઢીલીલા'ના આરંભે કૃષ્ણપ્રાકટ્યના ઉલ્લાસ અને વલ્લભવંદનાની થોડી સાખીથી જ ભૂમિકા રચી આપવાનો ચાલ પ્રવર્તે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>'પુત્ર ભયો શ્રી નંદકે, પૂરણ પરમાનંદ, | {{Block center|'''<poem>'પુત્ર ભયો શ્રી નંદકે, પૂરણ પરમાનંદ, | ||
ઢાઢી આયો જાચને, તનમન ભયો આનંદ.’ | ઢાઢી આયો જાચને, તનમન ભયો આનંદ.’ | ||
{{gap|5em}}* * * | {{gap|5em}}* * * | ||
| Line 61: | Line 61: | ||
નમે કહા ગુન હોઈ ? નમે લીલા અનુસરહી; | નમે કહા ગુન હોઈ ? નમે લીલા અનુસરહી; | ||
ગાઉં ગુન અગાધ પ્રેમસોં, લીલારસ ઉર લરહી.' | ગાઉં ગુન અગાધ પ્રેમસોં, લીલારસ ઉર લરહી.' | ||
</poem>}} | </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અહીં ઉદ્ધૃત છેલ્લી પાંચેય ‘સાખી' સૂરદાસની છે. વિસ્તારભયે અહીં છોડી દીધેલી આગલી બે સાખીઓમાં એ, શ્રી વલ્લભ, વિઠ્ઠલ, એમના સાત પુત્રો : આચાર્યત્રિપદીને પ્રાંજલભાવે વંદના કરે છે. ‘ધરો ચરણ મમ માથ'નાં ત્રણ આવર્તનોમાંનો અવરોહાત્મક લયવિરામ; અને ‘નમે કહા ગુન હોઈ ?- નાં ત્રણ આવર્તનોમાં પ્રશ્નમુદ્રામાંનો આરોહાત્મક લય-ઉછાળઃ આવર્તનો, અવરોહ અને આરોહની આ ત્રિ-સ્તરીય શ્રુતિરમણાનો ભાવવ્યંજક પરચો તો સાખીઓનાં નકરાં નેત્રવાચનથી નહિ પણ ગાનાત્મક ‘શ્રોતૃપેય' સપાટીએ પામવાથી જ અનુભવી શકાય ! ઢાઢીલીલાનાં પદો/ સાખીની ‘વાચના' (text) નહિ; એની ત્રિ-પરિમાણાત્મક પ્રસ્તુતિ (performance) જ સૂરદાસ કહે છે તેમ ‘લીલા રસ ઉર લરહી'ની આનંદકોટિએ ભાવકને પહોંચાડી શકે. | અહીં ઉદ્ધૃત છેલ્લી પાંચેય ‘સાખી' સૂરદાસની છે. વિસ્તારભયે અહીં છોડી દીધેલી આગલી બે સાખીઓમાં એ, શ્રી વલ્લભ, વિઠ્ઠલ, એમના સાત પુત્રો : આચાર્યત્રિપદીને પ્રાંજલભાવે વંદના કરે છે. ‘ધરો ચરણ મમ માથ'નાં ત્રણ આવર્તનોમાંનો અવરોહાત્મક લયવિરામ; અને ‘નમે કહા ગુન હોઈ ?- નાં ત્રણ આવર્તનોમાં પ્રશ્નમુદ્રામાંનો આરોહાત્મક લય-ઉછાળઃ આવર્તનો, અવરોહ અને આરોહની આ ત્રિ-સ્તરીય શ્રુતિરમણાનો ભાવવ્યંજક પરચો તો સાખીઓનાં નકરાં નેત્રવાચનથી નહિ પણ ગાનાત્મક ‘શ્રોતૃપેય' સપાટીએ પામવાથી જ અનુભવી શકાય ! ઢાઢીલીલાનાં પદો/ સાખીની ‘વાચના' (text) નહિ; એની ત્રિ-પરિમાણાત્મક પ્રસ્તુતિ (performance) જ સૂરદાસ કહે છે તેમ ‘લીલા રસ ઉર લરહી'ની આનંદકોટિએ ભાવકને પહોંચાડી શકે. | ||
ધીરગંભીર ભૂમિકાએ ‘ઢાઢીલીલા’ના આરંભમાંના આ સાખીગાન વેળા નર્તનમુદ્રા કે તાલસંગત નથી હોતાં; કેમ કે અહીં, આરાધ્ય (કૃષ્ણ), આચાર્ય (વલ્લભ) અને વૈષ્ણવતાના આચારક્રમની પરંપરાથી ભાવિકોને અવગત કરાવવાનું ઉદિષ્ટ હોય છે. ભક્તિની સમજ અને સેવન માટે ‘માહાત્મ્યજ્ઞાન'ની પૂર્વશરત, પ્રાયઃ સૌ ભક્તિપરંપરાઓએ આવશ્યક ગણી છે. આજે આપણને આ લાંબો વિગત વિસ્તાર અનુપયુક્ત ને અનાવશ્યક લાગે; પણ મધ્યકાળના નિરક્ષર ભાવિક સમુદાય માટે તો, પુરાણ અને તત્ત્વઃ બન્નેના બોધનને લગતો આ ઉપકારક ને અનિવાર્ય ઉપક્રમ હતો. | ધીરગંભીર ભૂમિકાએ ‘ઢાઢીલીલા’ના આરંભમાંના આ સાખીગાન વેળા નર્તનમુદ્રા કે તાલસંગત નથી હોતાં; કેમ કે અહીં, આરાધ્ય (કૃષ્ણ), આચાર્ય (વલ્લભ) અને વૈષ્ણવતાના આચારક્રમની પરંપરાથી ભાવિકોને અવગત કરાવવાનું ઉદિષ્ટ હોય છે. ભક્તિની સમજ અને સેવન માટે ‘માહાત્મ્યજ્ઞાન'ની પૂર્વશરત, પ્રાયઃ સૌ ભક્તિપરંપરાઓએ આવશ્યક ગણી છે. આજે આપણને આ લાંબો વિગત વિસ્તાર અનુપયુક્ત ને અનાવશ્યક લાગે; પણ મધ્યકાળના નિરક્ષર ભાવિક સમુદાય માટે તો, પુરાણ અને તત્ત્વઃ બન્નેના બોધનને લગતો આ ઉપકારક ને અનિવાર્ય ઉપક્રમ હતો. | ||
વંદના ને વંશાવળીને લગતી પ્રાસ્તાવિક ભૂમિકા પછી ઢાઢી-ઢાઢણનાં ગાન/નર્તનનો ઉપક્રમ આરંભાય. ઢાઢીલીલાના પૂર્વભાગમાં, નંદગૃહે પુત્રજન્મના સમાચાર સાંભળી, યજમાનગૃહે જવાની ઉતાવળ, ઉત્સવનું વર્ણન, યાચક તરીકે પોતાને થતો આનંદ, અમૂલ્ય ભેટસોગાદનું વર્ણન, યજમાનને આશિષ, નવજાત પુત્રને શુભકામનાઃ આ ભાવોને નિરૂપતાં પદોનું ગાન હોય. સૂરદાસ, પરમાનંદદાસ, કૃષ્ણદાસ, નંદદાસ : આ અષ્ટછાપ કવિઓ ઉપરાંત, ગોપાલદાસ, પદ્મનાભ, રામકૃષ્ણ, કલ્યાણ, ‘વ્યાસ' વગેરે અષ્ટછાપેતર કવિઓનાં આને લગતાં ભાવપરક પદોને એમાં સ્થાન હોય. કીર્તન પરંપરાના અતિપ્રચલિત શાસ્ત્રીય રાગો - ધનાશ્રી, કાનડો, સારંગ, માલવ, મારુ, યમન, કલ્યાણ, જેતશ્રી સિવાય પણ ‘મનોરથ' (ઉત્સવ)ના ઋતુસમયને વ્યંજક/પોષક રાગો, વસંત, કાંફી, સારંગ, સૂહા, મલ્હાર, આશાવરી, ભીમપલાસ, માંડ, બિભાસના સ્વરસ્પર્શથી ઊપસતી બંદિશોમાં પણ પદગાન થતું રહે. ઢાઢી કે ઢાઢણના મનોભાવને વ્યક્ત કરતાં પદનું આરંભચરણ તે તે પાત્રભૂમિકાના મુખે થાય. યશોદાએ પુત્રજન્મ આપ્યાના સમાચાર પોતાના પતિ ઢાઢીને આપતાં, આરંભે જ, ઢાઢણ ગાય છે : હો એક નઈ બાત સુનિ આઈ' ગોકુળમાં ઉલ્લાસ, ગોપજનોની ભીડ વગેરે નિર્દેશ કરીને કહે છે : | વંદના ને વંશાવળીને લગતી પ્રાસ્તાવિક ભૂમિકા પછી ઢાઢી-ઢાઢણનાં ગાન/નર્તનનો ઉપક્રમ આરંભાય. ઢાઢીલીલાના પૂર્વભાગમાં, નંદગૃહે પુત્રજન્મના સમાચાર સાંભળી, યજમાનગૃહે જવાની ઉતાવળ, ઉત્સવનું વર્ણન, યાચક તરીકે પોતાને થતો આનંદ, અમૂલ્ય ભેટસોગાદનું વર્ણન, યજમાનને આશિષ, નવજાત પુત્રને શુભકામનાઃ આ ભાવોને નિરૂપતાં પદોનું ગાન હોય. સૂરદાસ, પરમાનંદદાસ, કૃષ્ણદાસ, નંદદાસ : આ અષ્ટછાપ કવિઓ ઉપરાંત, ગોપાલદાસ, પદ્મનાભ, રામકૃષ્ણ, કલ્યાણ, ‘વ્યાસ' વગેરે અષ્ટછાપેતર કવિઓનાં આને લગતાં ભાવપરક પદોને એમાં સ્થાન હોય. કીર્તન પરંપરાના અતિપ્રચલિત શાસ્ત્રીય રાગો - ધનાશ્રી, કાનડો, સારંગ, માલવ, મારુ, યમન, કલ્યાણ, જેતશ્રી સિવાય પણ ‘મનોરથ' (ઉત્સવ)ના ઋતુસમયને વ્યંજક/પોષક રાગો, વસંત, કાંફી, સારંગ, સૂહા, મલ્હાર, આશાવરી, ભીમપલાસ, માંડ, બિભાસના સ્વરસ્પર્શથી ઊપસતી બંદિશોમાં પણ પદગાન થતું રહે. ઢાઢી કે ઢાઢણના મનોભાવને વ્યક્ત કરતાં પદનું આરંભચરણ તે તે પાત્રભૂમિકાના મુખે થાય. યશોદાએ પુત્રજન્મ આપ્યાના સમાચાર પોતાના પતિ ઢાઢીને આપતાં, આરંભે જ, ઢાઢણ ગાય છે : હો એક નઈ બાત સુનિ આઈ' ગોકુળમાં ઉલ્લાસ, ગોપજનોની ભીડ વગેરે નિર્દેશ કરીને કહે છે : | ||
{{Poem2Close}}{{Block center|<poem> | {{Poem2Close}}{{Block center|'''<poem> | ||
‘પતિ જાવો નંદરાયકે, પ્રકટ ભયે સુકુમાર | ‘પતિ જાવો નંદરાયકે, પ્રકટ ભયે સુકુમાર | ||
માંગો ઐસો દાન સબ, ફેર ન પાનિ પસાર'</poem>}} | માંગો ઐસો દાન સબ, ફેર ન પાનિ પસાર'</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઢાઢી પોતાની ઓળખ આપતાં લલકારી ઊઠે : ‘રાજકો મૈં ઢાઢી, શ્રી બ્રજરાજકો મેં ઢાઢી'. છેક બાળપણથી ગોવિંદ ગુણ ગાઉં છું, દાઢીના વાળ સફેદ થઈ ગયા સુધી ! કારણ? ‘હમ હરિકે, હરિ હૈ જુ હમારે' - આ સંબંધ સુવર્ણરેખાથી અંકાયો છે! ઢાઢણના મુખમાં મુકાયેલું નંદદાસનું પદ તો સ્ત્રીહૃદયની સાહજિક ઊલટને માર્મિક રીતે વ્યક્ત કરે છે. | ઢાઢી પોતાની ઓળખ આપતાં લલકારી ઊઠે : ‘રાજકો મૈં ઢાઢી, શ્રી બ્રજરાજકો મેં ઢાઢી'. છેક બાળપણથી ગોવિંદ ગુણ ગાઉં છું, દાઢીના વાળ સફેદ થઈ ગયા સુધી ! કારણ? ‘હમ હરિકે, હરિ હૈ જુ હમારે' - આ સંબંધ સુવર્ણરેખાથી અંકાયો છે! ઢાઢણના મુખમાં મુકાયેલું નંદદાસનું પદ તો સ્ત્રીહૃદયની સાહજિક ઊલટને માર્મિક રીતે વ્યક્ત કરે છે. | ||