23,710
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
(+1) |
||
| Line 3: | Line 3: | ||
{{Heading|૧૪૧. ભામિની વિલાસ (જગન્નાથ) |}} | {{Heading|૧૪૧. ભામિની વિલાસ (જગન્નાથ) |}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/b/b5/Rachanavali_141.mp3 | |||
}} | |||
<br> | |||
૧૪૧. ભામિની વિલાસ (જગન્નાથ) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કાવ્યને સમજાવતું શાસ્ત્ર સંસ્કૃતમાં કાવ્યશાસ્ત્ર કહેવાય છે; અને એના સમજાવનારને આચાર્ય અથવા આલંકારિક કહે છે. કાવ્ય શું છે, કાવ્ય શેમાંથી જન્મ્યું, કાવ્ય શા માટે બન્યું, કાવ્યના પ્રકાર કયા છે, કાવ્યમાં અલંકાર કયા પ્રકારનું કામ સંભાળે છે – એવા એવા પ્રશ્નોને સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓએ હાથ ધરીને દરેકે પોતપોતાની રીતે કાવ્યને-સાહિત્યને-સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભામહથી આવા કાવ્યશાસ્ત્રની શરૂઆત થઈ અને સત્તરમી સદીમાં આપણને જગન્નાથ નામના છેલ્લા આચાર્ય મળ્યા. જગન્નાથ અકબરના દરબારમાં મોજુદ હતા એવું કહેવાય છે. મુસલમાન રાજાથી થયેલી રજપૂત રાજકન્યા લવંગિકાને જગન્નાથ પરણ્યા હતા. ગંગાના પરમ ભક્ત. તેથી સમાજમાં મુસલમાન સાથેના લગ્નથી ઊહાપોહ થયા છતાં ગંગાએ બંનેને આશીર્વાદ આપ્યા હતા એવી એવી લોકવાયકાઓ જગન્નાથ વિશે વહેતી થઈ છે. પણ જગન્નાથે છેલ્લું કાવ્યશાસ્ત્ર ‘રસગંગાધર' રચ્યું એ આપણે ત્યાં મહત્ત્વનું છે. એમાં અન્ય આચાર્યોની જેમ જગન્નાથે કવિતા સમજાવવા બીજા કવિઓની કવિતાનાં ઉદાહરણ ન લીધાં પણ પોતાના રચેલાં શ્લોકો કે મુક્તકોનો ઉપયોગ કર્યો. વળી ચોરટિયા કવિઓ એમનાં લખેલાં મુક્તકોને પોતાને નામે ન ચઢાવી દે એવી શંકાથી એમણે પોતાનાં ‘પદ્યરત્નોને’ સાચવવા ‘ભામિની વિલાસ' નામની સંપુટ બનાવી, એટલે કે એ નામનું પુસ્તક કર્યું. આજે પણ જગન્નાથના રચેલા સંસ્કૃત ગ્રંથ ‘ભામિની વિલાસ'માં એમનાં પાણીદાર મુક્તકો સચવાયાં છે. | કાવ્યને સમજાવતું શાસ્ત્ર સંસ્કૃતમાં કાવ્યશાસ્ત્ર કહેવાય છે; અને એના સમજાવનારને આચાર્ય અથવા આલંકારિક કહે છે. કાવ્ય શું છે, કાવ્ય શેમાંથી જન્મ્યું, કાવ્ય શા માટે બન્યું, કાવ્યના પ્રકાર કયા છે, કાવ્યમાં અલંકાર કયા પ્રકારનું કામ સંભાળે છે – એવા એવા પ્રશ્નોને સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓએ હાથ ધરીને દરેકે પોતપોતાની રીતે કાવ્યને-સાહિત્યને-સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભામહથી આવા કાવ્યશાસ્ત્રની શરૂઆત થઈ અને સત્તરમી સદીમાં આપણને જગન્નાથ નામના છેલ્લા આચાર્ય મળ્યા. જગન્નાથ અકબરના દરબારમાં મોજુદ હતા એવું કહેવાય છે. મુસલમાન રાજાથી થયેલી રજપૂત રાજકન્યા લવંગિકાને જગન્નાથ પરણ્યા હતા. ગંગાના પરમ ભક્ત. તેથી સમાજમાં મુસલમાન સાથેના લગ્નથી ઊહાપોહ થયા છતાં ગંગાએ બંનેને આશીર્વાદ આપ્યા હતા એવી એવી લોકવાયકાઓ જગન્નાથ વિશે વહેતી થઈ છે. પણ જગન્નાથે છેલ્લું કાવ્યશાસ્ત્ર ‘રસગંગાધર' રચ્યું એ આપણે ત્યાં મહત્ત્વનું છે. એમાં અન્ય આચાર્યોની જેમ જગન્નાથે કવિતા સમજાવવા બીજા કવિઓની કવિતાનાં ઉદાહરણ ન લીધાં પણ પોતાના રચેલાં શ્લોકો કે મુક્તકોનો ઉપયોગ કર્યો. વળી ચોરટિયા કવિઓ એમનાં લખેલાં મુક્તકોને પોતાને નામે ન ચઢાવી દે એવી શંકાથી એમણે પોતાનાં ‘પદ્યરત્નોને’ સાચવવા ‘ભામિની વિલાસ' નામની સંપુટ બનાવી, એટલે કે એ નામનું પુસ્તક કર્યું. આજે પણ જગન્નાથના રચેલા સંસ્કૃત ગ્રંથ ‘ભામિની વિલાસ'માં એમનાં પાણીદાર મુક્તકો સચવાયાં છે. | ||