23,710
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
No edit summary |
||
| Line 3: | Line 3: | ||
{{Heading|૧૧૦. મહાનાયક (વિશ્વાસ પાટીલ) |}} | {{Heading|૧૧૦. મહાનાયક (વિશ્વાસ પાટીલ) |}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/8/81/Rachanavali_110.mp3 | |||
}} | |||
<br> | |||
૧૧૦. મહાનાયક (વિશ્વાસ પાટીલ) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ભારતની સ્વતંત્રતાની ચળવળનાં મોટેભાગે બે જ પાસાં હજી સુધી ભારતીય પ્રજા સમક્ષ આવ્યાં છે; એક ગાંધીજીની અહિંસાવાદી અસહકારનું પાસું અને બીજું હિંસાવાદી ભાંગફોડિયા ક્રાંતિકારીઓનું પાસું, પરંતુ સ્વતંત્રતાની ચળવળનું એક બહુ જ મહત્ત્વનું ત્રીજું પાસું પણ છે અને તે પાસું છે, સુભાષચન્દ્ર બોઝના શિસ્તબદ્ધ આક્રમણ દ્વારા દિલ્હીના બ્રિટિશ રાજ્યશાસનને પરાજિત કરવાનો પુરુષાર્થ લઈને ચાલતું સૈન્યવાદી પાસું. દુર્ભાગ્યે સુભાષચન્દ્ર બોઝ અને એમની આઝાદ હિંદ ફોજ (ઇન્ડિયન નેશનલ આર્મી)ના સમગ્ર વિષયને દબાવી દેવામાં આવ્યો છે. સ્વતંત્રતા પૂર્વે અંગ્રેજો એમના સામર્થ્યથી ગભરાયા હતા અને સ્વતંત્રતા પછી સુભાષચન્દ્રને એક દેવમન્દિરમાં બેસાડી દેવામાં આવ્યા હતા. પરંતુ પરાક્રમી નેતાજી આઝાદી માટે અડધું વિશ્વ ખૂંદી વળેલા. પૂર્વ એશિયામાં ત્રીસ પાંત્રીસ હજાર યુદ્ધકેદીઓને ભેગા કરીને એમણે હિંદ પર આક્રમણ કરવા આઝાદ હિંદ ફોજની રચના કરેલી. મહિલાઓના હાથમાં બન્દૂક આપીને મહિલાઓને શક્તિશાળી હોવાનો વિશ્વાસ આપેલો. જપાન જેવા રાષ્ટ્ર એમને ‘મિત્રરાષ્ટ્ર' તરીકે સ્વીકારીને જબરો સહકાર આપેલો. નેતાજીની મહેચ્છા હતી કે બીજા વિશ્વયુદ્ધની તક ઝડપીને બ્રિટિશ સરકારને હચમચાવી પરાજિત કરી દેશને મુક્ત કરવો. એમના આ સમગ્ર પુરુષાર્થની કડીબદ્ધ જાણકારીનો આજ સુધી અભાવ હતો. | ભારતની સ્વતંત્રતાની ચળવળનાં મોટેભાગે બે જ પાસાં હજી સુધી ભારતીય પ્રજા સમક્ષ આવ્યાં છે; એક ગાંધીજીની અહિંસાવાદી અસહકારનું પાસું અને બીજું હિંસાવાદી ભાંગફોડિયા ક્રાંતિકારીઓનું પાસું, પરંતુ સ્વતંત્રતાની ચળવળનું એક બહુ જ મહત્ત્વનું ત્રીજું પાસું પણ છે અને તે પાસું છે, સુભાષચન્દ્ર બોઝના શિસ્તબદ્ધ આક્રમણ દ્વારા દિલ્હીના બ્રિટિશ રાજ્યશાસનને પરાજિત કરવાનો પુરુષાર્થ લઈને ચાલતું સૈન્યવાદી પાસું. દુર્ભાગ્યે સુભાષચન્દ્ર બોઝ અને એમની આઝાદ હિંદ ફોજ (ઇન્ડિયન નેશનલ આર્મી)ના સમગ્ર વિષયને દબાવી દેવામાં આવ્યો છે. સ્વતંત્રતા પૂર્વે અંગ્રેજો એમના સામર્થ્યથી ગભરાયા હતા અને સ્વતંત્રતા પછી સુભાષચન્દ્રને એક દેવમન્દિરમાં બેસાડી દેવામાં આવ્યા હતા. પરંતુ પરાક્રમી નેતાજી આઝાદી માટે અડધું વિશ્વ ખૂંદી વળેલા. પૂર્વ એશિયામાં ત્રીસ પાંત્રીસ હજાર યુદ્ધકેદીઓને ભેગા કરીને એમણે હિંદ પર આક્રમણ કરવા આઝાદ હિંદ ફોજની રચના કરેલી. મહિલાઓના હાથમાં બન્દૂક આપીને મહિલાઓને શક્તિશાળી હોવાનો વિશ્વાસ આપેલો. જપાન જેવા રાષ્ટ્ર એમને ‘મિત્રરાષ્ટ્ર' તરીકે સ્વીકારીને જબરો સહકાર આપેલો. નેતાજીની મહેચ્છા હતી કે બીજા વિશ્વયુદ્ધની તક ઝડપીને બ્રિટિશ સરકારને હચમચાવી પરાજિત કરી દેશને મુક્ત કરવો. એમના આ સમગ્ર પુરુષાર્થની કડીબદ્ધ જાણકારીનો આજ સુધી અભાવ હતો. | ||