23,710
edits
(+1) |
No edit summary |
||
| Line 49: | Line 49: | ||
{{center|'''૬'''}} | {{center|'''૬'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એ પછી રમણભાઈએ ‘વૃત્તિમય ભાવાભાસ’નો૪૭<ref>૪૭. રમણભાઈએ મૂળ તો કવિ ભીમરાવની કૃતિ ‘પૃથરાજરાસા’ના અવલોકનમાં પ્રસંગોપાત્ત જ આ મુદ્દાની ટૂંકી છણાવટ કરી. એમાંથી કેટલાક પાયાના તાત્ત્વિક મુદ્દાઓ ઊભા કરીને મણિલાલ અને આચાર્ય આનંદશંકરે ચર્ચા કરી. એ બંને વિદ્વાનોની વિચારણાઓને જાણે કે રદિયો આપવાના ઇરાદાથી જ રમણભાઈએ ‘વૃત્તિમય ભાવાભાસ’ (Pathetic Fallacy) નામે વિસ્તૃત અભ્યાસપૂર્ણ લેખ લખ્યો. એમાં આરંભના ભાગમાં રસ્કિનના ‘Of Pathetic Fallacy’ના લખાણનું તારણ રજૂ કર્યું. એને આચાર્યશ્રીએ પાછળથી પ્રત્યુત્તર પણ આપ્યો છે. એ ઉપરાંત નરસિંહરાવ, ડોલરરાય માંકડ, રામનારાયણ પાઠક અને પ્રા. મનસુખલાલ ઝવેરીએ પણ આ વિશે આગળ ચર્ચા ચલાવેલી છે. આપણી વિવેચનાનું આ ખરેખર રસપ્રદ પ્રકરણ છે | એ પછી રમણભાઈએ ‘વૃત્તિમય ભાવાભાસ’નો૪૭<ref>૪૭. રમણભાઈએ મૂળ તો કવિ ભીમરાવની કૃતિ ‘પૃથરાજરાસા’ના અવલોકનમાં પ્રસંગોપાત્ત જ આ મુદ્દાની ટૂંકી છણાવટ કરી. એમાંથી કેટલાક પાયાના તાત્ત્વિક મુદ્દાઓ ઊભા કરીને મણિલાલ અને આચાર્ય આનંદશંકરે ચર્ચા કરી. એ બંને વિદ્વાનોની વિચારણાઓને જાણે કે રદિયો આપવાના ઇરાદાથી જ રમણભાઈએ ‘વૃત્તિમય ભાવાભાસ’ (Pathetic Fallacy) નામે વિસ્તૃત અભ્યાસપૂર્ણ લેખ લખ્યો. એમાં આરંભના ભાગમાં રસ્કિનના ‘Of Pathetic Fallacy’ના લખાણનું તારણ રજૂ કર્યું. એને આચાર્યશ્રીએ પાછળથી પ્રત્યુત્તર પણ આપ્યો છે. એ ઉપરાંત નરસિંહરાવ, ડોલરરાય માંકડ, રામનારાયણ પાઠક અને પ્રા. મનસુખલાલ ઝવેરીએ પણ આ વિશે આગળ ચર્ચા ચલાવેલી છે. આપણી વિવેચનાનું આ ખરેખર રસપ્રદ પ્રકરણ છે.</ref> પ્રશ્ન છેડ્યો ત્યારે, એક જુદા જ સંદર્ભમાં, કવિના ‘અંતઃક્ષોભ’ અને બાહ્યજગતના સત્યને લગતો પ્રશ્ન કેન્દ્રમાં આવ્યો. પ્રસિદ્ધ અંગ્રેજ ચિંતક અને કલામીમાંસક રસ્કિનની ‘Of Pathetic Fallacy’૪૮ | ||
<ref>૪૮. ‘English Critical Essays’ઃ Nineteenth Century’માં ગ્રંથસ્થ લેખ. Ed. E. D. Jone, ૧૯૧૬</ref> લેખની ચર્ચાવિચારણા તેમને એમાં ઘણી પ્રેરક નીવડી છે. અહીં રમણભાઈને પોતાના મૂળ ‘અંતઃક્ષોભ’ના સિદ્ધાંતને જ મઠારી લેવાનો પ્રસંગ આવ્યો છે. (‘વૃત્તિમય ભાવાભાસ’ પ્રશ્નનું સાચું સ્વરૂપ શું એની ચર્ચા કરવાનો આગળ ઉપક્રમ છે. અહીં કવિતાની ઉત્પત્તિ અને સ્વરૂપને લાગેવળગે એટલી ભૂમિકાને જ સ્પર્શવા ધારી છે.) | |||
પાશ્ચાત્ય વિવેચનામાં રસ્કિનનું કલાચિંતન તેની આગવી રુચિ-દૃષ્ટિથી પ્રેરાયેલું છે. પોતાની દીર્ઘકાલીન કલાવિચારણામાં કવિકલ્પનાનું સ્વરૂપ અને કળા સત્યને લગતા પ્રશ્નો તેણે ફરી ફરીને સ્પર્શ્યા છે. એમાંની વૈચારિક ભૂમિકા એટલા સ્થિર રૂપની હોય એમ. લાગતું નથી. એ દૃષ્ટિએ ‘Of Pathetic Fallacy’ લેખની તેની કાવ્યવિચારણા અમુક એક તબક્કાની છે એમ કહેવું યથાર્થ ગણાશે. એ લેખમાં કાવ્યસ્વરૂપની ચર્ચા કરતાં રસ્કિન કહે છે કે, કવિતા સ્વરૂપથી જ અસત્ય છે.૪૯<ref>૪૯. ‘But here is something pleasurable in written poetry which is nevertheless UNઘ્UE. And what is more, if we think over our favourite poetry we shall find it full of this kind of fallacy, and that we like it all the more for being so.’ - ‘Of Pathetic Fallacy’, ‘English Critical Essays : Nineteenth Century’, Ed. E. D. Jones, ૧૯૧૬, p. ૩૮૧.</ref> તે જેમ વધુ રમણીય અને મોહક તેમ તેમાં અસત્યનું પ્રમાણ વધુ. (અહીં આ ચર્ચાના સંદર્ભમાં સત્ય તે બાહ્ય વિશ્વનું યથાર્થ સત્ય, કશુંક વસ્તુનિર્ભર સત્ય, કોઈક માનવબુદ્ધિ - reason - દ્વારા ઉપલબ્ધ સત્ય, એવું તેમને અભિપ્રેત હોવાનું સમજાય છે.) આ સંદર્ભમાં કવિતાના સર્જનવ્યાપારનું તેમણે જે વર્ણન કર્યું, તેમાં તેમની આ ભૂમિકા સ્પષ્ટ થતી દેખાશે. ત્યાં તે કહે છે કે, કાવ્યાનુભવની ક્ષણે કવિચિત્તમાં વિવેકબુદ્ધિ (intellect) અને ઊર્મિ (emotion) જેવા બે ભિન્ન વ્યાપારો સક્રિય બને છે.૫૦<ref>૫૦. ibid, p. ૩૮૫.</ref> સામાન્ય ગજાનો કવિ આવી ક્ષણોમાં ઘણું ખરું ઊર્મિપ્રાબલ્યનો ભોગ થઈ પડે છે – ઊર્મિના આવરણથી તેની વિવેકબુદ્ધિ રૂંધાય છે – એટલે બુદ્ધિ દ્વારા ઉપલબ્ધ કરવાના સત્યનું યથાર્થ દર્શન તેને થઈ શકતું નથી.૫૧<ref>૫૧-૫૨. ibid, p. ૩૮૫.</ref> અને એ રીતે એ કવિ ‘વૃત્તિમય ભાવાભાસ’ના દોષમાં ખેંચાતો હોય છે. આથી ભિન્ન, સમર્થ પ્રતિભાસંપન્ન કવિ ઊર્મિવ્યાપાર પર નિયંત્રણ લાવી વિવેકબુદ્ધિનો ઉત્કર્ષ સાધી લે છે. એ રીતે તે કાવ્યાનુભવની ક્ષણના યથાર્થ સત્યનું આકલન કરતો હોય છે.૫૨<ref>૫૧-૫૨. ibid, p. ૩૮૫.</ref> આનો અર્થ તો એમ કે, જાગૃત વિવેકબુદ્ધિનું સત્ય તે જ કાવ્યાનુભવની ક્ષણનું સત્ય, અને મહાન કવિની સૃષ્ટિમાં આવા બુદ્ધિપ્રમાણિત સત્યનું જ અનુસંધાન હોય છે. | |||
પાશ્ચાત્ય વિવેચનામાં રસ્કિનનું કલાચિંતન તેની આગવી રુચિ-દૃષ્ટિથી પ્રેરાયેલું છે. પોતાની દીર્ઘકાલીન કલાવિચારણામાં કવિકલ્પનાનું સ્વરૂપ અને કળા સત્યને લગતા પ્રશ્નો તેણે ફરી ફરીને સ્પર્શ્યા છે. એમાંની વૈચારિક ભૂમિકા એટલા સ્થિર રૂપની હોય એમ. લાગતું નથી. એ દૃષ્ટિએ ‘Of Pathetic Fallacy’ લેખની તેની કાવ્યવિચારણા અમુક એક તબક્કાની છે એમ કહેવું યથાર્થ ગણાશે. એ લેખમાં કાવ્યસ્વરૂપની ચર્ચા કરતાં રસ્કિન કહે છે કે, કવિતા સ્વરૂપથી જ અસત્ય છે.૪૯ તે જેમ વધુ રમણીય અને મોહક તેમ તેમાં અસત્યનું પ્રમાણ વધુ. (અહીં આ ચર્ચાના સંદર્ભમાં સત્ય તે બાહ્ય વિશ્વનું યથાર્થ સત્ય, કશુંક વસ્તુનિર્ભર સત્ય, કોઈક માનવબુદ્ધિ - reason - દ્વારા ઉપલબ્ધ સત્ય, એવું તેમને અભિપ્રેત હોવાનું સમજાય છે.) આ સંદર્ભમાં કવિતાના સર્જનવ્યાપારનું તેમણે જે વર્ણન કર્યું, તેમાં તેમની આ ભૂમિકા સ્પષ્ટ થતી દેખાશે. ત્યાં તે કહે છે કે, કાવ્યાનુભવની ક્ષણે કવિચિત્તમાં વિવેકબુદ્ધિ (intellect) અને ઊર્મિ (emotion) જેવા બે ભિન્ન વ્યાપારો સક્રિય બને છે.૫૦<ref>૫૦. ibid, p. ૩૮૫.</ref> સામાન્ય ગજાનો કવિ આવી ક્ષણોમાં ઘણું ખરું ઊર્મિપ્રાબલ્યનો ભોગ થઈ પડે છે – ઊર્મિના આવરણથી તેની વિવેકબુદ્ધિ રૂંધાય છે – એટલે બુદ્ધિ દ્વારા ઉપલબ્ધ કરવાના સત્યનું યથાર્થ દર્શન તેને થઈ શકતું નથી.૫૧<ref>૫૧-૫૨. ibid, p. ૩૮૫.</ref> અને એ રીતે એ કવિ ‘વૃત્તિમય ભાવાભાસ’ના દોષમાં ખેંચાતો હોય છે. આથી ભિન્ન, સમર્થ પ્રતિભાસંપન્ન કવિ ઊર્મિવ્યાપાર પર નિયંત્રણ લાવી વિવેકબુદ્ધિનો ઉત્કર્ષ સાધી લે છે. એ રીતે તે કાવ્યાનુભવની ક્ષણના યથાર્થ સત્યનું આકલન કરતો હોય છે.૫૨<ref>૫૧-૫૨. ibid, p. ૩૮૫.</ref> આનો અર્થ તો એમ કે, જાગૃત વિવેકબુદ્ધિનું સત્ય તે જ કાવ્યાનુભવની ક્ષણનું સત્ય, અને મહાન કવિની સૃષ્ટિમાં આવા બુદ્ધિપ્રમાણિત સત્યનું જ અનુસંધાન હોય છે. | |||
રસ્કિનની કાવ્યચર્ચાના આ મુદ્દાઓ કંઈ ઓછા ચર્ચાસ્પદ તો નથી, ખાસ તો કાવ્યસર્જનની ક્ષણોમાં વિવેકબુદ્ધિ અને ઊર્મિ જેવા દ્વિવિધ વ્યાપારના પ્રવર્તનની તેણે જે સમજણ કેળવી છે તે, અને બુદ્ધિપ્રણીત સત્યની તેણે જે અપેક્ષા રાખી છે તે, આજે ભાગ્યે જ સ્વીકાર પામે. પણ અહીં એ બધી બાબતોનો વિગતે વિચાર કરવાને અવકાશ નથી. એટલે આ સંદર્ભમાં એટલું જ નોંધીશું કે, કાવ્યસર્જનની ક્ષણે, રસ્કિન માને છે એમ, બુદ્ધિ વિ. લાગણી જેવા દ્વિમુખી વ્યાપારો ચાલતા નથી. સર્જનની પ્રક્રિયા એકકેન્દ્રી ચૈતસિક ઘટના છે, એમ કહેવું વધારે સયુક્તિક ગણાય. આ પ્રક્રિયામાં બાહ્ય-જગતના પદાર્થો કેવી રીતે કેવા રૂપે પ્રવેશે, એનું તો કોઈ સૂત્ર નથી. પણ કવિની ચેતના તેનાં રૂપોને આત્મસાત્ કરીને પ્રવર્તે છે એ તો ખરું જ. વળી કવિનું સત્ય તે માત્ર બુદ્ધિપ્રણીત સત્ય નહિ, પણ તેથી વિશેષ કોઈક ઊંચેરું સત્ય. પણ આ વિષયમાં આપણે આગળ ન જઈએ. આપણે માટે વિચારણીય મુદ્દો છે તે તો એ કે, રસ્કિનને અનુસરીને ચાલતાં, રમણભાઈને પોતાની મૂળની ભૂમિકાની ફરીથી વ્યાખ્યા કરવી પડી છે. | રસ્કિનની કાવ્યચર્ચાના આ મુદ્દાઓ કંઈ ઓછા ચર્ચાસ્પદ તો નથી, ખાસ તો કાવ્યસર્જનની ક્ષણોમાં વિવેકબુદ્ધિ અને ઊર્મિ જેવા દ્વિવિધ વ્યાપારના પ્રવર્તનની તેણે જે સમજણ કેળવી છે તે, અને બુદ્ધિપ્રણીત સત્યની તેણે જે અપેક્ષા રાખી છે તે, આજે ભાગ્યે જ સ્વીકાર પામે. પણ અહીં એ બધી બાબતોનો વિગતે વિચાર કરવાને અવકાશ નથી. એટલે આ સંદર્ભમાં એટલું જ નોંધીશું કે, કાવ્યસર્જનની ક્ષણે, રસ્કિન માને છે એમ, બુદ્ધિ વિ. લાગણી જેવા દ્વિમુખી વ્યાપારો ચાલતા નથી. સર્જનની પ્રક્રિયા એકકેન્દ્રી ચૈતસિક ઘટના છે, એમ કહેવું વધારે સયુક્તિક ગણાય. આ પ્રક્રિયામાં બાહ્ય-જગતના પદાર્થો કેવી રીતે કેવા રૂપે પ્રવેશે, એનું તો કોઈ સૂત્ર નથી. પણ કવિની ચેતના તેનાં રૂપોને આત્મસાત્ કરીને પ્રવર્તે છે એ તો ખરું જ. વળી કવિનું સત્ય તે માત્ર બુદ્ધિપ્રણીત સત્ય નહિ, પણ તેથી વિશેષ કોઈક ઊંચેરું સત્ય. પણ આ વિષયમાં આપણે આગળ ન જઈએ. આપણે માટે વિચારણીય મુદ્દો છે તે તો એ કે, રસ્કિનને અનુસરીને ચાલતાં, રમણભાઈને પોતાની મૂળની ભૂમિકાની ફરીથી વ્યાખ્યા કરવી પડી છે. | ||
“કવિના, અને રસિક ભાવના વડે આનંદદાયક રચના કરનાર સર્વ કલાવિધાયકોના શ્રેષ્ઠત્વનું રહસ્ય એ છે કે જે વેળા લાગણીથી તેમના ચિત્તમાં ક્ષોભ થાય છે, અન્તર્ભાવપ્રેરણા થાય છે તે વેળા તેમનું ચિત્ત મહા ઉન્નત દશામાં આવે છે અને તેમને પરમસત્યોનું દર્શન થાય છે. આવા પ્રસંગે જો લાગણીનું સામ્રાજ્ય એટલું બધું થઈ જાય કે મનુષ્ય વિવશ થઈ જઈ ચિત્તને સ્વસ્થ અને સમતોલ રાખી શકે નહિ, ચિત્તની વિવેકશક્તિનું અંતિમ શાસન ચલાવી શકે નહિ, પ્રત્યક્ષ થયેલું વિરલ દર્શન શુદ્ધ દૃષ્ટિએ જોઈ શકે નહિ, પણ બધું લાગણીના રંગવાળું જ દેખે તો ધન્ય ક્ષણની પ્રેરણા વ્યર્થ જાય છે, અને લાગણીએ જે સત્યનું દ્વાર ઉઘાડ્યું હતું તે સત્યના દર્શનમાં લાગણીનો જ પડઘો પડે છે... લાગણીથી થતા અન્તઃક્ષોભની સાથે બુદ્ધિ પણ ઉત્કર્ષ પામતી જાય અને આખરે સર્વોપરી થઈ પોતાનો વ્યાપાર ચલાવે અને સત્યપ્રાપ્તિ કરી લે એમાં જ કવિનું પરમ સામર્થ્ય છે; તત્ત્વચિંતકોના કઠિન પ્રયાસ વિના પ્રેરણા દ્વારા સત્યનું દર્શન સહજ મેળવવાનો કવિનો અધિકાર એમાં જ રહેલો છે.”૫૩<ref>૫૩. ‘કવિતા અને સાહિત્ય-૧’, ‘વૃત્તિમય ભાવાભાસ’, પૃ. ૨૦૦-૨૦૧.</ref> | “કવિના, અને રસિક ભાવના વડે આનંદદાયક રચના કરનાર સર્વ કલાવિધાયકોના શ્રેષ્ઠત્વનું રહસ્ય એ છે કે જે વેળા લાગણીથી તેમના ચિત્તમાં ક્ષોભ થાય છે, અન્તર્ભાવપ્રેરણા થાય છે તે વેળા તેમનું ચિત્ત મહા ઉન્નત દશામાં આવે છે અને તેમને પરમસત્યોનું દર્શન થાય છે. આવા પ્રસંગે જો લાગણીનું સામ્રાજ્ય એટલું બધું થઈ જાય કે મનુષ્ય વિવશ થઈ જઈ ચિત્તને સ્વસ્થ અને સમતોલ રાખી શકે નહિ, ચિત્તની વિવેકશક્તિનું અંતિમ શાસન ચલાવી શકે નહિ, પ્રત્યક્ષ થયેલું વિરલ દર્શન શુદ્ધ દૃષ્ટિએ જોઈ શકે નહિ, પણ બધું લાગણીના રંગવાળું જ દેખે તો ધન્ય ક્ષણની પ્રેરણા વ્યર્થ જાય છે, અને લાગણીએ જે સત્યનું દ્વાર ઉઘાડ્યું હતું તે સત્યના દર્શનમાં લાગણીનો જ પડઘો પડે છે... લાગણીથી થતા અન્તઃક્ષોભની સાથે બુદ્ધિ પણ ઉત્કર્ષ પામતી જાય અને આખરે સર્વોપરી થઈ પોતાનો વ્યાપાર ચલાવે અને સત્યપ્રાપ્તિ કરી લે એમાં જ કવિનું પરમ સામર્થ્ય છે; તત્ત્વચિંતકોના કઠિન પ્રયાસ વિના પ્રેરણા દ્વારા સત્યનું દર્શન સહજ મેળવવાનો કવિનો અધિકાર એમાં જ રહેલો છે.”૫૩<ref>૫૩. ‘કવિતા અને સાહિત્ય-૧’, ‘વૃત્તિમય ભાવાભાસ’, પૃ. ૨૦૦-૨૦૧.</ref> | ||