23,710
edits
(Created page with "{{SetTitle}} {{Heading|૬. વર્તમાન ગુજરાતી વિવેચનમાં કેટલાંક નવીન વિચારવલણો}} {{Poem2Open}} છેલ્લા દોઢ-બે દાયકાની આપણી વિવેચનપ્રવૃત્તિનું અવલોકન કરતાં સૌ પ્રથમ જે એક મહત્ત્વની હકીકત આપણા ધ્યાનમાં આવે છ...") |
(+૧) |
||
| Line 6: | Line 6: | ||
આપણી નવી પેઢીની વિવેચનાને, દેખીતી રીતે જ, આપણા નવી પેઢીના સર્જકોની સર્જકદષ્ટિ જોડે ઘણો માર્મિક સંબંધ રહ્યો છે. પ્રસ્તુત અવલોકનના ગાળાની આપણી સર્જન-વિવેચનની નવીન પ્રવૃત્તિઓ પાછળ અમુક ચોક્કસ સાંસ્કારિક બળો કામ કરી રહ્યાં જણાશે. જોકે આ ગાળાની આપણા પ્રજાજીવનની ઘટનાઓ કે આપણી સાંસ્કૃતિક પરિસ્થિતિ જોડે આ નવીન સાહિત્યિક પરિસ્થિતિને સાંકળવાનું સરળ નથી – આપણા યુગનો પ્રભાવ આ પ્રકારની પ્રવૃત્તિઓ પર વિશેષતઃ પરોક્ષ રૂપમાં કે સૂક્ષ્મ સ્તરે પડયો છે – એટલે એ વિશેની વિગતોમાં ઊતર્યા વિના, અહીં આપણે એટલું જ નોંધીશું કે, આ સમય આપણા સાહિત્યક્ષેત્રમાં એક રીતનો સંક્રાન્તિકાળ બની રહ્યો છે. આપણા તરુણ સાહિત્યકારો આધુનિક પાશ્ચાત્ય સાહિત્ય અને કલામીમાંસાના વધુ ગાઢ સંપર્કમાં આવ્યા અને સર્જકધર્મ વિશે તેમનામાં એક વિશેષ અભિજ્ઞતા કેળવાઈ. એમાંયે છેલ્લાં સો વર્ષોમાં પાશ્ચાત્ય સાહિત્યને વળાંક અર્પી રહેલા મહાન સાહિત્યકારો – એલિયટ અને એઝરા પાઉન્ડ, રિલ્કે અને વાલેરી, મલાર્મે અને બૉદલેર, કાફકા અને પ્રુસ્ત, જોય્યસ અને દોસ્તોએવ્સ્કી આદિ – એક-એકથી વિભિન્ન સર્જકોની સાહિત્યસૃષ્ટિ, કે તેના નિર્માણમાં રહેલી એ સર્જકોની સાહિત્યિક વિભાવનાઓ, આપણા તરુણ સાહિત્યકારોનું ધ્યાન ખેંચી રહી. આમ, આપણા તરુણોનો આધુનિક પાશ્ચાત્ય સાહિત્યનો અને તે નિમિત્તે ત્યાંની વિવેચના અને ખાસ તો ત્યાંની વિકસતી કલામીમાંસાનો પરિચય વધ્યો. અને એ રીતે આપણે ત્યાં એક નવીન સાહિત્યિક આબોહવાનું નિર્માણ થયું. આપણી નવી પેઢીની વિવેચના આ નવાં બળોના પ્રભાવ હેઠળ વિકસતી રહી છે. | આપણી નવી પેઢીની વિવેચનાને, દેખીતી રીતે જ, આપણા નવી પેઢીના સર્જકોની સર્જકદષ્ટિ જોડે ઘણો માર્મિક સંબંધ રહ્યો છે. પ્રસ્તુત અવલોકનના ગાળાની આપણી સર્જન-વિવેચનની નવીન પ્રવૃત્તિઓ પાછળ અમુક ચોક્કસ સાંસ્કારિક બળો કામ કરી રહ્યાં જણાશે. જોકે આ ગાળાની આપણા પ્રજાજીવનની ઘટનાઓ કે આપણી સાંસ્કૃતિક પરિસ્થિતિ જોડે આ નવીન સાહિત્યિક પરિસ્થિતિને સાંકળવાનું સરળ નથી – આપણા યુગનો પ્રભાવ આ પ્રકારની પ્રવૃત્તિઓ પર વિશેષતઃ પરોક્ષ રૂપમાં કે સૂક્ષ્મ સ્તરે પડયો છે – એટલે એ વિશેની વિગતોમાં ઊતર્યા વિના, અહીં આપણે એટલું જ નોંધીશું કે, આ સમય આપણા સાહિત્યક્ષેત્રમાં એક રીતનો સંક્રાન્તિકાળ બની રહ્યો છે. આપણા તરુણ સાહિત્યકારો આધુનિક પાશ્ચાત્ય સાહિત્ય અને કલામીમાંસાના વધુ ગાઢ સંપર્કમાં આવ્યા અને સર્જકધર્મ વિશે તેમનામાં એક વિશેષ અભિજ્ઞતા કેળવાઈ. એમાંયે છેલ્લાં સો વર્ષોમાં પાશ્ચાત્ય સાહિત્યને વળાંક અર્પી રહેલા મહાન સાહિત્યકારો – એલિયટ અને એઝરા પાઉન્ડ, રિલ્કે અને વાલેરી, મલાર્મે અને બૉદલેર, કાફકા અને પ્રુસ્ત, જોય્યસ અને દોસ્તોએવ્સ્કી આદિ – એક-એકથી વિભિન્ન સર્જકોની સાહિત્યસૃષ્ટિ, કે તેના નિર્માણમાં રહેલી એ સર્જકોની સાહિત્યિક વિભાવનાઓ, આપણા તરુણ સાહિત્યકારોનું ધ્યાન ખેંચી રહી. આમ, આપણા તરુણોનો આધુનિક પાશ્ચાત્ય સાહિત્યનો અને તે નિમિત્તે ત્યાંની વિવેચના અને ખાસ તો ત્યાંની વિકસતી કલામીમાંસાનો પરિચય વધ્યો. અને એ રીતે આપણે ત્યાં એક નવીન સાહિત્યિક આબોહવાનું નિર્માણ થયું. આપણી નવી પેઢીની વિવેચના આ નવાં બળોના પ્રભાવ હેઠળ વિકસતી રહી છે. | ||
નવી પેઢીમાં સુરેશ જોષીએ પોતાની પ્રયોગશીલ સર્જકવૃત્તિ દ્વારા, અને વિશેષ કરીને પોતાની સમર્થ વિવેચના દ્વારા, સાહિત્ય અને કળાસર્જનને લગતી નવી વિભાવના રજૂ કરી, અને આપણી બંધિયાર બનવા આવેલી સાહિત્યિક પરિસ્થિતિમાં નવાં બળો ગતિશીલ થયાં. આ ગાળામાં નિરંજન ભગત, નલિન રાવળ, વિનોદ અધ્વર્યુ, દિગીશ મહેતા, જયંત પાઠક, ઉશનસ્, જયંત કોઠારી, ભોળાભાઈ પટેલ, રઘુવીર ચૌધરી, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ચંદ્રકાન્ત શેઠ, દિલાવરસિંહ જાડેજા, હરીન્દ્ર દવે આદી અનેક વિદ્વાનોએ વિવેચનના ક્ષેત્રમાં – સૈદ્ધાન્તિક ચર્ચાવિચારણા તેમ કૃતિલક્ષી વિવેચનામાં-આગવાં વલણો પ્રગટ કરતું વિવેચન આરંભી દીધું હતું. આપણાં અગ્રગણ્ય એવાં સાહિત્યિક સામયિકોએ આ નવીનોનાં લખાણોને ઓછોવત્તો આવકાર તો આપ્યો જ, પણ ‘મનીષા’ અને ‘ક્ષિતિજ’ જેવાં સામયિકો તો આપણી નવીન વિચારધારાનાં આંદોલન સમાં બની રહ્યાં. અહીં એમ નોંધવું જોઈએ કે, આ ગાળાનાં અગત્યનાં એવાં અનેક વિવેચનાત્મક લખાણો હજી ગ્રંથસ્થ થયાં નથી. જો એ લખાણોનું ગ્રંથ રૂપે પ્રકાશન થાય તો આપણી નવી વિવેચનાની પરિપાટી વધુ સ્પષ્ટ થાય. | નવી પેઢીમાં સુરેશ જોષીએ પોતાની પ્રયોગશીલ સર્જકવૃત્તિ દ્વારા, અને વિશેષ કરીને પોતાની સમર્થ વિવેચના દ્વારા, સાહિત્ય અને કળાસર્જનને લગતી નવી વિભાવના રજૂ કરી, અને આપણી બંધિયાર બનવા આવેલી સાહિત્યિક પરિસ્થિતિમાં નવાં બળો ગતિશીલ થયાં. આ ગાળામાં નિરંજન ભગત, નલિન રાવળ, વિનોદ અધ્વર્યુ, દિગીશ મહેતા, જયંત પાઠક, ઉશનસ્, જયંત કોઠારી, ભોળાભાઈ પટેલ, રઘુવીર ચૌધરી, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ચંદ્રકાન્ત શેઠ, દિલાવરસિંહ જાડેજા, હરીન્દ્ર દવે આદી અનેક વિદ્વાનોએ વિવેચનના ક્ષેત્રમાં – સૈદ્ધાન્તિક ચર્ચાવિચારણા તેમ કૃતિલક્ષી વિવેચનામાં-આગવાં વલણો પ્રગટ કરતું વિવેચન આરંભી દીધું હતું. આપણાં અગ્રગણ્ય એવાં સાહિત્યિક સામયિકોએ આ નવીનોનાં લખાણોને ઓછોવત્તો આવકાર તો આપ્યો જ, પણ ‘મનીષા’ અને ‘ક્ષિતિજ’ જેવાં સામયિકો તો આપણી નવીન વિચારધારાનાં આંદોલન સમાં બની રહ્યાં. અહીં એમ નોંધવું જોઈએ કે, આ ગાળાનાં અગત્યનાં એવાં અનેક વિવેચનાત્મક લખાણો હજી ગ્રંથસ્થ થયાં નથી. જો એ લખાણોનું ગ્રંથ રૂપે પ્રકાશન થાય તો આપણી નવી વિવેચનાની પરિપાટી વધુ સ્પષ્ટ થાય. | ||
આપણા આગલી પેઢીના વિદ્વાનોમાં ઉમાશંકર સતત વિકાસોન્મુખ રહ્યા છે, અને તેમનો કાવ્યવિચાર પણ તેમના વધતા જતા અભ્યાસ સાથે વધુ ને વધુ વ્યાપક ભૂમિકા પર પ્રતિષ્ઠિત થતો રહ્યો છે. ઈ. સ. ૧૯૪૦માં લખાયેલા તેમના લેખ ‘સમસંવેદન’ની૧<ref>૧. ‘સમસંવેદન’ ગ્રંથમાં એ શીર્ષકનો લેખ.</ref> વૈચારિક ભૂમિકાથી આરંભીને છેક ઈ. સ. ૧૯૬૭માં રજૂ થયેલા તેમના લેખ ‘કવિની | આપણા આગલી પેઢીના વિદ્વાનોમાં ઉમાશંકર સતત વિકાસોન્મુખ રહ્યા છે, અને તેમનો કાવ્યવિચાર પણ તેમના વધતા જતા અભ્યાસ સાથે વધુ ને વધુ વ્યાપક ભૂમિકા પર પ્રતિષ્ઠિત થતો રહ્યો છે. ઈ. સ. ૧૯૪૦માં લખાયેલા તેમના લેખ ‘સમસંવેદન’ની૧<ref>૧. ‘સમસંવેદન’ ગ્રંથમાં એ શીર્ષકનો લેખ.</ref> વૈચારિક ભૂમિકાથી આરંભીને છેક ઈ. સ. ૧૯૬૭માં રજૂ થયેલા તેમના લેખ ‘કવિની શ્રદ્ધા’૨ | ||
<ref>૨. ‘સંસ્કૃતિ’ ૧૯૬૭ ઑક્ટો-નવેમ્બરના અંકોમાં પ્રગટ લેખ.</ref> સુધીનો તેમનો વિચારવિકાસ તપાસવાનું ખરેખર રસપ્રદ થઈ પડે એવું છે. અહીં આપણને જે મુદ્દો અભિપ્રેત છે તે એ કે, તેમના કાવ્યવિચારમાં સતત નવીન વિચારવલણો આમેજ થતાં રહ્યાં છે. એ જ રીતે એમના સમકાલીન સર્જકચિંતકોમાં શ્રી ગુલાબદાસ બ્રોકર, જયંતી દલાલ અને ચુનીલાલ મડિયા આદિએ પણ નવી વિવેચના કે કળામીમાંસા જોડે અનુસંધાન જાળવ્યું છે, અને ઇષ્ટ જણાતાં અમુક નૂતન વિચારવલણોનો પુરસ્કાર કર્યો છે. ડૉ. હરિવલ્લભ ભાયાણી અને નગીનદાસ પારેખ જેવા વિદ્વાનોએ વળી આગવી રીતે નવી વિવેચનામાં અર્પણ કર્યું છે. પ્રસ્તુત લેખમાં નવી વિવેચનાનાં સર્વ લખાણોને સ્પર્શવાનું શક્ય બન્યું નથી. અને આ લેખનો હેતુ આપણી નવી વિવેચનાનાં મુખ્ય મુખ્ય વલણોનો નિર્દેશ કરવાનો છે - એટલે દેખીતી રીતે જ આ લખાણ અમુક મર્યાદામાં બંધાયેલું છે. | |||
આપણા વિષયને અનુલક્ષીને વિચારવા જતાં સૌ પ્રથમ ધ્યાન ખેંચે છે -કવિપ્રતિભાનું સ્વરૂપ અને કવિધર્મનો પ્રશ્ન. આપણી એક શતક જૂની ગુજરાતી વિવેચનામાં આ પ્રશ્ન ફરી ફરીને કેન્દ્રમાં આવ્યો જણાય છે. આગલી પેઢીના વિદ્વાનોએ કવિપુરુષની પ્રતિમા (image) અને તેના જીવનકાર્ય (mission)નો જે ખ્યાલ રજૂ કર્યો હતો તેથી ઘણા ભિન્ન રૂપના ખ્યાલો આપણી નવી વિવેચનામાં જોવા મળે છે. પહેલી દૃષ્ટિએ આ ભેદ કોઈને નજીવો લાગે, પણ હકીકતમાં, કવિસર્જકના ધર્મ વિશે હવે અપેક્ષા જ બદલાઈ છે. આ બદલાતા દૃષ્ટિકોણને સ્પષ્ટ કરવા આરંભમાં આપણે આગલી પેઢીના વિદ્વાનોની વૈચારિક ભૂમિકા ટૂંકમાં સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરીશું. | આપણા વિષયને અનુલક્ષીને વિચારવા જતાં સૌ પ્રથમ ધ્યાન ખેંચે છે -કવિપ્રતિભાનું સ્વરૂપ અને કવિધર્મનો પ્રશ્ન. આપણી એક શતક જૂની ગુજરાતી વિવેચનામાં આ પ્રશ્ન ફરી ફરીને કેન્દ્રમાં આવ્યો જણાય છે. આગલી પેઢીના વિદ્વાનોએ કવિપુરુષની પ્રતિમા (image) અને તેના જીવનકાર્ય (mission)નો જે ખ્યાલ રજૂ કર્યો હતો તેથી ઘણા ભિન્ન રૂપના ખ્યાલો આપણી નવી વિવેચનામાં જોવા મળે છે. પહેલી દૃષ્ટિએ આ ભેદ કોઈને નજીવો લાગે, પણ હકીકતમાં, કવિસર્જકના ધર્મ વિશે હવે અપેક્ષા જ બદલાઈ છે. આ બદલાતા દૃષ્ટિકોણને સ્પષ્ટ કરવા આરંભમાં આપણે આગલી પેઢીના વિદ્વાનોની વૈચારિક ભૂમિકા ટૂંકમાં સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરીશું. | ||
આપણા દેશમાં પ્રાચીન કાળથી કવિની લોકોત્તર પ્રતિભાનો વિશિષ્ટ ખ્યાલ સ્વીકાર પામતો આવ્યો છે. કવિ ક્રાન્તદ્રષ્ટા છે, મનીષી છે, સમસ્ત પ્રજાનું મુખ છે; ટૂંકમાં, તે પોતાના યુગનો ઉદ્ગાતા છે. આ ખ્યાલ આપણી સૈકા જૂની વિવેચનામાંયે પ્રતિષ્ઠિત થતો રહ્યો છે. આ સદીના આરંભે આચાર્ય શ્રી આનંદશંકર ધ્રુવે નોંધ્યું હતું : “ખરેખર, કવિ ફક્ત કવન કરનારો એટલે ગાનારો જ નથી, પણ ‘ક્રાન્તદર્શી’ – પારદર્શી છે. અને જે સત્ત્વ નજરે જુએ છે એ પરમાત્માના પ્રતીકરૂપ – મુખછાયારૂપ – છે. કવિઓ એ જ જગતના આદિકાળમાં ધર્મગુરુઓ હતા; અને હજી પણ છે-કારણ, કવિઓ જ જનસમાજની શ્રદ્ધાને આજ પણ મૂર્તિમતી કરે છે.”૩<ref>૩. ‘કાવ્યતત્ત્વવિચાર’ (આવૃત્તિ ૧૯૪૭) પૃ. ૧૧.</ref> આપણે અહીં સ્પષ્ટ જોઈ શકીશું કે, આચાર્યશ્રીએ વર્ણવેલો કવિ એ કોઈ પયગંબરની કક્ષાનો ‘ધર્મગુરુ’ છે, અને તેનું જીવનકાર્ય (mission) આખા ‘જનસમાજની શ્રદ્ધા’ને ‘મૂર્તિમતી’ કરવાનું છે. તેમની આ પ્રકારની ભાવનાનું અનુસંધાન છેક અત્યારે ઉમાશંકરની કાવ્યભાવનામાં સુધ્ધાં જોઈ શકાય. ઈ. સ. ૧૯૬૭માં પ્રગટ થયેલા ‘કવિની શ્રદ્ધા’ નામે લેખમાં તેમણે કવિના કલાકારધર્મ સાથે તેના પયગંબરી ધર્મનો જે વિચાર રજૂ કર્યો છે તે ખૂબ સૂચક છે : “કવિએ નર્યા કાવ્યકલાના ઉપાસક બનવાનું નથી, કેવળ પયગંબર બનવાનું નથી, કદાચ બંને એકીસાથે બનવાનું છે”૪<ref>૪-૫. ‘સંદર્ભ’ બીજામાં સૂચિત લેખનાં અનુક્રમે પૃ. ૪૨૧, ૪૨૨.</ref> – એમ નોંધી તેઓ આગળ ઉપર એલિયટની વિચારણાનું સમર્થન મેળવી એમ કહે છે : “એક કલાકાર તરીકે એનું કામ છે બોલી નાખવાનું. પણ એણે પોતીકા જીવનનાં રહસ્યો ઉદ્ગારવાનાં નથી. સમાજના મુખ તરીકે એણે જે રહસ્યો ઉચ્ચારવાં જ જોઈએ તે છે સમાજનાં માનવીઓનાં.”૫<ref>૪-૫. ‘સંદર્ભ’ બીજામાં સૂચિત લેખનાં અનુક્રમે પૃ. ૪૨૧, ૪૨૨.</ref> ઉમાશંકરની આ ભાવના સમજવાનું મુશ્કેલ નથી. આપણે ત્યાં ગાંધીવિચારધારાના પ્રભાવ હેઠળ આવેલા આપણા અનેક સમાજનિષ્ઠ ચિંતકોમાંના તેઓ એક છે. એટલે કવિના જીવનકાર્યનો વિચાર તેઓ સમાજજીવનના વ્યાપક સંદર્ભમાં કરવા પ્રેરાય એ દેખીતું છે. આપણી પરંપરાપ્રાપ્ત વિવેચનામાં આમ કવિની લોકોત્તર પ્રતિભાનો સતત પુરસ્કાર થતો રહ્યો છે એ એક મહત્ત્વની બાબત છે. | આપણા દેશમાં પ્રાચીન કાળથી કવિની લોકોત્તર પ્રતિભાનો વિશિષ્ટ ખ્યાલ સ્વીકાર પામતો આવ્યો છે. કવિ ક્રાન્તદ્રષ્ટા છે, મનીષી છે, સમસ્ત પ્રજાનું મુખ છે; ટૂંકમાં, તે પોતાના યુગનો ઉદ્ગાતા છે. આ ખ્યાલ આપણી સૈકા જૂની વિવેચનામાંયે પ્રતિષ્ઠિત થતો રહ્યો છે. આ સદીના આરંભે આચાર્ય શ્રી આનંદશંકર ધ્રુવે નોંધ્યું હતું : “ખરેખર, કવિ ફક્ત કવન કરનારો એટલે ગાનારો જ નથી, પણ ‘ક્રાન્તદર્શી’ – પારદર્શી છે. અને જે સત્ત્વ નજરે જુએ છે એ પરમાત્માના પ્રતીકરૂપ – મુખછાયારૂપ – છે. કવિઓ એ જ જગતના આદિકાળમાં ધર્મગુરુઓ હતા; અને હજી પણ છે-કારણ, કવિઓ જ જનસમાજની શ્રદ્ધાને આજ પણ મૂર્તિમતી કરે છે.”૩<ref>૩. ‘કાવ્યતત્ત્વવિચાર’ (આવૃત્તિ ૧૯૪૭) પૃ. ૧૧.</ref> આપણે અહીં સ્પષ્ટ જોઈ શકીશું કે, આચાર્યશ્રીએ વર્ણવેલો કવિ એ કોઈ પયગંબરની કક્ષાનો ‘ધર્મગુરુ’ છે, અને તેનું જીવનકાર્ય (mission) આખા ‘જનસમાજની શ્રદ્ધા’ને ‘મૂર્તિમતી’ કરવાનું છે. તેમની આ પ્રકારની ભાવનાનું અનુસંધાન છેક અત્યારે ઉમાશંકરની કાવ્યભાવનામાં સુધ્ધાં જોઈ શકાય. ઈ. સ. ૧૯૬૭માં પ્રગટ થયેલા ‘કવિની શ્રદ્ધા’ નામે લેખમાં તેમણે કવિના કલાકારધર્મ સાથે તેના પયગંબરી ધર્મનો જે વિચાર રજૂ કર્યો છે તે ખૂબ સૂચક છે : “કવિએ નર્યા કાવ્યકલાના ઉપાસક બનવાનું નથી, કેવળ પયગંબર બનવાનું નથી, કદાચ બંને એકીસાથે બનવાનું છે”૪<ref>૪-૫. ‘સંદર્ભ’ બીજામાં સૂચિત લેખનાં અનુક્રમે પૃ. ૪૨૧, ૪૨૨.</ref> – એમ નોંધી તેઓ આગળ ઉપર એલિયટની વિચારણાનું સમર્થન મેળવી એમ કહે છે : “એક કલાકાર તરીકે એનું કામ છે બોલી નાખવાનું. પણ એણે પોતીકા જીવનનાં રહસ્યો ઉદ્ગારવાનાં નથી. સમાજના મુખ તરીકે એણે જે રહસ્યો ઉચ્ચારવાં જ જોઈએ તે છે સમાજનાં માનવીઓનાં.”૫<ref>૪-૫. ‘સંદર્ભ’ બીજામાં સૂચિત લેખનાં અનુક્રમે પૃ. ૪૨૧, ૪૨૨.</ref> ઉમાશંકરની આ ભાવના સમજવાનું મુશ્કેલ નથી. આપણે ત્યાં ગાંધીવિચારધારાના પ્રભાવ હેઠળ આવેલા આપણા અનેક સમાજનિષ્ઠ ચિંતકોમાંના તેઓ એક છે. એટલે કવિના જીવનકાર્યનો વિચાર તેઓ સમાજજીવનના વ્યાપક સંદર્ભમાં કરવા પ્રેરાય એ દેખીતું છે. આપણી પરંપરાપ્રાપ્ત વિવેચનામાં આમ કવિની લોકોત્તર પ્રતિભાનો સતત પુરસ્કાર થતો રહ્યો છે એ એક મહત્ત્વની બાબત છે. | ||
| Line 58: | Line 59: | ||
(ફ) ‘રસ અને રૂપ’, ‘અપેક્ષા’ આદિ વિવેચનગ્રંથોમાં કૃતિલક્ષી આસ્વાદનાં લખાણો.</ref> કાન્ત, કલાપી, નાનાલાલ, બળવંતરાય, ‘શેષ’, ઉમાશંકર, સુંદરમ્. નિરંજન આદિ આપણા અગ્રગણ્ય કવિઓની સરસ રચનાઓનાં સૂક્ષ્મ સૌંદર્યતત્ત્વોની ઓળખ થવા લાગી. પ્રેમાનંદ જેવા મધ્યકાલીન કવિની આખ્યાન-સૃષ્ટિનો પણ આ પ્રકારના સૌંદર્યલક્ષી અભિગમથી વિચાર આરંભાયો. ટૂંકમાં, આપણી નવી વિવેચના કૃતિના સૌન્દર્યતત્ત્વ પરત્વે વિશેષ જાગ્રત થઈ, એ એક હકીકત છે. | (ફ) ‘રસ અને રૂપ’, ‘અપેક્ષા’ આદિ વિવેચનગ્રંથોમાં કૃતિલક્ષી આસ્વાદનાં લખાણો.</ref> કાન્ત, કલાપી, નાનાલાલ, બળવંતરાય, ‘શેષ’, ઉમાશંકર, સુંદરમ્. નિરંજન આદિ આપણા અગ્રગણ્ય કવિઓની સરસ રચનાઓનાં સૂક્ષ્મ સૌંદર્યતત્ત્વોની ઓળખ થવા લાગી. પ્રેમાનંદ જેવા મધ્યકાલીન કવિની આખ્યાન-સૃષ્ટિનો પણ આ પ્રકારના સૌંદર્યલક્ષી અભિગમથી વિચાર આરંભાયો. ટૂંકમાં, આપણી નવી વિવેચના કૃતિના સૌન્દર્યતત્ત્વ પરત્વે વિશેષ જાગ્રત થઈ, એ એક હકીકત છે. | ||
પણ સાહિત્યકૃતિના સૌંદર્યતત્ત્વની પ્રતિષ્ઠા થઈ એટલાથી આપણી વિવેચના કૃતાર્થ થઈ જાય એમ માનવું કદાચ વધારે પડતું છે. દરેક વિશિષ્ટ કૃતિના સૌંદર્યાનુભવ પછીયે તેની પ્રમાણભૂતતા કે તેની પ્રતીતિજનકતાની ભૂમિકા ઓળખવાની રહેશે. અન્ય લલિત કલાઓના મુકાબલે સાહિત્યકલાના સૌંદર્યસર્જન વિશે તેના વિશિષ્ટ પ્રશ્નોનો ખ્યાલ પણ કરવાનો રહેશે. કલામીમાંસાના બીજભૂત સંપ્રત્યયોની સાહિત્યવિવેચનાની અપેક્ષા અનુસાર પુનર્વ્યાખ્યા કરવાની રહેશે. આ૫ણાં કૃતિનિષ્ઠ વિવેચનોમાંયે જે ગૃહીતો સ્વીકારીને રસદર્શન થયું હોય અથવા તેની પાછળ જે કોઈ મૂળભૂત શ્રદ્ધા રહી હોય તેની તાત્ત્વિક માંડણી કરવાની રહેશે. એ રીતે વિચારવિમર્શ થશે તો જ આપણી નવી સૌંદર્યલક્ષી વિવેચનામાં અપૂર્વ બળ અને અલૌકિક તેજ પ્રગટશે, અન્યથા નહિ. | પણ સાહિત્યકૃતિના સૌંદર્યતત્ત્વની પ્રતિષ્ઠા થઈ એટલાથી આપણી વિવેચના કૃતાર્થ થઈ જાય એમ માનવું કદાચ વધારે પડતું છે. દરેક વિશિષ્ટ કૃતિના સૌંદર્યાનુભવ પછીયે તેની પ્રમાણભૂતતા કે તેની પ્રતીતિજનકતાની ભૂમિકા ઓળખવાની રહેશે. અન્ય લલિત કલાઓના મુકાબલે સાહિત્યકલાના સૌંદર્યસર્જન વિશે તેના વિશિષ્ટ પ્રશ્નોનો ખ્યાલ પણ કરવાનો રહેશે. કલામીમાંસાના બીજભૂત સંપ્રત્યયોની સાહિત્યવિવેચનાની અપેક્ષા અનુસાર પુનર્વ્યાખ્યા કરવાની રહેશે. આ૫ણાં કૃતિનિષ્ઠ વિવેચનોમાંયે જે ગૃહીતો સ્વીકારીને રસદર્શન થયું હોય અથવા તેની પાછળ જે કોઈ મૂળભૂત શ્રદ્ધા રહી હોય તેની તાત્ત્વિક માંડણી કરવાની રહેશે. એ રીતે વિચારવિમર્શ થશે તો જ આપણી નવી સૌંદર્યલક્ષી વિવેચનામાં અપૂર્વ બળ અને અલૌકિક તેજ પ્રગટશે, અન્યથા નહિ. | ||
{{Poem2Close}} | |||
<hr> | <hr> | ||
'''પાદનોંધ''' | '''પાદનોંધ''' | ||
{{reflist}} | |||
{{ | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સુરેશ જોષીની કળાવિચારણા | ||
|next = | |next = આપણું આજનું કાવ્યવિવેચન : તેના બદલાતા સંદર્ભો અને તેની બદલાતી અપેક્ષાઓ | ||
}} | }} | ||