23,710
edits
No edit summary |
No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 7: | Line 7: | ||
બા-બાપુ અંદર હતા. ધીમી વાતચીત થતી હતી. તેણે કાન માંડ્યા. પણ ના, તેના વિશે કશી વાત થતી નહોતી. | બા-બાપુ અંદર હતા. ધીમી વાતચીત થતી હતી. તેણે કાન માંડ્યા. પણ ના, તેના વિશે કશી વાત થતી નહોતી. | ||
હજી તે ગઈ સાંજે જ આવી હતી. કેટલી થાકી હતી? માંડ માંડ અહીં સુધી પહોંચી હતી. રિક્ષાવાળો ભલો હતો. પૂરું સરનામું પણ ક્યાં હતું પાસે? જય ફ્લેટ્સ! પણ જયમાળા ફ્લેટ્સ પણ પાસે જ હતાં. રિંગ રોડ કહો પણ એ વર્તુળ નાનું થોડું હોય? | હજી તે ગઈ સાંજે જ આવી હતી. કેટલી થાકી હતી? માંડ માંડ અહીં સુધી પહોંચી હતી. રિક્ષાવાળો ભલો હતો. પૂરું સરનામું પણ ક્યાં હતું પાસે? જય ફ્લેટ્સ! પણ જયમાળા ફ્લેટ્સ પણ પાસે જ હતાં. રિંગ રોડ કહો પણ એ વર્તુળ નાનું થોડું હોય? | ||
બસ, તે એમ જ નીકળી પડી હતી. પહેલી વાર આવી હતી. માએ પત્રમાં વર્ણન કર્યું હતું | બસ, તે એમ જ નીકળી પડી હતી. પહેલી વાર આવી હતી. માએ પત્રમાં વર્ણન કર્યું હતું : ‘પન્ના સરસ ફ્લેટ મળ્યો છે મોટાને એકાંતનું એકાંત ને વસ્તીની વસ્તી! ત્રણ તો બેડરૂમ, મોટો ડ્રોઈંગરૂમ, કિચન, બાથ સ્ટોર ને બે તો રવેશ!' | ||
તે અત્યારે એકમાં બેઠી હતી. સામે-માએ નહોતું લખ્યું તેવું સરસ દૃશ્ય હતું. અવલોકન કરી રહી હતી, નવા વિષયોમાં પ્રવેશવા અને જૂના ભૂલવા મથતી હતી. | તે અત્યારે એકમાં બેઠી હતી. સામે-માએ નહોતું લખ્યું તેવું સરસ દૃશ્ય હતું. અવલોકન કરી રહી હતી, નવા વિષયોમાં પ્રવેશવા અને જૂના ભૂલવા મથતી હતી. | ||
માતાએ આગળ લખ્યું હતું : ‘પન્ના, મોટાભાઈની બદલી થઈ ને વતનનું ઘર સમેટવું પડ્યું. કશો વિકલ્પ જ નહોતો. કેટલી પીડા થઈ હશે? છેલ્લા બે દશકામાં ક્યાં એકેય વાર તાળું વસાયું હતું?’ | માતાએ આગળ લખ્યું હતું : ‘પન્ના, મોટાભાઈની બદલી થઈ ને વતનનું ઘર સમેટવું પડ્યું. કશો વિકલ્પ જ નહોતો. કેટલી પીડા થઈ હશે? છેલ્લા બે દશકામાં ક્યાં એકેય વાર તાળું વસાયું હતું?’ | ||
| Line 14: | Line 14: | ||
કેવા વેશે નીકળી પડી હતી? અખિલેશે કેવું કહ્યું? તે થીજી ગઈ હતી. ચોરી ઉપર શિરજોરી! થયું આ પુરુષ? આ જ અસલી રૂપ? આઘાત લાગ્યો હતો. કેટલી નિર્લજ્જતા? બે રાત પડી રહી હતી અખિલેશથી, પણ ક્યાં કશું થયું હતું? | કેવા વેશે નીકળી પડી હતી? અખિલેશે કેવું કહ્યું? તે થીજી ગઈ હતી. ચોરી ઉપર શિરજોરી! થયું આ પુરુષ? આ જ અસલી રૂપ? આઘાત લાગ્યો હતો. કેટલી નિર્લજ્જતા? બે રાત પડી રહી હતી અખિલેશથી, પણ ક્યાં કશું થયું હતું? | ||
ને બીજે દિવસે પન્નાએ નિર્ણય લઈ લીધો હતો કે તે એ ઘર છોડીને ચાલી જશે, મોટાભાઈને ત્યાં. બા-બાપુ, મોટાભાઈ, નીરજાભાભી, સુરતા બંધાય પાસે. | ને બીજે દિવસે પન્નાએ નિર્ણય લઈ લીધો હતો કે તે એ ઘર છોડીને ચાલી જશે, મોટાભાઈને ત્યાં. બા-બાપુ, મોટાભાઈ, નીરજાભાભી, સુરતા બંધાય પાસે. | ||
નાનકી સૂટકેસમાં બે-ત્રણ જોડી વસ્ત્રો ડૂચાની જેમ ખોસ્યાં હતાં ને નીકળી પડી હતી. બગલથેલામાં થોડીક જરૂરી ચીજો હતી | નાનકી સૂટકેસમાં બે-ત્રણ જોડી વસ્ત્રો ડૂચાની જેમ ખોસ્યાં હતાં ને નીકળી પડી હતી. બગલથેલામાં થોડીક જરૂરી ચીજો હતી : ટૂથ બ્રશ, રૂમાલ, ઉલિયું, પેન, ડાયરી જેવી. | ||
ઝટપટ સંબોધન લિખિતંગ લખ્યા વિનાની ચિઠ્ઠી લખીને ટેબલ પર મૂકી હતી | ઝટપટ સંબોધન લિખિતંગ લખ્યા વિનાની ચિઠ્ઠી લખીને ટેબલ પર મૂકી હતી : જાઉં છું. ‘સુખી થાવ પેલીની સાથે.’ | ||
બે આંસુડાં પણ એ કાગળ પર પડ્યાં હતાં. તે ત્યાંથી સડસડાટ નીકળી ગઈ હતી. | બે આંસુડાં પણ એ કાગળ પર પડ્યાં હતાં. તે ત્યાંથી સડસડાટ નીકળી ગઈ હતી. | ||
પર્સમાં મોટાભાઈનું નવું સરનામું હતું. નવું શહેર ને નવું સરનામું. | પર્સમાં મોટાભાઈનું નવું સરનામું હતું. નવું શહેર ને નવું સરનામું. | ||
| Line 23: | Line 23: | ||
‘કોણ... પન્નુ?' માના અવાજમાં આનંદ ભળ્યો હતો. પાછળ બાપુ ઊભા હતા. | ‘કોણ... પન્નુ?' માના અવાજમાં આનંદ ભળ્યો હતો. પાછળ બાપુ ઊભા હતા. | ||
‘સારું થયું, તું આવી બેટા!’ મા બોલી ને તે વળગીને રડી પડી હતી. | ‘સારું થયું, તું આવી બેટા!’ મા બોલી ને તે વળગીને રડી પડી હતી. | ||
આ રડવું વિરહ પછીના મિલનનું હતું, પેલું નહોતું. માએ માહિતી આપી | આ રડવું વિરહ પછીના મિલનનું હતું, પેલું નહોતું. માએ માહિતી આપી : ‘અમે બે એકલાં જ છીએ. સારું થયું, તું આવી. એ લોકો સાઉથના પ્રવાસે ગયા છે.’ | ||
પછી તરત જ વાત ફંટાઈ હતી | પછી તરત જ વાત ફંટાઈ હતી : ‘પન્ના, સુરતા... કેવાં સરસ પ્રવાસવર્ણનો લખે છે? અદ્દલ તું જ. અક્ષરો પણ મરોડદાર. ભાષા પણ તારી, વાંચજે પછી નિરાંતે. સ્નાન કરી લે પહેલાં. પ્રવાસનો થાક ઊતરી જશે. પન્ના, એવું સરસ બાથરૂમ છે. અરીસો, ટબ, ફુવારો અને...!' | ||
બાપુએ યાદ કર્યું હતું | બાપુએ યાદ કર્યું હતું : ‘એકલી જ આવી?’ તે કશું જ બોલી નહોતી. વિચાર્યું કે પછી બધી વાત કરશે, હૈયું ખોલીને કરશે; કહેશે કૈંક...! | ||
ભીતર કશું ખટકવા લાગ્યું હતું, મૂઠી વળાઈ ગઈ હતી. | ભીતર કશું ખટકવા લાગ્યું હતું, મૂઠી વળાઈ ગઈ હતી. | ||
દુર્ગા... તેને બાથરૂમની ખૂબીઓ દેખાડતી હતી. પન્ના, પછી તને આખો ફ્લેટ બતાવીશ. અરે, જીપ તેડવા-મેલવા આવે મોટાને! આ ફ્લેટ પણ ...! | દુર્ગા... તેને બાથરૂમની ખૂબીઓ દેખાડતી હતી. પન્ના, પછી તને આખો ફ્લેટ બતાવીશ. અરે, જીપ તેડવા-મેલવા આવે મોટાને! આ ફ્લેટ પણ ...! | ||
તેણે ગરમ પાણીથી સ્નાન આટોપી લીધું. અખિલેશના વિચારો આવ્યા પણ મન મક્કમ કરીને શ્લોક રટવા લાગી. બહાર નીકળીને કહ્યું | તેણે ગરમ પાણીથી સ્નાન આટોપી લીધું. અખિલેશના વિચારો આવ્યા પણ મન મક્કમ કરીને શ્લોક રટવા લાગી. બહાર નીકળીને કહ્યું : ‘બા, સરસ છે બાથરૂમ.’ માએ હર્ષભેર કહ્યું : આવો તો બીજોય છે. | ||
પછી ફ્લેટ જોવાયો. બા વર્ણન કરે ને બાપુ ટાપસી પૂરે. છેક છેલ્લે એ પણ કહ્યુ | પછી ફ્લેટ જોવાયો. બા વર્ણન કરે ને બાપુ ટાપસી પૂરે. છેક છેલ્લે એ પણ કહ્યુ : ‘પન્ના, અખિલેશ આવે તો સંકડાશ ના લાગે. વિશાળ છે.’ | ||
તેણે હસી લીધું. | તેણે હસી લીધું. | ||
રાતે દુર્ગાએ વતનના ઘરની વાત ઉખાળી હતી. | રાતે દુર્ગાએ વતનના ઘરની વાત ઉખાળી હતી. | ||
‘પન્ના, એ ઘર મનમાંથી ખસતું જ નથી. ક્યાં હતાં પંખા? ને તોય કેટલી ઠંડક? આગલો ખંડ તો વિશાળ પણ કેટલો? | ‘પન્ના, એ ઘર મનમાંથી ખસતું જ નથી. ક્યાં હતાં પંખા? ને તોય કેટલી ઠંડક? આગલો ખંડ તો વિશાળ પણ કેટલો? એ, તું જ ત્યાં છોકરીઓ ભેગી કરીને ભણાવતી'તી ને?' | ||
તેને બધું યાદ આવ્યું હતું. દશ-બાર વર્ષો પહેલાંની જ વાત! તે છાત્રાઓને ભણાવતી હતી. શું નામ હતાં? નોટબુકમાં હાજરી પૂરતી હતી, ફીના હિસાબો લખતી હતી. | તેને બધું યાદ આવ્યું હતું. દશ-બાર વર્ષો પહેલાંની જ વાત! તે છાત્રાઓને ભણાવતી હતી. શું નામ હતાં? નોટબુકમાં હાજરી પૂરતી હતી, ફીના હિસાબો લખતી હતી. | ||
જૂનો અભ્યાસખંડ સજીવન થયો હતો. | જૂનો અભ્યાસખંડ સજીવન થયો હતો. | ||
| Line 44: | Line 44: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તેને થયું હતું કે કેમ મા પૂછતી નથી કે તે બે જોડી વસ્ત્રો લઈને જ કેમ આવી હતી, ચહેરા પર શેની ઉદાસી હતી, અખિલેશની વાત નીકળતાં જ કેમ મોં ફેરવી લેતી હતી. | તેને થયું હતું કે કેમ મા પૂછતી નથી કે તે બે જોડી વસ્ત્રો લઈને જ કેમ આવી હતી, ચહેરા પર શેની ઉદાસી હતી, અખિલેશની વાત નીકળતાં જ કેમ મોં ફેરવી લેતી હતી. | ||
શું બધું ખ્યાલ બહાર ગયું હશે? માની આંખે તો તરત જ બધું વંચાઈ જાય; તરત પૂછે | શું બધું ખ્યાલ બહાર ગયું હશે? માની આંખે તો તરત જ બધું વંચાઈ જાય; તરત પૂછે : છે કશું અખિલેશ સાથે? કેમ આમ... મૂંઝાયેલી લાગતી હતી? હેં પન્નુ! | ||
ને તરત જ માને ખભે માથું મૂકીને ખાલી થઈ જાય. | ને તરત જ માને ખભે માથું મૂકીને ખાલી થઈ જાય. | ||
ફોન પર નીરજાભાભીએ તો શું કહ્યું હતું? આગમન બદલ હરખ વ્યક્ત તો કર્યો જ પરંતુ એકલી આવી એ બાબત જ મુખ્ય રહી. | ફોન પર નીરજાભાભીએ તો શું કહ્યું હતું? આગમન બદલ હરખ વ્યક્ત તો કર્યો જ પરંતુ એકલી આવી એ બાબત જ મુખ્ય રહી. | ||
કેટલી સગવડ છે હવે! અરે, તમને અલાયદો બેડરૂમ પણ મળી શકે. એય... નિરાંતે...! ને પાછી પૃચ્છા | કેટલી સગવડ છે હવે! અરે, તમને અલાયદો બેડરૂમ પણ મળી શકે. એય... નિરાંતે...! ને પાછી પૃચ્છા : ‘છે તને? નથી! હવે તો વિચારવું જોઈએ. અખિલેશને જ કહેવું પડશે.’ | ||
બાપુએ પણ અખિલેશગાથા ગાઈ. કહ્યું : ‘વેડમી બનાવો છો ને! સરસ... પન્નુને ભાવે છે એમ? અને... અખિલેશને પણ. યાદ છે, તમને? લગ્ન પછી આવ્યા'તા? ને તમે... વેડમી બનાવી’તી! ત્યારે જ ખ્યાલ આવ્યો કે જમાઈને... પણ...!’ | બાપુએ પણ અખિલેશગાથા ગાઈ. કહ્યું : ‘વેડમી બનાવો છો ને! સરસ... પન્નુને ભાવે છે એમ? અને... અખિલેશને પણ. યાદ છે, તમને? લગ્ન પછી આવ્યા'તા? ને તમે... વેડમી બનાવી’તી! ત્યારે જ ખ્યાલ આવ્યો કે જમાઈને... પણ...!’ | ||
તેને ચીડ ચડી હતી. કહ્યું દુર્ગાને : ‘બા મૂકોને કુથારો. ગમે તે ચાલશે!' | તેને ચીડ ચડી હતી. કહ્યું દુર્ગાને : ‘બા મૂકોને કુથારો. ગમે તે ચાલશે!' | ||
| Line 61: | Line 61: | ||
અને અચાનક જ પન્ના એકલી જ પહોંચી ગઈ હતી. બીજી સવારે એ જ રવેશમાં બેઠી. અલબત્ત નવીનતા નહોતી, ગઈ કાલનાં જ દૃશ્યો હતાં તોપણ રાહત લાગી. | અને અચાનક જ પન્ના એકલી જ પહોંચી ગઈ હતી. બીજી સવારે એ જ રવેશમાં બેઠી. અલબત્ત નવીનતા નહોતી, ગઈ કાલનાં જ દૃશ્યો હતાં તોપણ રાહત લાગી. | ||
રવેશો, બારીઓ, કબૂતરોવાળાં છજાંઓ અને સ્ત્રીઓ. વળગણીઓ પર ભીનાં વસ્ત્રો પણ. થયું; આ સ્ત્રીઓના પણ સંસાર હશે, પુરુષો હશે, બાળકો હશે! કોઈ કોઈ રવેશોમાં બાળકો પણ હતાં. | રવેશો, બારીઓ, કબૂતરોવાળાં છજાંઓ અને સ્ત્રીઓ. વળગણીઓ પર ભીનાં વસ્ત્રો પણ. થયું; આ સ્ત્રીઓના પણ સંસાર હશે, પુરુષો હશે, બાળકો હશે! કોઈ કોઈ રવેશોમાં બાળકો પણ હતાં. | ||
તેને પણ હોત જ ને? પણ અખિલેશે તેને પટાવી હતી | તેને પણ હોત જ ને? પણ અખિલેશે તેને પટાવી હતી : ‘પન્નુ, આ તો પ્રારંભના દિવસો. મોજ કરી લઈએ. કેવી થઈ જશે તારી ફિગર?’ | ||
તે માની ગઈ હતી. પુરુષને ગમતા જ રહેવું અને અરીસાને પણ! | તે માની ગઈ હતી. પુરુષને ગમતા જ રહેવું અને અરીસાને પણ! | ||
શું ખબર કે બધી જ રમત? | શું ખબર કે બધી જ રમત? | ||
ત્યાં બાપુએ પુનરોક્તિ કરી હતી | ત્યાં બાપુએ પુનરોક્તિ કરી હતી : ‘સારું થયું, તું આવી. સાંજે આશ્રમમાં જઈએ. શું પવિત્ર સ્થાન છે? દિવ્યતા...! ઇચ્છા તો હતી પણ જવાતું નહોતું.' | ||
‘જઈએ...’ માએ અનુમોદના કરી હતી. | ‘જઈએ...’ માએ અનુમોદના કરી હતી. | ||
પણ પન્ના અકળાયેલી હતી. કેમ આ લોકો પૂછતાં નથી કે તે અચાનક શા માટે આવી હતી, બે જોડી વસ્ત્રો લઈને? કેમ વાંચી નહીં શકતાં હોય તેનો ચહેરો, તેની આંખો? તે ખાલી થવા ઇચ્છતી હતી. ડૂમો બાઝેલો હતો. હૈયામાં. કોઈ જરા સ્પર્શ કરે ને તે ખળભળવાની હતી. આંસુડા પાંપણો પર જ હતાં. સ્હેજ ઠેલો વાગે ને... તે..? | પણ પન્ના અકળાયેલી હતી. કેમ આ લોકો પૂછતાં નથી કે તે અચાનક શા માટે આવી હતી, બે જોડી વસ્ત્રો લઈને? કેમ વાંચી નહીં શકતાં હોય તેનો ચહેરો, તેની આંખો? તે ખાલી થવા ઇચ્છતી હતી. ડૂમો બાઝેલો હતો. હૈયામાં. કોઈ જરા સ્પર્શ કરે ને તે ખળભળવાની હતી. આંસુડા પાંપણો પર જ હતાં. સ્હેજ ઠેલો વાગે ને... તે..? | ||
પણ ક્યાં હતો એ ઠેલો, એ સ્પર્શ, એ ઢાળ, એ શબ્દ? તેણે આક્રોશ છૂપાવતાં કહ્યું | પણ ક્યાં હતો એ ઠેલો, એ સ્પર્શ, એ ઢાળ, એ શબ્દ? તેણે આક્રોશ છૂપાવતાં કહ્યું : ‘બા, પછી વાત...!' | ||
ને બાપુ બોલ્યા હતા | ને બાપુ બોલ્યા હતા : ‘ભલે ભલે, પછી વાત, થાક ઉતાર.’ | ||
તરત જ દુર્ગાએ વતનઝુરાપા ભણીનો તંતુ લંબાવ્યો હતો : ‘યાદ છે ને... આપણાં ગામ પાસેનું વડલાવાળું થાનક! શ્રાવણ મહિનામાં દર સોમવારે મેળો ભરાય. સ્વયમ્ શંકર ! પાસે બારમાસી ઝરો.’ | તરત જ દુર્ગાએ વતનઝુરાપા ભણીનો તંતુ લંબાવ્યો હતો : ‘યાદ છે ને... આપણાં ગામ પાસેનું વડલાવાળું થાનક! શ્રાવણ મહિનામાં દર સોમવારે મેળો ભરાય. સ્વયમ્ શંકર ! પાસે બારમાસી ઝરો.’ | ||
ને વાત ફંટાઈ ગઈ હતી. | ને વાત ફંટાઈ ગઈ હતી. | ||
| Line 83: | Line 83: | ||
પ્રશ્ન થયો કે કોણ...? કોણ સાદ પાડતું હતું? કે પછી કેવળ ભાસ! | પ્રશ્ન થયો કે કોણ...? કોણ સાદ પાડતું હતું? કે પછી કેવળ ભાસ! | ||
ને બીજો સાદ પડ્યો હતો આત્મીયતાથી ભર્યો ભર્યો. હા... સામેના રવેશમાંથી! એક છોકરી, કદાચ સ્ત્રી સાદ પાડી રહી હતી. | ને બીજો સાદ પડ્યો હતો આત્મીયતાથી ભર્યો ભર્યો. હા... સામેના રવેશમાંથી! એક છોકરી, કદાચ સ્ત્રી સાદ પાડી રહી હતી. | ||
તેે મનથી, તનથી લંબાઈ હતી. હા, ઓળખી મને-તેની જ એક છાત્રા, કદાચ શ્રેયા. હા, શ્રેયા જ તે તો? ને પ્રતિસાદ પણ પાડ્યો | તેે મનથી, તનથી લંબાઈ હતી. હા, ઓળખી મને-તેની જ એક છાત્રા, કદાચ શ્રેયા. હા, શ્રેયા જ તે તો? ને પ્રતિસાદ પણ પાડ્યો : ‘શ્રેયા શર્મા તો નહીં ને!’ | ||
પરિચિતતા સાંપડી હતી, સિદ્ધ થઈ હતી કારણ કે પેલી ટહુકી હતી | પરિચિતતા સાંપડી હતી, સિદ્ધ થઈ હતી કારણ કે પેલી ટહુકી હતી : ‘મેમ... ઓળખી તમે, હું શ્રેયા.’ | ||
વતનના ઘરના પડખેના ખંડમાં દશ-બાર છાત્રા સમયસર આવી જતી હતી ને પન્ના મેમ.. ગૌરવથી અધ્યાપન ચલાવતાં હતાં. શી વય હતી? સોળ-સત્તરની જ હશે. આ વય જ એવી હતી કે અવનવા શોખો જાગે, નસનસમાં પૂર આવે, એમ થાય કે કશુંક કરી નાંખે. | વતનના ઘરના પડખેના ખંડમાં દશ-બાર છાત્રા સમયસર આવી જતી હતી ને પન્ના મેમ.. ગૌરવથી અધ્યાપન ચલાવતાં હતાં. શી વય હતી? સોળ-સત્તરની જ હશે. આ વય જ એવી હતી કે અવનવા શોખો જાગે, નસનસમાં પૂર આવે, એમ થાય કે કશુંક કરી નાંખે. | ||
અચાનક કવિતા-પાઠ, પૂર્વાપર સંબંધ આપો. બીજગણિતના કૂટપ્રશ્નો, પૃથ્વી ગોળ હોવાના કારણો અને શેરશાહના સુધારાઓ, જાદુગરની ટોપીમાંથી નીકળતાં સસલાની માફક કૂદી પડ્યાં હતાં. | અચાનક કવિતા-પાઠ, પૂર્વાપર સંબંધ આપો. બીજગણિતના કૂટપ્રશ્નો, પૃથ્વી ગોળ હોવાના કારણો અને શેરશાહના સુધારાઓ, જાદુગરની ટોપીમાંથી નીકળતાં સસલાની માફક કૂદી પડ્યાં હતાં. | ||