કુન્દનિકા કાપડીઆની શ્રેષ્ઠ વાર્તાઓ/એક ટૂંકી સફર: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૧૦. એક ટૂંકી સફર |}} {{Poem2Open}} ‘એ હે’ય માલમ!’ પૉર્ટ ઑફિસરે બૂમ મારી. માથે એક મેલો કટકો વીંટાળતાં વીંટાળતાં એક માણસે ભંડકિયામાંથી ડોકું બહાર કાઢ્યું. ‘જી, સા’બ!’ ‘ક્યારે ઊપડવાનો છે?...")
 
No edit summary
Line 12: Line 12:
‘જાઓ તમે, પવન અનુકૂળ હશે તો ચારેક કલાકમાં તો પહોંચી જશો, સ્ટીમલૉન્ચ હોય તો બે-અઢી કલાકમાં જ પહોંચી જવાય. પણ એનો શેફ્ટ તૂટી ગયો છે, એટલે એના બદલે આ વહાણ માલ લઈ જશે.’
‘જાઓ તમે, પવન અનુકૂળ હશે તો ચારેક કલાકમાં તો પહોંચી જશો, સ્ટીમલૉન્ચ હોય તો બે-અઢી કલાકમાં જ પહોંચી જવાય. પણ એનો શેફ્ટ તૂટી ગયો છે, એટલે એના બદલે આ વહાણ માલ લઈ જશે.’
પૉર્ટ ઑફિસર સાથે હાથ મેળવીને હું વહાણ પર ચડી ગયો; અને થોડી જ વારમાં વહાણ ઊપડ્યું.
પૉર્ટ ઑફિસર સાથે હાથ મેળવીને હું વહાણ પર ચડી ગયો; અને થોડી જ વારમાં વહાણ ઊપડ્યું.
બપોરના અઢી - ત્રણ વાગ્યા હતા. પોષ મહિનાની હૂંફાળી, તડકાળી બપોર! સૂરજના તાપે આખા શરીરને લપેટી લીધું. ક્યાંય સુધી હું, ધીરે ધીરે દૂર થતો જતો ઘોઘાનો કાંઠો જોઈ રહ્યો. કશા અવાજ વિના વહાણ સરતું જતું હતું… ધીરે ધીરે ધીરે. દરિયાની આ મારી પહેલી વારની મુસાફરી હતી. કૌતુક અને વિસ્મયથી હું વહાણની ચારે તરફ પથરાઈ રહેલી જળની એ લીલી શ્યામ દર્પણસૃષ્ટિ જોઈ રહ્યો. અફાટ, ભયાવહ, નિ ઃશબ્દ વિસ્તાર સૂરજની સામે છાતી ધરીને ખુલ્લો પડ્યો હતો — એકાદ ક્રાંતિકારી જવાંમર્દની જેમ. લો, ભોંકી દો કટાર આ ખુલ્લા સીનામાં.
બપોરના અઢી - ત્રણ વાગ્યા હતા. પોષ મહિનાની હૂંફાળી, તડકાળી બપોર! સૂરજના તાપે આખા શરીરને લપેટી લીધું. ક્યાંય સુધી હું, ધીરે ધીરે દૂર થતો જતો ઘોઘાનો કાંઠો જોઈ રહ્યો. કશા અવાજ વિના વહાણ સરતું જતું હતું… ધીરે ધીરે ધીરે. દરિયાની આ મારી પહેલી વારની મુસાફરી હતી. કૌતુક અને વિસ્મયથી હું વહાણની ચારે તરફ પથરાઈ રહેલી જળની એ લીલી શ્યામ દર્પણસૃષ્ટિ જોઈ રહ્યો. અફાટ, ભયાવહ, નિ:શબ્દ વિસ્તાર સૂરજની સામે છાતી ધરીને ખુલ્લો પડ્યો હતો — એકાદ ક્રાંતિકારી જવાંમર્દની જેમ. લો, ભોંકી દો કટાર આ ખુલ્લા સીનામાં.
અને સૂરજ એ પડકાર ઝીલી શક્યો નહોતો. એણે વછોડેલાં તડકાનાં તીર, નીચે આવતાં સોનેરી કુમળાં ફૂલોનો વરસાદ બની જતાં હતાં.
અને સૂરજ એ પડકાર ઝીલી શક્યો નહોતો. એણે વછોડેલાં તડકાનાં તીર, નીચે આવતાં સોનેરી કુમળાં ફૂલોનો વરસાદ બની જતાં હતાં.
થોડી વાર હું એમાં જ ખોવાયેલો ઊભો રહ્યો.
થોડી વાર હું એમાં જ ખોવાયેલો ઊભો રહ્યો.