ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્ય અને કાવ્યતત્ત્વ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 8: Line 8:
કવિનું યશઃશરીર અક્ષય છે, કેમકે એનું વાણીરૂપ સર્જન – એની કવિતા અમર છે. કવિતા તો માનવજીવનનું સારતત્ત્વ છે; માનવજીવનની ઊર્મિઓ, અભિલાષાઓ, મહેચ્છાઓ ને નિરાશાઓની એ આહ્લાદક ને પ્રેરક ગાથા છે; કેટલીક વાર તો એના નાના મુખમાં વિરાટ વિશ્વનુંયે જાણે દર્શન થતું હોય છે.

સઘળી માનવવિદ્યાઓનો પરિમલ તે કવિતા, એ રીતે કવિતા તત્ત્વદર્શન પણ છે, કેમ કે આ દૃશ્ય જગતમાં આપણને બધું અસ્પષ્ટ, ધૂંધળું, મેળ વિનાનું દેખાય છે; જ્યારે કવિને કોઈક વિરલ ક્ષણે સમગ્ર જગતનું નહિ, તોયે એના કોઈક ખંડનું અલૌકિક દર્શન–સંવેદન–થાય છે. એની સમક્ષ એ જગત સ્પષ્ટ, સાકાર, સચેતન અને મુદ્દાપ્રેરક રૂપે વિલસી રહે છે. કવિ જગતના અક્ષરતત્ત્વનું– ઊજળા અક્ષરનું–દર્શન કરે છે.

આપણે ત્યાં કવિને ઋષિ કહેલો છે, કેમ કે જગતના રહસ્યનું દર્શન કરનાર ઋષિ કહેવાય છે. એટલે કોઈ સાચો કવિ એવો નથી, જે ઋષિ ન કહેવાય. પણ દરેક ઋષિ કવિ છે એમ નથી. માત્ર દર્શનથી કવિપદ મળતું નથી. એ દર્શનને - એ અનુભવને - એ સાક્ષાત્કૃતિને શબ્દરૂપ આપે, એને વર્ણબદ્ધ કરે, એનું વર્ણન કરે એ જ કવિ. આદિકવિ વાલ્મીકિને જગતનું આવું નિત્ય, સ્વચ્છ દર્શન થયેલું; પણ જ્યાં સુધી દર્શનનું વર્ણન ન થયું હોય, ત્યાં સુધી કવિતાનો ઉદય જગતમાં થયો ન ગણાય.<ref>विचित्रभावधमशिंतत्त्वप्रख्या च दर्शनम् ।।

આપણે ત્યાં કવિને ઋષિ કહેલો છે, કેમ કે જગતના રહસ્યનું દર્શન કરનાર ઋષિ કહેવાય છે. એટલે કોઈ સાચો કવિ એવો નથી, જે ઋષિ ન કહેવાય. પણ દરેક ઋષિ કવિ છે એમ નથી. માત્ર દર્શનથી કવિપદ મળતું નથી. એ દર્શનને - એ અનુભવને - એ સાક્ષાત્કૃતિને શબ્દરૂપ આપે, એને વર્ણબદ્ધ કરે, એનું વર્ણન કરે એ જ કવિ. આદિકવિ વાલ્મીકિને જગતનું આવું નિત્ય, સ્વચ્છ દર્શન થયેલું; પણ જ્યાં સુધી દર્શનનું વર્ણન ન થયું હોય, ત્યાં સુધી કવિતાનો ઉદય જગતમાં થયો ન ગણાય. <ref>नानृषिः कविरित्युक्तर्मृषिश्च किल दर्शनात् ।

तत्वदशनादेव शास्त्रेषु पठितः कविः ।</ref>
विचित्रभावधर्मांशतत्त्वप्रख्या च दर्शनम्

तत्त्वदर्शनादेव शास्त्रेषु पठितः कविः ।

दर्शनादवर्णानाच्चाथ रूढा लोके कविश्रुतिः ।

तथा हि दर्शने स्वच्छे, नित्येऽप्यादिकवेर्मुनेः ।

नोदिता कविता लोके यावज्जाता न वर्णाना ॥

{{gap|12em}}-भट्ट तौत</ref>
આમ, કવિતાનાં મુખ્ય બે તત્ત્વો આપણને હાથ આવે છે; દર્શન અને વર્ણન. કાવ્યતત્ત્વની મીમાંસા કરનારા શાસ્ત્રે એ બંને તત્ત્વોનું સૂક્ષ્મ પૃથ્થકરણ કરવું જોઈએ. આમાંથી દર્શનનું તત્ત્વ કેવળ કવિગત છે; આપણને સીધી રીતે એ પ્રત્યક્ષ નથી; એની વર્ણન પરથી જ આપણને એ પ્રત્યક્ષ થાય છે.

{{Poem2Close}}
{{Block center|<poem>
दर्शनादवर्णानाच्चाथ रूढा लोके कविश्रुतिः ।.
तथा हि दर्शने स्वच्छे, नित्येऽप्यादिकवेर्मुनेः ।
नोदिता कविता लोके यावज्जाता न वर्णाना ।।
{{right|-भट्ट तौत}}</poem>}}
{{Poem2Open}}
કવિની સૃષ્ટિ બ્રહ્માની સૃષ્ટિથી વિલક્ષણ છે અને કવિને જીવનનો ઊંડો ને વ્યાપક અનુભવ આવશ્યક છે, છતાં પ્રતિભા વિના તો કાવ્ય સર્જાય જ નહિ, એમ કહીને ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ કવિની દર્શનશક્તિનું ઉચિત ગૌરવ કર્યું છે.

વર્ણનતત્ત્વનો વિચાર ભારતીય કાવ્યશાસ્ત્રે ઝીણવટથી કર્યો છે. કવિનું માધ્યમ છે શબ્દ. એ શબ્દ લૌકિક વસ્તુ છે; લોકો રોજબરોજના વ્યવહારમાં એનો ઉપયોગ કરતા હોય છે. એ લૌકિક શબ્દ દ્વારા કવિએ એનું અલૌકિક દર્શન રજૂ કરવાનું છે. આ કેમ થઈ શકે? આથી જ તો ભાષાને – શબ્દને વિશિષ્ટ રીતે પ્રયોજવાની શક્તિ કવિને માટે અનિવાર્ય બની રહે છે.