અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘જળની આંખે' કેટલાક મુદ્દાઓ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૭. ‘જળની આંખે’<ref>1 'જળની આંખે', યજ્ઞેશ દવે, કવિલોક પ્રકાશન-12, 1985, પૃ. 47, રૂ. 7-00</ref> કેટલાક મુદ્દાઓ|નીતિન મહેતા}}
{{Heading|૭. ‘જળની આંખે’<ref>1 ‘જળની આંખે', યજ્ઞેશ દવે, કવિલોક પ્રકાશન-12, 1985, પૃ. 47, રૂ. 7-00</ref> કેટલાક મુદ્દાઓ|નીતિન મહેતા}}


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 48: Line 48:
{{Poem2Open}}
{{Poem2Open}}
અંતે તો મરણ પણ દુષ્કર બને છે. આપણી હયાતીની તીવ્ર વેદનક્ષીલતા આ કાવ્યથી અનુભવી શકાય છે. જીવન ને મૃત્યુ વિનાના આપણે પ્રવાસી પણ નથી. ગૃહવાસી પણ નથી, પણ સતત ભટક્યા કરીએ. તો મરણ વિનાના શાશ્વત જીવનનો ઑથાર, ઊંચકી ફરતા ‘અશ્વત્થામા' એ બીજું કોઈ નથી પણ આપણે જ છીએ.
અંતે તો મરણ પણ દુષ્કર બને છે. આપણી હયાતીની તીવ્ર વેદનક્ષીલતા આ કાવ્યથી અનુભવી શકાય છે. જીવન ને મૃત્યુ વિનાના આપણે પ્રવાસી પણ નથી. ગૃહવાસી પણ નથી, પણ સતત ભટક્યા કરીએ. તો મરણ વિનાના શાશ્વત જીવનનો ઑથાર, ઊંચકી ફરતા ‘અશ્વત્થામા' એ બીજું કોઈ નથી પણ આપણે જ છીએ.
વિટ્જેસ્ટીને કહ્યું છે કે જિંદગીની સંરચના સમજવા માટે આપણે ભાષાની રમત રમીએ છીએ. જીવનની અનેક સંરચનાના અનેક સમયો, અનેક કથાઓથી સભર છે. ભાષાની રમત રમતા આ સમયો એકબીજાની સાથે ક્યારેક સંવાદ તો ક્યારેક વિસંવાદ સાધે છે. 'અશ્વસ્થામા'માં આવતા સમયનાં પરિમાણો કે ‘માચુપીચુનાં ખંડેરો'માં વિરોધાતા, છેદાતા સમયના ઘટકો વાસ્તવ ને વ્યતીત વચ્ચેના અવકાશને નાટ્યાત્મક ને વાગ્મિતાના કલાત્મક વિનિયોગથી, પ્રતીકોની સંરચનાથી ભરી દે છે. દીર્ઘકવિતામાં આવતાં નાટ્યાત્મક વલણો, પલટાઓ, ભાષાનાં અનેક સ્તરીય ઉત્ખનનો, લયનાં બદલાતાં આવર્તનો આ બંને કાવ્યમાં કાળનાં વિવિધ રૂપો પ્રગટાવી રહે છે અને તે દ્વારા અનેક વાસ્તવિકતાઓને જોડે-તોડે છે. 'અશ્વત્થામા'માં મીથનો વિનિયોગ સમગ્ર ઇતિહાસની પ્રદક્ષિણા કરી આપણી પાસે અટકે છે ને આપણે પણ અશ્વત્થામાના સમયથી યાત્રાનો ફરી આરંભ કરીએ છીએ. અનેક કેન્દ્રો ધરાવતી આ કૃતિ સર્જકની ઊંડી સંવેદનશીલતાની દ્યોતક બની રહે છે.
વિટ્જેસ્ટીને કહ્યું છે કે જિંદગીની સંરચના સમજવા માટે આપણે ભાષાની રમત રમીએ છીએ. જીવનની અનેક સંરચનાના અનેક સમયો, અનેક કથાઓથી સભર છે. ભાષાની રમત રમતા આ સમયો એકબીજાની સાથે ક્યારેક સંવાદ તો ક્યારેક વિસંવાદ સાધે છે. ‘અશ્વસ્થામા'માં આવતા સમયનાં પરિમાણો કે ‘માચુપીચુનાં ખંડેરો'માં વિરોધાતા, છેદાતા સમયના ઘટકો વાસ્તવ ને વ્યતીત વચ્ચેના અવકાશને નાટ્યાત્મક ને વાગ્મિતાના કલાત્મક વિનિયોગથી, પ્રતીકોની સંરચનાથી ભરી દે છે. દીર્ઘકવિતામાં આવતાં નાટ્યાત્મક વલણો, પલટાઓ, ભાષાનાં અનેક સ્તરીય ઉત્ખનનો, લયનાં બદલાતાં આવર્તનો આ બંને કાવ્યમાં કાળનાં વિવિધ રૂપો પ્રગટાવી રહે છે અને તે દ્વારા અનેક વાસ્તવિકતાઓને જોડે-તોડે છે. ‘અશ્વત્થામા'માં મીથનો વિનિયોગ સમગ્ર ઇતિહાસની પ્રદક્ષિણા કરી આપણી પાસે અટકે છે ને આપણે પણ અશ્વત્થામાના સમયથી યાત્રાનો ફરી આરંભ કરીએ છીએ. અનેક કેન્દ્રો ધરાવતી આ કૃતિ સર્જકની ઊંડી સંવેદનશીલતાની દ્યોતક બની રહે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>વધુ ખોદકામનું બજેટ નથી  
{{Block center|'''<poem>વધુ ખોદકામનું બજેટ નથી  
Line 60: Line 60:
હું જ અશ્વત્થામા. (પૃ. 12)</poem>'''}}
હું જ અશ્વત્થામા. (પૃ. 12)</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અશ્વત્થામાં અનેક સમયોને એક જ સાથે અનુભવે છે. સ્થળ અને કાળ સ્વયં અનેક ભાતો ઉપાસાવતાં, અશ્વત્થામામાં શ્વસે છે ને તેને અ-મરણ સુધી લઈ જાય છે. પોતે પોતાનામાં અનેક સમયોને મરતા જુએ છે પણ પોતે મૃત્યુ પામતો નથી. કાવ્યાંતે અશ્વત્થામા બીજું કોઈ નથી, મહાભારતના સંદર્ભોથી ઊખડી ગયેલો, વર્તમાનમાં શ્વસી ન શકવાની અશક્યતા જોતો, સતત વ્રણથી પ્રવહમાણ એવા અશ્વત્થામામાં ભાવકનું રૂપાંતર થાય છે. 'મહાભારત'માં પણ બે અશ્વત્થામા છે : એક હાથી, એક દ્રૌણસુત. સમયના પ્રવાહમાં, પરિસ્થિતિઓના સંદર્ભો બદલાતાં શાપિત અશ્વત્થામાનો દૂઝતો વ્રણ વધારે ને વધારે સમયને ઇતિહાસ તથા સ્થળોની વેદનાના ઘા સહન જ કર્યે જાય છે, પણ તે મૃત્યુ પામતો નથી. અશ્વસ્થામા હાથી મુક્તિ પામે છે, પણ અશ્વત્થામા માનવી જીવનના પાશથી બંધાયેલો છે. સિતાંશુ યશશ્ચંદ્રના નાટક 'અશ્વત્થામા'માં પણ નિર્દોષતાના મૃત્યુની વાત આવે છે, અહીં તો નિર્દોષના મૃત્યુની ને જીવવાના અપરાધનો શાપ ભોગવતા અશ્વત્થામાની વાત છે. બંનેનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય. નાટકમાં પણ સમયનાં રૂપાન્તર પામતાં કેન્દ્રો છે. અહીં પણ સમયનાં બદલાતાં પરિમાણો છે. ‘અશ્વત્થામા'ની આ પૃથ્વી પર અનંત યાત્રા છે.
અશ્વત્થામાં અનેક સમયોને એક જ સાથે અનુભવે છે. સ્થળ અને કાળ સ્વયં અનેક ભાતો ઉપાસાવતાં, અશ્વત્થામામાં શ્વસે છે ને તેને અ-મરણ સુધી લઈ જાય છે. પોતે પોતાનામાં અનેક સમયોને મરતા જુએ છે પણ પોતે મૃત્યુ પામતો નથી. કાવ્યાંતે અશ્વત્થામા બીજું કોઈ નથી, મહાભારતના સંદર્ભોથી ઊખડી ગયેલો, વર્તમાનમાં શ્વસી ન શકવાની અશક્યતા જોતો, સતત વ્રણથી પ્રવહમાણ એવા અશ્વત્થામામાં ભાવકનું રૂપાંતર થાય છે. ‘મહાભારત'માં પણ બે અશ્વત્થામા છે : એક હાથી, એક દ્રૌણસુત. સમયના પ્રવાહમાં, પરિસ્થિતિઓના સંદર્ભો બદલાતાં શાપિત અશ્વત્થામાનો દૂઝતો વ્રણ વધારે ને વધારે સમયને ઇતિહાસ તથા સ્થળોની વેદનાના ઘા સહન જ કર્યે જાય છે, પણ તે મૃત્યુ પામતો નથી. અશ્વસ્થામા હાથી મુક્તિ પામે છે, પણ અશ્વત્થામા માનવી જીવનના પાશથી બંધાયેલો છે. સિતાંશુ યશશ્ચંદ્રના નાટક ‘અશ્વત્થામા'માં પણ નિર્દોષતાના મૃત્યુની વાત આવે છે, અહીં તો નિર્દોષના મૃત્યુની ને જીવવાના અપરાધનો શાપ ભોગવતા અશ્વત્થામાની વાત છે. બંનેનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય. નાટકમાં પણ સમયનાં રૂપાન્તર પામતાં કેન્દ્રો છે. અહીં પણ સમયનાં બદલાતાં પરિમાણો છે. ‘અશ્વત્થામા'ની આ પૃથ્વી પર અનંત યાત્રા છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>યુગોયુગોના તળિયે જઈજઈને પણ  
{{Block center|'''<poem>યુગોયુગોના તળિયે જઈજઈને પણ  
Line 78: Line 78:
શો રહ્યો છે ઉદ્દેશ? (પૃ. 18)</poem>'''}}
શો રહ્યો છે ઉદ્દેશ? (પૃ. 18)</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મીથના સક્ષમ, વ્યંજનાયુક્ત વિનિયોગ દ્વારા અતીતની ભવ્ય ને વેદનશીલ છબિ કાવ્ય ઉપસાવે છે. સાથે સાથે વર્તમાન પ્રત્યોનો કવિનો અસંતોષ ને કરુણ આક્રોશ પણ પ્રગટ થયાં છે. આપણા સમયની વેદના વ્યક્ત કરવા માટે પુરાણકથાના પાત્રની ભવ્યતા, ગરિમા, ઉજ્જ્વળતા, ઊંડી વેદનશીલતાને સામસામે મૂકવાનો પ્રયત્ન 'અશ્વત્થામા', 'ન ગૃહવાસી, ન પ્રવાસી’, ‘માચુપીચુનાં ખંડેરોમાં' અને સમૃદ્ધ જેવાં કાવ્યોમાં થયો છે. હવે પ્રશ્ન થાય કે મીથની વાત કરનારને આપણે શું પ્રતિગામી કહીશું? મીથ દ્વારા પોતાના જિવાતા સમયની વેદનાને ઇતિહાસમાં જોવાનો પ્રયત્ન કરીશું? આધુનિક કવિતામાં થયેલા મીથના વિનિયોગમાં વર્તમાન સમયના સંદર્ભોને ભૂતકાળના સમયોના ધ્રુવોને ક્ષણના સૂચ્ચાગ્ર બિન્દુથી કવિ સ્પર્શે છે. ‘જટાયુ', 'બાહુક' ને ‘અશ્વત્થામા’ આ સંદર્ભમાં વિશેષ અભ્યાસ માગી શકે. અહીં આધુનિક સંદર્ભો સંવેદના પ્રગટાવી વ્યંજનાના વિસ્તાર માટેની અનેક Text પ્રગટાવવાનો અવકાશ રચી આપે છે. મીથમાં મૂળ સત્ય સાથેનો એક બાજુથી સંબંધ રચાય છે તો બીજી બાજુથી ભંગુર વાસ્તવિકતાના સંદર્ભ પણ તેની વાચના શક્ય બનતી હોય છે. આ વાચનપ્રક્રિયા દરમ્યાન સ્વની વેદના અને ઇતિહાસની વેદના કોઈ એક બિન્દુએ આપણામાં ભેગા થઈ જાય છે.
મીથના સક્ષમ, વ્યંજનાયુક્ત વિનિયોગ દ્વારા અતીતની ભવ્ય ને વેદનશીલ છબિ કાવ્ય ઉપસાવે છે. સાથે સાથે વર્તમાન પ્રત્યોનો કવિનો અસંતોષ ને કરુણ આક્રોશ પણ પ્રગટ થયાં છે. આપણા સમયની વેદના વ્યક્ત કરવા માટે પુરાણકથાના પાત્રની ભવ્યતા, ગરિમા, ઉજ્જ્વળતા, ઊંડી વેદનશીલતાને સામસામે મૂકવાનો પ્રયત્ન ‘અશ્વત્થામા', ‘ન ગૃહવાસી, ન પ્રવાસી’, ‘માચુપીચુનાં ખંડેરોમાં' અને સમૃદ્ધ જેવાં કાવ્યોમાં થયો છે. હવે પ્રશ્ન થાય કે મીથની વાત કરનારને આપણે શું પ્રતિગામી કહીશું? મીથ દ્વારા પોતાના જિવાતા સમયની વેદનાને ઇતિહાસમાં જોવાનો પ્રયત્ન કરીશું? આધુનિક કવિતામાં થયેલા મીથના વિનિયોગમાં વર્તમાન સમયના સંદર્ભોને ભૂતકાળના સમયોના ધ્રુવોને ક્ષણના સૂચ્ચાગ્ર બિન્દુથી કવિ સ્પર્શે છે. ‘જટાયુ', ‘બાહુક' ને ‘અશ્વત્થામા’ આ સંદર્ભમાં વિશેષ અભ્યાસ માગી શકે. અહીં આધુનિક સંદર્ભો સંવેદના પ્રગટાવી વ્યંજનાના વિસ્તાર માટેની અનેક Text પ્રગટાવવાનો અવકાશ રચી આપે છે. મીથમાં મૂળ સત્ય સાથેનો એક બાજુથી સંબંધ રચાય છે તો બીજી બાજુથી ભંગુર વાસ્તવિકતાના સંદર્ભ પણ તેની વાચના શક્ય બનતી હોય છે. આ વાચનપ્રક્રિયા દરમ્યાન સ્વની વેદના અને ઇતિહાસની વેદના કોઈ એક બિન્દુએ આપણામાં ભેગા થઈ જાય છે.
‘માચુપીયુનાં ખંડેર' એ અતીતથી વિખૂટા પડ્યાનો ભાવ તો નિરૂપે છે તો સાથેસાથે એ સંસ્કૃતિની ક્ષહિષ્ણુતાનું પણ કાવ્ય છે. તેમાં થયેલી કાળની યોજના ‘જ્યાં-જ્યાં'નાં પુનરાવર્તનો, કોઈના નિર્દેશો, ‘કોણ'ની પુનરુક્તિઓ દ્વારા ખંડેરની વાત કરતાં કરતાં સંસ્કૃતિને લાગેલા લૂણાની, તેને થયેલા ક્ષયની વાત કવિ સૂચવી દે છે. માચુપીચુની ભવ્યતા ને ખંડિયેરપણું બંનેનો સાક્ષી માનવી છે. અંતે તો આર્દ્રાનો ગુલાબી તારો જ, વ્યક્તિનાં આંસુમાં ચળકે છે. આમાં સંસ્કૃતિની વેદના, પ્રકૃતિમાં પરાવર્તિત થઈ વ્યક્તિની નિજી એકલતાભી વેદનામાં જ શેષ રહે છે એ Note સાથે કાવ્યનો અંત આરંભાયો છે.
‘માચુપીયુનાં ખંડેર' એ અતીતથી વિખૂટા પડ્યાનો ભાવ તો નિરૂપે છે તો સાથેસાથે એ સંસ્કૃતિની ક્ષહિષ્ણુતાનું પણ કાવ્ય છે. તેમાં થયેલી કાળની યોજના ‘જ્યાં-જ્યાં'નાં પુનરાવર્તનો, કોઈના નિર્દેશો, ‘કોણ'ની પુનરુક્તિઓ દ્વારા ખંડેરની વાત કરતાં કરતાં સંસ્કૃતિને લાગેલા લૂણાની, તેને થયેલા ક્ષયની વાત કવિ સૂચવી દે છે. માચુપીચુની ભવ્યતા ને ખંડિયેરપણું બંનેનો સાક્ષી માનવી છે. અંતે તો આર્દ્રાનો ગુલાબી તારો જ, વ્યક્તિનાં આંસુમાં ચળકે છે. આમાં સંસ્કૃતિની વેદના, પ્રકૃતિમાં પરાવર્તિત થઈ વ્યક્તિની નિજી એકલતાભી વેદનામાં જ શેષ રહે છે એ Note સાથે કાવ્યનો અંત આરંભાયો છે.
સાંજ ઢળી ચૂકી છે
સાંજ ઢળી ચૂકી છે
Line 119: Line 119:
{{Poem2Open}}
{{Poem2Open}}
સમુદ્ર આમ પણ આપણી યાત્રાઓનો સાક્ષી છે. ઓડિસીએ તો નીકળી શકાય, ઇથિકામાં આવવું તો અશક્ય છે. સમુદ્ર માનવઅસ્તિત્વની યાત્રામાં સહભાગી છે જ્યારે માનવી પોતે જ પોતાના ઘર તરફ પાછો ફરી નથી શકતો તે ઓડિસ્યુસની કથાના સ્થળ માત્રના ઉલ્લેખથી કવિએ સૂચવ્યું છે.
સમુદ્ર આમ પણ આપણી યાત્રાઓનો સાક્ષી છે. ઓડિસીએ તો નીકળી શકાય, ઇથિકામાં આવવું તો અશક્ય છે. સમુદ્ર માનવઅસ્તિત્વની યાત્રામાં સહભાગી છે જ્યારે માનવી પોતે જ પોતાના ઘર તરફ પાછો ફરી નથી શકતો તે ઓડિસ્યુસની કથાના સ્થળ માત્રના ઉલ્લેખથી કવિએ સૂચવ્યું છે.
‘વસ્તુઓ’ યજ્ઞેશનું મહત્ત્વનું કાવ્ય છે. વસ્તુઓની યાદી ચિત્તગત વાસ્તવરૂપે સજીવ થતી આપણે કવિતાથી પામીએ છીએ. વસ્તુઓમાં જ આપણાં અસ્તિત્વનાં સત્યો ઊઘડતાં કવિએ જોયાં છે. વસ્તુ આપણા સ્વત્વને ખુલ્લું કરે છે. આમ તો હાઈડેગરના મતે જે આપણને ભેગાં કરે તે મૂળથી તો આપણને જુદાં પાડે છે. વસ્તુઓ દ્વારા પ્રમાણભૂત માનવીય અસ્તિત્વ ઉઘાડ પામતું જોઈ શકાય છે. વસ્તુઓ આપણા અસ્તિત્વ પર પકડ જમાવી બેસી જાય છે, આપણે વસ્તુઓ પર પકડ જમાવીએ છીએ એ વાત જ ભ્રામક છે. વસ્તુઓ સમય, સ્થળને જોડી આપનારી, ચિત્તમાં સમયનાં એક રૂપાંતરો સિદ્ધ કરનારી, બે યુગ, બે જૂથ, બે વ્યક્તિ, બે વિચારધારા-આ બધાંના સંકેતો વસ્તુઓમાં વિસ્તરે છે. ‘સચવાવું'ને 'અનુસન્ધાવું' આ જ તેનો ગુણધર્મ બની રહે છે છતાં આ વસ્તુઓ ચૂપ છે. વસ્તુઓ આપણા વાસ્તવને અનેક સમયોની, સ્થળોની ભૂમિમાં પ્રવાસ કરાવે છે. આ વસ્તુઓ વસ્તુપણાને અને આપણી હયાતી સુધ્ધાંને ઓળંગે છે.
‘વસ્તુઓ’ યજ્ઞેશનું મહત્ત્વનું કાવ્ય છે. વસ્તુઓની યાદી ચિત્તગત વાસ્તવરૂપે સજીવ થતી આપણે કવિતાથી પામીએ છીએ. વસ્તુઓમાં જ આપણાં અસ્તિત્વનાં સત્યો ઊઘડતાં કવિએ જોયાં છે. વસ્તુ આપણા સ્વત્વને ખુલ્લું કરે છે. આમ તો હાઈડેગરના મતે જે આપણને ભેગાં કરે તે મૂળથી તો આપણને જુદાં પાડે છે. વસ્તુઓ દ્વારા પ્રમાણભૂત માનવીય અસ્તિત્વ ઉઘાડ પામતું જોઈ શકાય છે. વસ્તુઓ આપણા અસ્તિત્વ પર પકડ જમાવી બેસી જાય છે, આપણે વસ્તુઓ પર પકડ જમાવીએ છીએ એ વાત જ ભ્રામક છે. વસ્તુઓ સમય, સ્થળને જોડી આપનારી, ચિત્તમાં સમયનાં એક રૂપાંતરો સિદ્ધ કરનારી, બે યુગ, બે જૂથ, બે વ્યક્તિ, બે વિચારધારા-આ બધાંના સંકેતો વસ્તુઓમાં વિસ્તરે છે. ‘સચવાવું'ને ‘અનુસન્ધાવું' આ જ તેનો ગુણધર્મ બની રહે છે છતાં આ વસ્તુઓ ચૂપ છે. વસ્તુઓ આપણા વાસ્તવને અનેક સમયોની, સ્થળોની ભૂમિમાં પ્રવાસ કરાવે છે. આ વસ્તુઓ વસ્તુપણાને અને આપણી હયાતી સુધ્ધાંને ઓળંગે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>અને આપણે તો જાણતા નથી  
{{Block center|'''<poem>અને આપણે તો જાણતા નથી  
Line 145: Line 145:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|❖}}
{{center|❖}}
{{right|('અધીત : દસ')}}<br>
{{right|(‘અધીત : દસ')}}<br>
<hr>
<hr>
{{reflist}}
{{reflist}}