ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ધરમાભાઈ શ્રીમાળી: Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
 
Line 11: Line 11:
'''ધરમાભાઈ શ્રીમાળીની વાર્તાકલા :'''<br>

'''(૧) સાંકળ (૧૯૯૭, પૃષ્ઠ ૨૨ + ૧૪૬)'''
'''(૧) સાંકળ (૧૯૯૭, પૃષ્ઠ ૨૨ + ૧૪૬)'''
   
[[File:SankaL by Dharambhai Shrimali - Book Cover.jpg|200px|left]]  
{{Poem2Open}}
{{Poem2Open}}
વાર્તાકાર ધરમાભાઈના ૧૪ બિનદલિત વાર્તાઓના આ સંગ્રહનો પ્રસ્તાવના લેખ ડૉ. મોહન પરમારે ‘નવા વાર્તાકારની ઘડાયેલી કલમ’ના નામે લખ્યો છે. સ્ત્રી-પુરુષના સંબંધો અને પ્રછન્ન પ્રણયવૃત્તિ, જાતીય ભિન્નતા અને શોષણ, સાંપ્રત સમયમાં પુત્રોનું મા-બાપ પ્રત્યેનું ઉદાસીન વલણ, સ્ત્રીની સંતાનપ્રાપ્તિની કામના, સુખી દામ્પત્ય જીવનગાથા, દલિત વર્ગની ગરીબાઈ, સ્ત્રી-શોષણ અને વ્યથા જેવા વિષયોનું વૈવિધ્ય અને  સર્જક દૃષ્ટિકોણ તથા પાત્ર માનસના ભાવપલટાઓની કલાત્મક માવજત ધરાવતો આ સંગ્રહ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને મુંબઈ કલાગુર્જરી દ્વારા પુરસ્કૃત થયો છે.

Line 25: Line 25:
{{Poem2Close}}
{{Poem2Close}}
'''(૨) નરક (૨૦૦૩, પૃષ્ઠ ૧૮ + ૭૬) :'''
'''(૨) નરક (૨૦૦૩, પૃષ્ઠ ૧૮ + ૭૬) :'''
[[File:Narak by Dharambhai Shrimali - Book Cover.jpg|200px|left]]
 
{{Poem2Open}}
{{Poem2Open}}
દલિત સંવેદનાને પ્રગટ કરતા આ સંગ્રહની પ્રસ્તાવના હરીશ મંગલમે લખી છે. ‘હિન્દુ ધર્મનું કલંકના’ નામે મળતી પ્રસ્તાવનામાં વાર્તાઓની સરસ સંક્ષિપ્ત સમીક્ષા સાંપડે છે. દલિત જીવનના ગમા-અણગમા, માન્યતાઓ, શોષણ અને સંવેદન, વ્યથા-લાચારીને પ્રગટ કરતો ૧૪ વાર્તાઓનો આ સંગ્રહ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અધિકારી વિભાગ દ્વારા ‘દાસીજીવણ ઍવૉર્ડ’ અને ‘મુંબઈ કલાગુર્જરી ઍવૉર્ડ’થી પુરસ્કૃત થયો છે. દલિતજીવનનું ખાસ્સું વિષયવૈવિધ્ય આ વાર્તાઓમાં પમાય છે. શીર્ષકસ્થ વાર્તા ‘નરક’માં શહેરના સફાઈ અને કામદાર વર્ગને ભોગવવી પડતી યાતના કેન્દ્રસ્થાને છે. અહીં જેણે નાનપણમાં પણ નહોતું કરવું પડ્યું તેવું ગંદું કામ વાર્તાનાયિકા રતનને શહેરવસવાટ નિમિત્તે કરવું પડે છે. સફાઈકામમાં યાતના અનુભવતી રતન તેની આપવીતી પતિ સોમાને પણ કહી શકતી નથી, પરંતુ દલિતવાસમાં બતાવાતી દસ્તાવેજી ફિલ્મમાં મેલું ઉપાડવાનાં દૃશ્યો જોઈને દુઃખથી વલોવાઈ ગયેલો તેનો પતિ સોમો રડી પડે છે, તેમાં દલિતયાતનાની પરાકાષ્ઠા સઘન રૂપે સાંપડે છે. વાર્તાના આરંભ અને અંત વચ્ચે નાયિકાની બાળપણની સ્મૃતિઓ, મુકાદમની અવળચંડાઈ અને ફિલ્મના અંશો દ્વારા સરસ વસ્તુગ્રથન થયું છે. ઝૂંપડપટ્ટી વિસ્તારનાં જુગુપ્સાપ્રેરક વર્ણનો વાર્તાવસ્તુને વળ ચડાવે તેવાં છે.

Line 38: Line 37:
{{Poem2Close}}
{{Poem2Close}}
'''(૩) ‘રવેશ’ (૨૦૦૫, પૃ. ૧૬૪)'''  
'''(૩) ‘રવેશ’ (૨૦૦૫, પૃ. ૧૬૪)'''  
[[File:Ravesh by Dharambhai Shrimali - Book Cover.jpg|200px|left]]
{{Poem2Open}}
{{Poem2Open}}
ધરમાભાઈ મુખ્ય ધારાની ૨૦ વાર્તાઓનો સંગ્રહ છે. જેમાં ‘વધાવવા યોગ્ય વાર્તાઓ’ના નામે મણિલાલ પટેલે લખેલો પ્રસ્તાવનાલેખ સંગ્રહની મહત્ત્વપૂર્ણ વાર્તાઓને ખોલી આપવાની સાથોસાથ સર્જનની ખૂબીઓને પણ વણી લે છે. આ વાર્તાસંગ્રહ ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા પુરસ્કૃત થયો છે.

Line 52: Line 51:
{{Poem2Close}}
{{Poem2Close}}
'''૪) ‘ઝાંખરું’ ૨૦૧૨ (પૃષ્ઠ ૮૮) :'''
'''૪) ‘ઝાંખરું’ ૨૦૧૨ (પૃષ્ઠ ૮૮) :'''
[[File:Zankharun by Dharambhai Shrimali - Book Cover.jpg|200px|left]]
{{Poem2Open}}
{{Poem2Open}}
‘ઝાંખરું’ સર્જક દ્વારા છેવાડાના માનવીને અર્પણ કરાયેલો દલિત સંવેદનાની વાર્તાઓનો સંગ્રહ છે. સર્જકે નિવેદનમાં નોંધ્યું છે તેમ, નરકની જેમ અહીં પણ સામાજિક નિસબત ઊભરી છે. જ્યારે મોહન પરમારે ‘દલિત ચેતનાનો સર્જનાત્મક વિનિયોગ’ના નામે લખેલો પ્રસ્તાવનાલેખ આ સંગ્રહની વાર્તાઓના વિષયવસ્તુ તથા રચનાગત ખૂબીઓને ઠીક ઠીક આવરી લે છે. આ સંગ્રહની ‘આડ વાત’ તથા ‘પ્રવેશદ્વાર’ જેવી રચનાઓ પ્રથમ પુરુષ કથનકેન્દ્રથી તો બાકીની ૧૦ રચનાઓ સર્વજ્ઞકથકની રચનારીતિમાં રચાઈ છે.

Line 60: Line 59:
‘કદડો’ સફાઈકર્મી દલિત વર્ગની આર્થિક લાચારી-વેદના-કારુણ્ય અને સવર્ણોના અછૂતભેદ-અત્યાચારની વાસ્તવદર્શી રચના છે. અહીં મ્યુનિસિપાલિટીમાં સફાઈકર્મી તરીકે કામ કરતા કણાદાની પત્ની શારદા હૉસ્પિટલમાં છે અને તેને ગટર સાફ કરવાનું કામ આવ્યું છે. ભલા-ભોળા કણદાએ પોતાની ભલામણથી મગનજી ઠાકોરને કામદાર તરીકે રખાવ્યો હતો તે પણ ખરા સમયે સાહેબની જેમ વર્તીને કણદાના કારુણ્યનું નિમિત્ત બને છે. કણદાનો ત્રણ મહિનાથી પગાર રોકાયેલો છે. પત્ની કમળા હૉસ્પિટલમાં માંદગીના બિછાને છે, છતાં મગન ઠાકોર કામનો બોજ કણદા ઉપર ઢાળી સાહેબો સાથે આંખમીંચામણા કરે છે. ના છૂટકે કણદાને ગટરમાં ઊતરવું પડે, ગટરની દુર્ગંધ અસહ્ય બનતાં તે મોતને ભેટે છે. કણદાની માનસિક ભીંસને પ્રગટ કરતો આરંભ, અતીતદર્શન, ગટરનું વર્ણન, બીમાર  પત્નીની યાદમાં કણદાની સ્વગતોક્તિઓ, ગટરનો ગઠ્ઠો કાઢવા મથતા કણદાનો સંઘર્ષ અને મરણના નિરૂપણ દ્વારા ભાવકને સંવેદના જાગે તેવું સમયબદ્ધ, ચુસ્ત નિરૂપણ આ રચનાનું જમા પાસું છે.

‘રુદન’ અને ‘ફાચર’માં કોઈને કોઈ રૂપે ઉજળિયાતો દ્વારા દલિતોનું શોષણ, માર અને અત્યાચાર નિરૂપાયા છે. અંબા હૉસ્પિટલમાં છે-ની વિગતોથી આરંભાતી ‘ફાચર’ વાર્તામાં અંબાના ચિત્તવ્યાપારથી અતીત અને વર્તમાન ગૂંથીને અંબાના પતિ વીરાનું દેવું, સતત બે વર્ષ સુધી નરસંગની ખેતીમાં વીરાનું ભાગિયાપણું, અંબા અને વીરાની ભાગિયાપણું છોડીને શહેરમાં જવાની ઇચ્છા, નરસંગ અને અંબાના સંબંધોને વહેમમાં જોતી નરસંગની પત્નીનો અંબા પર ફાચર વડે હુમલો વગેરેનું ઠીક ઠીક નિરૂપણ સાંપડે છે. તંગ વાર્તાક્ષણને અભાવે વાર્તાનું પોત ફિક્કું પડતું અનુભવાય છે. તો ‘રુદન’માં સવર્ણોના દલિત પરના દમન, અત્યાચાર અને શોષણનું સંવેદનક્ષમ નિરૂપણ થયું છે. અહીં ઉજળિયાતો દ્વારા થયેલી પોતાના પતિની હત્યા પર વાર્તાનાયિકા જીવીનો ‘શો વાંક હતો નેનકાના બાપનો?’ જેવો યક્ષપ્રશ્ન તથા તેનો સ્મૃતિવ્યાપાર કથન, એકોક્તિ અને સંવાદોથી ખડો કરીને વાર્તાસર્જકે સવર્ણો દ્વારા દલિતવાસમાંથી રસ્તો કાઢવાની તજવીજ અને દલિતો સાથેનો સંઘર્ષ, જીવીના પતિનું મૃત્યુ અને ગામમહોલ્લો છોડીને હિજરતી છાવણીમાં ફેરવાયેલા દલિતોનો પોતાના વાસ અને જીવન જરૂરિયાતો માટેનો સંઘર્ષ અને વલોપાત હૃદયવેધક નિરૂપાયો છે. વાર્તાના પરિવેશ, વસ્તુગૂંથણી અને અસરકારક ભાષાકર્મમાં વાર્તાકારની સર્જકતા મૂર્ત થઈ છે.

‘ઝાંખરું’નો ગ્રેજ્યુએટ અને ગરીબી વચ્ચે સબડતો વાર્તાનાયક માંડમાંડ અછતમાં રોજમદાર તરીકે નોકરી મેળવીને કામે જાય છે, પરંતુ સવર્ણ સરપંચનું બેહૂદું વર્તન તેને હતપ્રભ કરી મૂકે છે. સરકારી તંત્ર સાથે ભળેલો સરપંચ તેને હરિજનોની વસ્તીમાં મુકાવે છે. ગામડાઓમાં સવર્ણોની દલિતો પર જોહુકમી, અત્યાચાર અને શોષણ વાર્તાના કેન્દ્રમાં છે. સવર્ણ સરપંચના દાવપેચને લીધે પોતાને બીજે જવું પડ્યું – તેનો રંજ અનુભવતા વાર્તાનાયકને જાણે પગમાં ગાંડા બાવળનું ઝાંખરું ભરાઈ ગયું હોય તેવો અનુભવ થાય છે! નાયકની અપમાનજનક મનઃસ્થિતિને ઝીલતી ભાષા પણ અસરકારક, પરંતુ ત્રણ ત્રણ પરિસ્થિતિઓમાં વાર્તાક્ષણ અળપાય છે.

‘આઠમો રંગ’, ‘રેલો’ અને ‘અંતર્ગત’ સામાન્ય રચનાઓ છે. ‘આઠમો રંગમાં’ પ્રતીકોનું સંયોજન છતાં અર્થસભર સંકેતોના અભાવે વાર્તા કૃતક લાગે છે. ‘રેલો’માં પોતાને ગમતી યુવતીએ દલિત સાથે લગ્ન કર્યાં હોઈ ઇન્સ્પેક્ટર બનેલો વાર્તાનાયક દલિત યુવતીઓ સાથે દુઃવ્યવહાર કરે, પરંતુ ગેસ્ટહાઉસમાં પોતાની જ પુત્રીને જોઈ જતાં ભોંઠપ અનુભવે – આ પ્રકારનું કૃતક અને તાલમેલિયું વિષયવસ્તુ ઉચિત વાર્તામાવજત પામી શક્યું નથી. તો ‘અંતર્ગત’માં મિલમાં નોકરી કરતો વાર્તાનાયક મિલો બંધ થતાં, બાપે આપેલી સલાહ મુજબ શહેરમાં જ રહીને, કૌટુંબિક બીમારીઓ અને આર્થિક અગવડો વચ્ચે બુટપોલિશનો વ્યવસાય કરે છે. મથીને બધું થાળે પડે ત્યાં દબાણો હટતાં તેનો બુટપોલિશનો સામાન રફેદફે થઈ જતાં લાચાર અને દયનીય હાલતમાં મુકાય છે. ગરીબ માણસની વ્યથા, ઉપાધિઓ અને લાચારી વાર્તાના કેન્દ્રમાં છે.

'''(૫) પીઠી (૨૦૧૬)'''
'''(૫) પીઠી (૨૦૧૬)'''
[[File:Pithi by Dharambhai Shrimali - Book Cover.jpg|200px|left]]
{{Poem2Open}}
{{Poem2Open}}
‘પીઠી’ (પૃષ્ઠ ૧૭૨) ૧૯ વાર્તાઓનો સંગ્રહ છે. પ્રસ્તાવનાકાર ભરત મહેતાએ આ વાર્તાઓને “પારિવારિક સંબંધોનો રંગ રેલાવતી પીઠી’ કહીને તેમનું અવલોકન રજૂ કર્યું છે. તો ‘પરિચયના બે બોલ’માં અંબાલાલ ગોપાલદાસ પટેલે વિપરીત સંજોગોમાં પણ સાહિત્યસર્જન કરનાર પોતાના શિષ્ય ધરમાભાઈની સાહિત્યપ્રીતિનો સંતોષ અને આનંદ વ્યક્ત કર્યો છે.

Navigation menu