સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - જયન્ત કોઠારી/૨.૧ સાહિત્યિક તથ્યોની માવજત: Difference between revisions

- ગુજરાતી આંકડા
No edit summary
(- ગુજરાતી આંકડા)
 
Line 60: Line 60:
'''મુદ્રણશુદ્ધિ ને જોડણીસુધાર'''
'''મુદ્રણશુદ્ધિ ને જોડણીસુધાર'''
કોશનું કામ અઘરું બનાવવામાં એની આધારસામગ્રીમાં રહી ગયેલા મુદ્રણદોષોનો પણ ઠીકઠીક ફાળો છે. સંખ્યાઓમાં તો એકાદ આંકડાની આઘાપાછી પણ કેવો ઉલ્કાપાત સર્જી નાખે! મુદ્રણશુદ્ધિનીયે કાળજી ન રાખી શકનાર પ્રજા પાસે બીજાં ધોરણોની આશા કેવી રીતે રાખી શકાય? ઉમાશંકર જોશીને ‘સંસ્કૃતિ’નું પ્રૂફ ચીવટથી ને ચોકસાઈથી જોતા જાણીને આપણને આનંદ થાય. ડૉ. ભાયાણી ‘ભાષાવિમર્શ’ની સામગ્રીને કાળજીથી જોઈ-તપાસીને, અંગ્રેજી શબ્દોની ગુજરાતી જોડણી, ભાષા વગેરેની દૃષ્ટિએ બરાબર સુધારીને જ પ્રેસમાં મોકલે એ જોઈને આપણને પ્રેરણા મળે. પણ આપણા ‘પરબ’માં આવતી ઘણીબધી છાપભૂલો પરત્વે એના તંત્રી ભોળાભાઈ પટેલ તો અત્યંત હળવાફૂલ રહી ફરી શકે. રઘુવીર મંત્રી હતા ત્યારે મેં ધમકી આપેલી કે મારે આ વિશે જાહેરમાં લખવું પડશે ત્યારે એમણે એક કાર્યક્ષમ વ્યવસ્થા ઊભી કરી હતી, પણ એ લાંબું ન ચાલી. હમણાં શ્રી ચી. ના. પટેલે મારી પાસે પરિષદપ્રકાશિત ‘ગદ્યસંચય’ના બીજા ભાગમાં રહી ગયેલી ગંભીર છાપભૂલો વિશે ફરિયાદ કરી અને આગ્રહ કર્યો કે હું મારા વ્યાખ્યાનમાં આ મુદ્દો સમાવી લઉં, એટલું જ નહીં, પરિષદ જેવી સંસ્થા મુદ્રણ અંગેની સર્વ બાબતોને આવરી લેતી, અંગ્રેજીમાં ‘સ્ટાઇલ મૅન્યુઅલ’ હોય છે તેવી, પુસ્તિકા તૈયાર કરે એવું સૂચન પણ કરું. રાષ્ટ્રીય સાહિત્ય અકાદેમીનાં ગુજરાતી પ્રકાશનોમાં પણ કેટલીક વાર ઘણા મુદ્રણદોષો રહી જાય છે. એણે તો લેખક ઉપર પ્રૂફની જવાબદારી નાખી છે. મારે કહેવું પડ્યું કે લેખક સારો પ્રૂફરીડર હોય એવું કેમ માની લેવાય? આપણા લેખકો સારી પ્રેસકૉપી પણ તૈયાર કરી શકતા નથી. માટે પ્રૂફરીડિંગની કાર્યક્ષમ વ્યવસ્થા અકાદમીની પોતાની જ હોવી જોઈએ. પણ મને વિશ્વાસ બેસતો નથી કે અકાદમી આવી કોઈ વ્યવસ્થા નિપજાવે.

નવજીવન જેવી થોડીક સંસ્થાઓ જ આપણે ત્યાં હશે જે મુદ્રણ અંગેનાં ધોરણો એકંદરે જાળવી રહી છે. જોકે સારા પ્રૂફરીડર ઓછા થતા ગયા હોવાની ફરિયાદ સતત સાંભળવા મળે છે. મને થાય છે કે આપણી ઉચ્ચ સાહિત્યસંસ્થાઓ પણ શુદ્ધ જોડણીથી પોતાનાં પ્રકાશનો છાપી શકતી ન હોય તો આપણે આપણી જોડણી વિશે ફેરવિચાર કરવાનો સમય પાકી ગયો ન કહેવાય? મારું તો દૃઢ મંતવ્ય છે કે ગુજરાતી ભાષામાં હ્રસ્વ-દીર્ઘ ઈ-ઉનો ભેદ હવે નકામો થઈ ગયો છે. હ્રસ્વ-દીર્ઘ ઈ-ઉની જોડણીના નિયમો, પેટાનિયમો, અપવાદો અને છેવટે સ્વરભાર કે પ્રચલિતતાને લક્ષમાં લેવાની જોગવાઈ સમગ્ર વ્યવસ્થાને એવી જટિલ કરી નાખે છે કે ભલભલા પ્રૂફરીડરો પણ ક્યાંક ને ક્યાંક ગોથું ખાઈ ગયા વિના રહેતા નથી. જોડણીમાં એક જ ઈ ને ઉ રાખીએ તો વિદ્યાર્થીઓને કેવા ત્રાસમાંથી ને શિક્ષકોને કેવા નકામા શ્રમમાંથી આપણે બચાવી શકીએ તથા ભવિષ્યની પેઢીઓના કેવા આશીર્વાદ આપણા ઉપર ઊતરે એની કાલ્પનાથી પણ મારું મન રોમાંચ અનુભવે છે. બીજા કેટલાક મિત્રો પણ આ રીતે વિચારે છે ને મારું સ્મરણ છે કે ડૉ. ભાયાણીએ૧ <ref>૧. પૂનામાં આ વ્યાખ્યાન અપાય તે પૂર્વે ડૉ. ભાયાણીનો સંદેશો મને મળેલો કે જોડણીસુધારની આ વાત સાથે એ સંમત નથી. ઓછામાં ઓછું તદ્‌ભવ શબ્દોની જોડણીમાંથી હ્રસ્વદીર્ઘ ઈ-ઉના ભેદ કાઢી નાખવામાં એમને આપત્તિ નહોતી લાગી એવું મારું પાકું સ્મરણ છે. પણ પછી વધુ વિચાર કરતાં એમને એમાં પણ મુશ્કેલી જણાઈ હોય એમ બને.</ref> અને આપણા પ્રમુખશ્રીએ પણ મારી સાથેની વાતચીતમાં આ વિચાર સાથે સંમતિ દર્શાવેલી. તો હવે પરિષદ જોડણી સુધારનું આ કામ સત્વર ઉપાડી લે એવી આગ્રહભરી વિનંતી આ સ્થાનેથી કરવાની હું તક લઉં છું.
નવજીવન જેવી થોડીક સંસ્થાઓ જ આપણે ત્યાં હશે જે મુદ્રણ અંગેનાં ધોરણો એકંદરે જાળવી રહી છે. જોકે સારા પ્રૂફરીડર ઓછા થતા ગયા હોવાની ફરિયાદ સતત સાંભળવા મળે છે. મને થાય છે કે આપણી ઉચ્ચ સાહિત્યસંસ્થાઓ પણ શુદ્ધ જોડણીથી પોતાનાં પ્રકાશનો છાપી શકતી ન હોય તો આપણે આપણી જોડણી વિશે ફેરવિચાર કરવાનો સમય પાકી ગયો ન કહેવાય? મારું તો દૃઢ મંતવ્ય છે કે ગુજરાતી ભાષામાં હ્રસ્વ-દીર્ઘ ઈ-ઉનો ભેદ હવે નકામો થઈ ગયો છે. હ્રસ્વ-દીર્ઘ ઈ-ઉની જોડણીના નિયમો, પેટાનિયમો, અપવાદો અને છેવટે સ્વરભાર કે પ્રચલિતતાને લક્ષમાં લેવાની જોગવાઈ સમગ્ર વ્યવસ્થાને એવી જટિલ કરી નાખે છે કે ભલભલા પ્રૂફરીડરો પણ ક્યાંક ને ક્યાંક ગોથું ખાઈ ગયા વિના રહેતા નથી. જોડણીમાં એક જ ઈ ને ઉ રાખીએ તો વિદ્યાર્થીઓને કેવા ત્રાસમાંથી ને શિક્ષકોને કેવા નકામા શ્રમમાંથી આપણે બચાવી શકીએ તથા ભવિષ્યની પેઢીઓના કેવા આશીર્વાદ આપણા ઉપર ઊતરે એની કાલ્પનાથી પણ મારું મન રોમાંચ અનુભવે છે. બીજા કેટલાક મિત્રો પણ આ રીતે વિચારે છે ને મારું સ્મરણ છે કે ડૉ. ભાયાણીએ<ref>પૂનામાં આ વ્યાખ્યાન અપાય તે પૂર્વે ડૉ. ભાયાણીનો સંદેશો મને મળેલો કે જોડણીસુધારની આ વાત સાથે એ સંમત નથી. ઓછામાં ઓછું તદ્‌ભવ શબ્દોની જોડણીમાંથી હ્રસ્વદીર્ઘ ઈ-ઉના ભેદ કાઢી નાખવામાં એમને આપત્તિ નહોતી લાગી એવું મારું પાકું સ્મરણ છે. પણ પછી વધુ વિચાર કરતાં એમને એમાં પણ મુશ્કેલી જણાઈ હોય એમ બને.</ref> અને આપણા પ્રમુખશ્રીએ પણ મારી સાથેની વાતચીતમાં આ વિચાર સાથે સંમતિ દર્શાવેલી. તો હવે પરિષદ જોડણી સુધારનું આ કામ સત્વર ઉપાડી લે એવી આગ્રહભરી વિનંતી આ સ્થાનેથી કરવાની હું તક લઉં છું.

'''ભૂલો સુધારવાની તત્પરતા છે ખરી?'''
'''ભૂલો સુધારવાની તત્પરતા છે ખરી?'''
જોડણીને એક ભાષાકીય તથ્ય તરીકે હું જોઉં છું, તેથી મારી વાતને હું છેક જોડણીસુધાર સુધી ખેંચી ગયો. પરંતુ મારી મુખ્ય વાત એ હતી કે હકીકતની શુદ્ધિ માટે આપણે પૂરતો આગ્રહ કેળવી શક્યા નથી. આ વાતનું સમર્થન હું એક બીજી રીતે પણ કરવા ઇચ્છું છું. કોઈ પણ કામ સંપૂર્ણ શુદ્ધ રીતે કરવું ઘણું મુશ્કેલ હોય છે. નાનીમોટી થોડી ભૂલો રહી પણ જાય. પણ એ ભૂલોની જાણ થયા પછી એ સુધારવા માટે જે કંઈ ઉપાયો હાથમાં હોય તે ઉપાયો કરવાની તત્પરતા આપણે બતાવીએ છીએ ખરા? ભૂલો વધારે હોય તો થયેલા કામને રદ કરવાની આપણામાં હિંમત હોય છે ખરી? ગાંધીજીએ ગોખલેના લેખોના નબળા અનુવાદની છપાયેલી નકલો પસ્તીમાં પણ ન કાઢતાં બળાવી મુકાવી હતી અને આ એ ગાંધીજી હતા જે વપરાયેલાં કવરોને પણ ફાડીને ઉપયોગમાં લેતા હતા. પ્રજાને સાચું જ્ઞાન, સાચી માહિતી ન આપી શકીએ; પણ ખોટું જ્ઞાન, ખોટી માહિતી તો કેમ અપાય? ‘ગુજરાતના સારસ્વતો’ જેવા સંદર્ભગ્રંથનો તો કેટલાબધા લોકો – શિક્ષકો, પાઠ્યપુસ્તક તૈયાર કરનારાઓ, અધ્યાપકો, પત્રકારો – ઉપયોગ કરે? એમાં એક લેખકના નામે બીજા જ લેખકનો પરિચય હોય ને તેથી લેખક હયાત હોવા છતાં મૃત્યુ પામ્યાનું વર્ષ દર્શાવાય એ તો કેમ ચાલે? આવી નાનીમોટી ભૂલો જાણવામાં આવે એટલે ઓછામાં ઓછું પુસ્તકનું વેચાણ તરત અટકાવી શકાય અને આવશ્યક સુધારાની કાપલીઓ ચોડી કે વૃદ્ધિની પુરવણી જોડીને પછી જ એને લોકોના હાથમાં મૂકવાનું ગોઠવી શકાય. હમણાં રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીએ એક ગુજરાતી પુસ્તક અંગે માંડમાંડ આવો નિર્ણય કર્યો છે.<ref>૨. સલાહકાર સમિતિએ કરેલો નિર્ણય પછીથી કારોબારીએ ન સ્વીકાર્યો.</ref>પણ સામાન્ય રીતે આટલીયે તૈયારી આપણી સાહિત્યસંસ્થાઓની ને એની સાથે સંકળાયેલા આપણા સાહિત્યના અગ્રણીઓની હોતી નથી. ભૃગુરાય અંજારિયાનું પુસ્તક ‘કાન્ત વિશે’ પ્રગટ થયું ત્યારે જ સુધાબહેને એનું ટાઇટલ ને એમાંના ફોટા જોયાં. એમણે સંકોચપૂર્વક મારું ધ્યાન દોર્યું કે આમાં એક નાનકડી ભૂલ રહી ગઈ છે – ભૃગુરાયના પિતાનું નામ ‘દુર્લભરામ’ નહીં પણ ‘દુર્લભજી’ જોઈએ. મેં કહ્યું કે નામ એ કંઈ નાની ચીજ છે? ને લોકો તો આ પુસ્તકમાં અપાયેલી માહિતીને જ અધિકૃત ગણીને ચાલવાના; આપણે આ ભૂલ સુધારવી જ જોઈએ. મેં ભગતભાઈ શેઠને જણાવ્યું કે કહો તો હું આવીને બધી નકલો સુધારી જાઉં, પણ આ ભૂલનો ઉપાય જરૂર કરો. ભગતભાઈએ પુસ્તકમાં બંને સ્થાને સુધારેલી કાપલી ચોડવાની ગોઠવણ કરી.
જોડણીને એક ભાષાકીય તથ્ય તરીકે હું જોઉં છું, તેથી મારી વાતને હું છેક જોડણીસુધાર સુધી ખેંચી ગયો. પરંતુ મારી મુખ્ય વાત એ હતી કે હકીકતની શુદ્ધિ માટે આપણે પૂરતો આગ્રહ કેળવી શક્યા નથી. આ વાતનું સમર્થન હું એક બીજી રીતે પણ કરવા ઇચ્છું છું. કોઈ પણ કામ સંપૂર્ણ શુદ્ધ રીતે કરવું ઘણું મુશ્કેલ હોય છે. નાનીમોટી થોડી ભૂલો રહી પણ જાય. પણ એ ભૂલોની જાણ થયા પછી એ સુધારવા માટે જે કંઈ ઉપાયો હાથમાં હોય તે ઉપાયો કરવાની તત્પરતા આપણે બતાવીએ છીએ ખરા? ભૂલો વધારે હોય તો થયેલા કામને રદ કરવાની આપણામાં હિંમત હોય છે ખરી? ગાંધીજીએ ગોખલેના લેખોના નબળા અનુવાદની છપાયેલી નકલો પસ્તીમાં પણ ન કાઢતાં બળાવી મુકાવી હતી અને આ એ ગાંધીજી હતા જે વપરાયેલાં કવરોને પણ ફાડીને ઉપયોગમાં લેતા હતા. પ્રજાને સાચું જ્ઞાન, સાચી માહિતી ન આપી શકીએ; પણ ખોટું જ્ઞાન, ખોટી માહિતી તો કેમ અપાય? ‘ગુજરાતના સારસ્વતો’ જેવા સંદર્ભગ્રંથનો તો કેટલાબધા લોકો – શિક્ષકો, પાઠ્યપુસ્તક તૈયાર કરનારાઓ, અધ્યાપકો, પત્રકારો – ઉપયોગ કરે? એમાં એક લેખકના નામે બીજા જ લેખકનો પરિચય હોય ને તેથી લેખક હયાત હોવા છતાં મૃત્યુ પામ્યાનું વર્ષ દર્શાવાય એ તો કેમ ચાલે? આવી નાનીમોટી ભૂલો જાણવામાં આવે એટલે ઓછામાં ઓછું પુસ્તકનું વેચાણ તરત અટકાવી શકાય અને આવશ્યક સુધારાની કાપલીઓ ચોડી કે વૃદ્ધિની પુરવણી જોડીને પછી જ એને લોકોના હાથમાં મૂકવાનું ગોઠવી શકાય. હમણાં રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીએ એક ગુજરાતી પુસ્તક અંગે માંડમાંડ આવો નિર્ણય કર્યો છે.<ref>સલાહકાર સમિતિએ કરેલો નિર્ણય પછીથી કારોબારીએ ન સ્વીકાર્યો.</ref>પણ સામાન્ય રીતે આટલીયે તૈયારી આપણી સાહિત્યસંસ્થાઓની ને એની સાથે સંકળાયેલા આપણા સાહિત્યના અગ્રણીઓની હોતી નથી. ભૃગુરાય અંજારિયાનું પુસ્તક ‘કાન્ત વિશે’ પ્રગટ થયું ત્યારે જ સુધાબહેને એનું ટાઇટલ ને એમાંના ફોટા જોયાં. એમણે સંકોચપૂર્વક મારું ધ્યાન દોર્યું કે આમાં એક નાનકડી ભૂલ રહી ગઈ છે – ભૃગુરાયના પિતાનું નામ ‘દુર્લભરામ’ નહીં પણ ‘દુર્લભજી’ જોઈએ. મેં કહ્યું કે નામ એ કંઈ નાની ચીજ છે? ને લોકો તો આ પુસ્તકમાં અપાયેલી માહિતીને જ અધિકૃત ગણીને ચાલવાના; આપણે આ ભૂલ સુધારવી જ જોઈએ. મેં ભગતભાઈ શેઠને જણાવ્યું કે કહો તો હું આવીને બધી નકલો સુધારી જાઉં, પણ આ ભૂલનો ઉપાય જરૂર કરો. ભગતભાઈએ પુસ્તકમાં બંને સ્થાને સુધારેલી કાપલી ચોડવાની ગોઠવણ કરી.
આવી બાબતોમાં હું કદાચ વધારે સંવેદનશીલ હોઈશ. ‘સંસ્કૃતિ’નું પ્રૂફ ઝીણવટથી તપાસતા ઉમાશંકરભાઈ ‘પ્રતિભા અને પ્રતિભાવ’માં લેખનું એક આખું પાનું છપાવાનું રહી ગયું હોય અને તેનો ઉપાય ન કરે એ મને ન ગમે. જો ઉમાશંકરભાઈ પાસે નહીં તો બીજા કોની પાસે હું આવાં ધોરણોની આશા રાખું? એટલે જ શ્રી ચી. ના. પટેલનો મેં આવો આગ્રહ જોયો ત્યારે મને ઘણો આનંદ થયો. એમના ‘વાલ્મીકીય રામકથા’ એ પુસ્તકમાં વિષ્ણુભાઈ(વિ. ર. ત્રિવેદી)ની પ્રસ્તાવનાની સાથે પુસ્તકની છાપભૂલોનું શુદ્ધિપત્રક પણ છપાઈ ગયું. પછી ખ્યાલમાં આવ્યું કે વિષ્ણુભાઈની પ્રસ્તાવનામાં પણ બેચાર નાનકડી છાપભૂલો રહી ગઈ છે. શ્રી ચી. ના. પટેલે આગ્રહ રાખ્યો કે કઢંગું લાગે તોયે આગલાં ચાર પાનાં છાપવાં બાકી છે એમાં કોઈ પણ રીતે આના શુદ્ધિપત્રકની વ્યવસ્થા કરો; મારા લખાણની ભૂલો ન સુધરે તો ચાલે, પણ વિષ્ણુભાઈના લખાણની ભૂલો તો સુધરવી જ જોઈએ. એમ નથી લાગતું કે આવી નાની-નાની ચોકસાઈઓ ને નાનીનાની બાબતોના આગ્રહો જ અંતે આપણાં વિદ્યાકીય કાર્યોને વધુ ઊજળાં બનાવે?