23,710
edits
(+1) |
(+1) |

| Line 26: | Line 26: | ||
‘આંખો’ શીર્ષકથી બીજી વાર્તા બની છે જેમાં નાયિકાને પતિની દૃષ્ટિ ચાલી જતાં એનો સહવાસ, સ્પર્શ એની નિકટતા અને સૌથી વિશેષ પ્રિય પતિ એનો આધારિત બની રહે એની મીઠી લાગણી છે. નાયિકા જાણે છે કે આ એની અંદર ફૂટેલો આસૂરી આનંદ છે. એને ભય છે કે પાટો ખૂલશે અને દૃષ્ટિ મળતા જ એ બાહ્ય જગતમાં વિખેરાઈ જશે અને એ નિકટતા ગુમાવી બેસશે. આમ બંધ આંખોની સંવેદના આ વાર્તાનું હાર્દ છે. જ્યારે ત્રીજી વાર્તાની અંદર કોડીને પ્રતીક બનાવી એક ત્રીજી આંખની કલ્પના કરી છે. એક એવી અજાયબભરી આંખ જે દૂરનું જોઈ શકે તો એ દૃષ્ટિ માનવજીવન માટે આશીર્વાદ હોય કે શાપ? નાયિકાની આ ત્રીજી આંખ એને સંબંધોની ભ્રાન્તિનો અનુભવ કરાવે છે. અને એ એ જ આંખ મિલનની પ્રતીતિ પણ કરાવે છે. વાર્તામાં કલ્પન બહુ સુંદર પ્રયોજાયું છે. અને અંત પણ ચમત્કૃતિભર્યો અને કાવ્યાત્મક શૈલીથી વાર્તા સળંગ સુંદર બની છે. કેટલીક વાર્તાઓ થોડી મધ્યમ કહી શકાય એવી છે. વિષય અને વર્ણન પુનરાવર્તિત થતાં હોય અવું પણ લાગે. અસ્તિત્વવાદી માનસિકતા દરેક વાર્તાને ક્યાંક એકસરખી બનાવે છે અને ક્યાંક કૃત્રિમપણું પણ અનુભવાય છે. લેખિકાની સંગ્રહમાં ન હોય એવી કેટલીક વાર્તાઓમાંની એક વાર્તા ‘કુંભલગ્ન’ જે ઇન્ટરનેટ ઉપર અક્ષરનાદ.કોમ ઉપર વાંચવા મળે છે. જે પૂરી ઘટનાપ્રધાન છે. ભારતીય પરંપરામાં જન્માક્ષર આધારિત રચાતાં લગ્ન. મંગલ-અમંગલની કામનાથી સુખદ બને એમ દુઃખદ પણ બને! ક્યારેક એનાં નિરાકરણ અપેક્ષાભંગ કરતા હોય એવું પણ બને! અહીં નાયિકાના નસીબમાં વિધવાયોગ લખાયો છે અને મહારાજે કહ્યું છે કે, ‘આને માટે કુંભ લગ્ન કરવાનાં અને પછી કુંભને કૂવામાં ફેંકી દેવાનો, એટલે છોકરી વિધવા થઈ ગણાય અને પછી એ યોગમાંથી છુટ્ટી!’ અને નાયિકા કુંભ લગ્ન કરી મનથી વિધવા બને છે. પછી એ પોતાની પસંદના પુરુષ સાથે સંતાન પ્રાપ્તિ જેટલું સાયુજ્ય રચી શકતી નથી. મા બનવાની તીવ્રતા અને માનસિક અવસ્થાના કારણે જે ભાવ રચાય છે એની થોડા જુદા વિષય ને ઇંગિત કરતી આ વાર્તા છે. ‘તથાપિ’ ડિસેમ્બર-ફેબ્રુઆરી, માર્ચ-મે, ૨૦૧૧ના અંકમાં ‘પેલે પાર’ શીર્ષકથી વાર્તા મળે છે. એકલતાનો વિષાદ ગૂંથતી આ વાર્તા પણ નોંધપાત્ર બની છે. જે વાર્તા વિશે ‘ગુજરાતી નવલિકાચયન’ ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રકાશન અંતર્ગત સંપાદકીય નોંધમાં જયેશ ભોગાયતા એ આ વાર્તાનો ઉલ્લેખ કરેલ છે. | ‘આંખો’ શીર્ષકથી બીજી વાર્તા બની છે જેમાં નાયિકાને પતિની દૃષ્ટિ ચાલી જતાં એનો સહવાસ, સ્પર્શ એની નિકટતા અને સૌથી વિશેષ પ્રિય પતિ એનો આધારિત બની રહે એની મીઠી લાગણી છે. નાયિકા જાણે છે કે આ એની અંદર ફૂટેલો આસૂરી આનંદ છે. એને ભય છે કે પાટો ખૂલશે અને દૃષ્ટિ મળતા જ એ બાહ્ય જગતમાં વિખેરાઈ જશે અને એ નિકટતા ગુમાવી બેસશે. આમ બંધ આંખોની સંવેદના આ વાર્તાનું હાર્દ છે. જ્યારે ત્રીજી વાર્તાની અંદર કોડીને પ્રતીક બનાવી એક ત્રીજી આંખની કલ્પના કરી છે. એક એવી અજાયબભરી આંખ જે દૂરનું જોઈ શકે તો એ દૃષ્ટિ માનવજીવન માટે આશીર્વાદ હોય કે શાપ? નાયિકાની આ ત્રીજી આંખ એને સંબંધોની ભ્રાન્તિનો અનુભવ કરાવે છે. અને એ એ જ આંખ મિલનની પ્રતીતિ પણ કરાવે છે. વાર્તામાં કલ્પન બહુ સુંદર પ્રયોજાયું છે. અને અંત પણ ચમત્કૃતિભર્યો અને કાવ્યાત્મક શૈલીથી વાર્તા સળંગ સુંદર બની છે. કેટલીક વાર્તાઓ થોડી મધ્યમ કહી શકાય એવી છે. વિષય અને વર્ણન પુનરાવર્તિત થતાં હોય અવું પણ લાગે. અસ્તિત્વવાદી માનસિકતા દરેક વાર્તાને ક્યાંક એકસરખી બનાવે છે અને ક્યાંક કૃત્રિમપણું પણ અનુભવાય છે. લેખિકાની સંગ્રહમાં ન હોય એવી કેટલીક વાર્તાઓમાંની એક વાર્તા ‘કુંભલગ્ન’ જે ઇન્ટરનેટ ઉપર અક્ષરનાદ.કોમ ઉપર વાંચવા મળે છે. જે પૂરી ઘટનાપ્રધાન છે. ભારતીય પરંપરામાં જન્માક્ષર આધારિત રચાતાં લગ્ન. મંગલ-અમંગલની કામનાથી સુખદ બને એમ દુઃખદ પણ બને! ક્યારેક એનાં નિરાકરણ અપેક્ષાભંગ કરતા હોય એવું પણ બને! અહીં નાયિકાના નસીબમાં વિધવાયોગ લખાયો છે અને મહારાજે કહ્યું છે કે, ‘આને માટે કુંભ લગ્ન કરવાનાં અને પછી કુંભને કૂવામાં ફેંકી દેવાનો, એટલે છોકરી વિધવા થઈ ગણાય અને પછી એ યોગમાંથી છુટ્ટી!’ અને નાયિકા કુંભ લગ્ન કરી મનથી વિધવા બને છે. પછી એ પોતાની પસંદના પુરુષ સાથે સંતાન પ્રાપ્તિ જેટલું સાયુજ્ય રચી શકતી નથી. મા બનવાની તીવ્રતા અને માનસિક અવસ્થાના કારણે જે ભાવ રચાય છે એની થોડા જુદા વિષય ને ઇંગિત કરતી આ વાર્તા છે. ‘તથાપિ’ ડિસેમ્બર-ફેબ્રુઆરી, માર્ચ-મે, ૨૦૧૧ના અંકમાં ‘પેલે પાર’ શીર્ષકથી વાર્તા મળે છે. એકલતાનો વિષાદ ગૂંથતી આ વાર્તા પણ નોંધપાત્ર બની છે. જે વાર્તા વિશે ‘ગુજરાતી નવલિકાચયન’ ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રકાશન અંતર્ગત સંપાદકીય નોંધમાં જયેશ ભોગાયતા એ આ વાર્તાનો ઉલ્લેખ કરેલ છે. | ||
ભારતી દલાલની વાર્તામાં સમાજ અને સામાજિક ઘટનાને ઓછું સ્થાન છે પરંતુ વ્યક્તિનાં મનોચિત્ર અને મનોવૃત્તિઓ સુંદર રીતે ઝીલાય છે. એમની રજૂઆત વાર્તાને ક્યાંક આબેહૂબ નથી ચીતરતા પણ કળાની દૃષ્ટિએ પ્રભાવકારી જરૂર બનાવે છે. મનુષ્યમનનાં આનંદ અને ઉદ્વેગ બરાબર ઝીલાય છે. વાર્તાની ભાષા શિષ્ટ છે. પરિવેશ પણ શહેરી જ છે. ‘એક નામે સુજાતા’ વાર્તાસંગ્રહનો સમગ્ર સૂર સંવેદનપ્રધાન છે. આધુનિક શૈલીની વાર્તાઓ ગુજરાતી સાહિત્યને આપવા બદલ વાર્તાકાર ભારતી દલાલને ખૂબ ખૂબ અભિનંદન. | ભારતી દલાલની વાર્તામાં સમાજ અને સામાજિક ઘટનાને ઓછું સ્થાન છે પરંતુ વ્યક્તિનાં મનોચિત્ર અને મનોવૃત્તિઓ સુંદર રીતે ઝીલાય છે. એમની રજૂઆત વાર્તાને ક્યાંક આબેહૂબ નથી ચીતરતા પણ કળાની દૃષ્ટિએ પ્રભાવકારી જરૂર બનાવે છે. મનુષ્યમનનાં આનંદ અને ઉદ્વેગ બરાબર ઝીલાય છે. વાર્તાની ભાષા શિષ્ટ છે. પરિવેશ પણ શહેરી જ છે. ‘એક નામે સુજાતા’ વાર્તાસંગ્રહનો સમગ્ર સૂર સંવેદનપ્રધાન છે. આધુનિક શૈલીની વાર્તાઓ ગુજરાતી સાહિત્યને આપવા બદલ વાર્તાકાર ભારતી દલાલને ખૂબ ખૂબ અભિનંદન. | ||
{{Poem2Close}} | |||
{{right|નીતા જોશી}}
| {{right|નીતા જોશી}}

{{right|વાર્તાકાર, વિવેચક}}
| {{right|વાર્તાકાર, વિવેચક}}

{{right|મો. ૯૪૨૮૧ ૭૩૪૨૬}}
| {{right|મો. ૯૪૨૮૧ ૭૩૪૨૬}}

{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = વર્ષા અડાલજા | |previous = વર્ષા અડાલજા | ||
|next = અંજલિ ખાંડવાળા | |next = અંજલિ ખાંડવાળા | ||