9,256
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કો’કે ઢોળી દીધો છે આ તડકો! | રતિલાલ બોરીસાગર}} | {{Heading|કો’કે ઢોળી દીધો છે આ તડકો! | રતિલાલ બોરીસાગર}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/4/4a/SHREYA_KOKE_DHODI_DIDHO_CHE.mp3 | |||
}} | |||
<br> | |||
ગુજરાતી નિબંધસંપદા • કો’કે ઢોળી દીધો છે આ તડકો! - રતિલાલ બોરીસાગર • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કાકાસાહેબ કાલેલકરનો એક સરસ નિબંધ છે — ‘મધ્યાહ્નનું કાવ્ય’. આ નિબંધમાં કાકાસાહેબે પોતાને બપોરનો તડકો કેવો ગમે છે, માત્ર પોતાને જ નહિ; રવીન્દ્રનાથ ટાગોર જેવા મહાન કવિને પણ તડકો કેવો ગમતો હતો એનું એવું સરસ વર્ણન કર્યું છે કે, એ વર્ણન વાંચીને જ આપણને તડકામાં રખડવા નીકળી પડવાનું મન થાય! હું હાઈસ્કૂલમાં ભણતો ત્યારે અમારા નવમા ધોરણના પાઠ્યપુસ્તકમાં પાઠ તરીકે આ નિબંધ મુકાયેલો. અમારા શિક્ષકે આ પાઠ શીખવ્યો ત્યારે એ જ વખતે મને તડકામાં નીકળી પડવાનું મન થયું. મેં મારી બાજુમાં બેઠેલા સહાધ્યાયી સમક્ષ મારી અભિલાષા પ્રગટ કરી. આ સાંભળી મારો સહાધ્યાયી, મેં કોઈ જોક કરી હોય એમ ફૂ…ઉ…ઉ… કરતો હસી પડ્યો. સાહેબે અમને બંનેને ઊભા કર્યા. પેલાએ કહ્યું, ‘સાહેબ! આને અત્યારે ને અત્યારે તડકામાં જવાનું મન થયું છે!’ અમારા સાહેબ પાઠ્યપુસ્તકકના પાઠ ભણાવવામાં બહુ કુશળ નહોતા, પણ તોફાની વિદ્યાર્થીઓને પાઠ ભણાવવામાં સિદ્ધહસ્ત હતા. સાહેબે પહેલાં મને ઊભો કર્યો અને કહ્યું, ‘જા, અત્યારે જ જઈને તડકામાં ઊભો રહે અને ‘મધ્યાહ્નનું કાવ્ય’ માણ.’ પછી સાહેબે મારા સહાધ્યાયીને કહ્યું, ‘જા, તું પણ એને કંપની આપ.’ અને છેલ્લે એમણે વર્ગ મૉનિટરને કહ્યું, ‘તું છાંયામાં બેસીને આ બંને તડકામાં જ ઊભા રહે એનું ધ્યાન રાખ.’ | કાકાસાહેબ કાલેલકરનો એક સરસ નિબંધ છે — ‘મધ્યાહ્નનું કાવ્ય’. આ નિબંધમાં કાકાસાહેબે પોતાને બપોરનો તડકો કેવો ગમે છે, માત્ર પોતાને જ નહિ; રવીન્દ્રનાથ ટાગોર જેવા મહાન કવિને પણ તડકો કેવો ગમતો હતો એનું એવું સરસ વર્ણન કર્યું છે કે, એ વર્ણન વાંચીને જ આપણને તડકામાં રખડવા નીકળી પડવાનું મન થાય! હું હાઈસ્કૂલમાં ભણતો ત્યારે અમારા નવમા ધોરણના પાઠ્યપુસ્તકમાં પાઠ તરીકે આ નિબંધ મુકાયેલો. અમારા શિક્ષકે આ પાઠ શીખવ્યો ત્યારે એ જ વખતે મને તડકામાં નીકળી પડવાનું મન થયું. મેં મારી બાજુમાં બેઠેલા સહાધ્યાયી સમક્ષ મારી અભિલાષા પ્રગટ કરી. આ સાંભળી મારો સહાધ્યાયી, મેં કોઈ જોક કરી હોય એમ ફૂ…ઉ…ઉ… કરતો હસી પડ્યો. સાહેબે અમને બંનેને ઊભા કર્યા. પેલાએ કહ્યું, ‘સાહેબ! આને અત્યારે ને અત્યારે તડકામાં જવાનું મન થયું છે!’ અમારા સાહેબ પાઠ્યપુસ્તકકના પાઠ ભણાવવામાં બહુ કુશળ નહોતા, પણ તોફાની વિદ્યાર્થીઓને પાઠ ભણાવવામાં સિદ્ધહસ્ત હતા. સાહેબે પહેલાં મને ઊભો કર્યો અને કહ્યું, ‘જા, અત્યારે જ જઈને તડકામાં ઊભો રહે અને ‘મધ્યાહ્નનું કાવ્ય’ માણ.’ પછી સાહેબે મારા સહાધ્યાયીને કહ્યું, ‘જા, તું પણ એને કંપની આપ.’ અને છેલ્લે એમણે વર્ગ મૉનિટરને કહ્યું, ‘તું છાંયામાં બેસીને આ બંને તડકામાં જ ઊભા રહે એનું ધ્યાન રાખ.’ | ||