સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/ભીમોરાની લડાઈ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 139: Line 139:
</center>
</center>
</poem>
</poem>
{{Poem2Open}}
'''[આ ફરિયાદ સાંભળીને સૈન્યના માલિકે હુકમ દીધો, એટલે દુશ્મનો ધસીને ભીમોરા ઉપર આવ્યા. હાકલો વાગી, નોબતો ગડગડી. લડાઈનો ભૂખ્યો નાજો ખાચર જાગી ઊઠ્યો. મદાઈ = દુશ્મન.]'''
{{Poem2Close}}
<poem>
<center>
તરવારાંરી વાજે તાળી, વાઢી ઘણા મરેઠા વાળી,
ખસ્યા મરાઠા હાંજા ખાળી, વજા બણી રણથંભરવાળી.
</center>
</poem>
{{Poem2Open}}
'''[તરવારો સામસામી અથડાવા લાગી, કેમ જાણે તરવારો સામસામી તાળીઓ દેતી રમત રમતી હોય! મરાઠાની સેનાનાં ઘણાં માણસો કપાયાં. મરાઠાઓ હિંમત હારી ગયા. રણથંભોરના ઘેરામાં જેમ બાદશાહનું સૈન્ય લાચાર થઈ પડ્યું હતું, તેવું જ ભીમોરાના ઘેરા વખતે મરાઠી લશ્કર બની ગયું. ઘણા દિવસ સુધી મારો ચલાવ્યા છતાં કિલ્લો તૂટતો નહોતો.]'''
{{Poem2Close}}
<poem>
<center>
આયા જાઈ ભાઈ અરાઠી, લાખાહરો લડે લોહ લાઠી,
પો! વશટિયા કહે પરાઠી, કાં ચૂકૂવ કાં નીકળ, કાઠી.
</center>
</poem>
{{Poem2Open}}
'''[ચેલો ખાચર પોતાના જાતભાઈને પણ લઈને આવ્યો, છતાં લાખા ખાચરનો એ પૌત્ર નાજો ખાચર તો લોઢાની લાકડીની માફક અડગ બનીને લડતો રહ્યો. શત્રુ-સેનામાંથી વિષ્ટિ કરવા માટે માણસો આવ્યા; તેઓ કહે કે, ‘ઓ કાઠી, કાં તો દંડ ચૂકવી દે, નહિ તો કિલ્લાની બહાર નીકળ.’]'''
{{Poem2Close}}
<poem>
<center>
કે’ વશટિયા આભકપાળો, પંચમુખ ખડ નો ખાય પટાળો,
હઠ મેલે નજરાજ હઠાળો, (તો) મેર ડગે ને ધ્રૂજે ડખમાળો.
</center>
</poem>
{{Poem2Open}}
'''[એ આભ જેવા વિશાળ કપાળવાળો વીર જવાબ આપે છે કે ‘જેમ કેસરી સિંહ કદી ઘાસ ખાય નહિ તેમ હું પણ કદી નમીશ નહિ.’ જો ટેકીલો નાજો ખાચર પોતાની હઠ મૂકે તો પછી મેરુ પર્વત ચળે અને આકાશ ધ્રૂજી જાય. પંચમુખ = સિંહ; ડખમાળો = આકાશની નક્ષત્રમાળ.]'''
{{Poem2Close}}
<poem>
<center>
દંડ ન ભરા હું રામદુવાઈ, મરવો ભીમ તણા ગઢ માંહીં,
આદ અનાદ તણી અવળાઈ, છોડાં કીં હું અવળચંડાઈ.
</center>
</poem>
{{Poem2Open}}
'''[‘રામદુવાઈ લઈને હું કહું છું કે હું દંડ નહિ ભરું, સુખેથી આ ભીમોરા ગઢમાં લડીને મરીશ, મારી સદાની અડગતા હું નહિ છોડું.’]'''
{{Poem2Close}}
<poem>
<center>
લડે દખણ દળ ભરડા લીધા, કાઠે જોર અનોધાં કીધાં,
દસદસ વાર ગનીમાને દીધાં, દસ દા’ડા લગ નીર ન પીધાં.
</center>
</poem>
{{Poem2Open}}
'''[દક્ષિણીઓની સેનાએ ગઢની આસપાસ ઘેરો ઘાલ્યો. તેની સામે નાજા ખાચરે પણ અપૂર્વ બળ દાખવ્યું. દસ દસ વાર તો સૂબાને પાછો કાઢ્યો. દસ દિવસ સુધી પાણી વિના ટક્કર ઝીલી.]'''
{{Poem2Close}}
<poem>
<center>
જળનો તરસ્યો દળમાં જાઈ, કોપ્યો સૂબો ને હલાં કરાઈ,
હડેડે જંજોળ્યાં નાળ્ય હવાઈ, ચાર પો’ર તરવાર ચલાઈ.
</center>
</poem>
{{Poem2Open}}
'''[પાણીનો તરસ્યો ટાઢાણો કાઠી દુશ્મનોના લશ્કરમાં પહોંચ્યો. એની વાત સાંભળીને બાબારાવે હલ્લો કરવાનો હુકમ આપ્યો. તોપો ને બંદૂકો છૂટી.]'''
{{Poem2Close}}
<poem>
<center>
ધજવડ વાળો તોરણ ધરિયો, ફેરા ચાર ચોરીમાં ફરિયો,
કાળો ખુમો અણવર કરિયો, વર નાજો અપસરને વરિયો.
</center>
</poem>
{{Poem2Open}}
'''[એ નાજો ખાચર કેમ જાણે યુદ્ધરૂપી લગ્ન કરતો હોય! તરવારનાં જાણે તોરણ બંધાયાં. પોતાના અણવર તરીકે એણે કાળા ખુમાણને રાખ્યા અને આખરે મરીને એ વરરાજા નાજો ખાચર અપ્સરાઓની સાથે વર્યો. (ધજવડ = તરવાર)]'''
{{Poem2Close}}
<poem>
<center>
એકલવેણો વૈકુંઠ આયો, લાડરખાન જાનૈયા લાયો,
મોતીરો હરિએ થાળ મંગાયો, વે સખીએ નજરાજ વધાયો.
</center>
</poem>
{{Poem2Open}}
'''[એકવચની એ શૂરવીર વૈકુંઠમાં જાન જોડીને ગયો. પોતાની સાથે મરેલા શૂરવીર જાનૈયાને સાથે લઈ ગયો. સ્વર્ગમાં પ્રભુએ મોતીનો થાળ મંગાવ્યો ને લક્ષ્મીજીએ વરરાજા નાજા ખાચરને પોંખ્યો.]'''
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = બોળો
|next = ઓઢો ખુમાણ
}}
26,604

edits

Navigation menu