26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|6. દરિયાપીરની દીકરી}} '''રતનાગર''' સાગરને કાંઠે સિંગળદીપના રા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (8 intermediate revisions by the same user not shown) | |||
| Line 5: | Line 5: | ||
'''રતનાગર''' સાગરને કાંઠે સિંગળદીપના રાજાની રાણી મીણલદેનો મો’લ છે. આઠેય પહોર એ રાજગઢની રાંગે રતનાગરનાં પાણી આટકી રહ્યાં છે. સાંજનો સમો છે. અટારીએ ઊભાં ઊભાં રાણી મીણલદે સુગંધી પદારથનાં મર્દન અને નાવણ કરીને પોતાના માથાના મોવાળા સૂકવી રહ્યાં છે — | '''રતનાગર''' સાગરને કાંઠે સિંગળદીપના રાજાની રાણી મીણલદેનો મો’લ છે. આઠેય પહોર એ રાજગઢની રાંગે રતનાગરનાં પાણી આટકી રહ્યાં છે. સાંજનો સમો છે. અટારીએ ઊભાં ઊભાં રાણી મીણલદે સુગંધી પદારથનાં મર્દન અને નાવણ કરીને પોતાના માથાના મોવાળા સૂકવી રહ્યાં છે — | ||
<poem> | <poem> | ||
મારૂ નાહી ગંગાજળ, ઊભી વેણ્ય સુકાય, | {{Space}}મારૂ નાહી ગંગાજળ, ઊભી વેણ્ય સુકાય, | ||
ચંદન કેરે રૂખડે, (જાણે) નાગ ઝપેટા ખાય. | {{Space}}ચંદન કેરે રૂખડે, (જાણે) નાગ ઝપેટા ખાય. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 12: | Line 12: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
લંબવેણી, લજ્જા ઘણી, પોંચે પાતળિયાં, | {{Space}}લંબવેણી, લજ્જા ઘણી, પોંચે પાતળિયાં, | ||
આછે સાંયે નિપાવિયાં કો કો કામણિયાં. | {{Space}}આછે સાંયે નિપાવિયાં કો કો કામણિયાં. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 43: | Line 43: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
ગણણણ શિલા વે ચલી, મંત્રે કીધેલ માગ, | {{Space}}ગણણણ શિલા વે ચલી, મંત્રે કીધેલ માગ, | ||
આવી કમાડે આટકી, વ્રતિયા સૂતો જાગ. | {{Space}}આવી કમાડે આટકી, વ્રતિયા સૂતો જાગ. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 57: | Line 57: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
જા જા શલ્યા જા પરી, જ્યાં હોય થારો વાસ, | {{Space}}જા જા શલ્યા જા પરી, જ્યાં હોય થારો વાસ, | ||
એમ વરતિયો આખવે, (મારી) એકે ન પૂરી આશ. | {{Space}}એમ વરતિયો આખવે, (મારી) એકે ન પૂરી આશ. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 67: | Line 67: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
હર કહ્યા ને વિધિએ રખ્યા, છઠી રેનરા અંક, | {{Space}}હર કહ્યા ને વિધિએ રખ્યા, છઠી રેનરા અંક, | ||
રજ ઘટે ને કાંઈ તલ વધે, રે’ રે’ જીવ નશંક. | {{Space}}રજ ઘટે ને કાંઈ તલ વધે, રે’ રે’ જીવ નશંક. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 144: | Line 144: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
થાંભા થડકે, ઘર હસે, ખેલણ લાગી ખાટ, | {{Space}}થાંભા થડકે, ઘર હસે, ખેલણ લાગી ખાટ, | ||
સાજન આયા હે સખિ! જેની જોતાં વાટ. | {{Space}}સાજન આયા હે સખિ! જેની જોતાં વાટ. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 151: | Line 151: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
નેણ પદારથ, નેણ રસ, નેણે નેણ મળન્ત, | {{Space}}નેણ પદારથ, નેણ રસ, નેણે નેણ મળન્ત, | ||
અણજાણ્યાંસું પ્રીતડી; નેણે નેણ કરન્ત. | {{Space}}અણજાણ્યાંસું પ્રીતડી; નેણે નેણ કરન્ત. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 159: | Line 159: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
મોં મન લાગી તોં મના, તોં મન લાગી મું; | {{Space}}મોં મન લાગી તોં મના, તોં મન લાગી મું; | ||
લૂણ વળુંભ્યાં પાણીએ, પાણી લૂણ વળુંભ. | {{Space}}લૂણ વળુંભ્યાં પાણીએ, પાણી લૂણ વળુંભ. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 169: | Line 169: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
ગોખે તે બેઠી રાણી રાજવણ બોલે, | {{Space}}ગોખે તે બેઠી રાણી રાજવણ બોલે, | ||
મને મારગડો દેખાડો રાજ બંદલા! | {{Space}}મને મારગડો દેખાડો રાજ બંદલા! | ||
હું તો મારગડાની ભૂલી રાજ બંદલા! | હું તો મારગડાની ભૂલી રાજ બંદલા! | ||
</poem> | </poem> | ||
| Line 177: | Line 177: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
ખાતે ખીચી બોલિયો, સાંભળ સાંખલી નાર! | {{Space}}ખાતે ખીચી બોલિયો, સાંભળ સાંખલી નાર! | ||
મારા પગની મોજડી, ઉમાદે ઉતાર! | {{Space}}મારા પગની મોજડી, ઉમાદે ઉતાર! | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 189: | Line 189: | ||
ત્યારે પછી — | ત્યારે પછી — | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | |||
{{Space}}મરકી ઉમા બોલિયાં, ગોરી ભીને ગાત્ર; | |||
{{Space}}તારા પગની મોજડી, (કાં) દાસી ઉતારે કાં પાત્ર. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
“હે ઠાકોર! તમારા પગની મોજડી તો કાં દાસી ઉતારે ને કાં પાતર (ગુણિકા) ઉતારે, પરણેતર તો નહીં ઉતારે. લ્યો, મારી વડારણને બોલાવું. અમારા કુળની તો આવી રીત છે.” | |||
કે’, “ઠકરાણાં! આ તો રિવાજ છે. તમારે તો જરાક મારી મોજડીને અડી જ લેવાનું છે.” | |||
કે’, “મેં કહ્યું ને? આ કામ અમારા કુળમાં વડારણનું છે. મારું નહીં.” | |||
કે’, “રાણી, મમત કરો મા; માઠું થશે.” | |||
કે’, “મર જે થાવી હોય તે થાવ. પગરખાંને હું હાથ નહીં અડાડું.” | |||
“ઠીક ત્યારે.” એવું કહીને અચળો હીંડોળાખાટેથી ઊઠી ગયો. થાળ થાળને ઠેકાણે રહ્યો. સોહાગની રાત બગડી ગઈ. સિંગળદીપની હવા પણ કડવી ઝેર બની ગઈ. અચળાએ પોતાની બરાતના રસાલાને હુકમ દીધો કે “સાબદા થાવ, અટાણે જ ઊપડી જાવું છે.” સૈયર જુમાને, રાજાને, રાણીને, સૌને જાણ થઈ કે બાજી બગડી ગઈ છે. બધાંએ ઉમાને ઠપકો આપ્યો : “બહુ ભૂલ કરી. હજી માની જા — તું ઊજળી તો પણ રાત છો, તું અસ્તરી છો. જીવતર લાંબું હોય ટૂંકું હોય કોને ખબર છે? ઊગ્યો એને આથમતાં વાર લાગશે.” પણ કોઈનું કહ્યું ઉમાદેએ માન્યું નહીં. ત્યાં અચળો વિદાય થઈ ગયો, અને આંહીં ઉમાએ જોબનને કબજામાં લીધું. વસ્ત્રાભૂષણો કાઢીને અળગાં કર્યાં અને જ્ઞાનવૈરાગ્યને માર્ગે ચડી. ચારણની દીકરી જુમાને પોતાની પાસે રાખી. જુમા બીન બજાવે, ગીતો–ભજનો ગાય, વાર્તાઓ કરે, ને જોગણવેશી ઉમા બેઠી બેઠી સાંભળ્યા કરે. | |||
લાગવા માંડ્યું કે જોબન કબજે થઈ ગયું છે, વિકાર ઓગળી ગયા લાગ્યા. જુમાને પોતે એક દિ’યે જુદી પડવા દેતી નથી; જુમા પણ સહિયરને સારુ કુમારી અવસ્થા ખેંચી રહી છે. એમ કરતાં કરતાં — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
{{Space}}દિન ગણન્તાં માસ ગયા | |||
{{Space}}(અને) વરસે આંતરિયાં. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
એવે એક દિ’, જુમા ઉમાની રજા લઈને પોતાના બાપને ગામ ગઈ છે. ઉમા એકલી પડી છે. વૈશાખી પૂનમની રાત છે. પોતે બેઠી બેઠી માળા ફેરવે છે, પણ આજ એકલી પડી છે. જુમાનાં ગીતો ને ભજનની આડશ ચાલી ગઈ છે. બહારના વાયરા ફૂલની સોડમ લાવે છે અને ચોક-ચૌટામાં ગાતી નારીઓના ગીતના બોલ લાવે છે — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
{{Space}}કોઈ મુને કૃષ્ણ બતાવો રે મધુવનમાં; | |||
{{Space}}વ્યાકુળ થઈ છું મારા મનમાં રે શ્રી ગોકુળમાં. | |||
{{Space}}હાર જ તૂટ્યો, ચીર જ ફાટ્યાં, | |||
{{Space}}નીર વહે છે લોચનમાં. — કોઈ મને. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
માળાના પારા ધીમા પડ્યા, અને મોડી રાતનો કોઈ બપૈયો ‘પિયુ-ઉ : પિયુ-ઉ : પિયુ-ઉ :’ પોકારવા મંડ્યો. | |||
આમાં કાંઈ સારાવાટ નહોતી. | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
{{Space}}બાપૈયા થાને મારશું, તું લે ના પિયુરો નામ; | |||
{{Space}}આધી રેનરો પુકાર મા! તું છોડ હમારા ગામ. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
અરે દાસીયું! આ બાપૈયાને ઉડાડો. પથરા માર્યે ઝાડ માથેથી બાપૈયો ઊડી ગયો. પણ મનડાના મધુવનના બાપૈયા એમ થોડા ઊડી શકે છે! | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
{{Space}}માંય અનુપમ લીંબડા, તાડ રિયા હલબલ્લ; | |||
{{Space}}નેણે અમર નાગરી, વનસેં હુઈ વિકલ્લ. | |||
{{Space}}ચંપો ડોલર કેવડો, રોગી દાડમ ધ્રાખ; | |||
{{Space}}થોકે થોકે લડ રહી આંબા કેરી શાખ. | |||
{{Space}}આંબા હિલોળે આવિયા, સાખ રસ ન સમાય; | |||
{{Space}}કે’જો ઓધા કાનને, જેઠ વસમ્મો જાય. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
અંતરના બંધ માંડ્યા તૂટવા : અરે કોઈ જુમાને તેડવા મેલો. હૈયું થર રહેતું નથી. આ તો બધા ઉપલા વૈરાગ્ય. માયલું મન તો મુવું કોરું ને કોરું પડ્યું છે! | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
{{Space}}ઉમા કાગળ લખી મોકલે, જુમા ઓરેરી આવ! | |||
{{Space}}થારો ગુણ મેં જાણશાં, મારો રૂઠો નાવ મનાવ! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
હે જુમા! વહેલી મારી પાસે આવ ને મારા રિસાયેલા નાહોલિયાને મનાવ. હું તારો ગુણ નહીં ભૂલું. | |||
જુમા દોડતી આવી. કહ્યું, “બસ? દળી દળીને ઢાંકણીમાં ઉધરાવ્યું?” | |||
કે’, “બેન, હવે તો નથી રે’વાતું.” | |||
કે’, “બધાં માન મેલીને સાસરે જાવા તૈયાર છો?” | |||
કે’, “હા.” | |||
{{Poem2Close}} | |||
<center>[4]</center> | |||
{{Poem2Open}} | |||
લાટેલાટ દાયજો અને અરધી વસ્તી પોતાની સાથે લઈને ઉમા અચળા ખીચીને ગામ પહોંચી છે. જુમા ભેળી છે. અચળો તો સિંગળદીપથી પાછો વળ્યો તે ટાણે રસ્તામાંથી જ મેવાડની રાજકુંવરીને પરણીને ઘેર આવ્યો છે. મગરૂબ ઉમાને એ રાણી તરીકે રાખે નહીં, અને ઉમા મોજડી ઉતારે નહીં! ઉમાને ઠેકાણે કઈ રીતે પાડવી? કોઈ નથી જાણતું કે ઉમાના તગદીરને કયું તાળું લાગી ગયું છે. અપ્સરાનો શરાપેલ હાર ઉમાનો વેરી છે. હારને નાખી દીધેય કારી ફાવે તેમ નથી. એ હાર કોઈક અસ્ત્રીની ડોકમાં તો પડ્યે જ છૂટકો. | |||
ઠીક મનવા! સબૂરી ધરીને જુમાએ અચળા ખીચીના પાટણ જેવું જ, નદીને સામે કાંઠે, બીજું પાટણ વસાવ્યું છે. જેવી અચળાની તેવી જ ઉમાના પાટણની રોજ કચેરી ભરાય છે. અચળાના પાટણનાં લોક આંહીં આવતાં–જતાં થયાં છે. ઉમાનાં રૂપ અને શીલ વખાણમાં છે. | |||
પણ અચળાની આંખે મેવાડી રાણીએ અંધાર-પાટા બાંધી દીધા છે. અચળાનું રાજપાટ ચકલીના માળા ચૂંથાય એમ ચૂંથાઈ રહ્યું છે. મેવાડી રાણીએ ખેદાનમેદાન વાળ્યું છે. રાજકાજમાં અચળાનું ચિત્ત ચોંટવા દેતી નથી. મેવાડી રાણીને તો રટણ છે એકલા સાજશણગારનું. રાજની તમામ રિદ્ધસિદ્ધ એની ટાપટીપમાં જ ખરચાઈ રહી છે. ઉમા આવી છે, સામે કાંઠે રહે છે, પણ મેવાડી રાણી અચળાને આવવા દેતી નથી. એ તો રાણીવાસનો જ કેદી બન્યો છે. | |||
ફિકર નહીં. હે જીવ! સબૂરી રાખો. શરાપેલ હારનો રસ્તો નીકળવાનો લાગે છે. | |||
ધીમે ધીમે ધીમે, ઉમાના રતનહારની વાતો સામે કાંઠે પહોંચી. દેવાંગનાનો હાર મેવાડી રાણીનું દિલ ડોલાવવા લાગ્યો. એ હાર પહેર્યે તો માનવી દેવરૂપ બને છે! અરે જીવ! ક્યાંક એ હાર પહેરેલ મારી શોક્ય ઉમાને આ ઠાકોર જોઈ જશે તો? તો સત્યાનાશ વળશે. | |||
વાતો આવી હતી કે મંતરેલો હાર છે. નક્કી અચળાને ચળાવી દેશે એની પે’રનારી! | |||
વાતો જુમાએ જ વહેતી કરી હતી! વાતનું પરિણામ આવ્યું. મેવાડી રાણીએ કહેવરાવ્યું : “એ હાર આપો તો મોંમાગ્યાં ધન દઉં, જર દઉં, જમીન દઉં.” | |||
“ના, એ કાંઈ ન જોવે. હાર લ્યો, પણ એક રાત ઠાકોરને અમારાં બા પાસે મોકલો.” | |||
કે’, “ખુશીથી.” | |||
મેવાડી રાણીએ અચળાને સમજાવ્યો, કે બચાડી છ મહિનાથી બેઠી છે. એક રાત જઈ આવોને! જગતમાં વગોણું થાય છે. આપણે જાવું ખરું, પણ એની સામે ન જોવું. વચન આપો. અચળાએ વચન આપ્યું. | |||
આંહીં મેવાડી રાણીને ઉમાનો રતનહાર મળ્યો એટલે અચળાને સામે કાંઠે રાત રહેવા મોકલ્યો. પણ આખી રાત અચળો ઉમાદેના રંગમોલમાં પડખું ફેરવીને જ સૂઈ રહ્યો. રાતનો એક પહોર, બીજો પહોર, ત્રીજો — અને ઉમાદે ફડકી ઊઠી. અરે એક વાર જો સામે જુએને, તો તો હું એની નજરનું ઝેર નિચોવી દઉં. પણ આ તો પથરા જેવો પડ્યો છે! અબઘડી સવાર પડશે. | |||
બોલાવો રે બોલાવો કોઈ જુમાને. જુમા આવી. ઉમાએ પોતાનું હીણભાગ્ય નજરે દેખાડ્યું. પલંગમાં પડ્યો છે આખી રાતનો મોઢું ફેરવીને! | |||
જુમા પોતાનું બીન લઈને બેઠી. તાર ચડાવ્યા, બીનને માથે આંગળીયું ફરી. બીન હોંકારા દેવા મંડ્યું, અને જુમા દુહા ગાવા લાગી. | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
{{Space}}હાર દિયો ચાંદો કિયો.<ref>આ દુહો અધૂરો છે. ત્રણ ચરણો હસ્તગત નથી.</ref> | |||
{{Space}}………… | |||
{{Space}}………… | |||
{{Space}}………… | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
અરે તકદીર, અમે અમારો હાર દઈ દીધો. અમે સાટું કર્યું. અમારો તો હાર પણ ગયો, અમે સાટવેલ વસ્તુ પણ મળી નહીં. અમારાં દુર્ભાગ્યની શી વાત કરીએ? | |||
બીન જેવું નાજુક સાજ, એવું જ કાબેલ બાજંદું, અને એમાં આવા સમસ્યાના બોલ : સાંભળીને જાગતો પડેલો અચળો સળવળી ઊઠ્યો. આ હા હા! આ લોક નિર્ધન બની ગયાં લાગે છે. ખરચી માટે હેમનો હાર કોઈક વેપારીને હાટડે ઘરાણે મૂક્યો લાગે છે! મન પીગળ્યું. દયા આવી. પોતે ઊઠીને પૂછ્યું : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
{{Space}}કણરે હાટે મૂકિયો, ભોજન લિયાં અપાર; | |||
{{Space}}ઈ હારને છોડાવવા, વેગે કરશું વાર. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
કહો, કયા વેપારીના હાટડે અન્ન લેવા એ હાર મૂક્યો છે! એ હારને છોડાવવા હું તમને હમણાં નાણાંની મદદ કરું. | |||
ત્યારે બીન માથે ગાતી ગાતી જુમા જવાબ વાળે છે : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
કણરે હાટે ન મૂકિયો, ભોજન લિયાં ન ભાર; | |||
(પણ) જેની નાર કુભારજા, ઈ માગ્યો દ્યે ભરથાર. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
હે ઠાકોર! અમે કાંઈ અન્નદાણાને કાજે એ હાર કોઈ વેપારીને હાટડે નથી મૂક્યા. પણ આ તો એક એવી કુભારજાને દીધો છે, કે જેણે હાર પહેરવાને સાટે પોતાનો ભરથાર અમને માગ્યો આપેલ છે. | |||
સમસ્યા કાળજે તીર જેમ ખૂતી. અચળો પલંગમાંથી બેઠો થઈ ગયો. પૂછ્યું, “શું કહો છો? ચોખવટ કરો. કઈ નાર કુભારજા? માગ્યો ભરથાર કોણે દીધો છે?” જુમાએ હારની અને મેવાડી રાણીની આખી વાત કરી છે, અચળો તો સાંભળીને રૂંવે રૂંવે વીંધાઈ ગયો છે. એણે પાટણ જઈને તપાસ કરી છે. જુમાનો અક્ષરે અક્ષર સાચો પડ્યો છે. | |||
“આ હા હા! હારની બદલીમાં મેવાડી રાણી, તમે તમારો પિયુ માગ્યો દીધો છે! ત્યારે તો હવે ભરમ ભાંગી ગયો. તમારે હાર પહેરવાના વધુ કોડ હતા! ભલે, તો હવે જાવ. ને એ હાર જ પહેરો — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
મેવાડી જા મેવાડમાં! ઊંટે ભરીને ભાર; | |||
અચળો ઉમાને રિયો તારે રહિયો હાર. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
મેવાડી રાણીને મહિયર વળાવી. અને અચળો ખીચી ઉમાને લઈને રહ્યો. | |||
ઉમાએ જુમાના પગ પૂજ્યા. | |||
{{Poem2Close}} | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 5. પરકાયાપ્રવેશ | |||
|next = 7. કાઠીકુળ | |||
}} | |||
<br> | |||
edits