26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫. ઉખેડેલા આંબાની કવિતા|}} {{Poem2Open}} આજે જ્યારે હું મારી લેખનપ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 32: | Line 32: | ||
આ જીવંત સ્પર્શનો અહીં પરદેશમાં અભાવ છે. આ કારણે પ્રજામાં, પ્રજાની અભિવ્યક્તિમાં, ભાષામાં, બોલીમાં, જે કાંઈ ફેરફાર થઈ રહ્યા છે તેનાથી અમે વેગળા છીએ. અમે ગમે તેટલી વાર દેશ જઈ આવીએ અથવા તો પરદેશમાં જ્યાં રહીએ છીએ ત્યાં ગમે તેટલાં ગુજરાતી સંમેલનો યોજીએ તોપણ એ બધાથીય રોજબરોજનો, જીવતોજાગતો, પ્રજા અને એની ભાષાનો સંપર્ક અમને મળવાનો જ નથી. આ હકીકત છે. અમેરિકામાં રહીને ગુજરાતીમાં લખવું એ સામે પૂરે તરવા જેવું છે. અમેરિકાના લાંબા વસવાટ પછી કવિશ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી દેશમાં પાછા ગયા ત્યારે તેમણે તેમની કાવ્યપ્રવૃત્તિ ફરી શરૂ કરવાનો પ્રયત્ન કર્યો, પણ એમને ધારી હતી તેટલી સફળતા મળી નહીં. એમની સાથે જ દેશમાં ઊછરેલા કવિ સહોદરો ઉમાશંકર જોશી અને સુન્દરમ તો સાહિત્યના એક પછી એક ઊંચાં ઊંચાં શિખરો સર કર્યે જતા હતા ત્યારે પોતે કવિતા ઉપરનું પોતાનું પ્રભુત્વ ગુમાવી દીધું હતું તેમ એમને થયું. એમનાથી એકાએક ચીસ પડાઈ ગઈ: ઉખેડેલા આંબા નહીં ઊગે, ઘરે ઊગેલા આભે પૂગે. આમ અમે દેશથી દસ હજાર માઈલ દૂર બેસીને ભલે કવિતા લખીએ, પણ એ કવિતા આખરે તો ઉખેડેલા આંબાની કવિતા છે. | આ જીવંત સ્પર્શનો અહીં પરદેશમાં અભાવ છે. આ કારણે પ્રજામાં, પ્રજાની અભિવ્યક્તિમાં, ભાષામાં, બોલીમાં, જે કાંઈ ફેરફાર થઈ રહ્યા છે તેનાથી અમે વેગળા છીએ. અમે ગમે તેટલી વાર દેશ જઈ આવીએ અથવા તો પરદેશમાં જ્યાં રહીએ છીએ ત્યાં ગમે તેટલાં ગુજરાતી સંમેલનો યોજીએ તોપણ એ બધાથીય રોજબરોજનો, જીવતોજાગતો, પ્રજા અને એની ભાષાનો સંપર્ક અમને મળવાનો જ નથી. આ હકીકત છે. અમેરિકામાં રહીને ગુજરાતીમાં લખવું એ સામે પૂરે તરવા જેવું છે. અમેરિકાના લાંબા વસવાટ પછી કવિશ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી દેશમાં પાછા ગયા ત્યારે તેમણે તેમની કાવ્યપ્રવૃત્તિ ફરી શરૂ કરવાનો પ્રયત્ન કર્યો, પણ એમને ધારી હતી તેટલી સફળતા મળી નહીં. એમની સાથે જ દેશમાં ઊછરેલા કવિ સહોદરો ઉમાશંકર જોશી અને સુન્દરમ તો સાહિત્યના એક પછી એક ઊંચાં ઊંચાં શિખરો સર કર્યે જતા હતા ત્યારે પોતે કવિતા ઉપરનું પોતાનું પ્રભુત્વ ગુમાવી દીધું હતું તેમ એમને થયું. એમનાથી એકાએક ચીસ પડાઈ ગઈ: ઉખેડેલા આંબા નહીં ઊગે, ઘરે ઊગેલા આભે પૂગે. આમ અમે દેશથી દસ હજાર માઈલ દૂર બેસીને ભલે કવિતા લખીએ, પણ એ કવિતા આખરે તો ઉખેડેલા આંબાની કવિતા છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪. હું શા માટે લખું છું | |||
|next = ૬. ચુનીલાલ વેલજી મહેતા પારિતોષિકથી સન્માનિત | |||
}} | |||
edits