ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જયંતી દલાલ/ઝાડ, ડાળ અને માળો: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
(Created page with "{{Poem2Open}} આમ તો શેરીના પથરા પર ઘોડાના ડાબલા વાગે એટલે જ ગાડી આવે છે એની ખ...")
 
(પ્રૂફ)
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ઝાડ, ડાળ અને માળો| જયંતી દલાલ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આમ તો શેરીના પથરા પર ઘોડાના ડાબલા વાગે એટલે જ ગાડી આવે છે એની ખબર પડે. પણ બધાં બેધ્યાન હશે કે પછી પોતપોતાની વાતમાં એટલાં મસ્ત હશે કે છેક ઘર આગળ આવીને ગાડી ઊભી, ગાડીવાળાએ ‘બસ બચ્ચા!’ એમ કહ્યું, અને હાંકનાર નીચે ઊતર્યો એની સાહેદી રૂપે ગાડીના પુલનો ચૂચવાટ થયો, સખત ભિડાયેલી કડી બારણું દબાવીને ખોલવી પડી એનો અવાજ આવ્યો, બારણાની કળે પણ ખૂલતાં ખૂલતાં કશો અવાજ કર્યો, અને કોક ગાડીમાંથી ઊતર્યું એટલે આખી ગાડીએ અવાજ કર્યો, ત્યારે જ બધાનું ધ્યાન બારણા તરફ ગયું. અને સહુમાં નાનો અને પાછો લાડકો હોવાના કારણે અમિત, હઠે ચડીને દૂધ ભેગી નંખાવેલી ચાનો પ્યાલો ત્યાં પાટ પર જ મૂકીને બારણે જોવા દોડ્યો. અને એણે જ બધાંને મોટો ઘાંટો પાડીને સમાચાર આપ્યા: ‘મોટાભાઈ આવ્યા!’

Line 172: Line 174:
એ ઠપકો આપે છે એક વાર લડીઝઘડીને નીકળી ગયા બાદ પિતાને ઘેર, પાછા આવવા બદલ? જોયું, અહીં તમારો કશો આદર કે આવકાર નથી એમ કહેવા માગે છે? પિતા હજુ તમારી સાથે એક અક્ષરે બોલ્યા નથી એ તો તમે ધ્યાન પર લીધું જ હશે, એ ઠસાવવા માગે છે?

પરંતપ એ નજરનો તાગ પામવા ત્યાં જ, એ નજરને જોતો ઊભો રહ્યો. પણ હાથમાં થાળીમાં કશું લઈને શાંતિદા અંદરના ઓરડામાંથી આવ્યાં. (અને આ વાતની ખબર પણ એને અચાનક જ વિલાસે નજરનો તાર તોડ્યો ત્યારે જ પડી.) થોડું લજાતોપણ વધુ ગૂંચવાતો પરંતપ કામમાં પડ્યો..
પરંતપ એ નજરનો તાગ પામવા ત્યાં જ, એ નજરને જોતો ઊભો રહ્યો. પણ હાથમાં થાળીમાં કશું લઈને શાંતિદા અંદરના ઓરડામાંથી આવ્યાં. (અને આ વાતની ખબર પણ એને અચાનક જ વિલાસે નજરનો તાર તોડ્યો ત્યારે જ પડી.) થોડું લજાતો પણ વધુ ગૂંચવાતો પરંતપ કામમાં પડ્યો..

રસોડા પાસે બેઠેલાં શાંતિદા અને વિલાસે દાદર પરથી ધડબડ ધડબડ ઊતરતા અમિતનાં પગલાં પાછળ ઓછો અવાજ કરતાં ચિન્મયીનાં ઠાવકાં પગલાં પણ સાંભળ્યાં. અને પછી પિતા-પુત્રનો સંવાદ પણ સાંભળ્યો.

Line 248: Line 250:
જમીને પિતા-પુત્ર બહાર આવ્યા તે પહેલાં તો વિલાસે જાણે જૂના ક્રમમાં કશો જ ફરક ન પડ્યો હોય, કે ન કશું અંતર પડ્યું હોય એમ, હાટિયામાંની બરણીમાંથી આખી સોપારી રકાબીમાં મૂકી, સૂડીને સાલ્લાના છેડાથી લૂછી, રકાબીમાં મૂકીને, રકાબી બહાર પાટ પર મૂકી આવી. પિતા-પુત્ર સાથે જ બહાર આવ્યા. પિતા પાટ પર બેઠા. પરંતપ પણ પાટને છેડે બેઠો. કશું જ બોલ્યા વિના પિતાએ રકાબીમાંની સોપારી હાથમાં લીધી. આદતના જોરે જ સૂંઘી અને પછી સૂડીથી કાતરવા માંડી. ઘરમાં બીજો કશો અવાજ ન હતો એટલે સૂડી સોપારીને કાતરતી હતી એનો અવાજ વિશેષ ગજું કાઢીને આવતો. ખપ પૂરતી સોપારી લઈને પિતાએ સૂડી તથા સોપારી બંને રકાબીમાં મૂક્યાં. અને પછી ન ધારેલું બન્યું.

પિતાએ રકાબી હાથથી ડેલીને પરંતપ પાસે મૂકી.
પિતાએ રકાબી હાથથી ઠેલીને પરંતપ પાસે મૂકી.

આવું તો ક્યારેય બન્યું ન હતું.
આવું તો ક્યારેય બન્યું ન હતું.
Line 358: Line 360:
પરંતપને જાણે પોતાની ધમનીમાં ગરમ લોહી ધસમસતું વહેતું હોય એવું લાગ્યું. કરી લઉં ખુલાસો. ન ગમ્યું હોય તો કહી દે. એમાં શું અત્યારે ને અત્યારે જ, આ ઘડીએ જ બીજે જતાં રહીએ. જો આ વિલાસ સાથે ન હોત તો તો પોતે અહીં આવત જ નહીં. એક એની સલામતી અને… અને યોગ્ય પોષણનો ખ્યાલ પોતાને નીચી મૂંડી કરાવીને અહીં લઈ આવ્યો.

દાદરા પર દડબડતાં પગલાંના જોસભેર અવાજે પતિ-પત્નીને જાણે સાબદાં કરી દીધાં. નૃસિંહપ્રસાદ અને શાંતિદાએ એકમેકના સામું જોયું. શાંતિદાના સમજવામાં સાહજિક રીતે જ આટલી વાત આવી ગઈ. પતિ હમણાં ગરવાં ને વરવાંવાળું જે બોલ્યા અને જેનો મર્મ પહેલાં પોતાના સમજવામાં આવ્યો ન હતો એટલું પરંતપે ગમે તે રીતે પણ સાંભળ્યું હતું. અને આ પગલાંનો જે જોસદાર અવાજ હતો એ પણ એ ગરવાં-વરવાંને કારણે હતો એટલી વાત પણ એ કળી ગઈ. નૃસિંહપ્રસાદના ખ્યાલમાં આ વાત આમ ને આમ તો ન આવત, પણ પત્નીનાં નેણનાં વેણે એમને પણ આ વાત સમજાવી દીધી. એકાદેક ક્ષણને માટે તો પોતાના બોલ્યાની ધારી, અને ધાર્યાથીય વિશેષ અણધારી, અસર થઈ છે એનો સંતોષ અને વિજયનો મદ પેલી ચાળણી પર દેખાઈ ગયો. પણ પત્નીના ચહેરા પરની ચિંતાએ એ ભાવને તો પવનનો સુસવાટો સાગરતટ પરની રેતીની રેખાઓને જે ઝડપે બદલે એ જ ઝડપે હટાવી દીધો.
દાદરા પર દડબડતાં પગલાંના જોસભેર અવાજે પતિ-પત્નીને જાણે સાબદાં કરી દીધાં. નૃસિંહપ્રસાદ અને શાંતિદાએ એકમેકના સામું જોયું. શાંતિદાના સમજવામાં સાહજિક રીતે જ આટલી વાત આવી ગઈ. પતિ હમણાં ગરવાં ને વરવાંવાળું જે બોલ્યા અને જેનો મર્મ પહેલાં પોતાના સમજવામાં આવ્યો ન હતો એટલું પરંતપે ગમે તે રીતે પણ સાંભળ્યું હતું. અને આ પગલાંનો જે જોસદાર અવાજ હતો એ પણ એ ગરવાં-વરવાંને કારણે હતો એટલી વાત પણ એ કળી ગઈ. નૃસિંહપ્રસાદના ખ્યાલમાં આ વાત આમ ને આમ તો ન આવત, પણ પત્નીનાં નેણના વેણે એમને પણ આ વાત સમજાવી દીધી. એકાદેક ક્ષણને માટે તો પોતાના બોલ્યાની ધારી, અને ધાર્યાથીય વિશેષ અણધારી, અસર થઈ છે એનો સંતોષ અને વિજયનો મદ પેલી ચાળણી પર દેખાઈ ગયો. પણ પત્નીના ચહેરા પરની ચિંતાએ એ ભાવને તો પવનનો સુસવાટો સાગરતટ પરની રેતીની રેખાઓને જે ઝડપે બદલે એ જ ઝડપે હટાવી દીધો.

પરંતપ દાદરના છેલ્લા પગથિયે આવીને ઊભો. ફિક્કા ગાલ પર આછા ટપકા જેવી દેખાતી સુરખી એના મન અને તનના આરોગ્યની જાણે ચાડી ખાતી હતી.

Line 390: Line 392:
ફરસને જોઈ રહેલા પરંતપને જાણે કોઈ તગતગતો ડામ દેતું હોય એવું લાગ્યું. પિતા પોતાના સામું જોતા જ હશે એવું ન જાણે કેમ વગરજોયે જ એને લાગ્યું. અને ગરદન પર જાણે આખો હિમાલય મૂક્યો હોય એમ એનાથી ગરદન ઊંચી થઈ જ ન શકી.

શું ખરું? પોતાની તબિયતની સાચી લાગણીથી ખબર પૂછી એ ખરું કે દીકરા દીકરા વચ્ચે ભેદ જોતા હતા તે ખરું? પોતે અહીં આવ્યો. હા, એક વાર અલગ થઈ ગયા પછી, લડીઝઘડીને ઘર છોડી દીધા પછી, હારીને, થાકીને અને બોજારૂપ બનીને આવ્યો, એ ગમ્યું નથી, ગમતું નથી અને સીધેસીધું કહેવાતું નથી એ ખરું કે પછી દીકરાને લાડની વાત કરે છે – અને પોતે પણ એમનો જ દીકરો હતો ને? એ ખરું?

બારણું ઊઘડ્યું અને વસાયું. પગથિયાં પર ચમચમ પગરખાંનો અવાજ થયો. શેરીના પથરા પર પણ ખરે બપોરે વ્યાપેલી નીરવતાનો ભંગ કરતાં પગલાં બોલતાં હતાં. પરંતપ નીચું ફરસ પર જ જોઈ રહ્યો હતો. નૃસિંહપ્રસાદ જતાં વિલાસ આવીને ચાના પ્યાલા-રકાબી લઈ ગઈ એની પણ એને ખબર ન હતી. આ પથરો, ઊછળીને-કૂદીને પોતાના મનમાં ઊઠતા પ્રશ્નોના જવાબ આપશે એવી કશી શ્રદ્ધાથી પરંતપ નીચું ઘાલીને જ જોતો બેઠો રહ્યો.

Line 670: Line 672:
‘શિખવાડજે.’
‘શિખવાડજે.’

નૃસિંહપ્રસાદ હજુ તો અવાજ પરથી સ્વભાવ અને લક્ષણ પારખવાની વાત મન સાથે કરતા હતા તેમને એક નવો નાદર નમૂનો મળી ગયો: તીખો, ડંખીલો; વઢવાડિયો, મીઠો નહીં. મળતાવડો નહીં. અને એ ઢાળે ઊતરતું નૃસિંહપ્રસાદનું મન એક નવા જ વિચારની અડફેટે ચડ્યું: સ્વમાન નહીં, ઝાંઝી ભલે હોય. તીખાશ, ડંખ, વઢવાડિયાપણું: એ બધું તો સ્વમાનના અભાવને ઢાંકવાના પેંતરાં.
નૃસિંહપ્રસાદ હજુ તો અવાજ પરથી સ્વભાવ અને લક્ષણ પારખવાની વાત મન સાથે કરતા હતા તેમને એક નવો નાદર નમૂનો મળી ગયો: તીખો, ડંખીલો; વઢવાડિયો, મીઠો નહીં. મળતાવડો નહીં. અને એ ઢાળે ઊતરતું નૃસિંહપ્રસાદનું મન એક નવા જ વિચારની અડફેટે ચડ્યું: સ્વમાન નહીં, ઝાંઝી ભલે હોય. તીખાશ, ડંખ, વઢવાડિયાપણું: એ બધું તો સ્વમાનના અભાવને ઢાંકવાના પેંતરા.

કુટુંબના વડા લેખે એક પાસું, એમને આ સંવાદ, વિવાદનું રૂપ લે એ પહેલાં જ થંભી જવો જોઈએ, એમ કહેતું હતું. બીજું માનવી તરીકેનું પાસું તો નવા વિચારને રવાડે ચડીને દીકરામાં સ્વમાનનો કેવો અભાવ હતો એનાં ઉદાહરણ શોધતું હતું.

Line 704: Line 706:
‘હં. તો તમને એમ લાગ્યું? હં. પહેલેથી ખબર આવી હોત અને સ્ટેશને હારતોરા લઈને આવત, તો તમને ગમ્યું એમ લાગત!’ નૃસિંહપ્રસાદે પરંતપ પર માંડેલી મીટને હટાવીને સૂડીથી સોપારી કાતરતાં કહ્યું.

પરંતપ પાટ પરથી ઊભો થઈ ગયો. મનમાં તુમુલ વેગે ચાલતા વિચારોને કારણે એની મૂઠી આપોઆપ બિડાઈ ગઈ.
પરંતપ પાટ પરથી ઊભો થઈ ગયો. મનમાં તુમૂલ વેગે ચાલતા વિચારોને કારણે એની મૂઠી આપોઆપ બિડાઈ ગઈ.

‘સવારે જઈએ કે અત્યારે?’ પરંતપે પૂછ્યું.
‘સવારે જઈએ કે અત્યારે?’ પરંતપે પૂછ્યું.
Line 733: Line 735:

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જયંતી દલાલ/ઉત્તરા|ઉત્તરા]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જયંતી દલાલ/ટપુભાઈ રાતડિયા|ટપુભાઈ રાતડિયા]]
}}

Navigation menu