26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 364: | Line 364: | ||
અવાજ ઓળખાણો. એકલમલ્લના ઘોડા એળચીનો જ એ અવાજ. આઘેથી નીલો નેજો, ભાલો, ભાથો, તરવાર અને બખતર ઝાડને ટેકે પડેલાં દેખ્યાં. | અવાજ ઓળખાણો. એકલમલ્લના ઘોડા એળચીનો જ એ અવાજ. આઘેથી નીલો નેજો, ભાલો, ભાથો, તરવાર અને બખતર ઝાડને ટેકે પડેલાં દેખ્યાં. | ||
અહાહા! એ જ મારા બેલીડાનો સામાન. બેલી મારો નહાતો હશે. પાળે ચડ્યો, ઝબક્યો. શું જોયું? | અહાહા! એ જ મારા બેલીડાનો સામાન. બેલી મારો નહાતો હશે. પાળે ચડ્યો, ઝબક્યો. શું જોયું? | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
<Center> | |||
'''ચડી ચખાસર પાર, ઓઢે હોથલ ન્યારિયાં,''' | |||
'''વિછાઈ બેઠી વાર, પાણી મથ્થે પદમણી.''' | |||
</poem> | |||
</Center> | |||
{{Poem2Open}} | |||
[પાળે ચડીને નજર કરે ત્યાં તો ચખાસરના હિલોળા લેતાં નીર ઉપર વાસુકિનાગનાં બચળાં જેવા પેનીઢક વાળ પાથરીને પદમણી નહાય છે. ચંપકવરણી કાયા ઉપર ચોટલો ઢંકાઈ ગયો છે.] | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<Center> | |||
'''ચડી ચખાસર પાર, હોથલ ન્યારી હેકલી,''' | |||
'''સીંધ ઉખલા વાર, તરે ને તડકું દિયે.''' | |||
</poem> | |||
</Center> | |||
{{Poem2Open}} | |||
[એકલી સ્ત્રી! દેવાંગના જેવાં રૂપ! પાણી ઉપર તરે છે. મગર માફક સેલારા મારે છે.] | |||
પદ્મણીએ પાળ માથે પુરુષ પેખ્યો. ઓઢા જામને જોયો. ઉઘાડું અંગ જળની અંદર સંતાડી લીધું. ગરદન જેટલું માથું બહાર રાખીને હાથ હલાવીને અવાજ દીધો : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<Center> | |||
'''ઓઢો ઓથે ઊભિયો, રેખડિયારા જામ,''' | |||
'''નહિ એકલમલ્લ ઉમરો, હોથલ મુંજો નામ.''' | |||
</poem> | |||
</Center> | |||
{{Poem2Open}} | |||
[એ ઓઢા જામ, ઝાડની ઓથે ઊભા રહો. હું તમારો એકલમલ્લ નહિ, હું તો હોથલ. હું નારી. મને મારી એબ ઢાંકવા દ્યો.] | |||
મહા પાતક લાગ્યું હોય તેમ ઓઢો અવળો ફરી ગયો. પાળેથી નીચે ઊતરી ગયો. એનું જમણું અંગ ફરકવા માંડ્યું. અંતર ઊછળી ઊછળીને આભે અડી રહ્યું છે. એના કલેજામાં દીવા થઈ ગયા છે. એની રોમરાઈ ઊભી થઈ ગઈ છે. | |||
પદ્મણી પાણીમાંથી બહાર નીકળી. નવલખા મૉતીનો હાર વીખરાયો હોય એવાં પાણીના ટીપાં માથાના વાળમાંથી નીતરવા મંડ્યા. થડકતે હૈયે એણે લૂગડાં પહેર્યા. પછી બોલી : “ઓઢા રાણા, આવો.” | |||
વાચા વિનાનો ઓઢો, હાથ ઝાલીને કોઈ દોરી જતું હોય તેમ ચાલ્યો. અબોલ બન્ને કનરા ડુંગરામાં પહોંચ્યા. ભોંયરામાં દાખલ થયા. પાષાણના બાજઠ, પાષાણની સજાઈ, પાષાણનાં ઓશીકાં : એવું જાણે કોઈ તપિયાનું ધામ જોયું. શિલા ઉપર ઓઢો બેઠો. પદ્મણી ઊંડાણમાં ગઈ. | |||
થોડીવારે પાછી આવી. કેસર-કંકુની આડ કરી, સેંથામાં હિંગળો પૂરી, આંખડીમાં કાજળ આંજી, નેણમાં સોંધો કંડારી, મલપતાં પગલાં ભરતી આવી. પાવાસરની જાણે હંસલી આવી. જાણે કાશ્મીરની મૃગલી આવી. સિંહલદ્વીપની જાણે હાથણી આવી. હોથલ આવી. | |||
એકલમલ્લની કરડાઈ ન મળે, બાણાવળીના લોખંડી બાહુ ન મળે, ધરતીને ધ્રુજાવનારા ધબકારા ન મળે. લોઢાના બખતર હેઠળ શું એકલમલ્લે રૂપના આવડા બધા ભંડાર છુપાવેલા હતા! | |||
“ઓઢા જામ! સમસ્યા પારખીને આવ્યો?” | |||
“હે દેવાંગના! હું આવ્યો તો હતો તમને ભેરુ જાણીને. મારો સંસાર સળગાવીને આવ્યો છું. મારા એકલમલ્લ બેલીને માટે ઝૂરતો આવ્યો છું.” | |||
“ઓઢા, બાપની મરણ-સજાઈ માથે વ્રત લીધેલાં કે સાંઢ્યું વાળ્યા પહેલાં વિવા ન કરું. એ વ્રત તો પૂરાં થયાં. તારી સાથે લેણાદેણી જાગી. સંસારમાં બીજા સહુ ભાઈ-બાપ બની ગયા. પણ તારી આગળ અંતર ન ઊઘડી શક્યું. આખો ભવ બાવાવેશે પૂરો કરત. પણ ચાર, ચાર મહિનાના મેલ ચડેલા તે આજ ના’વા પડી. તેં મને ના’તી ભાળી. બસ, હવે હું બીજે ક્યાં જાઉં?” | |||
ઓઢો ધરતી સામે જોઈ રહ્યો. | |||
“પણ ઓઢા, જોજે હો! મારી સાથે સંસાર માંડવો એ તો ખાંડાની ધાર છે. હું મરણલોકનું માનવી નથી. તારા ઘરમાં હોથલ છે એટલી વાત બહાર પડે તે દી તારે ને મારે આંખ્યુંનીયે ઓળખાણ નહિ રહે, હો!” | |||
ઓઢાની ધીરજ તૂટી — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<Center> | |||
'''ચાય તો માર્ય જિવાડ્ય, મરણું ચંગું માશૂક હથ,''' | |||
'''જીવ જિવાડણહાર, નેણાં તોજાં નિગામરી,''' | |||
</poem> | |||
</Center> | |||
{{Poem2Open}} | |||
[હોથલ, હે નિગામરાની પુત્રી, ચાહે તો મને માર, ચાહે તો જિવાડ, તારે હાથે તો મરવુંયે મીઠું.] | |||
પછી તો — | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
edits